Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી દર્શનશુદ્ધિ- પ્રકરણ આદિના પ્રવચનો
: પ્રવચનકાર : 'પ. પૂ. આ. ભ. શ્રી ચન્દ્રગુપ્ત સૂ. મ.
Page #2
--------------------------------------------------------------------------
________________
પ.પૂ.આ.શ્રી. ચન્દ્રપ્રભસૂરિવિરચિત શ્રી દર્શનશુદ્ધિ-પ્રકરણ આદિના પ્રવચનશો
: પ્રવચનકાર : પ. પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુપ્ત સૂ. મ.
: પ્રકાશન : શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ
: આર્થિક સહકાર : શ્રી મોહનલાલ હિન્દુમલજી રાઠોડ
મુંબઈ - ૪૦૦ ૦૦૪
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી દર્શનશુદ્ધિ-પ્રકરણ આદિના પ્રવચનાંશો
આવૃત્તિ : દ્વિતીય
નકલ : ૧૦૦૦
શા. મુકુંદભાઈ રમણલાલ ૫, નવરત્ન ફ્લેટ્સ નવાવિકાસગૃહ માર્ગ પાલડી, અમદાવાદ-૭
પ્રાપ્તિસ્થાન :
જતીનભાઈ હેમચંદ શાહ ‘કોમલ’ છાપરીયા શેરી મહીધરપુરા સુરત-૩
પ્રમોદભાઈ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ
પં. સોલીસીટર રોડ, મલાડ (ઈસ્ટ), મુંબઈ-૯૭
: ફોટો કંપોઝિંગ : પ્રિંટઑલ પ્રિંટસ્, પૂના-૪૧૧૦૦૧
વિ.સં. ૨૦૬૨
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી દર્શનશુદ્ધિ-પ્રકરણ
અનન્તોપકારી શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકારપરમર્ષિઓ અત્યાર સુધી અનન્તા થઈ ગયા. એ દરેકે આપણા હિતની ચિંતા કરીને આપણા ઉપકાર માટે શાસનનો પરમાર્થ આપણા સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કર્યો. એક આત્મા ઉપર અનન્તા મહાપુરુષોએ ઉપકાર કર્યા હોવા છતાં આપણે એ ઉપકારને ઝીલી નથી શક્યા, એનું કારણ એક જ છે કે આપણે ઉપકારને ઝીલવાની યોગ્યતા અત્યાર સુધી પામ્યા નથી, એવી યોગ્યતા પામવા માટે કોઈ પ્રયત્ન લગભગ કરતા નથી અને ભવિષ્યમાં કરીશું એવી ખાતરી આપી શકાય એવું નથી. હવે આ મહાપુરુષોનો યોગ પામી કાંઈક યોગ્યતા પ્રગટાવીએ તો સારું.
* આપણે ત્યાં ભગવાન જે કહી ગયા તેને સૂત્રથી ગણધરભગવન્તોએ ગૂંચ્યું, અને પાછળના મહાપુરુષોએ ભાષ્ય, નિયુક્તિ, ટીકા, ચૂર્ણિ વગેરેની રચના કરી. એ બધાએ ભગવાનની વાત મંદબુદ્ધિવાળાઓને સરળતાથી સમજાય તે માટેનો પ્રયત્ન કર્યો. એ મહાપુરુષોના ગ્રંથો સાંભળવાનું ને વાંચવાનું ગમે, તો આજની આ જ્ઞાનપૂજા આપણને લાભદાયી નીવડે. આજે આપણને જ્ઞાન પ્રત્યે ઘણું બહુમાન છે ને? જેને જ્ઞાન પ્રત્યે બહુમાન ન હોય તેવાઓ પરમાત્માની ગમે તેટલી ભક્તિ કરે, સ્તવના કરે તોપણ તે કામ નહિ લાગે. આપણા ભગવાન મહાન છે ને ? શા કારણથી ?
સ. વીતરાગ છે માટે.
ખરેખર માનો છો ? ભગવાન વીતરાગ છે અને આપણે રાગી છીએ. તો આપણો રાગ ઓછો થાય, દ્વેષ ઓછો થાય તો સારું એવી ભાવના છે ને?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #5
--------------------------------------------------------------------------
________________
સ. એ માટે જ આવીએ છીએ.
એ માટે આવતા હો તો સંસારના સુખનાં સાધનો ગમતાં નથી ને ? આવે તો મૂંઝવણ થાય ને? ન મળે તો નથી જોઈતાં ને? જાય તો કાંઈ તકલીફ નહિ ને ? ઉપાશ્રયમાંથી જોડાં ખોવાઈ જાય તોપણ બૂમ ન પાડો ને ? તમને ગુરુ કેવા ગમે ? પૈસા ભેગા કરાવી આપે એવા કે પૈસા છોડાવે તેવા ? તમારે ત્યાં સારી ઊપજ થાય તેની નિશ્રા પુણ્યવંતી ગણાય ને ? તમારું નામ ગાજતું કરાવી આપે એવા ગુરુ ગમે કે નામ વગર દાન આપવાનો ઉપદેશ આપે એવા ગમે ? રાગ દૂર કરવા માટે શું કરવું-એવો વિચાર જ્યાં સુધી નહિ આવે ત્યાં સુધી વીતરાગપરમાત્માને વીતરાગ તરીકે માની નહિ શકાય. જેમણે પોતાના રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ દોષોને દૂર કરી આપણને એ દોષો દૂર કરવાનો માર્ગ બતાવ્યો તે આપણા ભગવાન. જ્ઞાન પામવા માટે અને રાગાદિથી રહિત બનવા માટે જ તીર્થંકર પરમાત્માની જરૂર છે અને એ માટે જ ગુરુભગવન્તની જરૂર છે. આપણે એ જ આશયથી ભગવાનની ભક્તિ કરીએ છીએ ને ?
* આચાર્યભગવન્ત શ્રી જયસિંહસૂરિ મહારાજાના શિષ્ય આચાર્ય ભગવન્ત શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજાએ આ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણની રચના કરી છે. પ્રાય: પંદરસો વર્ષ પૂર્વેના કાળમાં આની રચના થઈ જણાય છે. મહાપુરુષો ભગવાનની વાત જ જણાવતા હોવા છતાં ગ્રંથમાં પોતાનું નામ લખે છે તે પોતાની મહત્તા વધારવા માટે નહિ, ગ્રંથરચનામાં ક્યાંય પણ કોઈ ક્ષતિ રહી હોય તો તે માટે પોતે જવાબદાર છે, પૂર્વપુરુષો નહિ : એ જણાવવાપૂરતું નામ લખે છે, બાકી નામની કોઈ જરૂર નથી. ગ્રંથમાં જેટલું સારું છે તેટલું ભગવાનનું છે, પૂર્વના મહાપુરુષોનું છે; જે કાંઈ સ્કૂલના-ખામી રહી ગઈ હોય તે મારા કારણે રહી છે તેમાં પૂર્વપુરુષોનો કોઈ દોષ નથી : એ સ્પષ્ટતા કરવા માટે ગ્રંથના રચયિતા તરીકે પોતાનું નામ જણાવે છે. સાથે સાથે પોતાની જાતને મંદબુદ્ધિવાળા જણાવીને પોતાની ક્ષતિને, બતાવ્યા વિના પણ જાતે સુધારવાની વિનંતિ પ્રાજ્ઞ જનોને કરે છે તેમજ અંતે જે સ્કૂલના રહી જવા પામી હોય (પૂર્ણ સાવધાની છતાં અનુપયોગાદિના કારણે) તેનું મિચ્છામિ દુક્કર્ડ પણ આપતા હોય છે.
મંગલાચરણ : આ પ્રકરણની શરૂઆત કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે पत्तभवण्णवतीरं दुहदवनीरं सिवंबतरुकीरं । कंचनगोरसरीरं नमिऊण जिणेसरं वीरं ॥१॥ वुच्छं तुच्छमइणं अणुग्गहत्थं समत्थभव्वाणं । सम्मत्तस्स सरूवं संखेवेणं निसामेह ॥२॥
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #6
--------------------------------------------------------------------------
________________
(સંસારસમુદ્રના પારને પામેલા, દુઃખરૂપી દાવાનળને શમાવવા નીરસમાન, મોક્ષરૂપી આમ્રવૃક્ષને વિષે શકરાજસમા, સુવર્ણ જેવા ગૌરશરીરવાળા શ્રી વીરજિનેશ્વરને નમસ્કાર કરીને અલ્પમતિવાળા સમસ્ત ભવ્યોના અનુગ્રહ માટે સંક્ષેપથી સમ્યત્વનું સ્વરૂપ કહીશ, તે તમે સાંભળો.)
* પરમાત્માનું પહેલું વિશેષણ છે : પત્તમવMવતીરં-પ્રાપ્ત કર્યો છે ભવરૂપી અર્ણવ(સમુદ્ર)ના તીર એટલે કિનારાને જેમણે .... પરમાત્મા સંસારસમુદ્રથી તારનાર છે એમ જાણ્યા પછી આપણને તરવાની ભાવના જાગી છે ખરી? આપણે આ સંસારમાં ડૂબેલા છીએ અને ભગવાન આ સંસારને પેલે પાર રહેલા છે એવું જાણીને હે ભગવન્! મને આ સંસારસમુદ્રથી બહાર કાઢો' એવું હૈયામાંથી જાગ્યા વિના આ દર્શનશુદ્ધિપ્રકરણ કામ નહિ લાગે. સમ્યગ્દર્શન ભવ તરવાની ભાવનામાંથી પ્રગટે છે, એ સિવાય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થતી નથી તો તેની શુદ્ધિની શી વાત કરવી? આપણે ભગવાન પાસે જઈને શી યાચના – પ્રાર્થના કરીએ ? સુખી બનવાની કે સાધુ બનવાની ? નાના છોકરાને પણ ભગવાન પાસે જઈને શું બોલવાનું શીખવો? ભગવાન મારું ભલું કરજે” એમ ? કે “ભગવાન મને ભલો કરજે” એમ ? આપણું સારું થાય અને આપણે સારા થઈએ એ બેમાં ફરક પડે ને ?
સ. શું ફરક પડે ?
આપણો રોગ જાય તો આપણું સારું થયું એમ સમજવું અને આપણાં રોગાદિનાં દુઃખ ન જવા છતાં એ દુઃખ દુઃખરૂપ ન લાગે તો સમજવું કે આપણે સારા થયા. સુખની જરૂર હોય ને મળી જાય-તે આપણું સારું થયું અને સુખની જરૂર જ ન પડે, જાય તો ય તેની અસર ન હોય – તે આપણે સારા થયા. આજે આપણે સંસારમાં રહીને સારા કામ કરવાં છે પણ સંસારમાંથી ભાગી જઈને સારા નથી થવું ને ? ભગવાનની સ્તવના કરતી વખતે આપણે ભવની વચ્ચે રહ્યા છીએ એવું યાદ આવે તો સાચો ભાવ આવ્યા વિના નહિ રહે. સાચા હૈયાથી જે ભગવાન પાસે ભવનિસ્તાર માંગવામાં આવે તો ભગવાન કૃપા કર્યા વિના ન રહે. ભવનો ત્યાગ કરવાની ઈચ્છાસ્વરૂપ જિહાસા પ્રગટ થાય પછી જિજ્ઞાસા જાગે, પછી સમ્યત્વ પ્રાપ્ત થાય. “ખવોä ૩:હિના, થમી
છેઃ ચાતુ?’ આવી ઈચ્છાને જિહાસા (હાતુમિચ્છા) કહેવાય છે. આપણને જિહાસા જાગી છે? પૂરમાં તણાતા જીવોને કોઈ ઉપરથી અનાજનાં પેકેટ આપે અને કોઈ દોરડું આપે બહાર નીકળવા માટે, તો શું કરે ? પેકેટ ઉપાડે કે દોરડું ઝાલે? ભગવાનની ભક્તિ કરવાથી ધન વગેરે સુખનાં સાધનો પણ મળે અને મોક્ષ પણ મળે, તમને શું જોઈએ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #7
--------------------------------------------------------------------------
________________
છે? ભગવાન પરમપદ આપનારા છે માટે ગમે છે કે પૈસો આપનારા છે માટે ? તમને શ્રીમંતને જોઈને ભગવાનની કૃપા યાદ આવે કે સાધુ જોઈને ? પાંચે આંગળાં ઘીમાં બોળેલાં છે ભગવાનની કૃપાથી : એવું માનો ને ?
સ. એ ભગવાનની કૃપા નહિ?
ના, ભગવાનની કૃપા ઝીલતાં આવડી નહિ માટે પાંચે આંગળાં ઘીમાં રહ્યાં. નહિ તો એ સુખને છોડીને નીકળી પડ્યા હોત! પુણ્યથી મળેલું ઓછું લાગે અથવા તો પુણ્યથી મળેલું છોડવાજેવું ન લાગે ત્યાં સુધી ભગવાનની કૃપા ઝીલતાં આવડી નથીએમ સમજવું. ભગવાનની કૃપા ઝીલતાં આવડે તે તો સુખના ઢગલા છોડીને સાધુ થઈ
જાય.
* પરમાત્માનું બીજું વિશેષણ જણાવ્યું છે - કુદરવનીર : દુઃખરૂપી દાવાનળને શમાવવા માટે ભગવાન નીરસમાન છે. ગમે તેવા દુઃખીનું પણ દુઃખ વિસારે પાડે – એવા આપણા ભગવાન છે. ભગવાનના શરણે જનારને દુ:ખ યાદ જ ન આવે, તેનું દુઃખ ભુલાઈ જાય. ડોક્ટરના શરણે જઈએ એટલે દુઃખ ભૂલી જઈએ ને ? ડોક્ટર જે પીડાકર ચિકિત્સા કરે તે પણ આનંદથી કરાવીએ ને ? તેમ અહીં પણ ભગવાનના શરણે જવાથી દુ:ખનો ભય દૂર થાય, દુઃખ દુઃખરૂપ ન લાગે, દુઃખ વેઠવાનું સત્ત્વ મળે, બધું દુઃખ ભોગવીને પૂરું કરવાની વૃત્તિને લઈને નવું દુ:ખ ઊભું ન થાય અને જૂનું પૂરું થવાથી સર્વદુ:ખોથી રહિત બનાય. દુઃખ દુઃખરૂપ લાગે ત્યાં સુધી ભગવાન ઓળખાયા નથીએમ સમજી લેવું. એક બાજુ દુઃખને દાવાનળ માને અને બીજી બાજુ એ દાવાનળ વધે એવું કરે તો માનવું પડે ને કે દુ:ખ દાવાનળરૂપ લાગ્યું નથી?
* ભગવાનના શાસનમાં તીર્થંકર પરમાત્મા જેવું ઊંચું તત્ત્વ બીજું એકે નથી. આથી જ ગ્રંથકારશ્રીએ સૌથી પહેલાં તીર્થંકરપરમાત્માનું સ્વરૂપ જણાવ્યું છે. આજે તમારી અને અમારી મોટી તકલીફ એ છે કે આ સંસારના લોકો પર, ઘરના લોકો પર, આજુ-બાજુના લોકો પર જેટલી શ્રદ્ધા છે તેટલી શ્રદ્ધા ભગવાન ઉપર નથી. આપણે ભક્તિ ભગવાનની કરીએ છીએ પણ વચન તો ઘરના લોકોનું જ માનીએ છીએ ને ?
સ. શ્રદ્ધા કોને કહેવાય?
મરી જઈએ તોપણ વચન ન ઉત્થાપીએ એનું નામ શ્રદ્ધા. આવી શ્રદ્ધા કયાં છે? ભગવાન પ્રત્યે કે આપણી અનુકૂળતા સાચવનારા લોકો પર ? પત્નીનું કહ્યું માનો, છોકરાનું કહ્યું માનો, શેઠનું કહ્યું માનો. આગળ વધીને કહું તો ઘાટીનું કહ્યું માનો પણ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #8
--------------------------------------------------------------------------
________________
ભગવાનનું કહ્યું ન માનો ને? તમને કદાચ માઠું લાગશે પણ આ સ્વીકાર્યા વગર નિસ્તાર નહિ થાય. વિષ મારે, પાણી ડુબાડે, અગ્નિ બાળે એ શ્રદ્ધા જેવી મજબૂત છે તેવી શ્રદ્ધા ભગવાન તારે છે' એની છે ખરી ? ભગવાન આઠમે વરસે દીક્ષા આપે એવા હતા એમ છતાં એંશી વરસ સુધી આપણે ભગવાન પાસે સુખ જ માંગ્યા કર્યું ને? આજે તમને જેમ ભગવાનની આજ્ઞા માનવાનું ગમતું નથી તેમ અમારાં સાધુસાધ્વીને પણ આજ્ઞા નથી ગમતી. તેમને પણ ભક્તિ કરવી ગમે પણ સ્વાધ્યાય કરવો ન ગમે.
સ. ભક્તિ ચઢે કે સ્વાધ્યાય ચઢે ?
ભગવાનની આજ્ઞા ચઢે. આગળ વધીને કહું તો તરવાનો ભાવ વધે : ભક્તિ પણ નહિ અને સ્વાધ્યાય પણ નહિ. આપણું મન જે સારું હશે તો ગમે તે સાધનથી સારામાં સારી સિદ્ધિ પામી શકાશે. ભગવાનની ભક્તિ કરનારને પણ આજે ભગવાનના વચનની શ્રદ્ધા નથી ને?
સ. ભક્તિ અને શ્રદ્ધામાં ફરક પડે ?
શ્રદ્ધા વિના પણ ભક્તિ થઈ શકે અને ભક્તિના અભાવમાં પણ શ્રદ્ધા હોઈ શકે. આપણે બંને પામવા છે. છતાં એક વાર ભક્તિ ન થઈ શકે તો નભાવાશે પણ શ્રદ્ધા વગરના નથી રહેવું. આજે આપણને પુણ્ય ગમે છે અને પુણ્ય છોડાવનારની ભક્તિ કરીએ છીએ! આ ભક્તિ શા માટે કરાય છે? આજે તો ભગવાનની પણ માનતા માને ને ? આપણે તો એક જ માન્યતા જોઈએ કે ભગવાન સંસારથી તારે છે. એના બદલે અમુક આપત્તિ ટળશે તો જાત્રા કરાવીશ” આવી માનતા માનવાનું ચાલુ છે ને ?
સ. બીજાની પાસે માંગીએ તેના કરતાં ભગવાન પાસે માંગીએ એ સારું ને ?
ન માંગવું સારું એટલું અમે કહીએ. કોઈની પણ પાસે નથી માંગવું. સોમલવિષ કરતાં અફીણ સારું એમ કહેવાય ? કે વિષ એકે સારું નહિ, એમ જ કહેવાય ? છોકરાને સિગારેટનું વ્યસન હોય તો વોચમેન પાસે મંગાવે એ સારું કે બાપ પાસે માંગે એ સારું ? કે કોઈની પાસે ન મંગાવે તે સારું ?
* આજે આપણે સંસારસમુદ્રમાં બેઠા છીએ એવું લાગે છે? એમાં બેઠા છીએ એનો ભય લાગે છે ? લાગે તો કેટલો લાગે છે ? થોડો પણ લાગે છે ? જે છે તે બરાબર છે ને ? જે છે તેમાં જ મજા છે ને? શાસ્ત્રમાં જ્યારે જ્યારે પુણ્યની વાત આવી ત્યારે ગમી ગયેલું અને નિર્જરાની વાત આવી ત્યારે તેની તરફ લક્ષ્ય જ આપ્યું નહિ. આથી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #9
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર પણ તારનારાં બનતાં નથી. શાલિભદ્રજીને પુણ્ય ઓછું લાગ્યું તો પુણ્ય છોડવાની શરૂઆત કરી. જ્યારે આપણને પુણ્ય ઓછું પડે છે આથી ભેગું કરવાનો પ્રયત્ન ચાલુ છે ને ? જેને મોક્ષ ગમે તેને પુણ્ય ન ગમે. ઈષ્ટ સ્થાને પહોંચાડનારી ગાડી ભંગાર હોય તોયે ચાલે ને? તમે ગાડીનું પાટિયું જોઈને બેસો કે સીટ જોઈને બેસો? સારામાં સારી સીટવાળી ગાડી પણ જો ચાલતી ન હોય તો તેમાં બેસો ખરા ? જેને સંસારથી તરવું છે તેને સંસારમાં રાખનાર તત્વ ગમે ખરું? પુણ્ય હોય તો ઉપયોગ કરી લેવો છે પણ ન હોય તો તેની ભીખ નથી માંગવી. આ સંસારમાં પુણ્ય પૂરું મળી શકે એવું છે જ નહિ. આથી જ શાસ્ત્રકારોએ પુણ્યને છોડી દેવાનો ઉપદેશ આપ્યો.
* આજે પૂજા કરીને ઘરે આવતા મોઢા ઉપર પૂજા કર્યાની પ્રસન્નતા વર્તાય કે સાધુપણું ન મળ્યાનું દુ:ખ વર્તાય ?
સ. મનઃ પ્રસન્નતામતિ પૂજ્યમાને જિનેશ્વરે....
એનો અર્થ શું સમજ્યા? સુખ મળે તે પ્રસન્નતાનું કારણ કે સાધુપણું મળે તે પ્રસન્નતાનું કારણ? ભગવાનની સાચી પૂજા કઈ? સંપૂર્ણપણે આજ્ઞાનું પાલન ને ? તે સાધુપણામાં જ થાય ને? તે આજ્ઞાપાલનમાં ખામી આવે ત્યારે જ દ્રવ્યપૂજા કરવાનું બને ને ? ખામીવાળી વસ્તુ પ્રસન્નતાનું કારણ બને કે શુદ્ધ પરિપૂર્ણ વસ્તુ? ભગવાનની પૂજાથી વિષયકષાયની આસક્તિ ટળે એથી મન પ્રસન્નતાને અનુભવે છે. સુખ મળવાના કારણે જે પ્રસન્નતા વર્તાય તે તો લોકનો સ્વભાવ છે. સુખ ન મળે ને પ્રસન્નતા વર્તાય તે લોકોત્તર કોટિના ધર્મનો પ્રભાવ છે.
* સંસારના સુખમાં જે મજા છે તે ખંજવાળવામાં આવતા આનંદ જેવી છે. જેને ખંજવાળની મજા જોઈતી હોય તેને ખંજવાળ દૂર કરવાનો ઉપાય બતાવનારા ગમે કે ખંજવાળવા માટે સાધન આપનારા ગમે ? સુખની ઈચ્છા નાશ પામે એવો ઉપાય બતાવનારા ગુરુભગવન્ત તમને ગમે કે સુખનાં સાધનો મેળવવાનો ઉપાય બતાવનારા ગમે ? આજે તમારી-અમારી આ જ દશા છે. ખંજવાળની મજા જતી ન રહે તે માટેનો પ્રયત્ન ચાલુ છે. ભવથી તારનાર મળ્યા પછી ભવમાં મજા કરવાનાં સાધનો શોધ્યા કરીએ – એના જેવી બીજી મૂર્ખાઈ કઈ છે ? ! સુખનાં સાધનો શોધવામાં આખી જિંદગી વેડફી નાંખી. એની પાછળ પડીને જ્ઞાન આપનારા ગુરુભગવન્તની પણ ઉપેક્ષા કરી. હવે તો જિંદગી પૂરી થવા આવી. આમ ને આમ સમજ્યા વિના અજ્ઞાન લઈને જઈશું તો ક્યાં જવાના ? દુનિયાની ચિંતા છોડી આપણી જાતની વાત કરી લેવી છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #10
--------------------------------------------------------------------------
________________
* તીર્થંકર પરમાત્માનું ત્રીજું વિશેષણ બતાવ્યું છે : સિવંત્રતીર-મોક્ષરૂપી આમ્રવૃક્ષ ઉપર ક્રીડા કરનાર શુક એટલે કે પોપટસમાન પરમાત્મા છે. અન્યદર્શનકારોએ મોક્ષની વાત કરી છે, પરંતુ મોક્ષનું સાચું સ્વરૂપ સમજાવવાનું કામ શ્રી તીર્થંકર પરમાત્માએ જ કર્યું છે. બીજા દર્શનકારોએ મોક્ષની વાતો જ કરી છે, મોક્ષને પામવાનું કામ તેઓ કરી નથી શક્યા, કરાવી નથી શક્યા. મોક્ષરૂપી આમ્રવૃક્ષ પર ક્રીડા કરવાનું કામ તો તીર્થંકર પરમાત્મા જ કરી-કરાવી શકે છે એ સમજાવવાનું કામ આ વિશેષણથી કર્યું છે.
* અન્યદર્શનકારોએ જે વાત કરી છે તેનાથી આપણું પારમાર્થિક હિત સધાય એવું નથી, આથી જ તે માર્ગરૂપ નથી. જે હિતને લાવી આપે તેનું નામ માર્ગ. જેનાથી આપણું અહિત થાય તેને કુમાર્ગ કહેવાય. ભગવાનના શાસન વિના મોક્ષ મળી શકે જ નહિ : એ વાત સાચી ? અન્યદર્શનને ખોટા તરીકે સમજ્યા વિના જૈનદર્શનને સાચું કહેવાની શ્રદ્ધા નહિ આવે.
સ. એ માટે પદર્શનનો અભ્યાસ કરવો જરૂરી છે?
કોઈ પણ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન ઈતરભિન્નત્વેન થાય છે. દુનિયાની બીજી બધી વસ્તુ કરતાં જુદી તરીકે જણાય તો જ વસ્તુનું જ્ઞાન વાસ્તવિક કોટિનું થયું ગણાય. બીજા દેવોને કુદેવ તરીકે જાણ્યા વિના તીર્થંકર પરમાત્માને સુદેવ તરીકે નહિ માની શકાય. તમેવ સવં નિસં = નિહિં પવેફર્યા - આ જ સાચી શ્રદ્ધા કહેવાય ને ? વ થી વ્યવચ્છેદ કોનો કરવાનો - એનું જ્ઞાન જોઈએ ને ? આપણા દેવને સુદેવ માનવા પહેલાં કુદેવો એ દેવ નથી એમ માનવું છે. આપણા ગુરુને સુગુરુ માનવા પહેલાં કુગુરુ એ ગુરુ નથી એમ માનતા થવું છે અને આપણા ધર્મને સુધર્મ માનવા પહેલાં અન્ય ધર્મો ધર્મ નથી એમ માનતા થવું છે.
સ. એ બધું ભણવા ક્યાં બેસીએ ?
જ્યાં સુધી સાચા-ખોટાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મૌન રહેવું છે – એટલું નક્કી કરવું છે ? જેને સાચાનો ખપ હોય તે, જાણે નહિ ત્યાં સુધી મૌન રહે અને જાણવા માટે પુરુષાર્થ શરૂ કરે. જેને હીરાને પારખતાં ન આવડે તે હીરા તપાસવા ન બેસે અને હીરાને પારખવાની કળા શીખવા બેસે ને? ખોટાને ખોટું માન્યા વિના સાચાને સાચા તરીકે સ્વીકારી નહિ શકાય. અન્યદર્શનકારો મોક્ષની વાતો કરતા હોવા છતાં મોક્ષનું સાચું સ્વરૂપ સમજાવી નથી શકતા. ભગવાનની વાત સાચી હોવા છતાં ભગવાનની વાતથી જુદી વાત કરે તો તે સાચી ન જ હોય ને? સામાની વાત સાચી હોય તો તે સ્વીકારી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #11
--------------------------------------------------------------------------
________________
લેવાની કે તેના કરતાં નવી વાત કરવાની ? અન્ય દર્શનકારોએ તત્ત્વજ્ઞાનને મોક્ષનું કારણ માન્યું છે, જ્યારે આપણે ત્યાં કેવળજ્ઞાનને મોક્ષનું કારણ માન્યું છે. શ્રી પંચવસ્તુમાં મોક્ષનાં પંદર અંગો બતાવ્યાં છે તેમાં કેવળજ્ઞાનને અંગ તરીકે ગણ્યું છે. જ્યારે ગૌતમબુદ્ધ તો સર્વશપણાનો ઉપહાસ કર્યો છે એ જ તેમની અસર્વજ્ઞતાને સૂચવે છે. નિગોદના એક શરીરમાં અનંતા જીવો છે આવું મહાવીરપરમાત્માનું વચન સાંભળીને ગૌતમબુદ્ધે કહ્યું હતું કે ‘હિં ક્રીટસદ્યાપરિજ્ઞાનેને? મોક્ષે જવા માટે જીવોની સંખ્યા ગણવાનું શું કામ છે?' અન્યદર્શનકારો જે મોક્ષનું સ્વરૂપ બતાવે છે એવો મોક્ષ પુરુષાર્થનો વિષય બની શકે એવું નથી. કેટલાક લોકો મોક્ષને અતાત્વિક માને છે, પારમાર્થિક નહિ. તો એવો અતાત્વિક મોક્ષ પુરુષાર્થનો વિષય કઈ રીતે બને ? કેટલાક લોકો મોક્ષમાં ગયા પછી ઈશ્વરની ઈચ્છાથી પાછું સંસારમાં આવવાનું બને છે-એવું માને છે. જ્યાંથી પાછા આવવાનું હોય ત્યાં જવા માટે પુરુષાર્થ કોણ કરે? કેટલાક લોકો શૂન્યાવકાશ સ્વરૂપ મોક્ષને માને છે, એવો ચૈતન્યનો અભાવ પણ પુરુષાર્થનો વિષય કઈ રીતે બની શકે ? જેમાં જડનો સંયોગ ન હોય, ક્ષયોપશમભાવનો યોગ ન હોય અને ક્ષાયિકભાવના સુખનો અનુભવ હોય તેનું નામ મોક્ષ. આના પરથી સમજાય છે ને કે અન્યદર્શનકારોનો અને આપણો મોક્ષ જુદો છે ?
સ. પંદરસો તાપસનો મોક્ષ પણ જુદો?
જ્યાં સુધી તેઓ તાપસ હતા ત્યાં સુધી તેમનો મોક્ષ જુદો હતો. જ્યારે ગૌતમસ્વામી મહારાજને ગુરુ માન્યા ત્યારથી પોતાની માન્યતા છોડી દીધી. આપણે સમાધાન કરીએ તો આપણી વાત ઊભી રહે એ રીતે કરીએ ને? કે આપણી વાત છોડવી પડે તોપણ સામાની સાથે સમાધાન કરવા તૈયાર થઈએ ?
* અહીં ભગવાનને પોપટની ઉપમા આપી છે તે માત્ર સ્વાભાવિક આનંદના અનુભવના અંશમાં આપી છે. કાગડાને આમ્રવૃક્ષ પર પણ આનંદ નથી આવતો, જ્યારે પોપટ સ્વભાવથી જ આમ્રવૃક્ષ પર આનંદકલ્લોલ કરે છે. તેમ ભગવાન પણ મોક્ષમાં
સ્વભાવથી આનંદ કરનારા છે. ભગવાન મોક્ષનું શુદ્ધસ્વરૂપ બતાવે છે માટે જ આપણે તેમની ઉપાસના કરીએ છીએ. ભવસમુદ્રના પારને પામીને ભગવાન કયા સ્થાને ગયા તે જણાવવા આ વિશેષણ છે. તેમ જ દુઃખના દાવાનળને શમાવીને ભગવાન અહીં સંસારમાં જ નથી રહ્યા, પરંતુ અહીંથી અળગું આનંદમય જે સ્થાન છે ત્યાં ગયા છે એ જણાવવા માટે આ વિશેષણ છે. કેટલાક લોકો (નૈયાયિક, બૌદ્ધ) સર્વ દુઃખોના અભાવસ્વરૂપ મોક્ષને માને છે તેનો વ્યવચ્છેદ કરવા માટે આનંદ સ્વરૂપ મોક્ષને જણાવનાર આ વિશેષણ છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
સ. દુઃખાભાવ અને આનંદનો અનુભવ બંન્ને પર્યાયવાચી જ કહેવાય ને ?
દુઃખાભાવ અને આનંદનો અનુભવ બન્ને જુદી વસ્તુ છે. જડ પદાર્થમાં દુઃખનો અભાવ છે પણ ત્યાં આનંદનો અનુભવ નથી ને ? આગળ વધીને બેભાન થયેલાને દુઃખ નથી સાથે આનંદનો પણ અનુભવ નથી.
* શરીર અને આત્માના ભિન્નત્વનું જ્ઞાન જ્યારે થાય ત્યારે સાચી ઉદાસીનતાનું સુખ અનુભવી શકાય. તમારા પૈસા આવી ગયા પછી બીજે જ દિવસે પાર્ટી ઊઠી જાય તો આંખમાં આંસુ ન આવે ને? જ્યાં ભિન્નત્વનું જ્ઞાન છે ત્યાં દુઃખ અનુભવાતું નથી. શ્રી નમિ રાજર્ષિએ પણ શું કહ્યું હતું ? જે બળે છે એ મારું નથી અને મારું છે એ બળતું નથી. તમને આટલી શ્રદ્ધા છે? તમારી ઉઘરાણી કોઈ આપતું ન હોય ત્યારે એવો વિચાર આવે ને કે - જે ગયા છે એ મારા નથી, એના ભાગના હતા માટે જ લઈ ગયો, જે મારું હોય તેને કોઈ લઈ જઈ ન શકે. બીજાની બેગ ખોવાય તોપણ રૂંવાટું ન ફરકે અને તમારી છત્રી કે જોડા ઊપડી જાય તોય બૂમાબૂમ કરી ને ? લઈ જાય એનું દુઃખ નથી, “મારું જાય છે' એનું જ દુઃખ છે ને ? જ્ઞાનીને મમત્વ નથી હોતું. આથી જ જ્ઞાની ભગવન્તો સુખમાં કે દુઃખમાં ઉદાસીન હોવાથી સદાયે પ્રસન્ન હોય છે. જ્ઞાની જ્ઞાનમાં આનંદ પામવાના સ્વભાવવાળા હોય છે, વિષયમાં નહિ. જ્યારે આપણે વિષયના આનંદમાં ખોવાઈ ગયા હોવાથી જ્ઞાનનો આનંદ માણી શકતા નથી.
સ. જ્ઞાનનો આનંદ એટલે?
વિષયનો સંપર્ક ન હોય, ભોગવટો ન હોય તોપણ વિષયના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવાથી જે આનંદ અનુભવાય છે તે જ્ઞાનનો આનંદ છે. અપ્રશસ્તમાર્ગમાં – વ્યવહારમાં તમને આનો અનુભવ છે. તમારી પાસે જે પૈસો છે એનો ભોગવટો ન હોવા છતાં જે આનંદ છે તે કયો છે? “પૈસા છે' આવા જ્ઞાનનો જ આનંદ છે ને?
* જેને એકાસણું હોય તેને ભાવતી વસ્તુ જોઈને આનંદ થાય ને એ અભક્ષ્ય જાણીને દુઃખ થાય. જ્યારે આયંબિલવાળાને તો બંન્ને અવસ્થામાં સમભાવ હોય ને ? તેવી જ રીતે વિષયનો વૈરાગ્ય પામવા માટે વિષયના ભોગવટાથી દૂર રહેતાં શીખવું છે.
* અન્યદર્શનકારો કરતાં આપણો મોક્ષ ચઢિયાતો છે એવું પણ ન કહેવાય. કારણ કે બે વસ્તુ હોય તો એક ચઢિયાતી કહેવાય. અસલમાં મોક્ષનું તો વાસ્તવિક એક જ સ્વરૂપ છે. ભગવાનની આ “સિવંત્રતીર” વિશેષણથી સ્તવના કરનાર દુનિયામાં બધે સારું હોઈ શકે – એવું ન બોલે ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #13
--------------------------------------------------------------------------
________________
સ. બીજે જે સારું છે તે અહીંનું જ છે – એમ કહેવાય ને ?
ચોરીનો માલ સારો કહેવાય ? બીજે જે સારું દેખાય છે તે અહીંથી ચોરેલું છે – એમ કહેવાય. ભગવાનની વાત એવાને એવા સ્વરૂપે રજૂ કરે તો તેને ભગવાનની વાત કહેવાય પણ વિકૃતરૂપે રજૂ કરે તો તેને વિકૃત જ કહેવી પડે ને ? ભગવાને આત્માને નિત્ય કહ્યો છે એટલું કહે તો બરાબર પણ સાથે એકાન્તત્વ ભેળવે તો ભગવાનની વાત વિકૃતરૂપે રજૂ કરી કહેવાય ને ? આથી ‘ભગવાને કહ્યું તે જ સાચું છે અને તે જૈનશાસનમાં જ છે' - આ સાચી શ્રદ્ધા છે.
* દરેક મહાપુરુષો ગ્રંથના પ્રારંભમાં નિર્વિદન પરિસમાપ્તિ માટે અને શિષ્યના અનુગ્રહ માટે મંગલ કરતા હોય છે. આપણે પણ મંગલ તો કરીએ છીએ, પણ આપણાં મંગલ સંસારમાં રખડાવનાર છે અને મહાપુરુષોનાં મંગલ આ સંસારથી પાર ઉતારનાર છે. જે સંસારમાં રખડાવે તે દ્રવ્યમંગલ છે અને જે સંસારથી પાર ઉતારે તેને ભાવમંગલ કહેવાય. મંગલ એટલે ઈષ્ટપ્રાપ્તિની પ્રત્યેનાં વિદનોનો નાશ કરનાર.
* ત્રણ પ્રકારનાં વિશેષણથી ભગવાનની ત્રણ અવસ્થા જણાવી છે. ‘પ્રાપ્તમવાવતીર” આ વિશેષણથી ભગવાનનો દીક્ષાનો છદ્મસ્થપર્યાય જણાવ્યો. ભવસમુદ્રને તરવા નીકળ્યા ત્યારથી તરેલાજેવા ભગવાન હતા. ‘તુવેવનીર' થી કેવળીપર્યાય બતાવ્યો અને “સિવવતી” થી સિદ્ધાવસ્થા જણાવી. ચાતુર્માસિક પર્વ પ્રસંગે :
આજે ચાતુર્માસિક પર્વ છે આથી તેની પણ થોડી વાત કરી લેવી છે. આપણે ભગવાનને માનીએ છીએ તે ભગવાન ભગવાન હતા માટે કે ભગવાન આપણને ભગવાન બનાવે છે માટે માનીએ છીએ? ભગવાન ગુણસંપન્ન છે માટે ભગવાનને પૂજવાના છે- એવું નથી, ભગવાન ગુણસંપન્ન બનાવે છે માટે પૂજવાના છે. તેથી જ આપણે ભગવાનને તિન્નાઈ’ કહ્યા પછી તારયાળ' તરીકે સ્તવીએ છીએ. આ ભગવાને આ સંસારને તરવા જે સાધુપણું બતાવ્યું છે તે સાધુપણાના આચારમાંથી આ ચાતુર્માસ પર્વ આવ્યું છે. ભગવાનની આજ્ઞા સમજાયા વગર આ ચાતુર્માસપર્વનું મહત્ત્વ સમજી શકાય એવું નથી. ક્ષેત્ર સાચવવા માટે ચાતુર્માસ નથી કરવાનું, ભગવાનની આજ્ઞા સાચવવા માટે ચાતુર્માસ કરવાનું છે. શેષકાળમાં જે સાધુભગવન્તને, મમત્વ ન બંધાઈ જાય એ આશયથી એક સ્થાનમાં એક માસથી અધિક સમય રહેવાની અનુજ્ઞા નથી તે જ સાધુભગવન્તને ચાતુર્માસમાં ચાર મહિના માટે કે છ મહિના માટે એક જ સ્થાનમાં
૧૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #14
--------------------------------------------------------------------------
________________
રહેવાની આજ્ઞા કરી છે એનું કારણ એ છે કે ચાતુર્માસમાં વિરાધના વધારે થાય છે. આથી વિરાધનાથી બચવા માટે ઓછામાં ઓછી પ્રવૃત્તિ કરવાનું અને એક સ્થાને રહેવાનું કહ્યું છે. સાધુભગવન્તને ખાધાપીધા વગર ચાલે એવું હોય તો મકાનની બહાર પગ મૂકવાની પણ ના પાડી છે અને જરૂર વગર હાથ પણ હલાવવાની ના પાડી છે. મમત્વનો પ્રસંગ હોવા છતાં વિરાધનાના ભયંકર પાપથી બચવા માટે એક સ્થાને રહેવાની આજ્ઞા હોય તો, પ્રભાવનાના નામે સાધુભગવન્તો ચાતુર્માસમાં કોઈ પણ પ્રવૃત્તિ વિરાધનાની ઉપેક્ષા કરીને કરે તો તે ચાલે ? આજે અમે તો બે ય રીતે માર ખાઈએ છીએ. શેષકાળ કરતાં ચાતુર્માસમાં પ્રવૃત્તિ પણ ધમધોકાર ચાલુ હોવાથી વિરાધનાથી બચી નથી શકાતું અને ચાતુર્માસમાં બે - ચાર એડ્રેસ વધતા જાય એટલે મમત્વ પણ વધે.
સ. સાધુના ભગત બને – એમાં વાંધો શું ?
ભગત બને એમાં વાંધો નથી પણ સાધુભગવન્ત ભગત બનાવે તેનો વાંધો છે. ભગવાન પોતાના ભગત બનાવે કે આપણે ભગવાનના ભગત બન્યા ?
સ. ભગવાને સંઘ સ્થાપ્યો ને ?
જે આવ્યા તેને સ્થાપ્યા કે સામેથી બોલાવીને સંઘમાં સ્થાપ્યા ? ઈન્દ્રભૂતિ ભગવાનને સમજાવવા આવ્યા હતા પણ જાતે સમજી ગયા અને ભગવાનનું શરણું સ્વીકારીને બેસી ગયા. આપણને આપણી સમજણ પર વિશ્વાસ કે ભગવાનના જ્ઞાન ઉપર ? ભગવાનનું જ્ઞાન ચઢિયાતું કે આપણી સમજણ ? આપણને તો ભગવાનના ભગત બનતાં ય આવડતું નથી. સાચો ભગત તો તેને કહેવાય કે જે ભગવાનના કે ગુરુના વચનમાં એકે દલીલ ન કરે.
* સાધુભગવન્તોને ચાતુર્માસમાં સ્વાધ્યાય કરતાં પણ જયણાનું મહત્ત્વ વધારે છે. ચાતુર્માસમાં સ્વાભાવિક જીવોત્પત્તિ વધારે થતી હોય છે આથી વિરાધનાથી બચવા માટે સ્વાધ્યાય પર કાપ મૂકીને પણ વિશેષ જયણા સાચવવાનું કહ્યું છે. સાધુભગવન્તના હાથ ઉપર વરસાદનું એક ટીપું પાણી પડયું હોય તો હાથ ઊંધો પણ ન કરાય, એવા વખતે વરસાદમાં કે વરસાદના ભીનામાં છબછબિયાં બોલાવી ચૈત્યપરિપાટી માટે શાસનપ્રભાવનાના બહાને પણ સાધુથી કેમ જવાય ? શ્રી દશવૈકાલિક સૂત્રની સજ્ઝાયમાં પણ જણાવ્યું છે કે ‘શાંત દાંત થઈ પરિષહ સહેવા સ્થિર વરસાળે રહેવું'. જલસા કરવા માટે કે વધુ અનુકૂળતા ભોગવવા માટે એક સ્થાને નથી રહેવાનું; પરિસહ સહેવા માટે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩
Page #15
--------------------------------------------------------------------------
________________
એક સ્થાને રહેવાનું છે, પ્રતિકૂળતા ભોગવવા માટે રહેવાનું છે. પાણીનું ટીપું હાથ પર પડ્યું હોય તો સુકાય નહિ ત્યાં સુધી ખસાય નહિ. આવું ચારિત્ર પાળનાર સાધુ ઉપરનો વરસાદ બંધ થયા પછી પણ કઈ રીતે જઈ શકે ? એક પાણીના ટીપામાં અસંખ્યાત જીવો છે – એવું માનનાર કાચા પાણીમાં પગ મૂકીને મજેથી જઈ શકે? અપવાદ પણ અસહિષ્ણુ માટે છે, પ્રભાવના માટે નહિ. વરસાદના ભીનામાં કે આગળ વધીને વરસાદમાં, અસહિષ્ણુ માટે ભિક્ષા લેવા જઈ શકાય પણ ચૈત્યપરિપાટી માટે ન જવાય. સાધુ ભગવન્તોના આ આચાર સાંભળી તમારે એમ વિચારવાનું કે સાધુ ભગવન્તને આ રીતે ચાતુર્માસમાં બિનજરૂરી હલનચલન કરવાથી પાપ લાગતું હોય તો મારું શું થશે ? તમારે પણ આજથી નિયમ લેવાની જરૂર છે કે જેમ બને તેમ ઓછું ખાવું છે, ઓછું પીવું છે,
ઓછું ફરવું છે, ચાતુર્માસમાં મુસાફરી તો કરવી જ નથી. તમે માંદા હો તો ક્યાંય જાઓ? તેમ ધર્માત્મા પાપ કરવા માટે કાયમ માટે માંદા હોય. વિરતિ પામવા માટે અને વિરાધના ટાળવા માટે આ પર્વ છે. સાધુભગવન્ત માટે પણ આટલું નિયમન હોય તો તમારે શું કરવું જોઈએ ? બાહ્ય અને અત્યંતર: બંને ઉપદ્રવ જેને લાગુ પડયા હોય તેને કેટલી સાવચેતી રાખવી પડે ? એક બાજુ શરીર નબળું પડી ગયું હોય અને બીજી બાજુ રોગચાળો ફાટી નીકળ્યો હોય તો શી દશા થાય ?
* આજે ચારિત્ર લેવાની શક્તિ હોવા છતાં ચારિત્ર નથી લેતા, તેનું કારણ ચારિત્ર લેવાથી અવિરતિનું સુખ જતું રહે છે એ જ છે ને ?
* જેને દુઃખ ઉપર દ્વેષ ગાઢો હોય તેને સુખ ઉપર રાગ પણ વધારે હોય જ. આજે જો આપણે મરીને નરકમાં જવાનું છે – એવી ખબર પડે તો આપણે ધર્મ કરીએ ખરા ? શ્રી શ્રેણિક મહારાજાએ તો એવું જાણીને આરાધના વધારી ને ? અહીંથી જ દુઃખ વેઠવાની શરૂઆત કરી, “હવે દુ:ખ ભોગવવાનું જ છે, તો અત્યારે જલસા કરી લો એવો વિચાર ન કર્યો. આપણે શું કરીએ ? દુઃખ ટાળવા માટે અને સુખ મેળવવા માટે જ ધર્મ કરીએ છીએ ને ? ધર્મથી દેવલોક મળે છે અને નરક ટળે છે, માટે જ ધર્મ કરીએ છીએ ને ?
સ. જેવી ભવિતવ્યતા હશે એવું થશે, અત્યારે ઉતાવળ કરવાથી કાંઈ વળે એવું
નથી.
પહેલાં તમારે ત્યાં ભવિતવ્યતાને આગળ કરો, પછી અમારે ત્યાં ભવિતવ્યતાની વાત કરજે. આચાર્યભગવત્તે કહ્યું હતું કે જેઓ પોતાના હાથે ભાણામાં રહેલો કોળિયો
૧૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #16
--------------------------------------------------------------------------
________________
મોઢામાં મૂકે તેમણે ભવિતવ્યતાની વાત ન કરવી. તમારા સંસારના કામમાં ભવિતવ્યતાને નામે પુરુષાર્થ મૂકી દીધો ખરો ? ઉઘરાણી લેવા જાઓ તો ભવિતવ્યતાને માની કહેવાય ? ઝાડ પર કેરી પાકે એટલી ય રાહ જોવી નથી, ઘાસમાં પકવીને ખાવી છે અને અહીં ભવિતવ્યતાની રાહ જોઈ બેસી રહેવું છે ! તથાભવ્યત્વ પરિપાક પામશે ત્યારે જઈશું – એવું કહેનારને સમજાવવું પડે કે તથાભવ્યત્વના પરિપાક માટે પુરુષાર્થ કરવો પડશે. ભવિતવ્યતા તો નિગોદમાંથી નીકળવા કામ લાગે. ચરમાવર્તકાળમાં ને વ્યવહારરાશિમાં આવેલા માટે તો પુરુષાર્થ જ કામ લાગે. આ બધું સૂઝતું નથી એમાં નિકાચિત કોટિનું કર્મ કારણ છે કે આપણું મન કારણ છે? કરોડપતિ માણસ જોઈને તેની સાથે દોસ્તી કરીને આપણું કામ કઢાવી લેવાની વૃત્તિ જાગે પણ પરમાત્મા મળ્યા પછી તેમની પ્રત્યે પ્રીતિ કેળવી લઈને આપણું કાર્ય સાધી લેવાનું મન થાય ખરું ? દુ:ખનો કાલ્પનિક ભય અને સુખનો રાગ આ સંસારમાંથી ખસવા જ દેતો નથી. સાધુપણું લેવાથી દુઃખ નથી આવતું, દુઃખ તો ભૂતકાળના પાપના ઉદયે આવે છે. એ દુઃખ ભોગવી લેવામાં આપણે કોઈના પર ઉપકાર નથી કરતા. આપણે જ ભેગું કરેલું છે તે આપણે જ પૂરું કરવું પડે, એમાં બીજા શું કરે ?
* વનરશરીરં–પરમાત્માનું આ વિશેષણ છદ્મસ્થ અને કૈવલ્યઅવસ્થામાં સાધારણ છે. એનાથી ભગવાનનું શરીરધારીપણું જણાવ્યું છે. કેટલાક લોકો શાસ્ત્રને, આગમને અપૌરુષેય (શરીરધારીએ ન બનાવેલું) માને છે, તેના નિરાકરણ માટે આ વિશેષણ છે. શરીર વિના મુખ ન હોય, મુખ વિના વચન ન હોય અને વચન વિના ઉપકાર ન થઈ શકે. અને જે પરમાત્મા માર્ગદશક ન હોય અર્થાત્ માર્ગદશનારૂપ ઉપકાર કરનારા ન હોય તો તેવા પરમાત્માને પરમાત્મા માનવાની જરૂર નથી
* અહીં અધિકારીનું વર્ણન કરતાં જણાવે છે કે : અલ્પમતિવાળા જીવો ગહન એવા શાસ્ત્રનો અવબોધ સહેલાઈથી પામી શકતા નથી. આથી તેમના અનુગ્રહ માટે આ શાસ્ત્રરચના છે. તેમ જ જે સમર્થભવ્યો છે અર્થાત્ કોઈની શેહમાં અંજાઈને ધર્મને મૂકી ન દે તેવા જીવો સમર્થ કહેવાય છે, તેમના અનુગ્રહ માટે આ રચના છે. સામર્થ્ય હોવા છતાં મતિ અલ્પ છે તેમના પર અનુગ્રહ કરવો : એ પ્રયોજન છે. જે અનુગ્રહનો ભાર ઝીલી શકે તેના પર અનુગ્રહ કરવો જોઈએ, અન્યથા અમૂલ્ય વસ્તુ વેડફાઈ જાય, માટે જ સમસ્તના બદલે વિકલ્પાન્તર તરીકે સમર્થ ભવ્યોનું ગ્રહણ કર્યું છે.
* ડોક્ટર આપણા રોગનું નિદાન કરે તે જે રીતે સાંભળીએ છીએ એ રીતે વ્યાખ્યાન સાંભળવામાં આવે તો ચોક્કસ લાભ થયા વિના ન રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૫
Page #17
--------------------------------------------------------------------------
________________
* સંસારનું સુખ તુચ્છ છે, છતાં એમાં જ જેને રતિ છે તેની મતિ પણ તુચ્છ છે એમ માનવું રહ્યું.
* પક્ષપાત એ એકાન્તે દોષ નથી અને સમદષ્ટિ એ એકાન્તે ગુણ નથી : તાત્ત્વિક પક્ષપાત એ ગુણ છે અને તત્ત્વ-અતત્ત્વનો ભેદ ભૂંસી નાંખે તેવી સમદષ્ટિ એ મિથ્યાત્વરૂપ દોષ છે.
* ભગવાનના ધર્મથી સુખ મળે છે અને દુ:ખ આવતું નથી-આ શ્રદ્ધા નથી જોઈતી. ભગવાનના ધર્મથી સંસારસમુદ્ર તરી જવાય છે અને મોક્ષમાં પહોંચાય છે : આવી શ્રદ્ધા વિના ભગવાનનાં દર્શન કે પૂજા ફળ નહિ આપે.
* કોઈના કહેવાથી ધર્મ મૂકી દે તેને ધર્મ ન અપાય. સમર્થ ભવ્ય તેને કહેવાય કે જે માબાપના કહેવાથી પણ ધર્મ છોડી ન દે. સારામાં સારી વસ્તુ તેને અપાય કે જે કોઈના કહેવાના કારણે મૂકી ન દે. હમાલ પણ કેવો શોધો ? રસ્તામાં સામાન મૂકી દે તેવો ? કે ઇષ્ટ સ્થાને પહોંચાડે એવો ? આજે વ્યવહાર સાચવવા માટે આપણે ધર્મ મૂકવા તૈયાર થઈએ ને ? આપણે વ્યવહાર સાચવવા માટે ધર્મી નથી થયા, આપણી જાતને સાચવવા માટે ધર્મી થયા છીએ: એટલું યાદ રાખવું.
* દેરાસર-ઉપાશ્રયમાં આવતા કરવા માટે આકર્ષણની જરૂર પડે, પણ દેરાસરઉપાશ્રયમાં આવી ગયેલાને આચરણ કરાવવાની જરૂર છે.
ભિખારીને ભીખ આપીએ ત્યારે પણ કાણા ભાજનમાં કે ફાટેલી થેલીમાં ન આપીએ ને ? તો ધર્મ આપનાર, સત્ત્વ-સામર્થ્ય વિનાનાને ધર્મ કઈ રીતે આપી શકે ?
** નિયમમાં આગારો એટલા માટે આપ્યા છે કે નિયમભંગના ભયથી આપણે નિયમ વિનાના રહી ન જાઈએ. આગારો સેવવા માટે નથી, સેવાઈ જાય તો નિયમનો ભંગ નથી થતો તે જણાવવા માટે છે. નિયમના આગારો એ છૂટછાટ નથી, નિયમની સુરક્ષા માટેનું બારણું છે. દિવાલમાં બારણું હોય તો ઘરમાં પેસી શકાય. તેમ જે ક્રિયાઓ આપણને આધીન નથી અને કુદરતી થઈ જાય એવી છે-એવી ક્રિયાઓ થઈ જવા છતાં નિયમ ભાંગી ન જાય તે માટે આગારો છે.
