________________
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સત્ર ૫૧
ભૈષજ્ય અને પ્રાનિહારિક (પાછા આપી શકાય તેવા) પીઠ-ફલક-શમ્યા – સંસ્મારક આદિનો પ્રતિલાભ કરવા લાગી.
સુકુમાલિકા દ્વારા પ્રવ્રજ્યાગ્રહણ– ૪૯. ત્યાર પછી તે સુકુમાલિકાને કોઈ વખતે મધ્યરાત્રિ
સમયે પોતાના કૌટુંબિક જાગરણના પ્રસંગે આવો–આવા પ્રકારનો અધ્યવસાય-ભાવ થયેહું સાગરને પહેલાં ઇષ્ટ યાવતું મનગમતી હતી અને અત્યારે અનિષ્ટ-અણગમતી છું. સાગર મારું નામ અને ગોત્ર સાંભળવાનુંય ચાહતો નથી તો પછી મને જોવા કે સાથે રાખવાની તો વાત જ ક્યાંથી થાય ? જેને જેને હું પરણી તેને તેને હું અપ્રિય યાવત્ અણગમતી થઈ છું. તો મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું આર્યા ગાપાલિકા પાસે દીક્ષા અંગીકાર કરું.'
તેણે આવો વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે પ્રભાત થયું અને સહસ્રરમિ દિનકરનો પ્રકાશ ઝળહળ્યો ત્યારે જ્યાં સાગરદત્ત હતો ત્યાં તે ગઈ, જઈને બે હાથ જોડી મસ્તકાવ કરી અંજલિ રચી આ પ્રમાણે કહેવા લાગી
હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે મેં ગોપાલિકા આર્યા પાસે ધર્મઉપદેશ સાંભળ્યો છે અને તે ધર્મ મને ઇચ્છિત, અભિપ્રેત અને રુચિકર છે. તો આપની આજ્ઞાપૂર્વક હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું. યાવત્ ગોપાલિકા આર્યા પાસે તે પ્રવૃજિત બની.
ત્યાર બાદ તે સુકુમાલિકા આર્યા–સાધ્વી બની અને ઇર્યાસમિતિ યાવતું ગુપ્તિ અને બ્રહ્મચર્યનું પાલન કરતી, અનેક ચતુર્થી-છઠ્ઠ-અમ-દશમદ્વાદશ તથા માસ-અર્ધમાસ ક્ષમણની તપશ્ચર્યા કરતી, આત્માને ભાવિત કરતી વિચરવા લાગી.
સકમાલિકાની ચંપાનગરીની બહાર આતાપના ૫૦. ત્યાર પછી કોઈ એક વખત તે સુકુમાલિકા આર્યા
જ્યાં ગોપાલિકા આર્યા વિરાજમાન હતાં ત્યાં આવી, આવીને વંદન-નમસ્કાર કર્યો, વંદનનમન કરી આ પ્રમાણે કહેવા લાગી
આ આપની આજ્ઞાપૂર્વક હું ચંપાનગરીની બહાર સુભૂમિભાગ ઉદ્યાનથી અતિ
દૂર કે અતિ નિકટ નહીં તેવી રીતે રહી નિરંતર છઠ્ઠ છઠ્ઠ તપકર્મ સાથે સૂર્ય સામે આતાપના લેતી વિચરવા માગું છું.'
ત્યારે તે ગોપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યાને આ પ્રમાણે કહ્યું–હે આર્યા! આપણે નિગ્રંથ શ્રમણીઓ, ઇસમિતિ ચાવતું ગુપ્તિપાલક અને બ્રહ્મચારિણીઓ છીએ. આથી ગામ બહાર અથવા યાવનું સંનિવેશ બહાર નિરંતર છઠ્ઠ તપ સાથે સુર્યાતાપના લેવી આપણને કહ્યું નહીં. આપણને તો વાડથી રક્ષિત ઉપાશ્રયમાં જ સાધ્વીસંઘાટક મધ્યે રહી સમતલ ભૂમિ પર આતાપના લેવી જ કલ્પ.'
ત્યારે તે સુકુમાલિકા આર્યાને ગોપાલિકા આર્યાની આવી વાત રૂચી નહીં, તે પર વિશ્વાસ ન બેઠો અને તે વાતને ન માનતી, તેમાં વિશ્વાસ ન કરતી તે સુભૂમિભાગ ઉદ્યાનથી થોડા અંતરે નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપ સાથે સૂર્યની આતાપના લેતી વિચરવા લાગી. ગણિકાનો ભાગ જોઈ સુકુમાલિકાનું નિદાન– ૫૧. તે ચંપાનગરીમાં લલિતા નામે એક ગોષ્ઠી
(સ્વેચ્છાચારીઓની મંડળી) હતી, જેને રાજાએ બેરોકટોક બધે આવવા-જવાની છૂટ આપેલી હતી. તેના સભ્યો માતા-પિતાદિ સ્વજનોથી વિમુખ અને વેશ્યાવાસમાં પડ્યાપાથર્યા રહેનારા હના તથા અનેક પ્રકારના અવિચારી કાર્યો કરનાર તથા ધનાઢય યાવત્ માથાભારે હતા.
તે ચંપાનગરીમાં દેવદત્તા નામે ગણિકા રહેતી હતી-જે સુકોમળ હતી, તેનું વર્ણન અંડકજ્ઞાન પ્રમાણે સમજવું.
ત્યાર પછી કોઈ એક સમયે તે લલિતા ગોષ્ઠીના પાંચ સભ્યો દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉદ્યાનની શોભાનો ઉપભોગ કરતા વિચરી રહ્યા હતા.
ત્યારે તેમાંના એક ગેષ્ઠિક પુરુષે દેવદત્તા ગણિકાને પોતાની ગોદમાં બેસાડી, બીજાએ પાછળ રહી છત્રી ધરી, ત્રીજાએ ફૂલોનો મુકુટ રચ્યા, ચોથાએ તેના પગની શોભા કરી અને પાંચમો ચામર ઢોળવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org