________________
* બીજી ઉન્માર્ગદશના કઈ છે તે પાંચમી ગાથાથી જણાવે છે. ગાથા ૫: કેટલાક આચાર્ય જેવા ગણાતા, પોતાને આચાર્ય માનતા એવા આચાર્યાભાસો,
આર્યરક્ષિતસૂરિ વડે ચૈત્યમાં વાસ કરવાની સાધુભગવન્તોને અનુજ્ઞા અપાઈ છે, તેથી ચૈત્યમાં વાસ સાધુભગવન્તોએ કરી શકાય' આ પ્રમાણે કહે છે, તેઓનો મત જિનશાસનથી બાહ્ય છે, કારણ કે આગમમાં ચૈત્યવાસની અનુજ્ઞા અપાઈ નથી.
* ચૈત્યવાસની અનુજ્ઞા આગમમાં બતાવી નથી, જે આગમના આધારે તે આચાર્યાભાસો અનુજ્ઞાની વાત કરે છે તે આગમમાં શું જણાવ્યું છે તે છઠ્ઠી ગાથામાં બતાવે છે - ગાથા ૬ : જે વખતે યક્ષગુફામાં આર્યરક્ષિતસૂરિ મહારાજે વાસ કર્યો હતો
ત્યારે તેમના શિષ્યોને પોતાનું આગમન જણાવવા સૌધર્મેન્દ્ર દ્વારા યક્ષગુફાનું દ્વાર અન્ય દિશામાં સ્થાપન કરાયું હતું, (ચૈત્યનું નહિ) – આ પ્રમાણે આવશ્યકનિયંતિની ચૂર્ણિમાં કહ્યું છે. (આથી સ્પષ્ટ છે કે અહીં યક્ષચૈત્યમાં રહેવાની વાત આવે છે, જિનમંદિરમાં રહેવાની નહિ.)
* જ્યારે યક્ષગુફામાં ઈન્દ્રમહારાજા આવ્યા હતા ત્યારે આર્યરક્ષિતસૂ. ના શિષ્યો ગોચરીએ ગયેલા હતા. આથી ઈન્સે ઊભા રહેવાનું નક્કી કર્યું પરંતુ ઈન્દ્રને જોઈને પોતાના સાધુઓ દેવલોકનું નિયાણું ન કરી બેસે તે આશયથી આર્યરક્ષિત સૂ, એ તેમને જતા રહેવાનું કહ્યું. તે વખતે જતાં જતાં પોતાનું આગમન શિષ્યોને જણાવવા માટે ઈન્દ્ર યક્ષગુફાનું દ્વાર બીજી દિશામાં સ્થાપન કર્યું હતું
* જેઓ નિયમા સમક્તિી છે (સાડા નવ પૂર્વની ઉપરનું જ્ઞાન નિયમા સમકિતીને હોય) તેમ જ જેઓ ચારિત્રસંપન્ન છે એવા આર્યરક્ષિતસૂરિ મહારાજાના નામે “સાધુ ભગવન્તો ઘર વગરના હોવાથી તેઓને ચૈત્યમાં નિવાસ કરી શકાય? આ પ્રમાણે કહે છે તેઓ ભગવાનના વચનની ઘોર આશાતના કરી રહ્યા છે. વર્તમાનમાં પણ મહાપુરુષોનાં દષ્ટાન્તો લઈને ઉન્માર્ગદશના જોરશોરમાં પ્રસરી રહી છે. કાલિકસૂરિ મહારાજે રાજાની ખાતર પાંચમની ચોથ પ્રવર્તાવી તો સંઘની ખાતર ફેરફાર કેમ ન કરાય?' આ પ્રમાણે ઉન્માર્ગદશના કાલિકસૂરિ મ.ના નામે કરી રહ્યા છે. જેઓ આ રીતે પ્રચાર કરે છે તેઓને પૂછવું કે - કાલિકસૂરિમ. એ ભગવાનના વચનથી ચોથની સંવત્સરી કરી કે રાજાના વચનથી ? ભગવાન કહી ગયા હતા કે – “કાલિકસૂરિમ. પાંચમને બદલે ચોથની સંવત્સરી પ્રવર્તાવશે' માટે કરી. રાજાએ તો છઠની સંવત્સરી કરવાનું કહ્યું હતું. તેથી રાજાના કારણે નહિ, ભગવાનના વચનના કારણે કરી હોવા છતાં તેમના નામે પોતાનો મત ચલાવવો એ ઉન્માર્ગદશના નહિ તો બીજું શું છે ? પાંચમની ચોથ રાજાના કારણે કરી - આવું કોઈ દિવસ બોલવું નહીં. બોલશો તો પાપ લાગ્યા વગર નહિ રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org