* આપણે ત્યાં એકે ક્રિયાનું પ્રાધાન્ય નથી. જે કાળે ભગવાને જે કરવાનું કહ્યું હોય તે કાળે તે કરવું એ જ પ્રધાન છે.
૧૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #18
--------------------------------------------------------------------------
________________
* જે યોગ્ય હોય તેને જ ધર્મ અપાય. આચાર્યભગવન્ત ધર્મ આપવા તૈયાર થયા છે તો આપણે આપણી યોગ્યતા પુરવાર કરવી છે. વ્યાખ્યાનમાં કરેલી વાત પણ બીજે દિવસે ભૂલી જઈએ છીએ તો કઈ રીતે કહી શકીએ કે “આપ જે આપશો તેને જિંદગીભર નહિ છોડીએ” ? શક્તિ પ્રમાણે લેવું છે પણ લીધા પછી મૂકવું નથી. નિયમ લેતાં પહેલાં સો વાર વિચાર કરવો પણ લીધા પછી પાછા નથી પડવું.
* બીજી ગાથામાં ‘સંક્ષેપથી કહીશ એમ કહ્યું આથી શિષ્ય શંકા કરે છે કે સંક્ષેપ કેમ કર્યો? સુખી-સંપન્ન માણસ ભોજન સમારંભ યોજવાને બદલે અલ્પાહાર રાખે તો શંકા પડે ને કે “અલ્પાહાર કેમ રાખ્યો ?' તેમ અહીં પણ શિષ્યને સંક્ષેપ કેમ કર્યો એવી શંકા છે. તેના નિરાકરણમાં ત્રીજી ગાથા જણાવી છે કે-શ્રુતસાગર અપાર છે, આયુષ્ય અલ્પ છે અને જીવો મંદબુદ્ધિવાળા છે. કેવળજ્ઞાન કરતાં તો શ્રુતસાગર અનંતમાં ભાગે છે તો શ્રુતસાગર અપાર હોવા છતાં તેનો બોધ કરાવી શકાય ને? આવી શંકા જાગે આથી પહેલું પ્રયોજન બતાવ્યા પછી બીજું પ્રયોજન બતાવ્યું કે આયુષ્ય અલ્પ છે. હવે ફરી શંકા થાય કે ગણધરાદિભગવન્તો અલ્પ આયુષ્યમાં પણ શ્રુતના પારગામી બની ગયા ને ? તો તેના નિરાકરણમાં ત્રીજું પ્રયોજન બતાવ્યું કે ગણધરાદિભગવન્તો પ્રકૃષ્ણ બુદ્ધિવાળા હતા, અત્યારે જીવો અલ્પબુદ્ધિવાળા છે માટે સંક્ષેપથી જણાવ્યું.
* આજે સાધુસાધ્વી પણ વાણિયાને સમજાવવા માટે ભણે, પોતાની જાતને સમજાવવા પ્રાયઃ ન ભણે. સાધુની પચીસ ભાવના(મહાવ્રતોની) ન આવડે પણ શ્રાવકોને સમજાવવા માટેની બાર ભાવના આવડે ! આ શું સૂચવે છે?
* આપણી શક્તિ ન હોય અને ન કરીએ એ બને પણ કોઈના કહેવાના કારણે સારી વસ્તુ મૂકી દઈએ – એ આપણા અસમર્થપણાને સૂચવનાર છે. આચાર્ય ભગવન્તો આપણા પર અનુગ્રહ કરે એ માટે આપણી પાત્રતા કેળવી લઈ, પુરવાર કરી આપવી
* જિનવાણીનું શ્રવણ આ અનુષ્ઠાન અલ્પ પ્રયાસથી સાધ્ય છે. નથી એને માટે શરીરની શક્તિ ખરચવી પડતી, નથી પૈસાનો ખર્ચ કરવો પડતો. માત્ર એક કલાક કે દોઢ કલાક જેટલો સમયનો ભોગ આપીએ તો આ અનુષ્ઠાન સારી રીતે આરાધી શકાય. આટલું સહેલું અનુષ્ઠાન પણ સારી રીતે નથી કરી શકતા, કારણ કે તેના પ્રત્યે આદરભાવ નથી. મોબાઈલ જેટલા આદરથી સાંભળો તેટલા આદરથી જિનવાણી સાંભળો ખરા ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #19
--------------------------------------------------------------------------
________________
* શ્રુતસાગર અપાર છે એનો અર્થ એ નથી કે એનો પાર પામી ન શકાય. વિકથાનો રસ ઓછો કરીએ, અપ્રમત્તભાવ કેળવીએ, બાહ્યપ્રવૃત્તિ ઘટાડી દઈએ, ઉપયોગ રાખીને ભણીએ, પ્રમાદ ઉડાડીને ઉલ્લાસપૂર્વક કામ કરીએ તો શ્રુતના પારને પામી શકાય.
સ. જેનું સાધ્ય મોક્ષ નક્કી હોય તેની પરિસ્થિતિ કેવી હોય ?
પુણ્યથી મળેલા સુખ ઉપર તેની કરડી નજર હોય અને જેના કારણે જ્ઞાનાદિનો ઘાત થાય એવું એક સાધન એ પાસે રાખે નહિ.
* આયુષ્ય અલ્પ છે એ વધારી શકાય એવું નથી પણ બુદ્ધિ અલ્પ છે એ વધારી શકાય એવી છે. એના માટે કસરત કરવી પડશે. કસરત કરવાથી શરીરની શક્તિ વધે ને ? તે રીતે બુદ્ધિની કસરત કરવાથી બુદ્ધિનો ક્ષયોપશમ - ગ્રહણશક્તિ વધે. નાના છોકરાઓનો આહાર કેટલો ને કસરત કેટલી ? ઊંઘમાંથી જાગે ત્યારથી હાથ-પગ હલાવવાના શરૂ થઈ જાય ને ? અને આજે મોટા થયા પછી આહાર વધ્યા પછી, કસરત બંધ થઈ ગઈ એટલે શરીર જડ-અશક્ત થયું ને?
* મહાપુરુષોનો સંક્ષેપ પણ આપણા માટે વિસ્તારરૂપ છે. જેણે દરિયો જોયો હોય તેને આ સંક્ષેપ લાગે. આપણા માટે આ ય દરિયાજેવો જ છે. એની ઉપેક્ષા કરવાને બદલે એ ભણવા માટે તત્પર થઈ જવું છે.
* પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ન કરતી વખતે “એક લોગસ્સ ન આવડે તો ચાર નવકાર' આવો જે વિકલ્પ આપ્યો છે તે અપવાદે આપ્યો છે, ન ભણવાનો પરવાનો આપવા નહિ. જેને આવડતું ન હોય તેણે શીખી લેવું જોઈએ. શીખે નહિ અને નવકારથી ચલાવે એવા માટે રજા નથી. શીખી ન શકાય એવાઓ ક્રિયા વગરના ન રહી જાય તેના માટેનો આ વિકલ્પ છે. જેને શીખવાની વૃત્તિ જ નથી એવાઓને ચલાવી લેવા માટે આ વાત નથી. વરસોથી ક્રિયા કરનારા પણ જે લોગસ્સ શીખવા માટે પ્રયત્ન ન કરે અને નવકારથી ચલાવી લે તો તેવાને ક્રિયાની રજા અપાય ? જેનાથી થતું ન હોય એને માટે અપવાદ છે, જેને કરવું ન હોય તેના માટે નહિ.
* સમજેલી વસ્તુને આચરણમાં ન લાવી શકીએ તો પણ તેને આચરણમાં લાવવાનો અધ્યવસાય પણ ન લાવીએ એટલા બધા અપાત્ર આપણે નથી બનવું.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #20
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વની પ્રાપ્તિ
* ચોથી ગાથાથી સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત થાય છે તે જણાવ્યું છે. સમ્યગ્દર્શન પામવાની વસ્તુ છે. અનાદિકાળથી આપણે મિથ્યાદષ્ટિ છીએ એ વાત આપણને માન્ય છે ને ? આપણે મિથ્યાદષ્ટિ છીએ છતાં કોઈ આપણને મિથ્યાત્વી કહે એ ગમે ખરું ? આપણને ભગવાનના વચન પ્રત્યે શ્રદ્ધા કેટલી? અને સંસારનું સુખ કેટલું ગમે? અવિરતિ જેને ગમે તેને સમ્યગ્દર્શન છે એવું કહેવાનું કામ કપરું છે.
ચોથી ગાથામાં જણાવ્યું છે કે મિથ્યાત્વરૂપી મહામોહના અંધકારથી મૂઢ બનેલા જીવોને પુણ્યથી, કોઈક નિમિત્ત પામીને દુર્લભ એવો સમ્યકત્વનો પરિણામ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વ એ આત્માનો ગુણ છે. એને પેદા નથી કરવાનો, પ્રગટ કરવાનો છે. અહીં પુણ્યથી સમ્યકત્વ મળે છે એમ કહ્યું છે-એનો અર્થ એ છે કે સમ્યકત્વનો પરિણામ પ્રગટ કરવામાં નિમિત્તો પુણ્યથી મળે. પૈસો પુણ્યથી મળે કે પુરુષાર્થથી ?
સ. બંન્ને જોઈએ.
તેમ અહીં પણ સમ્યકત્વ પામવાની સામગ્રી પુણ્યથી મળે અને એ સામગ્રી પામ્યા પછી સામગ્રીનો ઉપયોગ કરવા માટે પુરુષાર્થ કરીએ તો જ સમ્યકત્વનો પરિણામ પ્રગટે. પુણ્યથી મળેલ સામગ્રી પણ પુરુષાર્થ કરવામાં આવે તો જ પરિણામને પ્રગટાવે. પરિણામ પેદા કરવા માટેની વસ્તુ પુણ્યથી મળે છે પણ પરિણામ તો પુરુષાર્થથી પ્રગટે. સમ્યકત્વ શેનાથી મળે છે એ જણાવવા પહેલાં સમ્યકત્વ શેનાથી અટકેલું છે - તે જણાવવાનું કામ કર્યું છે. સમ્યકત્વ પામવાની સામગ્રી પુણ્યથી મળે પણ એ સામગ્રી કાર્યાન્વિત ન બને તે મહાપાપનો ઉદય. જૈનધર્મ પામ્યા પછી આપણે સમ્યગ્દર્શન પામી ન શકીએ તો તે આપણા મહાપાપનો ઉદય છે એમ માનવું પડે. આજે આપણે સામગ્રી મળવા છતાં સમ્યત્વ પામી નથી શકતા એ પ્રભાવ મહામોહનો છે. મોહ અને મહામોહમાં ભેદ છે. મોહ બે પ્રકારનો છે : દર્શનમોહ અને ચારિત્રમોહ. વીતરાગતાને અટકાવે તે ચારિત્રમોહ અને સમ્યકત્વને અટકાવે તે દર્શનમોહ. ચારિત્રમોહ એટલે અવિરતિ અને દર્શનમોહ એટલે મિથ્યાત્વ. તેમાંથી અવિરતિ એ મોહ છે અને મિથ્યાત્વ એ મહામોહ છે. કારણ કે અવિરતિ કરતાં મિથ્યાત્વનો ઉચ્છેદ કરવો – એ કપરું છે અને સાથે અવિરતિ કરતાં મિથ્યાત્વની સ્થિતિ પણ ગુરુ છે. ચારિત્રમોહની સ્થિતિ (ઉત્કૃષ્ટ) ચાલીસ કોટાકોટિ સાગરોપમની છે જ્યારે મિથ્યાત્વમોહની સ્થિતિ (ઉત્કૃષ્ટ) સિત્તેર કોટાકોટિ સાગરોપમની છે. અવિરતિ મોહ હોવા છતાં તે ભાનમાં રાખે છે. જ્યારે મિથ્યાત્વ એ એવો મોહ છે કે જેમાં ભાન, સાન, જ્ઞાન બધું જ ગુમાવી બેસીએ છીએ. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #21
--------------------------------------------------------------------------
________________
આથી જ તેને મહામોહ કહેવાય છે. જ્યારે અવિરતિ ભાન, જ્ઞાન, સાનને જીવતાં રાખે છે-આથી તેને મહામોહ નથી કહેતા. અવિરતિ કરતાં પણ અવિરતિ ઉપાદેય લાગે તે વધુ ભયંકર છે, કારણ કે એ સંસારમાં રખડાવે છે. મિથ્યાત્વની હાજરીમાં અનુબંધ ખરાબ પડે છે, અવિરતિના ઉદ્દયમાં બંધ ખરાબ પડવા છતાં સમ્યક્ત્વના યોગે અનુબંધ સારો પડે છે. સુખનો ભોગવટો ગુણની આડે નથી આવતો. સુખને ભોગવવા જેવું માને એ ગુણની આડે આવે છે. મિથ્યાત્વ જાય તો સંસારના સુખનો સ્વાદ ઊડી જાય છે, માટે મિથ્યાત્વ કાઢવાનું કપરું લાગે છે. સંસારના સુખનો સ્વાદ ઊડી જાય એ પાલવે એવું નથી, આથી મિથ્યાત્વ ટાળવું અઘરું લાગે છે, બાકી મિથ્યાત્વને દૂર કરવું અઘરું નથી. જેને મિથ્યાત્વનો ઉદય પણ ન ગમે, બંધ પણ ન ગમે અને સત્તા પણ ન ગમે તે ક્ષાયિક સમ્યક્ત્વ પામી શકે.
--
* આપણે શરીર ખાતર ધર્મ છોડીએ કે આત્મા ખાતર પાપ છોડીએ ? આજે આપણે પાપ નથી કરતા તે કયા કારણે ? પાપ ગમતું નથી માટે કે પાપ કરવાના સંયોગો નથી માટે ?
* અપેક્ષાના કારણે પાપ બંધાય છે, સંપર્કના કારણે નહિ. ઘરના લોકોની સાથે સંપર્ક ઓછો હોય તોપણ તેમની અપેક્ષા પડેલી હોવાથી પાપ વધુ બંધાય છે અને બહારના લોકો (મુસાફરી વગેરેમાં) સાથે સંપર્ક વારંવાર થવા છતાં તેમની પ્રત્યે ઉપેક્ષા હોવાથી તેમના કારણે તેવો પાપબંધ નથી થતો.
* મારા ગુરુમહારાજ કહેતા કે, ધર્માત્મા કર્મયોગે પરણે તોપણ તે પોતાને ત્યાં આવેલ પાત્રને કહે કે – કર્મના યોગે તારો ને મારો સંયોગ થઈ ગયો છે પણ તારા રાગથી હું કે મારા રાગથી તું પાપ ન બાંધી બેસીએ : એ રીતે આપણે જીવવું છે.
* શક્તિ મુજબ ધર્મ કરવો છે, એ બરાબર, પણ એની સાથે બીજું આ વાક્ય યાદ રાખવું છે કે શક્તિ મેળવીને ધર્મ કરવો છે. ખાવાપીવા કમાવવા માટે પુરુષાર્થ કરે, શક્તિ મેળવવા પ્રયત્ન કરે, શક્તિ મેળવીને કરે અને ધર્મ શક્તિ હોય તો કરવો છે - આ બરાબર છે
* ‘નથી મળ્યું’ માટે ધર્મ નથી કરતા કે ‘નથી છોડવું' માટે નથી કરતા ?
* અમારી પાસેથી નિયમ લઈને જાઓ અને ઘરના લોકોના કહેવાના કારણે છૂટછાટ લેવા આવો અને તેમાં ગણાભિયોગ, બલાભિયોગ વગેરે ગણાવો - એ સમર્થભવ્યનાં લક્ષણ નથી.
એમાં
२०
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #22
--------------------------------------------------------------------------
________________
* ખાવાના કારણે તપ થાય છે - એવું નથી, ખાવાનું ન ગમે તો ત૫ મજેથી થાય. અવિરતિ ગમે તે તપ ન કરી શકે, અવિરતિ જેને ખરાબ લાગે તે તપ સારામાં સારો કરી શકે. ધર્મ નથી કરતા તેમાં અશક્તિ કામ કરે છે કે આસક્તિ?
* મરણના ભયે જેમ ભૂખ ભુલાઈ જાય તેમ સંસારનો ભય લાગે તેને ભૂખ ન સતાવે. કકડીને ભૂખ લાગી હોય અને ઝાડ નીચે દાબડા ખોલી બેઠા હો અને વાઘ આવ્યો’ ની બૂમ આવે તો શું કરો ? ભૂખ શરીરને લાગે છે, આત્માને નહિ. ધર્મ એ આત્માનો ગુણ છે, શરીરના કીધે મૂકી નથી દેવો. ધર્મ માટે પ્રાણ છડે પણ પ્રાણ ખાતર ધર્મ ન ઇંડે – તે સમર્થભવ્ય; તે સમ્યકત્વ પામવા માટે લાયક છે. ધર્મનું મૂલ્ય સમજાઈ ગયા પછી સત્ત્વ કેળવ્યા વિના નહિ ચાલે.
* મિથ્યાત્વરૂપી અંધકારથી મૂઢ થયેલા માણસો બચે તો પુણ્યના યોગે જ બચે. બાકી પાપનો ઉદય ચાલતો હોય તો ભગવાનના સમવસરણમાં ય સમકિત ન પામી શકાય. આ કાળમાં મોક્ષ મળે તેમ નથી તો મહેનત વધારવી છે કે માંડી વાળવી છે? એકાસણાં કરીને ચારિત્ર ન મળ્યું તો આયંબિલ કરવાં છે ?
* આચાર્યભગવન્તની હાજરી એ નિશ્રા નથી, હૈયામાં પ્રતિબિંબ પડેલું હોય તે જ નિશ્રા. આચાર્યભગવન્ત ગયા પછી પણ તેમનું વચન આપણી પાસે છે ને ? તેમણે બતાવેલા ભગવાનના માર્ગે ચાલવા માંડવું – એ જ તેમની નિશ્રા છે.
* કુટુંબને સમ્યત્વ પમાડવાની લાયકાત હોવા છતાં આપણો મોહ તો આપણને નડ્યો, સાથે બીજાનો મોહ પણ નડવા માંડ્યો. જ્ઞાની પાછળ અજ્ઞાની જાય કે અજ્ઞાની પાછળ જ્ઞાની જાય ? તમારી પાછળ કુટુંબ આવે કે કુટુંબ પાછળ તમે જાઓ?
* આ યુગ ભલે બદલાય પણ ભગવાનનું વચન નહિ બદલાય, તો શું કરવું છે? ભગવાનનું વચન માનવું છે કે છોડી દેવું છે? તમને ન સમજાય તો એક વાર જ નહિ, દસવાર - સોવાર સમજાવું પણ સમજાયા પછી શું કરવું છે ? માનવું છે કે એવાને એવા રહેવું છે ? અતિમાની ચાલશે પણ માન મૂકવાની તૈયારીવાળો જોઈએ. સાચું સમજાયા પછી દાસ થઈને રહેવાની તૈયારીવાળો હોય તો કામ લાગે. મરતાં મરતાં પણ ભગવાનની વાત માનીને – લઈને જવું છે, આપણી વાત મૂકીને જ જવું છે.
* ધર્મને અધર્મ, અધર્મને ધર્મ, હેયને ઉપાદેય, ઉપાદેયને હેય માનીને મોહના અંધકારમાં ભટક્યા જ કરીએ છીએ. આવા વખતે પુણ્યથી જે થોડીઘણી સામગ્રી મળી છે તેનો ઉપયોગ કરી લેવો છે, બહાર ભટકવું નથી. સમ્યકત્વપ્રાપ્તિની સહાયક સામગ્રી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #23
--------------------------------------------------------------------------
________________
પંચેન્દ્રિયસ્વાદિ પુણ્યથી જ મળે છે માટે પુણ્ય પર ભાર આપ્યો છે બાકી તો એ સામગ્રીની હાજરીમાં પણ મિથ્યાત્વના ક્ષયોપશમ વિના સમ્યત્વ નથી જ મળતું. આથી આપણે પરિણામ પર ભાર આપવો છે. જે મળી ગયું છે તેના પર ભાર નથી આપવો, જે મેળવવાનું બાકી છે તેના પર ભાર આપવો છે.
* આપણા ગુણો આપણી પાસે જ છે, કર્મે આપણને સામગ્રી આપી છે, થોડો થોડો પ્રયત્ન કરવામાં કષ્ટ નથી માટે આ દિશામાં આપણે થોડો પુરુષાર્થ કરી લેવો છે. જ્યાં સુધી ધર્મ હૈયામાં પરિણામ નહીં પામે ત્યાં સુધી ગુણો મેળવવાનો પ્રયત્ન નહીં
થાય.
સ. ધર્મ ગમ્યો એનું લક્ષણ શું?
દુઃખ પડે તોપણ ધર્મ છોડે નહીં, અને સુખ છોડવાનો પ્રયત્ન થાય તો સમજવું કે ધર્મ ગમ્યો છે. દવા ગમી ક્યારે કહેવાય ? ઊલટી થાય તો પણ લે એને દવા ગમી કહેવાય ને ? આજે આપણને ધર્મ ગમે છે કે સુખ ગમે છે? આપણી સુખની આસતિએ આપણી સમજાણ ઉપર આવરણ ચઢાવી દીધું છે. ભણેલા જ્ઞાનીઓને અંધાપો લાવવાનું કામ મોહ કરે છે. એક વાર જ્ઞાનને નકામું બનાવી દીધા પછી ગુણોને લૂંટી લેવાનું કામ મોહ કરે છે – આવું જાણવા છતાં આપણું નિદ્રા – વિકથાદિ પ્રમાદ કરવાનું કામ ચાલુ છે ને ? એના વિના આપણને ન ફાવે ને ? જ્ઞાન ભુલાઈ જાય તો વાંધો નહીં પણ વાતો કર્યા વગર ન ચાલે ને? ઊંધ્યા વગર ન ચાલે ને ? આ તો સામાન્ય વાત છે ને ? આમાં કરોડો ખરચવાના નથી ને ? ગઈ કાલની રહેણી-કરણી, ખાન-પાન વગેરે બધું આજે વધ્યું ને ? જ્ઞાનાદિ ગુણો કેટલા વધ્યા એવું આજે ધર્મ કરનારને પૂછીએ તો શું જવાબ મળે? સ્કૂલનું લેસન બાર વાગ્યા સુધી કરનારા અહીં ધોળે દિવસે પણ ન ભણે ને ?
સ. ધર્મ એટલે શું?
ધર્મ એટલે આત્માનો પરિણામ. વર્તમાનમાં આપણે જે ધર્મ કરીએ છીએ એ આત્મપરિણામ સ્વરૂપ છે કે નહીં તે તપાસવાની જરૂર છે.
* પુણ્ય પચાવી જાણે એમને મહાપુરુષ કહેવાય. સ. પુણ્ય પચાવવું એટલે શું?
પુણ્યના ઉદયથી મળતી અનુકૂળતા હૈયાને સ્પર્શે નહીં અને પુણ્ય પચાવ્યું કહેવાય. તમારી ભાષામાં પૈસો પચાવવો એટલે શું ? ગમે તેટલા પૈસા હોય તોય હૈયામાં
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #24
--------------------------------------------------------------------------
________________
અભિમાન નહીં એ જ ને ? તેમ પુણ્ય માટે સમજી લેવાનું. ઔદયિકભાવનો સ્પર્શ પૂરો હોય અને ક્ષયોપશમભાવનો સ્પર્શ જરા પણ ન હોય એવા પુણ્યને શું કરવું? મહાપુરુષોને આવેલો પાપનો કે પુણ્યનો ઉદય સારો પરન્તુ આપણો પુણ્યનો કે પાપનો ઉદય સારો નહીં. આત્માના ગુણો સચવાતા હોય તો દુઃખને પણ આવકારી લઈએ અને આત્માના ગુણો નાશ પામતા હોય તો સુખને પણ લાત મારીએ-આવી ભાવના જે દિવસે જાગશે એ દિવસે મહાપુરુષની યોગ્યતા આપણામાં આવી છે – એમ સમજવું.
* પુણ્યનો ભોગવટો ન કરે અને ભગવાનના શાસનની અવિહડ પ્રીતિ જાળવ્યા કરે એવા મહાપુરુષ બની શકે અને આવા આત્માઓ જ ઉપકાર કરી શકે.
* દુનિયાના દુઃખને ભુલાવી નાંખે અને સુખનો પડછાયો પણ ન પડવા દે એનું નામ મહાપુરુષ. દુઃખને દૂર કરે અને સુખ મેળવી આપે એ મહાપુરુષ નહીં.
* મોહને શાસ્ત્રમાં ચોર(મલિવુચ)ની ઉપમા આપી છે. પહેરેલાં કપડાંને પણ લૂંટી લેવાનું કામ ચોરી કરતા હોય છે, તેમ મોહ પણ ગુણોને લૂંટી લેવાનું કામ કરે છે. પૂજા ભગવાનની કરીએ અને માનીએ મોહનું ને? મોહ શત્રુરૂપે લાગ્યો નથી. જે વ્યક્તિ શત્રુરૂપે લાગી હોય તેની સોના જેવી ચીજ પણ આપણે ન લઈએ ને ? એની ગમે તેવી સારી વાત હોય તોપણ કાને ન ધરીએ ને ? માટે એક વખત મોહને શત્રુરૂપે ઓળખી લેવો છે. મોહને શત્રુરૂપે ઓળખી લઈએ તો સમ્યગ્દર્શનને આવતાં વાર નહીં લાગે.
* પાપવ્યાપારનો ત્યાગ ન કરે એને ગુણ ન મળે. અવિનયથી વિરામ ન પામવા રૂપ આશ્રયસ્થાનનો ત્યાગ થાય ત્યારે જ્ઞાન મળે. આટલી પણ વિરતિ ન ગમે એને શ્રુતસામાયિક પણ ન અપાય.
* પુણ્ય ગમે તેટલું ઉત્કટકોટીનું હોય પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર ન હોય તો ઉપકાર ન કરી શકે.
* એક સો અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિની અપેક્ષાએ અને આઠ મૂળ પ્રકૃતિની અપેક્ષાએ પણ એક મિથ્યાત્વમોહનીયની સ્થિતિ જ સિત્તેર કોટાકોટી સાગરોપમ જેટલી છે માટે મિથ્યાત્વને મહામોહ કહેવાય છે. અનન્તા ગુણોને અનન્ત કાળ સુધી રોકી રાખે છે માટે પણ મિથ્યાત્વને મહામોહ કહેવાય છે. બંધમાંથી અને ઉદયમાંથી જ્યાં સુધી મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી ગુણની પ્રાપ્તિ નથી થતી.
* આપણને જ્ઞાનાદિગુણો અનુભવવા નથી મળ્યા એનું દુઃખ છે કે સુખ અનુભવવા નથી મળ્યું એનું દુઃખ છે? ધન ન મળે તો ચાલે કે જ્ઞાન ન મળે તો ચાલે?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain-Educatien International
Page #25
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી ‘સુખ અનુભવવા નથી મળ્યું અને ધન નથી મળ્યું' એનું દુ:ખ હશે ત્યાં સુધી મિથ્યાત્વ પડયું છે જ.
* આંખે ગમે તેટલું સારું દેખાતું હોય પણ જ્ઞાનચક્ષુ ન હોય તો આપણે આંધળા જ છીએ.
* જેટલું કામ અશાતાવેદનીયને ખપાવવા માટે કરીએ છીએ તેટલું મિથ્યાત્વમોહનીયને ખપાવવા કરીએ છીએ ખરા ? પારકું સુખ ભોગવવા નથી મળતું એની જેટલી ચિંતા છે એટલી સ્વભાવનું સુખ ભોગવવા નથી મળતું એની છે ખરી ? મિથ્યાત્વને ઉલેચવાનું અને એમાંથી બહાર નીકળવાનું મન ન હોય તેવા વખતે સમ્યગ્દર્શનની વાત કરવી એ કપરાં ચઢાણ ચઢવા જેવું છે. જેને ખાવું જ નથી એવાની આગળ રસોઈ ધરવી એ નકામી જ છે ને ? જેનું ભાન આપણને ન' તું, આપણા જે ગુણોનો પરિચય આપણને ન'તો એવા વખતે મહાપુરુષોએ આપણને એનું ભાન કરાવી આપ્યું તો એ આપણને ગમવું જોઈએ ને ? વિમલનાથ ભગવાનના સ્તવનમાં પૂ. યશોવિ. મ. એ લખ્યું છે ને કે – ‘ભવ અનંતમાં દરિસન દીઠું..... કર્મવિવર ઉઘાડે જી...' અત્યાર સુધી આપનાં દર્શન ન’તાં થયાં હવે આપનું દર્શન થયું, આપે અમારી આંખો આંજીને જ્ઞાન આપ્યું. હવે કરોડો કપટ કરીને કોઈ સમજાવે તોપણ કોઈની વાત હું નહીં માનું.... આ બધું એમણે સ્તવનમાં ગાયું ને ? આપણા શાસ્ત્રકારોની વાત સાંભળ્યા પછી હવે બીજે જવાની જરૂર નથી - એવું તમને લાગ્યું ખરું ? ગુણોનો આવિર્ભાવ કરવાનું સાધન આપણી પાસે હોય છતાં બહાર ભટક્યા કરીએ તો લાગે ને કે – અર્થિપણું નથી ? આવાને અમે આ બધું સમજાવીએ તો લાગે ને કે અમે અવળો પુરુષાર્થ કરીએ છીએ ?
-
* આપણને આપણું મિથ્યાત્વ ગમે છે એનું કારણ એ છે કે – એ આપણને સુખ ભોગવવા દે છે. સુખ ભોગવવા મળે, દુ:ખ જતું રહે અને પાપ કરતા રહીએ માટે જ મિથ્યાત્વને કાઢવાનું આપણને ગમતું નથી. ગમતી વસ્તુ છોડાવવી એ બહુ કપરું
છે.
સ. મિથ્યાત્વ કાઢવા કષ્ટ વેઠવું પડે.
કાદવ લાગ્યા પછી પગ સાફ કરવો પડે – એના જેવી આ વાત છે. આપણને મિથ્યાત્વ એ કાદવરૂપ લાગ્યો નથી, કસ્તુરીનો લેપ જ લાગે છે ને ? માટે જ કાઢવા માટે મહેનત થતી નથી ને ? આપણને જે જોઈએ છે એ મિથ્યાત્વથી જ મળે છે એવું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૪
Page #26
--------------------------------------------------------------------------
________________
આપણને લાગે છે ને ? જે આપણને દેખાતું ન'તું, સંભળાતું ન'તું, જણાતું ન'તું તે બતાવવાનું કામ શાસ્ત્રકારોએ કર્યું છે. શાસ્ત્રકારોની વાત સાંભળતાં પણ પ્રેમ ઊપજે તો સમજવું કે આપણામાં લાયકાત પ્રગટી છે.
* જ્ઞાની ભગવન્તો જે વસ્તુને ખરાબ કહે એ વસ્તુ આપણને સારી લાગે એ મિથ્યાત્વનો પ્રભાવ છે. મિથ્યાત્વને ઓળખવા ન દે એવું મહામિથ્યાત્વ છે. મિથ્યાત્વ મંદ પડે ત્યારે મિથ્યાત્વ ઓળખાય. ગાઢ અંધકાર છે એવું પણ જેની આંખ નિર્મળ છે એને સમજાય. આંધળો, અંધકાર અને પ્રકાશના ભેદને ઓળખી ન શકે.
* મિથ્યાત્વ ખરાબ છે – એવું જ્ઞાની ભગવન્તના વચનથી માની લેવું છે કે ખાતરી કરવા બેસવું છે? દૂધપાક ઝેરવાળો છે – એવું કોઈ કહે તો માની લો કે ખાતરી કરવા બેસો? આપણને મિથ્યાત્વ ખરાબ નથી લાગતું તેથી મિથ્યાત્વ નથી એવું ન બોલાય ને ? આપણે બેભાન થયા એની ખબર ક્યારે પડે? ભાનમાં આવીએ ત્યારે ને ? એવી રીતે મિથ્યાત્વ મંદ પડે ત્યારે મિથ્યાત્વ ખરાબ છે એવું સમજાય. આપણું મિથ્યાત્વ મંદ નથી પડ્યું, ગાઢ છે એ આપણી પ્રવૃત્તિ ઉપરથી નક્કી થાય ને? ગઈ કાલ સુધી સુખ ભોગવવા પાપ ન'તા કરતા આજે પાપ વધારે કરીએ છીએ ને ? કાવાદાવા કરીને પણ સુખ ભોગવવાનું શરૂ કર્યું ને? કાવાદાવા કર્યા પછી પુરાવા સાથે પકડાઈ ગયા પછી તો મારી સમજફેર થઈ હશે એમ કહીને છૂટી જઈએ ને? આટલું પણ નક્કી કરવું છે કે - જ્યાં સુધી સમજ ન હોય ત્યાં સુધી બોલવું નહીં, સમજ મેળવીને જ બોલવું? જેટલા જેટલા મહાપુરુષો થયા એ મિથ્યાત્વને કાઢીને જ થયા
છે.
સ. મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધો એક કાણો રે.... આનો અર્થ શું છે?
અંધ એટલે બિલકુલ જોઈ ન શકે છે. અને કાણો એટલે જે બરાબર જોઈ ન શકે તે. અભવ્યો મોક્ષને માનતા જ નથી માટે તેઓ અંધજેવા છે અને અન્યદર્શનકારો મોક્ષને માનતા હોવા છતાં તેના સ્વરૂપને બરાબર જાણતા નથી માટે તેઓ કાણાજેવા છે. આ રીતે ભગવાનના શાસનના મોક્ષરૂપ તત્ત્વને અભવ્યો અને મિથ્યાત્વી એવા અન્યદર્શની ઓળખી શકતા નથી.
* મિથ્યાત્વની હાજરીમાં ગમે તેટલું સુખ મળતું હોય, દુઃખ જતું હોય તોપણ મિથ્યાત્વ સારું નથી જ. તપ કરવા તૈયાર થયા પછી મોહ આવીને કહે કે – તપ કરવો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #27
--------------------------------------------------------------------------
________________
હશે તો દૂધ વિના નહીં ચાલે અને ગુરુભગવન્ત કહે કે – તપના પારણે દૂધની જરૂર નથી તો આપણને કોણ ગમે? મોહ જ સારો લાગે ને ?
સ. ધર્મ કરવા છતાં મિથ્યાત્વ ન જાય-એ કઈ રીતે ?
પુણ્ય બાંધવા, સુખ મેળવવા, દુઃખ દૂર કરવા માટે ધર્મ કર્યો માટે મિથ્યાત્વ ન ગયું. દવા પણ રોગ દૂર કરે, પણ ક્યારે ? અપથ્ય ન ખાઈએ તો ને? ધર્મ કરતી વખતે સુખનો રાગ રાખેલો હોય તો એ ધર્મ મિથ્યાત્વને દૂર કઈ રીતે કરે ? આજે તમે કહેશો ખરા કે ધર્મ શેના માટે કરો છો ? રાગને મારવા ધર્મ કરવો હોય તો હું કહું છું તેમ કરવા માંડો - જ્યાં પવન આવતો હોય ત્યાં પ્રતિક્રમણ કરવા ન બેસવું. ધર્મ કરતી વખતે અનુકૂળતા ન શોધવી.
સ. સંસારના સુખ કરતાં મોક્ષનું સુખ ચઢિયાતું છે એવું લાગે તો મિથ્યાત્વ મંદ પડ્યું કહેવાય ને ?
કહેવાય, પણ લાગે છે ખરું? હૈયાને પૂછી જોજો ? અગ્નિ ગરમ છે એ ખબર પડ્યા પછી પાછા ખસો કે અડવા માટે મહેનત કરો ? સંસારના સુખ કરતાં મોક્ષસુખ ચઢિયાતું લાગે છે તો હવે સંસારનું સુખ જોઈતું નથી ને?
સ. નથી જોઈતું.
જે છે એ કાઢી નાંખવું છે ને ? તમે એમ કહી શકો ખરા કે – “નથી છોડાતું એ કમનસીબી છે પણ એટલો બધો મૂરખ નથી કે નવું ભેગું કરું ? આજથી નક્કી કરો કે – જે છે એનાથી નભાવવું છે, નવું નથી વસાવવું.
* સુખ તરફથી નજર ખસતી નથી અને દુઃખ તરફ કરડી નજરે જોઈએ છીએ. સમ્યકત્વ હોય તો દેવલોકનું સુખ પણ નડતું નથી એમ માનીને બેઠા છીએ ને ? દેવલોકનું સુખ પણ મારી નાખશે એવું જે દિવસે લાગશે તે દિવસે મિથ્યાત્વ હલવા માંડશે. જમવા બેઠા પછી ભાણામાંથી બે વસ્તુ કાઢીને મૂકીએ તો સમજવું કે મિથ્યાત્વ કાઢવાનો પુરુષાર્થ ચાલુ છે. ઘણી વસ્તુ હોવા છતાં ‘આ કેમ નથી બનાવ્યું એવું કહીએ તો માનવું પડે કે મિથ્યાત્વ હલ્યું નથી.
* તમારી પાસે કેટલું ધન છે-એવું તમને કોઈ પૂછે તો તમે તમારા ધનનો આંકડો ન આપો પણ ગુપ્ત રાખો તેમ સાધુભગવન્તનો તપ એ એમનું ધન છે માટે કોઈ તેમને પૂછે કે “તમે કયો તપ કરો છો તો તે કહે નહીં, ગુપ્ત રાખે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #28
--------------------------------------------------------------------------
________________
* વૃક્ષને ઉગાડવા માટે પાણી જોઈએ તેમ વૃક્ષને જિવાડવા - લીલુંછમ રાખવા માટે પણ પાણીની જરૂર પડે. તેવી રીતે ચારિત્રધર્મને પામવા સમ્યકત્વ જોઈએ અને ચારિત્રની સ્થિરતા, નિર્મળતા માટે પણ સમ્યત્વની નિર્મળતા જરૂરી છે.
* સમ્યત્વ પામવા માટે મિથ્યાત્વની નિર્જરા કરવી પડે તે માટે તપ જરૂરી છે. ખાવાપીવામાં જિંદગી વિતાવે તેને સમ્યકત્વ ન મળે, તે માટે પણ તપ કરવો પડે. સાધુભગવન્તને સ્વાધ્યાય માટે, વિનયવૈયાવચ્ચ માટે સમય મળે માટે તેઓ તપ કરે છે. એકાસણાં કરે એટલે શરીરને ટેકો પણ મળે અને ખાવાપીવાનો સમય બચવાથી સ્વાધ્યાયાદિ થાય, શરીરને કષ્ટ પડવાથી મિથ્યાત્વ-ચારિત્રમોહનીયાદિ કર્મની નિર્જરા થાય. ભગવાનને મોક્ષે જવાની ખાતરી હોવા છતાં બાહ્ય તપ કર્યો અને કેવળજ્ઞાન મળી ગયું છતાં એકાસણાં છોડ્યાં નહિ ને ? તો આપણે મેળવવાનું બાકી હોવા છતાં તપ ન કરીએ એ ચાલે ? જે માર્ગે ભગવાન ચાલ્યા તે માર્ગ ભગવાન પણ છોડતા નથી તો આપણે છોડી દેવાનો ? સાધનાકાળમાં ઉત્કટકોટિના બાહ્ય તપ સાથે ભગવાન ઉત્કટકોટિનો અભ્યન્તર તપ કરતા હતા. બાહ્ય તપ ન હોય તો અત્યંતરતપમાં ખામી આવવાની જ. અભ્યન્તર તપ ટકાવવા બાહ્યતમ કરવાનો અને અભ્યતર તપ વધે તેમ બાહ્ય તપ પણ વધે. પરસ્પર સાધ્યસાધકભાવ છે.
સ. તપથી સમ્યકત્વ કેવી રીતે મળે? તામલીતાપસને ન મળ્યું ને ?
તેની પાસે અજ્ઞાન હતું માટે ન મળ્યું. અજ્ઞાન ટાળીને કે ટાળવા માટે તપ કરે તો સમ્યત્વ મળ્યા વિના ન રહે.
* આપણું પુણ્ય ઓછું છે માટે સમ્યકત્વ નથી મળતું એવું કહી શકાય તેમ નથી. આપણા પુણ્યની તો લોકોને ઈર્ષ્યા આવે એવું છે. જનમતાંની સાથે વીતરાગ દેવ મળ્યા, પ્રવચનપ્રભાવક ગુરુ મળ્યા, કેવલીકથિત ધર્મ મળ્યો, ધંધા માટે પણ એવા
સ્થાને આવ્યા કે જોઈએ એટલાં જિનાલયોનાં તથા સાધુ-સાધ્વી ભગવન્તોનાં દર્શનવંદનનો લાભ સહેજમાં મળે અને ધારીએ તો જિનવાણીનું શ્રવણ નિત્ય કરી શકીએ એવી બધી જ અનુકૂળતા મળી છે. આમ છતાં સમ્યકત્વ પામવા મહેનત ન કરીએ તો સમ્યત્વ જોઈતું જ નથી : એમ માનવું પડે ને?
* વ્યાખ્યાન, સાંભળવા આવો છો કે યાદ રાખવા ? યાદ રહી જાય એ વાત જુદી પણ યાદ રાખવા માટે સાંભળવું છે – એવો ભાવ તો નથી જ ને? ધંધાના ભાવ, વગર મહેનતે પણ યાદ રહી જાય છે ને? અહીં મહેનત કરવી નથી, ને ઊંચું તત્ત્વ છે એમ કહીને જતા રહેવું છે ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
-
૨૭
Page #29
--------------------------------------------------------------------------
________________
* પ્રામાણિક માણસો પોતાની શક્તિ હોય ત્યાં સુધી બીજાની રક્ષા કરે.
-
* શ્રેણિતપ ગુણશ્રેણિ ચઢવા માટે કરવાનો છે. તેની છ બારી છઠ્ઠા ગુણઠાણે જવા માટે છે. ક્રોધનું પહેલું ચિહ્ન આહારત્યાગ છે. તેમ જેને કર્મો પ્રત્યે, પાપ પ્રત્યે નફરત જાગે તેનામાં આ તપનું – આહારત્યાગનું ચિહ્ન દેખાયા વિના ન રહે. આહારસંજ્ઞા તોડવી છે, અવિરતિનો આનંદ નથી માણવો. આહારત્યાગ અને કષાયત્યાગ રૂપ વિરતિનો આનંદ માણવો છે એ માટે તપ કરવાનો છે. તપ કરવો એટલે ફળપ્રાપ્તિ માટે ઉત્કટ પુરુષાર્થ કરવો. શ્રેણિતપનું ફળ છઠ્ઠા ગુણઠાણાની પ્રાપ્તિ છે. આસો મહિને પારણું કરી કારતક મહિને દીક્ષા લેવી છે. તપનું ઉજમણું કરવું એટલે સંસારનું ઉઠમણું કરવું : આ જ એક હેતુથી તપ કરવો છે, બીજા કોઈ વિપરીત કે મલિન આશયથી તપ નથી કરવો. નહિ તો આટલું બધું કષ્ટ પણ એળે જશે.
આજે તમારી-અમારી તકલીફ એ છે કે સમ્યક્ત્વ પામવાનો જેટલો અધ્યવસાય છે તેટલો મિથ્યાત્વને કાઢવાનો નથી. સમ્યક્ત્વ પામવું છે, પણ મિથ્યાત્વ કાઢવું નથી – ખરું ને ?
* શાસ્ત્રકારો કહે છે કે પુણ્યથી સમ્યક્ત્વ મળે : આવું સાંભળ્યા પછી પુણ્યથી આપણે શું સમજીએ ?
સ. જેનાથી સુખ મળે તે પુણ્ય.
શાસ્ત્રકારોએ એવો અર્થ નથી કર્યો. સમ્યક્ત્વ ક્ષયોપશમભાવનું છે. એ ક્ષયોપશમભાવ જે પુણ્યપ્રકૃતિ ઉદ્દયમાં વર્તતી હોય ત્યારે મળે તેને અહીં આવશ્યક તરીકે જણાવી છે. અહીં પુણ્યપ્રકૃતિ તરીકે પંચેન્દ્રિયજાતિનામકર્મ, ત્રસનામકર્મ, બાદરનામકર્મ, પર્યાપ્તનામકર્મ વગેરેનું ગ્રહણ કર્યું છે. આપણે તો પુણ્યપ્રકૃતિ તરીકે કોને ગણીએ ? શાતાવેદનીય, યશનામકર્મ, આદ્રેયનામકર્મ, પરાઘાતનામકર્મ, સૌભાગ્યનામકર્મ આ બધી જ પ્રકૃતિ યાદ આવે ને ?
સ. ‘આદિ’ પદથી લઈ શકાય ને ?
‘આદિ’ પદથી પણ તત્સમ (સદશ-સરખું) જે હોય તેનું ગ્રહણ થાય, વિરોધીનું નહિ. પંચેન્દ્રિયપણા વિના કે ત્રસપણા વિના સમ્યક્ત્વ નથી મળતું, જ્યારે શાતાવેદનીયના ઉદય વિના પણ સમ્યક્ત્વ મળે છે તો તેનું ગ્રહણ કઈ રીતે કરાય ? જેના વિના સમ્યક્ત્વ ન મળે એવી પુણ્યપ્રકૃતિનું ‘આદિ’ થી ગ્રહણ કરવું. શાતાના
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૮
Page #30
--------------------------------------------------------------------------
________________
કારણે ધર્મ થતો નથી અને અશાતાના કારણે ધર્મ અટકતો નથી. માટે જે મળ્યું છે તેનો ઉપયોગ ગુણ પામવા માટે કરી લેવો છે.
સ. અશાતાના કારણે હાયવોય થાય, તેથી ધર્મ નથી થતો.
અશાતાના કારણે હાયવોય થાય તો બધાને થાય. ભગવાનને કેમ ન થઈ ? અગ્નિનો સ્વભાવ બાળવાનો છે તો તે દરેકને બાળે ને ? અગ્નિ પેદા કરનારને પણ ? અગ્નિ બાળે ને ? જ્યારે અશાતા બધાને હાયવોય કરાવતી નથી.
સ. સહન નથી થતું માટે હાયવોય થાય.
એટલે અશાતાના કારણે હાયવોય થાય છે – એવું નથી ને ? સહન ન થતું હોય તો સહનશીલતા કેળવવાની. તિતિક્ષા વિના એકે ગુણ મળે એવો નથી. ભગવાને દીક્ષા લેતાંની સાથે આ ગુણ આત્મસાત્ કર્યો ને ? આપણા કાનમાં ખીલા ન ઠોકાય પણ પગમાં કાંટો વાગે તો હાયવોય નથી કરવી – આટલું બને ને ?
* શાસ્ત્રકારો જેને પુણ્યપ્રકૃતિ તરીકે ગણાવે છે, તેને પુણ્ય તરીકે નથી માનવી અને જેને આપણે પુણ્ય માનીએ છીએ તેની શાસ્ત્રકારોએ અહીં નોંધ નથી લીધી. આપણે તો આપણી માની લીધેલ પુણ્યપ્રકૃતિ માટે મહેનત કરવાનું શરૂ કર્યું છે અને એ પણ ધર્મના નામે !
સ. ધર્મના નામે આવી લુચ્ચાઈ ક્યાંથી શરૂ થઈ ?
આપણે લુચ્ચા થયા એમાંથી આવી લુચ્ચાઈ આવી. જો આપણે સરળ હોત તો આ દશા ન થાત. પગ વાંકા હોય તો માર્ગ સીધો હોવા છતાં ચાલ વાંકી જ હોય ને ? સુખ ભોગવવાની ઈચ્છાથી ધર્મ કરવો છે - આ જ મોટામાં મોટી લુચ્ચાઈ છે.
* જે કારણ ન હોય તેને કારણ માની લેવાથી કાર્ય સિદ્ધ ન થાય. કારણને કારણ માનીને સેવીએ તો જ કાર્ય સિદ્ધ થાય. શાતાવેદનીયનો ઉદય ધર્મનું કારણ નથી અને અશાતાવેદનીયનો ઉદય હોય તો ધર્મ સિદાતો નથી.
* આજે આપણી પાસે પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ છે, સારામાં સારું કામ આપે એવી છે છતાં આપણે ધર્મ ન કરીએ તો આપણા જેવું મૂરખ કોણ ? અનુકૂળતા મેળવીને ધર્મ કરવો છે કે અનુકૂળતા છે માટે ધર્મ કરી લેવો છે ?
* અત્યાર સુધીમાં આપણા ગુણો આપણી પાસે હોવા છતાં આપણે તેને ઓળખી નથી શકતા તેમાં મિથ્યાત્વરૂપ મહામોહનો અંધકાર કારણ છે. મહામોહની શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૯
Page #31
--------------------------------------------------------------------------
________________
આ કરામત છે-દુઃખની વચ્ચે થોડા થોડા સુખના ટુકડા વેરી આપે છે જેથી આપણે સંસારમાં બરાબર ટકી રહીએ, ખસી ન જઈએ. જ્યારે આપણે આ સુખના ટુકડાની લાલચમાં ને લાલચમાં મોહની જાળમાં ફસાઈ જઈએ છીએ. મોહ ધર્મ પણ કરવા દે, ધર્મ વધારવાનું પણ કહે, છતાં તેનાથી પોતે જ પુષ્ટ થાય. ધર્મ કરવા છતાં તમે ધર્મી ન બનો તેની તકેદારી મોહ રાખ્યા જ કરે. થોડુંઘણું માન મળતું હોય તો દુઃખ વેઠી લેવાની સલાહ આપે. દુઃખ ભોગવવાનું કહે તે પણ મોહને વધારવા અને સુખ છોડવાની સલાહ આપે તે પણ મોહને વધારવા. આ મોહને મારવો છે કે મોહ મરી જાય તો સારું ? મરી જાય તો સારું આ ભાવ હશે ત્યાં સુધી મોહ મરશે નહીં. તેને મારવા માટે પ્રયત્ન કરીશું તો જ કામ થશે. મોહને મારવાની શરૂઆત કરવી છે? તે માટે મોહનું માનવાનું બંધ કરવું છે. મોહનું કહ્યું માનીએ છીએ તેથી મોહને બળ મળે છે. મોહનું બળ તોડી પાડવા, જોર ઓછું કરવા માટે સૌથી પહેલાં મોહનું માનવાનું બંધ કરવું છે. મોહના વચન ખાતર આપણે સર્વજ્ઞભગવન્તની વાતની ઉપેક્ષા કરીએ છીએ કેવી વિચિત્ર હાલત છે ? વચન કોનું? અને કોના ખાતર એ વચન અવગણીએ છીએ ? ધર્મના
સ્થાનમાં આવીને પણ મોહને જ પુષ્ટ કરીએ છીએ, મોહના ઘરમાં તો શી દશા હશે તે વર્ણવી શકાય એવું નથી. મોહાધીન લોકોને વચન ખાતર સર્વશના વચનને અવગણવાનું બંધ કરીશું તે દિવસે સમ્યગ્દર્શન આવશે.
* દેવો પણ સહાય તેને કરે કે જેઓ મોહને મારવા તૈયાર થયા હોય. જેઓ મોહની સાથે દોસ્તી બાંધી બેઠા હોય તેને સમકિતી દેવો સહાય નથી કરતા, મોહની દોસ્તી છોડવા તૈયાર થયા હોય તેને જ સહાય કરે.
* સમ્યત્વ પ્રાપ્ત થઈ શકે તેવી પ્રત્યેકનામકર્મ, પર્યાપ્તનામકર્મ, બાદરનામકર્મ, ત્રસનામકર્મ, પંચેન્દ્રિય જાતિનામકર્મ આ બધી પુણ્યપ્રકૃતિ મળી ગઈ હોવા છતાં જે પુણ્યની અપેક્ષા હોય તો તે સુખ ભોગવવા માટે જ છે – એવું માનવું જ પડે ને?
* સમ્યત્વ પામવા માટેની પુણ્યસામગ્રી બધી મળી ગઈ છે, હવે ખૂટે છે એક-માત્ર સમ્યકત્વ પામવાનો પરિણામ અને આ સમ્યત્વ પામવાનો પરિણામ લાવવા ન દે એવી આ મોહ સાથેની દોસ્તી છે. અનાદિકાળની આ દોસ્તી તોડવી પાલવે એવી નથી માટે સમ્યત્વ પામવાનો પરિણામ આવતો નથી. હવે સમજાય છે ને કે – મોહની સાથેની દોસ્તી તોડ્યા વિના, મોહને મારવાના પરિણામ વિના સમ્યત્વ પામવાનો પરિણામ પણ નથી આવતો! સમ્યત્વ પામવું હશે તો લોકોની પાછળ ગાંડા બનવાને બદલે ભગવાનના વચનને અનુસરતા થવું છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #32
--------------------------------------------------------------------------
________________
સ. ગાંડાની દુનિયામાં ડાહ્યાએ પણ ગાંડા થઈને રહેવું જોઈએ - એવું દૃષ્ટાન્ત શાસ્ત્રમાં આવે છે ને ?
એ દૃષ્ટાન્તનો ઉપયોગ ક્યારે કરવાનો ? ગાંડા ડાહ્યા થાય એવી શક્યતા હોય ત્યારે. જો ગાંડા ડાહ્યા થાય એવી શક્યતા ન હોય તો ડાહ્યાએ ગાંડપણ કરવાની જરૂર નથી.
સ. થોડુંક તો જતું કરવું પડે ને ?
જે પોતાનું હોય તેને જતું કરાય, મોહના ઘરનું હોય તે જતું કરાય, પણ ભગવાનની આજ્ઞાને તો જતી ન કરાય ને ? માન મૂકવું પડે તો મૂકવા તૈયાર છું, અપમાન વેઠવું પડે તો વેઠવા તૈયાર છું પણ આજ્ઞા કોઈ સંયોગોમાં નહિ મૂકું. ગાંડાની દુનિયામાં જરૂર પડે તો પાગલ થવાનો દેખાવ કરાય પણ પ્રાણ ન મુકાય ને ? આજ્ઞા એ તો સાધુતાનો પ્રાણ છે. સાધુતાનું જે કાંઈ સ્પંદન થાય છે તે આજ્ઞાના યોગે જ થાય છે. આજ્ઞાના યોગ વિનાના તો સાધુતાનાં મડદાં છે.
