________________
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી થાનક : સત્ર ૨૦
પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિવાળા નારકોમાં નારક તરીકે ઉત્પન્ન થઈ.
ત્યાંથી નીકળીને તે ખેચર-આકાશમાં વિહરનાર પક્ષીવર્ગની યોનિઓમાં ઉત્પન્ન થઈ યાવતુ ત્યાર બાદ ખર (કઠિન) બાદર પૃથ્વીકાયરૂપે અનેક લાખનાર ઉત્પન્ન થઈ.
નાગશ્રીને સુમાલિકા-ભવ૨૦. ત્યાર પછી તે પૃથ્વીકાયમાંથી નીકળી આ જ
જંબુદ્વીપ નામે દ્વીપમાં, ભારત વર્ષમાં, ચંપા નગરીમાં, સાગરદત્ત સાર્થવાહની ભદ્રા નામે ભાર્યાની કુક્ષિમાં બાલિકારૂપે ગર્ભમાં આવી.
ત્યાર બાદ તે ભદ્રા સાર્થવાહીએ પૂરા નવ મહિના જતાં હાથીના તાળવા જેવી સુકોમળ બાલિકાને જન્મ આપ્યો.
ત્યાર પછી તે બાલિકા બાર દિવસની થઈ જયારે તેનાં માતા-પિતાએ આવું–આ પ્રકારનું ગુણવાળું-ગુણનિષ્પન્ન નામ પાડયું, કેમ કે અમારી આ પુત્રી હાથીના તાળવાની જેમ અત્યંત સુકોમળ છે તેથી આ બાલિકાનું નામ “સુકુમાલિકા–“સુકુમાલિકા.'
આ રીતે તે બાલિકાના માતાપિતાએ તેનું સુકુમાલિક એવું નામ રાખ્યું.
ત્યાર બાદ પાંચ ધાવ માતાઓએ તેની સંભાળ રાખવાનું શરૂ કર્યું. તે ધાવમાતાઓ જેવી કે- ૧. દૂધ પીવડાવનારી ધાવ, ૨. સ્નાન કરાવનારી, ૩. ઘરેણાં પહેરાવનારી, ૪. રમાડનારી અને ૫. ખોળામાં ઊંચકનાર. આમ એકના ખોળામાંથી બીજીના ખોળામાં લેવાતી, ૨મ્ય મણિજડિત ભૂમિ પર તે વાત-વિહીન બાધારહિત ગિરિકંદરામાં ઊછરતી ચંપકલતાની જેમ અતિ સુખપૂર્વક ઊછરવા લાગી.
સુકમાલિકાને સાગર સાથે વિવાહ ૨૧. ત્યાર પછી તે સુકુમાલિકા બાલિકા બાલ્યાવસ્થા પસાર કરીને યૌવના સ્થાને પ્રાપ્ત કરી રૂપ, યૌવન અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ શરીરવાળી–સર્વાંગસુંદરી બની ગઈ.
૨૨, તે જ ચંપાનગરીમાં જિનદત્ત નામે એક સાથે
વાહ રહેતો હતો-ધનાઢય યાવતુ કોઈથીય પરાભવ ન પામે તેવો.
તે જિનદત્તની ભદ્રા નામે ભાર્યા હતી-જે સુકોમળ, ઇષ્ટ હતી અને માનુષી કામભોગો ભગવતી તેની સાથે રહેતી હતી. તે જિનદત્તને તે ભદ્રા ભાર્યાંથી જન્મેલ સાગર નામે પુત્ર હતો, તે હાથપગ આદિ સુકોમળ અંગોવાળ યાવતું
અત્યંત સુંદર હતો. ૨૩. ત્યાર બાદ કોઈ એક વખત તે જિનદત્ત સાથે
વાહ પોતાને ઘેરથી નીકળ્યો, નીકળીને સાગરદત્ત સાર્થવાહના ઘરની નજીકથી પસાર થઈ રહ્યો હતો, એવામાં બાલિકા સુકુમાલિકા સ્નાનાદિ કરીને દાસીઓના વંદથી વીંટળાઈને પોતાના આવાસગૃહની અટારીમાં સોનાના દડાથી રમત રમી રહી હતી.
ત્યારે તે જિનદત્ત સાર્થવાહે સુકુમાલિકા બાલિકાને જોઈ, જોઈને સુકુમાલિકા બાલિકાના રૂપ, યૌવન અને લાવણ્યથી વિસ્મિત થઈને કૌટુંબિક સેવકોને બોલાવી આ પ્રમાણે પૂછયું
અરે દેવાનુપ્રિયે ! આ કોની પુત્રી છે? અને તેનું નામ શું છે?”
ત્યારે તે કૌટુંબિક પુરુષે જિનદત્ત સાર્થવાહના આ પ્રશ્નથી શ્રેષ્ટતુષ્ટ થઈ, બન્ને હાથ મસ્તકે અડાડી અંજલિ રચી આ પ્રમાણે બોલ્યા
હે દેવાનુપ્રિય! આ સાગરદત્ત સાર્થવાહની ભદ્રા ભાર્યા દ્વારા જન્મેલી સુકુમાલિકા નામની કન્યા છે–સુકોમળ હાથપગ આદિ અંગોવાળી
થાવત્ રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ. ૨૪. ત્યાર બાદ જિનદત્ત સાર્થવાહ તે કૌટુંબિક પુરુ
ષોની આ વાત સાંભળી–જાણીને જયાં પોતાનું નિવાસસ્થાન હતું ત્યાં આવ્યો, આવીને સ્નાન કરી મિત્રો, જ્ઞાતિજનોથી વીંટળાઈને ચંપાનગરીની વચ્ચોવચ્ચે થઈને જ્યાં સાગરદત્ત સાર્થવાહનું નિવાસસ્થાન હતું ત્યાં આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org