________________
ચાતુર્માસપરિવર્તન પ્રસંગે .. સર્વોદયનગર, મુંબઈ વિ.સં. ૨૦૬૧, કા.સુ. ૧૫ अशेषदोषजननी, नि:शेषगुणघातिनी। आत्मीयग्रहमोक्षेण, तृष्णाऽपि विनिवर्त्तते ॥१॥
અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ આજના દિવસનું મહત્ત્વ જે રીતે બતાવ્યું છે, તેનો ખ્યાલ તમને અને અમને લગભગ છે જ. અનન્તા સિદ્ધ ભગવન્તો જ્યાં બિરાજમાન છે ત્યાં જવા માટેની સાધના અનેક આત્માઓએ આજના દિવસે પૂર્ણ કરી હતી. તેમ જ જેઓ એ પરમપદે પહોંચવા માટે આરાધના કરી રહ્યા છે તેવાઓ માટે ચાતુર્માસપરિવર્તનની આશા પરમાત્માએ ફરમાવી છે. આજનો દિવસ માત્ર ચાતુર્માસપરિવર્તનનો નથી, વિહાર કરી જવા માટેનો આજનો દિવસ છે. છતાં પણ વિશિષ્ટ કોટિના લાભને જાણીને મહાપુરુષોએ આ રીતે ચાતુર્માસપરિવર્તનની પરંપરા માન્ય રાખી છે. મોક્ષમાર્ગની આરાધના કરવા માટે ચાતુર્માસ સુધી એક સ્થાને રહેલા મહાત્માઓ મમત્વ કરીને દુર્ગતિનાં ભાજન ન બને એ માટે ચાર મહિના પછી વિહાર કરી જવાની આજ્ઞા ફરમાવી છે. સ્થાન પ્રત્યે કે લોકો પ્રત્યે મમત્વ કરી સાધકો સંયમની સાધના ચૂકી ન જાય એ માટે પરમાત્માની આ આજ્ઞા છે. જે મહાત્માઓ આજના પરમ પવિત્ર દિવસે સર્વથા મમત્વનો ત્યાગ કરી પરમપદે પહોંચ્યા છે તેમને યાદ કરીને જેઓ હજુ ત્યાં પહોંચ્યા નથી તેમને માટે મમત્વ મારવાનો માર્ગ ચીંધવાનું કામ પણ આજના દિવસે જ કરવામાં આવ્યું છે. સાધુભગવન્તો ચાર કે પાંચ મહિનાથી વધુ એક સ્થાને રહે તો તેમને મમત્વ બંધાવાની શક્યતા હોય અને આપણે વરસોથી એક સ્થાને રહેવા છતાં મમત્વ ન થાય? આવી ચિંતા થઈ છે ?
સ. તો અમારે શું કરવું?
મમત્વ મારવા માટે નીકળી પડવું! કયું કામ બાકી છે – એ જોવાના બદલે ક્યા કામ માટે નીકળવાનું છે - એ વિચારીને ચાલવા માંડયું છે. નહિ તો આ મમત્વ કોઈ કાળે હલશે નહિ.
સ. અમે તીર્થયાત્રા કરવા જઈએ તો ચાલે ને ?
તમને યાત્રાએ જતાં ય ક્યાં આવડે છે? તીર્થસ્થાને ગયા પછી પણ અહીંનો સંપર્ક તો ચાલુ જ હોય ને ? અહીંના એક પણ સમાચાર ન મેળવો તો યાત્રા ફળે. તમારી
૩૦૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org