* એક વાર આચાર્યભગવન્તે કહ્યું હતું કે બાહ્યતપ અને અભ્યન્તર તપ એ સાધુપણાનો પ્રાણ છે, એના વિનાના સાધુ મડદાજેવા છે. મડદું ક્યાં સુધી રહે ? બેચાર દિવસ, પછી તો સડી જ જાય ને ? ઈચ્છકારસૂત્રના અર્થ કરાવતી વખતે આ વાત કરી હતી. ઈચ્છકારસૂત્રમાં સુહરાઈ કે સુદેવસિ પછી સુખતપ પૂછવાનું કારણ જ એ છે કે સાધુભગવન્તની રાત્રિ કે દિવસ સુખે કરીને પસાર ત્યારે થાય કે જ્યારે તેઓ બાહ્યઅભ્યન્તર તપ કરવામાં રત હોય. તપમાં શરીરને પીડા થાય આથી ત્રીજા પ્રશ્નથી શરીરની નિરાબાધતા પૂછવામાં આવે છે. તપની પીડા છતાં શરીર નિરાબાધ હોય તોપણ સંયમના કોઈ યોગો સિદાતા તો નથી ને ? એ જાણવા માટે ચોથો પ્રશ્ન પૂછવામાં આવે છે અને અંતે આ બધા વચ્ચે મનની પ્રસન્નતા જળવાઈ છે ને ? એ જાણવા માટે માનસિક શાતા છેલ્લા પાંચમા પ્રશ્નથી પૂછવામાં આવે છે. આવા સાધુભગવન્તને ભાતપાણીનો લાભ આપવા વિનંતિ કરવાની છે.
?
* પુણ્યના યોગે પંચેન્દ્રિયપણું વગેરે પુણ્યસામગ્રી મળ્યા પછી પણ જ્યારે આયુષ્ય સિવાયનાં સાતે કર્મની સ્થિતિ એકકોટાકોટિ સાગરોપમથી કંઈક ન્યૂન થાય ત્યારે જીવને આ સમ્યક્ત્વનો પરિણામ પ્રાપ્ત થઈ શકે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૧
Page #33
--------------------------------------------------------------------------
________________
સ. સ્થિતિ એટલે શું?
આત્મા ઉપર (બંધ દ્વારા) લાગેલ કર્મ કોઈ પણ જાતના પુરુષાર્થ વિના ઉદય દ્વારા ભોગવીને પૂરું કરવા જેટલો કાળ લાગે તેને તે કર્મની સ્થિતિ કહેવાય. ટાંકીનું પાણી ભર્યા પછી નળ દ્વારા ટાંકી ખાલી થતાં વાર લાગે અને જે ટાંકીની ભીત તૂટી જાય કે તોડવામાં આવે તો ક્ષણવારમાં ટાંકી ખાલી થાય. તેમ આત્મા ઉપર લાગેલ કર્મને ઉદીરણા વગેરે દ્વારા ખપાવવામાં આવે તો અંતર્મુહૂર્તમાં પૂરાં થઈ જાય અને ઉદય દ્વારા ક્રમસર ખપાવવામાં આવે તો ઉત્કૃષ્ટથી સિત્તેર કોટાકોટિ સાગરોપમ (મિથ્યાત્વમોહનીય કર્મને આશ્રયીને) જેટલો કાળ લાગે, આથી તે ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય. આયુષ્ય સિવાયનાં સાતે કર્મની સ્થિતિ જ્યારે ઘટતી ઘટતી એક કોટાકોટિ સાગરોપમથી કંઈક ન્યૂન થાય ત્યારે જીવમાં સમ્યકત્વ પામવાની યોગ્યતા આવે. એને શાસ્ત્રીય પરિભાષામાં ગ્રંથિદેશ કહેવાય છે. તમારી ભાષામાં કહીએ તો ટેમ્પરેચર ઓછું થાય તો દવા લેવાની યોગ્યતા આવે. આવી યોગ્યતા તો આપણે અનંતી વાર પામ્યા.
સ. હવે માત્ર પુરુષાર્થની ખામી છે.
પુરુષાર્થની નહિ, મનની ખામી છે, ઈચ્છાની ખામી છે. પુરુષાર્થ તો તમે ગજબનો કરો છો. અશાતાને ટાળવા માટે તમે જે પુરુષાર્થ કરો છો તે તો ચક્તિ થઈ જવાય એવો છે. હવે મોહને મારવાના મનની જ ખામી છે.
* સંસારના સુખનાં સાધન પુણ્યથી મળે છે એની ના નહિ, પણ એ પુણ્યને સારું માનવાનું કામ જે ન કરે તેને ધર્મ કરવાની યોગ્યતા મળે. સંસારના સુખનાં સાધન આપનાર પુણ્યને સારું માનવાનું કામ ધર્માત્મા ન કરે, આગળ વધીને ધર્મ પામવાની ઈચ્છાવાળા પણ ન કરે, ધર્મની યોગ્યતા પામવાની ઈચ્છાવાળા પણ ન કરે. કારણ કે જ્ઞાનીઓએ સંસારના સુખને દુઃખરૂપ કહ્યું છે. જે સુખ પોતે દુઃખરૂપ છે તેના સાધન આપનાર કર્મને સારું માનવાની જરૂર ખરી ?
સં. સંસારનું સુખ દુઃખરૂપ લાગતું નથી.
અત્યાર સુધી જે સુખની ઈચ્છા છે તે મળ્યું છે ખરું ? તમારા જેવા બુદ્ધિમાન માણસે એ વિચાર કર્યો ખરો કે જે સુખ માટે પુરુષાર્થ કરું છું તે મળતું કેમ નથી ? જે કર્મ આપણી ઈચ્છા મુજબ જીવવા ન દે તેને દુઃખરૂપ જ કહેવાય ને? પુણ્યથી મળેલું સુખ પણ ઈચ્છા મુજબ ભોગવી શકાતું નથી તો એ પુણ્યમાં રાચવા જેવું છે શું?
૩૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #34
--------------------------------------------------------------------------
________________
* ધર્મની સામગ્રી પણ પુણ્યથી મળે છે અને સુખની સામગ્રી પણ પુણ્યથી મળે છે : આપણને કયું પુણ્ય ગમે ? પાપ દૂર કરવાની સામગ્રી પણ પુણ્યથી મળે છે અને દુઃખ દૂર કરવાની સામગ્રી પણ પુણ્યથી મળે છે, કયું પુણ્ય જોઈએ છે? સુરસુંદરી અને મયણાસુંદરી બન્નેના જવાબ તત્ત્વથી સાચા હોવા છતાં સુરસુંદરી મિથ્યાત્વી કહેવાઈ તેનું કારણ જ આ છે. સુરસુંદરીએ સંસારના સુખની સામગ્રી આપનાર પુણ્યને પુણ્ય તરીકે ગણ્યું આથી તે મિથ્યાત્વી ગણાઈ અને મયણાસુંદરીએ ધર્મની સામગ્રી આપનાર પુણ્યને પુણ્ય તરીકે માન્યું હોવાથી તે સમકિતી તરીકે લેખાઈ : આ ભેદ હવે સમજાય છે ને? સંસારનું સુખ મેળવવા જેવું છે જ નહિ : આવું જે માને તે સુખ આપનાર પુણ્યને પુણ્યરૂપે ગણે જ નહિ.
* આપણને ભગવાન પર વિશ્વાસ કે આપણા અનુભવ ઉપર? ભગવાન કહે છે, ગુરુભગવા કહે છે, શાસ્ત્ર કહે છે માટે માની લેવું છે કે અનુભવ થાય એની રાહ જેવી છે? કોઈ કહે કે – “વાઘ આવ્યો’ તો ભાગવા માંડો કે “મને દેખાય, ખાતરી થાય તો માનું' એમ કહીને ઊભા રહો ? અને અહીં ભગવાન કહે છે કે સંસાર અસાર છે, સંસારનું સુખ દુઃખરૂપ છે તો તે માનવું નથી અને ઉપરથી કહે કે દુઃખરૂપ લાગે તો માનું આ ચાલે ?
સ. અમારી આવી પરિસ્થિતિ કેમ છે?
મોક્ષમાં જવું નથી, સંસારમાં જ રહેવું છે. સંસારમાં રહીને જે થાય એવું હોય તે કરવું છે. ધર્મ પણ સંસારમાં રહીને થતો હોય તો કરવો છે, સંસાર છોડવો નથી. આથી આ દશા છે.
સ. સંસાર છોડવાનો પરિણામ ક્યારે આવશે?
પરિણામની રાહ જોઈને બેસી રહેવાથી પરિણામ નહિ આવે. એના કરતાં અમારું કહ્યું – ભગવાનનું કહ્યું – માની લો અને સંસાર છોડી દો તો વિસ્તાર થયા વિના નહિ રહે. ભાવ ભલે ન હોય પણ દાક્ષિણ્યગુણ તો છે ને? ભવદેવ મુનિએ ભાઈના વચન ખાતર દીક્ષા લીધી તો બાર વરસે પણ ઠેકાણું પડ્યું ને? તો તમે ભગવાનના કે ગુરુના વચન ખાતર દીક્ષા લો તો નિસ્તાર થયા વિના ન રહે ને ? ચારિત્ર એ સારી વસ્તુ છે ને ? તો કોઈના વચન ખાતર પાળવામાં નુકસાન શું છે? સારો ભાવ ભલે ન હોય પણ સાથે વિપરીત ભાવ પણ ન હોય તો અવિપરીતભાવે કરેલી આ શુભ ક્રિયાઓ છેવટે મોક્ષબાધકનો બાધ કર્યા વગર નહિ રહે. પંદર ટકા પણ દીક્ષા લેવાનો ભાવ હોય તો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૩
Page #35
--------------------------------------------------------------------------
________________
બાકીના ટકા પૂરા કરી આપવાની જવાબદારી અમારી ! ભાવ ન હોય તોપણ દાક્ષિણ્યગુણથી પણ દીક્ષા લઈને પાળવી છે : આટલું નક્કી કરવું છે? આપણા ભગવાને આપણા ઉપર કેટલી કરુણા કરી છે અને માર્ગ બતાવવામાં કેટલી ચોકસાઈ રાખી છે? આ બધું અહીં સાંભળીને ઘરે જઈને વિચારવાની ટેવ રાખી નથી આથી જોઈએ એવું પરિણામ નથી આવતું. બાકી જો આ રીતે વિચારો તો વૈરાગ્ય લાવવો સહેલો છે, અઘરો નથી. સત્ત્વ ન હોય તો સર્વ કેળવીશું, સહનશીલતા ન હોય તો સહનશીલતા મેળવીશું, અભ્યાસ ન હોય તો અભ્યાસ પાડીશું, પણ ગુણ પામ્યા વગર નથી રહેવું. અહીં જે સંસ્કાર પડે છે તેનું ઘરે જઈને ધોવાણ થઈ જાય તો તેનો અર્થ શું? દીક્ષાના પરિણામ જાગે એ માટે ઘર છોડીને ચાર મહિના સાધુ પાસે રહેવું છે. પૌષધ કરીને ન રહેવાય તો પૌષધ વગર પણ ઉપાશ્રયમાં જ રહેવાનું, ઘરે જમવા પણ જવું નથી, ટિફિન મંગાવીને વાપરી લેવું છે – આટલું નક્કી કરવું છે ? સારા વાતાવરણમાં સારા સંસ્કાર ખીલે ને? વૈરાગ્ય પામવો હશે તો ઘર છોડવું પડશે. પણ તમારે ઘર નથી છોડવું ને? ઉકરડામાં બેસીને સુગંધની અપેક્ષા રાખે તો તે પૂરી થાય ખરી ? જ્યાં સુખનો છાંટો નથી ત્યાં સુખ શોધવામાં આખી જિંદગી બગાડી, હવે સુધરવું છે? એક માજીની સોય ખોવાઈ ગઈ હતી ઘરમાં અને તે શોધવા માટે ઘરની બહાર આવ્યાં હતાં, કારણ કે ઘરમાં અંધારું હતું અને બહાર પ્રકાશ હતો, હવે એ પ્રકાશમાં સોય મળે ખરી ? આપણે બધા એ માજી જેવા જ છીએ ને ? દવા પણ ક્યાં લગાડો? જ્યાં ગૂમડું થયું હોય ત્યાં ને ? ગૂમડાની જગ્યાએ દવા લગાડવાનું ફાવે એવું ન હોય તો બીજે દવા લગાડવાથી ગૂમડું મટી જાય ? સંસારનું સુખ આપનાર પુણ્ય નથી ભોગવવું, ધર્મની અનુકૂળતા આપનાર પુણ્યનો ઉપયોગ કરી લેવો છે. તમને સુરસુંદરીની વાત ગમે કે મયણાસુંદરીની?
સ. ગમે છે સુરસુંદરીની, પણ ગમાડવી છે મયણાસુંદરીની !
જે મયણાસુંદરીની વાત ગમાડવી હોય તો ત્યાંનું વાતાવરણ છોડી અમારે ત્યાં આવી જાવ. ડોક્ટર પણ ટ્રીટમેન્ટ ક્યારે કરે ? તમે હોસ્પિટલમાં આવો તો ને? કારણ કે ઘરના લોકો તો રાગથી દર્દીને અપથ્ય પણ ખવડાવી દે, એથી દવા લાગુ ન પડે. માટે ડોક્ટર પણ ઘર છોડાવે ને? પુણ્ય (સુખ) ભોગવવાની અનુકૂળતા તમારે ત્યાં છે અને ધર્મ કરવાની અનુકૂળતા અમારે ત્યાં છે : કઈ અનુકૂળતા જોઈએ છે ?
* આપણું કલ્યાણ ચૂકીને બીજાને લાભ થતો હોય તેવી પ્રવૃત્તિ નથી કરવી.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #36
--------------------------------------------------------------------------
________________
બાહ્યતપ અભ્યન્તરતપની પુષ્ટિ માટે કરવાનો છે. અભ્યન્તરતપ સિદાય એવો બાહ્યતપ કરવાનું વિધાન નથી. તમે પણ તપ કરો, ને ધંધે ન જાઓ તો ઘરના લોકો શું કહે ? ‘ધંધે તો જવું જ પડે, ત્યાં જઈને તપ થતો હોય તો કરો નહિ તો રહેવા દો' એમ જ ને ? તેમ અમારે ત્યાં પણ સ્વાધ્યાય-વિનય-વૈયાવચ્ચ કરવાના જ છે, એ સચવાય એવો બાહ્યતપ કરવાનો. સ્વાધ્યાય કરવાનું ચાલુ રહે એવો તપ થાય તો કરવાનો. સ્વાધ્યાયસહિત બાહ્યતપ ન થઈ શકે તો એકલો સ્વાધ્યાય કરવો પણ સ્વાધ્યાયાદિનો ભોગ લેવાય તેવો બાહ્યતપ નથી કરવો. બાહ્યતપની શક્તિ ખીલવવા અભ્યાસ પાડવાનો. બાહ્યતપની શક્તિ એટલે માત્ર ભૂખ્યા રહેવાની શક્તિ નથી જોવાની. ભૂખ્યા રહીને સ્વાધ્યાયાદિ પ્રસન્નચિત્તે કરી શકીએ ત્યારે બાહ્યતપની શક્તિ છે-એમ માનવું. સમ્યક્ત્વનું સ્વરૂપ :
* પાંચમી ગાથાથી સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવે છે કે – દેવ, ધર્મ, માર્ગ, સાધુ અને તત્ત્વો એ જ (વિષયવિષયીના અભેદને લઈને) સમ્યક્ત્વ છે. અર્થાત્ આ પાંચની શ્રદ્ધા એ સમ્યક્ત્વ છે અને એનાથી વિપરીત અર્થાત્ દેવાદિને દેવાદરૂપે ન માનવા અને અવાદિને દેવાદિરૂપે માનવા તેને શાસ્ત્રમાં મિથ્યાત્વ કહ્યું છે. શ્રદ્ધા દેવાદિના વિષયવાળી હોવાથી વિષયી છે અને દેવ, ધર્મ વગેરે શ્રદ્ધાના વિષયો છે. વિષયવિષયી પરસ્પર સાપેક્ષ હોવાથી તે બે વચ્ચે કથંચિદ્ અભેદ છે માટે વિષયની શ્રદ્ધા વિષયસ્વરૂપ બનવાથી વિષયને જ સમ્યક્ત્વ કહ્યું.
* છતી સામગ્રીએ જેઓ ધર્મ નથી કરતા તેઓને ધર્મ નથી ગમતો અને સંસારનું સુખ જ ગમે છે. આજે આપણે થોડોઘણો પણ જે ધર્મ કરીએ છીએ તે પાપ કરવાના સંયોગો નથી માટે ને ? સુખ ભોગવવા માટે ઈન્દ્રિયો નકામી બની જાય ત્યારે જ. તમે લોકો ધર્મમાર્ગે વળો ને ? અમે પણ સ્વાધ્યાય કરવા ક્યારે બેસીએ ? કોઈ ભગત ન આવે ત્યારે ને ?
* દેવ, ધર્મ વગેરેની અવિતથ શ્રદ્ધાને સમ્યક્ત્વ કહેવાય : હવે આપણે દેવાદિના સ્વરૂપને સમજવાનું છે. શાસ્ત્રીય ભાષામાં આ ગાથાને દ્વારગાથા કહેવાય છે. ગ્રંથમાં જે પદાર્થોનું નિરૂપણ કરવાનું હોય તે પદાર્થોના મૂળભૂત નામોનો સંગ્રહ જેમાં હોય તેને દ્વારગાથા કહેવાય. આ દ્વારગાથાને સાંભળીને શિષ્ય શંકા કરે છે કે ‘તત્ત્વાર્થ ગ્રંથના રચયિતાએ તત્ત્વાર્થની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે, તો પછી એક તત્ત્વમાં બધા સમાઈ જતા હોવા છતાં અહીં દેવાદિને જુદા પાડી પાંચની શ્રદ્ધાને સમ્યક્ત્વ કેમ કહ્યું ? શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૫
Page #37
--------------------------------------------------------------------------
________________
સંક્ષેપથી નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા લીધી હોવા છતાં એકની શ્રદ્ધાને બદલે પાંચની શ્રદ્ધાને જણાવી છે : એનું કારણ શું ?’ આજે આપણને આ દ્વારગાથા સાંભળીને કાંઈ શંકા પડી ખરી ? નહિ ને ? છતાં અમારે બોલબોલ કરવાનું ને ? માર્ગાનુસારી શંકા કરનાર શિષ્ય હોય તો બોલનારને પણ ઉત્સાહ જાગે. છતાં અમે સમજીએ કે કોઈ જીવોને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન હોય તો સમજાય નહિ અને મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ ન હોય તો સમજાવાનું મન પણ ન થાય, આપણે કરુણાભાવ રાખીને સમજાવવાનો પ્રયત્ન કર્યા કરવાનો ! આજે અહીં આવેલાને ‘સમજાય તો સારી વાત, નહિ તો કંઈ નહિ’ આવો જ પરિણામ હોય ને ? બજારમાં જાઓ તો ‘કમાઈએ તો સારી વાત, નહિ તો કાંઈ નહિ’ એવો ભાવ હોય કે ‘કમાવું જ છે' એ ભાવ હોય ? તેમ અહીં ‘સમજીને જ જવું છે’ એવો ભાવ હોય ખરો ? ભણવાની શક્તિ નથી કે ભણવાની જરૂર નથી ? ‘જ્ઞાન મળતું (આવડતું) નથી, યાદ નથી રહેતું માટે નથી ગોખતા,' આવી દલીલ ન કરવી. આવડવા માટે નથી ભણવાનું, જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા કરવા માટે ભણવાનું છે. ચૌદપૂર્વધરોને બધું યાદ હોવા છતાં રોજ સ્વાધ્યાય કરે છે એનું કારણ એ જ છે કે જ્ઞાનાવરણીયકર્મની નિર્જરા કરવી છે. ભૂલવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય અને ભણવાથી, ન આવડે તોપણ નિર્જરા થાય. ચૌદપૂર્વી નિગોદમાં ગયા એ કયા કારણે ? સ્વાધ્યાય કર્યો નહિ અને નિદ્રાવિકથાનો પ્રમાદ કર્યો માટે ને ? સ્વાધ્યાય એ તો મિથ્યાત્વરૂપી મહામોહના દંશથી વ્યાપેલા ઝેરને દૂર કરવા માટે મહામંત્રસમાન છે. સ. ગોખવાનું ન ફાવે ને વાંચન કરે તો ?
વાંચન કરતાં આવડે છે ખરું ? વાંચન પણ જાતે નહિ ગુરુ પાસે કરવું. ધન્યકુમાર ચરિત્ર વાંચનારને ચિંતામણિ શોધવાનું મન થાય કે ચારિત્ર શોધવાનું મન થાય ? ધન્યકુમારને બંને મળ્યું હતું ને ? તમને શું ગમે ? શાલિભદ્રજીનો કૂવો જોવાનું મન થાય કે શાલિભદ્રજીનો ઓઘો જોવાનું મન થાય ? ધર્મકથા કે દ્રવ્યાનુયોગના ગ્રંથો પણ એ રીતે વાંચવા જોઈએ કે જેથી એ ચરણકરણાનુયોગમાં પરિણમે ! આચાર્યભગવન્ત પાસે વરસોની સંયમની સાધના અને એથી ચારિત્ર પ્રત્યે જે અવિહડ પ્રેમ હોય-એના યોગે તેઓશ્રીના શ્રીમુખે કથાગ્રંથ આદિનું શ્રવણ કરવાથી આપણા પરિણામની પણ શુદ્ધિ થાય. અમને આચાર્યભગવન્ત જ્યારે અનુયોગદ્વારની વાચના આપતા, ત્યારે દ્રવ્યાનુયોગનો વિષય નીરસ જણાવાથી અમે લોકો બેધ્યાનપણે સાંભળીએ છીએ એવો ખ્યાલ આવી જવાથી એક દિવસ આચાર્યભગવન્તે અમને કહ્યું કે અનન્તી ઉત્સર્પિણીઅવસર્પિણી તથા પલ્યોપમ-સાગરોપમનો અસંખ્યાતો કાળ માત્ર ગણવા માટે નથી. આટલો બધો કાળ નરકાદિગતિમાં જઈને પૂરો કરવો પડે છે. અનન્તી કાર્મણવર્ગણાનું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૬
Page #38
--------------------------------------------------------------------------
________________
નિરૂપણ અનન્તો કાળ ભટકવાનું ચાલુ રાખવા માટે નથી, એને તોડવા માટે છે. પુદ્ગલાસ્તિકાયનું નિરૂપણ પુદ્ગલતત્ત્વના નિષ્ણાત બનવા માટે નથી, આત્મતત્ત્વના નિષ્ણાત બનવા માટે છે. આચાર્યાદિ સુસાધુભગવન્તો પાસે વાંચન ર્યું હોય તો ચિંતામણિ ઉપરથી ચારિત્ર પર નજર સ્થિર થાય અને કૂવા ઉપરથી ઘા પર નજર
* દેવાદિ ચાર તત્ત્વો નવતત્વમાં કઈ રીતે સમાય તે માટે શિષ્ય જણાવે છે કે – દેવતત્ત્વ અને સાધુતત્વનો સમાવેશ જીવતત્ત્વમાં થાય છે અને ધર્મ તથા માર્ગનો સમાવેશ શુભાશ્રવમાં અથવા સંવરતત્ત્વમાં થાય છે, તો તેમને જુદા પાડવાનું કારણ શું? અહીં શિષ્ય બુદ્ધિશાળી છે, વિચારશીલ છે, જિજ્ઞાસાભાવે પૂછે છે. આથી જ તેની શંકાનો જવાબ આપતાં ગ્રંથકારશ્રી “સત્યમ્' કહીને શરૂઆત કરે છે. અર્થાત્ “તારી વાત સાચી છે' - એમ કહે છે. આપણે હોઈએ તો શું પૂછીએ? દેવાદિતત્ત્વોને જુદા પાડવાની જરૂર નથી, તો શું કામ પાડ્યા?' આને તોછડો પ્રશ્ન કહેવાય. “આવું ક્યા કારણસર કર્યું ?' આને જિજ્ઞાસાપરક પ્રશ્ન કહેવાય અને “આવું કરવાનું શું કામ હતું, જરૂર ન હતી અને આક્ષેપપરક પ્રશ્ન કહેવાય. ગ્રંથકારશ્રી દેવાદિતત્ત્વોને જુદા પાડવાનું કારણ બતાવે છે કે દેવાદિ ધર્મનું સર્વસ્વ છે ; દેવ, ધર્મ, માર્ગ, સાધુમાં જે વિપર્યાસ થઈ જાય તો સર્વ અનુષ્ઠાનો નિષ્ફળ જાય છે. તેમ જ દેવ પ્રતિદિન પૂજનીય છે, ધર્મ પ્રતિદિન અનુષ્ઠય છે, માર્ગ પ્રતિદિન આશ્રયણીય છે અને સાધુ પ્રતિદિન ઉપાસનીય છે. દેવાદિનો પૂજનીયત્વાદિ રૂપે પ્રતિદિન ઉપયોગ હોવાથી નવ તત્ત્વોથી જુદા પાડી બતાવ્યા છે. જીવતત્ત્વને પૂજ્ય ન કહી શકાય કે ઉપાસનીય પણ ન કહેવાય.
સ. ઉપાસનીય એટલે શું ?
ઉપ એટલે નજીકમાં જઈને બેસવું તે ઉપાસના. ભગવાનની તો માત્ર પૂજા કરવાની છે. જ્યારે ગુરુભગવન્તની સેવાસુશ્રુષા કરી, તેમની પાસે બેસી જિનવાણીનું શ્રવણ કરવાનું છે તથા તેઓશ્રી જે ફરમાવે તે પ્રમાણે કરવા માટે તત્પર થવું તે ઉપાસના. આપણને ગુરુની પાસે બેસવું ફાવે કે દેવની પાસે ? દેવ કશું બોલતા નથી માટે દેવની પાસે બેસવું ફાવે ને ?
સ. ધર્મથી નિર્જરા થાય કે પુણ્ય બંધાય ?
ધર્મથી નિર્જરા પણ થાય અને પુણ્ય પણ બંધાય, જેવા પરિણામ. પરિણામના આધારે નક્કી કરાય. પૂજા કરતાં કરતાં શ્રી નાગકેતુ કેવળજ્ઞાન પામ્યા - પૂજા કરતી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #39
--------------------------------------------------------------------------
________________
વખતે સાધુપણું યાદ આવે તો નિર્જરાની શરૂઆત થવા માંડે. તેઓશ્રીએ સર્પ કરડ્યા પછી પણ પુષ્પ નીચે ન મૂક્યું, આપણને ખંજવાળ આવે તોપણ નીચે મૂકી દઈએ ને ? પરિષહ વેઠવાનો પરિણામ હોય તો નિર્જરા થાય. પરિષહ ટાળવાનો પરિણામ હોય તો નિર્જરા ન થાય.
* જ્યાં સુધી સંસારના સુખની ઈચ્છા પડી હશે ત્યાં સુધી શાંતિ નહિ મળે. ઈચ્છામાં અશાંતિ છે ; ઈચ્છાના નિરોધમાં, ઈચ્છાનાશમાં જ શાંતિ છે. ચારિત્ર મળ્યા પછી દુઃખમાં ય શાંતિ હોય અને આપણને સુખમાં ય અશાંતિ છે તેનું કારણ વિચાર્યું ?
* સાધુભગવન્તને સમાધિની ચિંતા હોય નહિ. ગમે તેવો જીવલેણ રોગ આવ્યા પછી પણ સારા થવાની ઈચ્છા ન રાખે અને ખરાબ કરવું નથી એવી ઈચ્છા હોય તેને સમાધિ હસ્તગત હોય. સાધુપણામાં સમાધિનું પૂછવું તે સાધુપણાનું અપમાન છે. સાધુ તો સમાધિમાં હોય જ.
* આજે દુઃખ દૂર કરનારાં સાધનો જેટલાં સચવાય છે તેટલાં કર્મ દૂર કરવાનાં સાધનો સચવાતાં નથી. આનું જ નામ ઔદયિકભાવ. ઔદયિકભાવથી નજર ખસેડવા માટે સમ્યકત્વની જરૂર છે.
* જમણવારની વ્યવસ્થા સારી ક્યારે લાગે ? તમને વ્યવસ્થિત જમવા મળ્યું હોય તો વ્યવસ્થા એકદમ સરસ લાગે ને ? જમવાનું આપણને મળે તો સારું ને દીક્ષા બીજાને મળે તો સારું! આનું જ નામ ઔદયિકભાવ. અપ્રશસ્તમાર્ગમાં બીજા સામે નજર જાય તે ક્ષયોપશમભાવ અને પોતાની સામે નજર જાય તે ઔદયિકભાવ. પ્રશસ્તભાવમાં જાત સામે નજર જાય તે ક્ષયોપશમભાવ અને બીજાની સામે નજર જાય તે ઔદયિકભાવ. સુખ બીજાને મળે તો સારું અને ગુણ આપણને પહેલાં મળે તો સારું એનું નામ યોપશમભાવ. ગુણ બીજાને મળે તો સારું અને સુખ મને મળે તો સારું આનું નામ ઔદયિકભાવ.
* સંસાર છોડવાનો સહેલો છે, સંસાર ઓળખવાનો આકરો છે. મોક્ષ મેળવવો આકરો નથી “મોક્ષ જોઈતો નથી' આ પરિણામ ટાળવો આકરો છે. એકવાર સંસાર અને મોક્ષનું સ્વરૂપ જો ઓળખાઈ જાય તો કોઈની તાકાત નથી કે સમ્યકત્વ કે ચારિત્ર પામતાં અટકાવે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #40
--------------------------------------------------------------------------
________________
દેવતત્ત્વ :
છઠ્ઠી ગાથાથી દેવનું સ્વરૂપ બતાવે છે કે – ચોત્રીસ અતિશયથી યુક્ત હોય, અષ્ટ મહાપ્રતિહાર્યથી જે શોભતા હોય અને અઢાર પ્રકારના દોષથી જે રહિત હોય તે દેવ છે – એમાં કોઈ સંદેહ નથી.
* ભગવાનના સ્વરૂપમાંથી પણ આપણને ક્યા ગુણો ગમે ? ઔદયિકભાવના કે ક્ષાયિકભાવના? ભગવાનના પુણ્યમાં મહાલવાનું ગમે કે ક્ષાયિકભાવ પામવાનું ગમે ? ભગવાનની છાયામાં સુખ લાગે છે, પણ ભગવાનની આજ્ઞામાં દુઃખ લાગે છે ને ? ભગવાનના સમવસરણમાં ભૂખ ન લાગે એ યાદ રહી જાય પણ સમવસરણમાં જવાથી સંસાર છૂટી જાય છે-એ યાદ ન રહે ને ?
સ. અષ્ટમહાપ્રાતિહાર્યને ગુણ કેમ કહ્યા?
ગુણ એટલે ધર્મ, સ્વભાવ. અરિહંત પરમાત્મા તીર્થંકર નામકર્મના ઉદયથી જ થાય છે. અરિહંત પરમાત્મા સંસારી જ હોય મુક્ત ન હોય. આથી તીર્થંકર નામકર્મના યોગે મળતા હોવા છતાં તેને ગુણ કહ્યા. આ આત્માના ગુણ નથી, અરિહંતપણાના ગુણ છે. કારણ કે તીર્થંકરનામકર્મ ખપી ગયા પછી આ ગુણ નથી હોતા.
* વીતરાગપરમાત્માના શાસનમાં કોઈ પણ તત્ત્વનું નિરૂપણ એટલા જ માટે કરવામાં આવે છે કે જેથી એમાંથી જે સારું તત્ત્વ હોય તેને પામવા માટે આપણે પ્રયત્ન કરીએ અને જે ખરાબ તત્ત્વ હોય તેને છોડવા માટે આપણે પ્રયત્ન કરીએ. માત્ર વાતો કરીને ઘરભેગા થવા માટે આ તત્ત્વનું નિરૂપણ નથી.
* પરમાત્માનું ઔદયિકભાવનું સ્વરૂપ તો અદ્ભુત હોવાથી તે આપણને ગમે એવું છે. ક્ષાયિકભાવનું સ્વરૂપ આપણને ગમી જાય એવું કરવું છે. શ્રી યશોવિજયજી મહારાજાએ ચોથી બત્રીસીની પહેલી ગાથામાં જણાવ્યું છે કે “હે ભગવન્! અષ્ટમહાપ્રાતિહાર્યાદિ રિદ્ધિના કારણે, વિભૂતિના કારણે અમે આપને મહાન નથી માનતા, કારણ કે એ બાહ્યવિભૂતિ અંબઇ તાપસની જેમ માયાવીમાં પણ હોય છે. આપણી નજર ઔદયિકભાવ ઉપર જ ચટેલી હોવાથી આપણે સમ્યગ્દર્શન પામી નથી શકતા. ભગવાનનું પણ પુણ્ય જ ગમે ને ક્ષાયિકભાવ ન ગમે ત્યાં સુધી દેવને દેવ તરીકે ઓળખ્યા ન હોવાથી સમ્યકત્વ ક્યાંથી આવે ? આજે દેવને, ગુરુને કે ધર્મને સાચી રીતે ઓળખવાનું કામ આપણે નથી કર્યું, આથી જ સમ્યત્વ પામી નથી શકાતું. જે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૯
Page #41
--------------------------------------------------------------------------
________________
સાધુભગવન્ત ભગવાનની સાચી વાત કહેતા હોય તે એકલા હોય અને બહુમતી સામા પક્ષે હોય તો તમે શું કરો ? સાચાની આગળ કવચ બનીને ઊભા રહો ? કે એમને ઢીલા પાડો. જેની વાત સાચી હોય તેનું રક્ષણ કરવું જોઈએ કે તેને ઢીલો પાડવો જોઈએ ? અઢાર દોષોઃ
અષ્ટ મહાપ્રાતિહાર્ય કે અતિશયોનું સ્વરૂપ પ્રસિદ્ધ છે, આથી તેનું વર્ણન ન કરતાં આપણે અઢાર દોષોનું સ્વરૂપ સમજી લેવું છે. ૯ મી અને ૧૦ મી ગાથાથી અઢાર દોષો જણાવ્યા છે :
૧. અજ્ઞાન, ૨. ક્રોધ, ૩. મદ, ૪. માન, ૫. લોભ, ૬. માયા, ૭. રતિ, ૮. અરતિ, ૯. નિદ્રા, ૧૦. શોક, ૧૧. અલીક (અસત્ય) વચન, ૧૨. ચોરી, ૧૩. મત્સર, ૧૪. ભય, ૧૫. પ્રાણિવધ, ૧૬. પ્રેમ, ૧૭. ક્રીડાપ્રસંગ (મૈથુન), ૧૮. હાસ્ય.
* વિરતિની યોગ્યતા આઠ વરસ પહેલાં આવતી નથી. તેથી આઠ વરસ પહેલાં સામાયિક ઉચ્ચરાવાય નહિ. અભ્યાસ માટે બેસાડવાના, પણ પ્રતિજ્ઞા ન અપાય. તપ માટે જેટલી તકેદારી છે એટલી સામાયિક માટે નથી. બેસણું – એકાસણું ભાંગી ન નાંખે માટે પચ્ચક્ખાણ જેમ નથી આપતા તેમ સામાયિક પણ ઉચ્ચરાવાય નહિ, તેથી પ્રતિક્રમણમાં સૂત્રો બોલાવવાનો સવાલ જ રહેતો નથી. છોકરું બોલતું થાય ત્યારથી તેને સૂત્રો શિખવાડવાનાં, પણ સામાયિક તો આઠ વરસ પછી જ કરાવાય. વીતરાગતાને પ્રાપ્ત કરવા માટે આ વિરતિ છે, તેની કિંમત જેવીતેવી નથી.
૧. અજ્ઞાન :
* અજ્ઞાન એ સૌથી પહેલો દોષ છે, જે આપણને અત્યન્ત પ્રિય છે. જે આપણને ગમે તે બીજાનું ટળે એમાં આપણને આનંદ આવે ખરો ? આજે અજ્ઞાનના કારણે આ સંસારમાં આપણું કશું જ અટકતું નથી, જે અટકે છે તે કેવળજ્ઞાન અટકે છે અને એ તો આપણને જોઈતું નથી. આથી જ અજ્ઞાન દોષરૂપ નથી લાગતું. જ્ઞાનપંચમીની આરાધનામાં ઉપવાસ કરવો ગમે, ક્રિયા કરવી ગમે પણ ગાથા ગોખવાનું ન ગમે. પાંચ વરસ ને પાંચ મહિના સુધી જ્ઞાનના દેવવંદન કરવા છતાં જ્ઞાનના દુહા મોઢે ન આવડે, ચોપડીમાં જોઈને જ બોલવા પડે ને ? ભાવ કહેવો હોય તો પ્રાઈઝલિસ્ટ વાંચ્યા વગર જ કહો ને ? ત્યાં જેટલી જરૂર છે એટલી જરૂર અહીં નથી ને ? આને જ્ઞાન પ્રત્યેનો પ્રેમ કહેવાય કે નફરત ?
४०
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #42
--------------------------------------------------------------------------
________________
સ. ઉપેક્ષા કહો, નફરત ન કહો.
તમારે માટે નરમ શબ્દ વાપરું તેનો મને વાંધો નથી, પણ પદાર્થમાં ફરક નથી પડવાનો. તમારો છોકરો તમારી ઉપેક્ષા કરે તો તમે એને ઉપેક્ષા કહો કે નફરત કહો ? તપ ન કર્યાનું દુઃખ થાય, ક્રિયા ન કર્યાનું દુઃખ થાય પણ ગાથા ન થાય તો દુ:ખ ન થાય ને ? જેને કેવળજ્ઞાન જોઈએ તે જ્ઞાનની ઉપેક્ષા કરે ? અમારે ત્યાં જૈનેતર પંડિતો ભણાવવા આવતા ત્યારે અમે ભણવામાં આળસ કરીએ તો અમને કહેતા કે “મહારાજ ! આપકો કેવલજ્ઞાન ચાહીયે તો પઢતે કર્યો નહિ ?' જે જૈનેતર વિદ્વાનોને સમજાય છે તે આજનાં સાધુસાધ્વી પણ ન સમજી શકે તો તે કઈ દશા કહેવાય ? કેવળજ્ઞાન પામવા માટે પાંચ ગાથાનો નિયમ લેવો છે ? શ્રુતજ્ઞાન પરિપૂર્ણ થયા પછી પણ કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી આ અજ્ઞાન જીવતું રહે છે. અને આપણા ભગવાન આ અજ્ઞાનદોષથી રહિત હોવાથી આપણા માટે પૂજ્ય છે.
* અરિહન્તપરમાત્માની સ્તવના કરનારે આ અઢાર દોષો ગમે છે કે નહિ તે વિચારવાની જરૂર છે. અજ્ઞાનજેવો દોષ પણ આપણને ગમે છે ને ? જ્ઞાન ભણનારનો વિકથાનો રસ નિચોવાઈ જાય છે અને ગુરુભગવન્તના કહ્યા પ્રમાણે કરવું પડે છે : એ ફાવતું નથી. જેને અજ્ઞાન ગમે તેને ભગવાન કઈ રીતે ગમે ? જેને જ્ઞાન ગમે, કેવળજ્ઞાન ગમે તેને પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગ્યા વગર ન રહે.
સ. જ્ઞાનાવરણીયકર્મ ભારે હશે!
જ્ઞાનાવરણીયકર્મ નહિ, મિથ્યાત્વમોહનીયકર્મ ભારે છે તેથી ભણવાનું ગમતું નથી. ક્ષયોપશમ નથી માટે નથી ભણતા એવું નથી. માષતુષમુનિ કરતાં આપણો
યોપશમ સારો છે ને? છતાં નથી ભણતા તે શેના કારણે ? ભણ્યા વિના નહિ જ ચાલે – આવો અધ્યવસાય નથી માટે. તપનો અધ્યવસાય જેટલો છે તેટલો ભણવાનો અધ્યવસાય નથી. જે નડતું નથી તેના પર ભાર નથી આપવો, જે નડે છે તે કર્યા વગર નથી રહેવું. સમર્થ જ્ઞાની એવા આચાર્યભગવન્ત મળ્યા પછી પણ અજ્ઞાની રહ્યા તેનું કારણ આપણી જ્ઞાન પ્રત્યેની નફરત જ છે ને ? તપમાં તો શ્રદ્ધા છે કે અઠ્ઠમ કે તેનાથી આગળના તપમાં દેવતા સહાય કરે. જ્યારે અહીં જ્ઞાન ભણવામાં ગુરુભગવન્ત સહાય કરે છે છતાં નથી જોઈતું.
સ. દેવતાઓ સહાય કરે – એ વાત સાચી ?
આપણે ભગવાનની આજ્ઞા પાળતા હોઈએ અને દેવો ઉપયુક્તદશામાં હોય તો આવે ય ખરા. એ સમકિતી દેવોને પોતે ભગવાનની આજ્ઞા નથી પાળી શકતા તેનું દુઃખ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jam Education International
Page #43
--------------------------------------------------------------------------
________________
ભારોભાર હોય છે. તેથી ભગવાનની આજ્ઞાના પાલકોને સહાય કર્યા વિના ન રહે. સમ્યકત્વના પ્રભાવે ભગવાનને ઓળખવાના આનંદ કરતાં પણ ભગવાનની આજ્ઞા ન માનવાનું દુઃખ વધારે હોય તેથી સહાય કરે.
* આજે સાધુસાધ્વીને પણ અજ્ઞાન ગમે છે એ માન્યા વિના ચાલે એવું નથી. ગુરુભગવન્ત હિતશિક્ષા આપે તે ગમતી નથી તેનું કારણ એ છે કે શિક્ષાથી જ્ઞાન મળે છે, શિક્ષા વિના જ્ઞાન ન મળે. જ્ઞાન ગમે તેને હિતશિક્ષા ગમે, જેને અજ્ઞાન ગમે તેને ગુરુની હિતશિક્ષા ક્યાંથી ગમે? આથી નક્કી છે કે આજે જે હિતશિક્ષાનો અણગમો દેખાય છે તે અજ્ઞાનના પ્રેમને જ સૂચવે છે. જેને જ્ઞાન પ્રત્યે પ્રેમ હોય તેને હિતશિક્ષાનો અણગમો ન હોય.
૨. ક્રોધ :
* અજ્ઞાન પછી બીજો દોષ ક્રોધ બતાવ્યો છે. કારણ કે જે અજ્ઞાની હોય તેને હિતશિક્ષાની જરૂર પડે. એ હિતશિક્ષાથી એને ક્રોધ આવે. જ્ઞાનીને હિતશિક્ષાની જરૂર જ ન પડે અને છતાં હિતશિક્ષા તેને મળે તો પણ તેને ક્રોધ ન આવે. જેને ક્રોધ આવે તે જ્ઞાની ન હોય, જ્ઞાનીને ક્રોધ આવે નહિ: આ બંન્નેમાં તમે સમ્મત ને? જે જ્ઞાની અનાદિના સંસ્કારને દૂર કરવાને બદલે એને આધીન થઈને ગુસ્સો કરવા બેસે ત્યારે શું કહો ? “જોયા જોયા જ્ઞાની ! ભણવા છતાં ગુસ્સો તો પાર વગરનો છે !' આવું કહેવું તે જ્ઞાનની આશાતના છે. જ્ઞાની ગુસ્સો કરે નહિ, કદાચ કરે તો સામાના હિત માટે કરે. જ્યારે અજ્ઞાની પોતાના હિતની ઉપેક્ષા કરવા માટે ગુસ્સો કરે.
* શાસ્ત્રમાં કહ્યું છે કે તીર્થંકરભગવન્તની પૂજા કરતાં પણ તેઓશ્રીની આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. આજે આપણને પૂજા રહી જાય તો દુ:ખ થાય પણ આજ્ઞા રહી જાય તો દુઃખ થાય ખરું? હાથમાંથી ભગવાન પડી જાય તો દુઃખ થાય, પણ આજ્ઞા હાથમાંથી સરી પડે તો દુઃખ થાય ? ભગવાન પડી ગયા પછી પણ આશાતના થઈ એનું દુ:ખ કે એ આશાતનાથી ધનોતપનોત નીકળી જાય માટે દુઃખ? આશાતનાથી બચનારાને આજ્ઞાની આરાધનાનો ભાવ ન હોય એ ચાલે?
સ. ભગવાનનું વચન સમજવું કપરું છે.
ભગવાનનું વચન સમજવાનું કપરું નથી, સહેલું છે. સુખ છોડી દેવું અને દુઃખ ભોગવવા માંડવું : આ જ ભગવાનનું વચન. આશ્રવ સર્વથા હેય છે અને સંવર ઉપાદેય
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #44
--------------------------------------------------------------------------
________________
છે : આ ભગવાનના વચનનો સાર છે ને ? સુખ ભોગવવાથી આશ્રવ થાય ને ? દુઃખ ભોગવવાથી સંવર થાય ને ?
સ. સમજાયા પછી પણ વચન આચરવાનું કઠિન છે.
એનું કારણ એ છે કે રુચિ જાગવી કઠિન છે. પીરસનાર તો પકવાન્ન પીરસે પણ રુચિ જ ન હોય તો થાળ પડી રહે ને ? રુચિ વિના સારામાં સારી વસ્તુ પણ કામ ન લાગે.
સ. રુચિ લાવવા માટે શું કરવું ?
જુલાબ લઈને પેટ સાફ કરવું. એ માટે દીવેલ લેવું પડશે. પીરસનાર ભોજન પીરસે, દીવેલ ન પીરસે. દીવેલ તો આપણે જાતે લેવું પડશે. તેમ રુચિ આપણે જાતે પેદા કરવી પડશે.
* ચાર મહિનાના ઉપવાસ કરનાર તપસ્વીઓએ પણ એવો ક્રોધ કર્યો કે જે સામાન્ય માણસ પણ ન કરે. આવું જાણ્યા પછી આપણે એ જ વિચારવાનું કે કર્મની પરિણતિ એટલી વિચિત્ર છે કે ક્યારે કયો જીવ કેવું કાર્ય કરી બેસે એ કહી શકાય એવું નથી. માટે કર્મબંધ માટે એક પણ નિમિત્ત નથી આપવું અને કર્મનિર્જરાનાં નિમિત્તો જેટલાં મળે એટલાં સેવી લેવાં છે.
* દુષ્ટ ચાલે, દોષવાળા ચાલે પણ દોષની રુચિવાળા ન ચાલે.
* આચાર્યભગવન્દે એકવાર કહ્યું હતું કે જ્યારે જ્યારે વિસ્રોતસિકા થાય ત્યારે ઉચ્ચારપૂર્વક શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની માત્ર દસ પણ ગાથા ગોખવામાં આવે તો તે પરિણતિ શાંત થયા વગર ન રહે. વિસ્રોતસિકા એટલે જે દિશામાં જવાનું હોય તેનાથી ઊંધી દિશાનો ઢાળ. વિરતિની દિશામાં નીકળેલાનો ઢાળ અવિરતિ તરફ વળે તેનું નામ વિસ્રોતસિકા.
* ભગવાનના ઔદયિકભાવના ગુણો તો દેવતા કે લબ્ધિધારી મનુષ્ય પણ વિકુર્તી શકે પરંતુ આ ક્ષાયિકભાવના ગુણો તો કઠોર સાધના વિના પામી શકાતા નથી માટે આપણે એ ગુણોને સમજવાની શરૂઆત કરી છે. શાસ્ત્રમાં જે અતિશયોનું વર્ણન કર્યું છે તે પણ આ ક્ષાયિકભાવથી સહચરિત હોવાથી જ કર્યું છે. આથી આપણે અઢાર દોષોનું સ્વરૂપ સમજી લેવું છે. ભગવાને આ અઢારે દોષો દૂર કર્યા. આપણામાં આ અઢારે દોષ છે – એની કબૂલાત આપણે કરી જ લીધી છે. હવે એ દોષો ગમે છે કે એ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૪૩
Page #45
--------------------------------------------------------------------------
________________
દોષ કાઢવા છે? આપણને અજ્ઞાન પણ ગમે છે, ક્રોધ પણ ગમે છે. ક્રોધ ભંડો લાગે તોપણ ક્યા કારણસર લાગે ? ભવિષ્યમાં દુઃખ આપે છે માટે જ ને? બાકી જો એમ લાગે કે પરિણામ સારું – અનુકૂળ આવે એવું છે તો ક્રોધ પણ મજેથી કરીએ ને? ક્રોધ એ પાપ છે ને ? છઠે ક્રોધ એ પાપ ને? પાપ સ્વયં ખરાબ છે કે દુઃખ આપે છે માટે ખરાબ છે ? ક્રોધ પાપના યોગે આવે, પાપ કરાવે અને પાપનો અનુબંધ પાડી આપે છે, માટે જ તે પાપરૂપ છે. આથી જ ભગવાને ક્રોધને દૂર કર્યો. ભગવાને જે રીતે ક્રોધને દૂર કર્યો તે રીતે આપણે પણ ક્રોધ ટાળવો છે. ભગવાને દુ:ખ બધાનું ભોગવી લીધું અને કોઈને દુઃખ આપ્યું નહિ. દેવતાએ દુઃખ આપ્યું તે પણ ભોગવી લીધું, તિર્યંચે દુઃખ આપ્યું તે પણ ભોગવી લીધું અને મનુષ્યોએ દુઃખ આપ્યું તે પણ પ્રતીકાર કર્યા વિના ભોગવી લીધું. ન દેવતાને દુઃખ આપ્યું, ન તિર્યંચને દુઃખ આપ્યું, ન મનુષ્યને દુઃખ આપ્યું. આ રીતે ક્રોધને જીત્યો. આપણે જીતવો છે ને? તો નક્કી કરવું છે કે કોઈ ગમે તેટલું દુઃખ આપે તોપણ આપણે ગુસ્સો નથી કરવો. આપણે ગુસ્સો કરીએ તો બીજાને દુઃખ થાય ને? બીજાને દુ:ખ નથી આપવું માટે ગુસ્સો નથી કરવો – ખરું ને?
* ગુરુભગવન્ત આપણને ન ગમે એવું સંભળાવે તો ગુસ્સો આવે ને ? અણગમો એ ક્રોધનું ઉત્પત્તિસ્થાન છે. તેથી સૌથી પહેલાં વચનનો અણગમો ટાળવો છે.
*માંદગીમાં ખાવાપીવા – આરામની અનુકૂળતા વધારે મળે છતાં એ પુણ્યોદય ગમે કે સ્વાભાવિક – નિરોગી અવસ્થા ગમે ? પુણ્ય ગમે કે સ્વાભાવિક સ્વરૂપ ગમે? પુણ્ય ભોગવે તે માંદા કહેવાય, જે ભવના રોગી હોય તે પુણ્ય ભોગવે. જે નિરોગી હોય તેઓ તો સ્વરૂપમણતાનું સુખ ભોગવે.
* આચાર્યભગવન્તો મોક્ષમાર્ગના જ્ઞાતા, આરાધક અને પ્રરૂપક હોવાથી મહાન છે. સાચો પ્રભાવક છે કે જે સાચાના ઉપાસક બનાવે. સાચાના ઉપાસક બનાવે તે સારું કે આપણું મનગમતું આપે તે સારું ? ઔદયિકભાવ તો ઉપાશ્રયમાં આવવા માટે કામ લાગે પણ તે આગળ ન વધારે. આગળ વધવું હશે તો ઔદયિકભાવ ઉપરથી નજર ખસેડવી પડશે. આજે તો તકલીફ એ છે કે આપણે જાતે તો સુખ ઉપરથી નજર ખસેડી નથી શકતા, પણ ગુર્નાદિ ખસેડવા માટે પ્રયત્ન કરે તો ય ગુસ્સો આવે છે. આજે એટલું નક્કી કરવું છે કે ગુસ્સો ભલે ગમે તેટલો આવે તો પણ ગુરુ પ્રત્યે તો કોઈ સંયોગોમાં ગુસ્સો નથી કરવી – આટલો નિયમ છે? લેવો છે? લીધો હોય તો પાળીએ છીએ ખરા ?
४४
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #46
--------------------------------------------------------------------------
________________
૩. મદદ
* ક્રોધના કારણે આપણે જ્ઞાનથી દૂર રહીએ છીએ. જ્ઞાન પામવા માટે ક્રોધ ટાળવો પડશે. આ રીતે ક્રોધ ટાળીને જ્ઞાન મળ્યા પછી એ જ્ઞાનનો મદ આવવાની સંભાવના છે, આથી ત્રીજો દોષ મદ બતાવ્યો છે. જાતિ, કુળ, રૂપ, બળ, શ્રુત આદિ સંબંધી આઠ પ્રકારનો મદ છે. તીર્થંકર પરમાત્મામાં જાત્યાદિ આઠે ય ગુણો પરાકાષ્ઠાને પામેલા હોવા છતાં પરમાત્મામાં મદનો છાંટો પણ ન હોય. ખુદ ભગવાન પણ જે સર્વોત્કૃષ્ટ ગુણના ભાજન હોવા છતાં મદ ન કરે તો આપણે કયા કારણસર મદ કરીએ છીએ?
* ભગવાનના સિદ્ધાન્તનો અપલાપ કરનારી કલમો જે બંધારણમાં હોય તે બંધારણના ટ્રસ્ટી થવામાં પાપ છે. ટ્રસ્ટી થવામાં તીર્થંકર નામકર્મ બંધાય તે વાત સાચી, પણ જેને ભગવાનના વચન પર ટ્રસ્ટ(વિશ્વાસ) હોય તેને માટે એ વાત છે.
* વિશાળદષ્ટિ રાખવાની ના નહિ પણ એ દષ્ટિ કોને કહેવાય ? વિશાળને જેવું તે વિશાળદષ્ટિ. સંકુચિતને વિશાળ તરીકે જોવું તે વિશાળદષ્ટિ નહિ. મોક્ષ વિશાળ છે, તેને જોનારી દષ્ટિ તે વિશાળ દષ્ટિ. સંસારનું સુખ સંકુચિત છે તેને વિશાળ માનીને જોવું તેનું નામ સંકુચિત દષ્ટિ.
