________________
ભાવ અને સ્થાપનામાં પૂજ્યત્વ એકસરખું માનવાથી પૂજાવિધિની પણ સમાનતાની આપત્તિ આવશે-એવા કુતર્ક ન કરવા.
* આજે સાધુપણામાં આવેલાને પણ બાર પ્રકારનો તપ ન ગમે અને બાર પ્રકારની અવિરતિ જ ગમ્યા કરે તો શી હાલત થાય ? સાધુપણામાં આવ્યા પછી જો બાર પ્રકારના તપમાં રત હોય તો બિચારા વિષયો કરે શું ? આજે અવિરતિ ગમે છે માટે તપનાં ઠેકાણાં નથી. જેઓ તપમાં રત ન રહે તેઓ આજે નહિ તો કાલે અવિરતિમાં પાછા આવ્યા વિના નહિ રહે.
* સાધુભગવન્તના આચાર સાંભળવા માટે તત્પર હોય તેનું નામ શ્રાવક. શ્રાવકના આચાર સાંભળવાનું કામ માર્ગાનુસારી જીવો કરે.
* જેને અવિરતિનો ભય લાગે તેને દીક્ષા અપાય, જેને દુઃખનો ભય લાગે તેને દીક્ષા ન અપાય. સંસાર દુ:ખમય છે એનો અર્થ જ એ છે કે કર્મજનિત સુખ એ જ દુઃખરૂપ છે. અવિરતિ ઉપાદેય લાગે તે ધર્મ ન આરાધી શકે. સાધુ હોય કે સાધ્વી હોય, અવિરતિને ઉપાદેય માનીને પ્રવૃત્તિ કરે તે ચાલે ? અવિરતિને તોડી પાડવા માટે તો સાધુપણામાં બાર પ્રકારનો તપ બતાવ્યો છે. બાહ્ય તપ કરવાથી દુ:ખ ભોગવવાની શક્તિ મળે અને અભ્યન્તર તપ કરવાથી સુખ ટાળવાનું સત્ત્વ પ્રગટે છે. બાહ્યતપથી દુઃખનો દ્વેષ ટળી જાય છે અને અભ્યન્તરતપથી સુખનો રાગ ટળી જાય છે. અભ્યન્તર તપ કર્યા કરે, પંદર કલાક સ્વાધ્યાય કરે, ગોખ્યા કરે, વાંચ્યા કરે, ભણ્યા કરે તેને પાંચે ઈન્દ્રિયોના વિષયો કરે શું ? ભણવામાં મસ્ત હોય, જ્ઞાનમાં આનંદ આવતો હોય તેને સુખ લલચાવે નહિ. ઈચ્છાઓ એમને એમ નથી મરવાની, તેને પ્રયત્નપૂર્વક મારવી પડશે. ઈચ્છાઓને આધીન થવામાં ક્યારે ય કલ્યાણ નથી. અત્યાર સુધીમાં ઘણું ભોગવ્યું છે છતાં તૃપ્તિ નથી થઈ અને થવાની પણ નથી. બાહ્ય તપ કરીને પણ આજે આપણે શરીરની શક્તિ વધારવાનું જ કામ કર્યું છે અને અભ્યન્તર તપ કરીને વિકથા કરવાનું જ કામ કર્યું છે ને ? જેને અવિરતિનો પરિણામ જાગે તેને પિસ્તાળીસ આગમો ભણાવવાનું કહ્યું છે. આ રીતે સ્વાધ્યાયનું આલંબન લે તેની અવિરતિ મોળી પડયા વિના ન રહે.
* જેનાથી ધર્મ સિદ્ધ થાય તે ધર્મનો માર્ગ, માર્ગ બે પ્રકારનો છે. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ. તેમાંથી દ્રવ્યસ્તવ મોટેભાગે ગૃહસ્થોને જ હોય છે. ભાવસ્તવના અધિકારી સાધુભગવન્તો છે.
૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org