________________
નૂતનવર્ષના પ્રારંભે.. કા.સુ. ૧ વિ.સં. ૨૦૬૧
આજના દિવસનું મહત્ત્વ તો કોઈને સમજાવવાની જરૂર નથી. પરંતુ આપણે જે રીતે આ દિવસનું મહત્ત્વ માનીએ છીએ અને પરમતારક શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં આજના દિવસનું મહત્ત્વ મહાપુરુષો જે રીતે વર્ણવે છે-એ બેમાં જમીન આસમાનનું અંતર છે. શ્રી મહાવીર પરમાત્મા પરમપદે પહોંચ્યા પછી તેઓશ્રીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી મહારાજાને પોતે કાયમ માટે જેને ઝંખતા હતા તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ આજની પ્રભાતે થઈ હતી. આ ભગવાનના શાસનને પામ્યા પછી પરમપદની ઝંખના ન જાગે અને કેવળજ્ઞાનની તાલાવેલી ન જાગે તો આપણા માટે આજનો દિવસ નકામો છે-એમ સમજવું. આજ સુધીમાં મોક્ષની ઈચ્છા ક્યારે ય જાગી નથી અને એ સિવાયની બીજી ઈચ્છાઓ ઘણી કરી છે. અનાદિકાળથી જે ઈચ્છાઓ કરી છે તે પૂરી થઈ નથી અને જે ઈચ્છા અવશ્ય પૂરી થાય એવી છે તે આજ સુધી થઈ નથી. સંસારના સુખની ઈચ્છા અનાદિકાળથી છે અને મોક્ષની ઈચ્છા આજ સુધી નથી થઈ. જેટલી સુખની ઈચ્છા છે તેટલી મોક્ષની ઈચ્છા નથી અને સુખના સાધનની જેટલી ઈચ્છા છે તેટલી કેવળજ્ઞાનની નથી. સાધુભગવન્તો કેવળજ્ઞાનને ઈચ્છે અને શ્રાવકો કેવળજ્ઞાનના સાધનરૂપે સંયમને ઈચ્છે !
જે શ્રી ગૌતમસ્વામી મહારાજાના નામથી આજના દિવસની શરૂઆત થાય છે તે શ્રી ગૌતમસ્વામીજીએ પોતાને શું મળ્યું તેની ચિંતા નથી કરી, શું મેળવવાનું બાકી છે તેની ચિંતા કર્યા વિના નથી રહ્યા. જે લબ્ધિઓ મળી તેની સામે પણ નથી જોયું અને જે કેવળજ્ઞાન મળ્યું ન હતું તેની ચિંતા તેમને રાતદિવસ કોરી ખાતી હતી. આજના દિવસે એટલો નિયમ કરવો છે કે આવતા વરસે દીક્ષા ન મળે તો છ વિગઈનો ત્યાગ !? શ્રી ગૌતમસ્વામી મહારાજે કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી છઠના પારણે છઠ કર્યા હતા. એ પણ ત્રીસ વરસ સુધી. આજે સાધુસાધ્વીએ તો નિયમ કરવાની જરૂર છે કે કેવળજ્ઞાન યાદ ન આવે તે દિવસે ઉપવાસ કરવો છે. ગૌતમસ્વામી મહારાજાએ કેટલા છઠ કર્યા? આપણને તો એકાદ છઠમાં પણ ઘણું કર્યું એવું લાગે ને ? આપણે છઠ ભલે ન કરી શકીએ પણ ત્યાગ તો કરી શકીએ ને ? પોતાની લબ્ધિની તેમને પડી ન હતી, તેનો
૩૦૬ Jain Education International
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org
For Private & Personal Use Only