* આપણને સુખ ગમે કે ધર્મ? મહાપુરુષોએ ધર્મની સાધના માટે જે પુરુષાર્થ કર્યો છે, તે જોતાં લાગે કે સાધુપણાની અનુકૂળતા લેવાનો અધિકાર પણ એ મહાપુરુષોને હતો. આપણે તો એ રીતે જીવીએ છીએ કે આપણને આહાર લેવાનો પણ અધિકાર નથી, છતાં આપણે મજેથી સમયસર ખાવા બેસી જઈએ છીએ ને?
* શેઠાઈ કરીને આવેલા પણ એટલું યાદ રાખે કે શેઠાઈ મૂકીને આવ્યા છીએ તો તે અહીં શેઠાઈ કરી શકે ખરા ? સુખ ભોગવીને આવેલા પણ એ સુખ છોડીને આવ્યા છે એ ભૂલી જાય છે, આથી જ સુખ ભોગવવાની પ્રવૃત્તિ પાછી શરૂ કરે છે. મળેલી સામગ્રીનો ઓછા-વધતા પ્રમાણમાં ત્યાગ કરીએ તો સમજવું કે શરીર પાસે કામ લેવું છે. શરીર કામ નથી કરતું આ ફરિયાદ કરવાનો અધિકાર તેને છે કે જેને શરીર પાસે કામ લેવાની વૃત્તિ છે. નાનામાં નાનું પણ કામ શરીરની અનુકૂળતા સાચવીને કરવાની વૃત્તિ હોય તેવાઓ શરીર પાસેથી કામ ક્યાંથી લઈ શકે ?
* પુણ્યયોગે મળેલી સારામાં સારી ચીજને લઈને અહંકાર કરવો કે મારા જેવું કોઈ છે નહિ – તેનું નામ મદ. આવો અહંકાર કરવાથી આપણો કોઈ જ ઉદ્દેશ સિદ્ધ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૪૫
Jain-Education International
Page #47
--------------------------------------------------------------------------
________________
થતો નથી. આથી આવો મદ કરવાની મૂર્ખાઈ નથી કરવી. રૂપનો મદ સનત્કુમાર ચક્રવર્તીએ કર્યો હતો, કુળનો મદ મરીચિએ કર્યો હતો, જ્ઞાનનો મદ શ્રી સ્થૂલભદ્રમહારાજે કર્યો હતો અને તપનો મદ ચારમાસી તપ કરનાર ચાર શ્રમણોએ કર્યો હતો. એ મદના કારણે તે બધાને કોઈ જ લાભ ન થયો ઊલટું તે ગુણની હીનતા થઈ.
૪. માનઃ
* મદ પછી ચોથો માનદોષ બતાવ્યો છે. દુષ્ટનો અભિનિવેશ તેનું નામ માન. સારાખોટાનું જ્ઞાન થયા પછી પણ દુષ્ટનો ત્યાગ ન કરવા દે અને સાચાનો સ્વીકાર ન કરવા દે એવા અભિનિવેશને માન કહેવાય છે. આપણી વાત ખોટી છે એ સમજાયા પછી પણ મૂકવી નહિ અને બીજાની વાત સાચી છે એવું સમજાયા પછી પણ સ્વીકારવી નહિ તે માન. આપણું છોડી ન શકીએ અને સામાનું માની ન શકીએ એ માનનો પ્રભાવ છે. આવા માનીને જ્ઞાન ન મળે. આપણને જ્ઞાન મળે તો સારું કે આપણું માન જળવાય તો સારું ?
* માન બે પ્રકારનું છે : બાહ્ય અને અભ્યન્તર. સત્કાર કરવો તે બાહ્ય માન અને સન્માન કરવું તે અભ્યન્તર માન. બાહ્ય પરિચર્યા કરવી તે બાહ્ય માન અને અભ્યન્તર પ્રીતિ રાખવી તે અભ્યન્તર માન. આપણને બંન્ને પ્રકારનાં માન ગમે ને ? બાહ્ય ભક્તિ કરે એવી પણ અપેક્ષા હોય અને અંતરથી આપણી પ્રત્યે પ્રીતિ રાખે : એવી પણ અપેક્ષા હોય ને ? આથી માન દૂર કરવા માટે પહેલાં અપેક્ષા ટાળવી પડશે. તેથી માન પછી લોભદોષ ટાળવાનું બતાવ્યું છે.
* રોજ સવારે ઊઠતાંની સાથે અઢાર દોષ અને અઢાર પાપ યાદ આવે તો થાય કે આવું જીવન ક્યાં સુધી જીવવું છે ? હવે વહેલી તકે પાપરહિત અને દોષરહિત જીવન જીવતા થઈ જવું છે.
૫. લોભ:
* માન પછી લોભ બતાવ્યો છે. કારણ કે આપણું બધા માને એવી અપેક્ષામાંથી માન જન્મતું હોય છે. જે અપેક્ષા ટાળી શકે તેને માન ન નડે. લોભનું પાપ એવું છે કે તે લગભગ ભૂંડું લાગતું નથી. સારી વસ્તુ તો સૌને ગમે-એવો બચાવ કરીએ ને ? સારી એટલે અનુકૂળ. અનુકૂળ પડે એવી વસ્તુ બધાને ગમે ને ? આ રીતે લોભનો બચાવ કરવાની ટેવ પડી છે. પરંતુ એટલું યાદ રાખવું કે સારી વસ્તુ જેને ગમે તે સારા માણસ ન કહેવાય. જરૂરિયાત પૂરી કરવાનો લોભ હોય ત્યાં સુધી વાંધો નહિ પણ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૪૬
Page #48
--------------------------------------------------------------------------
________________
ઈચ્છાને પૂરી કરવાનો લોભ કોઈ સંયોગોમાં નભે નહિ. મોક્ષની ઈચ્છા અત્યારે પૂરી થાય એવી નથી – એમ સમજીને મૂકી દીધી તેમ આ બીજી ઈચ્છાઓ પૂરી થાય એવી નથી એમ સમજીને પણ મૂકવી છે ખરી? કે પુરુષાર્થ ચાલુ રાખવો છે?
* જેને સાધન ઉપર, સાધના પર પૂર્ણ વિશ્વાસ હોય તેની સાધ્યની ઈચ્છા પણ શાંત થઈ જાય છે. મળવાનું જ છે એવી ખાતરી થયા પછી કોઈ પણ શાંત થઈ જાય છે તે આપણે આપણા વ્યવહારમાં પણ જોઈએ જ છીએ. આથી જ સાધનાની પરાકાષ્ઠામાં મોક્ષ પ્રત્યે પણ ઉદાસીનભાવ બતાવ્યો છે.
* પહેલાં જિહાસા(સંસારનો ઉચ્છેદ કરવાની ઈચ્છા) જાગે. પછી જિજ્ઞાસા (ભવોચ્છેદનો ઉપાય જાણવાની ઈચ્છા) જાગે. પછી ક્રમસર શુશ્રુષા (એ ઉપાય સાંભળવાની ઈચ્છા), જિવૃક્ષા (સાંભળેલ અર્થને ગ્રહણ કરવાની ઈચ્છા), પછી ચિકીર્ષા (તે ઉપાય સેવવાની ઈચ્છા), પછી મુમુક્ષા (ક્ષયોપશમભાવના ધર્મો મૂકી ક્ષાયિકભાવસ્વરૂપ મોક્ષે જવાની ઈચ્છા) અને પછી દિક્ષા (મોક્ષના કારણરૂપ પરમતત્ત્વને જોવાની ઈચ્છા) જાગે.
* જેને ગુરુભગવન્તનું વચન માનવું નથી, સંસાર છોડવો નથી તેઓ ગુરુભગવન્તનો હાથ માથે મુકાવવાનો આગ્રહ રાખે તે શું કામનો ?
* લોભનો અર્થ ગૃદ્ધિ કર્યો છે અને પરિગ્રહ પણ ગૃધિના સ્વભાવવાળો હોવાથી પરિગ્રહનો સમાવેશ આ લોભમાં જ કર્યો છે. લોભનું કાર્ય પરિગ્રહ છે. કાર્ય કારણરૂપ મનાય ને ? માટે કાર્યને કારણમાં સમાવ્યું છે. અગ્નિ બાળે તેમ અગ્નિનું કાર્ય પણ બાળે ને ? ચામાં ઉષ્ણતા છે તે અગ્નિની જ છે ને? તેથી બંન્નેથી સાવચેત રહેવાનું ને? આજે ઘણા લોકો પરિગ્રહ લઈને બેઠા હોવા છતાં “મને લોભ નથી, આ તો ઘર લઈને બેઠા છીએ માટે કમાઈએ છીએ, આવો બચાવ કરે છે તેમને સમજાવવા માટે પરિગ્રહનો લોભમાં સમાવેશ કર્યો છે. લોભથી પરિગ્રહ આવે છે એવું જણાવ્યું છે.
સ. સાત લાખમાં બે જુદા કેમ આપ્યા છે ?
કારણરૂપ દોષ અને કાર્યસ્વરૂપ દોષ બંન્ને ભયંકર છે-એ જણાવવા માટે જુદી બતાવ્યા છે. ઘડો એ માટીનું કાર્ય છે. છતાં હાથ ધોવા માટે માટી જ કામ લાગે અને પાણી ભરવા માટે ઘડો જ કામ લાગે. આ રીતે કારણ અને કાર્યનું સ્વતંત્ર પ્રયોજન જુદું હોવાથી બેમાં ભેદ પણ છે. બેમાંથી એકે દોષ નભે એવો નથી તેથી જુદા પાડીને બતાવ્યા.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
४७
Page #49
--------------------------------------------------------------------------
________________
સ. શ્રાવક કમાતો ન હોય તો નિર્લોભી કહેવાય ને?
ના, સંતોષી કહેવાય પણ નિર્લોભી ન કહેવાય. નિર્લોભી તો એકમાત્ર સાધુભગવન્તો જ હોય. શ્રાવકે પરિગ્રહ રાખ્યો હોવાથી તેને લોભી જ કહેવાય. લોભ કાઢવો હોય તો પરિગ્રહ ટાળવો પડશે. સાધુભગવા નિર્લોભી અને નિર્મોહી હોય છે. આથી જ શ્રી સ્થૂલભદ્રમહારાજાએ કોશ્યાને કહ્યું હતું કે 'નિર્લોભી નિર્મોહીપણાશું સુણ કોશ્યા અમે રહીશુંરે, યોગવશે શુભવીરજિનેશ્વર આણા મસ્તક વહેશું. સાધુભગવન્તમાં લોભ ન હોય અને અજ્ઞાન ન હોય. લોભના કારણે પરિગ્રહ વધે અને પરિગ્રહના યોગે જ્ઞાન પામી શકાતું નથી. અસંયમના ઉપકરણની સારવારમાં જેટલો સમય જાય છે એટલો જ્ઞાનદર્શનચારિત્રની સાધનામાં નથી જતો. સાધુભગવન્તો માટે પુસ્તક પણ પરિગ્રહ છે. આજે પુસ્તક રાખવાના કારણે ગુરુ પ્રત્યે નિરપેક્ષભાવ વધવા માંડ્યો. ગુરુ પાસે મોઢે સૂત્ર અને અર્થ લેવાના હતા. આથી તો વાચના પછી પૃચ્છનાસ્વાધ્યાય બતાવ્યો છે.
સ. આગમો શા માટે લખાય છે?
કોઈવાર ભુલાઈ જાય તો જોવા માટે, રોજ ઉપયોગ કરવા નહિ. શંકા પડ્યા પછી ગુરુભગવન્તને પૂછવું, પુસ્તકમાંથી જોઈ લઈશું એવા ભાવે બેસે તેને બોધ ન મળે. આથી જ શુશ્રુષાગુણ બતાવ્યો છે, વાંચન નહિ. ગુરુભગવન્ત મતિજ્ઞાનના વિશિષ્ટ ક્ષયોપશમને લઈને જે અર્થને જણાવે તે પુસ્તકમાં ન મળે.
* જે ભગવાને લોભ છોડ્યો તે ભગવાન પાસે સુખનાં સાધન માંગતાં શરમ ન આવે ? આપણા કરતાં તો પેલો બ્રાહ્મણ સારો કે જેને, ભગવાન પાસે અર્ધ દેવદુષ્ય લીધા પછી અધું બાકી હતું તે માંગવા માટે જીભ ન ઊપડી, માંગતાં શરમ આવી. ભગવાનને જોઈને એમ થાય ને કે પરિગ્રહ એ પાપ છે, ભગવાને છોડ્યો છે તો હવે કયા મોઢે માંગું? જે ભગવાન સુખ છોડીને અને દુઃખ વેઠીને જ ભગવાન થયા હતા તે ભગવાન પાસે સુખ અને દુઃખાભાવ કઈ રીતે મંગાય ? આવા ભગવાન પાસે આવ્યા પછી પણ લોભ ભૂંડો ન લાગે તો આપણે ભૂંડા છીએ એમ સમજી લેવું.
* આજે આપણને પુણ્ય ઓછું પડે છે એનું દુઃખ ભારોભાર છે, પણ ક્ષયોપશમભાવ ઓછો પડે છે-એની ચિંતા નથી. સારા ડોક્ટર મળે છતાં રોગ ન જાય તો ન ગમે ને ? અને સારા ગુરુભગવન્ત મળવા છતાં દીક્ષા ન મળે તો દુઃખ થાય ખરું?
* બિમારીમાં મન સ્થિર ત્યારે થાય કે જ્યારે બિમારી ભોગવી લેવી છે' એવો ભાવ હોય. “માંદગી ક્યારે જાય ?' આ વિચાર મનને અસ્થિર બનાવે છે.
X/
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #50
--------------------------------------------------------------------------
________________
સ. ભોગવાય ત્યાં સુધી ભોગવીએ.
ના, ટળાય ત્યાં સુધી ટાળીએ. ન ટળે પછી ભોગવીએ - એમ કહો ને ? માંદગી ભોગવી લેવી છે આ પરિણામથી ભોગવવાનું સત્વ આવે.
૬. માયા:
* આજે આપણે ભગવાનને અતિશયધારી તરીકે ઓળખીએ કે અઢાર દોષથી રહિત તરીકે ઓળખીએ ? ભગવાનના અતિશયથી મારી-મરકી નથી આવતા એનો આપણને આનંદ કે ભગવાનની કૃપાથી સંસારમાં રખડવું નથી પડતું તેનો આપણને આનંદ ? નિકાચિત કોટિનો કર્મોદય હોય તો ભગવાનનો અતિશય પણ કામ નથી કરતો. જ્યારે ભગવાનની જેમ દોષરહિત અવસ્થા પામવી હોય તો પામી શકાય એવું છે. અતિશયથી ભૂખતરસ ન લાગે, જ્યારે ભગવાનની કૃપા ઝીલતાં આવડે તો ભૂખ લાગ્યા પછી પણ ખાવાની ઈચ્છા ન થાય. ભગવાનના કે ગુરુભગવન્તના ભક્ત થવામાં આનંદ કે શિષ્ય થવામાં? લોભ અને પરિગ્રહ હોવા છતાં જરૂરિયાતના કારણે કમાઈએ છીએ, ખર્ચા વધી ગયા છે', આવું કહીને બચાવ કરવા માંડ્યા એટલે માયા આવીને ઊભી રહે. આથી છઠ્ઠો દોષ માયા બતાવી છે. ધર્મસ્થાનમાં દોષોને નાબૂદ કરવા માટે આવ્યા હતા છતાં બચાવ કરવા બેસી ગયા – આ માયાનો પ્રભાવ છે. આપણા દોષોનો બચાવ કરવા જ માયાનો ખપ પડે છે. જ્યાં વાળીઝૂડીને સાફ કરવા આવ્યા હતા ત્યાં આરામ કરવા બેસી ગયા તેનું નામ માયા. દોષો કરતી વખતે પુરાવા સાથે પકડાઈ જવા છતાં “એવો આશય નથી' એમ કહીને છટકી જવાની તૈયારી છે ને ? માયાનો સ્થાયીભાવ જ આ છે કે “તમે ધારો છો એવું નથી.” ક્રિયામાં પહેલેથી છેલ્લે સુધી જે પરિણામ જીવતો હોય તેને સ્થાયીભાવ કહેવાય છે. માયા કરતી વખતે આ પરિણામ સ્થિર જ હોય ને ? આપણા દોષોનો બચાવ કરવો તેનું નામ માયા અને આપણા દોષોનો સ્વીકાર કરવો તેનું નામ ઋજુતા. આ ઋજુતા કેળવી લેવી છે. કારણ કે ધર્મ કરવાની યોગ્યતા આ ઋજુતામાંથી આવે છે. તમે ધારો છો એવું નથી – એમ કહેવાને બદલે તમારી ધારણા કરતાં વધારે છે-એવું પ્રામાણિકપણે કહેવાની તૈયારી આવે તો માયા દૂર થાય. આજે માયા કરવાના કારણે જાણે સ્વર્ગનું સુખ મળી ગયું હોય એવું લાગે છે. કારણ કે અપરાધ ગમે તેટલા કરીએ તો ય સજા મળે નહિ! માયા કાઢવી હોય તો દોષનો બચાવ નથી કરવો. આજે દોષ ટાળવાને બદલે, દોષ કહેનારને તોડી પાડવાની પ્રવૃત્તિ શરૂ થવા માંડી છે. જે સમજણા થાય તે આ જ પ્રવૃત્તિ કરવા માંડે એ કેમ ચાલે ? દોષો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૪૯
Jan Education International
Page #51
--------------------------------------------------------------------------
________________
કાઢવા માટે આવેલા આપણને આપણા આત્માના દોષો વીણી-વીણીને બતાવે ત્યારે માઠું લાગે તો આપણું ભાગ્ય પરવાર્યું એમ સમજી લેવું.
સ. ભગવદ્ ! અનાદિકાળના સંસ્કારના કારણે માયાદોષ પડેલો જ છે તો તેને કાઢવા માટે શું કરવું?
ગુર્નાદિક દોષો બતાવે ત્યારે પ્રેમથી સાંભળતાં શીખી લેવું. દોષોનો સ્વીકાર કરતાં આવડશે તો માયાદોષ ટળશે. ગુર્નાદિક ખોટો ઠપકો આપે તોપણ સ્વીકારી લેવો છે. માયા કાઢવી હશે તો અહીં સુધીની તૈયારી કેળવવી પડશે. માયા કાઢવી છે ખરી ? કે રાખવી છે? કે પછી માયા છે જ નહિ ?
સ. નીકળી જાય તો સારું!
એનો જાપ જયેથી માયા નીકળે ખરી ? ઘરમાંથી કચરો નીકળે તો સારું એવો જાપ જપો કે ઝાડું લઈને ફરી વળો? માયા તો એવી કજાત છે કે જાતે નીકળે એવી નથી, એને ધક્કો મારીને કાઢવી પડશે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે સમાધિના જાપ જપવાથી સમાધિ ન મળે, અસમાધિનાં નિમિત્તો ટાળો તો સમાધિ મળે. દોષ ટાળવાનું સામર્થ્ય તો તમારી પાસે જ છે. આજે એટલો નિયમ લેવો છે કે કોઈ પણ ભૂલ બતાવે તો સ્વીકારી લેવી છે, ખુલાસા કરવા નથી બેસવું. ખુલાસો કરવાની શરૂઆત કરીએ એટલે માયા શરૂ થવા માંડે. માયાનો તંતુ તોડવા માટે ખુલાસા કરવાનું બંધ કરવું છે.
સ. અન્યાય કરે તોપણ ?
શ્રી અંજનાસતીનો ગુનો કેવો અને સજા કેવી ? બાવીસ-બાવીસ વરસ સુધી પોતાનો પતિ જ પોતાને વ્યભિચારિણી માને છતાં કોઈ ઠેકાણે ફરિયાદ નથી કરી. પિયરે પણ નથી ગયાં. સાસરે રહીને જ કોઈ પણ જાતનો પ્રતીકાર કર્યા વિના આ અન્યાય સહ્યો ને ? મનથી પણ જેણે વ્યભિચાર નથી સેવ્યો એવી સતી ઉપર ઘરના જ લોકોએ કેવા આક્ષેપ કર્યા છતાં પોતાના કર્મનો જ દોષ કાઢયો ને ? એ કાંઈ ધર્મ કરવા માટે આવ્યા હતાં કે સંસારનાં સુખ ભોગવવા આવ્યાં હતાં? છતાં આવો અન્યાય સહન કરે ! અને આપણે ધર્મ કરવા આવ્યા હોવા છતાં, આવો અન્યાય કોઈએ કર્યો ન હોવા છતાં ખુલાસા કરવા બેસીએ તેનું કારણ શું? એ મહાપુરુષો હતા, મહાસતી હતાં તેની ના નહિ, પણ તેમના ગુણોનો જાપ જપવાથી ગુણ નહિ આવે. એ મહાપુરુષો માત્ર ગુણ ગાઈને ગુણવાન બન્યા ન હતા, કામ કરીને ગુણવાન બન્યા હતા. રોજ સવારે ઊઠીને શ્રી સીમંધરસ્વામીને વિનંતિ કરીએ કે આ ભરતે આવો. પરંતુ ભગવાન આવે તો પણ
૫૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #52
--------------------------------------------------------------------------
________________
આપણે દિક્ષા લઈએ ખરા ? જે જોઈતું નથી તે ભગવાન પાસે માગીએ : આ પણ એક માયા ને ?
સ. ચૈત્યવંદનમાં એવું શા માટે લખ્યું છે ?
ભાવ લાવવા માટે કહ્યું છે, માયા કરવા માટે નહિ. આજે ભાવ લાવવાનું તો કપરું છે જ, પણ ભાવ લાવવાનો અધ્યવસાય કેળવવો એ પણ ખૂબ કપરું છે! આથી ભાવ કેળવવાનું આલંબન આપ્યું. કોઈ પણ વ્યક્તિ આપણા દોષ બતાવે તો કહેવું કે - “એ માટે જ નીકળ્યો છું, જે દોષ દેખાય તે આજે જ બતાવી દેજે, બીજે-ત્રીજે દિવસે નહિ.” આજે આપણી તો એવી કફોડી હાલત છે કે – આવ્યા'તા પોતાના દોષો દૂર કરવા અને બીજાના દોષો જોવાની શરૂઆત કરી દીધી છે. ગુનો બતાવનાર પર ગુસ્સો આવે તો ગુનો માનતા નથી – એમ જ માનવું પડે ને? આત્મપ્રેક્ષણ કરવા આવેલા પરપ્રેક્ષણ કરવા બેસી જાય તો શું પરિણામ આવે? જેને ગુનો કાઢવો જ છે, તે તો ગુના બતાવનાર મળે તો રાજી થાય ને? આજે બીજાનો દોષ બતાવવાની તક મળે તો રાજી રાજી થઈ જાય અને પોતાના દોષ ઉઘાડા પડે તો ક્ષોભ થાય - એ શું સૂચવે છે ? આપણા ભગવાન માયા વગરના હતા. તીર્થંકર થવા પહેલાં, કેવળજ્ઞાન પામવા પહેલાં, રસ્તે રખડતા લોકોએ અરે ! તુરે ! કહીને તિરસ્કાર કર્યો, જારપુરુષ, ગુપ્તચર પુરુષ જેવા છેલ્લી કોટિના આક્ષેપો મૂક્યા છતાંય ભગવાન મૌન રહ્યા હતા. નથી પ્રતીકાર કર્યો, નથી બચાવ કર્યો કે નથી ખુલાસો કર્યો. આપણે પણ માયારહિત બનવું છે ને ? તો દોષ છે કે નહિ તે નથી જેવું, દોષ બતાવે તો પ્રતીકાર કરવા ઊભા નથી રહેવું. ગમે તે દોષ બતાવે : મા બતાવે, બાપા બતાવે, ભાઈ-બહેન-પત્નીદીકરા-દીકરાની વહુ-નોકર-ચાકર.... ગમે તે દોષ બતાવે, સ્વીકારી લેવું છે. દીકરાની વહુ પણ કહે કે “કેમ મોડા આવ્યા?' તો ખુલાસો કરવાને બદલે કહેવું કે “સાચી વાત છે, મોડું થયું છે, કાલે ધ્યાન રાખીશ!'
સ. પ્રતીકાર ન કરીએ તો ગુનેગાર માને ને ?
લોકોની દષ્ટિએ ભલે ગુનેગાર ઠરીએ, જ્ઞાનીની દષ્ટિએ કેવળજ્ઞાની બની જઈશું, માયારહિત બની જઈશું. શ્રી અંજનાસતીએ પ્રતીકાર કર્યો? શ્રી સુદર્શન શેઠે પ્રતીકાર ન કર્યો તો શું થયું? શ્રી ખંધકમુનિએ પ્રતીકાર ન કર્યો, શ્રી ગજસુકુમાલ મુનિએ પ્રતીકાર ન કર્યો તો શું થયું ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૫૧
Page #53
--------------------------------------------------------------------------
________________
સ. એટલી સમતા નથી રહેતી.
નથી રહેતી બોલીને નહિ ચાલે, રાખવી પડશે. નથી રહેતી' એમ બોલવાથી સમતા નહિ આવે, સમતા રાખવાથી સમતા આવશે. સમતાનો માર્ગ અપનાવ્યો જ નથી, તો સમતા ક્યાંથી રહે ? સમતા લાવવી છે ખરી ? જેને ઉપાય સેવવા જ ન હોય તે ઉપાય પૂછ્યા કરે તેનો અર્થ શું? અમારી પાસે સર્વજ્ઞભગવન્તનું શાસન છે : એ શાસનમાં સમતાનો ઉપાય ન મળે એ શક્ય છે? કષાયો છે, તેમ કષાયોથી મુક્ત થવાના ઉપાયો પણ છે. મૌન રહેતાં આવડે, મોટું બંધ રાખતાં આવડે તો સમતા આવે. ‘ટકોરો મારે જ શા માટે ?', “બોલે જ શા માટે ?' ... આવા વિકલ્પો કર્યા કરીશું તો સમતા નહિ આવે. આખી દુનિયાને મારા દોષ બતાવવાનો અધિકાર છે, કારણ કે દોષો કાઢવા જ છે, રાખવા નથી. આપણે જે વસ્તુ કાઢવી હોય અને કોઈ જાતે ઉપાડીને લઈ જાય તો આપણે રાજી થઈએ ને? દોષો બતાવનારનો પ્રતિકાર કરવાથી અસલમાં આપણા ગુણોનો જ પ્રતીકાર થાય છે. દોષનો સ્વીકાર દોષરહિત બનાવે છે. દોષનો પ્રતીકાર દોષોની રક્ષા કરે છે. દોષોનો પ્રતીકાર કરવાની ભાવના એ દોષોની રક્ષાનું જ સૂચક છે. માયા કાઢવી – એ શક્ય છે કે અશક્ય છે ? શક્ય હોય તો સહેલું છે કે અઘરું છે? અને છેવટે એ પ્રશ્ન જાતને પૂછો કે આ કામ કરવું છે કે નથી કરવું? જાતે વિચાર કરીને જવાબ મેળવી લો. દોષ કોણ બતાવે છે એ નથી જોવું, કયો દોષ બતાવે છે એ જેવું છે. માયાનું કામ ન પડે એ રીતે જીવતા શીખી લેવું છે. ૭, ૮. રતિ : અરતિ :
* એક વાર સરળતા હશે તો ગમે તેવી જડતા પણ દૂર કરી શકાશે અને માયા હશે તો ગમે તેટલી પ્રાજ્ઞતા પણ કામ નહિ લાગે. આપણા બધા દોષોને ચલાવી લેવાનું અને એ દોષો પર ગુણનો ઓપ ચઢાવવાનું આપણને માયાએ શીખવ્યું. જ્યારે દોષોને દૂર કરવાની શરૂઆત કરીએ ત્યારે એ ભાવના પર અંગારો ચાંપવાનું કામ માયા કરે છે. દોષોને દૂર કરવા પ્રયત્ન કરીએ ત્યારે એ દોષોને જીવતદાન આપવાનું કામ આ માયા કરે છે. આ માયાને જન્મ આપનારી સુખની રતિ અને દુઃખની અરતિ છે. આથી સાતમો અને આઠમો દોષ રતિ તથા અરતિ બતાવ્યા છે. સુખમાં મજા આવે છે તેથી સુખને છોડી નથી શકતા, દુઃખમાં મજા નથી આવતી માટે દુઃખ ભોગવી શક્તા નથી અને એ માટે દોષોનો બચાવ કરવાનું શરૂ થાય છે.
૫૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #54
--------------------------------------------------------------------------
________________
*ઈષ્ટ એવા શબ્દાદિ વિષયો ભોગવતી વખતે કે ભોગવ્યા પછી જ નહિ, ભોગવ્યા પહેલાં જ એ વિષયોની પ્રાપ્તિ થવામાત્રથી જ મનમાં જે આનંદ આવે છે તેને રતિ કહેવાય છે. સુખ મળવા પહેલાં જ સુખ મળશે એની કલ્પનામાં રાચવું તેનું નામ રતિ. સુખનો ભોગવટો એ પાપ નથી, સુખની ઈચ્છા એ જ પાપ છે. સુખની ઈચ્છા
જ્યાં પણ પડી હશે ત્યાં પાપનો બંધ પાડયા જ કરશે. દુઃખ તો ખરાબ લાગે જ છે, સુખ જે દિવસે ખરાબ લાગશે એ દિવસે મુક્તિનો ઉપાય મળ્યો એમ સમજવું. સુખની રતિ મુક્તિનો અવરોધ કરે છે.
* છોકરાના હિતની ચિંતા કરવાની ખરી, પણ એ ત્યાં સુધી જ કરવાની કે જ્યાં સુધી તે સાંભળે અને સામે જવાબ ન આપે. સામે જવાબ આપવાનું શરૂ કરે એટલે આપણે મૌન લઈ લેવાનું. જેને છોડીને - મૂકીને જવાનું છે તેવાઓ સુધરે કે ન સુધરે - એમાં આપણને શું ફરક પડવાનો ? યોગ્ય હોય તેને કહેવાનું. માર્યા પછી પણ બોલે નહિ તે યોગ્ય અને કહેવામાત્રથી સામો જવાબ આપે તે અયોગ્ય.
* દુઃખ ટાળીને અરતિ ટાળવી એના કરતાં દુઃખ ભોગવીને અરતિ રહેતી હોય તો વાંધો નહિ. અરતિ ટાળવા માટે દુઃખ નથી ટાળવું. દુઃખ ભોગવતાં અરતિ થતી હશે તોપણ એ અરતિ નભાવી લઈશું પણ એ અરતિને ટાળવાના નામે દુઃખ ટાળવાની ચેષ્ટા નથી કરવી.
* આજે મોટા ભાગના ધર્માત્માની એક જ ફરિયાદ છે કે સુખ ન મળે તો ચાલશે પણ દુઃખ નથી વેઠતું. દુઃખની અરતિની ફરિયાદ કરનારા ઘણા છે, પણ સુખની રતિની કોઈ ફરિયાદ નથી કરતું. દુઃખની અરતિની ફરિયાદ કરવા છતાં પણ અસલમાં એ દુઃખની જ ફરિયાદ છે. અરતિ ટાળવાનો ઉપાય પૂછે તો બતાવી શકાય, પણ દુ:ખ ટાળવાનો ઉપાય પૂછે તો કઈ રીતે બતાવવો? શ્રી મેઘકુમારે પણ દુઃખની અરતિની ફરિયાદ કરી તો ભગવાને શું કર્યું? દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવ્યો કે દુઃખની અરતિ કાઢવાનો ઉપાય બતાવ્યો ? ભગવાને સ્થવિરભગવન્તોને સાચવી લેવાનો ઉપદેશ આપ્યો ? કે મેઘકુમારને પૂર્વભવોનાં દુઃખો યાદ કરાવીને દુઃખ ભોગવી લેવાનો ઉપદેશ આપ્યો ? દુઃખ પ્રત્યે પ્રેમ પેદા કરાવવો તેનું નામ અરતિ ટાળવી. દુઃખ પ્રત્યે પ્રેમ કેળવ્યા વગર નથી ચાલવાનું. કારણ કે દુઃખ આપણે જાતે જ ઊભું કરેલું છે. દુઃખ કોને આવે? જેણે મજેથી પાપ કર્યા હોય તેને જ આવે ને ? જેણે પાપ નાછૂટકે કર્યા હોય તેને દુઃખ ન આવે. જેને જેને દુઃખ આવે છે તેણે પાપ મજેથી ક્યાં છે – એ સમજી રાખવું. આજે આપણે છાપાં વાંચીને પણ દુઃખ દૂર કરવાનો પુરુષાર્થ કરીએ છીએ,
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૫૩
Jaime Education International
Page #55
--------------------------------------------------------------------------
________________
પણ શાસ્ત્ર વાંચીને કર્મ દૂર કરવાની તૈયારી નથી ! દુઃખ ટાળીને સમાધિ ન મળે, અરતિ ટાળીએ તો સમાધિ મળે. દુઃખની અરતિ ટાળવા માટે દુ:ખ પ્રત્યે પ્રેમ કેળવવો પડશે. દુઃખ પ્રત્યે નફરત હોય તેને અસમાધિ થાય, દુ:ખ પ્રત્યે પ્રેમ હોય તે તો સમાધિમાં જ હોય. દુઃખના કારણે અસમાધિ નથી થતી, દુઃખ પ્રત્યે દ્વેષ હોવાથી અસમાધિ થાય છે. માટે જ સમાધિ લાવવા માટે દુઃખ ગમાડવું છે.
સ. દુઃખની વ્યાખ્યા શું?
જે ન ગમે તે દુઃખ. જે પ્રતિકૂળ લાગે તે દુઃખ. પ્રતિકૂળરૂપે જે વેદાય તે દુઃખ. દુઃખની અરતિ હોવાથી દુઃખ અસહ્ય લાગે છે, અરતિ ખસે તો દુઃખ મજેથી વેઠી શકાય. દુઃખ મોક્ષનું બાધક નથી, દુઃખની અરતિ મોક્ષની બાધક છે. દેરાસર-ઉપાશ્રયમાં મોક્ષે જવા માટે જ આવીએ છીએ ને? તો એક પણ પગલું અહીં એવું નથી ભરવું કે જેથી મોક્ષને બાધા પહોંચે.
* સમ્યકત્વ પામવા માટે દુઃખની અરતિ ટાળવી જ પડશે. દુઃખ પ્રત્યે નફરત હશે ત્યાં સુધી અરતિ નહિ ટળે. દુઃખને મજેથી ભોગવનારા મહાપુરુષોને યાદ કરીએ તો અરતિ ટળી જશે. આજે આપણે મહાપુરુષોને યાદ કરીએ છીએ પણ દુઃખ વેઠવાનું સત્ત્વ મળે એ માટે યાદ નથી કરતા, આથી સત્ત્વ આવતું નથી.
૯. નિદ્રા:
* નવમો દોષ નિદ્રા છે. નિદ્રાને દોષ માનીએ કે જરૂરી માનીએ? નિદ્રા આવી જાય કે લઈએ ? આપણી પાસે જોખમ હોય તો નિદ્રા આવે ખરી? આવે તોપણ ઉડાડીને જાગતા રહીએ ને? ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે નિદ્રા ઉડાડીએ પણ મોક્ષની સાધના માટે નિદ્રા ન ઉડાડી શકીએ ને? શરીર પડી જાય તો વાંધો નહીં, પણ આળોટવું પડે એ ન ચાલે. ઊંઘ ન આવે છતાં પડખાં ઘસતા પડ્યા રહીએ તો નિદ્રાને દોષ માનીએ છીએ- એવું કેમ કહેવાય ?
સ. ઊંઘ આવે તો આરોગ્ય સારું રહે.
સારું આરોગ્ય શા માટે જોઈએ છે? આરાધના કરવા કે પાપ કરવા? પાપમાં પાડે તેવું આરોગ્ય બગડતું હોય તો ભલે બગડે એને સુધારવું નથી. દ્રવ્ય આરોગ્ય સારું રાખવા માટે મહેનત કરીએ ત્યાં સુધી ભાવ આરોગ્ય નહિ આવે.
૫૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #56
--------------------------------------------------------------------------
________________
* પાપના વિચાર આવ્યા પછી તરત સાધન શોધવા નીકળી પડીએ ને ધર્મના વિચાર આવ્યા પછી પૂછવા જઈએ ને ?
* દુઃખમાં અરતિ થાય એટલે એમાંથી નિદ્રા લેવાની ભાવના જાગે અને સુખમાં રતિ થાય ત્યારે પણ નિદ્રા લેવાનું ગમે. આથી રતિ-અરતિ પછી નિદ્રા બતાવી. દુઃખ ઘણું પડે ત્યારે પણ એ દુઃખને ભૂલવા નિદ્રા લેવાનું મન થાય અને સુખને માણવા પણ નિદ્રા લેવાનું મન થાય, માટે નિદ્રા પ્રિય છે. તેથી તેને દોષરૂપ માનવાનું કામ કપરું
* જે સાધનને શોધે તે યોદ્ધા ન બની શકે, જે હોય તેને સાધન બનાવે તે યોદ્ધા બની શકે. મન સાથે યુદ્ધ કરવું હશે તો આ રીતે, મળે તેને સાધન બનાવવું પડશે. આશ્રવને પણ સંવર બનાવતાં આવડે તે કર્મને જીતી શકે. આપણી બધી પ્રવૃત્તિ ઉપર મનનો કાબૂ છે પણ મન કોઈના કાબૂમાં પ્રાય: નથી અને કદાચ મન પર કાબૂ હોય તો તે આપણા રાગદ્વેષની પરિણતિનો છે. એના બદલે આપણે આપણા મન ઉપર ભગવાનના વચનનો કાબૂ રહે એવું કરવું છે. આપણું મન જે કહે તે નથી કરવું, ભગવાનનું વચન જે કહે તે કરી લેવું છે. અનાદિકાળથી મનનું કહ્યું માન્યું તેનું જે પરિણામ આવ્યું તે તો આપણે ભોગવી જ રહ્યા છીએ. હવે ભગવાનનું વચન માનીને જોવું છે. મન કરવાનું કહે અને વચન ના પાડતું હોય તો નથી કરવું, મન ના પાડતું હોય પણ વચન કહેતું હોય તો કર્યા વગર રહેવું નથી. મનના કહેવાથી બોલવું, એના કરતાં વચનના કારણે મૌન રહેવું સારું. સંસારનાં ઘણાં કાર્યો જરૂરી લાગ્યાં તો મન વગર પણ કરીએ છીએ ને? નોકરી કરવાનું મન ન હોય તોપણ કરીએ ને ? તો ભગવાનનું વચન જે કહે છે તે તો એકાન્ત હિતકર છે, સારું છે – એમ સમજીને મન વગર કરવામાં આવે તોય શું વાંધો છે ?
* અશુભનો અનુબંધ જ ખરાબ છે એવું નથી, બંધ પણ ખરાબ જ છે. પહેલાં તો બંધ જ ન થાય તેની ચિંતા કરવી છે. કોઈ સંયોગોમાં બંધ ન જ ટળી શકે ત્યારે અનુબંધની ચિંતા કરી લેવી. કોઈ માણસનો અકસ્માત થયો હોય અને રસ્તા પર પડ્યો હોય ત્યારે પાછળથી ગાડી આવે અને એના માથા ઉપરથી ફરી વળવાની તૈયારી હોય તેવા વખતે પેલો માથું ખસેડી લે અને ગાડી પગ ઉપરથી ફરી જાય, માથું બચે અને પગ જાય, તેવા વખતે શું કહેવાય ? પગ ઉપરથી ગાડી ફરે તે સારું કે માથા ઉપરથી ગાડી ફરે તે સારું ? એકે ઉપરથી ન ફરવી જોઈએ ને ? અને છતાં ફરે જ તો માથા ઉપરથી તો ન જ ફરવી જોઈએ ને? પગ પર ફરે તો ચાલે – એવું નહિ ને ? તેમ બંધ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૫૫
Page #57
--------------------------------------------------------------------------
________________
અને અનુબંધ બંન્ને ટાળવા છે. છતાં બંધમાં ન બચાય તો ય અનુબંધથી તો બચવું જ: એ અપેક્ષાએ અનુબંધ પર ભાર અપાય છે, બંધની ગૌણતા બતાવવા નહિ.
* કોઈ આપણને અપરાધી કહે તો ચિંતા ન કરવી, કારણ કે આપણે અપરાધ કરીએ જ છીએ. કદાચ અપરાધ ન જણાય તોપણ સમજી રાખવું કે કર્મ પડ્યાં છે ત્યાં સુધી અપરાધી છીએ જ.
* જ્યાં સુધી દેવગુરુધર્મનું વાસ્તવિક સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી ગમે તેટલી શ્રદ્ધા એમની પ્રત્યે હોય તોપણ તે અજ્ઞાનમૂલક જ ગણાય.
* નિદ્રાના કારણે આપણું જ્ઞાન પણ નકામું થઈ જાય છે. ગમે તેવા જ્ઞાનીને પણ જડ બનાવી દે એવી આ નિદ્રા છે.
* અટવીમાં થાકી ગયા પછી પણ વાઘ આવે તો થાક ઊતરી જાય ને? તેમ સંસારનો ભય લાગે તો ક્રિયાનો થાક બધો ઊતરી જાય.
* જાગતા રહીએ તો જ્ઞાન મળે, ઊંઘતા રહીએ તો નવું જ્ઞાન તો ન મળે, ઊલટું મળેલું જ્ઞાન પણ નકામું થઈ જાય.
* દલીલ કરવાની ટેવ છે અને સરળતાપૂર્વક વાત સ્વીકારવાનું હૈયું નથી માટે ધર્મ કરવા છતાં ધર્મની યોગ્યતા આવતી નથી.
* આંખ મીંચીને સંથારા વગેરેમાં આડા પડવું તે બાહ્યનિદ્રા અને જેના કારણે મોક્ષની સાધના અટકી પડે તેનું નામ અભ્યન્તરનિદ્રા. સુખ મેળવવા માટે અને દુઃખ ટાળવા માટેનો જે કોઈ પુરુષાર્થ કરવો તેનું નામ અભ્યન્તરનિદ્રા. બાહ્યનિદ્રા શરીર લે, અભ્યન્તરનિદ્રા આત્મા લે છે. શરીર ઊંઘી જાય તો ચાલે, પણ આત્મા ન ઊંઘવો જોઈએ. આત્માની નિદ્રા તે મોહની નિદ્રા. અજ્ઞાનદશામાં જીવવું, જ્ઞાનનો ઉપયોગ કરવો નહિ અને મોક્ષની સાધના અટકી પડે એ રીતે વર્તવું તેનું નામ મોહનિદ્રા. આ મોહનિદ્રાને ટાળવાનો ઉપાય એ છે કે સ્વાધ્યાય કરતા રહેવું, સૂત્ર અને અર્થનું, પરાવર્તન અને અનુપ્રેક્ષા કરતાં રહેવું. ૧૦. શોક :
* ઈષ્ટવસ્તુના વિરહના કારણે ઉત્પન્ન થયેલો ચિત્તનો જે સંતાપ તેનું નામ શોક. મોક્ષનો વિરહ છે ને? છતાં તેનો સંતાપ નથી તો માનવું પડે ને કે મોક્ષ ઈષ્ટ
૫૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #58
--------------------------------------------------------------------------
________________
નથી. મોક્ષ ઈષ્ટ નથી લાગતો, મોક્ષનાં સાધનો ઈષ્ટ નથી એ સિવાયનું બધું જ ઈષ્ટ લાગે છે તેથી કાયમ માટે શોકમાં ગરકાવ હોઈએ છીએ. ભગવાનમાં આ શોકદોષ ન હતો. કારણ કે ભગવાનને કોઈ ઈષ્ટ જ ન હતું. આપણી તો હાલત કફોડી છે. જે ઈષ્ટ માનવાનું નથી તેને ઈષ્ટ માનીને બેઠા છીએ અને એના વિરહમાં પાછો ચિત્તનો સંતાપ થયા કરે છે – કેટલી હદ સુધી નીચે પહોંચ્યા છીએ ?
* ભગવાનના અતિશય આપણને કામ લાગે છે માટે તે સાંભળવાનું, તેની વાત કરવાનું ગમે છે અને ભગવાનની દોષરહિત અવસ્થા આપણને કામ નથી લાગતી માટે તેની વાત કરવાનું ગમતું નથી-ખરું ને ?
* સુખનો રાગ હૈયામાં એવો વ્યાપી ગયો છે કે જેથી ભગવાનનું વચન હૈયામાં પેસી શકે એવો કોઈ અવકાશ જ નથી.
* ભગવાનને ઈષ્ટનો વિરહ ન હતો અને ઈષ્ટ મળી ગયું હતું માટે તેમને શોક ન હતો એવું નથી, ભગવાનને કોઈ જ ઈષ્ટ ન હતું તેથી ભગવાનને શોક ન હતો.
* ‘કરવું જ છે તો ભગવાનની આજ્ઞા મુજબ કેમ ન કરવું ?' આવો અધ્યવસાય જે દિવસે જાગે તે દિવસે આપણે ધર્મમાર્ગે ચાલ્યા-એમ સમજવું. આજે ગમે તે રીતે ધર્મ કરવાની તૈયારી હોય તો આજ્ઞા પ્રત્યે પ્રેમ કયાંથી જાગે ?
* આજે આપણું ઈષ્ટ અને સાધ્ય બે જુદાં છે. જે ઈચ્છાનો વિષય બને તે ઈષ્ટ અને જે સાધનાથી પ્રાપ્ત થાય તે સાધ્ય. આજે સાધ્ય એ ઈષ્ટ નથી. પુણ્યથી મળનાર વસ્તુ આજે આપણને ઈષ્ટ લાગે છે. સાધ્ય ઈષ્ટ નથી લાગતું. સંસારનું સુખ ઈષ્ટ લાગવા છતાં તે સાધ્ય નથી અને મોક્ષ સાધ્ય હોવા છતાં ઈષ્ટ નથી લાગતો.
સ. જયવીયરાયમાં ઈષ્ટલસિદ્ધિમાં ઈષ્ટથી શું લેવું ?
ત્યાં ઈષ્ટથી મોક્ષના અવિરોધી ફળનું ગ્રહણ કર્યું છે. મોક્ષમાર્ગના અવરોધને દૂર કરે તેને ઈષ્ટ તરીકે ગણ્યું છે. પહેલાં ભવનિર્વેદ માંગ્યા પછી જે ઈષ્ટની માંગણી કરે તે ઈષ્ટ કયું હોઈ શકે ? ભવને અનુકૂળ કે મોક્ષને અનુકૂળ ? સાધુભગવન્તને પણ ગુરુભગવન્તનો યોગ, જ્ઞાન-દર્શનની પ્રાપ્તિ, ચારિત્રમોહનીયનું નડતર ટાળવું, પ્રમાદ ટાળવો.... આ બધું જ ઈષ્ટ છે.
* ભગવાન શોકરહિત હતા તેનું કારણ ભગવાનનું ઈષ્ટ પૂરું થયું હતું માટે નહિ. ભગવાન શોકરહિત થયા તેમ આપણે પણ શોકરહિત થવા માટે મહેનત કરીએ છીએ,
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૫૭
Page #59
--------------------------------------------------------------------------
________________
પરંતુ ભગવાને ઈષ્ટને અનિષ્ટ માનીને શોક ટાળ્યો, આપણે ઈષ્ટ મેળવીને શોક ટાળવા પ્રયત્ન કરીએ છીએ. ભગવાનનો માર્ગ સહેલો છે. જેને ઈષ્ટ માની લીધું છે એ ઈષ્ટ જ નથી – એવું માની લઈએ તો શોક ટળે ને? ૧૧. અલીકવચન
અગિયારમો દોષ અલીકવચન છે. અલીક એટલે જૂઠું. હકીક્તનો અપલાપ કરવો તે જૂઠું. ગુરુભગવન્ત વગેરે આપણા દોષ બતાવે ત્યારે “એવું નથી' એ પ્રમાણે કહેવું, કરવું ન હોવા છતાં ‘થતું નથી' એમ કહેવું તે અલીકવચન. અત્યાર સુધી આવા જુઠાણાના કારણે જ આપણે સંસારમાં રખડીએ છીએ. આપણે જેવા છીએ તેવી સાચી કબૂલાત કરતાં આવડે તો આજે આપણે દોષરહિત બનવાના માર્ગે વળી શકીએ. ભગવાનમાં આ દોષ ન હોવાથી જ ભગવાન પરમપદે પહોંચી ગયા. આ અલીકવચન ચાર પ્રકારનું છે. તેમાં પહેલો પ્રકાર છે ૧. ભૂતનિહનવ :- ભૂત એટલે સદ્ભત. જે થયું છે અથવા જે છે તેનો અમલાપ કરવો, હોય તેને છુપાવવું તે ભૂતનિકૂવ. આત્મા છે છતાં આત્મા નથી એમ માનવું, બોલવું-તે ભૂતનિનવ.
* પરમાત્માનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ વિચારીએ તો એવું લાગ્યા વિના ન રહે કે - દુનિયાનો એક પણ દોષ ભગવાનમાં નથી અને દુનિયાનો એક પણ દોષ એવો નહિ હોય કે જે આપણામાં ન હોય.
* ગૌતમસ્વામી મહારાજા જ્યારે ભગવાનને જીતવા આવ્યા ત્યારે ભગવાનના દર્શન થતાંની સાથે વિચારવા લાગ્યા કે “આ ઈન્દ્ર છે કે ચંદ્ર છે... ?' અને અંતે તેમને યાદ આવ્યું કે વેદમાં કહ્યું છે કે સકલદોષથી રહિત અને સકલ ગુણના નિધાન એવા તીર્થંકર પરમાત્મા થવાના છે. દેવનું સ્વરૂપ સમજવું હોય તો આટલાથી સમજાઈ જાય ને? ગૌતમસ્વામી મહારાજે એ સ્વરૂપની પ્રતીતિ થતાંની સાથે જ રત્નત્રયી પ્રાપ્ત કરી ને ?
સ. ગૌતમસ્વામી મહારાજા અહંકાર લઈને આવ્યા છતાં તેમનું ઠેકાણું પડી ગયું અને અમે અહંકાર વિના આવીએ છતાં ઠેકાણું કેમ નથી પડતું ?
આપણે અહંકાર વિના ભલે આવીએ પણ અર્થીપણું સાથે લઈને નથી આવતા માટે ઠેકાણું નથી પડતું. ગૌતમસ્વામી મહારાજ પાસે તો અહંકારની સાથે અર્થીપણું હતું. આપણી પાસે મોક્ષનું અર્થીપણું નથી ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #60
--------------------------------------------------------------------------
________________
સ. મોક્ષનું અથાણું ક્યારે જાગે?
સંસારનું અથાણું ટળે અને અનર્થીપણું જાગે ત્યારે. તમે નવો ફ્લેટ ખરીદવા ક્યારે નીકળો ? જૂનું ઘર કાઢવાની ગણતરી હોય ત્યારે ને? તેમ “સંસાર નથી જોઈતો’ આ પરિણામ જાગે તો મોક્ષનું અર્થીપણું જાગે. આમે ય તમારી સંસારની મજા તો ઊડી જ ગઈ છે ને ? જે સંસાર ચલાવો છો તે માંડીને મૂક્યો છે માટે ચલાવો છો કે પહેલાં જેવી હોંશ છે? ધંધાની શરૂઆત કરી ત્યારે જે ઉલ્લાસ હતો, પરણતી વખતે જે ઉલ્લાસ હતો તેટલો અત્યારે છે કે ઓસરી ગયો? સંસાર છૂટે કે ન છૂટે મજા તો ઊડી જ ગઈ છે ને? છતાં સંસાર છૂટતો નથી તેનું કારણ એ છે કે રાગ મજબૂત છે.
સ. રાગ ઓછો થઈ ગયો છે એમ કહો છો અને મજબૂત છે એમ પણ કહો છો - એ સમજાયું નહિ.
રાગ ઓસરી ગયો છે તે ભોગવવાનો રાગ ગયો છે, બાકી મેળવવાનો રાગ તો મજબૂત છે. જે છે એમાં સાર નથી લાગતો એનાથી ચઢિયાતું મેળવવાની લાલચ પડી છે આથી સંસાર છૂટતો નથી. કુમારનંદીએ પાંચ સો સ્ત્રીઓ ભેગી કરેલી છતાં હાસાપ્રહાસાને જોતાં પેલી અસાર લાગી ને? આપણી પણ એવી જ હાલત છે ને ? જે છે એ ગમતું નથી – એટલું સારું છે, હવે જોઈતું નથી' આ પરિણામ મેળવી લઈએ તો આજે વિસ્તાર થઈ જાય.
સ. સંસારનું સુખ અસાર લાગતું જ નથી.
ઝેર મારનાર છે – એવું લાગે છે ને ? તે કઈ રીતે નક્કી કર્યું ? કોઈના કહેવાથી કે અખતરો કરીને ? અને સંસારના સુખની અસારતા કોઈના કીધે માનવી છે કે અખતરો કરીને? અખતરો કર્યા પછી પણ એ માનવાની તૈયારી છે?
સ. સુખ ભૂંડું નથી લાગતું, તે શ્રદ્ધામાં ખામી છે માટે ?
શ્રદ્ધાના કારણે સુખ ભૂંડું લાગે છે – એવું નથી, સુખ ભૂંડું લાગે તો શ્રદ્ધા આવે. પહેલાં ગ્રંથિ ભેદાય કે પહેલાં સમ્યકત્વ મળે? ગ્રંથિ ક્યારે ભેદાય? સુખ ભૂંડું લાગે એટલે ગ્રંથિ ભેદાય અને ગ્રંથિભેદથી સમ્યત્વ-શ્રદ્ધા મળે. અત્યાર સુધી તો આપણે આવી સાચી કબૂલાત જ નથી કરી કે “સુખ ભંડું લાગતું નથી. અમે કહીએ કે “સંસાર અસાર’ તો તમે શું કહો ? “આપ કહો છો એના કરતાં ય વધુ અસાર” - એમ જ ને? સંસાર અસાર લાગતો ન હોવા છતાં અસાર કહેવો આ પણ એક અસત્ય છે. ચિકિત્સા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #61
--------------------------------------------------------------------------
________________
પણ સાચી ત્યારે થાય કે જ્યારે નિદાન સારું થાય. નિદાન થયા પછી દવા મોઢેથી ન જતી હોય તો ઈજેકશન દ્વારા આપે, છેવટે બાટલામાં ચઢાવે. તેમ અહીં પણ એકવાર કબૂલ કરો કે સંસાર અસાર નથી લાગતો તો છેવટે કહીશું કે ભગવાનના વચન ખાતર પણ અસાર માની લો. સાચું નિદાન કરતા થઈ જાઓ. સંસાર અસાર હોવા છતાં તેને સારભૂત કહેવો તે ભૂતનિકૂવ.
