________________
૨૪
ધર્મ કથાનુગ-અરિષ્ટનેમિ-તીર્થ માં દ્રૌપદી કથાનક : સૂત્ર ૮૧
ત્યાર પછી તે દ્રુપદ રાજાએ વાસુદેવ પ્રમુખ અનેક સહસ્ત્ર રાજાઓનું વિપુલ અશન-પાનખાદ્ય-સ્વાદ્ય પદાર્થો, પુષ્પ-વસ્ત્ર-સુંગધ-માળાઅલંકારો દ્વારા સન્માન–બહુમાન કર્યું, સન્માન બહુમાન કરી તેમને વિદાય આપી.
પાંડુરાજકૃત વાસુદેવ આદિનું નિમંત્રણ– ૭૯. ત્યાર બાદ પાડું રાજાએ તે વાસુદેવ પ્રમુખ
હજારો રાજાઓને બે હાથ જોડી શિરસાવર્તપૂર્વક અંજલિ રચી આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયા ! હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવો અને દેવી દ્રૌપદીનો કલ્યાણકારી સ્વાગત ઉત્સવ થશે. તો હે દેવાનુપ્રિયા ! મારા પર અનુગ્રહ કરી તમે બધા તે પ્રસંગે અવિલંબ પધારજો.'
ત્યાર પછી તેણે ઉગ્રસેન આદિ યાદવના (ગુણા)ના વર્ણન પછી કહ્યું કે “આ ઉત્તમ પુરુષ ગંધહસ્તીઓમાંથી જે કોઈ તારા હૃદયને ગમ્યો હોય તેવા સૌભાગ્ય-રૂપ-યુક્ત પુરુષનું વરણ કર.”
દ્રૌપદી દ્વારા પાંડવ-વરણ૭૭. ત્યાર બાદ તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી અનેક સહ
સૂ શ્રેષ્ઠ રાજાઓ વચ્ચેથી પસાર થતી, પૂર્વકૃત નિદાન વડે પ્રેરિત થતી, જ્યાં પાંચ પાંડવો હતા
ત્યાં આવી, ત્યાં આવીને તેણે પાંચ પાંડવોને પંચરંગી પુષ્પમાળા પહેરાવી દીધી, માળા
ઓ પહેરાવીને આ પ્રમાણે કહ્યું–‘હું આ પાંડવોને વરી છું.' - ત્યાર પછી તે વાસુદેવ પ્રમુખ હજારો રાજા
એ માટે મોટેથી ઘોષણા કરી કહ્યું કે–અહો! રાજકન્યા દ્રૌપદીએ સારું વરણ કર્યું છે. આમ કહી તે બધા સ્વયંવર મંડપમાંથી બહાર નીકળ્યા અને જયાં પોત પોતાના આવાસ હતા ત્યાં ગયા.
ત્યાર બાદ ધૃષ્ટદ્યુમ્નકુમારે પાંચ પાંડવો અને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને ચાર ઘંટાવાળા અશ્વર પર બેસાડ્યાં અને બેસાડીને કાંપિલ્યપુર નગરની વચ્ચે વચ્ચે થઈને પોતાના રાજભવનમાં પ્રવેશ કરાવ્યો.
પાણિગ્રહણ૭૮. ત્યાર પછી દ્રુપદ રાજાએ પાંચ પાંડવો અને રાજકન્યા દ્રૌપદીને પાટ પર બેસાર્યા, બેસારીને
શ્વેત અને પીત (ચાંદી અને સોનાના) કળશ વડે તેમને સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને અગ્નિ હોમ કરાવ્યો અને પાંચ પાંડવે સાથે દ્રૌપદીનું પાણિગ્રહણ (લગ્ન) કરાવ્યું.
ત્યાર પછી દ્રુપદ રાજાએ રાજકન્યા દ્રૌપદીને આ પ્રમાણે પ્રીતિદાન (કરિયાવર) આપ્યું-આઠ કોટિ હિરણ્ય યાવતું સેવિકા દાસી તથા બીજું પણ વિપુલ માત્રામાં ધન, સુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ, પ્રવાળ. રાતા માણેક આદિ રૂપ સારભૂત ધન આપ્યું કે જે સાત પેઢી સુધી ઇચ્છા મુજબ દાન કરે, ભોગવે કે વહેચે તે પણ ખૂટે નહીં તેટલું હતું.
૮૦. ત્યાર પછી તે વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓ
સ્નાન કરી, શરીરે કવચ આદિ બાંધી ઉત્તમ હાથી પર બિરાજમાન થઈ દરેક યાવત્ જ્યાં હસ્તિનાપુર નગર હતું ત્યાં જવા ઉદ્યત થયા.
પાંડ દ્વારા વાસુદેવ આદિને સત્કાર૮૧ ત્યાર બાદ તે પાંડુ રાજાએ કૌટુંબિક પુરુષને
બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયા ! તમે હસ્તિનાપુર નગરમાં જાઓ અને ત્યાં પાંચ પાંડવો માટે શ્રેષ્ઠ પ્રાસાદો બનાવો જે અત્યંત ઊંચા યાવતુ સુંદર હોય.'
ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે આજ્ઞા સ્વીકારી અને તે પ્રમાણે કર્યું.
ત્યાર બાદ પાંડુ રાજા પાંચ પાંડવો અને દ્રૌપદી દેવી સાથે, હાથી-ઘોડા-રથ-પોદ્ધાઓ યુક્ત ચતુરંગિણી સેના સાથે અને મહાન સુભટે, રથ અને પદાતિઓથી પરિવૃત્ત થઈ કાંપિલ્યપુર નગરમાંથી નીકળ્યો, નીકળીને જ્યાં હસ્તિ નાપુર નગર હતું ત્યાં આવ્યો.
ત્યાર બાદ તે પાંડુ રાજાએ તે વાસુદેવ પ્રમુખ રાજાઓનાં આગમનના સમાચાર જાણીને કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હસ્તિનાપુર નગર બહાર વાસુદેવ આદિ હજારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org