________________
લાગવો એટલે પુણ્યના ઉદયથી મળેલો સુખમય સંસાર પણ દુઃખરૂપ લાગવો. આજે પુણ્યથી મળેલાં સુખો ગમી જાય છે માટે જ સંસાર દુઃખરૂપ નથી લાગતો.
દેશના લોકોને ખેંચવા માટે નથી, સંસારમાંથી કાઢવા માટે દેશના છે. આજે દેશનાપદ્ધતિમાં ફરક પડ્યો છે તેનું કારણ એ છે કે ભગવાનની વાત યાદ નથી રાખી. ભગવાને ચાર પુરુષાર્થની વાત કરી એ યાદ રાખ્યું, પણ સંસારને અનન્ત-દુ:ખમય કહ્યો છે – તે જાણી-જોઈને ભૂલી ગયા ને ? જો આ વસ્તુ યાદ રાખી હોત કે – સંસાર અનઃદુ:ખમય છે અને મોક્ષ અનન્તસુખમય છે તો આજની દેશના પદ્ધતિમાં ફેરફાર ન થાત. આજે ઘણાઓ ફરિયાદ કરે છે કે મોક્ષનું સુખ અનુભવાતું નથી માટે તેની લાલચ નથી જાગતી. આપણે તેમને કહેવું છે કે મોક્ષનો અનુભવ ભલે ન હોય પણ સંસારનો તો અનુભવ છે ને ? તો અનન્તદુ:ખમય સંસાર માનવાની તૈયારી છે ખરી ? જે નજરે દેખાય છે, રાતદિવસ અનુભવાય છે તે પણ માનવાની તૈયારી નથી, તેવાને “અનુભવાતું નથી માટે નથી માનતા' આવી ફરિયાદ કરવાનો અધિકાર નથી. સંસારમાં દુઃખ છે કે સંસાર એ જ દુ:ખ છે? સંસાર સુખમય હોય તો પણ તે દુઃખરૂપ જ છેએવું માનવું છે. વિષ પણ ખાતી વખતે ન મારે, ખાધા પછી મારે છે. તેમ સુખ પણ ભોગવતી વખતે દુઃખરૂપ ન લાગે તોય ભોગવ્યા પછી તો દુઃખની પરંપરા સર્યા વિના નથી રહેતું. આથી જ સંસારને દુઃખરૂપ માનવો એટલે સુખમય સંસારને દુઃખરૂપ માનવો. દુઃખ તો દુઃખરૂપ લાગે જ છે, સુખ દુઃખરૂપ નથી લાગતું માટે તેનો ઉપદેશ આપવો પડે છે.
સ. હોંશિયાર વ્યાપારી ઘરાકને જોઈને માલ વેચે ને?
સાચું કહો છો ? સોનાચાંદીની દુકાન લઈને બેઠા હો અને કોઈ ચણામમરા લેવા આવે તો તેને બારણું બતાવો કે ચણામમરા રાખતા થાઓ ? ઘરાકને અનુરૂપ માલ વસાવવાનો કે માલને અનુરૂપ ઘરાક શોધવાનો ? ધર્મ કરવાથી સુખ મળે છે અને દુઃખ ટળે છે-એ તો તમારી ગમતી વાત છે જ. તમને ગમે એ અમારે નથી આપવાનું. ભગવાને જે કહ્યું છે તે તમારા સુધી પહોંચાડવાનું છે. ધર્મ કરવાથી સુખની લાલસા નથી જાગતી, દુઃખમાં આઘાપાછા નથી થવાતું. સાધુપણાનું દુઃખ મોક્ષે પહોંચાડે છે અને સંસારનું સુખ મોક્ષમાં જતાં અટકાવે છે, માટે દુઃખ સહન ન થતું હોય તો મહાપુરુષનું આલંબન લઈને ભોગવવું છે, પણ સુખ તો નથી જ ભોગવવું.
* ભગવાનની દેશનાનું કેન્દ્રબિન્દુ આ એક જ છે : પુણ્યથી મળેલો સુખમય સંસાર પણ અનન્તદુઃખમય છે, આથી તેનો ત્યાગ કરવો છે અને અનન્તસુખમય એવા ૩૦૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org