________________
આનંદ પણ ન હતો પણ પોતાને કેવળજ્ઞાન નથી મળ્યું તેનું દુઃખ તેમને પારાવાર સતાવતું હતું. પોતાને હાથે જે દીક્ષા લે તે બધાને કેવળજ્ઞાન મળે ને પોતાને ન મળે તો કેવી અરતિ થાય ? તેમને પોતાના શિષ્યોની ઈર્ષ્યા ન હતી. મને ન મળ્યું તે બીજાને કેમ મળ્યું?' એવી ચિંતા, તેનું નામ ઈષ્ય. અને એમને મળ્યું પણ મને કેમ નથી મળતું-તેવી ચિંતા, તેનું નામ તાલાવેલી. શ્રી ગૌતમસ્વામી મહારાજામાં બધા જ ગુણો આવીને રહ્યા હતા. આ રાસમાં કવિએ કલ્પના કરી છે કે કલિકાળમાં જે ગુણો નાશ પામવાના હતા તે બધા ગુણોની રક્ષા માટે એક જ સ્થાને વિધાતાએ એકઠા કર્યા હતા. ઈંદ્રાદિ કરતાં ચઢિયાતું રૂપ, સૌભાગ્ય, વિનય, વિવેક વગેરે દુનિયામાં જેટલું જેટલું સારું ગણાય તે બધું જ તેમનામાં આવીને વસ્યું હતું. જ્ઞાન અપ્રતિમ છતાં વિનયનો પાર નહિ. પરમાત્માની દેશના એ રીતે સાંભળે કે જેથી ગુણોનો સમુદાય વધ્યા જ કરે. કેવળજ્ઞાન માટેની યોગ્યતામાં અને પુરુષાર્થમાં કોઈ જ ખામી ન હતી. છતાં કેવળજ્ઞાન ન મળ્યું ત્યાં સુધી પોતાને ચેન નથી પડ્યું. પોતે ભવ્ય છે કે અભવ્ય એવી શંકા તેમને પડી હતી. જેને જોઈએ તે ભાગ્ય માટે રડે. આપણને રડવું નથી આવતું, કારણ કે જોઈતું જ નથી. પૈસા ન મળે, અનુકૂળતા ન મળે, માનસન્માન ન મળે તો ભાગ્ય પરવાર્યું છેએવું લાગે પણ દીક્ષા ન મળે તો એવું ન લાગે ને ? સ્વલબ્ધિથી અષ્ટાપદતીર્થની યાત્રા કરે છે, તે જ ભવે મોક્ષે જાય-આવું સાંભળીને પોતાના મોક્ષની ખાતરી કરવા સ્વલબ્ધિથી યાત્રા કરીને નીચે આવ્યા પછી પંદરસો તાપસીને પ્રતિબોધીને દીક્ષા આપી, પારણું કરાવી સમવસરણમાં આવ્યા ત્યાં તો પંદરસોને કેવળજ્ઞાન થઈ ગયું. એ જાણીને તેમને પારાવાર અસમાધિ થઈ. તેમની અતિ દૂર કરવા ભગવતે કહ્યું કે અંતે તું અને હું બન્ને સમાન થઈશું. ભગવાન જેને આશ્વાસન આપે તેમની તાલાવેલી કેવી હશે? આજે આપણને કેવળજ્ઞાનની કે સંયમની આવી અસમાધિ છે ખરી ? આપણને તો રોગમાં અસમાધિ થાય અને તેમાં ગુરુભગવન્તને સમાધિ આપવી પડે ને ? આ દશા સારી નથી.
મમત્વ છોડીને, દીક્ષાનો સંકલ્પ મજબૂત કરીને જવું છે. અનન્તા ભવો સુધી જેની ઈચ્છા કરવા છતાં ન મળ્યું તે સંસારના સુખની ઈચ્છા મૂકી દઈને હવે કેવળજ્ઞાનની અને સંયમની ઈચ્છા કેળવવી છે. આજે કાંઈક એવું કડક અનુશાસન કરવાનું નક્કી કરવું છે કે જેથી પરિણામ પ્રગટ્યા વગર ન રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org