________________
ધર્મ કથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૭ર
ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો તૈયાર કરાવ્યા, તૈયાર કરાવીને કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિયો ! તમે આ વિપુલ અશનપાન-ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો, સુરા, મદ્ય, માંસ, સીધુ, પ્રસન્ન તથા પ્રચુર પુષ્પ-વસ્ત્ર સુગંધિ પદાર્થમાળા અલંકાર લઈને વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓના આવાસોમાં જાઓ.” તેઓએ તે પ્રમાણે કર્યું.
ત્યારે તે વાસુદેવ પ્રમુખ સર્વે તે વિપુલ અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય ભોજન તથા સુરા, મધ, માંસ, સીધુ અને પ્રસન્નાનો આસ્વાદ લેવા, અતિ સ્વાદ લેવા, અન્યોન્ય પીરસવા અને ખાવા-પીવા લાગ્યા. ભોજન લઈને પછી આચમન કરી સ્વચ્છ, પરમ શુચિભૂત થઈને આરામદાયક આસન પર બેસી ગંધવો અને નટો દ્વારા રજૂ કરાતા ગીત-નાટકને માણવા લાગ્યા.
દ્રૌપદીનો સ્વયંવર– ૭૦. ત્યાર બાદ દ્રુપદ રાજાએ મધ્યાહ્ન સમય પછી
કૌટુંબિક સેવકનો બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયા ! તમે જાઓ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર સવાર થઈ કાંપિલ્યપુર નગરના શુંગાટક, ત્રિકે, ચતુષ્કો, ચતૂરો, ચતુમુખ, રાજમાર્ગો અને સામાન્ય માર્ગો પર તેમ જ વાસુદેવ પ્રમુખ હજારો રાજાઓના આવાસોમાં જઈને ઉચ્ચાતિઉચ્ચ અવાજે ઉલ્લેષણા કરતાં આ પ્રમાણે બોલો–“હે દેવાનુપ્રિયા! કાલ રાત્રિનું પ્રભાત થતાં, સૂર્યોદય થતાં અને જાજ્વલ્યમાન તેજ સહિત સહસ્રરશ્મિ દિનકર પ્રકાશિત થતાં દ્રુપદ રાજાની પુત્રી, ચલણી રાણીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્નની બહેન, ઉત્તમ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે. તો હે દેવાનુપ્રિયા ! તમે દ્રુપદ રાજા પર કૃપા કરી સ્નાન યાવત્ સર્વાલંકાર-વિભૂષિત થઈ હાથીના કંધ પર બિરાજમાન થઈ, કરંટપુષ્પની માળાનાં છત્ર ધારણ કરી, શ્રેષ્ઠ ધવલ ચામરોના વીંજણા સાથે, અશ્વ
ગજ-રથ અને ઉત્તમ યોદ્ધાઓની બનેલી ચતુરગિણી સેનાથી ઘેરાઈ, મહાન સુભટો, રથો અને પદાતિઓના સમૂહથી ઘેરાઈ, જ્યાં સ્વયંવર મંડપ છે ત્યાં પધારજો અને આવીને પોતપોતાનાં નામ જેના પર અંકિત છે તેવાં આસને પર બેસજો, બેસીને રાજકન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરજો'. આવા પ્રકારની ધોષણા કરો અને ઘોષણા કરી પછી મારી આ આજ્ઞા પૂરી કર્યાની મને જાણ કરજો.’ - ત્યાર પછી તે કૌટુંબિક સેવકોએ તે પ્રમાણે ઘોષણા કરી અને યાવન આશાપૂર્તિની
જાણ કરી. ૭૧. ત્યાર પછી ફરી દ્રપદ રાજાએ કૌટુંબિક સેવકોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને સ્વયંવર મંડપમાં જળ છંટકાવ કરો, તેને વાળી ચોળી સ્વચ્છ કરો, લીપી–ધોળી તેને પંચરંગી ફુલોથી સજાવે, કાલાગરુ-કુન્દુરુ-તુરુષ ધૂપ સળગાવી તેની સુગંધથી મઘમઘતા અને અભિરામ બનાવી દો, જાણે કે તે ઉત્તમ સુંગધીદાર ધૂપસળી હોય તેવો સુંગધમય બનાવી દો, મંચાતિમંચ-ઉંચા-નીચા મંચની ગોઠવણી તેમાં કરી દો અને તેમાં વાસુદેવ પ્રમુખ અનેક સહસ્ર. રાજાઓના દરેકના નામથી અંકિત આસનો મૂકે, તે આસનોને સ્વેત સ્વચ્છ વસ્ત્રોથી આ
છાદિત કરો, આવી રચના કરી મારી આશા પૂરી કર્યાની જાણ કરો. તેઓએ પણ આશા
પ્રમાણે રચના કરીને રાજાને જાણ કરી. ૭૨. ત્યાર પછી બીજા દિવસે રાત્રિ પૂરી થતાં, પ્રભાત
થતાં અને સહસ્રરમિ દિનકર સૂર્ય તેજથી ઝળહળ પ્રકાશિત થતાં વાસુદેવ પ્રમુખ અનેક સહસ્ર રાજાઓ સ્નાન યાવત્ સર્વાલંકારવિભૂષિત થઈને, હાથીની ખાંધે બેસીને, કોરંટ પુષ્પોની માળાઓવાળાં છત્રો ધારણ કરીને, ઉત્તમ શ્વેત ચામરોના વીંજણા વડે વીંજાતા, હાથીઘોડા-રથ-યોદ્ધાઓની બનેલી ચતુરંગિણી સેના સાથે, મોટા આડંબર સહિત, સુભટો, રથો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org