________________
૧૦
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૨૭
તેમ ઇચ્છતો નથી. તો પુત્ર સાગર જો મારો ઘરજમાઈ બને તો તેને હું પુત્રી આપું.”
ત્યારે તે પુત્ર સાગર જિનદત્ત સાર્થવાહની આવી વાત સાંભળીને મૌન રહ્યો.
ત્યારે તે સાગરદન સાર્થવાહે જિનદત્ત સાથેવાહને આવતો જાયો, જોઈને પોતાના આસન પરથી તે ઊડ્યો, ઊઠીને જિનદત્તને આસન ગ્રહણ કરવા નિમંત્રણ આપ્યું, નિમંત્રણ આપી આશ્વસ્ત વિશ્વસ્ત બનેલા અને ઉત્તમ સુખાસન પર બેઠેલા જિનદત્તને આ પ્રમાણે પૂછયું-“હે દેવાનુપ્રિય! કહો કેમ પધાર્યા છો?”
ત્યાર પછી તે જિનદત્ત સાગરદત્તને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિય! વાત એમ છે કે તમારી પુત્રી, ભદ્રાની આત્મજા, સુકુમાલિકાનું હું સાગરની પત્ની તરીકે માગું કરું છું. હે દેવાનુપ્રિય! જો તમને યોગ્ય જણાય, યોગ્ય પાત્ર લાગે, પ્રશંસનીય સંબંધ જણાય તો સુકુમાલિકો મારા પુત્ર સાગરને આપો. તે છે દેવાનુપ્રિય ! કહો કે સુકુમાલિકાને માટે શું રકમ (કન્યા-શુલક) આપું ?”
ત્યારે સાગરદન સાર્થવાહે જિનદત્ત સાથેવાહને આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિય! વાત એમ છે કે પુત્રી સુકુમાલિકા અમારે એક માત્ર સંતાન હોઈ અતિ ઈષ્ટ યાવત્ મનગમની યાવતુ ઉંબરાના ફૂલ જેવી સાંભળવામાંય દુર્લભ છે તે જોવાની તો વાત જ શું? આથી હું સુકુમાલિકા પુત્રીને ક્ષણમાત્ર પણ વિયોગ થાય તેમ ઇચ્છતો નથી. તો હે દેવાનુપ્રિય! જો સાગર પુત્ર અમારે ઘરજમાઈ
બને તો હું સાગરને સુકુમાલિકા આપું.” ૨૫. ત્યાર પછી તે જિનદત્ત સાર્થવાહ સાગરદત્ત
સાર્થવાહે આમ કહ્યું એટલે તરત જ્યાં પોતાનું ઘર હતું ત્યાં પાછો આવ્યો, આવીને પુત્ર સાગરને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું
“હે પુત્ર! એવું છે કે સાગરદત્ત સાર્થવાહે મને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! સુકમાલિકા કન્યા મારી ઈષ્ટ-પ્રિય યાવન મનગમતી પુત્રી છે. ઉંબરાના પુષ્પની જેમ જેનું નામ સાંભળવું ય દુર્લભ છે તે પછી તેના દર્શનની તે વાત જ શી ? એવી દુર્લભ છે. એટલે હું ક્ષણમાત્ર પણ પુત્રી સુકુમાલિકાને વિગ થાય
૨૬. ત્યાર પછી જિનદત્ત સાર્થવાહે કોઈ એક દિવસે
શુભ તિથિ-કરણ-નક્ષત્ર અને મુહૂર્તમાં વિપુલ અશનપાન-ખાદ્ય-સ્વાદ્ય ચાર પ્રકારનું ભોજન તૈયાર કરાવ્યું, કરાવીને મિત્ર, જાતિભાઈઓ, પોતાનાં સ્વજન-સબંધી અને પરિજનને આમંત્યા યાવનું તેમનું સન્માન–બહુમાન કરીને પછી પુત્ર સાગરને સ્નાન યાવત્ સર્વાલંકારવિભૂષિત કરીને હજાર પુરુષો દ્વારા વહન કરાતી પાલખીમાં બેસાડયો. પછી તે જ્ઞાતિજનો, મિત્રો, સ્વજન-સંબંધીઓ પરિજન વડે વીંટળાઈને પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને ચંપાનગરીની વચ્ચોવચ્ચે થઈને જ્યાં સાગરદત્તનું નિવાસગૃહ હતું ત્યાં ગયા, જઈને પાલખીથી પુત્ર સાગરને નીચે ઉતાર્યો, ઉતારીને સાગરદન સાર્થવાહ સમક્ષ ઉપસ્થિત કર્યો.
તે પછી સાગરદત્ત સાર્થવાહે વિપુલ અશનપાન-ખાદ્ય-સ્વાદ્ય વાનગીઓ તૈયાર કરાવી, કરાવીને યાવત્ મિત્રાદિ વર્ગને આમંત્રણ આપી સત્કાર કરીને પુત્ર સાગરને કન્યા સુકુમાલિકા સાથે પાટ પર બેસાડ્યો, બેસાડીને શ્વેત-પીત (સોના-ચાંદીના) કળશોથી સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને અગ્નિહોમ કરાવ્યો, હોમ કરાવીને યુવક સાગરને કન્યા સુકમાલિકાનું પાણિગ્રહણ (લગ્ન) કરાવ્યું.
સાગરનું પલાયન થવું૨૭. ત્યારે તે યુવક સાગરને કન્યા સુકુમાલિકાના
હાથના સ્પર્શથી આવે-આવા પ્રકારનો ભાવ થયો, જેમ કે- તે સ્પર્શ કોઈ તરવારનો સ્પર્શ હોય, અથવા કરવાનો સ્પર્શ હોય, અથવા જાણે છરીનો સ્પર્શ હોય, અથવા જાણે ધારદાર કદંબચીરિકા(એક પ્રકારનું ઘાસ)ના પાનને
સ્પર્શ હોય, અથવા શક્તિ(ત્રિશૂળ)નો સ્પર્શ હોય, અથવા ભાલાની અણીને સ્પર્શ હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org