________________
ધર્મકથાનુગ-અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૩૭
૧૩
ફેંકીને તેની દાઢી હજામત કરી પછી સ્નાન કરાવે, બલિકર્મ કૌતુકમંગળ કરી તેને સર્વાલંકારવિભૂષિત કરો, આમ કરી પછી તેને મનહર અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય વાનગીઓ ખવરાવે,
ખવરાવીને પછી મારી પાસે હાજર કરો.” ૩૭. ત્યાર બાદ તે કૌટુંબિક સેવકોએ આશા સ્વીકારી,
આજ્ઞા મુજબ તે દરિદ્ર ભીખારી પાસે ગયા, જઈને તે ભીખારીને અશન પાન-ખાદ્ય-સ્વાદ્યની લાલચ આપી, લલચાવીને પોતાના ઘેર લઈ આવ્યા, ઘેર લઈ આવીને તેના ફુટેલ શકોરા અને ફૂટેલ ઘડાનાં ઠીકરાં એકાંતમાં ફેંકી દીધાં.
ત્યારે પોતાના ફૂટેલ શકોરા અને ઘડાનાં ટૂકડાને ફેંકી દેવાતાં જોઈ તે ભીખારી જોરજોરથી રડવા-બૂમ પાડવા લાગ્યો.
ત્યાર પછી તે સાગરદત્ત સાર્થવાહે તે ભીખારીને જોરજોરથી ઊંચા અવાજે રડતો સાંભળ્યો અને જાય એટલે કૌટુંબિક સેવકોને આ પ્રમાણે પૂછયું- હે દેવાનુપ્રિો! આ ભીખારી જોરજોરથી શા માટે રડી રહ્યો છે?”
ત્યારે તે કૌટુંબિક પુરુષોએ આ પ્રમાણે કહ્યું“હે સ્વામી ! એ પોતાનાં ફૂટેલા શકોરા અને ઘડાનાં ઠીકરાંને એક બાજુ નાખી દેવાતાં જોઈને
જોરજોરથી રડી રહ્યો છે.” ૩૮. ત્યારે તે સાગરદત્ત સાર્થવાહે તે કૌટુંબિક સેવ
કેને આમ કહ્યું – “હે દેવાનુપ્રિયો ! તમે તે ભીખારીના ફૂટેલા શકરાને અને ઠીકરાંને એક બાજુ ન ફેંકી દો, તેની પાસે જ રહેવા દો કે જેથી તેને અવિશ્વાસ ન થાય.”
આ સાંભળી તેઓએ તે ઠીકરાં તેની પાસે જ મૂક્યાં, મૂકીને તે ભીખારીની હજામત આદિ કરી, શતપાક અને સહસ્ત્રપાક તેલથી તેના શરીરે માલીશ કરી, માલીશ કરીને ગરમ અને સુવાસિત પાણીથી તેને સ્નાન કરાવ્યું, પછી ઠંડા પાણીથી તેને સ્નાન કરાવ્યું, સુંવાળા રુંવાટીદાર ટુવાલથી તેનાં અંગ લૂછયાં. લૂછીને હંસ જેવાં શ્વેત વસ્ત્રો પહેરાવ્યાં, સર્વ અલંકારથી તેને શણગાર્યો, વિપુલ અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય
પદાર્થોનું તેને ભોજન કરાવ્યું, અને ભોજન પછી તેને સાગરદન પાસે હાજર કર્યો.
ત્યારે તે સાગરદત્ત સાર્થવાહે પુત્રી સુકુમાલિકાને સ્નાન યાવત્ સર્વાલંકાર-વિભૂષિત કરી, તે ભીખારીને આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિય! આ મારી ઇષ્ટ અને મનગમતી પુત્રી છે. એ હું તને ભાર્યા રૂપે આપું છું (પરણાવું છું). એ કલ્યાણી સાથે તારું પણ કલ્યાણ થશે”.
દરિદ્ર ભીખારીનું નાશી જવું૩૯. ત્યાર પછી તે ભીખારીએ સાગરદત્તની આ
માગણી સ્વીકારી, સ્વીકારીને તેની પુત્રી સુકુમાલિકા સાથે તે વાસગૃહમાં પ્રવેશ્યો અને સુકુમાલિકા સાથે એક શય્યા પર .
ત્યારે તે દરિદ્ર ભીખારીને સુકુમાલિકાના અંગસ્પર્શનો એવો અનુભવ થયો કે જેવી રીતે કોઈ તરવારનો સ્પર્શ અનુભવ્યો હોય યાવત્ એનાથી પણ અણગમતો અંગસ્પર્શ તે અનુભવી રહ્યો.
ત્યારે તે ભીખારી સુકુમાલિકાના આવા સ્પર્શને સહી ન શક્યો, પરંતુ વિવશ થઈ ઘડી ભર ત્યાં પડી રહ્યો.
ત્યાર પછી સુકુમાલિકાને સુખપૂર્વક સૂઈ ગયેલી જાણીને તે તેની પાસેથી ઊઠ્યો, ઊઠીને .
જ્યાં પોતાની શા હતી ત્યાં આવ્યો, આવીને તે શય્યા પર સૂઈ ગયો. ૪૦. ત્યાર બાદ તે સુકુમાલિકા ઘડી પછી જાગી તો
પતિવ્રતા અને પતિમાં અનુરક્ત એવી તેણે પતિને પાસે ન જોયો તેથી શયામાંથી ઊઠી; ઊઠીને
જ્યાં પતિની શય્યા હતી ત્યાં આવી, આવીને તે ભીખારીની પાસે સૂઈ ગઈ.
ત્યારે ફરીથી પણ તે ભીખારીએ સુકમાલિકાના એવા પ્રકારના અંગસ્પર્શનો અનુભવ કર્યો થાવત્ અનિચ્છા છતાં વિવશ થઈ તે ઘડીભર
પડ્યો રહ્યો. ૪૧. ત્યાર પછી તે ભીખારી સુકુમાલિકાને બરાબર
સૂઈ ગયેલી જાણીને પથારીમાંથી ઊભો થશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org