સ. સંસારનું સુખ મળે તે ભગવાનની કૃપા છે – એવું તો કહેવાય ને?
આપણા માટે તો સુખ પણ કૃપાથી મળ્યું ન કહેવાય. જેને ઝાડા-ઊલટી થાય તેને ખાવાનું પાપથી મળ્યું કહેવાય કે પુણ્યથી? સુખ ભૂંડું લાગે તે જ ભગવાનની કૃપા. સુખ સારભૂત લાગે તેને તો એ સુખ સંસારમાં રખડાવનાર હોવાથી કૃપાથી મળ્યું ન કહેવાય. જ્યાં સુધી સુખની લાલચ પડી છે ત્યાં સુધી વૈરાગ્ય લાવવાનું કોઈ સાધન કામ નહિ લાગે.
સ. માર્ગે આવવા માટે શું કરવું?
ગુરુ પાસે આવીને બેસવું અને સંસારના સુખની છાયા છોડી દેવી. ઘરના લોકોની છાયા છોડી ગુરુની નિશ્રામાં વધુમાં વધુ રહેવું છે. ગુરુભગવન્ત જે કરે છે તે મારા હિત માટે છે – આટલી શ્રદ્ધા જો ગુરુભગવન્ત પ્રત્યે જાગી જાય તો આપણો નિસ્તાર ચોક્કસ થાય. આપણે ગુરુના ભગત નથી થવું સેવક થવું છે. ગુરુ પાસેથી પુણ્ય ખંખેરે તે ભગત અને ગુરુ પાસેથી નિર્જરા સાધી લે તે સેવક.
* આજે દીક્ષા લીધા પછી આ ચારિત્ર મોક્ષનું કારણ છે માટે પાળવું છે કે દીક્ષા પાળ્યા વગર ચાલે એવું નથી માટે પાળવું છે?
* શ્રદ્ધાની જરૂર ત્યારે પડે કે જ્યારે કંઈક પામવું હોય. ભગવાનનાં દર્શન ન કરીએ તો નાસ્તિક ગણાઈએ માટે દર્શન કરીએ છીએ? એવાઓને પણ પૂછવું પડે કે આસ્તિક થઈને કરવું છે શું? આત્માને તારવો છે કે સંસારમાં સુખી થવું છે?
* સુખ મોક્ષમાં બાધક છે. ચારિત્ર લીધા પછી ત્યાંની અનુકૂળતા ભોગવીએ તોપણ તે મોક્ષમાં બાધક બને તો ગૃહસ્થપણાનાં સુખો તો સુતરાં મોક્ષમાં બાધક બને ને ? જેટલું સુખ ભોગવીશું, અનુકૂળતા ભોગવીશું એટલો મોક્ષ દૂર થશે અને જેટલી પ્રતિકૂળતા ભોગવીશું એટલો મોક્ષ નજીક આવશે. શું કરવું છે? આ ધર્મ તારક છેએમ માનીને આપણે કરીએ છીએ ખરા ? જો તારક માનીને કરતા હોઈએ તો અનુકૂળતા ભોગવવા ન બેસીએ ને? ૬૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #62
--------------------------------------------------------------------------
________________
* બીજું અલીક છે, અસભૃતોદ્ભાવન – જે જેવું નથી તેવું બતાવવું તે અસત્કૃતોદ્ભાવન. આ ધર્મ તારક હોવા છતાં તેને તારક માનીને ન કરીએ, ધર્મ સંસારમાં સુખી બનવા માટે ન હોવા છતાં તેને તેવો માનવો, તેવો કહેવો તે અસત્કૃતોદ્ભાવન.
* જેઓ મોક્ષમાં જવા નીકળ્યા હોય તેઓને દેવલોકમાં જવા મળે તેનો આનંદ હોય ખરો ? ઉઘરાણી લેવા ગયેલાને પૈસા ન મળે ને જમવાનું કામ પતી જાય તો તેનો આનંદ હોય કે દુઃખ હોય?
* જેને પાપાનુબંધી પુણ્ય પણ ચાલતું હોય તેઓ અનુબંધની વાત શા માટે કરે છે- એ સમજાતું નથી. આજે જૂઠું બોલીને, અનીતિ કરીને, ગમે તેવા પાપ કરીને પણ સુખ મળે તો એ ચાલે એવું છે ને? પાપ કરીને સુખ મળતું હોય તો નથી જોઈતું - આટલું નક્કી કરવું છે? એક વાર મારા ગુરુમહારાજે કહ્યું હતું કે – આપણાં બધાં પાપો જો જાહેર થાય તો આપણે જેલમાં હોઈએ કે આ મહેલમાં ?
* અલીક વચનથી બચવું હોય તો સ્થાન છોડવું નથી, મૌન તોડવું નથી. તો જ સત્ય જળવાઈ રહેશે. બોલવાની ટેવ ઓછી કરી નાંખીએ, જાહેરમાં ફરવાનું, બહાર જવાનું ઓછું કરીએ, લોકસંપર્કને ટાળીએ તો આ જૂઠથી બચી શકાય.
* કલ્પસૂત્રનો સાર સાધુપણું છે, કારણ કે તેની શરૂઆત દશ પ્રકારના કલ્પઆચારથી થાય છે અને તેનો અંત સામાચારીના વ્યાખ્યાનથી થાય છે.
* બાહ્ય પ્રવૃત્તિ બંધ કરી અભ્યન્તર પ્રવૃત્તિ શરૂ કરવી છે. તપ તો શરીરશક્તિ કામ આપે એટલો જ કરી શકાશે. જ્યારે સ્વાધ્યાય તો આપણે ધારીએ એટલો કરી શકાશે. ઘરમાં બેસીને સ્વાધ્યાય કરવો છે. નવરાશ મળે તો કોઈને બોલાવવા નથી, કોઈને ત્યાં મળવા નથી જવું. પુસ્તક લઈને બેસી જવું છે, તેનાથી ઘણાં પાપોથી બચી જવાશે.
* ત્રીજું અલીક છે વિપરીત ભાષણ – સત્યથી ભિન્ન એવું અસત્ય. યથાસ્થિત ન બોલવું તે વિપરીત. ગાયને ઘોડો કહેવો, ઉસૂત્ર પ્રરૂપણા કરવી તે વિપરીત ભાષણ.
* આત્મા સર્વવ્યાપી ન હોવા છતાં તેવો માનવો - કહેવો તે અસદ્ભુત ઉભાવન. વિપરીત ભાષણમાં વસ્તુનો સર્વથા અપલાપ થાય છે. ભૂતનિહનવમાં એકાદ ધર્મને લઈને અપલાપ થાય છે. આત્મા નથી એટલે શરીરથી ભિન્ન એવો આત્મા નથી. અહીં આત્માનો સર્વથા અપલા૫ નથી. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #63
--------------------------------------------------------------------------
________________
* ચોથું જૂઠ નિંદા : પાછળ અવગુણ ગાવા તેનું નામ નિંદા. આજે આપણી વ્યાખ્યા એ છે કે બીજા આપણા અવગુણ ગાય કે કોઈના અવગુણ ગાય તે નિંદા, પણ આપણે જે દોષ કહીએ તેને તો હિતબુદ્ધિ કહેવાય! કોઈના અવગુણ તેની પાછળ બોલતા હોઈએ અને પકડાઈ જઈએ ત્યારે હું નહિ, પેલા ભાઈ આવું કહેતા હતા એમ કહીને જૂઠું બોલાય ને? અથવા તો “મારી સમજફેર થઈ હશે” “મારો આશય એવો નથી.' એમ ગોટાળા વાળવા પડે ને? આથી નિંદાને અસત્યવચનમાં ગણી છે.
* જ્યાં સુધી અઢાર દોષો ગમે છે ત્યાં સુધી આપણને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા નથી-એમ માની લેવું. દોષો જાય તો સારું પણ તેને કાઢવા છે – એવો પરિણામ નથી. કારણ કે દોષો આપણને નડતા નથી. અને આથી એ દોષોને કાઢવાને બદલે આપણે તેને પંપાળવાનું કામ કરીએ છીએ. રોગ આવ્યા પછી, તેની સંભાવના હોય ત્યારથી તેને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ ને ? ભૂખ લાગે તો તેને ટાળવા પ્રયત્ન કરીએ અને અહીં અજ્ઞાનાદિ દોષોને કાઢવાનું મન નથી ને? કારણ કે અહીં એવી ભૂખ જ લાગી નથી. આજે દોષો આપણને નડતા નથી. આજે જે કાંઈ થોડાઘણા દોષો ટાળવાનું મન છે તે પણ દોષો નડે છે માટે નહિ, આપણે દુષ્ટ દેખાઈએ છીએ માટે! આજે આ દોષોના કારણે આપણું કશું અટકતું નથી. દોષો મોક્ષને, મોક્ષના સાધનને અટકાવે છે અને એ મોક્ષ તો આપણને જોઈતો નથી. અને આ સંસારમાં આપણને કશું ઓછું લાગતું નથી. હજુ ઓછું આવી જાય પણ તે છતાં ય ઓછું લાગે નહિ – આ ય એક વિચિત્રતા છે ને ? જે જોઈએ છે તે ન મળે એટલે ઓછું તો આવી જાય, પણ આવી હાલતમાં પણ સંસારમાં બધું બરાબર લાગે છે !
* હિંસા, ચોરી વગેરે બીજું પાપો પ્રગટપણે પાપ તરીકે જણાય છે, જ્યારે જૂઠું બોલેલું ખ્યાલમાં આવતું નથી એટલે એ પાપરૂપ લાગતું નથી. આથી જ તેને ટાળવાનું કામ મુશ્કેલ છે. ભિખારી પૈસા માગે ત્યારે “નથી' કહીએ તો ખોટું બોલ્યાનું પાપ લાગે ને? જૂઠું તો વાતવાતમાં બોલાય છે, આખા દિવસમાં માત્ર દસ મિનિટ માટે પણ જૂઠું ન બોલવાનો નિયમ લેવો હોય તો ય પાળવો કઠિન છે.
* જે સંક્લેશ દૂર કરવાનાં સ્થાન હતાં, ઔદાર્ય મેળવવાનું સ્થાન હતું, કૃપણતા ટાળવાનું સ્થાન હતું, દાક્ષિણ્ય કેળવવાનું સ્થાન હતું ત્યાં પણ આપણે આપણી ઉપેક્ષાવૃત્તિના કારણે સંક્લેશાદિ વધારીએ-એ ચાલે? તપસ્વીનાં પારણાં કરાવવાનો લાભ આપણે લીધો હોય તો તે વખતે માત્ર પૈસા આપીને છૂટા થવું છે કે આપણે ત્યાં હાજર રહીને સવારથી સાંજ સુધી સેવા આપવી છે ? કાર્યકર્તાને કદાચ સોંપી દીધું હોય
૬૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jaineffbrary.org
Page #64
--------------------------------------------------------------------------
________________
તો પછી તેમાં વાંધોવચકો ન પાડવો. કોઈ વસ્તુનો હિસાબ નથી માંગવો. વેડફાટ થાય છે આવો આક્ષેપ ન કરવો. વેડફાટ લાગે તો વહીવટ ન સોંપવો. આપણે તો એ કહેવું છે કે બીજાને વહીવટ સોંપ્યા પછી પણ આપણા તરફથી પારણાં હોય તો આપણે કામ કરવા માટે ખડેપગે તૈયાર રહેવું છે. કાર્યકર્તા પણ આપણા સાધર્મિક છે ને? એ કામ કર્યા કરે અને આપણે તૈયાર માલે પીરસતી વખતે હાજર થઈને માન મેળવી લઈએ એ વ્યાજબી છે? ધર્મસ્થાનો સંક્લેશ ટાળવા અને ગુણો કેળવવા માટે છે.
* આજે આપણે એક નિયમ લેવો છે કે જમતી વખતે ભાણામાં જેટલી વસ્તુ પીરસી હોય તેમાંથી બે વસ્તુ કાઢીએ તો સારી વાત છે, પણ કદાચ એ ન કરી શકીએ તોપણ નવી એકે વસ્તુ નથી માગવી. શાક ન હોય તો અથાણાં નથી માંગવાં. તપના પારણામાં પણ આ નિયમ પાળવો છે : બનશે ને ? ૧૨. ચોરી:
* બારમો દોષ ચોરી છે. બીજાના ધનનું (નવે પ્રકારના પરિગ્રહનું) અપહરણ કરવું તે ચોરી. યાત્રા કરવા માટે કોઈના સંઘમાં જઈએ ત્યારે બીજા કોઈ પણ કાર્ય કરવામાં ચોરીનું પાપ લાગે. ખરીદી કરવા કે સગા-સંબંધીને મળવા પણ ન જવાય.
* પ્રતિક્રમણ કરવા માટે સામાયિક લીધું હોય ત્યારે વિધિ મુજબ દોષરહિતપણે પ્રતિક્રમણ કરવા છતાં જલદી થઈ જાય તેથી સામાયિકમાં સમય બચે ને સ્વાધ્યાય કરીએ તો વાંધો નહિ, પણ સ્વાધ્યાયના લોભે ઝપાટાબંધ પ્રતિક્રમણ કર્યું હોય તો દોષ લાગ્યા વગર ન રહે.
* મફતનું ખાવાની વૃત્તિ ચોરીના ઘરની છે. આપણા પુણ્યમાં ન હોવા છતાં તેને મેળવવાની ઉત્કટ ઈચ્છા, સુખ ભોગવવાની તાલાવેલી ચોરીને માર્ગે લઈ જાય છે. પરિશ્રમ કરવો ન પડે અને સુખનાં સાધનો પૂરતાં પ્રમાણમાં મળે એવો ભાવ ચોરીનું બીજ છે. જ્યારે જ્યારે વીર્ય ફોરવવાની વાત આવે ત્યારે છતી શક્તિએ નથી થતું કહીને છટકી જઈએ તે પણ એક પ્રકારની ચોરી છે. માત્ર બીજાનું ધન જ નહિ, બીજાની શક્તિ, સમય વગેરેનો ઉપહાર કરવો એ પણ એક પ્રકારની ચોરી જ છે. આપણું બચાવીને બીજાનું વાપરવાની વૃત્તિ તે ચોરી. આપણું પૂરતું વાપરી લીધા પછી જરૂર પડયે બીજાનું વાપરીએ તો ચોરીનું પાપ ન લાગે. પ્રતિક્રમણ ભણાવી શકાય એવું હોવા છતાં બીજા ભણાવતા હોય તો આદેશ ન માગવાની વૃત્તિ એ પણ શક્તિની ચોરી છે. આદેશ ન મળે એ જુદી વાત. પણ આપણી શક્તિ ખર્ચાઈ ન જાય એની કાળજી, ચોરી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #65
--------------------------------------------------------------------------
________________
કરાવે છે. પડિલેહણ, ગોચરી વહોરવા જવું, વિનય, વૈયાવચ્ચ... વગેરે દરેક પ્રવૃત્તિમાં બીજા કરતા હોય ત્યાં સુધી કરવું નથી : આ પરિણામ એક પ્રકારની ચોરી જ છે. તમારે ત્યાં પણ ટીપમાં બીજા લખાવતા હોય ને પતી જતું હોય તો નથી લખાવવું - આવો ભાવ હોય ને ? એ પણ એક પ્રકારની ચોરી છે.
૧૩. પરગુણ-અસહિષ્ણુતા :
* બીજાનું સારું ખમી ન શકાય તેનું નામ માત્સર્ય. આજે ચારિત્ર લીધા પછી પણ જે આપણે અટવાઈ ગયા હોઈએ તો તે બીજાનું સારું સહન ન કરી શક્યા માટે. બીજાનું સારું ખમાય નહિ એટલે તેનાં ટાંટિયાં ખેંચવામાં જ બધો સમય પૂરો થઈ જાય. ગુણઠાણા ચઢવા માટે ઓનલા આપણે, બીજા ચઢેલાને પાછા પાડવાનો પ્રયત્ન કરીએ એના જેવું ભૂંડું બીજું શું કહેવાય ? કોઈ જ્ઞાનમાં અધિક હોય, તપસ્વી, ક્રિયાપાત્ર હોય, સ્વાધ્યાયમાં રક્ત હોય, વિનય-વૈયાવચ્ચમાં અપ્રમત્ત હોય. તેવા વખતે તેમાંથી એક એક ગુણ લેવાને બદલે એટલા ગુણને પામેલાની પણ ભૂલ ક્યાં થાય છે તે જોયા કરવું - આ માત્સર્યદોષનો પ્રભાવ છે. આ દોષના કારણે શ્રદ્ધા પણ અટકે છે, કેવળજ્ઞાન પણ અટકે છે. માત્સર્યદોષ ઈર્ષ્યા - માયાને જન્માવનાર હોવાથી તે સમ્યકત્વનો પ્રતિરોધી છે. એક વાર બીજાના ગુણ સહન ન થાય આથી તેને જોઈજોઈને બળ્યા કરવાનું થાય, તેના દોષો ગોતી-ગોતીને ગાવાનું મન થાય. આ રીતે માત્સર્યમાંથી ઈર્ષા, નિંદા, ચાડી વગેરે અનેક દોષો જન્મે છે. આપણા સિવાય બીજામાં ગુણ હોઈ શકે – એવું આપણે માનીએ છીએ ખરા? આજે તમારી કે અમારી સાધના બીજાને પાડવામાં જ લગભગ પૂરી થઈ ગઈ ને ? આપણે ધર્મના ક્ષેત્રમાં મોડા મોડા જોડાયા છીએ એવા વખતે આપણે આપણું કામ સંભાળી લઈએ તો ઘણું થયું. આપણાથી કોઈ વહેલો આવ્યો હોય અને આગળ જાય અથવા તો આપણી પછી આવેલો પણ યોગ્યતાને લઈને આગળ જાય તેમાં આપણે દુઃખી થવાનું કે મન બગાડવાનું શું કામ છે ? આપણે માર્ગ આરાધવા માટે આવ્યા છીએ કે બીજા ઉપર રોફ જમાવવા ? સાધુપણામાં પણ પોતાની પાસે આવનાર ભગત કે મુમુક્ષુ બીજાની પાસે જતો થાય તો માત્સર્ય આવે ને ? મારાથી પ્રતિબોધ પામેલો છે એવું કહીએ ને ? ધર્માત્મા આવું બોલી શકે ખરો ? વાત તો ભગવાનની જ હતી આપણે તો માત્ર માધ્યમ જ બન્યા હતા. છતાં એ વાત તેને ગમી ગઈ એમાં આપણું શું? તેવા વખતે આપણે જશ લેવા તૈયાર થઈએ તો આપણા જેવો નગુણો બીજો કોણ કહેવાય ? ડોક્ટર પાસે જઈએ ત્યારે દવા કંપાઉડર આપે ને ? તો ડોક્ટરથી સારું થયું કહેવાય કે કંપાઉડરથી સારું થયું કહેવાય ? મરીચિએ માત્ર પચાસ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #66
--------------------------------------------------------------------------
________________
ટકા જશ લીધો તોપણ તેમનું સમ્યક્ત્વ ગયું ને ? આપણને તો સો ટકા જશ જોઇએ છે ને ? સ્તવન-સજ્ઝાય મહાપુરુષના ગાઈએ, મહાપુરુષનાં બનાવેલાં ગાઈએ છતાં તેનો જશ આપણને મળે એમાં આપણે રાજી ને ?
૦૪
* બીજાના ગુણો પણ ખમાતા નથી તો દોષો તો કઈ રીતે ખમી શકાશે ? જિંદગી સુધી આ કાર્ય કરવા છતાં પસ્તાવો પણ ન થાય તો શી દશા થાય ? પરગુણની અસહિષ્ણુતા બીજાને યશ આપવા દેતી જ નથી. નથી એના કારણે સ્વાર્થ કે પરમાર્થને આપણે ઓળખી શક્યા. આવું માત્સર્ય કેળવીને જવું છે ક્યાં ? ઘરમાં પણ આપણાથી ચઢિયાતું પુણ્ય કોઈનું હોય તો તેને સારું માનતાં શીખી જવું છે. ઔદિયકભાવના ગુણો હોય કે ક્ષયોપશમભાવના ગુણો હોય : એકે ગુણ ઈર્ષ્યાને પાત્ર નથી. આપણા કરતાં નાની ઉંમરના કે ઓછા પર્યાયવાળા સારું ભણેલા હોય કે પુણ્યશાળી હોય તો તેવાને ‘ભણેલા છે પણ મારાથી નાના છે' એમ કહીને માત્સર્ય વ્યક્ત નથી કરવું. આ દુર્ગતિમાં જવાનો ધંધો વહેલીતકે માંડી વાળવો છે. રોજ ભગવાનને વિનંતિ કરો કે બીજાના ગુણને સહન કરવાની વૃત્તિ લાવી આપો. ઈર્ષ્યા, ભય, ચોરી, મૈથુન વગેરે જે જે દોષો નડતા હોય તે માટે ભગવાનને કહેવું કે ‘તમે તો દૂર કર્યા, મારા કાઢી આપો'. શ્રી નમુન્થુણં સૂત્રમાં જિણાણું બોલ્યા પછી જાવયાણં બોલતાં આનંદ આવે ને ? ભગવાનની જરૂર દોષો છુપાવવા માટે છે કે દોષો કાઢવા માટે ? આજે થોડોઘણો ધર્મ કરીએ છીએ તે દોષો ઢાંકવા માટે જ છે ને ? ભગવાનને કહો કે આ બધા મારી પાછળ પડયા છે તો
?
दूर ન કરી આપો ? ભગવાનનું વચન માનીએ તો કોઈ દોષની તાકાત છે કે આપણને હેરાન કરી શકે ? જેને સુખ જોઈતું નથી અને દુ:ખને આવકારવાની તૈયારી છે તેના પર એક પણ દોષનો પડછાયો પડી શકે એમ નથી. અનુકૂળતા ભોગવવી છે અને પ્રતિકૂળતા ટાળવી છે માટે બધા દોષો પાછળ પડયા છે ને તેમને ફાવટ પણ આવી ગઈ છે ! કોઈના પુણ્યથી કોઈને વધારે મળતું હોય તો આપણે પાપ કરીને તે પડાવવું નથી. ઔદયિકભાવના ગુણોમાં પણ આ હાલત હોય તો ક્ષયોપશમભાવના ગુણો કઈ રીતે ખમાશે ?
૧૪. ભય:
* ચૌદમો દોષ ભય છે. ભય સાત પ્રકારના છે. ૧. માણસને માણસનો ભય હોય તે પહેલો આલોકભય. ૨. મનુષ્યને સિંહ વગેરે તિર્યંચનો ભય તે પરલોકભય. ભય રાખવાના કારણે દુઃખ જતું નથી. તેથી ભય કરીને ભયમોહનીયકર્મ બાંધવું નથી.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૬૫
Page #67
--------------------------------------------------------------------------
________________
૩. આદાનભય – આપણી વસ્તુ કોઈ લઈ જશે – એવો ભય. આ ભય પણ સતાવે ને ? વ્યાખ્યાનમાં ટીપ થવાની હોય તો ભય લાગે ને કે લાજેશરમ પણ લખાવવું પડશે ? ૪. અકસ્માત ભય : કોઈ પણ જાતના નિમિત્ત વિના અંધારા વગેરેમાં જે ભય લાગે તે અકસ્માત ભય. ૫. આજીવિકાભય : પોતાનો નિર્વાહ થશે કે નહિ, શેનાથી થશે - એવા પ્રકારનો ભય. અમારે ત્યાં પણ ગોચરી કે વસતિને આશ્રયીને આ ભય ઘટી શકે. ૬. મરણભય. ૭. અપયશભય : પોતાની અપકીર્તિ ફેલાશે એવો ભય. નીતિશાસ્ત્રમાં કહેવાયું છે કે પોતાની કીર્તિનો ઘાત-એ મહાપુરુષોને માટે મરણતુલ્ય છે. આવી અપકીર્તિનો ભય પણ રાખવો નથી. આપણું કર્મ હોય તો ભલે ઉદયમાં આવતું. નિંદા વગેરેનો ભય પણ આપણી આંખ ખુલ્લી છે ત્યાં સુધી. અહીં કર્મ પૂરું કરીને આપણે ઉપર જતા રહીએ - એમાં શું વાંધો? અપયશ થાય તેવાં કાર્યો નથી કરવાં, સાથે અપયશથી ગભરાવું પણ નથી. ભગવાનને અભયદયાણં કહ્યા છે તે કઈ રીતે ? ભયને દૂર કરનારા છે માટે કહ્યા છે, ભયનાં નિમિત્તો ટાળે છે માટે નહિ. કર્મના કારણે આવેલ કોઈ પણ સ્થિતિ કાયમ રહેતી નથી. ભગવાનને પણ ‘ગુપ્તચર પુરુષ' વગેરે અનેક આક્ષેપો રસ્તે રખડતા લોકોએ આપ્યા હતા, છતાં ભગવાને પ્રતીકાર ન કર્યો, બધા આક્ષેપો સહ્યા. આપણે તો પ્રતીકાર કરીએ ને? અપયશ મળે એવાં કામ કરવાં છે અને છતાં કોઈ પણ આપણા માટે ઘસાતું ન બોલે એવી ઈચ્છા છે ને ? !
* પાપભીરુતા એ ગુણ છે અને દુઃખભીરુતા એ દોષ છે. દુઃખ જતું હોય તો પાપ મજેથી કરો ? કે પાપ જતું હોય તો દુઃખ મજેથી વેઠો ? વિરતિ કેમ નથી ગમતી ? વિરતિમાં દુઃખ આવે છે માટે ને ? અને અવિરતિ કેમ ગમે છે ? દુઃખ જાય છે માટે ને ?
* મરણનો ભય ટળી જાય તો બધાં પાપ ટળી જાય. મરણના ભયે જ અનેક પાપ થાય છે.
* એકતા નથી કરવી, એકત્વમાં જવું છે. આજે તો એકતામાં પાપનો પક્ષ લેવો પડે એવું છે, એકત્વમાં પાપરહિત બનાય છે. પાપના વિચારોમાં અનંતાનું સંગઠન છે. એકતાના કારણે સ્થાન - માન મળશે, જ્યારે એત્વભાવથી જ્ઞાન-મોક્ષ મળશે. આજે તમારે પૈસામાં એકતા કરવી છે? એક ઘરના ચાર ભાઈના પણ પૈસા ભેગા નથી કરાતા અને અમારે ત્યાં સિદ્ધાન્તમાં એકતા કરવી છે ? જે વસ્તુ આપણને મળી છે તે કિંમતી છે, બીજાની સાથે ભેળવીને તેની કિંમત નથી ઘટાડવી. આપણી પાસે દસ લિટર દૂધ હોય તો પણ સો લિટર પાણી સાથે ભેગું ન કરાય ને ? સાચી વાત ખોટા સાથે ભળે તો સાચાની કિંમત ઘટે ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #68
--------------------------------------------------------------------------
________________
સ. સંગઠનમાં શક્તિ છે ને ?
નિગોદમાં અનંતા ભેગા હતા, એ શક્તિ શું કામ લાગી ? એક મરુદેવામાતામાં જે શક્તિ હતી તે આપણામાં હજુ નથી આવી. આજે તો સારુંનરસું ભેગું કરવું – એનું નામ એકતા ને ? આજે તમારે ત્યાં જૂનું અનાજ ને નવું અનાજ પણ ભેગું નથી કરાતું. ત્યાં સજાતીયને ભેગા નથી કરવા અને અહીં વિરુદ્ધ-વિજાતીય એવા સિદ્ધાન્તવાળાને ભેગા કરવા છે ?
સ. એકત્વ એટલે શું ?
હું એકલો છું. અને મારું કોઈ નથી એવી ભાવના ભાવવી તેનું નામ એકત્વભાવના. કોઈનામાં ભળવું નહિ તેનું નામ એકત્વ. ા અને ત્ત્વ પ્રત્યયનો અર્થ દરેક ઠેકાણે એકસરખો નથી થતો - એ યાદ રાખવું.
* મહાપુરુષોની વાતને સાંભળવા કે સમજવા ન દે એવી આપણી બુદ્ધિ છે. શાસ્ત્રકારો કહે છે કે બુદ્ધિશાળી જીવો ધર્મ સારી રીતે પામી શકે. જ્યારે આપણી એ હાલત છે કે આપણને ભગવાનની વાત માનવામાં આપણી બુદ્ધિ આડી આવે છે. આજે આપણને આપણી બુદ્ધિ પર વિશ્વાસ કે શાસ્ત્રકારોની વાતો પર વિશ્વાસ ? શાસ્ત્રકારની વાત બુદ્ધિમાં બેસે તો જ માનવી છે કે ભગવાન કહે છે માટે માની લેવી છે ? આપણું મન તો સારું હતું પણ આપણી બુદ્ધિ આપણને માર્ગે આવવા નથી દેતી. જ્યારે જ્યારે માર્ગે આવવાનું મન થયું ત્યારે એ મનને સમજાવવાનું કામ બુદ્ધિએ કર્યું ને કે ‘અત્યારે આપણું કામ નહિ !' ? આપણે બુદ્ધિ સામે નથી જોવું, મન સામે નથી જોવું, માર્ગ સામે જોવું છે. અમે લોકો વિહારમાં જઈએ ત્યારે ગામડાના જાણકાર પર શ્રદ્ધા રાખીને ચાલીએ. ગામડિયાએ નેળિયાનો રસ્તો બતાવ્યો હોય ત્યારે એ રસ્તો એવો કાંટાળો હોય કે મન ન માને, એ રસ્તો એવો અવાવરો હોય કે બુદ્ધિ પણ ન માને છતાં માર્ગના દર્શક પર શ્રદ્ધા એવી મજબૂત હોય કે મનને અને બુદ્ધિને બાજુએ મૂકીને માર્ગે ચાલીએ. અને અંતે ઈષ્ટ સ્થાને પહોંચીએ ત્યારે મન પણ પ્રસન્ન થાય અને બુદ્ધિ પણ કબૂલ કરે કે માર્ગ તો ટૂંકો હતો, સારો હતો. એ રીતે અહીં પણ માર્ગ અવાવરો લાગતો હોય, કોઈ ચાલતું ન દેખાય તો શું કરવું છે ? ભગવાન કહે છે માટે ચાલવું છે કે બુદ્ધિ ના પાડે છે માટે ઊભા રહેવું છે ? બહુમતીમાં ચાલવું છે કે શાસ્ત્રમતિને માનવી છે ?
સ. ગીતાર્થોની બહુમતી હોય એ માર્ગ ને ?
બહુમતી અગીતાર્થોની હોય. ગીતાર્થો તો બધા એકમતીમાં હોય. બધા ચાલે તો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૬૭
Page #69
--------------------------------------------------------------------------
________________
માર્ગે ચાલવું એ બુદ્ધિનું અનુસરણ કહેવાય. અવાવરો લાગે એ માર્ગ ઈષ્ટ સ્થાને ન પહોંચાડે એવું નહિ. માર્ગ કેવો છે એ નથી જેવું, ઈષ્ટ સ્થાને પહોંચાડે છે એ જોવું છે. બહુમતી જનની હોય કે મહાજનની ? જનો ઘણા હોય, મહાજનો તો ઓછા જ હોય. અને મહાજનો જે માર્ગે ચાલે તેને માર્ગ કહેવાય. ભગવાનની વાત સમજવા માટે બુદ્ધિ વાપરવી છે અને ન સમજાય તો બુદ્ધિને બાજુ પર મૂકીને પણ ભગવાનની વાત સ્વીકારી લેવી છે.
* ગઈ કાલે આપણે સાત પ્રકારના ભય જોઈ ગયા. આજે આપણે સન્માર્ગનું અનુસરણ નથી કરી શકતા તે આ કાલ્પનિક ભયના કારણે. આજે દીક્ષા લેવાનું મન થવા છતાં નથી લેતા તે ભયના કારણે જ ને ? વિષયો છૂટી જશે, સુખ છૂટી જશેઆ ભય જ દીક્ષા નથી લેવા દેતો ને ?
સ. વિષય તો છૂટી જાય છે, રાગ નથી છૂટતો.
વિષયો છોડવા ન પડે માટે રાગની વાત આગળ લાવ્યા ને ? એક વાર વિષયો છોડી તો દો પછી રાગ કઢાવવાનું કામ અમારું છે. અપથ્યનો રાગ છોડવાનો કે અપથ્યનો ત્યાગ કરવાનો? અપથ્યનો રાગ ગયો ન હોય છતાં અપથ્યનો ત્યાગ કરીએ તો આરોગ્ય મળે ને ? વિષયો છોડીને સંસારનો ત્યાગ કરો પછી એ વિષયો પાછા ન વળગે એ રીતે વિષયોનો રાગ છોડાવવાનું કામ અહીં(સાધુપણામાં) કરીશું. વિષયોનો ત્યાગ કર્યા વગર વૈરાગ્યની વાતો કરવી એ તો લુચ્ચાઈ છે. શ્રી અધ્યાત્મસારમાં કહ્યું छे अकृत्वा विषयत्यागं यो वैराग्यं दिधीर्षति। अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति॥ વિષયનો ત્યાગ કર્યા વગર વિષયોનો રાગ મારવાનું આપણા માટે શક્ય નથી. આમે ય આપણો રાગ તો ઓસરી જ ગયો છે ને ? જે છે એમાં રાગ તો રહ્યો નથી. હવે તેનો ત્યાગ કરવાનું જ બાકી છે ને?
સ. રાગ નથી, પણ સાધુપણામાં ફાવવું જોઈએ ને? સ્વાધ્યાય કરવાનો ન ફાવે તો ?
સ્વાધ્યાય કરવાનું તો તમને સારું ફાવે એવું છે. આજે વકીલ થયેલા કે એવા ધંધામાં પડેલા કેટલી ફાઈલો મોઢે રાખે છે ? કેટલો હિસાબ મગજમાં રાખે છે ? અનુપ્રેક્ષા કરવાની ફાવટ પણ તમને સારી છે ને ? હીરા જેઓ જોઈ શકે એ પુસ્તક ન જોઈ શકે ? જે કાંઈ તકલીફ છે એ સાધુપણાના કાલ્પનિક દુઃખની છે અને ગૃહસ્થપણામાં રાખેલ કાલ્પનિક સુખની આશાની છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #70
--------------------------------------------------------------------------
________________
૧૫. પ્રાણિવધ :
* પંદરમો દોષ પ્રાણિવધ છે. જેનો ભય ટળી ગયો છે તેને બીજાને ભયભીત કરવાનો અધિકાર નથી. નિર્ભય અને શક્તિસંપન્ન બીજાને રંજાડે એ ન ચાલે તે જણાવવા માટે પ્રાણિવધ-હિંસા નામનો દોષ બતાવ્યો છે. કોઈ ગમે તેટલું દુઃખ આપશે તો ભોગવી લઈશું પણ બીજાને દુઃખ નહિ આપીએ. કોઈ ગાળ આપે તો ય સાંભળી લેવી છે પણ સામે બે ગાળ નથી આપવી – અ ધર્માત્માનું લક્ષણ છે. જનમતાંની સાથે મેરુને કંપાવી શકે એવા સામર્થ્યવાળા પણ ભગવાને સંગમનું કાળચક્ર વેઠી લીધું ને ? જેઓ દુઃખ ઈચ્છતા નથી એવા જીવોને દુઃખ આપવા દ્વારા આપણે તેમની હિંસા કરીએ છીએ. નિરપરાધીને તો દુઃખી નથી જ કરવા, પરંતુ અપરાધીને પણ ભૂતકાળના કર્મનો પ્રભાવ સમજીને જતો કરવો છે. દુઃખ આપવું એ અધર્મ અને દુ:ખ ભોગવવું તે ધર્મ ‘ભોગવવાથી દુઃખ જતું નથી, પ્રતીકાર કરવાથી દુઃખ જાય છે' આ શ્રદ્ધા મજબૂત હોવાથી દુઃખ ભોગવવાનું સત્ત્વ નથી આવતું. આજે આપણા દોષો જતા નથી અને ગુણો જતા રહે છે, આવતા નથી-તેનું કારણ ગુણો પ્રત્યેનો દ્વેષ અને દોષો પ્રત્યેનો પ્રેમ છે. આ અઢાર દોષોનું વર્ણન આપણે જોઈ રહ્યા છીએ તે ભગવાનના દોષોના અભાવનું વર્ણન નથી, આપણા દોષોનું વર્ણન છે-એમ સમજવું. પ્રતીકાર કરવાની ભાવના ટાળી દુઃખ આવકારવાની ભાવના આવે તો સારી વાત છે, પણ એટલું ન બને તોપણ આવકારવાની લાયકાત ન હોય તો મૌન રાખવું છે, દુઃખનો પ્રતીકાર કરવા જેટલી નાલાયકાત બતાવવી નથી : આટલું તો બનશે ને ? આટલા દુઃખમાં કાંઈ ગોબો નથી પડી જવાનો. કાંઈ મરી નથી જવાના. અને કદાચ ભગવાનની આજ્ઞા પાળતાં મરીએ તો ખોટું શું છે? પણ આજ્ઞા પર પગ મૂકીને જીવવું નથી. આ અઢાર દોષો કાઢવાનો પ્રયત્ન કર્યો તેનાથી ભગવાન સભ્યત્વ પામ્યા અને અઢાર દોષથી રહિત બન્યા પછી ભગવાન થયા.
* આજે આટલો નિયમ લેવો છે કે ચૌદ રાજલોકના જીવોને અભય ન આપી શકીએ તોપણ આપણા ઘરના લોકોને દુઃખી નથી જ કરવા. માબાપ હોય, ભાઈબહેન હોય કે કોઈ પણ હોય, તેમને દુઃખ થાય તે રીતે ઊંચે સાદે નથી બોલવું. અપ્રીતિ થતી હોય, સંલેશ થતો હોય એવાં કઠોર વચન નથી બોલવાં. દસ દિવસ માટે પણ નિયમ લેવો છે? મૌન રહેતાં શીખી જવું છે, જતું કરવું છે. સાધુસાધ્વીએ તો ખાસ આ નિયમ લઈ લેવાનો કે આપણા ગુરુ કે સહવર્તીને દુઃખ નથી પહોંચાડવું. ગુરુને કનડવા માટે દીક્ષા નથી, આપણા નિમિત્તે કોઈને પણ દુઃખ નથી પહોંચાડવું. આટલું પહેલું મહાવ્રત પણ પાળવાની જેની તૈયારી નહિ હોય તે પાંચ મહાવ્રત કઈ રીતે પાળી શકશે ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #71
--------------------------------------------------------------------------
________________
૧૬. પ્રેમ :
* જોતાની સાથે લાળ ટપકે, જ્યાં ચોદવાનું મન થાય, જ્યાંથી ખસવાનું મન ન થાય એનું નામ રાગ (પ્રેમ). રાગનો અર્થ ગ્રંથકારે સ્નેહ કર્યો છે. સ્નેહનો અર્થ ચિકાશ છે. ચિકાશનું કામ વસ્તુને ચોંટાડવાનું છે.
* જ્યાં સુધી ખવાય ત્યાં સુધી ખાઈએ એ રાગ જ ને ? ભાણે બેઠા પછી ઊભા થઈએ, તે જોઈતું નથી માટે કે હવે પેટમાં જતું નથી માટે? આજે આપણને તપ પ્રત્યે રાગ વધારે કે ખાવા પ્રત્યે રાગ વધારે ? દાન પ્રત્યે રાગ વધારે કે પૈસા પ્રત્યે રાગ વધારે? વિષયો પ્રત્યે રાગ વધારે કે શીલ પ્રત્યે રાગ વધારે ? અવિરતિ પ્રત્યે રાગ વધારે કે વિરતિ પ્રત્યે રાગ વધારે ? સંસારના સુખની ઈચ્છા વધારે કે મોક્ષની ઈચ્છા વધારે ? ભગવાનનો તપ વધારે હતો કે પારણાં વધારે હતાં? જ્યારે આપણો તપ વધારે કે પારણાં વધારે છે ? જે કર્યું છે – એનાથી સિદ્ધિ હજુ સુધી ન મળી હોય તો માનવું પડે ને કે – આપણે હજુ કરવાનું ઘણું બાકી છે. જે બાકી છે એ જોયા કરીશું તો સિધિની નજીક પહોંચી શકીશું. પર્યુષણના આઠ દિવસના પૌષધ દેખાય પણ ત્રણસો બાવન દિવસની અવિરતિ ન દેખાય ને ? કોઈ કહે કે “ઘણો તપ કરો છો' તો કહેવું કે – “ઘણો તપ નથી કર્યો. ઘણો તપ કર્યો હોત તો કાં તો સાધુ થઈ ગયો હોત અને કાં તો મોક્ષે પહોંચ્યો હોત'.
* જેને આપણી પ્રત્યે રાગ ન હોય તેની પ્રત્યે રાગ કરવો ફાવે ? જડને આપણી પ્રત્યે રાગ નથી છતાં તેની પ્રત્યે આપણે રાગ કરીએ ને? ભગવાન સુખનાં સાધન આપણને આપે છે માટે જ આપણને ભગવાન પ્રત્યે રાગ છે ને ? ડૉક્ટર અને દર્દી બન્ને પરસ્પર પ્રેમથી વાત કરે છતાં રાગ હોય ખરો ? આપણા સ્વાર્થે ડૉક્ટર પાસે જઈએ છતાં જો ત્યાં રાગ ન કરતા હોઈએ તો તેવી રીતે આપણા સ્વાર્થે સંસારમાં રહેવા છતાં રાગ નથી કરવો-આટલું નક્કી કરવું છે ? આજ્ઞા મુજબ ધર્મ કરવો હોય તો પહેલાં રાગને મારવો પડશે. જડ પ્રત્યે કે ચેતન પ્રત્યે આપણે રાગ કરીએ તો આપણે ગાંડપણ કરીએ છીએ એવું લાગે ખરું ? સચેતન કે અચેતન પ્રત્યેનો પ્રેમ એ આપણા સંસારનું મૂળ છે. જે સચેતન પ્રત્યે આપણે રાગ કરીએ છીએ તેને આપણા પ્રત્યે પ્રેમ કેટલો છે. એની તપાસ કરી છે ખરી ? સકલ જીવ પ્રત્યે મૈત્રી રાખવી એ ભાવ છે જ્યારે રાગ કરવો એ દુર્ભાવ છે. આપણને જેની પ્રત્યે રાગ હોય એ પાપ ન કરે એવી ઈચ્છા હોય કે એ આપણી પ્રત્યે રાગ કરે એવી ઈચ્છા હોય ? આપણી પ્રત્યે રાગ હોય એ ગમતું હોય તો પાપમાં આપણો સાથ છે-એમ કહેવાય ને? ખવરાવાની મજા પણ ક્યારે આવે ?
O
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #72
--------------------------------------------------------------------------
________________
લાગણીવાળાને આપો ત્યારે કે લાગણી વગરનાને આપો ત્યારે ? વર્તમાનમાં તો સાધર્મિક ભક્તિને બદલે પરિચિતભતિ કહેવી પડે એવું છે. દુનિયાના જીવો રાગ વરસાવે કે ન વરસાવે પણ આપણે રાગ વરસાવવો છે ને ? ચેતન કરતાં પણ જડને વિશે આપણને રાગ વધારે ને ? એકાદ સુખનું સાધન કોઈ બગાડે તો વરસોની લાગણી પણ જતી રહે ને ? પૈસા ખાતર ભાગીદારી પણ તોડી દો ને ? ભગવાન પાસે સામગ્રી ઘણી છતાં રાગ ન'તો અને આપણી પાસે સામગ્રી જરા પણ નથી અને રાગ ચિકાર છે! ઈન્દ્રાદિ દેવો સેવા કરવા છતાં ભગવાનને એમની ઉપર રાગ ન'તો, આપણી હાલત તો ઊંધી છે ને? પૂજાની થાળી તૈયાર કરીને પૂજારી લાવી આપે તો પૂજારી પ્રત્યે પણ રાગ થયા વિના ન રહે. એ પૂજારીની કોઈ કદર ન કરે તો કહે કે - “આપણે ત્યાં સારા માણસોની કદર નથી'. આ બધું કોણ બોલાવે છે – રાગ જ ને ? તમે માંદા પડો તો ઘરના લોકો દુઃખી થાય તે તમારી પીડાના કારણે કે એમની પીડાના કારણે ? તમારું કશું કામ કરવાનું એમને ન આવે તો એમને દુઃખ થાય એવું છે ખરું? રાગના કારણે સમય બરબાદ થાય, કર્મબંધ થાય, પૈસા જાય, ખરાબ ફળ મળે.... આ બધું જોયા પછી રાગ કરવાનું મન થાય એવું છે ખરું ? રાગને મારવાના વિચાર ન આવતા હોય તોપણ પરાણે પણ એ વિચાર લાવવા છે. ભગવાન પાસે પણ એટલા માટે જવું છે. ભગવાનને કહેવું છે કે –
આપે રાગને દૂર કર્યો, મારો રાગ તોડી આપો.” ઘરના લોકોને કહી દેવાનું કે – જવાના દિવસો આવ્યા છે, તમે મારી પ્રત્યે રાગ ન કરશો, હું પણ તમારી પ્રત્યે રાગ નહીં કરું.' ઘરના લોકો આપણી પ્રત્યે રાગ કરે એમાં કર્મબંધ થાય છે એમ માનવાને બદલે અમારા ઋણાનુબંધ છે એમ માને તો એ બુદ્ધિમત્તાનું લક્ષણ નથી, મૂર્ખાઈનું લક્ષણ છે. ઘર છોડી શકીએ કે ન છોડી શકીએ પણ રાગ તો છોડવો છે ને ? જરૂર પૂરતું વાપરીએ તો રાગ કરવાનું કોઈ કારણ નથી, જરૂર વગર વાપરીએ તો રાગ થયા વિના નહીં રહે.
| * પુદ્ગલ કે ચેતન પ્રત્યે આપણે રાગ કરીએ ત્યારે પુદ્ગલ કે ચેતનને કોઈ જ ફરક નથી પડતો. જે કાંઈ ફરક પડે છે એ આપણને જ પડે છે, આપણને જ કર્મબંધ થાય છે છતાં રાગ કરવાનું ન છોડીએ ને?
* સંસારનાં સુખો ભોગવવાં હોય તો સગા – સ્નેહી – સંબંધીની અપેક્ષા રહે જ્યારે ધર્મ એ એક એવી ચીજ છે કે – એમાં કોઈની અપેક્ષા રાખવી પડતી નથી. સંસારનું સુખ સ્મશાનમાં ન ભોગવાય, ધર્મ સ્મશાનમાં પણ આરાધી શકાય.
* વર્તમાનમાં આપણને જે જે પાત્રો મળ્યાં છે તે તે પાત્રો પાસેથી સુખ ભોગવવું હોય તો તે પાત્રોને પંપાળવા પડે ને ? જ્યાં સુધી સુખની અપેક્ષા પડી છે ત્યાં સુધી સંસારમાંથી બહાર નહીં નીકળી શકાય. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૭૧
Page #73
--------------------------------------------------------------------------
________________
સ. ઈચ્છા અને અપેક્ષા બંન્ને એક જ ને ?
સામાન્યથી બંન્ને એક હોવા છતાં થોડો ફરક પણ છે. સાધ્યની ઈચ્છાને ઈચ્છા કહેવાય અને સાધનની ઈચ્છાને અપેક્ષા કહેવાય. ખાવાની ઈચ્છા થાય પછી રસોઈયાની અપેક્ષા જાગે.
* દીક્ષા લેતાં પહેલાં ચારિત્રનું જ્ઞાન ગુરુભગવન્ત પૂરેપૂરું આપ્યું હોય છે તેથી દીક્ષા લીધા પછી જ્ઞાન માટે ગુરુભગવન્તની જરૂર ન હોવા છતાં આપણે ચારિત્રપાલન વખતે ક્યાંય પ્રમાદ ન કરીએ, કયાંય ભૂલ ન કરી બેસીએ માટે ગુરુભગવન્તની જરૂર છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે – જિનેશ્વરભગવન્તોએ જે આપવાયોગ્ય હતું તે એક વારમાં જ આપી દીધું. ભગવાને કહ્યું ન'તું માટે આપણે સંસારમાં રખડ્યા કે કહ્યું માન્યું નહિ માટે રખડ્યા? સંસારની અસારતા અને મોક્ષની ઉપાદેયતા તો ભગવાને કહી જ દીધી હતી. આપણને રુચ્યું નહીં માટે ફરી ફરી ભગવાન સમજાવતા હતા. ડૉક્ટર પણ શું કરે છે? રોગનું નિદાન તો એક વારમાં જ કરી દે છે પરન્તુ જ્યારે એની દવા લાગુ નથી પડતી ત્યારે ફેરવી – ફેરવીને દવા આપે.
* ભગવાને જે પ્રેમ છોડી દીધો તે પ્રેમ કરી – કરીને આપણે આપણી જિંદગી બગાડી. આપણે લાત મારીએ તોપણ આપણી લાતને પંપાળે એવા સ્વાર્થના સગા હોવા છતાં આ બધા મને મોક્ષમાં સહાયક નથી બનવાના એવું તમને લાગે ખરું? છે કે આપણને પ્રેમ ગમતો હોય, એ પ્રેમ ભગવાનનો જતો રહ્યો હોય છતાં આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ તો એમ નથી લાગતું કે આપણે નાટક કરીએ છીએ ? કોઈ પ્રેમ ન કરે તો આપણને ગમે નહીં ને?
સ. કોઈ પ્રેમથી બોલાવે તો ગમે.
તો પછી શા માટે ભગવાનની પાસે જાવ છો ? ભગવાન પ્રેમથી બોલાવે માટે કે પ્રેમ છોડાવે માટે ? ઘરના લોકો પ્રેમથી બોલાવે છે અને પ્રેમને મજબૂત બનાવે છે માટે એવાની પાસે નથી જવું, ઘરના લોકોની પાસે પ્રેમના રોગની દવા નથી, પ્રેમનો રોગ વકરાવે એવા છે જ્યારે ભગવાન પ્રેમથી બોલાવતા નથી સાથે પ્રેમને દૂર કરે એવા છે માટે ભગવાન પાસે જઈએ – એવો આશય ખરો?
* સાધના કરતી વખતે આપણને દુઃખ આવ્યું હોય તે નડે કે મોક્ષની ઈચ્છાનો અભાવ છે એ નડે ? આજે ગુરુભગવન્ત વાત્સલ્ય ન આપે તો એનું દુઃખ છે પણ
૭.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #74
--------------------------------------------------------------------------
________________
મોક્ષની ઈચ્છા નથી થતી એનું દુઃખ નથી. ગુરુભગવન્ત પ્રેમ તોડવા માટે આવ્યા છે તે પ્રેમ કરે ખરા ? ગુરુભગવન્ત વાત્સલ્ય આપે પણ ભાવવાત્સલ્ય આપે, દ્રવ્યવાત્સલ્ય નહીં.
સ. દ્રવ્યવાત્સલ્ય અને ભાવનાત્સલ્ય એટલે શું?
પીઠ પર હાથ ફેરવે તે દ્રવ્યવાત્સલ્ય અને માથે ટપલી મારીને ભૂલ સુધારાવે તે ભાવવાત્સલ્ય. તમને જે ગમે એ દ્રવ્યવાત્સલ્ય અને તમને જે ન ગમે તે ભાવવાત્સલ્ય. જેને હિતની ચિંતા હોય તે માથે ટપલી મારે. જેને હિતની ચિંતા ન હોય તે તો વિચારે કે – જવા દો આપણને શું ચિંતા છે ?
* આજ્ઞાનો પ્રેમ હોય અને હિતનું અર્થિપણું હોય એ દ્રવ્યવાત્સલ્ય શોધવા નીકળે જ નહીં. ચંડરૂદ્રાચાર્યના શિષ્યને દીક્ષા કઈ રીતે મળેલી ? ગુસ્સામાં કે પ્રેમથી? ગુરુભગવત્તે એમનું કયું વાત્સલ્ય કર્યું ? જેઓ એમ કહે કે – “મોક્ષમાં જવું જ છે, આપ કહો તે પ્રમાણે જ કરીશ' આવાને દ્રવ્યવાત્સલ્યની અપેક્ષા રહેતી નથી. જેને દ્રવ્યવાત્સલ્યની અપેક્ષા હોય તેઓને મોક્ષમાં જવું નથી – એમ માની લેવું.
* વીતરાગપરમાત્માનું જીવન માર્ગસ્થ કઈ રીતે હતું એ શોધીને આપણે પણ આપણા જીવનને માર્ગસ્થ બનાવી દેવું છે. એમણે બતાવેલો માર્ગ એ અવાવર માર્ગ નથી. અનન્તા આત્માઓએ ખૂદેલો એ માર્ગ છે. સમયે સમયે ચાલુ છે, આવા વખતે બીજો માર્ગ શા માટે શોધીએ? માર્ગે ચાલવું છે કે માર્ગ શોધવો છે? માર્ગે ચાલવું હશે તો કમસે કમ ગુરુભગવત પાસે પ્રેમની અપેક્ષા નથી રાખવી, હિતશિક્ષાની અપેક્ષા રાખવી છે. હિતમાં કાયમ માટે સજા(શિક્ષા) રહેલી છે. એ સજાની અપેક્ષા રાખી લઈએ અને ઉપેક્ષા ન કરીએ તો કામ થાય ને ?
