________________
ધર્મકથાનગ–અરિષ્ટનેમિ–તીર્થમાં દ્રૌપદી કથાનક સૂત્ર ૮૨
૨૫
રાજાઓ માટે અનેક સેંકડો સ્તંભોવાળા આવાસે તૈયાર કરાવે, કરાવીને મારી આજ્ઞા પૂરી કર્યાની મને જાણ કરો.'
તેઓએ પણ તે પ્રમાણે કરી આશાપૂર્તિની જાણ કરી. ૮૨. ત્યાર બાદ તે વાસુદેવ પ્રમુખ અનેક રાજાઓ
જ્યાં હસ્તિનાપુર નગર હતું ત્યાં આવ્યા.
ત્યારે તે પાંડુ રાજાએ વાસુદેવ આદિ અનેક હજાર રાજાનું આગમન થયું જાણી હષ્ટ તુષ્ટ થઈ સ્નાન કર્યું, બલિનૈવેદ્ય કર્યું અને જેવી રીતે દુપદ રાજાએ તે બધાનું સન્માન કર્યું હતું તે રીતે કરી યાવતુ યથાયોગ્ય આવાસો આયા.
ત્યાર પછી તે વાસુદેવ આદિ હજારો રાજાઓ જ્યાં પોતપોતાના આવાસ હતા ત્યાં ગયા અને પૂર્વવર્ણન મુજબ યાવત્ વિચારવા લાગ્યા.
ત્યાર બાદ પાંડુ રાજા હસ્તિનાપુર નગરમાં પાછો ફર્યો અને પોતાના કૌટુંબિક સેવકો બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ પ્રમાણમાં અશન-પાનખાદા-સ્વાદ્ય પદાર્થો આવાસોમાંના મહેમાનોને પહોંચાડે.” તેઓએ તે પ્રમાણે કર્યું,
ત્યાર પછી તે વાસુદેવ પ્રમુખ અનેક હજારો રાજાઓએ સ્નાન કર્યું, બલિકમ કરી કૌતુકમંગલ ક્રિયા કરી અને પછી વિપુલ અશનપાન-ખાદ્ય-સ્વાદ્યનું આસ્વાદન કરતા યાવનું પૂર્વવર્ણનાનુસાર વિચરવા લાગ્યા.
કલ્યાણકારી ઉત્સવ૮૩. ત્યાર બાદ પાંડુ રાજાએ પાંચે પાંડવો અને દ્ર
પદી દેવીને પાટ પર બેસાર્યા, બેસાડીને શ્વેત (ચાંદીના) અને પીત (સોનાના) કળશ વડે તેમને સ્નાન કરાવ્યું, સ્નાન કરાવી તેમનો મંગળ ઉત્સવ ઊજવ્યો, ઉત્સવ ઊજવી તે વાસુદેવ આદિ હજારો રાજાઓનું વિપુલ અશનપાન-ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો તથા પુષ્પ–ગંધવસ્ત્ર-માળા-અલંકાર આદિ સામગ્રી વડે સ
ન્માન–બહુમાન કર્યું અને સન્માન–બહુમાન કરી વિદાય આપી.
ત્યાર પછી તે વાસુદેવ પ્રમુખ અનેક હજારો રાજાઓ પાંડુ રાજા પાસેથી વિદાય થઈ જયાં પોતપોતાનાં રાજ્ય હતાં, જ્યાં પોતપોતાનાં નગર હતાં ત્યાં પાછા ગયા. ત્યાર બાદ તે પાંચ પાંડવો દ્રૌપદી સાથે પ્રતિદિન વરાફરતી ઉત્તમ ભોગો ભોગવતા રહેવા લાગ્યા.
નારદનું આગમન ૮૪. ત્યાર પછી કોઇ એક વખત પાંડુ રાજા પાંચે
પાંડવ, રાણી કુન્તી, દ્રૌપદી તથા અતઃપુરના પારિવારિક જને વડે ઘેરાઈ શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજી રહ્યા હતા.
ત્યારે દેખાવમાં અતિ ભદ્ર અને વિનીત, પરંતુ અંદરથી કલુષિત હૃદયવાળા, ઉપરથી માધ્યસ્થ ભાવધારી, દર્શક અને આશ્રિતોને જેમનું દર્શન આલાદક અને પ્રીતિજનક છે તેવા, સુંદર રૂપ ધારી, સંપૂર્ણ નિર્મળ વસ્ત્ર પરિધાનવાળા, વક્ષસ્થળ પર કૃષ્ણ મૃગચર્મનું ઉત્તરાસંગ કરેલ (કૃષ્ણમૃગચર્મને ખેશની માફક ધારણ કરેલ), હાથમાં દંડ અને કમંડળ ધારણ કરેલ, જટારૂપી મુકુટથી દીપ્તિમાન મસ્તકવાળા, યજ્ઞોપવીત-ગણેત્રિકા-મુંજનો કંદોરો અને વલ્કલ ધારણ કરેલ, એક હાથમાં કચ્છપી વીણા ધારણ કરેલ, સંગીતપ્રિય, ધરણીગોચરમાં પ્રધાન, સંચરણી (ચાલવાની) આવરણી (ઢાંકવાની), અવતરણી (નીચે ઊતરવાની), ઉત્પતની (ઊંચો ઊડવાની), શ્લેષણી (ચેટી જવાની), સંક્રામણી (પરકાયાપ્રવેશની), અભિગિની (સુવર્ણસિ. દ્ધિની), પ્રજ્ઞપ્તિ (દૂરદર્શનની), ગમની (દુર્ગમ
સ્થળે જઈ શકવાની) અને સ્તંભની (સ્તબ્ધ કરવાની) આદિ વિદ્યાધરોને પ્રાપ્ત વિદ્યાઓમાં પ્રવીણ હોવાથી જેમની કીર્તિ પ્રસરી હતી તેવા, બલદેવ અને વાસુદેવના સ્નેહપાત્ર, પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ, અનિરુદ્ધ, નિષધ, ઉન્મુખ, સારણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org