________________
૧૨
ત્યારે તે સુકુમાલિકાએ દાસીને આ પ્રમાણે કહ્યું
‘હે દેવાનુપ્રિયા ! વાત એમ છે કે સાગર મને સુખે સૂતેલી જોઈને મારી બાજુમાંથી ઊઠો, ઊઠીને શયનગૃહનાં બારણાં ખાલ્યાં, ખેાલીને જેવી રીતે મારા પાસેથી છટકી ગયેલ કાગડો ભાગે . તેમ જે દિશામાંથી તે આવ્યા હતા તે દિશામાં જ ભાગી છૂટચો. ત્યારે ઘડીભર પછી જાગીને, પતિવ્રતા પતિમાં અનુરક્ત એવી મેં જોયું તેા તે ન હતા. તેને ન જોતાં હું શૈય્યામાંથી ઊઠી અને ચારે બાજુ તેની શેાધ કરવા લાગી, શોધ કરતાં શયનગૃહનાં બારણાં ઊધાડાં જોયાં તેથી ‘તે સાગર તે ગયા' એમ માની ખિન્ન હૃદયે હાથમાં માં બાલી આ ધ્યાનમાં પડી ગઈ.’
ત્યાર પછી તે દાસી સુકુમાલિકાની આવી વાત સાંભળીને—જાણીને જ્યાં સાગરદત્ત સાથે - વાહ હતા ત્યાં આવી, આવીને તેણે સાગરદત્તને આ વાત જણાવી. સાગરદત્તના જિનદત્તને ઢંકા-૩૩. ત્યાર પછી દાસીની આવી વાત સાંભળી–જાણી સાગરદત્ત ગુસ્સે થયા યાવત્ દાંત કચકચાવતા જ્યાં જિનદત્ત સાર્થવાહનું ઘર હતુ ત્યા આવ્યા, આવીને જિનદત્ત સાવાહને આમ કહેવા લાગ્યા
‘હે દેવાનુપ્રિય ! શું આ યાગ્ય છે? ચિત છે ? તમારા કુળને માગ્ય છે ? કુળને અનુરૂપ છે? કે નિર્દોષ પતિવ્રતા સુકુમાલિકાને ત્યજીને સાગર
અહી ભાગી આવ્યા? આમ અનેક પ્રકારના કચવાટવાળાં અને ખેદભર્યા વચનાથી તેણે ઠપકો આપ્યા.
લેાકાપવાદ છતાં સાગરના મુકુમાલિકા સાથે રહેવા ઇન્કાર—
૩૪. ત્યાર પછી જિનદત્ત સાગરદત્ત સાથે વાહ પાસેથી આવા વૃત્તાંત સાંભળી જ્યાં સાગર હતા ત્યાં ગયા, જઈને પુત્ર સાગરને આ પ્રમાણે કહ્યું— ‘હે પુત્ર! તેં સાગરદત્તના ઘરેથી તરત ભાગી આવીને ખાટું કર્યું છે, તે હે પુત્ર!તું ગમે તમે હોય તેા પણ સાગરદત્તના ઘેર પાછો જા.’
Jain Education International
ધર્મ કથાનુયોગ —અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી સ્થાનક : સૂત્ર ૩૬
ત્યારે તે યુવાન સાગરે જિનદત્ત સા વાહને આવા ઉત્તર વાળ્યા—
‘હે પિતાજી ! તમે જોઆશા કરો ! હું પર્વત પરથી પડવા, વૃક્ષ પરથી કૂદવા, ભૃગુપાત કરવા, જળસમાધિ લેવા, અગ્નિપ્રવેશ કરવા, વિષભક્ષણ કરવા, શસ્ત્રધાત સહન કરવા, ફાંસીએ ચડવા, સંન્યાસ લેવા કે વિદેશ ચાલ્યા જવા માટે પણ તૈયાર છું, પરંતુ ગમે તે થાય હું સાગરદત્તના ધેર જઈશ નહીં.’
સુકુમાલિકાનાં એક દરિદ્ર ભિખારી સાથે પુનર્લગ્ન
૩૫. ત્યારે દોવાલની આડશે રહેલા સાગરદત્ત સાથ વાહે સાગરની આવી વાત સાંભળી, સાંભળીને લજ્જિત થઈ શરમી દા બની, વિલખા થઈ તે જિનદત્ત સાર્થવાહના ઘરેથી નીકળ્યા, નીકળોને જ્યાં પાતાનું ઘર હતું ત્યાં આવ્યા, આવીને પુત્રી સુકુમાલિકાને બાલાવી, બાલાવીને ખેાળામાં બેસાડી આ પ્રમાણે કહ્યું–
હે પુત્રી ! સાગર ન હોય તેા તારું શું બગડયું છે ? હું તને એવાની સાથે પરણાવીશ કે જેની તું ઈષ્ટ યાવત્ મનગમતી બને.' આમ કહી સુકુમાલિકાને તેણે મીઠી વાણીથી આશ્વાસન આપી વિસર્જિત કરી.
૩૬. ત્યાર પછી કોઇ એક વાર અટારીમાં બેઠેલ સાગરદત્ત સા વાહ રાજમાગ નુ અવલાકન કરી રહ્યો હતા ત્યારે તેણે એક અત્યંત દરિદ્ર પુરુષને જોયેા. તે દરિદ્ર પુરુષ જીણશી વસ્રોવાળા, હાથમાં ફૂટેલ શકારા અને તૂટેલ ધડાનાં ઠીકરાં સાથે જતા હતા, તેના માથે જટાજૂટ વાળ વધ્યા હતા અને તેની ચાપાસ હજારો માખીએ બણભણતી હતી.
ત્યારે સાગરત્ત સાથ વાહે પાતાના સેવકોને બાલાવ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું
‘હે દેવાનુપ્રિયા ! પેલા દરિદ્ર પુરુષને વિપુલ અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય ભાજન વડે લલચાવે, લલચાવીને ઘરમાં લઈ આવા, ઘરે લાવી તેના શકારા અને ઘડાનાં ઠીકરાં એક બાજુ ફેંકી દો,
For Private Personal Use Only
www.jainelibrary.org