* આજ્ઞાનો લોપ કરવાનો કે એમાં બાંધછોડ કરવાનો વખત રાગના કારણે આવે છે. પ્રેમ આજ્ઞાથી દૂર રાખે છે અને બહુમાન આજ્ઞામાં ઝિલાવે છે. મોક્ષમાર્ગમાં જતા પ્રાણીને લોઢાની અર્ગલા સમાન પ્રેમ છે. સાંકળના કારણે ચાલવાનું ગમે તેટલું ઉત્કટ કોટીનું મન હોય તો પણ ચાલી ન શકે ને ? આપણા ભગવાન, આપણા ગુરુ પ્રેમ તોડવા માટે સાધુ થયેલા હતા માટે આપણે પણ પ્રેમ કરવો નથી. એટલે આજે આપણે નક્કી કરી લઈએ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #75
--------------------------------------------------------------------------
________________
૧૭. ડિપ્રસંગ :
* સોળમા રાગદોષનું વર્ણન કર્યા પછી સત્તરમા ક્રીડાપ્રસંગ દોષનું વર્ણન કરાય છે. જ્યારે જ્યારે પ્રેમ કરીએ ત્યારે ત્યારે એ પ્રેમને અમલમાં મૂકવા માટે ક્રીડાનો ખપ પડે. પ્રેમ થયા પછી ત્યાગ કરવાની ઈચ્છા જાગે કે એની સાથે રમવાની ઈચ્છા જાગે ? ખાવાની વસ્તુ ગમી ગયા પછી છોડવાની ઈચ્છા થાય કે લેવાની ? ક્રીડા એટલે રમવું તે. રાગ, સ્નેહ થયા પછી ક્રીડાનો પ્રસંગ ઊભો જ હોય. નવી સાયકલ લીધા પછી ચલાવે નહીં તોપણ એકાદ હાથ સીટ ઉપર મારો ને ?
સ. રમવાનું એટલે રાગ કરવાનો ને ?
રાગને અમલમાં મૂકવો એ રમવું. પ્રેમ થયા પછી રમવાની ઈચ્છા જાગે, જાગે ને જાગે જ. પાંચે ઈન્દ્રિયની સાથે તાદાસ્યભાવ એ રાગનું તોફાન નથી તો બીજું શું છે? સાધુમહાત્માને પણ આમાં રસ પડે ને ? શરીરને કોઈ ફાયદો નહીં, ન'તો લોહી વધે, ન તો કર્મની નિર્જરા થાય, ન તો મોક્ષમાં પહોંચાય એવો અનર્થદંડ પણ આપણે કરીએ ને? પૌષધમાં પણ નાની બેબી આવી હોય તો રમાડવાનું ગમે ને ? દૂર બેસજે' એમ કહે પણ જતી રહે એમ કહો ખરા ? ઉપરથી કહે કે “આ મારા બાબાની બેબી છે.' કેટલું વિચિત્ર જીવન જીવીએ છીએ! જવું છે ક્યાં? અને કરીએ છીએ શું? દોષરહિત બનવા માટે કેટલી સાફસફાઈ કરવી પડશે ? પાંચે ઈન્દ્રિયોના વિષયોનો ઉપભોગ જરૂર છે માટે કરીએ છીએ એવું નથી, ગમે છે માટે કરીએ છીએ.
* આપણું પુણ્ય સંસારમાં રમાડવા માટે જ છે ને ? જેને સંસારમાં રમવું નથી એને પુણ્યની જરૂર નથી. કાંઈક વિચારવું પડશે ને? સંસારમાં રમવું હોય તો ચારે બાજુથી બધું ગોઠવાયેલું જ છે. ઘરમાં બધે ક્રીડાપ્રસંગ ચાલુ છે ને ? ક્રીડાપ્રસંગ ટાળવો હોય તો જે વસ્તુ જિંદગીમાં વાપરી નથી તે વાપરવી નથી-આટલું નક્કી કરવું પડશે. ભગવાને જે મોક્ષમાર્ગ સ્થાપ્યો તે તમને ને અમને ગમે એવો નથી માટે આપણે મોક્ષમાર્ગ નવો આંકવાનો છે – એવું લાગે છે. થોડા ડાહ્યા થવાની જરૂર છે. ભગવાનને ઓળખી લેવા છે અને એમની જેમ દોષરહિત બનવું છે. આટલો સંકલ્પ કરી લેવો છે ને ?
* આજે ગુણ પામવા તરફ આપણી નજર છે પરન્તુ દોષરહિત થવા તરફ નજર નથી. જ્ઞાન જોઈએ છે પણ અજ્ઞાન ટળે એ રીતે નથી જોઈતું.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #76
--------------------------------------------------------------------------
________________
* રાગનું ફળ વધારેમાં વધારે આ સંસારમાં અનુકૂળતા મળી રહે, માનસન્માન મળે એટલું જ, રાગના કારણે મોક્ષે નહીં પહોંચાય. આજ્ઞા પ્રત્યે પ્રેમ કેળવવાનો હતો એના બદલે એને છોડીને આખી દુનિયા પ્રત્યે પ્રેમ કેળવીએ, કેટલી વિપરીત હાલત છે આપણી !
૧૮. હાસ્ય :
* સુખ મળી જાય તો હાંસી આવ્યા વિના ન રહે. હાંસી અને મશ્કરીમાં કેટલો
સમય પસાર કર્યો છે એની તપાસ કોઈ દિવસ કરી છે ખરી ? હાંસી અને મશ્કરીની અવસ્થા લગભગ એવી હોય છે કે શરૂઆત હાંસીથી થાય અને ઊઠતી વખતે હવે જિંદગીમાં મોઢું જોવું નહીં એવી હાલત હોય. આઠમા અનર્થદંડમાં શ્રાવકને પણ હાંસીમશ્કરીનો ત્યાગ કરવાનો હોય તો સાધુમહાત્મા કઈ રીતે હાંસીમશ્કરી કરે ? ક્રીડાપ્રસંગમાં બાહ્ય ક્રીડા હોય છે અને હાંસીમશ્કરીમાં અભ્યન્તર ક્રીડા છે.
* સંસારમાં રખડવાનું જેને હોય તેઓ હાંસીમશ્કરીમાં સમય વિતાવે. વિકથા ન કરતા હોય તો જરૂરપૂરતી પ્રવૃત્તિ કરી છે, એમ કહેવાય.
* સાધુભગવન્તોને છ કલાકની ઊંઘમાં પણ નિર્જરા ચાલુ હોય તો દિવસે ઊંઘે તોપણ નિર્જરા થવાની ને ? છતાં દિવસે નિદ્રા ન લેતાં જાગતા રહેવાનું વિધાન કર્યું. જાગતા રહેતી વખતે પણ હાંસીમશ્કરી કે વિકથા ન કરી બેસે માટે પંદર કલાકનો સ્વાધ્યાય ફરમાવ્યો. આપણે હાંસીમશ્કરીમાં પાપ છે એવું માનીએ ખરા ?
સ. સ્વાધ્યાય કરતાં મન થાકે તો શું કરવું ?
ગુરુભગવન્ત પાસે જઈને ખમાસમણાં આપવાની શરૂઆત કરવી, પણ હાંસી કે મશ્કરી કરવા ન બેસવું.
સ. એમાં વધારે થાક લાગે !
અને એથી પહેલાંનો થાક હળવો થઈ જાય. જંગલમાં વાઘ આવે તો થાક લાગે કે થાક જતો રહે ? અહીં આપણે હાંસીમશ્કરીને પાપ માનતા નથી માટે થાક લાગે છે.
સ. વૈરાગ્ય આવી ગયા પછી દીક્ષા લે તોપણ આવી હાલત શા માટે થાય ?
દીક્ષા લેતી વખતે દુઃખ આવ્યું ન'તું. દીક્ષા લીધા પછી દુઃખ આવે એ અકળાવી મૂકે છે માટે આવી હાલત થાય. માટે દુઃખ વેઠવાનો અભ્યાસ કરી લઈએ તો આટલી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૭૫
Page #77
--------------------------------------------------------------------------
________________
હદ સુધી નીચે ઊતરવું ન પડે. વિરતિનો આનંદ ન હોય ત્યારે જ અવિરતિનો આનંદ લેવાનું મન થાય.
* હાંસીમશ્કરીના ત્યાગના કારણે નથી તો સુખ લૂંટાઈ જવાનું, નથી તો દુઃખ આવી પડવાનું. કોઈ કહે કે – કેમ બોલતા નથી ?' તો કહેવું કે – મારા ભગવાને હાંસીના ત્યાગની પ્રતિજ્ઞા કરી હતી. તેથી મારે પણ પ્રતિજ્ઞા છે, માટે બોલતો નથી.
સ. પ્રતિજ્ઞાના કારણે ઈચ્છા વધારે થાય છે.
જેની પ્રતિજ્ઞા નથી લીધી એની ઈચ્છા નથી એવું છે ખરું? પૈસા ન કમાવાની પ્રતિજ્ઞા નથી લીધી છતાં પૈસાની ઈચ્છા છે ને ? પ્રતિજ્ઞાના કારણે ઈચ્છા વધતી નથી, આસતિના કારણે ઈચ્છા વધે છે. પ્રતિજ્ઞા લીધી હોય તોપણ ઈચ્છા થાય છે અને પ્રતિજ્ઞા ન લીધી હોય તોપણ ઈચ્છા થાય છે. માટે ઈચ્છાનું કારણ પ્રતિજ્ઞા નથી, આસતિ છે. આસતિ પડી છે માટે ઈચ્છા વધે છે કે પ્રતિજ્ઞા લીધી છે માટે ઈચ્છા વધે છે – એ જાતે વિચારી લેવું.
* અઢારદોષોનું વર્ણન પૂરું થયું. એનાં નામ યાદ રહી ગયા ને? રોગનાં નામ માત્ર ડોક્ટર જ જાણે કે દર્દી પણ જાણે? એક વખત રોગ થયા પછી પણ તેનાં નામ મોઢે થઈ જાય અને આપણા દોષો અનાદિકાળથી આપણામાં હોવા છતાં એનાં નામ યાદ ન રહે-એનું કારણ શું? શરીરનું મમત્વ જેટલું છે એટલી આત્માની ઉપેક્ષા છે ને?
* અવિરતિજેવું ભયંકર એકે પાપ નથી. સમ્યગ્દર્શન પામ્યા પછી પણ આપણા સમ્યકત્વને મોક્ષે લઈ જતાં રોકી રાખે એવી આ અવિરતિ છે. મોક્ષનું જ્ઞાન હોવા છતાં, શ્રદ્ધા મજબૂત હોવા છતાં અવિરતિના યોગે ચારિત્ર નથી મળતું અને ચારિત્ર વિના મોક્ષ નથી મળતો. સંસાર છોડવો સહેલો છે પણ સંસાર ઓળખવો કઠિન છે. સંસારને જાણવો એ જુદું અને સંસારને ઓળખવો એ જુદું. અવિરતિને અવિરતિ તરીકે ઓળખવાનું કામ ઘણું જ કપરું છે. અવિરતિના યોગે સુખનો રાગ એટલો ગાઢ હોય છે કે જે સમ્યગ્દર્શનને કામ જ કરવા દેતો નથી.
* અઢાર પ્રકારના દોષોના નામ શિષ્યને યાદ રહી ગયા હોવાથી તેને શંકા પડે છે અને આથી તે પ્રશ્ન કરે છે કે આ અઢારમાંથી પ્રેમદોષ માયા-લોભમાં સમાઈ જાય છે અને મત્સર, ક્રોધ-માનમાં સમાઈ જાય છે તો તેને જુદા કેમ પાડ્યા? શિષ્યને દોષો કાઢવા છે માટે શંકા પડી. જેને કંઈક કરવું હોય તેને શંકા પડે. જેને ઉપાડીને લઈ જવું હોય તેને વજન ઓછું થાય તેની ચિંતા હોય. તે રીતે જેને દોષો યાદ રાખવા છે અને
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #78
--------------------------------------------------------------------------
________________
કાઢવા છે તેને દોષો ઓછા થાય તેવી શંકા પડે. આજે આપણે આ દોષોને યાદ રાખવા. માટે કોઈ પ્રયત્ન કરવો છે ને? રોજ નવકારવાળી ગણવા પહેલાં અઢાર દોષોની નવકારવાળી ગણવી છે. પ્રેમ અને માત્સર્યને જુદા પાડવાનું કારણ એ છે કે ઘણી વાર સામાન્યથી ઉલ્લેખ કર્યા પછી તેનાથી વિશેષને જુદું પાડીને બતાવાય છે. આ રીતે બતાવવાની પાછળ વિશેષ પ્રયોજન હોય છે. પ્રેમનો સમાવેશ માયા-લોભમાં થતો હોવા છતાં તેમાં એ વિશેષતા છે કે પ્રેમ ગમે છે, માયા-લોભ તો ભૂંડા લાગે છે. કોઈ માયાળુ' કહે તો ગમે પણ માયાવી' કહે તો ન ગમે. આ રીતે પ્રેમ ભૂંડો નથી લાગતો માટે તેને દોષ તરીકે જુદો પાડી બતાવ્યો. ઈર્ષાના કારણે ક્રોધ આવતો હોવા છતાં ક્રોધ ખરાબ લાગે પણ માત્સર્ય તેવું ખરાબ નથી લાગતું માટે તેને પણ જુદું પાડ્યું. માત્સર્યમાં માન અને ક્રોધ બંન્ને પરિણામ હોય છે. બીજાના ગુણો સહન નથી થતા એનું કારણ આપણને માન મળતું નથી અથવા આપણું માન ઘવાય છે - એ છે અને એ અસહનશીલતાથી ગુસ્સો આવે છે – આથી માત્સર્યદોષ કથંચિત્ ભિન્ન (જુદો) છે.
* માથું ભારે લાગે તો તેની દવા કરવાનું મન થાય પણ જ્ઞાનાવરણીય કર્મ ભારે છે એવું લાગે તો તેની દવા કરવાનું મન થાય ? જો જ્ઞાનાવરણીયકર્મ ભારે નહિ લાગે તો ચૌદ પૂર્વ સુધી કઈ રીતે પહોંચાશે? જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના ઉદયના કારણે અજ્ઞાન દોષ નડે છે. એને ટાળવા માટે જ્ઞાનાચાર અને દર્શનાચારનું પાલન કરવાનું. જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનનાં ઉપકરણની ભક્તિ કરવાની. આજે આપણને ભણવાનું હજુ ફાવે પણ જ્ઞાનીની ભક્તિ કરવાનું ન ફાવે ને ?
સ. જ્ઞાનની ભક્તિ એટલે અક્ષરજ્ઞાનની કે સમ્યગ્રજ્ઞાનની ભક્તિ?
અક્ષરજ્ઞાનની પણ આશાતના ન કરવી એ એક પ્રકારનો વિનય જ છે. અનાશાતના નામનો વિનય મિથ્યાશ્રુત માટે સમજી લેવો. આગમની પૂજા કરીએ, છાપાની પૂજા ન કરાય પણ સાથે તેને પગ ન લગાડાય - એ સમજાય ને ?
૪ નિદ્રા દર્શનાવરણીયના ઉદયથી આવે. દર્શનાવરણીયનો ઉદય હોવા છતાં ચિંતા, શોક વગેરે પ્રતિબંધક હોય તો નિદ્રા ન આવે. આ નિદ્રા ઉડાડવા માટે પ્રયત્ન કરવો છે કે લેવા માટે : એ જ સૌથી પહેલાં વિચારવું પડશે. નિદ્રા ઊડી જાય તો લાવવા માટે મહેનત નથી કરવી – આટલું નક્કી કરીએ તોય ઘણું.
* બાકીના બધા દોષો મોહનીયના ઘરના જ છે, મોહનું માનવાનું બંધ કરીએ અને પરાણે પણ ભગવાનનું માનતા થઈએ તો આ દોષ ટળી શકે. ક્રોધાદિને દૂર કરવા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #79
--------------------------------------------------------------------------
________________
તેના પ્રતિપક્ષનું સેવન કરવું. ક્ષમા, મૃદુતા, સરળતા અને નિસ્પૃહતાના પરિશીલનથી તેમને ટાળી શકાશે. સુખ પ્રત્યે નફરત જાગે અને દુ:ખ પ્રત્યે પ્રેમ કેળવીએ તો રતિઅરતિ જીતી શકાય. આમે ય પારકાના સુખ ઉપર નફરત છે અને પોતાના દુઃખ પર પણ પ્રેમ કેળવી લઈએ છીએ ખરા, પણ તે આપણી ઈચ્છાની ખાતર ! ભગવાનના વચન ખાતર નહિ ? આથી જ આપણા દોષો હલતા નથી.
* જે તીર્થંકર પરમાત્માએ સાધના કરતી વખતે ઈન્દ્રાદિદેવોની સહાય ન લીધી એવા તીર્થંકર પરમાત્માના અનુયાયી થઈને આપણે ઈન્દ્રાદિદેવોની સહાય ઈચ્છીએ એ કેવી રીતે ચાલે ? કેવળજ્ઞાન પામવાનો ઈરાદો ન હોય ત્યારે જ ઈન્દ્રાદિદેવોની કે અન્ય દેવોની સહાય લેવા તૈયાર થાય. દુઃખ ટળતું હોય તો ગમે તેની સહાય લેવા આપણે તૈયાર ને ?
સ. ડૉક્ટર પાસે દુઃખ ટળે છે માટે જઈએ ને ?
ડૉક્ટર પાસે જ્યારે જાવ છો ત્યારે ધર્મ માનીને નથી જતા, પોતે અસહિષ્ણુ છે સહન નથી થતું માટે જાય છે, ડૉક્ટરને દેવ માનીને નથી જતા ને ? ઈન્દ્રાદિ દેવો પાસે જ્યારે જાવ ત્યારે ધર્મ કરવામાં સહાય કરે એમ માનીને જાઓ છો ને ?
* ભગવાન જે આપે છે તે (કેવળજ્ઞાન) આપણને જોઈતું નથી માટે ભગવાનને આપણે દેવ માનતા નથી, અન્ય દેવો આપણને જે (ધનાદિ) જોઈએ છે એ આપે છે માટે તેઓને દેવ તરીકે સ્વીકારી લઈએ છીએ.
* અરિહંત પરમાત્માને જ દેવ તરીકે માનવા હોય એવા લોકોને દુનિયામાં અરિહંત પરમાત્માને છોડીને બીજા દેવ નથી – એટલું પહેલાં માનવું પડે એવું છે.
* “આપણા ભગવાન જ ભગવાન છે બીજા દેવ ભગવાન નથી' - આવું બોલીએ તો માઠું લાગે અને “આપણા ભગવાન પણ ભગવાન છે” આવું બોલીએ તો ગમે તો સમજવું કે – આપણે ભગવાનના શાસનમાં આવ્યા નથી.
* આપણે જે માનીએ છીએ તે ખોટું છે એવું કોઈ કહે તો આપણે કહેનારને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ કે આપણી ખોટી માન્યતાને દૂર કરવા પ્રયત્ન કરીએ?
* જેને જોઈએ એનું મોટું પડેલું હોય, જેને જોઈતું જ નથી તેનું મોટું પ્રસન્ન હોય. આયંબિલની પંગતમાં બેઠેલાને ભજિયાં ન આવે તો કોઈ દુઃખ ન થાય, પણ એકાસણાંની પંગતમાં બેઠેલાને દુઃખ થાય ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #80
--------------------------------------------------------------------------
________________
* અરિહન્ત પરમાત્મામાં પ્રકારાન્તરે અઢાર દોષનો અભાવ જણાવ્યો છે. ૧. દાનાન્તરાય, ૨. લાભાન્તરાય, ૩. ભોગાન્તરાય, ૪. ઉપભોગાન્તરાય, ૫. વીર્યાન્તરાય, ૬. હાસ્ય, ૭. રતિ, ૮. અરતિ, ૯, ભય, ૧૦. શોક, ૧૧. જુગુપ્સા, ૧૨. કામ, ૧૩, મિથ્યાત્વ, ૧૪. અજ્ઞાન, ૧૫. નિદ્રા, ૧૬. અવિરતિ, ૧૭. રાગ, ૧૮ ષ.
* આ રીતે સકલ દોષથી રહિત અને સકલગુણના નિધાન એવા અરિહન્તપરમાત્મા છે : આ પ્રમાણેના નિરૂપણ દ્વારા તેમનું સ્વરૂપ જણાવ્યું. કોઈ પણ વસ્તુની વ્યાખ્યા ત્રણ પ્રકારે કરાય છે – તત્ત્વથી, ભેદથી અને પર્યાયથી. તત્ત્વ એટલે સ્વરૂપ, ભેદ એટલે પ્રકાર અને પર્યાય એટલે સમાનાર્થક શબ્દોથી જણાવાતો અર્થ. સ્વરૂપ જણાવાઈ ગયું અને પરમાત્મા દરેક એક જ પ્રકારના છે. તેમના કોઈ પ્રકાર નથી. આથી હવે ૧૧ મી ગાથાથી પર્યાયવાચક નામ જણાવે છે. આપણને આ નામોમાં રસ પડે ખરો ? આપણે તો અરિહન્ત કરતાં પણ અર્થને (પૈસાને) જ મહાન માનીએ છીએ ને? સંસાર પ્રત્યે બહુમાન જ્યાં સુધી હશે ત્યાં સુધી દેવગુરુધર્મ પ્રત્યે આદર નહિ જાગે. આપણે સંસારમાં બેઠા છીએ માટે પૈસા કમાઈએ છીએ કે સંસાર પ્રત્યે રાગ છે માટે ? દેવગુરુધર્મ ગમે તેટલા ઊંચા હોય તોપણ આપણા અર્થકામ આગળ એ હઠ છે ને? પર્યાયવાચી નામોથી નિરૂપણ કરવાના કારણે પદાર્થનું વિસ્તારથી અને સ્પષ્ટ જ્ઞાન થાય છે. ત્રણ પર્યાયવાચી નામો છે : અરિહંત, અહંન્ અને અહન્. આ ત્રણે નામો માત્ર રૂઢ નામો નથી, અન્યર્થ નામો છે. આઠેય પ્રકારનાં કર્મ સર્વ જીવોનાં શત્રુભૂત છે. તે કર્મરૂપી અરિ-શત્રુને હણનારા હોવાથી તેઓ અરિહન્ત કહેવાય છે. આઠ પ્રકારનાં કર્મો આપણને શત્રુરૂપ લાગે છે? પુણ્યપ્રકૃતિ ગમી જાય ને ? આગળ વધીને અવિરતિ પણ ગમે ને ? આજે ક્રોધાદિને સફળ કરવા કે અવિરતિજન્ય સુખો ભોગવવા માટે બધું જ કરવાની તૈયારી છે ને ? જરૂર પડે તો શરીરની પણ મમતા ઉતારીને એ સુખ ભોગવીએ
ને?
* હાથની પાંચ આંગળીમાંથી કઈ આંગળી ન હોય તો ચાલે ? ત્યાં જેમ પાંચે આંગળી પ્રમાણ ગણાય છે તેમ અહીં જ્ઞાનમાર્ગમાં મૂળ આગમ, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા : આ પાંચે અંગ પ્રમાણ છે. જેઓ પંચાંગીને પ્રમાણ ન માને અને એકલા મૂળ આગમના અર્થને પ્રમાણ માનતા હોય તેઓની વાત અપ્રમાણ છે એમ સમજી લેવું. જેઓ હરિભદ્રસૂરિ મહારાજ કે હેમચન્દ્રસૂરિ મહારાજની વાતને પ્રમાણ ન માનતા હોય અને માત્ર આગમને જ પ્રમાણ માનવાનું કહેતા હોય તેઓને કહેવું કે – ‘તમારાથી આગમને પણ નહિ મનાય, માત્ર ત્રિપદીને જ પ્રમાણ માનવી. કારણ કે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #81
--------------------------------------------------------------------------
________________
આગમ પણ છ0 એવા ગણધરભગવન્તોએ રચ્યાં છે અને જો આગમ એ ત્રિપદીનો સાર છે માટે પ્રમાણ માનતા હો તો આ ટીકાગ્રંથો વગેરે પાછળના મહાપુરુષોએ રચેલા ગ્રંથો, આગમનો સાર હોવાથી પ્રમાણભૂત છે જે પંચાંગીને પ્રમાણ ન માને તેની સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. જેઓ, “ભગવાન માટે અરિહન્ત શબ્દ વાપરવો યોગ્ય નથી કારણ કે એ સંક્લેશનું સૂચક છે. આથી નવકારમંત્રમાં અરુહત્તાણ પાઠ બોલાવો જોઈએ' - એવું કહે છે, એવાઓને આ પર્યાયથી કરેલી વ્યાખ્યા સમજાવવાની જરૂર છે. જોકે તેઓ મૂળ આગમને જ પ્રમાણ માનતા હોવાથી તેમને જવાબ આપવાનો અર્થ નથી. (નિયુક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજ, ભાષ્યકાર – શ્રી જિનભદ્રગણિ અને ટીકાકાર - શ્રી શીલાંકાચાર્ય મહારાજ (બે અંગની) અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ હતા.)
* ભગવાન ગમે તેટલા મહાન હોય તોપણ ભગવાન જે આપે છે તે આપણને જોઈતું જ નથી માટે આપણને ભગવાન પ્રત્યે બહુમાન નથી લાગતું. આપણી પાસે રાતદિવસ ફરનાર સામાન્ય માણસો પ્રત્યે જેટલું બહુમાન છે તેટલું ભગવાન પ્રત્યે નથી. સંસારનાં સુખો જ્યાં સુધી ગમે છે અને આત્માના ગુણો નથી ગમતા ત્યાં સુધી ભગવાનની વાત નહિ ગમે. ભગવાનની વાત ગમે કે ભગવાનની કૃપા ગમે?
સ. ભગવાનની કૃપા થાય તો વાત ગમે.
ના, ભગવાનની વાત માનીએ તો ભગવાનની કૃપા મળે. ભગવાનની વાત જે માને તેને ભગવાન પ્રત્યે બહુમાન જાગ્યા વિના નહિ રહે. ભગવાન જે આપવા માંગે છે તેનું અર્થીપણું મેળવી લેવું છે.
સ. કઈ રીતે?
ત્યાંનું (સંસારનું) અર્થીપણું ટાળીને. આ સંસારમાં ગમે તેટલી સારામાં સારી અવસ્થા સર્જાઈ હોય તો ય પરભવમાં જવાનું બાકી છે ને? શ્રી અઈમુત્તા મુનિને આઠ વરસે જે સમજાયું હતું તે આપણને ડબલગ્રેજ્યુએટ થયા પછી પણ સમજાયું નથી ને ? મરવાનું છે તે આપણે જાણીએ છીએ? આ ભવમાં વિદ્વત્તા મળી જશે, લોકોની ચાહના મળશે, માનસન્માન પણ મળી જશે પણ પરભવમાં સ્થાન નહિ મળે. ભગવાન દુઃખમાંથી નહિ, મરણમાંથી બચાવે છે અને ડોક્ટર દુઃખમાંથી બચાવે છે. આપણે દુ:ખમાંથી બચવું છે માટે ડૉક્ટર પ્રત્યે બહુમાન જાગે છે - ભગવાન પ્રત્યે નહિ. રોગ જેટલો ભયંકર લાગે, શસ્ત્ર જેટલું ભયંકર લાગે છે, અગ્નિનો જેટલો ભય છે, પૂરનો જેટલો ભય છે તેટલો સંસારનો ભય નથી ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૮૦
Page #82
--------------------------------------------------------------------------
________________
સ. સંસાર દુઃખરૂપ ક્યારે લાગે ?
ભગવાનનું માનીએ ત્યારે. સંસાર આપણને દુઃખરૂપ લાગે પછી જ છોડવો હશે તો ક્યારે ય નહિ છૂટે. ભગવાન કહે છે માટે છોડી દેવો હશે તો અત્યારે છૂટી જાય એવો છે. આસક્તિ છોડી દઈએ અને મુક્તિ તરફ નજર માંડીએ તો જ કામ થાય એવું છે. મને સમજાયા પછી માનું - એનું નામ મિથ્યાદર્શન અને સમજાય કે ન સમજાય, ભગવાન કહે માટે માની લેવું છે – એનું નામ સમ્યગ્દર્શન. સંસારના સુખ પ્રત્યેનો રાગ કાઢી નાંખીએ, દુ:ખ પ્રત્યે પ્રેમ કેળવી લઈએ, આપણી અક્કલને કામે લગાડીએ તો આજે સમ્યક્ત્વ મળે એવું છે. થોડું થોડું સુખ છોડતાં જઈએ અને થોડું થોડું દુઃખ ભોગવતાં જઈએ તો સમ્યગ્દર્શનની નજીક જઈએ.
* વંદન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિગમનને યોગ્ય હોવાથી ભગવાનને અર્હન્ કહેવાય છે. આપણે ભગવાનને વંદન કરીએ છીએ તે શા માટે ? ભગવાન વંદનનમસ્કારને યોગ્ય છે એમ માનીને કરીએ છીએ ને ?
* વંદન એટલે માથું નમાવવું અને નમસ્કાર એટલે વાણીથી બોલીને નમવું તે. પૂજા એટલે વસ્ત્ર, પુષ્પમાળા વગેરે અર્પણ કરવું અને સત્કાર એટલે જોતાંની સાથે સંભ્રમપૂર્વક ઊભા થઈ જવું. સામો માણસ ન જુએ તોપણ ઊભા થઈ જવું તે સંભ્રમ. જ્યાં અત્યંતર પ્રીતિ હોય ત્યાં આ રીતે એકાએક સહસા ઊભા થવાનું ફાવે. સામા માણસની નજર પડે ત્યારે ઊભા થવું તે ઔચિત્ય. આપણે માત્ર ઔચિત્ય નથી પાળવું, સંભ્રમપૂર્વક ભક્તિ કરવી છે. શિષ્ટાચારનું પાલન શિષ્ટ દેખાવા માટે નથી કરવું, શિષ્ટ થવા માટે કરવું છે. સારા આચારો સારા થવા માટે છે, સારા કહેવડાવવા માટે નહિ.
* આ તેરમી ગાથામાં ‘અન્તિ’ પદ ત્રણ વાર કેમ વાપર્યું છે-આવી શંકાના નિરાકરણમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે અત્યંત આદર જણાવવા માટે આ રીતે પ્રયોગ કરાય છે. ‘આવું કોઈ કરે છે ?' આવી ફરી શંકા થાય તો તેના નિરાકરણમાં ‘જયઈ સુયાણં પભવો....' આ શ્લોક જણાવ્યો છે, જેમાં ચાર વાર ક્રિયાપદનો પ્રયોગ છે.
* ભગવાનની ભક્તિ કરવાનું આપણને ગમે છે પણ ભગવાનનું બહુમાન કરવાનું આપણને ગમતું નથી. આજે આપણામાં મોટામાં મોટી અપાત્રતા જ એ છે કે આપણને તરવાનો ભાવ નથી અને આપણે ભક્તિ કરીએ છીએ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૮૧
Page #83
--------------------------------------------------------------------------
________________
* અરિહન્ત અને અહમ્ આ બે પદ પછી હવે અહમ્ પદની વ્યાખ્યા કરવી છે. રુહમ્ એટલે જે બીજ વાવીને ઊગે છે અને જે વાવ્યા પછી ન ઊગે તે અરુહન્. ભગવાને આ સંસારના રાગ, દ્વેષ અને મોહરૂપ બીજે બાળી નાંખ્યાં હોવાથી ભગવાનને અહમ્ કહેવાય છે. આપણા રાગદ્વેષમોહરૂપી બીજ બાળવાં છે કે એનું સિંચન કરવાનું ચાલુ છે? સંસારરૂપી વૃક્ષનાં આ ત્રણ બીજ છે. આ બીજના સિંચનથી સંસારરૂપી અંકુરો ફૂટે છે અને તે ફૂલેફાલે છે. સંસાર પ્રત્યેની મીઠી નજર એ રાગાદિ બીજના સિંચન માટેનું પાણી છે. આ નજર ખસેડવી છે. આપણે બીજને બાળી ન શકીએ પણ તેનું સિંચન નથી કરવું. આટલું નક્કી કરવું છે ને ? આજે તો આસક્તિનું ખાતર નાંખીને સ્નેહનું પાણી સીંચીને રાગાદિને પુષ્ટ કરવાનું કામ ચાલુ છે ને ? આવી હાલતમાં ભગવાન પ્રત્યે બહુમાન કઈ રીતે જાગે ? લૌકિક દર્શનમાં પણ અર્જુને શ્રીકૃષ્ણ ભગવાનનો ઉપદેશ પામીને કહ્યું હતું કે ‘મોહ નાશ પામ્યો, હવે તમારું વચન પાળીશ.” એ લોકો પણ માને છે કે સારા માણસ પાસે જવાથી મોત દૂર થાય. જ્યારે આપણે તો સારામાં સારા માણસ પાસે જવા છતાં પણ મોહ પુષ્ટ કરીએ એ કેમ ચાલે?
* કષાયની હાજરીમાં કષાય ન કરે તેનું નામ સાધુ અને કષાય ન હોવાના કારણે કષાય ન કરે તે વીતરાગ. કર્મના ઉદયને જે આધીન થાય તેને સાધુ ન કહેવાય. કારણ કે કર્મના ઉદયને આધીન થવાથી નવાં કર્મો બંધાયા કરે અને જેને મોક્ષમાં જવું છે તેને કર્મનો બંધ પાલવે એવો નથી. ક્ષણવાર માટે ભીંજવનારા પાણીના રેલાને પણ હાથ આડો રાખીને રોકનારા આપણે ભવોભવ સુધી હેરાન કરનાર કર્મને રોકવા માટે પ્રયત્ન ન કરીએ અને તેને આધીન થઈ જઈએ – એ ચાલે?
* જે વસ્તુ સારી હોય તેને બતાવ્યા પછી એ સારી વસ્તુને પ્રાપ્ત કરવાનો ઉપાય ન બતાવે તો તે શાસને છેદશુદ્ધ ન કહેવાય. આથી જ મોક્ષને પામવા માટે, કર્મને આધીન ન થવા માટે સ્વાધ્યાયાદિ ઉપાય બતાવ્યા છે. મોક્ષ સારો છે એની ના નહિ પણ એ આપણને મળી શકે એવો છે માટે સારો છે કે બીજાને મળી શકે એવો છે, માટે ? બજાર સારો ક્યારે? આપણે કમાઈએ તો કે બીજા કમાય તો ? પહેલાંના રાજપુત્ર કોઈ ચિત્રકારે બતાવેલ અદ્ભત રાજકુમારીનું ચિત્ર જોઈને સૌથી પહેલો પ્રશ્ન કરતા કે “આ સ્ત્રી કાલ્પનિક છે કે વાસ્તવિક?' અને વાસ્તવિકતાને સાંભળીને ગમે તે પ્રયત્ને તેને મેળવીને જંપતા. આપણે મોક્ષને મેળવવા માટે એવો પ્રયત્ન નથી કરતા - તેનું કારણ શું? મોક્ષ કાલ્પનિક માનીએ છીએ એ જ ને ? અરિહન્તપરમાત્માને તાત્વિક તરીકે બતાવીને તેમની આરાધના દ્વારા મોક્ષ પામવાનો ઉપાય પંદરમી ગાથામાં બતાવે છે. ઉક્ત સ્વરૂપવાળા પરમાત્માને મસ્તકથી નમસ્કાર કરવો, વચનથી પ્રશંસા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૮૨
Page #84
--------------------------------------------------------------------------
________________
કરવી, મનથી ધ્યાન ધરવું અને તેમના શરણે જવું એ જ તેમની આરાધનાનો ઉપાય છે. કર્મરૂપી શત્રુથી બચાવનાર આ જ એક પરમાત્મા હોવાથી તેમના શરણે જવું. કુદેવને દેવની બુદ્ધિએ માનવા નહિ. સુવર્ણના મૂલ્યથી પિત્તળને ગ્રહણ ન કરશો - એમ ગ્રંથકારશ્રી આ શ્લોકના ઉત્તરાર્ધથી જણાવે છે.
સ. શરણે જવું એટલે શું?
રોગી જેમ ડોક્ટરના શરણે જાય, ધનાર્થી નોકર જેમ શેઠના શરણે જાય અને ભયભીત થયેલો રખેવાળના શરણે જેમ જાય તેમ ભવથી ભય પામેલા, ભગવાન અને ભગવાનની આજ્ઞામાં રહેનારને શરણે જાય.
* સંસારના સુખની ઈચ્છાથી કરાતો ધર્મ એ અધર્મ છે, છતાં તે ધર્મજેવો દેખાય છે માટે એવાને ધર્મ માનીને ગ્રહણ ન કરવું - કારણ કે એ તો સોનાના મૂલ્ય પિત્તળ ખરીધું કહેવાય. ધર્મ સાંભળવા છતાં સંસારસુખની ઈચ્છા જે દિવસે મંદ ન થાય તે દિવસે આપણે પિત્તળ લઈને ઘરે ગયા - એમ સમજવું.
* જે ભગવાને દેવસંબંધી, તિર્યંચસંબંધી અને મનુષ્ય સંબંધી બધા જ ઉપસર્ગો વેઠી લીધા હતા તે ભગવાનના શરણે જે જાય તેને દુઃખ દુઃખરૂપ ન લાગે. આપણે ભગવાનના શરણે છીએ તેનું માપદંડ જ આ છે કે ગમે તેવું દુઃખ પણ દુ:ખરૂપ ન લાગે. તમે ભક્તિગીતમાં ગાઓ ને કે “તારા શરણે આવવામાં એક મોટું સુખ, દુઃખના ડુંગર તૂટી પડે તોય જરી ન લાગે દુઃખ.” દુઃખ વેઠી લેવામાં જ ભગવાનની ભક્તિ સમાઈ છે. દુઃખ મજેથી વેઠી લેવા માટે ભગવાનનું શરણું લેવાનું છે.
સ. ભગવાનનું શરણું લેવું એટલે શું?
ભગવાન કહે એ પ્રમાણે કરી લેવું. ભગવાન કહે કે દુઃખ વેઠી લેવાનું તો વેઠી લેવાનું. ભગવાન કહે કે સુખ છોડી દેવાનું તો છોડી દેવાનું. આજે આપણી તો એ હાલત છે કે શરણું ભગવાનનું અને સિદ્ધાન્ત આપણા ! ભગવાનના શરણે રહેવાનું અને માનવાનું મોહનું-આ ચાલે ? ભગવાનના શરણે જવું હશે તો ભગવાનનું માનતા થવું છે, દુઃખ વેઠતા થવું છે. દુઃખથી અકળાય તે જૈન ન હોય.
* આપણા દેરાસરનું સમારકામ આપણે આપણા પૈસે કરવું છે, કારણ કે આપણી પાસે એટલી સ્થિતિ છે. આપણા દેરાસરની ઊપજનો ઉપયોગ અન્યદેરાસરોમાંજ્યાં જરૂર હોય ત્યાં – જીર્ણોદ્ધારમાં કરી લેવો. સુખી - સ્થિતિસંપન્ન આરાધકો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #85
--------------------------------------------------------------------------
________________
પોતાના પૈસે બધો વહીવટ કરે તો દેરાસરના ટ્રસ્ટની જરૂર ન પડે. સ્થળ પર પૈસા આપીને છૂટા થઈએ તો ટ્રસ્ટની જરૂર રહે ખરી ?
* વીતરાગપરમાત્મા તો મોક્ષમાં ગયા છે તો તેમને નમસ્કાર વગેરે કઈ રીતે કરવો એવી શંકાના નિરાકરણમાં ભગવાનના બિંબની અને ચૈત્યની સ્થાપના કરવાનું ફરમાવ્યું છે. જિનમંદિર બંધાવવું અને જિનપ્રતિમા ભરાવવી : આ પણ એક ભગવાનની ભક્તિનો જ પ્રકાર છે. મેરુજેવું સૌથી ઊંચું, હિમાલય જેવું ધવલ (ઉપલક્ષણથી અન્ય) વર્ણવાળું, શ્વેતધજાથી શોભતું મંદિર વિધિપૂર્વક બંધાવવું. વર્તમાનમાં ધજામાં વચ્ચે લાલવર્ણ પણ હોય છે પરંતુ શ્વેતવર્ણ પ્રધાનતયા(વધુ) હોવાથી તે શ્વેતધજા કહેવાય. મેરુ જેટલું ઊંચું એટલે સૌથી ઊંચું, ગામમાં એનાથી ઊંચું એક મકાન ન હોય.
સ. મુંબઈમાં તો કેટલાં ઊંચા માળનાં બિલ્ડિંગો હોય છે !
તેવા મકાનની નજીકમાં દેરાસર બાંધવું નહિ. દેરાસર એવા સ્થાનમાં બાંધવું કે જ્યાં કોઈ આશાતનાનો સંભવ ન હોય. જેટલી જગ્યામાં દેરાસર બાંધ્યું હોય તેટલી જગ્યા ચારે બાજુ ખુલ્લી રહે એટલો વિસ્તાર રાખવો.
* તીર્થંકર પરમાત્મા આ જગતનું સૌથી ઊંચામાં ઊંચું તત્ત્વ છે, માટે આપણને ગમે છે ? કે આપણને તારે છે માટે ગમે છે? જેને પરમાત્મા તારક લાગે અને એ તારક પ્રત્યે બહુમાન જાગે તેને એ પરમાત્માનું મંદિર બનાવવાનું મન થયા વિના ન રહે. પહેલાં પરમાત્મા પ્રત્યે બહુમાન જાગે પછી મંદિર બંધાવવાનું મન થાય. પહેલાં ધન પ્રત્યે બહુમાન જાગે પછી ધંધો કરવા જાઓ ને? તેમ અહીં સમજવું. જિનમંદિર બંધાવવાનો વિધિ :
* સત્તરમી ગાથામાં જિનભવન બનાવવાની વિધિ જણાવી છે. આ વિધિ માત્ર બોલવા માટે નથી આચરવા માટે છે. આ બધો વિધિ સમજાવવાની જવાબદારી આચાર્યભગવન્તોની છે. એ જવાબદારી જે તેઓ અદા ન કરે તો પાપના ભાગીદાર બને. સૌથી પહેલો વિધિ બતાવ્યો છે : શુદ્ધ ભૂમિ. દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ ભૂમિ હોવી જોઈએ. દ્રવ્યથી શિષ્ટજનને ઉચિત એવા સ્થાનમાં દેરાસર બાંધવું. જ્યાં વેશ્યા, જુગારી, દારૂડિયા વગેરેની અવરજવર ન હોય; આશાતના થાય તેવાં અંગારા, હાડકાં વગેરે શલ્યથી રહિત ભૂમિ હોય તેમજ જ્યાં મીઠું જળ નીકળે તે દ્રવ્યથી શુદ્ધ ભૂમિ. અને ભાવથી શુદ્ધ ભૂમિ એટલે ચોરીથી, અન્યાયથી, પડાવી લીધેલી ભૂમિ ન હોય તે. કારણ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #86
--------------------------------------------------------------------------
________________
કે તેના કારણે જેની જગ્યા હોય તેને અપ્રીતિ થાય. આ અપ્રીતિ સકારણ હોવાથી તેને ટાળવી જરૂરી છે. નિષ્કારણ અપ્રીતિ કરવાના સ્વભાવવાળાને ટાળવાનું કામ શક્ય નથી. આથી સકારણ અપ્રીતિ કરનારાને સંતોષ થાય એ રીતે અપ્રીતિ ટાળવા દ્વારા જે ભૂમિ પ્રાપ્ત થઈ હોય તે ભાવથી શુદ્ધ ભૂમિ કહેવાય.
* શ્રી જિનેશ્વર ભગવન્તને નમન, વંદન, પૂજન વગેરે કરવા માટે જિનમંદિરની જરૂર પડવાની. આથી આપણે જિનમંદિર બંધાવવાની વિધિ જોવાની શરૂઆત કરી છે. તેમાંથી શુદ્ધ ભૂમિની વાત આપણે કરી. હવે ઈષ્ટક(ઇંટ) વગેરે દલ શુદ્ધ હોવું જોઈએતે જણાવે છે. દલ શુદ્ધ હોવું જોઈએ. કાષ્ટ, ઈંટ વગેરે દ્રવ્યો તૈયાર મળે તો બનાવવા ન બેસવું. જે વસ્તુ તૈયાર શુદ્ધ મળતી હોય તે બનાવવા માટે ઓર્ડર નથી આપવો. કારણ કે તેમાં આરંભસમારંભનો દોષ લાગે. લાકડાં તૈયાર મળતાં હોવાથી વૃક્ષ છેદાવીને લાકડાં લાવવાની જરૂર નથી. જેઓ આ રીતે લાકડાં છેદીને લાવતા હોય તેમની પાસેથી (તત્વરિતવત:) લઈ આવવાં. દેવતાના ઉપવન કે ભવન વગેરેમાંથી પણ લાકડાં લાવવાં નહિ. કારણ કે આ રીતે લાવવાથી તે દેવતા વગેરે રુષ્ટ થાય તો તેને જિનમંદિર બંધાવનાર પ્રત્યે દ્વેષ થવાથી તે મંદિર બાંધવાના કાર્યમાં વિઘ્ન કરે અને કદાચ દેરાસર બંધાઈ જાય તો પણ પાછળથી ઉપદ્રવ કરે. શ્રી અભયકુમારે શ્રી શ્રેણિક મહારાજાના કહેવાથી શ્રી ચેલ્લણારાણી માટે એક થાંભલાવાળો મહેલ બનાવવા માટે વૃક્ષના વનદેવતાની આરાધના કરી તેની પાસે અનુજ્ઞા મેળવી, ત્યારે તેમના ઔચિત્યપૂર્વકના વિનયથી પ્રસન્ન થઈ દેવે તે પ્રાસાદ બનાવી આપવાનું કબૂલ કરી વૃક્ષ છેદવાની ના પાડી. દેવતા વગેરેની અપ્રગટ માલિકી હોય તેના માટે પણ આ વિધિ બતાવ્યો છે તો પછી જ્યાં પ્રગટ રીતે સરકાર વગેરેની માલિકી હોય ત્યાં તો રજા લીધા વગર મંદિર કઈ રીતે બંધાવાય? જે આ રીતે અનુજ્ઞા લેવામાં ન આવે તો દેવતા વગેરે ઉપદ્રવ કરે અને મંદિર બંધાયા પછી પણ તેને છિન્નભિન્ન કરી નાંખે. આ રીતે દેવતાના ઉપવનમાંથી ન લાવવું તેમ જ જાતે ઈંટ પડાવવા કે વૃક્ષ છેદાવવા ન બેસવું. લાકડાં વગેરેનો ધંધો કરનારાને ઉચિત મૂલ્ય આપી તે ખરીદવાં. મૂલ્ય આપતી વખતે ભાવતાલ કરવા ન બેસવું. તે જે માંગે તે આપવું તેનું નામ ઉચિતમૂલ્ય. ડોક્ટરને શરીર બતાવવા જાઓ ત્યારે ભાવતાલ કરવા બેસો કે જે કહે તે આપી દો ? અહીં શરીર જેટલી પણ ભગવાનની કિંમત નથી માટે જ ભાવતાલ કરવાનું મન થાય છે ને ?
* તૈયાર દલ મળવા છતાં નવેસરથી કરાવીને લેવામાં ઘણા દોષો લાગે છે. એક ભાઈ અમદાવાદ ગામમાં રહેતા હતા. તેમણે શાંતિનગર રહેવા જવાનું નક્કી કર્યું.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #87
--------------------------------------------------------------------------
________________
ત્યારે સાહેબને (પ. પૂ. આ. ભ. શ્રી. વિ. રામચંદ્ર સૂ. મ.સા.) કહેવા ગયા. સાહેબે તેમને પૂછ્યું કે ‘તમારો બંગલો બંધાવવાના કે તૈયાર ફ્લેટમાં જવાના ?' પેલા ભાઈએ કહ્યું કે ‘તૈયાર ફ્લેટ લીધો છે.’ ત્યારે સાહેબે કહ્યું કે ‘તો બરાબર !’
* ખરીદીને લાવતી વખતે પણ વિધિપૂર્વક લાવવું. નોકરચાકર કે પશુ વગેરેને પીડા થાય તેવો અધિક ભાર ન ઘાલવો. તેમનું શોષણ ન કરવું, તેમને ઠગવા નહિ, ચીરવા નહિ. આપણે જો ઉદારતા રાખીએ તો અન્યાય ન કરવો પડે, ભગવાનની આજ્ઞા સચવાય અને કામ વહેલાં પૂરું થાય. આવી ઉદારતા, દયા પૂર્વક કામ લેવામાં આવે તો શિલ્પી વગેરે જૈનેતરોને પણ જૈનો પ્રત્યે તેમ જ તેમના દેવગુરુધર્મ પ્રત્યે બહુમાન જાગે અને તેથી તેઓ પણ સમ્યક્ત્વ પામી જાય. પૈસા તો આજે છે ને કાલે નથી. જ્યારે સમ્યક્ત્વ તો ભવોભવ સુધી સાથે રહેવાનું છે. માટે સમ્યક્ત્વની પ્રાપ્તિ અને શુદ્ધિ થાય એ રીતે પૈસા વાપરવા. આજે આપણી પ્રતિક્રમણાદિ ક્રિયા પણ એવી છે કે શ્રાવકોનું સમ્યક્ત્વ ટકી રહે તો નસીબ. પ્રતિક્રમણમાં હવા આવે તે માટે બારી પાસે બેસે અને બેઠકમાં જરા ફેરફાર થાય તો ઝઘડવા બેસે. દુઃખ વેઠવું ન હોય તો ધર્મ કરવા માટે અહીં આવો છો શા માટે – એવું પૂછવાનો સમય આવી ગયો છે. સાહેબ જો માંડલીમાં આવ્યા હોય અને એમની નજર ફરે તો એક સાધુ માંડલીમાં આડો-અવળો બેસી ન શકે. સુખ છોડવાની અને દુઃખ વેઠવાની તૈયારી વિના ધર્મ કરવામાં આવે તો આપણે પણ ધર્મથી દૂર થઈએ અને જોનારને પણ બોધિ દુર્લભ બને.
ન
* દેરાસરનો કાજો કાઢવાથી માંડીને ભગવાનને મુગટ ચઢાવવા સુધીની ક્રિયાથી એકસરખી નિર્જરા થાય છે. કારણ કે નિર્જરા ભાવને લઈને થાય છે, ભક્તિમાત્રથી નહિ. અને ભાવ એટલે આજ્ઞાપાલનની તત્પરતા. સુખનો રાગ તો જામી જ ગયો છે એ રાગનો પણ રાગ છે, આથી ભાવ આવતો નથી.
* તીર્થંકરપરમાત્માને દેવ માનવા પહેલાં બીજા દેવો દેવ નથી– એ સમજવાનો તથા માનવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. બીજા દેવોને પણ દેવ માનીએ તો એ એક પ્રકારે તીર્થંકરભગવન્તની આશાતના છે. ભગવાનના શાસનમાં ગુણનું જેટલું મહત્ત્વ છે તેના કરતાં પણ ગુણના પ્રતિપક્ષભૂત દોષની નફરત વધારે મહત્ત્વની છે. દોષો પ્રત્યે નફરત જાગ્યા વિના ગુણો પ્રત્યે સાચું બહુમાન પ્રગટી શકે એમ નથી.
--
* શિલ્પી વગેરેનું અતિસંધાન - શોષણ ન કરવું. શિલ્પી - કારીગર વધારે રાખવા પડે તો ભલે પણ એકની પાસે વધારે કામ ન કરાવવું. શિલ્પી વગેરે માંદા પડે
૮૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
/
Page #88
--------------------------------------------------------------------------
________________
ત્યારે કેમ ખાડા પાડો છો, ન કામ કરવું હોય તો બીજાને રાખી લઈશું....' આ રીતે ખખડાવવા નહિ, દવા અપાવીને કહેવું કે સાજો થાય ત્યારે આવજે.
સ. આમ કરીએ તો દેરાસનું કામ ક્યારે થાય ?
આપણે ચાર માણસ વધારે રાખી લઈએ તો કામ અટકી ન પડે. તમારો છોકરો માંદો પડે ને ધંધે ન આવે તો શું કરો ? દુકાન બંધ કરો કે બે માણસ રાખીને કામ કરો. દીકરા કરતાં શિલ્પી અધિક જ્યારે લાગશે ત્યારે દેરાસર બંધાવવાની યોગ્યતા આવશે.
* સ્વાશયની અર્થી પોતાના શુભ ભાવની વૃદ્ધિ કરવાપૂર્વક દેરાસર બંધાવવાનું કહ્યું છે. આ વૃદ્ધિ ત્રણ શ્લોક દ્વારા જણાવી છે. અહીં – આ દેરાસરમાં વંદનના નિમિત્તે આવેલ કૃતપુણ્ય, ગુણરૂપી રત્નના નિધિ અને મહાસત્ત્વશાળી એવા સાધુભગવન્તોને હું જોઈશ અને તેના યોગે મારા આત્માને પવિત્ર કરીશ. તેમ જ અહીં અકલંક - કલંકરહિત એવા જિનેશ્વરભગવન્તના બિંબને જોઈને અન્ય પણ ભવ્ય જીવો પ્રતિબોધ પામશે અને તેથી શ્રેષ્ઠ એવા વિરતિધર્મને સ્વીકારશે. તેથી કરીને મારું આ જિનબિંબ - જિનાલયના નિર્માણમાં વપરાયેલું ધન અપાયરહિતપણાને પામશે... આવા પ્રકારની ચિંતાથી પરિવરેલા છવો સ્વાશયવૃદ્ધિને કરનારા જાણવા.
* જે વિત્ત વિષયોના પરિભોગમાં વપરાય છે તે અપાયવાળું છે. જિનમંદિરાદિ ધર્મમાં વપરાતું વિત્ત અનપાય બની જાય છે. અપાય એટલે આ લોક, પરલોક સંબંધી આત્મિક નુકસાન.
* તીર્થંકર પરમાત્માનું ઉત્તમ સ્વરૂપ સમજાયા પછી તેમને નમન, વંદન વગેરે કરવા દ્વારા તેમની ભક્તિ કરવા માટે તત્પર બનેલાને ‘ભગવાન તો નિર્વાણપદે પહોંચી ગયા તો હવે તેમની ભક્તિ કઈ રીતે કરવી ?' આવી શંકા થાય તેને માટે સૌથી પહેલો ઉપાય એ છે કે ચોવીસ કલાક ભગવાનની આજ્ઞાના પાલન સ્વરૂપ સાધુપણું સ્વીકારી. લેવું : એ જ મોટામાં મોટી ભક્તિ. જેને, આવી ભક્તિ થઈ શકે એવા સંયોગો નથી તેમને માટે જિનભક્તિનો ઉપાય બતાવતી વખતે જિનમંદિર બંધાવવાનું વિધાન કર્યું.
