________________
બાહ્યતપ અભ્યન્તરતપની પુષ્ટિ માટે કરવાનો છે. અભ્યન્તરતપ સિદાય એવો બાહ્યતપ કરવાનું વિધાન નથી. તમે પણ તપ કરો, ને ધંધે ન જાઓ તો ઘરના લોકો શું કહે ? ‘ધંધે તો જવું જ પડે, ત્યાં જઈને તપ થતો હોય તો કરો નહિ તો રહેવા દો' એમ જ ને ? તેમ અમારે ત્યાં પણ સ્વાધ્યાય-વિનય-વૈયાવચ્ચ કરવાના જ છે, એ સચવાય એવો બાહ્યતપ કરવાનો. સ્વાધ્યાય કરવાનું ચાલુ રહે એવો તપ થાય તો કરવાનો. સ્વાધ્યાયસહિત બાહ્યતપ ન થઈ શકે તો એકલો સ્વાધ્યાય કરવો પણ સ્વાધ્યાયાદિનો ભોગ લેવાય તેવો બાહ્યતપ નથી કરવો. બાહ્યતપની શક્તિ ખીલવવા અભ્યાસ પાડવાનો. બાહ્યતપની શક્તિ એટલે માત્ર ભૂખ્યા રહેવાની શક્તિ નથી જોવાની. ભૂખ્યા રહીને સ્વાધ્યાયાદિ પ્રસન્નચિત્તે કરી શકીએ ત્યારે બાહ્યતપની શક્તિ છે-એમ માનવું. સમ્યક્ત્વનું સ્વરૂપ :
* પાંચમી ગાથાથી સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવે છે કે – દેવ, ધર્મ, માર્ગ, સાધુ અને તત્ત્વો એ જ (વિષયવિષયીના અભેદને લઈને) સમ્યક્ત્વ છે. અર્થાત્ આ પાંચની શ્રદ્ધા એ સમ્યક્ત્વ છે અને એનાથી વિપરીત અર્થાત્ દેવાદિને દેવાદરૂપે ન માનવા અને અવાદિને દેવાદિરૂપે માનવા તેને શાસ્ત્રમાં મિથ્યાત્વ કહ્યું છે. શ્રદ્ધા દેવાદિના વિષયવાળી હોવાથી વિષયી છે અને દેવ, ધર્મ વગેરે શ્રદ્ધાના વિષયો છે. વિષયવિષયી પરસ્પર સાપેક્ષ હોવાથી તે બે વચ્ચે કથંચિદ્ અભેદ છે માટે વિષયની શ્રદ્ધા વિષયસ્વરૂપ બનવાથી વિષયને જ સમ્યક્ત્વ કહ્યું.
* છતી સામગ્રીએ જેઓ ધર્મ નથી કરતા તેઓને ધર્મ નથી ગમતો અને સંસારનું સુખ જ ગમે છે. આજે આપણે થોડોઘણો પણ જે ધર્મ કરીએ છીએ તે પાપ કરવાના સંયોગો નથી માટે ને ? સુખ ભોગવવા માટે ઈન્દ્રિયો નકામી બની જાય ત્યારે જ. તમે લોકો ધર્મમાર્ગે વળો ને ? અમે પણ સ્વાધ્યાય કરવા ક્યારે બેસીએ ? કોઈ ભગત ન આવે ત્યારે ને ?
* દેવ, ધર્મ વગેરેની અવિતથ શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવાય : હવે આપણે દેવાદિના સ્વરૂપને સમજવાનું છે. શાસ્ત્રીય ભાષામાં આ ગાથાને દ્વારગાથા કહેવાય છે. ગ્રંથમાં જે પદાર્થોનું નિરૂપણ કરવાનું હોય તે પદાર્થોના મૂળભૂત નામોનો સંગ્રહ જેમાં હોય તેને દ્વારગાથા કહેવાય. આ દ્વારગાથાને સાંભળીને શિષ્ય શંકા કરે છે કે ‘તત્ત્વાર્થ ગ્રંથના રચયિતાએ તત્ત્વાર્થની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે, તો પછી એક તત્ત્વમાં બધા સમાઈ જતા હોવા છતાં અહીં દેવાદિને જુદા પાડી પાંચની શ્રદ્ધાને સમ્યક્ત્વ કેમ કહ્યું ? શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org