________________
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૧૩
ન અતિ દૂર કે ન અતિ નજીક એવા સ્થળે સ્પંડિલ-ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને પછી તે શરદઋતુજન્ય કડવા તુંબડાના બહુ સંભાર અને તેલ ભરેલ શાકનું એક ટીપું લઈને તે ઈંડિલભૂમિ પર નાખ્યું.
ત્યારે તે બહુ સંભાર અને તેલ ભરેલા શરદઋતુજન્ય કડવા તુંબડાની ગંધથી અનેક હજારો કીડીઓ ત્યાં આવી પહોંચી. તેમાંથી જે જે કીડીએ તે ટીપાનો આહાર લીધો તે તે અકાળે જ જીવનરહિત બની અર્થીનું મૃત્યુશરણ થઈ. ધર્મચિ દ્વારા અહિંસા માટે કડવા તુંબડાનું
ભક્ષણ૧૦. ત્યારે તે ધર્મરુચિ અનગરને આવો, આ પ્રકા
રનો આંતરિક ભાવ યાવતું વિચાર આવ્યો કે–
જો આ શરદઋતુજન્ય કડવા તંબડાને ખૂબ સંભાર અને તેલ ભરેલા શાકનું એક ટીપું નીચે નાખવાથી અનેક હજારો કીડીઓ મરણ પામી તો જો હું આ શરદઋતુજન્ય કડવા તુંબડાનું બહુ સંભાર અને તેલ ભરેલ બધું જ શાક નીચે નાખું તો તો તે અનેક ગણા પ્રાણો થાવત્ જીવોને નાશનું કારણ બનશે.
આથી મારા માટે એ જ ઉચિત છે કે આ શરદઋતુમાં ઉગેલા કડવા તુંબડાનું બહુ સંભાર અને તેલ ભરેલું શાક હું પોતે જ ખાઈ જાઉં, તે મારા આ શરીરમાં જ નષ્ટ થાઓ'. આ પ્રમાણે તેણે વિચાર્યું, વિચારીને મુહપત્તિની પ્રતિલેખના કરી, મસ્તક સહિત શરીરના ઉપર ભાગનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને પછી તે શરદઋતુના કડવા તુંબડાના બહુ સંભાર અને તેલથી ભરેલા બધા શાકને, સાપ જેમ દરમાં પેસે તેની જેમ પોતાના શરીરરૂપી કોઠામાં ઠાલવી દીધું.
ધર્મરુચિનું સમાધિમરણ૧૧. ત્યાર પછી તે ધમરુચિ અનગારને તે શરદઋતુના
કડવા તુંબડાનું ખૂબ સંભાર અને તેલથી ભરેલું શાક ખાતાંવેંત મુહૂર્તમાત્રમાં જ શરીરમાં વેદના પેદા થઈ, અતિ ઉત્કટ યાવન અસહ્ય વેદના પેદા થઈ.
તે પછી તે ધર્મરુચિ અનગાર સ્થા(બેસવાઊઠવાની શક્તિ) રહિત, બળરહિત, વીર્યરહિત, પુરુષાર્થ–પરાક્રમ રહિત બની ગયા, હવે આ શરીર ધારણ કરવું–ટકાવવું મુશ્કેલ છે એમ સમજીને તેમણે પોતાનાં પાત્ર-ઉપકરણો એકાંતમાં મૂક્યા, મૂકીને સ્થડિલ ભૂમિભાગની પ્રતિલેખના કરી, દર્ભને સંથારો પાથ, દર્ભના સંથારા પર બેઠા અને પૂર્વાભિમુખ પર્યકાસને બેસી બે હાથ જોડી શિરસાવત અંજલિ રચી આ પ્રમાણે બોલ્યા“અરહંત યાવત્ સિદ્ધગતિ નામક સ્થાન પ્રાપ્ત કરનારા (સિદ્ધ ભગવંતોને નમસ્કાર છે. મારા ધર્માચાર્ય ધર્મોપદેષ્ટા ધર્મધેષ સ્થવિરને નમસ્કાર હો. પહેલાં પણ મેં ધર્મઘોષ સ્થવિર પાસે સમસ્ત પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહનું જીવનપર્યત પ્રત્યાખ્યાન કર્યું હતું, અત્યારે પણ હું તે ભગવંતો પાસે સમસ્ત પાણાતિપાત યાવત પરિગ્રહનું જીવનપર્યત પ્રત્યા
ખ્યાન કરું છું.' આદિ સ્કન્દક મુનિના પ્રસંગમાં જે વર્ણન છે તે પ્રમાણે સઘળું જાણવું થાવત્ “અંતિમ શ્વાસોચ્છવાસ સુધી હું શરીરનો પણ ત્યાગ કરું છું.' આ પ્રમાણે બોલી ને આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિમાં લીન બની કાળધર્મ પામ્યા.
સાધુઓ દ્વારા ધમરુચિની શેાધ૧૨. ત્યાર પછી ધર્મરુચિ અનગારને બહુ લાંબો સમય
ગયો જાણીને ધર્મઘોષ સ્થવિરે શ્રમણ નિર્ગોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય! ધર્મરુચિ અનગારને આજ મા ખમણના પારણામાં શરદઋતુજન્ય બહુ સંભાર અને તેલ ભરેલ કડવા તુંબડાનું શાક મળેલ તે પાઠવવા ગયાને ઘણો સમય થયો છે. આથી હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને ચારે બાજુ ધર્મરુચિ અનગારની શોધ કરો.”
શ્રમણે દ્વારા ધમરુચિના સમાધિમરણનું નિવેદન ૧૩. ત્યાર પછી તે શ્રમણ નિગ્રંથ ધર્મ છેષ સ્થવિરની
થાવત્ ‘ભલે’ એમ વિનયપૂર્વ આશા સ્વીકારી ધમધેષ સ્થવિર પાસેથી બહાર નીકળ્યા, બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org