* જિનમંદિર કે તીર્થ ભગવાનના નામે ઓળખાવું જોઈએ. પોતાના નામે, પોતાનાં માબાપ વગેરેના નામે નહિ.
* જિનમંદિર બંધાવતી વખતે ગણતરી કરતાં વધારે ખર્ચો થાય તો ત્યારે મનમાં જરા પણ ખેદ ન કરવો. મારા સંસારનાં કાર્યમાં જે પૈસો વપરાય છે તે બધો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #89
--------------------------------------------------------------------------
________________
પાપનું કારણ છે જ્યારે આ કાર્યમાં તો જેટલો પૈસો વધારે વપરાય તેટલો લેખે લાગે એવો છે, અમૃતતુલ્ય બને એવો છે – ઈત્યાદિ વિચારવા દ્વારા પોતાના આશયની વૃદ્ધિ કરવી.
* તેમ જ જિનમંદિરનું નિર્માણ યતના(જયણા)પૂર્વક કરવું. જયણાની વ્યાખ્યા કરતાં અહીં જણાવ્યું છે કે જેમાં મોટા દોષોનો ત્યાગ કરવામાં આવે અને નાના દોષો ટાળી શકાય એવા ન હોવાથી ચલાવી લેવામાં આવે તેનું નામ જ્યણા. પાણીની જરૂર તો પડવાની. આથી અષ્કાયના જીવોને બચાવી નહિ શકાય, આથી આ અલ્પ દોષનો તો આશ્રય લેવાનો જ છે. તે વખતે અપ્લાયને આશ્રયીને રહેલા ત્રસજીવો(વિકલેન્દ્રિય જીવો)ને બચાવવા માટે પાણી ગાળીને વાપરવું. શુદ્ધ દલનું ગ્રહણ કરવું, એટલે પથ્થર તેમ જ ઇંટો વગેરે પૂંછને મૂકવા તેનું નામ જણા. આ રીતે જિનમંદિર બંધાવતી વખતે અલ્પદોષનો આશ્રય કરવો પડે છે. આથી સાધુભગવન્તો જિનમંદિર બંધાવવાનો મનોરથ પણ ન રાખે, માત્ર ઉપદેશ કરે. જ્યારે શ્રાવક સર્વ સાવધયોગથી વિરામ પામ્યો ન હોવાથી તે આ જિનમંદિર બંધાવવાના મનોરથ રાખવા પૂર્વક જિનમંદિર બનાવવાનો પ્રયત્ન કરે.
* હિંસા થવા છતાં પાપ ન લાગવા દે એવી આ જયણા છે અને હિંસા ન થવા છતાં પાપ લગાડે એવો જયણાનો અભાવ છે. પાપની હાજરીમાં પાપમુક્ત બનાવવાનું કામ જયણા કરે છે. આ જયણા વિના નિષ્પાપ જીવન જીવવા છતાં પાપ લાગ્યા કરે છે. આથી સર્વ પ્રશસ્ત યોગોમાં પ્રયત્નપૂર્વક અર્થાત્ ચીવટ રાખીને જયણા કરવી જોઈએ. જેમ પ્રવૃત્તિ વધારે હોય તેમ ઉપેક્ષા વધતી જાય અને ઉપેક્ષા આવે એટલે જયણા સચવાય નહિ. તેથી જયણા સાચવવા માટે પ્રવૃત્તિ ઘટાડવી જરૂરી છે. જયણા એ ધર્મની જનની છે. તેમ જ ધર્મનું પાલન કરનારી અને વૃદ્ધિ કરનારી હોવાથી એકાન્ત સુખને કરનારી જયણા છે. આપણો ધર્મ જયણા વિનાનો હોય તો માનવું પડે ને કે તે ધર્મ જ નથી ! મા વગર દીકરી જન્મે ?
*'રૂદ મૂચાવીનિ... અહીં સત્તરમી ગાથામાં શુદ્ધ ભૂમિ, શુદ્ધ દલ વગેરે જિન ભવનની વિધિ છે એમ જણાવ્યું છે. પરંતુ ભૂમિશુદ્ધિ વગેરે જિનભવનની વિધિનાં અંગરૂપ છે, વિધિરૂપ નથી તો તેને વિધિરૂપ કેમ કહ્યા-આવી શંકાના નિરાકરણમાં જણાવે છે કે અંગ અને અંગીને કથંચિ અભેદ હોવાથી અભેદના ઉપચારથી જ “શુદ્ધ ભૂમિ એ જિનભવનવિધિ છે એ પ્રમાણે સામાનાધિકરણ્યન અર્થાત્ એકાWવાચકન્ટેન જણાવ્યું.
7
.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #90
--------------------------------------------------------------------------
________________
* અઢારમી ગાથાથી જિનભવનનિર્માણ અધિકારીએ જ કરવું જોઈએ-તે જણાવે છે. કારણ કે અનધિકારી કરે તો આજ્ઞાભંગ દોષ લાગે છે. યદ્યપિ “અનધિકારીએ પણ ધર્મ જ કર્યો છે તો તેમાં આજ્ઞાભંગ થવા માત્રથી દોષ કેમ લાગે ? આજ્ઞાભંગના કારણે જોઈએ એવું ફળ ન મળે પણ ધર્મ કર્યો તેનું કાંઈક તો ફળ મળે ને ?' આવી શંકા કરી શકાય છે, તેના નિરાકરણમાં જણાવે છે કે ધર્મ આજ્ઞાથી પ્રતિબદ્ધ એટલે વ્યાપ્ત છે. આજ્ઞા હોય ત્યાં જ ધર્મ હોય. આજ્ઞા ન હોય ત્યાં ધર્મ ન હોય. આજે તો એ દશા છે કે આપણી ઈચ્છા મુજબ ધર્મ ન થાય તો ભંગ થયો લાગે.
* દોષની વ્યાખ્યા કરતાં જણાવે છે કે (તૂગતે માત્મા અને રતિ હોવ:) અશુભ કર્મનું ઉપાદાન કરવા દ્વારા આત્મા જેના વડે વિકૃતિને પમાડાય છે તેનું નામ દોષ. આજ્ઞાભંગના કારણે આત્મા અશુભ કર્મનું ઉપાદાન કરે છે. અને તેથી નરકાદિ ચારે ગતિમાં જવા સ્વરૂપ વિકારને પામે છે માટે આશાભંગ એ દોષરૂપ છે. દેવલોક એ પણ આત્માનો વિકાર છે! આ આજ્ઞાભંગના દોષની ભયંકરતા સમજાઈ હોય તો નક્કી કરો કે જે કરવું છે તે આજ્ઞા મુજબ કરવું છે.
* આજ્ઞાની વ્યાખ્યા કરતાં જણાવે છે કે આ જ્ઞાયતે નથી મનયા રૂતિ નાજ્ઞા મોટુ મર્યાદામાં અથવા અભિવિધિમાં વપરાય છે. તેથી, પોતાના સ્વભાવમાં અવસ્થાન કરવા સ્વરૂપ મર્યાદા વડે અથવા અભિવ્યાપ્તિથી અર્થાત્ સમસ્તપણે (સામત્યેન) અર્થો જેના વડે જણાય છે તે – ભગવાને જણાવેલ આગમ – આજ્ઞાસ્વરૂપ છે. આ આજ્ઞાનો અવિનાભૂત અર્થાત્ આજ્ઞાની સાથે જ રહેનારો ધર્મ છે.
* “અધિકારીએ જ મંદિર બંધાવવું જોઈએ એ બરાબર છે પણ અનધિકારી મંદિર બંધાવે તો એમાં દોષ લાગે એમ કહ્યું તે શા માટે કહ્યું? કારણ કે મંદિર બંધાવવું એ તો સારું જ કાર્ય છે તો એ કાર્ય અનધિકારી કરે તો પણ વાંધો શું?' આવી શિષ્યને શંકા થાય છે. આપણને આવી શંકા થાય ખરી? કે આવી શંકા પડેલી જ છે ? અનધિકારી કામ કરે તો દોષ લાગે એ વાત તમારા મગજમાં બેસે ખરી? ફક્ત જિનમંદિરનિર્માણમાં જ નહિ, સર્વ ક્રિયામાત્રમાં અધિકારીને જ ફળ મળે છે. અનધિકારી ધર્મ કરે તો આજ્ઞાભંગનો દોષ લાગે આ વસ્તુ આપણને બેસે ખરી ? આજે ધર્મ પ્રત્યે જેટલો પ્રેમ છે તેટલી જ આજ્ઞા પ્રત્યે નફરત છે. આથી જ આજ્ઞા વિના ધર્મ કરવામાં પાપ લાગે છે-આવું સાંભળવું ગમતું નથી. આજ્ઞા ન હોય તો ધર્મ ન હોય આવું સાંભળવું પણ ગમે ખરું? આજ્ઞાથી જ ધર્મ થાય છે, અનુષ્ઠાનથી ધર્મ ન થાય. આજ્ઞા જેટલી પાળીશું તેમાં એકાન્ત લાભ છે અને જેટલી આશા છોડીશું તેટલું નુકસાન થયા વિના નહિ રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #91
--------------------------------------------------------------------------
________________
* આપણે સર્વવિરતિ લઈ શકતા નથી તે માટે જ બાર વ્રત લીધાં છે ને ? પાંચ મહાવ્રત લઈ શકવાની શક્તિ હોવા છતાં જે બારવ્રત લેવા તૈયાર થાય તો તેને દોષ લાગે ને? મહાવ્રત લેવાનું મન નથી માટે નથી લેતા કે લઈ શકાતું નથી માટે? આજે દીક્ષા લેવાના સંયોગો નથી કે લેવાનો ઉલ્લાસ નથી ? ઉલ્લાસ શેના કારણે નથી આવતો? વીર્યાન્તરાયકર્મ બાંધ્યું છે માટે ને? વીર્યાન્તરાય શેના કારણે બંધાયેલું ? વીર્ય વાપર્યું ન હતું માટે ને? તો એ વીર્યાન્તરાય તોડવા માટે વીર્ય પરાણે પણ ફોરવવું પડશે ને ? છતી શક્તિએ જેઓ કાર્ય-ઉચિત કાર્ય-કરતા નથી તેમને વીર્યાન્તરાય બંધાય છે અને તેના કારણે નિગોદમાં જવું પડે છે, જ્યાં સૌથી અલ્પ વીર્ય મળે. નરકગતિમાં તો સંજ્ઞીપણું મળે ને સમ્યગ્દર્શન પણ મળી શકે. જ્યારે નિગોદમાં સંજ્ઞા મળે નહિ, સમ્યકત્વ લઈને જવાતું નથી, ત્યાં સામ્યત્વ મળતું પણ નથી. શું કરવું છે?
* અન્યાયથી ઉપાત્ત વિત્ત જેની પાસે હોય તે જિનમંદિર બંધાવવા માટે અનધિકારી છે – આ વાત આગળ જઈને કહેવાના છે : આ તમને સાંભળવાનું ગમે? કે અન્યાયનો પૈસો પણ છેવટે વપરાય છે તો સારા કાર્યમાં જ ને ? આવી શંકા કરો?
સ. ધર્મમાં નહિ વાપરીએ તો સંસારમાં જ વપરાશે.
સંસારમાં વાપરવાની વાત નથી, ધર્મમાં નહિ વાપરવાની વાત છે, અહીં તમને શંકા પડે છે, પણ તમારા ઘરમાં સાપ નીકળે અને તમે કાઢી નાંખો તો તે જંગલમાં જશે તો તેના કરતાં તમારા ઘરમાં રાખી મૂકવો જોઈએ – એવી શંકા નથી પડતી ને? તેનું કારણ શું છે? અન્યાયનો પૈસો સર્પ જેવો નથી લાગતો ને? શાસ્ત્રકારો કહે છે કે અન્યાયનો પૈસો સર્ષ કરતાં પણ ભંડો છે. કારણ કે સર્પ તો કદાચ કરડે તોપણ એક જ ભવ બગાડે અને તેમાંય આયુષ્ય હોય તો બચી જવાય પણ આ અન્યાયનો પૈસો તો ભવોભવ મારનારો બને છે – શું કરવું છે ?
* હેય, ઉપાદેય અને શેયનું સ્વરૂપ જેના વડે વર્ણવાય તેનું નામ આજ્ઞા.
* ઉત્સર્ગમાર્ગ સાથે અપવાદમાર્ગ બતાવ્યો છે એ વાત સાચી છે, પરંતુ તે એકદમ અનિવાર્ય સંયોગોમાં આચરવાનો છે. જે પડતાં હોય તેને બચાવવા માટે અપવાદમાર્ગ છે. ભયંકર ભૂલો કર્યા પછી પણ આંખમાં આંસુ સાથે પગમાં પડી સુધરવાની તક માંગે તેવાને અયોગ્ય સમજીને કાઢી ન મુકાય. અપવાદ તરીકે તેવાને નભાવવા પણ પડે, જેથી તે બચી શકે. બચી શકવાની સંભાવના હોય તેવા માટે અપવાદ છે. બીજો કોઈ જ ઉપાય ન હોય ત્યારે અપવાદનો આશ્રય લેવાનો. બધી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #92
--------------------------------------------------------------------------
________________
ટ્રીટમેન્ટ કામ ન લાગે ત્યારે છેલ્લે ઓક્સિજનના બાટલા ચઢાવવાના, પણ શરૂઆતથી જ ન ચઢાવાય ને ? અપવાદનું સ્થાન છે કે નહિ તે તો ગીતાર્થ ગુરુભગવન્ત નક્કી કરે. આપણે આપણી અવસ્થાનું નિવેદન કરવાનું, અપવાદ સેવવો કે નહિ એ ગુરુભગવન્ત
* અઢાર પાપ કરતાં સૌથી ભયંકર કોટિનું પાપ આજ્ઞાભંગનું છે. કારણ કે આજ્ઞાનું પાલન કરીએ તો અઢારમાંથી એકે ય પાપ ન થાય અને અઢારમાંથી એક પણ પાપ લેવાય તો તે આજ્ઞાભંગના કારણે. આજ્ઞાનું ચોકઠું એવું છે કે આપણે ધારીએ તોપણ પાપ ન કરી શકીએ. જે આજ્ઞામાં આવે તેને એક પાપ કરવાનો વખત જ ન આવે. જેને આજ્ઞા પાળવાનો ઈરાદો હોય તેને એક પાપ ન લાગે. સાધુભગવન્તને આજ્ઞા પાળવાનો ઈરાદો હોવાથી નદી ઊતરવામાં પણ પાપ ન લાગે અને અમારી ઈચ્છાથી વરસાદ વિના જઈએ તોપણ પાપ લાગે.
જિનમંદિર બંધાવવાના અધિકારી
અધિકારી ધર્મ કરે તો બરાબર, અનધિકારી કરે તો આજ્ઞાભંગ નામનો દોષ લાગે. અન્યાયથી કમાવેલો પૈસો જેની પાસે હોય તે મંદિર બંધાવવાનો અનધિકારી છે. આજે તો એક નંબરનો પૈસો હોય તો બેંકમાં મૂકે અને બે નંબરના પૈસાથી ધર્મ કરે – આ ચાલે ?
સ. બે નંબરનો સંઘરે તો?
પૈસો એકે સંઘરવો નથી : એક નંબરનો પણ નહિ ને બે નંબરનો પણ નહિ. અર્થ અનર્થરૂપ છે – એ વાત કયા પૈસા માટે છે? ન્યાયના પૈસા માટે જ ને? અન્યાયનો પૈસો તો મેળવવાનો હોય જ નહિ અને ન્યાયનો પૈસો પણ અનર્થરૂપ હોવાથી સંઘરવાયોગ્ય નથી. આજે શક્તિ છે તો ખર્ચ લેવી છે. જેણે શક્તિ બચાવી તેની શક્તિ કામ ન લાગી. અને જેણે શક્તિ વાપરી તેની શક્તિ વધી. શક્તિ એ વાપરવાની ચીજ છે, મૂકી રાખવાની નહિ. અન્યાયનો પૈસો ધર્મમાં પણ ન વપરાય અને સંસારના કામમાં ય ન વપરાય.
સ. તો અન્યાયના પૈસાનું કરવું શું?
દરિયામાં પધરાવી આવવો. દાણચોરો શું કરે છે? પાટોની પાટો દરિયામાં પધરાવી દે છે ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #93
--------------------------------------------------------------------------
________________
સ. ત્યાં પકડાવાનો ડર છે.
અહીં ડર નથી? ત્યાં તો કદાચ પુણ્ય હશે તો બચી જવાશે, અહીં તો કોઈ બચાવનાર નથી. ભગવાને પૈસાને અનર્થભૂત કહ્યો છે, એ અનર્થ માટે આપણે પાપ કરીએ – એ ચાલે ? તમારો અન્યાયનો પૈસો અમારે ત્યાં આવવાથી અમારી પણ બુદ્ધિ બગડી ગઈ છે. ગુરુભગવન્તને પૂછ્યા વગર મંદિર-ઉપાશ્રય બંધાવવા અમે લાગી ગયા ! આપણે ત્યાં ચાંપા વાણિયાની વાત આવે છે તે સાંભળી છે ને? પોતાના પૈસાને લૂંટવા આવેલા લૂંટારુ સાથે યુદ્ધ કરવા તૈયાર થાય છે ત્યારે પણ અન્યાય નથી કરતો ! આજે તો જાણે અનીતિની હરીફાઈ ચાલુ છે. રાજા પણ અન્યાય ન મૂકે અને પ્રજા પણ અન્યાય ન છોડે તો આ અનવસ્થા ક્યાં જઈને અટકશે ? રાજા તો અધર્મી હોય તો ન સુધરે, આપણે તો ધર્માત્મા છીએ ને? આચાર્યભગવતે કહ્યું હતું કે અનીતિનો પૈસો ધર્મકાર્યમાં ખર્ચવા આવે ત્યારે હવે ફરીથી અનીતિ નહિ કરવાની કબૂલાત આપે તો એક વાર ખરચવાની છૂટ આપવી. પણ જેને અનીતિથી કમાવાનું ચાલુ જ રાખવું હોય તેને છૂટ કઈ રીતે અપાય ?
સ. અનીતિનો પૈસો ભંડારમાં નાખીએ તો શુદ્ધ ન થઈ જાય ? કોળસાને સાબુ લગાડીએ તો તે ધોળો થઈ જાય ?
* આપણે આપણા આત્માની ચિંતા કરવા માટે અહીં આવ્યા છીએ. ખુદ આચાર્યપદે બિરાજમાન થયેલા પણ જે કોઈ યોગ્ય સમર્થ મળી જાય તો તેને ગચ્છનો ભાર સોંપી આરાધના કરવા માટે ચાલી નીકળે છે. કારણ કે ગચ્છની સારણાદિ કરવા માટે કષાય કરવા પડે. કોઈ સમર્થ ન હોય તો ભાર વહન કરે – તેમાં ય નિર્જરા છે, એ કાંઈ મોક્ષમાં બાધક નથી. પરંતુ એનાથી વિશિષ્ટ આરાધના ન થાય.
* આરાધનાથી પુણ્ય બંધાય અને વિરાધનાથી પાપ બંધાય : અહીં ગૃહસ્થપણાના ધર્મની વાત હોવાથી પુણ્યબંધની વાત કરી છે. બાકી તો આરાધનાનું ફળ નિર્જરા જ છે અને ગૃહસ્થપણામાં પણ જે આરાધના શુભભાવથી કરાય છે તેના ફળરૂપે ચારિત્રમોહનીયકર્મની નિર્જરા થાય છે અને જે પુણ્ય બંધાય છે તે પણ ચારિત્રધર્મનું અવિરોધી, આગળ વધીને ચારિત્રને અનુકૂળ સામગ્રી અપાવનારું થાય છે. બહુમાનપૂર્વક જે અનુષ્ઠાન કરાય છે તેનું નામ સેવા. કર્યા વગર ચાલે એવું નથી માટે કરવું તે વેઠ, સેવા નહિ. કરીને તરવું છે - એવા ભાવથી કરવું તે સેવા.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #94
--------------------------------------------------------------------------
________________
* જેનું વિધાન કે નિષેધ શાસ્ત્રમાં ન હોય તેવી કોઈ પણ નવી પ્રવૃત્તિ શરૂ કરતી વખતે એકાદ પણ ગીતાર્થ વિરોધ કરે તો તે પ્રવૃત્તિ અટકાવી દેવી અથવા તો તે ગીતાર્થને અગીતાર્થ તરીકે પુરવાર કરી આપવો.
ભગવાનની આજ્ઞા મુજબ મંદિર બંધાવવું હોય તો તે માટે આપણે જરૂર પડે તો ખાવાપીવા–ભોગવવાની પ્રવૃત્તિ પર કાપ મૂકીને પણ પૈસા બચાવવા છે. આજે સંસારના સુખ માટે આ રીતે પૈસા બચાવીએ ને ? નવું ઘર લેવું હોય, પરણવું હોય કે સંસાર માંડવો હોય તો પૈસા કઈ રીતે બચાવો ? તે રીતે મંદિર બાંધવા માટે પ્રયત્ન કરવો છે ? આખા ગામના લોકો મોઢામાં આંગળાં નાંખે એવું દેરાસર નથી બાંધવું. આપણા પૈસા ખર્ચાઈ જાય, પરિગ્રહનું પાપ નીકળી જાય અને આપણે સર્વવિરતિધર્મ પામીએ એ જ એકમાત્ર આશયથી મંદિર બંધાવવું છે. આ મંદિર બંધાવવાના અધિકારી કોણ છે તે જણાવવા માટે એકવીસમી ગાથા છે. તેમાં સૌથી પહેલા અધિકારી ગૃહસ્થને જણાવ્યા છે, સાધુ નહિ. સાધુભગવન્ત દેરાસર બાંધવાના અધિકારી નથી – આ વાત બેસે ? સાધુને અનધિકારી કહ્યા આથી શિષ્ય શંકા કરે છે કે મંદિર બંધાવવું – એ કાંઈ પાપ છે કે જેથી ના પાડો છો ? ત્યારે ગ્રંથકારશ્રી કહે છે કે દેરાસર બંધાવવું એ ગૃહસ્થ માટે ધર્મનું કાર્ય છે. પણ સાધુભગવન્તો વિશેષથી પ્રતિજ્ઞામાં આરૂઢ છે : સાધુભગવન્તો સર્વ સાવદ્ય યોગથી વિરામ પામેલા છે. જ્યારે ગૃહસ્થ સંસાર માટે આરંભસમારંભ કરે છે માટે તેને તેનાથી બચવા મંદિર બંધાવવાનું જણાવ્યું. સાધુભગવન્તે દેરાસર બંધાવવાની ઈચ્છા ન કરવી જોઈએ. જે અવિરતિપ્રત્યયિક અનુષ્ઠાન છે તેની ઈચ્છા વિરતિમાં રહેલાને જાગે તો દોષ લાગે. અવિરતિપ્રત્યયિક કોઈ પણ અનુષ્ઠાન કરવાની ઈચ્છા સાધુભગવન્તને જાગે તો અતિચાર લાગ્યા વિના ન રહે. તમારે મંદિર બંધાવવું જોઈએ એવું કહે ત્યાં સુધી બરાબર, પણ મારી ઈચ્છા છે કે અમુક સ્થળે તમે મંદિર બંધાવો એવું સાધુભગવન્ત ન કહી શકે.
-
* આપણે ત્યાં દેવદ્રવ્યની જે ઊપજ થઈ હોય તે આપત્તિના સમયે મંદિરજીર્ણોદ્ધારમાં વાપરવાની. આપણે સધ્ધર હોઈએ ત્યાં સુધી આપણે જ જીર્ણોદ્ધાર કરાવવાનો. આપણે જીર્ણ થઈએ ત્યારે આપણા દેરાસરનો પૈસો આપણા દેરાસરના જીર્ણોદ્ધારમાં વાપરવો. આપણે સમર્થ હોઈએ તો યોગ્ય ગુરુની સલાહ મુજબ જ્યાં જરૂર હોય ત્યાં જીર્ણોદ્ધારમાં એ પૈસો આપી દેવો.
* સાધુભગવન્ત નિરવધ એવા આહારની પણ ઈચ્છા ન કરે તો સાવદ્યયોગથી યુક્ત એવા જિનમંદિરનિર્માણની ઈચ્છા તો કઈ રીતે કરે ? આહાર લેવા જાય ત્યારે ‘શું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૯૩
Page #95
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા છે એમ પૂછીને આપે તો ન લેવાય-એવો આચાર છે. ઈચ્છા એ જુદી વસ્તુ છે ને જરૂર એ જુદી વસ્તુ છે. દવાની જરૂર પડે માટે લઈએ, પણ દવાની ઈચ્છા ન હોય ને ? સાધુભગવન્ત ઔષધની જેમ આહાર લે. આહારની જરૂર હોવાથી આહાર લે, આહારની ઈચ્છાથી નહિ.
* જ્યારે પણ દેરાસર બંધાવવાનો વિચાર આવે ત્યારે તેના નિભાવની તૈયારી પહેલેથી જ કરી લેવાની. નિભાવ માટે ટીપ કરવા ન બેસવું. નવા મકાનમાં રહેવા જતી વખતે મેન્ટેનન્સનો વિચાર પહેલાં કરો ને ? આ તો પાંચ લાખ પોતાના કાઢે, પંદર લાખ બહારથી લાવે વીસ લાખનું મંદિર બાંધે અને નિભાવ માટે ભીખ માગવા (ટીપ કરવા) નીકળે -આ ચાલે ? જે પાંચ લાખ લઈને આવ્યો હોય તેને કહેવું કે – બે લાખ નિભાવ માટે મૂકી રાખ અને ત્રણ લાખમાં મંદિર બંધાવ. દેરાસર બાંધીને આપણે સંઘને માથે નથી ફટકારવું. લોકો વાહવાહ કરે, વિશિષ્ટ કોટિનું પુણ્ય બંધાય એ માટે દેરાસર નથી બંધાવવાનું સંસારને પ્રતનુ-પતલો કરવા માટે દેરાસર બંધાવવાનું કહ્યું છે.
* અધિકારિપણાનું બીજું વિશેષણ બતાવ્યું છે - શુભસ્વજનવાળો. જેના સ્વજનો સંલેશ પામ્યા ન હોય તેવો. જેના પરિવારજનો સંક્લેશ પામ્યા હોય તે દેરાસર બંધાવવાનો અધિકારી નથી. સ્વજનો સંક્લેશ ક્યારે પામે ? તેઓ સિદાતા હોવા છતાં તેમને એક પૈસો પરખાવે નહિ ત્યારે ને ? તેમની જરૂરિયાત પૂરી કરીને મંદિર બંધાવીએ તો તેમને બોલવાનું ન રહે. એમને મોજશોખ માટે પૈસા જોઈતા હોય તો એટલા ખાતર આપણે નથી અટકવું. બાકી જેનો સગો ભાઈ ભૂખે મરતો હોય તે સાધર્મિકની ભક્તિ કરે કે પરમાત્માનું મંદિર બંધાવે તો લોકો નિંદા જ કરે ને? જેને ભગવાન પ્રત્યે ભક્તિ હોય તે આવું ઔચિત્ય ન ચૂકે. જેને નામનાનો મોહ હોય તે ઔચિત્ય ચૂકી જય. જેને પરમાત્મા પ્રત્યે સાચી ભક્તિ હોય તેને કુટુંબનું વાત્સલ્ય હોય જ. જેને પૈસાની આસક્તિ હોય ને નામનાનો મોહ હોય તેના સંસ્કાર નષ્ટ થાય અને અક્કલ બહેર મારી જાય. તેમ જ જેના સ્વજનો લોકધર્મથી વિરુદ્ધનું આચરણ કરનારા હોય તેવાએ પણ મંદિર ન બંધાવવું. કારણ કે એના કારણે ન તો પોતાના શુભ ભાવની વૃદ્ધિ થાય કે ન તો પ્રવચનની પ્રભાવના થાય. આ બે માટે જ તો વિવેકીઓ જિનમંદિર બંધાવતા હોય છે.
* કૂપદષ્ટાન્ત - કૂવો ખોદતી વખતે થાકના કારણે તરસ લાગે, ધૂળથી શરીર, કપડાં ખરડાય, શરીરે પરસેવો થાય.... આ બધાં અનિષ્ટો હોવા છતાં કૂવો ખોદાયા પછી જે પાણી મળે તેનાથી, તરસ છીપાય, સ્નાનથી શરીર ચોખ્ખું થાય અને કપડાં પણ ધોવાઈ જાય. તે રીતે અહીં પણ દેરાસર બંધાવવામાં જે કાંઈ આરંભ-સમારંભ થયો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #96
--------------------------------------------------------------------------
________________
હોય-તે બધો, દેરાસર બંધાવ્યા પછી જે શુભભાવની વૃદ્ધિ થાય, ભગવાનની આજ્ઞા નજર સામે આવે, સર્વવિરતિના પરિણામ જાગે, તેનાથી ધોવાઈ જાય.
* આપણું પુણ્ય પાપાનુબંધી છે એવું લાગે તો તે પુણ્ય ભોગવવાજેવું કે છોડી દેવા જેવું ? પાપ કરીને પુણ્ય ફળતું હોય તો એવું પુણ્ય નથી ભોગવવું : આટલું પણ નથી બની શકે એવું ? જેનો અનુબંધ સારો ન હોય તે પુણ્ય, પુણ્ય જ નથી : શાસ્ત્રકારો તો કહે છે પુણ્યાનુબંધી પુણ્ય પણ ભોગવવાજેવું નથી, તે પણ છોડી દેવું છે. જ્યારે સારા અનુબંધવાળું પુણ્ય પણ જો ભોગવવાજેવું ન હોય તો ખરાબ અનુબંધવાળું પુણ્ય કઈ રીતે ભોગવાય ?
* ગૃહસ્થ હોય, શુભસ્વજનવાળો હોય, અને સાથે વિત્ત એટલે ન્યાયાર્જિત દ્રવ્યવાળો હોય તે અધિકારી છે. દ્રવ્ય વિનાનાનું કાર્ય સિદ્ધ થાય નહિ. પારકે પૈસે પૂરું કરવું પડે અને એમાં પણ લોકો શંકા કરે કે ‘પૈસા લઈ જઈને ઘરમાં વાપરે છે’ – આથી પૂરતા દ્રવ્યવાળાએ મંદિર બંધાવવું. ચોથા નંબરે કુળવાન એટલે સુકુળમાં ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. પાંચમા લક્ષણ તરીકે અક્ષુદ્રતા-અકૃપણતા જણાવી છે. કૃપણ ન હોવો જોઈએ. કૃપણ હોય તો ઉદારતાથી વ્યય ન કરી શકે તેથી કામ સારું ન થાય અને શાસનપ્રભાવના ન થાય. અથવા તો અક્રૂર એટલે ક્રૂર ન હોય. કારણ કે ક્રૂર માણસ બીજાને ઉપતાપ - સંતાપ કરનારો હોવાથી લોકોને માટે દ્વેષપાત્ર બને છે. જે દ્વેષનું નિમિત્ત બને તે જિનાલયનિર્માણનો અધિકારી નથી. આજે લગભગ દરેક સંઘમાં આરાધકો અને ટ્રસ્ટીને મેળ જોવા ન મળે એવી સ્થિતિ છે. ટ્રસ્ટીઓ આરાધકની ભૂલ કાઢયા કરે અને આરાધકો ટ્રસ્ટીની ભૂલ શોધ્યા કરે. સામા માણસની ભૂલ બતાવવાનો સ્વભાવએનું નામ ક્ષુદ્રતા. આ ક્ષુદ્રતા ટાળે તે જ અધિકારી બની શકે.
-
* દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં ય અધિકારિપણા વિના ફળની પ્રાપ્તિ થતી નથી. આથી જ અપુનર્બંધકદશામાં કરેલો ધર્મ જ વિષયકષાયની પરિણતિને પતલી કરનારો બને છે. આપણે અપુનર્બંધકદશા પામ્યા છીએ કે નહિ : આવી શંકા કરવાની જરૂર નથી. દવા લેતી વખતે કોઈ રોગ અસાધ્ય હશે તો-એવી શંકા નથી કરતા ને ? તેમ અહીં પણ આપણે લઘુકર્મિતા પામીને આવ્યા છીએ એમ માનીને કામે લાગવું છે. ‘આહાર તેવો ઓડકાર' આ બધી કહેવતો સત્ત્વહીન માટે છે. સત્ત્વશાળીને માટે કોઈ શાસ્ત્ર નથી. ચોરની પશ્ચિમાં ચોમાસું કરનાર આચાર્યભગવન્તો હતા ને ? શ્રી સ્થૂલિભદ્રમહારાજા ષટ્સ ભોજન લેવા છતાં અવિકારી રહ્યા ને ? આપણે સત્ત્વશીલ હોઈએ તો બાહ્ય કોઈ સંયોગો નડવાના નથી. બાહ્ય સંયોગો નડે છે તે આપણી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૯૫
Page #97
--------------------------------------------------------------------------
________________
સત્ત્વહીનતાના કારણે નડે છે. તેવા વખતે આપણી નિઃસત્ત્વશાલિતાને આગળ કરવાના બદલે નિમિત્તોને આગળ કર્યા કરીએ - તે ચાલે ? એ મહાપુરુષોને જે શાસ્ત્ર ને જે સામગ્રી મળી હતી તે જ આપણને મળી છે. એવા વખતે કાળને દોષ આપવાને બદલે આપણી જાતનો દોષ કાઢવો છે. સત્ત્વ કેળવ્યા વગર સિદ્ધિ નહિ જ મળે.
* હું બેઠો હોઉં તો બીજા જાય કેમ ? આવી ભાવનાને બદલે બીજા બેઠા હોય ને મારે જવું પડે – એનું દુ:ખ જેને હોય તે કોઈ પણ જાતનું કામ કરવા માટે લાયક નથી. આ બધા ક્ષુદ્રવૃત્તિવાળા છે. બીજા કરતા નથી ને મારે કરવું પડે છે – એવું જેના મનમાં હોય અને બીજાએ કામ કરવું જોઈએ એવી જેને અપેક્ષા હોય તે કોઈ કામ કરવાનો અધિકારી નથી.
* અદ્ર પછી છઠ્ઠું ધૃતિબળવાળો વિશેષણ આપ્યું છે. ધૃતિ એટલે મનનું સમાધાન. જેના કારણે મનની પ્રસન્નતા જળવાઈ રહે તે રીતે કાર્ય કરવું છે. કામમાં દિવસો વધારે જાય, પૈસા વધારે આપવા પડે તે વખતે મનની સમાધિ ન રહે તો દ્રવ્યવ્યયનો પશ્ચાત્તાપ થાય ને ? અને પશ્ચાત્તાપથી, કરેલું સુકૃત ધાવાઈ જાય છે. ધૃતિબળવાળાને તો જેમ પૈસો વધારે જાય તેમ વધારે આનંદ થાય.
સ. ધનની મૂર્છા ઉતારવા માટે જ મંદિર બંધાવવાનું છે તો વધારે પૈસા જાય તેનો પશ્ચાત્તાપ શા માટે થાય ?
શરીરની મૂર્છા ઉતારવા માટે જ તપ કરવાનો છે છતાં તપમાં માથું ચઢે તો પશ્ચાત્તાપ થાય ને ? હવે બીજી વાર કરવો જ નથી-એવો નિર્ણય કરીએ ને ? એવી જ રીતે અહીં પણ બની શકે. આથી જ અહીં ધૃતિ રાખવાનું જણાવ્યું છે. ધાર્યા કરતાં વધારે દિવસ થાય ને તેથી પૈસા પણ ધાર્યા કરતાં વધારે ખર્ચાય તોપણ મનને પ્રસન્ન રાખવું છે. કારણ કે આમે ય પૈસો કાઢવાનો હતો તો સારું થયું કે આ કામમાં વપરાયો. નહિ તો પાપમાં વપરાત કાં તો મૂકી જવાનું થાત. એના કરતાં આવા સારા કાર્યમાં જ વાપરવું શું ખોટું ?
* જેની ભક્તિ કરીએ છીએ તે આપણા જેવા જ છે કે આપણા કરતાં હલકા છે એવું માનીએ તો તેની ભક્તિ કરવાની લાયકાત નહિ આવે અને કદાચ ભક્તિ કરીએ તો તે ફળશે નહિ. સામી વ્યક્તિ આપણા કરતાં મહાન છે – એવું જે દિવસે લાગશે તે દિવસે વૈયાવચ્ચ કરવાની મજા આવશે.
૯૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #98
--------------------------------------------------------------------------
________________
* અનધિકારી કામ કરે તો જેમ આજ્ઞાભંગાદિ દોષ લાગે તેમ અધિકારી માણસ કામ ન કરે તો તેને વીર્યાન્તરાય બંધાયા વગર ન રહે. આજે મંદિરઉપાશ્રયનિર્માણનાં કાર્યો ગૃહસ્થોએ કરવાનાં હતાં તે સાધુભગવન્તો કરવા માંડ્યાં છે - તે તદ્દન અનુચિત છે.
* ઉદારતા પ્રગટ થાય અને તુચ્છ વૃત્તિ ન હોય તો આ રીતનાં અનુષ્ઠાનો શાસનપ્રભાવનાનું કારણ બન્યા વિના ન રહે. ઉદારતા જેની પાસે હોય તે બીજાનું વાપરવા રાજી ન હોય. પોતાની પાસે હોય ત્યાં સુધી બીજાની વસ્તુ સામે નજર પણ ન માંડે તેનું નામ ઉદાર. કૃપણ માણસ પોતાનું સાચવી રાખીને બીજાની વસ્તુ વાપરવાની વૃત્તિવાળા હોય છે. પોતાની પાસે પૈસા હોય તો તેનાથી જ કામ કરી લેવું છે. પૈસા ન હોય તો કામ કરવું જ નથી. કરવું હોય તો ઉદારતાપૂર્વક કરવું છે. પોતાની શક્તિ બધી જ વાપરવી, ગોપવવી નહિ તે ઉદારતા. આ રીતે ઉદારતા કેળવ્યા પછી પણ તુચ્છ વૃત્તિ આવી ન જાય તેની કાળજી રાખવી. હું કામ કરું છું પણ બીજા કામ કરતા નથી : આવી બુદ્ધિ તુચ્છવૃત્તિને સૂચવે છે. પોતે ઉદારતા દાખવે પણ સાથે બીજાની કૃપણતાને આગળ કર્યા કરે તે બધા તુચ્છવૃત્તિવાળા છે. કોઈ કામ કરતું નથી આ અધ્યવસાય તુચ્છ વૃત્તિને જણાવનારો છે. આપણે કામ શરૂ કરતી વખતે આપણી શક્તિ જોઈને કરવું છે, બીજાની અપેક્ષા ન રાખવી. આપણું શરીર ઘસાય છે : આવો અધ્યવસાય ન જોઈએ. આપણું બચાવવાની વૃત્તિ તે કૃપણતા છે અને આપણું વાપર્યા પછી પણ
બીજા પોતાનું બચાવી રાખે છે, પોતાની શક્તિ ગોપવે છે એની ચિંતા કરવી તેનું નામ તુચ્છતા – શુદ્ધતા. આવી ક્ષુદ્રતાવાળા કોઈ પણ ધર્માનુષ્ઠાન કરી ન શકે - આને કેટલેક ઠેકાણે ક્રિયાનું અજીર્ણ કહ્યું છે, કેટલેક ઠેકાણે પ્રણિધાનનો અભાવ કહ્યો છે. બીજાનું જે થવું હોય તે થાય માત્ર આપણું શરીર ન ઘસાવું જોઈએ- આ કૃપણતા છે અને બીજા કામ ન કરે ત્યારે તેના પ્રત્યે કરુણા દાખવવાને બદલે તેની પ્રત્યે દ્વેષ ધારણ કરવો તે ક્ષદ્ધતા છે. કોઈ કામ કરે કે ન કરે આપણે કામ કર્યા વગર નથી રહેવું. આપણે બેઠા હોઈએ ને બીજા કામ કરે એમાં આપણી શોભા કે આપણે કામ કરીએ એમાં આપણી શોભા? બીજા કરતા નથી – આ અધ્યવસાય સંક્લેશને જન્માવે છે. ધર્મસ્થાનમાં આવો સંક્લેશ નભે? સંકલેશ ટાળવા માટે જ ધર્મ કરવાનો હતો તેના બદલે ધર્મ કરવાથી સંક્લેશ થાય તો માનવું પડે ને કે પાણીમાંથી અગ્નિ પ્રગટ્યો !
* સારણાદિ કરવાની, પણ તે યોગ્યની કરવાની અને યોગ્ય બનીને કરવાની. આપણું કહ્યું ન માને તેવાને કહેવાની જરૂર નથી, ફરજપૂરતું બે-ચાર વાર કહી છૂટા થઈ જવું, તથા તેની પ્રત્યે દ્વેષભાવ પણ નથી રાખવો. પોતાના નિશ્રાવર્તી પોતાનું ન
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #99
--------------------------------------------------------------------------
________________
માને ત્યારે આચાર્યભગવન્ત પણ એવું ચિંતન કરે કે પરમતારક તીર્થંકરભગવાનનું કહ્યું હું નથી માનતો તો પછી મારામાં એવી કઈ લાયકાત છે કે જેથી આ મારું માને ? તો તમારા છોકરાઓ તમારું ન માને ત્યારે તમારે ગુસ્સે થવાની કે માઠું લગાડવાની જરૂર ખરી ? છોકરાઓને સંસ્કાર આપવા પહેલાં તમે જાતે નિયમ કરો કે છોકરાઓ હાજર હોય તો આપણે વડીલની સામે ન બોલવું. આપણા છોકરાઓ આપણું નથી માનતા એ બોલવા પહેલાં આપણે આપણા વડીલનું કેટલું માન્યું છે એ વિચારી લેવાની જરૂર
* અધિકારીનું સાતમું લક્ષણ બતાવ્યું છે મતિમાન. જે વિધિનો જ્ઞાતા હોય, અવિધિનાં સ્થાનોનો જાણકાર હોય તેમ જ લાભ-અલાભનો જાણકાર હોય તે જિનાલયનું નિર્માણ કરવાનો અધિકારી છે. જે બુદ્ધિમાન હોય તે અનુપાયમાં પ્રવૃત્તિ ન કરે. જે અનુપાયમાં પ્રવૃત્તિ કરે તે બુદ્ધિમાન ન હોય. બુદ્ધિ વગરના માણસો અનુપાયમાં પ્રવૃત્તિ કરવાના કારણે દષ્ટ એટલે આ લોકસંબંધી અને અદષ્ટ એટલે પરલોકસંબંધી ફળથી વંચિત રહે છે.
* આઠમું છેલ્લું લક્ષણ બતાવ્યું છે ધર્મરાગી. જે ધર્મના રાગી હોય પરંતુ ધર્મના ફળરૂપ પુણ્યના કે સુખના રાગી ન હોય તે જ આ અનુષ્ઠાન કરવાના અધિકારી છે. એક મહાત્માએ કહ્યું છે કે ધર્મસ્ય મતિ, ધર્મ નેતિ માનવી: પાપી
× નેતિ , પાપ ર્વતિ સારી: છે આથી નક્કી છે કે આપણને ધર્મનું ફળ પુણય કે સુખ ગમે છે પણ ધર્મ નથી ગમતો. આથી જ આપણે ધર્મના અધિકારી નથી. આપણને ધર્મ ગમે છે કે પુણ્ય ? નામના માટે કે કદર થાય એ રીતે ધર્મ કરે તેઓ ધર્મના રાગી નથી, પુણ્યના રાગી છે. જેઓ ધર્મના બદલે ધર્મના ફળના રાગી હોય તેઓ ધર્મમાં વેઠ ઉતાર્યા વગર ન રહે. જેને પુણ્ય જ જોઈએ તેને જેવાતેવો ધર્મ પણ ચાલે. જેને નિર્જરા કરવી હોય તે નિરતિચાર ધર્મ કરવા તત્પર બને. અત્યારે તો આપણે લગભગ અનુષ્ઠાનના રાગી છીએ અથવા તો અનુષ્ઠાનના ફળના રાગી છીએ ને ? ક્રિયા ગમે, ક્રિયાનું ફળ ગમે પણ ક્રિયાથી થનારી ધર્મની નિષ્પત્તિ ન ગમે ને ? એ ધર્મની નિષ્પત્તિ ગમે અને તે માટે ધર્મ કરીએ તો વિષયની કે કષાયની પરિણતિ નહિ જાગે.
* ધર્મરાગીનું વર્ણન કરતાં શાસ્ત્રકારપરમર્ષિએ જણાવ્યું છે કે ધર્મરાગી એટલે શ્રતધર્મ અને ચારિત્રધર્મનો અનુરાગી હોય. જે અનુષ્ઠાન કરીએ છીએ તેના પર રાગ રાખવાની વાત નથી કરી. મંદિર પ્રત્યે રાગ છે માટે મંદિર બાંધવાનું છે - એવું નથી કહ્યું. મૃતધર્મ અને ચારિત્રધર્મના અનુરાગના કારણે મંદિર બાંધવાનું કહ્યું છે : આ વસ્તુ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #100
--------------------------------------------------------------------------
________________
તમને બેસે ? દવા લો તો આરોગ્યના અનુરાગથી લો કે દવાના અનુરાગથી? ત્યાં જેમ દવાનો અનુરાગ નથી હોતો તેમ અહીં મંદિર બંધાવવાનો અનુરાગ નથી જોઈતો, એના ફળરૂપે જે મૃતધર્મ અને ચારિત્રધર્મ મળવાના છે તેનો અનુરાગ જોઈએ.
સ. ધર્મ એટલે શું?
અધર્મનો અભાવ જેમાં હોય તે ધર્મ, પાપ છોડવું તેનું નામ ધર્મ, આસક્તિ તોડવી તેનું નામ ધર્મ, રાગદ્વેષની પરિણતિ ટાળવી તેનું નામ ધર્મ. જે આપણને મોક્ષે પહોંચાડે તે ધર્મ.
સ. અનુરાગ એટલે શું?
રાગનું પાત્ર જ્યાં જાય ત્યાં તેની પાછળ જવું તે અનુરાગ. રાગનું પાત્ર જાય એટલે બે આંસુ પાડવા તે રાગ. બહારગામ જાય ત્યારે ઘરમાંથી નીચે મૂકવા જવું તે રાગ અને એરપોર્ટ ઉપર જઈને વિમાન દેખાતું બંધ થાય ત્યાં સુધી જોતા રહેવું તે અનુરાગ. જવાય ત્યાં સુધી ગયા વગર ન રહેવું તે અનુરાગ. ભિખારી માણસ શ્રીમંતને કઈ રીતે અનુસરે ? ગાડીમાં બેઠા પછી ગાડી ચાલુ થયા પછી પણ પાછળ પાછળ દોડે ! કદાચ હૈયું પીગળે અને પૈસા આપશે એવી આશામાં ને આશામાં પાછળ જાય ને? બસ! આ જ રીતે શ્રત અને ચારિત્ર ધર્મનો અનુરાગ કેળવવો છે. જ્ઞાન વિના વિરતિ ન આવે તે માટે પહેલાં મૃતધર્મ જણાવ્યો અને વિરતિના પરિણામ ન લાવી આપે તે શ્રુતધર્મ પણ કામનો નથી. આથી મૃતધર્મ અને ચારિત્રધર્મનો અનુરાગી કહ્યો. ગૃહસ્થપણાનાં દરેક અનુષ્ઠાનો ચારિત્રધર્મના અનુરાગથી જ કરવાનાં છે – એ આના પરથી સમજાય છે ને ? જેઓ ચારિત્રધર્મના અનુરાગી ન હોય અને માત્ર મંદિરના અનુરાગાદિથી જિનાલય બંધાવે તે બાકીના ગુણોથી યુક્ત હોવા છતાં અભિપ્રેત એવા ફળને – ચારિત્રમોહનીયની નિર્જરારૂપ ફળને – પ્રાપ્ત કરનારા બનતા નથી.
* ગૃહસ્થ, શુભસ્વજનવાળો, પૂરતા ધનવાળો, કુલીન, અક્ષદ્ર, ધૃતિબળવાળો, મતિમાન અને ધર્મરાગી આ આઠ ગુણોની સાથે “વ' થી અનુક્ત(નહિ કહેલા)નો સમુચ્ચય કરવા દ્વારા ગુરુવર્ગની પૂજા કરવામાં રતિવાળો તેમ જ શુક્રૂષા, શ્રવણ, ગ્રહણાદિગુણથી યુક્ત..... આવા ગુણોવાળાને અધિકારી તરીકે ગણાવ્યો છે.
* ગુરુપૂજા: એક બાજુ ગુરુવર્ગ-માતાપિતા, કલાચાર્ય, વૃદ્ધ જનો, ધર્માચાર્ય આદિની ભક્તિ કરે અને બીજી બાજુ તેમની ઉપેક્ષા કરે : આને પૂજા ન કહેવાય, આથી પૂજાકરણરતિવાળો – એમ જણાવ્યું. જેને ગુર્નાદિની પૂજામાં રતિ હોય તે ગુર્નાદિની
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉપેક્ષા અનાદર ક્યારેય ન કરે, કોઈ સંયોગોમાં પૂજા ન થાય એ બને પણ આશાતના તો ન જ કરે. આ બધા ગુણોની ઉપેક્ષા કરવાથી એક પછી એક દૂષણો પેસતાં જાય છે અને ત્યાંથી એ ફાળ અહીં આવવાથી અમારે ત્યાં પણ આ દૂષણ વર્તાય છે. ગુરુભગવન્ત વૃદ્ધ થાય એટલે હવે એમને કશું યાદ નથી રહેતું આવું શિષ્ય બોલે? એ તો ઊલટું કહે કે “એમને જે યાદ છે તે આપણને યાદ નથી. કાલે શું ખાધું હતું તે ભૂલી જાય પણ ખાવા જેવું નથી તે – ક્યારે ય ભૂલતા નથી'. ખાધેલું ભૂલવામાં પાપ નથી, ખાવા જેવું નથી એ ભૂલવામાં પાપ છે .. આ બધાં દૂષણોની ઉપેક્ષા કરીશું તો શાસ્ત્ર હાથમાં રહી જશે, વાતો મોઢામાં રહી જશે અને આપણે હાથ ઘસતા અહીંથી જવું પડશે.
* આપણે ધર્મ કરવો છે પણ ધર્મ પામવો નથી, આથી જ આજ્ઞા મુજબનોવિધિ મુજબનો ધર્મ કરવાનું પાલવતું નથી.
* અધિકારીએ જિનમંદિર બંધાવ્યા પછી વહેલી તકે જિનબિંબ બનાવરાવીને દશ દિવસમાં પ્રતિષ્ઠા કરી લેવી.
* ઘરખર્ચ માટે જે પૈસા પતિએ આપ્યા હોય તેને પતિની જાણબહાર બચાવીને - સંઘરીને તે પૈસાથી પ્રતિમા ન ભરાવાય. કારણ કે આ પૈસો અન્યાયથી પ્રાપ્ત કરેલો હોવાથી ચોરીનો પૈસો છે. ઘરના લોકોને પૈસા આપ્યા પછી તેનો હિસાબ મેળવવો જોઈએ. ઘરની માલિકી આપણા હાથમાં જોઈએ. ઘરના લોકોના હાથમાં માલિકી હોય તેવા ઘરમાં આપણે રહેવું નથી. થોડું સત્ત્વ તો કેળવવું જ પડશે. વીતરાગપરમાત્માનું શાસન મળ્યા પછી ઘરના લોકોની આજ્ઞા પાળવા માટે આપણે ઘરમાં રહીએ તો આપણા જેવું મૂરખ બીજું કોઈ નથી. ભોગ છોડી ન શકીએ તોપણ ભોગના ગુલામ નથી બનવું.
૪ નાદિ વિહારૂં ન્યાયથી પ્રાપ્ત કરેલ વિત્ત હોવું જોઈએ.. ઈત્યાદિ વિધિનો જાણકાર હોય (ષષ્ઠી વિભક્તિ પ્રથમામાં સમજવી.) ઘાયHITહાળો ૨ - અત્યન્ત, આજ્ઞાનું પ્રાધાન્ય માનનારો હોય. તે જિનભવન બંધાવવાનો અધિકારી છે - એ પ્રમાણે શ્લોકમાંના ‘વ’ પદથી સૂચવ્યું છે.
* ભગવાનની આજ્ઞા ન માને તેને ચારિત્રમોહનીય ગાઢ બંધાય. ભગવાનની આજ્ઞાને અને મોહને દુશ્મનાવટ છે. મોહ હોય ત્યાં આજ્ઞા ન હોય, આજ્ઞા હોય ત્યાં મોહ ન આવે.
૧૦૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #102
--------------------------------------------------------------------------
________________
* રોગને ભોગવીને જેમ અશાતા દૂર થાય તેમ ભોગો ભોગવીને ગાઢ એવું ચારિત્રમોહનીયકર્મ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માઓનું દૂર થતું હોય છે. નિકાચિત કોટિનું ચારિત્રમોહનીય હોય તેની આ વાત છે. જે ટળે એવું નથી તે નડે નહિ તે માટેની વાત છે. નડે નહિ એ રીતે મેળવવાની કે ભોગવવાની આ વાત નથી. ભૂતકાળમાં નિકાચિત કોટિનાં કર્મ બાંધીને આવેલા હોઈએ તો આ ભવમાં કદાચ ભોગવવું પડે, પરંતુ આ ભવમાં એવું કર્મ નથી કરવું કે જેથી ભવાન્તરમાં ભોગવવું પડે.
સ. અવિરતિ નિકાચિત છે કે નહિ ? કઈ રીતે માનવું ?
