________________
૧૪
ઊભા થઈને વાસગૃહમાંથી નીકળ્યા, નીકળીને તેણે પાતાનાં ફૂટેલાં શકારાં–ઠીકરાં લીધાં, લઈને મારાના હાથમાંથી છટકેલા કાગડાની જ્યાંથી પાતે આવ્યા હતા તે રસ્તે પાછો ભાગી નીકળ્યા.
જેમ
સુકુમાલિકાની પુનઃ ચિતા—
૪૨, ત્યાર પછી પતિવ્રતા અને પતિની અનુરાગી તે સુકુમાલિકા થાડા સમય પછી જયારે જાગી ત્યારે પતિને પાતાની પાસે ન જોતાં શય્યામાંથી ઊઠી, ચારે બાજુ તે દરિદ્રની શોધ કરવા લાગી, શેાધ કરતાં તેણે વાસગૃહનું દ્વાર ખુલ્લું જોયું, જોઈને આમ બાલી— ‘તે ભીખારી ય ગયા.' આમ કહી ભગ્નમનારથ એવી તે હથેળીમાં માં રાખી આ ધ્યાનમાં પડી ગઈ.
૪૩. પછી તે ભદ્રા શેઠાણીએ બીજે દિવસે સવાર થતાં અને સહસ્રરશ્મિ સૂર્યના પ્રકાશ પ્રસરતાં દાસીને બાલાવી, બાલાવીને આ પ્રમાણે આશા કરી—‘હે દેવાનુપ્રિયે ! જા અને દંપતિ માટે દાતણપાણી હાજર કર.'
ત્યારે તે દાસી ભદ્રા સાવાહીની આવી આશા સાંભળી, ‘જેવી આશા’ એમ કહી દાતણપાણી લઈ આવી, લઈને જ્યાં વાસગૃહ હતું ત્યાં આવી, આવીને જોયુ તા સુકુમાલિકા પુત્રને હથેળીમાં માં રાખી ચિંતા-દુર્ધ્યાનમાં ડૂબેલી જોઈ, જોઈને આ પ્રમાણે કહ્યુ
‘હું દેવાનુપ્રિયે ! તું શા કારણે શૂન્યમનસ્ક થઈ હથેળીમાં માં રાખી દુર્ધ્યાનમાં ડૂબી છે?”
ત્યારે તે સુકુમાલિકા પુત્રીએ તે દાસીને આ પ્રમાણે કહ્યું
‘હે દેવાનુપ્રિયે ! વાત એમ છે કે તે દરિદ્ર પુરુષ મને સુખે સૂતી જાણીને મારી પાસેથી ઉઠયો, ઉઠીને વાસગૃહનું દ્રાર ખાલ્યુ, ખાલીને મારાના હાથમાંથી છટકેલા કાગડાની જેમ જ્યાંથી આવ્યા હતા તે રસ્તે ભાગી છૂટયો છે. તે પછી ઘડી પછી મેં પતિવ્રતા, પતિ પ્રતિ અનુરક્તાએ જાગીને જોયું તે તેને પાસે જોયા નહીં, પાસે ન જોતાં શય્યામાંથી ઉઠીને તપાસ કરી તે મેં વાસગૃહનું
Jain Education International
ધ કથાનુયાગ—અરિષ્ટનેમિ-તીર્થ માં દ્રૌપદી કથાનક : સૂત્ર ૪૫
દ્વાર ઉઘાડું જોયું, જોઈને વિચાયું કે ‘તે દરિદ્ર પુરુષ ભાગી ગયેા' એમ વિચારી હું' શૂન્યમનસ્ક બની હથેળીમાં માં રાખી દુર્થાંનમાં ડૂબી છું.'
ત્યારે તે દાસી પુત્રી સુકુમાલિકાની આવી વાત સાંભળી જ્યાં સાગરદત્ત સાવાહ હતા ત્યાં આવી, આવીને તેણે સાગરદત્તને આ વાત જણાવી.
સુકુમાલિકા માટે દાનશાળાનું નિર્માણ— ૪૪. ત્યાર પછી તે સાગરદત્ત પહેલાંની જેમ ફરી ખિન્ન થઈને જ્યાં વાસગૃહ હતું ત્યાં આવ્યા, આવીને પુત્રી સુકુમાલિકાને ગાદમાં બેસાડી આ પ્રમાણે કહેવા લાગ્યા—
‘હે પુત્રી ! તુ પૂર્વે કરેલા દુષ્પરાક્રાંત (ભાગવ્યા વિના છૂટે નહીં તેવાં) પાપકર્મોનાં અશુભ ફળ ભાગવી રહી લાગે છે. માટે હે પુત્રી ! તું શૂન્યમનસ્ક થઈ હથેળીમાં માં રાખી દુર્ધ્યાનમાં ડૂબ નહીં, પરંતુ હે પુત્રી! મારા રસાડે વિપુલ અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય પદાર્થ તૈયાર કરાવ અને તૈયાર કરાવી અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપા અને ભીખારીઓને તેનું દાન આપ, અપાવ અને આમ વહેંચણી કરી રાજી થા.’
ત્યારે તે સુકુમાલિકાએ તે વાત સાંભળી, સ્વીકારી અને પ્રતિદિન તે ભાજનશાળામાં વિપુલ અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો રધાવવા લાગી, ૨ધાવીને અનેક શ્રમણ, બ્રાહ્મણ, અતિથિઓ, કૃપણા અને માગણાને આપતી, અપાવતી, વહેંચતી રહેવા લાગી.
આર્યાં સઘાટકનું ભિક્ષાર્થે સાગરદત્તના ગૃહે આગમન
૪૫. તે કાળે તે સમયે ગાપાલિકા નામે વિદુષી આર્યા
(સાધ્વી) અનેક શિષ્યાઓ સાથે ક્રમાનુક્રમે
ગામે ગામ વિહાર કરતાં જ્યાં ચંપા નગરી હતી ત્યાં આવી, આવીને યથાયેાગ્ય અવગ્રહ ધારણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતી વિચરવા લાગી.
For Private Personal Use Only
www.jainelibrary.org