દવા લેવા છતાં જે ન ટળે તે નિકાચિત કોટિની અશાતા. તેવી રીતે પુરુષાર્થ કરવા છતાં ચારિત્ર ન મળે તો સમજવું કે અવિરતિ નિકાચિત છે. આપણે પુરુષાર્થ કેટલો કરીએ છીએ એ પ્રામાણિકપણે વિચારવાની જરૂર છે. આજે પુણ્યનો ઉદય ટાળવો છે – એવો પણ વિચાર નથી ને? ઉદીરણા કરીને પુણ્ય ભોગવવું છે ને? દહીંવડામાં મરચું નાંખીને ખાવું તે પુણ્યની ઉદીરણા. ઈડલી સાથે ચટણી ભેગી કરવી તે પુણ્યની ઉદીરણા. ગઈ કાલે પહેરેલાં કપડાં આજે ચાલે એવાં હોવા છતાં ઈન્સ્ટીટાઈટ એવાં બીજું કપડાં પહેરીને જવું તેનું નામ પુણ્યની ઉદીરણા. જેવું મળે તે ભોગવી લેવું તે પુણ્યનો ઉદય ભોગવ્યો કહેવાય. જ્યારે જેવું જોઈએ તેવું મેળવીને ભોગવવું તે પુણ્યની ઉદીરણા કરી કહેવાય. શાતાની ઉદીરણા કરીએ તો અશાતા બંધાય, અશાતાની ઉદીરણા કરીએ તો કદાચ બંધાય તોપણ શાતા જ બંધાય. આજે આપણી શાતા નિકાચિત નથી, રસોઈ પૂરી થવા આવે ત્યારે વાસણ ઘસીને જેમ કાઢવું પડે તેમ ખરડી-ખરડીને ભોગવવું પડે એવી જ શાતા આપણી છે ને ? શાતામાં માલ નથી છતાં આસક્તિ પાર વગરની છે ને?
* સુખી માણસો પોતાનાં વાહન વસાવે તે પોતાનો વટ પાડવા માટે નહિ, ધર્મની આરાધનામાં અનુકૂળતા સચવાય તે માટે વસાવે. ગમે તેવી મુસાફરી કરવી હોય, યાત્રા કરવી હોય તો દર્શન, પૂજા, સામાયિક-પ્રતિક્રમણ વગેરે ક્રિયા સચવાય તે રીતે જ પોતાના સાધનમાં કરવી. દર્શનાદિના સમયે તે તે સ્થળે ઊતરીને તે તે ક્રિયા પતાવીને પછી આગળ વધવું.
* ગમે તેવો રોગ થયા પછી પણ હોસ્પિટલમાં જવું નથી – આટલું આજે નક્કી કરવું છે ? ભગવાનજેવું શરીર આપણને ભલે નથી મળ્યું, પણ ભગવાનનો ધર્મ જ આપણને મળ્યો છે ને ? આ ધર્મના પ્રતાપે જે શરીરની મમતા ઉતારીએ તો આપણું શરીર પણ ભગવાનના જેવું (મમતા વગરનું) થઈ જાય. મરણ તો ગમે ત્યાં આવવાનું શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૦૧
Page #103
--------------------------------------------------------------------------
________________
જ છે. આપણે શુદ્ધિમાં ન હોઈએ અથવા તો શુદ્ધિમાં હોવા છતાં છોકરાઓ કે સગાવહાલા ન માને ને પરાણે લઈ જાય તો જયણા, બાકી આપણે આપણી ઈચ્છાથી હોસ્પિટલમાં નથી જવું : આટલો નિયમ આજે લઈ જ લેવો છે.
» ‘તિ સ્થાપ્યાનુરૂપતયા ‘તિષ્ઠતિ વિ4મ્ રૂતિ પ્રતિષ્ઠા'. પ્રતિ એટલે સ્થાપ્ય એવા સાક્ષા(ભાવ) તીર્થંકર પરમાત્માને અનુરૂપપણે બિંબ જેના કારણે રહે તે(ક્રિયા)ને પ્રતિષ્ઠા કહેવાય. આ પ્રમાણે પ્રતિષ્ઠાનો વ્યુત્પત્યર્થ બતાવ્યો. પ્રતિષ્ઠાના કારણે બિંબમાં સ્થાપ્યાનુરૂપતા આવે માટે અધિકારી તેની પ્રતિષ્ઠા કરે. સ્થાપ્યને એટલે કે તીર્થંકર પરમાત્માના સાક્ષાત્ સ્વરૂપને અનુરૂપ એવું બિંબ હોવું હોઈએ. સાક્ષાત્ પરમાત્મામાં જેવી નિર્વિકાર મુદ્રા, સૌમ્ય મુદ્રા, તેજસ્વિતા હોય તેવી જ પ્રતિમામાં જણાય - પ્રતીત થાય એવી પ્રતિમા હોવી જોઈએ.
* ગાથા ૨૨ - અનઘ એટલે લોભાદિદોષરહિત શિલ્પીને સન્માન કરવા પૂર્વક પોતાના વિભવને ઉચિત મૂલ્ય ચઢતા પરિણામે આપવું અને તારિસ્સામાવે - અનઘ
એટલે કે લોભાદિદોષરહિત એવો શિલ્પી ન હોય તો તેવા દોષયુક્ત (આવડતવાળા) શિલ્પીના હિત માટે તે કાળને ઉચિત એવું બિંબનું મૂલ્ય પહેલેથી નક્કી કરી લેવું. અન્યથા લોભના કારણે વધુ લે તો કલ્પિતદ્રવ્યના ભક્ષણથી તે (શિલ્પી) સંસારના ખાડે પડે. એવું ન બને એ માટે દ્રવ્યનું નિયમન કરે. મા વિખ્વાર્થન્જિતદ્રવ્યમક્ષતઃ સંસારર્ત ચપતવણી... જે શિલ્પી લોભિયો હોય તે ૫૦ રૂપિયાના સ્થાને ૭૫ રૂ. માંગે, આપણે પ્રતિમા બનાવવાના ૧૦૦ રૂપિયા કપ્યા હોય તેથી તે કલ્પિતદ્રવ્ય કહેવાય. એમાંથી શિલ્પીએ ૨૫ રૂપિયા અધિક લીધા હોવાથી તે શિલ્પીને કલ્પિતદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે. આથી તે લોભથી અધિક ન માગે તે માટે પહેલેથી જ મૂલ્યનું નિયમન કરી લેવું.
* દશાનિકા મહોત્સવને આશ્રયીને દશ દિવસ પછી પ્રતિષ્ઠા કરવાનું કહ્યું. દશ પ્રકારના યતિધર્મને પામવા માટે દશાહ્નિકા ઉત્સવ કહ્યો. આ રીતે ઉત્સવ કરવા પૂર્વક અધિવાસન કરેલ પ્રતિમાજીને સ્વસ્થાને પ્રતિષ્ઠિત કરવાં. અધિવાસન એટલે અંજન પહેલાંની વિધિ. અધિવાસના કર્યા પછી અંજન કરવાનું હોય છે.
* સઠાણે - જ્યાં જગ્યા દેખાય ત્યાં ભગવાન પધરાવવાની વાત નથી. પ્રતિમાને યોગ્ય જે સ્થાન હોય તેવા મુખ્ય સ્થાને બિંબ પધરાવવું.
* શાસનદેવીનું સ્મરણ એ જ પૂજા છે, તેને સ્વતંત્ર પૂજવાનું અહીં વિધિમાં નથી બતાવ્યું.
૧૦૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #104
--------------------------------------------------------------------------
________________
* ચિકિત્સા કરતી વખતે પણ સાધુભગવન્તને દવાના નિમિત્તે લેવાતું અનુપાન દાઢે ન વળગી જાય તેની કાળજી રાખવાનું કહ્યું છે, તો સંસારના સુખ માટે ધર્મ કઈ રીતે કરાવાય? ઝેરના અખતરા ન હોય ને? સુખની છાયા પણ પડી જાય કે ગમી જાય તો સમજી લેવું કે ભગવાનનો પરિચય હજુ આપણને થયો નથી. વિષવૃક્ષની છાયા પણ ન પડે તેની સાવચેતી રાખીએ ને ? આજે ધર્મથી સુખ મળે છે-એ શ્રદ્ધા જેટલી છે તેટલી ધર્મથી સંસારનું સુખ છૂટી જાય છે – એવી નથી ને? ‘રોગ ગયો અને સંપદા પામ્યા - બોલતાં જે ભાવ આવે તે ભાવ “સંસાર ગયો ને મોક્ષ પામ્યા' એ બોલવામાં ન આવે ને ?
* અવિરતિની મનથી પણ ઈચ્છા સાધુભગવન્ત ન કરે, સેવનની તો વાત જ ક્યાં છે? આવી અવિરતિમાં તમારે કેટલી સાવચેતી રાખવી જોઈએ ?
* ભવથી તરવાનો ભાવ તેનું નામ ભક્તિ, મેળવવાના ભાવથી છોડીએ તે ભક્તિ નહિ. વ્યાપારી પૈસા – ઉઘરાણી આપે તે ત્યાગ કર્યો ન કહેવાય ને? જોઈતું ન હોય ને છોડો તો તે ત્યાગમાં આવે. આજે તપ કે ત્યાગ છોડવા માટે છે કે વધુ મેળવવા
માટે ?
* એક વાર મન મારીએ તો આ સંસારનું વિસર્જન કરવું સહેલું છે, પરંતુ સુખની આશા છૂટતી નથી – એ જ મુશ્કેલી છે !
* ભવ રોગસ્વરૂપ નહિ લાગે ત્યાં સુધી ભાવ નહિ આવે. આત્માની રક્ષા કરવી હોય અને મોક્ષે જવું હોય તેને ભવ રોગસ્વરૂપ લાગે. આજે સંસારનું સ્વરૂપ સમજાયું નથી માટે ભગવાનની કિંમત સમજાતી નથી. જેઓ સંસારની અસારતાનું પરિભાવન કરે તેમને આ સંસારથી તારનારા પરમાત્માની કિંમત સમજાયા વિના નહિ રહે. આજે પરમાત્માનાં દર્શન કે પૂજા કરતી વખતે પૂજાવિધિ પ્રત્યે બહુમાન નથી જાગતું તેનું કારણ જ એ છે કે પૂજ્ય પ્રત્યે જ બહુમાન નથી. અવિધિમાં અનુકૂળતા સચવાય છે માટે અવિધિ ગમે છે. જેને પરમાત્માના સ્વરૂપનો પરિચય હોય તે પૂજાવિધિમાં અવિધિ ન કરે. વિધિની ઉપેક્ષા અને અવિધિનું સેવન મિથ્યાત્વના ઉદયે થાય છે. અવિધિ પ્રત્યે જેટલો રાગ છે તેટલો ભગવાન પ્રત્યે નથી આથી જ ઈચ્છા મુજબ ક્રિયા કરાય છે.
* સંસાર છોડવાનું સત્વ ન હોય અને સંસારમાં રહેવું જ પડે ત્યારે; પરણવું પડે કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવી પડે તોપણ વડીલો કહે તે પ્રમાણે વર્તી લેવું.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૦૩
Page #105
--------------------------------------------------------------------------
________________
આપણા વડીલોને કશી ખબર પડતી નથી-આ વસ્તુ મગજમાંથી કાઢી નાંખવી. વડીલો અનુભવી છે અને આપણા માટે માનનીય છે માટે તેઓ જે પાત્ર સાથે સંબંધ જોડી આપે તેમાં આનાકાની નથી કરવી. આપણને જે પાત્રો મળે છે તે આપણા નસીબથી જ મળે છે. એક તો સંસાર માંડવાનું પાપ કરવું અને તે પણ પાછું સ્વચ્છંદપણે કરવાનું પાપ કરવું: આટલી હદ સુધી નથી પહોંચવું.
* વ્યાખ્યાન કે વાચનામાં આપણા દોષોનું ભાન કરવા માટે જવું છે. આજે વ્યાખ્યાનમાં રાગ ઓળખાયો, દ્વેષ ઓળખાયો કે મોહ ઓળખાયો માટે મજા આવી : આવો અનુભવ થયો છે ? બીજાને ખખડાવે એમાં મજા આવે કે આપણા દોષો પ્રગટ કરે તેમાં મજા આવે ?
* ચક્રવર્તી જ્યારે પૂર્વના ચક્રવર્તીનું નામ છેકીને કાકિણીરત્નથી પોતાનું નામ લખે ત્યારે તેઓ એ પણ સમજતા હોય છે કે મારું નામ પણ આ રીતે ભૂંસાવાનું જ, છે. આથી જ તેઓ તેમાં રાચતા નથી. આ તો તેમનો કલ્પ છે માટે પ્રવૃત્તિ કરી લે. બાકી નામનો મોહ તેઓને હોતો નથી.
* ગાથા ૨૩ - જે જિનાલય કોઈ આચાર્યભગવન્તને નિશ્રિત ન કરાયું હોય તે અનિશ્રાકૃત કહેવાય છે. જેમ કે શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર શ્રી ભરત મહારાજાએ બિંબ ભરાવ્યાં હતાં અને તેની પ્રતિષ્ઠા કરાવી હતી તે અનિશ્રાકૃત જિનભવન કહેવાય. તે સિવાયના જિનાલય નિશ્રાકૃત કહેવાય.
સ. અઢાર અભિષેકવાળા પ્રતિમાજી પૂજાય ?
અઢાર અભિષેક પ્રતિમાજીની આશાતના થઈ હોય તો તે નિમિત્તે શુદ્ધિ અર્થે કરાવાય છે. અઢાર અભિષેકના કારણે પ્રતિમામાં પૂજ્યત્વ આવતું નથી. અંજનશલાકા જેને જેને થઈ હોય તે પ્રતિમા પૂજનીય બને છે. અઢાર અભિષેકની ક્રિયા તો અંજનશલાકા થયા પછીની ક્રિયા છે તેથી આવો પ્રશ્ન જ અસ્થાને છે.
* ગાથા ૨૫ : કેટલાક લોકો માતાપિતાદિ પૂર્વજોએ કરાવેલી, કેટલાકો પોતે કરાવેલી અને કેટલાક લોકો વિધિથી કરાયેલ પ્રતિમાની પૂજા કરવી જોઈએ એમ કહે છે. આ ત્રણે પક્ષમાં અસ્વારસ્ય જણાવવા ત્રણે પક્ષને મળે તું કરીને જણાવ્યા છે. ગ્રંથકારશ્રીને અભિમત અવસ્થિત પક્ષ તો એ છે કે મમત્વ અથવા આગ્રહથી રહિતપણે સર્વ પ્રતિમામાં પરમાત્માના આકારની પ્રતીતિ થતી હોવાથી પરમાત્મા તરીકેની બુદ્ધિ
૧૦૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #106
--------------------------------------------------------------------------
________________
થતી હોવાથી દરેક પ્રતિમા પૂજ્ય છે. ટૂંકમાં પરમાત્મપ્રતિમા–ન પ્રતિમા પૂજય છે. અન્યથા પોતાના આગ્રહને લઈને બિંબની અવજ્ઞાને કરતો એવો જીવ દુઃખ કરીને અંત આવે તેવા સંસારના પરિભ્રમણ સ્વરૂપ દંભ(દંડ)ને અનિચ્છાએ પણ પામે છે. વૈવું. આ પ્રમાણે કહેવામાં, અવિધિથી કરાયેલ પ્રતિમાને પૂજાની અનુમતિ મળવાથી આજ્ઞાભંગરૂપ દોષની આપત્તિ આવશે-એમ ન કહેવું. કારણ કે આગમમાં કહ્યું છે કે નિશ્રાકૃત કે અનિશ્રાકૃત એવા સર્વ જિનાલયમાં જિનબિંબને જાણીને ત્રણે વેળા સર્વ થોય (૮ થીય) વડે સ્તવના કરવી અથવા એક-એક થોથી સ્તવના કરવી. [કોઈ એક ગચ્છનું હોય તે નિશ્રાકૃત અને સર્વ ગચ્છનું સાધારણ હોય તે અનિશ્રાકૃત કહેવાય : આવા દરેક મંદિરમાં બધાએ પૂર્ણ ચૈત્યવંદન કરવું. અથવા ચૈત્ય વધારે અને સમય ઓછો હોય તો (ચૈત્ય અને સમયને જાણીને) એક-એક સ્તુતિથી પણ ચૈત્યવંદન કરવું, આ પ્રમાણે ધર્મસંગ્રહ ભાષા. ભા. ૧, ૫. ૩૭૦ માં અર્થ છે.]
* ધર્મ પ્રત્યે મમત્વ થાય તો સારું છે પણ ધર્મના નામે મમત્વ પોષાય એ ખોટું. મેં ભરાવેલી છે માટે પૂજા કરવી છે, આપણા પૂર્વજોએ બનાવેલી છે માટે પૂજા કરવી છે – આ ભાવ મમત્વમૂલક હોવાથી તે ભાવથી પૂજા ન કરાય. આ તરણતારણ પરમાત્માની પ્રતિમા છે : એમ સમજીને તરવાના ભાવથી પૂજા કરાય. આ અમારા સગા છે, ભાઈ મહારાજ છે, બહેનમહારાજ છે, દીકરાદીકરી મહારાજ છે...... વગેરે ભાવથી ભક્તિ કરીએ તો અતિચાર લાગે. માત્ર આ નિગ્રંથ ગુરુ છે એમ સમજીને ભક્તિ કરવાની
સ. ચમત્કારી પ્રતિમા છે એમ સમજીને પૂજીએ તો ક્યો દોષ લાગે?
લોકોત્તરમિથ્યાત્વનો દોષ લાગે. સંસારનું સુખ આપે એ જ ચમત્કાર તમે માનો છો ને ? સુખની લાલચે વીતરાગને પૂજે તો લોકોત્તરમિથ્યાત્વ લાગે ને ? આ બધું તમને અતિચારમાં શીખવ્યું છે ને ? શ્રી જિન અરિહંત .... મોક્ષમાર્ગના દાતાર, ઈસ્યાં ગુણ ભણી ન માન્યા.... એમ બોલો ને ? આચાર્યભગવન્તોએ તમને ક્યાંય અજ્ઞાની રાખ્યા નથી. તમે અજ્ઞાન રહ્યા તે તમારા પાપે જ ને ? તમે અજ્ઞાન છો કે અજ્ઞાન રહ્યા છો ? વરસોથી સાધુની નિશ્રા મળવા છતાં અજ્ઞાન ન ટાળ્યું તેમાં દોષ સાધુનો કે તમારો ? સાધુભગવન્તની નિશ્રા મળ્યા પછી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો કે ઉત્સવ – મહોત્સવ કર્યા? સાધુભગવન્ત ચાતુર્માસમાં આવે ત્યારે તેમને કહી દેવાનું કે અનુષ્ઠાન તો અમે જાતે કરી લઈશું, શાસ્ત્રનું જ્ઞાન અમને આપો. અજ્ઞાન ટાળવું છે ને ?
૧૦૫
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #107
--------------------------------------------------------------------------
________________
સ. અનુષ્ઠાનમાં સાધુની નિશ્રા જોઈએ ને ?
તમારે તો ફોટાની નિશ્રા ય ચાલે છે ને ? ફોટો પધરાવી દેજે ! પણ જ્ઞાન તો બોલતા ગુરુ આપશે ને ? તમને તો જીવતા ગુરુ કરતાં સ્થાપનાગુરુ પ્રત્યે ભાવ વધારે આવે ને ? કારણ કે સ્થાપનાગુરુ બોલતા નથી અને જીવતા ગુરુ બોલ્યા વિના રહેતા નથી ! દવા ડોક્ટરની કરો કે ડોક્ટરના ફોટાની ? ડોક્ટર હાજર ન હોય તો કંપાઉન્ડરની દવા લો ને ? કે ફોટાની ? શરીરના આરોગ્યની જેટલી ચિંતા છે તેટલી ભાવઆરોગ્યની નથી ને? ભાવ આરોગ્યની ચિંતા હોય તો અજ્ઞાન ટાળવા માટે પ્રયત્ન કરાય ને?
* જેને વિધિ પ્રત્યે રાગ ન હોય તેનો અનુષ્ઠાન પ્રત્યેનો રાગ બનાવટી છે એમ સમજી લેવું. ભાવતી વસ્તુ પ્રત્યે રાગ હોય તો તેની વિધિની ઉપેક્ષા થાય ? સ્પેશિયલ રસોઈયો બોલાવીને બનાવરાવો ને ? વિધિ પ્રત્યે રાગ હોય તે અનુષ્ઠાન ન કરે તો ચાલશે, પણ અનુષ્ઠાન કરે અને વિધિનો રાગ ન હોય તે ન ચાલે.
* ગાથા ર૬: સમરૂપવિત્તથ્વી- સ્વમતિથી પ્રવર્તેલ સર્વ પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય હોવાથી ભવરૂપ ફળ આપનારી છે. તીર્થંકરના ઉદ્દેશથી કરાયેલી હોવા છતાં તમો - સ્વમતિથી કરાયેલ હોવાથી (ભવફળવાળી હોવાથી) તીર્થંકરના ઉદ્દેશવાળી તે રહેતી
નથી.
* વિન્તરીન્યથાપિ પ્રખ્યત્વાન્ - અર્થાન્તર – મોક્ષરૂપ અર્થને છોડીને અન્ય એવા અર્થકામની પ્રાપ્તિ તો અન્યથા-આજ્ઞા મુજબની પરમાત્મપૂજા વિના પણ થઈ શકે છે. એકમાત્ર મોક્ષની પ્રાપ્તિ આજ્ઞાના પાલન વિના નથી થતી.
* દેસાવગાસિક કરનારને પૂજા કરવી ફરજિયાત નથી. પૂજા ન કરે તો ચાલે પણ સ્નાન કર્યા પછી પૂજા ન કરે તો ન ચાલે. સ્નાન કરે તો પૂજા કરવી જ જોઈએ. પૂજા માટે સ્નાન કરવું જરૂરી છે. સ્નાન કરવું છે માટે પૂજા કરી આવવી : આવો ભાવ પણ ન જોઈએ.
* સાધુભગવન્તો ભગવાનની પૂજાના અધિકારી નથી અને તમે અધિકારી છો એ ગૌરવની વાત નથી. સાધુ થયા નથી માટે આ પૂજા કરવાનો વખત આવ્યો છે – એવું લાગે ને ? દવા લેવાનો વખત કોને આવે ? રોગી હોય તેને જ ને ? જેને મિથ્યાત્વ, અવિરતિ અને કષાય રૂપ રોગ લાગુ પડ્યો છે તેને માટે આ પૂજાનું વિધાન છે. સાધુ ભગવન્ત નિરોગી હોવાથી તેમને માટે આ દવારૂપ પૂજાનું વિધાન નથી. રોગી છીએ માટે દવા લેવાની છે, એનો અર્થ એ નથી કે ઉપેક્ષાપૂર્વક દવા લેવાની. દવા જેમ સારામાં
૧૦૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #108
--------------------------------------------------------------------------
________________
સારી, ઊંચામાં ઊંચી અને ઉપયોગપૂર્વક લઈએ તેમ પૂજા પણ ઊંચામાં ઊંચા દ્રવ્યથી ઉપયોગપૂર્વક કરવી છે. દવા લેતી વખતે રોગ વધે નહિ તેની કાળજી રાખીએ પણ ધર્મ કરતી વખતે સંસાર વધે નહિ તેની કાળજી છે ખરી ?
* દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી શુદ્ધિ રાખીને ભગવાનની પૂજા કરવાની છે. દ્રવ્યથી ઊંચામાં ઊંચું દ્રવ્ય જોઈએ. આપણા ઘરમાં તેનાથી ઊંચું એકે દ્રવ્ય વપરાતું હોવું ન જોઈએ. આપણા પૂજાનાં વસ્ત્રો ઓફિસનાં કપડાં કરતાં ચઢિયાતાં હોય ને ? સ્મશાનમાં જતી વખતે જે કપડાં પહેરો છો તેના જેવા પણ શુદ્ધ અને ઉજ્જવળ વસો પૂજાનાં હોય ખરાં ? પૂજામાં ફળ – નૈવેદ્ય કેવાં વાપરો ? ગંધાઈ ઊઠે એવાં ને ? જમણવારમાં નૈવેદ્યને બદલે સાકર મૂકો તો ચાલે ને ? પારણામાં ફળને બદલે બદામ ખાઓ તો ચાલે ને ?
?
સ. ફળનૈવેદ્ય તો પૂજારી લઈ જાય છે.
આપણને યમરાજા લઈ જવાનો છે તો જીવવાનું માંડી વાળવું છે ? કેવી વાત કરો છો ? આપણે છોડવા માટે મૂકીએ છીએ, આપવા માટે નહિ. છોડયા પછી કોણ લઈ જાય છે તે જોવા નથી બેસવું. ફળનૈવેદ્ય પૂજારી કેમ લઈ જાય છે ? આપણો વહીવટ ભગવાનની આજ્ઞા મુજબનો નથી, માટે ને ?
* ગાથા ૨૭: વિધિપૂર્વક જ કરવું જોઈએ, અવિધિપૂર્વક ન કરાય. વિધિનો પરિણામ કેમ જાગતો નથી અને અવિધિ પ્રત્યે રાગ કેમ છે તેનું કારણ જણાવે છે કે
જે આસન્નભવ્ય જીવો હોય અર્થાત્ અત્યન્ત અલ્પ કાળમાં (એક-બે ભવમાં) જેઓ મોક્ષે જવાના હોય તેને જ સદા કાળ માટે વિધિનો પરિણામ હોય છે. અભવ્ય અને દુર્ભવ્ય જીવોને અવિધિમાં રાગ હોય અને વિધિનો ત્યાગ હોય. આથી નક્કી છે કે જે જીવોને વિધિ પ્રત્યે દ્વેષ છે અને અવિધિ પ્રત્યે રાગ છે તે જીવો કાં તો અભવ્ય છે કાં તો દુર્ભવ્ય છે. આ સાંભળીને આપણને આંચકો લાગે ખરો ? આપણે આસન્નભવ્ય છીએ-એવું સાંભળવું ગમે કે આપણો બે-ચાર વરસમાં ગોલ્ડન પિરિયડ આવવાનો છે-એવું સાંભળવું ગમે ? આજે, આપણને વિધિ પ્રત્યે દ્વેષ છે માટે આપણે દુર્વ્યવ્ય છીએ-એવું જાણીને દુઃખ થાય ખરું ?
સ. વિધિ પ્રત્યેનો દ્વેષ કઈ રીતે ?
કોઈ પણ આપણને વિધિનો ઉપદેશ આપે, ભૂલ કાઢે ત્યારે ‘તમે તમારું કામ કરો..’ એવું કહેવું તે વિધિ પ્રત્યેનો દ્વેષ. દવા લેતી વખતે કોઈ કહે કે આ દવા અત્યારે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૦૭
Page #109
--------------------------------------------------------------------------
________________
નહિ, વાપર્યા પછી લેવાની છે.. તો શું કહો ? રસ્તામાં તમારું પાકીટ પડી ગયું હોય અને કોઈ ડફોળ કહીને બતાવે તો શું કરો ? ‘તમે તમારું કામ કરો એમ ન કહો ને ? વિધિ બતાવનાર વ્યક્તિ પરનો દ્વેષ એ વિધિના દ્વેષને સૂચવનાર છે.
* વિધિપૂર્વક જ કરેલું અનુષ્ઠાન ફળ આપે છે એવું જાણ્યા પછી વિધિ માટે પુરુષાર્થ કરી લેવો છે. આપણી ઈચ્છાને બાજુ ઉપર મૂકી દેવી છે. આજે તમારી કે અમારી વૃત્તિ એવી છે કે – અનુષ્ઠાન મહાન છે, દ્રવ્ય - ક્ષેત્ર-કાળ-ભાવ ન સચવાય તો વાંધો નહીં. વિધિ પ્રત્યે જેને રાગ હોય તે દ્રવ્યાદિને સાચવે જ.
* ગ્રંથકારે શ્રી વીતરાગપરમાત્માની સ્તવના કરતાં કહ્યું છે કે – આપ મહાન છો એના કરતાં કંઈકગુણી ચઢિયાતી આપની આજ્ઞા મહાન છે. આપની આજ્ઞાનું પાલન કરીને કેટલાય આત્માઓ તરી ગયા.
* પુણ્યના યોગે સુખમાં રાચતા જીવોને શ્રી તીર્થંકર પરમાત્માએ દુઃખી જોયા, પછી તે ઈન્દ્રાદિ દેવો હોય કે ચક્રવર્તી વગેરેના આત્માઓ હોય. દુઃખથી મુક્ત થવાના ઉપાયરૂપ મોક્ષમાર્ગ હોવા છતાં જીવો દુઃખી શા માટે છે - એવી ભાવનાથી શ્રી તીર્થંકરનામકર્મ બંધાયું. એમના જેવી કરુણા કોઈની નહીં ને ? આપણું કલ્યાણ જે રીતે થાય તે રીતે કહેવાય. આપણે સીધી રીતે ન માનીએ તો કડકમાં કડક કહેવું પડે ને ? ‘ભો ભવ્ય' કીધા પછી પણ આપણે ન માન્યું ત્યારે ‘અભવ્ય કે દુર્ભવ્યમાં નંબર લગાડવો છે?' એમ કડકમાં કડક કહીને આપણને સજાગ બનાવ્યા. આવા વખતે આપણને અભવ્ય કહ્યા, દુર્ભવ્ય કહ્યા.. આ પ્રમાણે બોલીને દેશનાને વખોડવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી. આ બધું સાંભળવાની યોગ્યતા જેનામાં ન હોય તેઓ દેશના સાંભળવાના પણ અધિકારી નથી. જેઓને આ વાત કડક લાગતી હોય તેઓએ તો ઉપાશ્રય - દેરાસરમાં આવવું નહીં. ભવ્યત્વથી વિસ્તાર નહીં થાય, આસન્નભવ્ય બનવું પડશે. આસન્નભવ્ય બનવા માટે તથાભવ્યત્વનો પરિપાક કરવો પડશે. તથાભવ્યત્વના પરિપાકનાં સાધનો જ્યાં સુધી નહીં લેવાય ત્યાં સુધી આસન્નભવ્યત્વ સુધી નહીં પહોંચાય. અત્યન્ત અલ્પ કાળમાં જ જેઓ મોક્ષે જવાના છે એવા આસન્નભવ્ય જીવોને કાયમ માટે વિધિનો પરિણામ હોય, આસન્નભવ્યથી ભિન્ન દુર્ભવ્ય કે અભવ્ય જીવો છે તેઓ વિધિનો ત્યાગ કરનારા છે અને અવિધિની સેવા કરનારા છે. આપણો નંબર શેમાં લાગે એવો છે?
* નિર્વાણપદની ભાવના જેમાં હોય તે સૂક્ષ્મ બોધ. નવ પૂર્વના જ્ઞાની પણ સૂક્ષ્મ બોધ વગરના હોય અને માત્ર અષ્ટ પ્રવચનમાતાના ધણી પણ સૂક્ષ્મબોધવાળા હોય.
૧૦૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #110
--------------------------------------------------------------------------
________________
‘આ
* કર્તવ્યતાનો અધ્યવસાય એ રુચિ અને માત્ર કરવાની ઈચ્છા એ ભાવના છે. મારે કરવું જ જોઈએ’ એ રુચિ છે અને ‘આ થાય તો સારું' એ ભાવના છે. ‘દીક્ષા મેળવવી જ છે' એ રુચિ અને ‘દીક્ષા મળે તો સારું' એ ભાવના છે. રાગ, દ્વેષ અને મોહ ત્રણે સાથે આવ્યા હોય ત્યારે મોહ શબ્દનો અર્થ અજ્ઞાન કરાય છે અને મોહ, અજ્ઞાન સાથે આવ્યો હોય ત્યારે મોહ શબ્દનો અર્થ રાગદ્વેષ કરાય છે, તેમ રુચિ અને ભાવનામાં સમજી લેવું. હેય, જ્ઞેય અને ઉપાદેય : એમ ત્રણ રીતે જ્ઞાન હોય પણ રુચિ તો કેવળ ઉપાદેયમાં જ જોઈએ. પરિણામ એટલે રુચિ.
૪
* જેનું સારું થવાનું હોય એને જ સારી સામગ્રી મળે, તેમ જેને મોક્ષે જલદી જવાનું હોય તેને જ વિધિનો રાગ જન્મે. સવારના પ્રતિક્રમણથી માંડીને રાતના સૂવા સુધીની જેટલી પણ ધર્મક્રિયા આપણે કરીએ છીએ એ બધી વિધિના રાગવાળી જ ને ? વિધિ મુજબ થાય તો સારું કે વિધિ મુજબ જ કરવું છે ?
તે
* જેને જલદી મોક્ષે જવું હોય તે સાધુ થાય. કદાચ સંયોગવશ સાધુ ન થઈ શકે તો ઘરમાં સાધુની જેમ જીવે.
* ચરમાવર્તકાળ કે અર્ધપુદ્ગલપરાવર્ત કાળ જ્ઞાનીઓ જ નક્કી કરી શકે. મોક્ષમાં જ્યારે જવાના હોય ત્યારે તેની પહેલાંનો કાળ કે જે છેલ્લા આવર્ત સ્વરૂપ હોય તે ચરમાવર્તકાળ કહેવાય અને તેનો જે અડધો કાળ છે તેને અર્ધ્વપુદ્ગલ પરાવર્તકાળ કહેવાય છે. અર્ધપુદ્ગલપરાવર્તકાળ, અનંતો કાળ વિતાવ્યો એની અપેક્ષાએ ઓછો ભલે હોય પણ આ કાળ પણ કાંઈ ઓછો નથી. આ ભવનું સો વરસનું આયુષ્ય પૂરું કરતા જ્યાં દમ નીકળતો હોય ત્યાં આટલો બધો કાળ પસાર કરવાનું કેટલું કપરું છે ! મરીને અહીંથી બીજે જવાનું છે – આ વાત ભુલાઈ ગઈ છે માટે સુખો ભોગવતાં મજા આવે છે. દસ દિવસમાં મરી જવાનું છે એવું જેને લાગે એને મજા આવે ખરી ? જે કાળ એક વ્યક્તિ માટે ચરમાવર્તરૂપ હોય તે કાળ બીજા માટે અચરમાવર્તરૂપ પણ હોય. આપણે તો ‘આપણે ચરમાવર્તમાં આવ્યા છીએ' એમ સમજીને પુરુષાર્થ કરી લેવો છે.
* દુ:ખ ન આવે એટલાપૂરતું પાપ ખટકે એ પાપ ખટક્યું ન કહેવાય. જે પાપ થયા પછી એ પાપની શુદ્ધિ માટે સાધુ થવું છે આવો વિચાર આવે ત્યારે પાપ ખટક્યું કહેવાય. દઢપ્રહારીને પાપ ખટક્યું તો સાધુપણા સુધી પહોંચી ગયા. આજે આપણે શું કરીએ ? આલોચના લેવા તૈયાર થઈએ ને ? ગુરુભગવન્ત બોલે તો ખાવું ભાવે નહીં, જ્યારે પાપ યાદ આવે તો ખાવું ભાવે ને ? જે પાપ થયું એ પાપ બીજી વાર ન થાય
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૦૯
Page #111
--------------------------------------------------------------------------
________________
ને ? પાપ કર્યા પછી જ્યાં સુધી તેની શુદ્ધિ ન થાય ત્યાં સુધી ખાવું નથી એટલું પણ નક્કી કરવું છે ?
* સામગ્રી મળવા છતાં જેઓ ક્યારે ય મોક્ષમાં જવાના નથી તે અભવી અને અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક કાળ જેનો બાકી હોય તે દુર્ભવી.
* અવિધિપૂર્વક અનુષ્ઠાન કર્યા પછી પણ કોઈ પ્રશંસા કરે તો ગમી જાય પણ અવિધિ કરી છે એનું દુઃખ હોય ખરું? આના ઉપરથી નક્કી છે કે અવિધિ પ્રત્યે રાગ છે. જ્યાં સુધી અવિધિનો રાગ છે ત્યાં સુધી આસન્નભવ્યમાં નંબર નહીં લાગે.
* અહીં શિષ્ય શંકા કરે છે કે – આસનભવ્યમાં નંબર લાગે એવો નથી અને અભવ્ય કે દુર્ભવ્યમાં નંબર લગાડવો નથી માટે એવો એકાદ વચ્ચેનો રસ્તો બતાવો કે જેથી માર્ગમાં ટકી રહીએ. આ પ્રમાણેની શિષ્યશંકાનું નિરાકરણ કરવા માટે અઠ્ઠાવીસમી ગાથા છે.
ગાથા ૨૮ : વિધિનું જ્ઞાન જેને હોય તેઓ ધન્ય છે, વિધિનું જ્ઞાન મેળવીને કાયમ માટે પ્રવૃત્તિ કરે, આરાધના કરે તેઓ ધન્ય છે, વિધિ પ્રત્યે જેઓને બહુમાન છે તેઓ પણ ધન્યવાદને પાત્ર છે અને વિધિમાર્ગને જેઓ દૂષિત નથી કરતા તેઓ પણ છેવટે ધન્ય છે.
* વિધિનું જ્ઞાન, વિધિમાર્ગની આરાધના, વિધિનું બહુમાન અને વિધિમાર્ગની અદૂષકતા : આ ચારમાંથી એકમાં પણ નંબર લાગે તો સારું – એવું થાય ખરું? હજુ પણ આપણી પાસે તક છે. ભૂતકાળમાં જો આયુષ્ય બંધાયું ન હોય તો આપણી સિદ્ધિને આપણે નજીક લાવી શકીએ એવા છીએ. મોક્ષની તાલાવેલી પ્રગટાવવી છે, તેના માટે પુરુષાર્થ કરી લેવો છે – એવો પરિણામ પણ જાગ્યો છે ખરો ? આજે આપણે પરિણામથી શ્રીમંત છીએ કે દરિદ્ર ? પરિણામથી દરિદ્ર છીએ એવું જાણ્યા પછી પણ શાંતિથી પોઢી જઈએ છીએ ને? કેવળજ્ઞાનનો કે દીક્ષાના પરિણામ ન જાગે એ ધર્માત્મા નથી એવું લાગે ખરું ? વરસોથી ધર્મ કરવા છતાં સાધુ થવાનું મન કેમ નથી થતું એ તપાસ્યું ખરું ?
* આજે વિધિમાર્ગની રુચિ પણ કપરી છે. છાપાંની રુચિ હોવાથી છાપું આપવા જતી વખતે તેમાંથી બે લીટી પણ વાંચી લે ને? જ્યારે એકાદ પુસ્તક હાથમાં હોય તો એમાંથી એકાદ લીટી પણ વંચાય ખરી ? તીર્થસ્થાને ગયા પછી ત્યાંથી જે પેંડા કે ગુલકંદ ન લાવ્યા હો તો તેનું દુઃખ થાય પણ સાધુપણું ન લઈ આવ્યા એનું દુઃખ થાય ૧૧૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #112
--------------------------------------------------------------------------
________________
ખરું ? આજે તમારી તીર્થયાત્રા ફળતી નથી એનું એક જ કારણ છે કે - તમને એની ઉપર વિશ્વાસ નથી. લોકમાં એક વાયકા પ્રસિદ્ધ છે કે – એક વાર એક જગ્યાએ વરસાદ ન'તો પડતો તેથી ગામના લોકો બધા ભેગા થઈને મેઘદેવતાને રીઝવવા માટે ગામની બહાર ગયા. એમાં એક માણસ છત્રી લઈને આવેલો અને બીજા બધા છત્રી વગર આવ્યા હતા. એક જણાએ પૂછ્યું કે “તમે છત્રી કેમ લઈ આવ્યા છો ?' ત્યારે તેણે જવાબ આપ્યો કે - “મને મારી પ્રાર્થના ઉપર વિશ્વાસ છે કે – મેઘદેવતાને રીઝવ્યા પછી વરસાદ આવશે જ. વરસાદ આવ્યા પછી ભીંજાતા જવું ન પડે માટે લાવ્યો છું'. બીજા બધાને વિશ્વાસ ન હતો માટે તેઓ છત્રી ન લાવ્યા. આજે તમને પણ પૂછી લઉં ને કે – વરસોથી ધર્મક્રિયા કરવા છતાં સાધુપણું કેમ ન મળ્યું? નથી જોઈતું માટે ને ?
સ. સાધુપણું લીધા પછી અપચો થાય તો ?
મેઘકુમાર, અરણિકમુનિ, આદ્રકુમાર, ભવદેવમુનિ વગેરેને અપચો થયો છતાં વાળનારા મળી ગયા ને ? સાધુપણાનો પરિણામ જ જાગ્યો નથી, એટલું જ નહીં, પરિણામ લાવવા પણ નથી એમ કહેવું પડે.
* ચારિત્રનો રાગ જેનો જતો રહે તેનું સમ્યત્વ પણ જતું રહે.
* વિધિનો યોગ એ વિધિના જ્ઞાનરૂપ છે. અધિગમ કહો, સંબંધ કહો, પરિચય કહો, જ્ઞાન કહો.. બધું એક જ છે. વ્યવહારમાં તમે કહો છો ને કે – આ માણસને હું ઓળખું છું, આનો મને પરિચય છે, અમારી સાથે આનો સંબંધ છે. આજે વિધિનું જ્ઞાન પણ છે ખરું ? “સામાયિક, પ્રતિક્રમણની વિધિ બધી ખબર છે? આવું પ્રામાણિકપણે કહી શકો ખરા ? સી.એ.નું, ડૉક્ટરનું.... તે તે જ્ઞાન ભણો એ ભવિષ્યમાં કામ લાગે માટે ને? જ્યારે અહીં ભવિષ્યમાં કામ લાગશે માટે જ્ઞાન મેળવ્યું ખરું? વિધિનું જ્ઞાન જોઈએ જ અથવા તો વિધિના જ્ઞાનપૂર્વક જ ક્રિયા કરવી છે એવો અધ્યવસાય પણ જાગ્યો છે ખરો ? મુસાફરી કરતી વખતે જ્યાં જવાનું હોય ત્યાંનું જ્ઞાન પૂરેપૂરું હોય ને? તેમ મોક્ષસાધક ક્રિયા જેને કરવી હોય તેને વિધિનું જ્ઞાન હોય ને ? વિધિના જ્ઞાનપૂર્વક ક્રિયા કરવી હોય તેઓને ભણ્યા વગર નહીં ચાલે. બીજાની ભૂલ કાઢવા નથી ભણવું, આપણી ભૂલ સુધારવા ભણવું છે. ધંધાનું, ડૉક્ટરનું જ્ઞાન મેળવો તે બીજા ખોટું કરે એના માટે કે પૈસા મેળવવા માટે ? કાલે ઊઠીને ખોટું પગલું ભરી ન બેસીએ માટે જ્ઞાન મેળવવાનું છે.
* જ્ઞાનાદિધનને જે યોગ્ય હોય તે ધન્ય કહેવાય.
૧૧૧
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #113
--------------------------------------------------------------------------
________________
* જેઓ વિધિપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેઓ મોક્ષના સાધનની મુખ્યરૂપે પ્રવૃત્તિ કરે છે, સંસારના ઉપાયોની ગૌણરૂપે પ્રવૃત્તિ કરે છે. આજે આપણે ધર્મ કરતી વખતે મુખ્યવૃત્તિથી નિર્જરા કરીએ કે પુણ્ય બાંધીએ ? પુણ્ય બાંધતી વખતે નિર્જરા થઈ જાય તો વાંધો નહીં કે નિર્જરા કરતી વખતે પુણ્ય બંધાઈ જાય તો વાંધો નહીં ? આપણને શું ગમે ?
* વિધિમાર્ગમાં પ્રવૃત્તિ નથી કરતા તેમાં બે હેતુ બતાવ્યા છે. ૧. અત્યન્ત વિષયાસતિ, ૨. અજ્ઞાન. આજે આપણને જ્ઞાન નથી એવું તો કહી શકાય એવું નથી. આથી સુખના રાગે જ આપણે વિધિ મુજબ પ્રવૃત્તિ નથી કરતા એમ માનવું પડે. છતાં કોઈ આપણને વિષયાસક્ત કહે એ ગમે કે અજ્ઞાની કહે એ ગમે ? સુખનો રાગ તોડવા માટે થોડું થોડું દુઃખ વેઠવાની શરૂઆત કરવી પડશે. દુ:ખ વેઠીશું તો દુ:ખ કોઠે પડશે અને સુખ ભોગવીશું તો સુખ દાઢે વળગશે, જિંદગીમાં નહીં છૂટે. પહેલાં જરૂરિયાતના કારણે લીધું હોય પછી ફાવે છે માટે લે, અન્તે છૂટતું નથી માટે છોડે નહીં - એ દશા આવે. આજે આપણે વિધિપૂર્વકનું અનુષ્ઠાન નથી કરતા તે થતું નથી માટે કે ફાવતું નથી માટે ? અત્યન્ત વિષયાસક્ત હોવા છતાં વિધિ પ્રત્યે બહુમાનવાળા હોય છે તે ‘વિધિવત્તુમાળા ધન્ના’ થી જણાવ્યું છે.
* આજે જેને વિધિનું જ્ઞાન મળ્યું છે એનો એને ઉપયોગ નથી અને જેને નથી મળ્યું એને એની જરૂર નથી માટે અનન્તજ્ઞાનીઓની દષ્ટિએ વિધિ પ્રત્યે દ્વેષ છે – એમ જ માનવું રહ્યું.
* વિધિપૂર્વક ધર્મ કર્યો હોય તો ધર્મ થોડો થાય અને અવિધિપૂર્વક કર્યો હોય તો ધર્મ વધારે થાય એવી આપણી વૃત્તિ હોવાથી આપણે અવિધિ ચલાવીએ છીએ ને ? વિધિપૂર્વક ધર્મ કરવો હોય તો ઈચ્છાઓ પર અને બિનજરૂરી પ્રવૃત્તિ પર પણ કાપ મૂકવો પડે. વિધિપૂર્વક માથું કરવા જવું હોય તો કેટલી વાર જવાય ? અને અવિધિપૂર્વક માથું કરવા જવું હોય તો કેટલી વાર જવાય ?
* જે ધર્મ કરીએ છીએ એનું તો જ્ઞાન છે જ ને ? અને ભવિષ્યમાં જે ધર્મ કરવાનો છે એનું પણ જ્ઞાન મેળવી લેવું છે – એટલો પણ અધ્યવસાય છે ?
* વિધિમાર્ગના આરાધક જીવો ‘લોકો શું કહેશે’ એની સામે જોતા નથી.
* આ ભવમાં મોક્ષે જવાની તૈયારી કરીએ તો કદાચ આવતા ભવમાં ઠેકાણું પડશે. આવતા ભવ ઉપર રાખીશું તો ક્યારે ઠેકાણું પડશે – તે કહેવાય નહીં. ઉઘરાણી લેવા જતી વખતે કેટલી મુદ્દત રાખો ? અત્યારે ને અત્યારે જ જોઈએ ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૧૨
Page #114
--------------------------------------------------------------------------
________________
* વિધિપૂર્વકની આરાધનાનું સત્ત્વન હોય ત્યારે તરવા માટેના આલંબન તરીકે વિધિબહુમાન બતાવ્યું. ખાવાનું ભાવતું ન હોય, ખાવાનું સત્ત્વ ન હોય ત્યારે ખાવાનું બહુમાન તો હોય ને ? રમવાનું સત્ત્વ ન હોય ત્યારે રમવાવાળા પ્રત્યે બહુમાન હોય ને ? એની સામે ને સામે જુઓ-એ શું સૂચવે છે? બહુમાન જ ને ? ભિખારીને ખાવા ન મળે ત્યારે ખાનારની સામે ટગર ટગર જોયા કરે તેવી રીતે વિધિપૂર્વક ક્રિયા કરનારની સામે જોયા કરીએ ત્યારે સમજવું કે – વિધિ પ્રત્યે બહુમાન છે. આજે તો કોઈને કાઉસ્સગ્નમાં વાર થાય તો “સ્કૃતિ રાખો, પ્રમાદ ન લેવો, ટાઈમસર ક્રિયા કરવાનું શીખો....' વગેરે સૂચનાઓ અપાય ને ? આ બહુમાન ન કહેવાય. શુદ્ધ ક્રિયા કરનારને જોયા પછી પગમાં પડવાનું મન થાય તો સમજવું કે – વિધિબહુમાન છે.
* અવિધિનું આચરણ કરવા છતાં કોઈ આંગળી નથી અડાડતું તે આપણા પુણ્યમાં ખામી આવી માટે. કરુણાસંપન્ન માણસનો હજુ આપણને ભેટો થયો નથી. જે એવાનો ભેટો થઈ જાય તો આપણને કાંડું પકડીને અવિધિમાંથી બહાર કાઢત. વિધિનું જ્ઞાન મળે અને એ મુજબ આચરણ કરીએ એ આ ભવમાં તો લગભગ શક્ય નથી ને ?
* મોક્ષની ઉક્ટ ઈચ્છા હોય તેને સાધન પ્રત્યે રાગ ન હોય એવું ન બને.
* આજે બીજાનું વચન જેટલું માનવું ગમે છે તેટલું ભગવાનનું વચન માનવું ન ગમે ને ? સામાન્ય કોટિના માણસનું માનવું ગમે અને ઊંચામાં ઊંચા દેવતત્ત્વની વાત માનવી ન ગમે તો માનવું પડે ને કે નશીબ ફૂટ્યાં છે?
સ. ભગવાનનું વચન એટલે?
સંસારના સુખ પ્રત્યે રાગ ન કરવો એ ભગવાનનું વચન, દુઃખ પ્રત્યે દ્વેષ ન કરવો એ ભગવાનનું વચન, સાત વ્યસન વગેરે અનાચાર ન સેવવા એ ભગવાનનું વચન, મોક્ષનાં સાધનોને અપ્રમત્તપણે સેવવાં એ ભગવાનનું વચન. ભગવાનનું વચન ન ગમે તોપણ તારક છે માટે માની લેવું છે – આટલું નક્કી કરવું છે? ઘરના લોકોનું વચન પણ ઘણી વાર ગમતું ન હોવા છતાં માન્યા વગર ચાલે એવું નથી માટે માની લઈએ ને ? તેમ અહીં પણ ભગવાનનું વચન માન્યા વગર નિસ્તાર નથી માટે ભગવાનનું વચન માની લેવું છે – આટલું પણ બને ખરું?
* આજે આપણા માટે વિધિનું જ્ઞાન મેળવવું સહેલું છે, વિધિ મુજબ આરાધના કરવી પણ સહેલી છે. પરંતુ એ વિધિમાર્ગ પ્રત્યે બહુમાન જાળવવું અને વિધિમાર્ગને
૧૧૩
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #115
--------------------------------------------------------------------------
________________
દૂષિત ન કરવો : આ સહેલું નથી. માર્ગની આરાધનાની પ્રવૃત્તિ કરવાની નહિ અને છતાં બહુમાન ટકી રહે : આ સહેલું છે? સુખની આસતિ ભયંકર હોય તેમ જ અજ્ઞાન પણ હોય, શરીરની શક્તિ ન હોય છતાં બહુમાન ટકી રહે – એ ઉત્કટ કોટિના રાગ વગર શક્ય નથી. આવા ઉત્કટ કોટિના રાગ વગર તમે અને અમે ધર્મની આરાધના શરૂ કરી હોવાથી એનું પરિણામ કેવું આવ્યું છે તે તો આપણે નજરે જોઈ રહ્યા છીએ.
* આજે જે કાંઈ અવિધિ દેખાય છે તે અવિધિ થઈ જાય છે કે અવિધિ કરીએ છીએ? વિધિનું બહુમાન જાળવવું હજુ સહેલું છે પણ વિધિની અદૂષકતા તો એનાથી પણ કઠિન છે. જે વિધિ પાળી ન શકે તેના પર આંતરિક પ્રીતિ હજુ જળવાય, પણ જે કાંઈ અવિધિ આપણે આચરીએ તેનો બચાવ કર્યા વગર ન રહીએ ને? આપણે જે કરીએ છીએ તે બરાબર છે આવો આગ્રહ આપણે અવિધિનો બચાવ કરવાનું શીખવે છે અને અવિધિનો બચાવ એનું જ નામ વિધિમાર્ગની દૂષકતા. આપણી અવિધિનો બચાવ કરવાને બદલે તેની કબૂલાત કરતાં શીખી લઈએ તો વિધિમાર્ગની દૂષકતાથી બચી શકાય. આપણે સત્ત્વશાળી ભલે ન હોઈએ પણ જે સત્ત્વશીલ હોય તે આપણને ગમે ને ? આપણી સત્ત્વશીલતાની ખામી છે - એવું લાગે ને ? કોઈ પણ માણસ આપણી ભૂલ બતાવે ત્યારે પ્રામાણિકપણે તેનો સ્વીકાર કરવાની સરળતા જોઈએ. આટલી પ્રામાણિક્તા હોય તે વિધિની દૂષકતાના પાપથી બચી શકે. શ્રી આચારાંગસૂત્રમાં પણ જણાવ્યું છે કે જેઓ આચારથી બકુશકુશીલ છે તેઓ આચારથી તો બાલ છે અને એની સાથે જ પોતાના એ બાલીશ આચરણના બચાવમાં ઊભા રહે તો સાથે બીજી પ્રરૂપણાની બાલતાને પણ તેઓ પામે છે. આવી બીજી બાલતા – મૂર્ખતાને આચરવી ન હોય તો અવિધિના બચાવમાં ઊભા રહેવાની ટેવ કાઢી નાખવી.
* વિધિનું જ્ઞાન અને આરાધના, બહુમાનપૂર્વક કરવામાં આવે તો સૌથી સારું છે. આપણા માટે એ વિધિપરાયણતા તો કઠિન છે પણ એ પરાયણતાના અભાવમાં જે વિધિનું બહુમાન જાળવવાનું અને અવિધિનો બચાવ ન કરવાનું જણાવ્યું છે તે પણ આપણા માટે કઠિન છે. આથી એને માટે આપણે વિશેષ પ્રયત્ન કર્યા વિના નહિ ચાલે. વિધિ આચરવાનું સત્ત્વ ન પ્રગટે ત્યાં સુધી વિધિની અદૂષકતા માટે જરૂરી પ્રામાણિક્તા અને વિધિના બહુમાન માટે જરૂરી આંતરિક પ્રીતિ તો કોઈ પણ સંયોગોમાં કેળવી લેવી
+ રોગ ગમે તેટલો ભયંકર હોય તો પણ ડોક્ટરની રાહ જોઈએ ને? જ્યારે અહીં ગુરુની રાહ જોઈએ ખરા ? ચિકિત્સા માટે જેટલો વિધિનો આગ્રહ છે એટલો અહીં નથી.
૧૧૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #116
--------------------------------------------------------------------------
________________
* આચાર્યભગવન્તને વ્યાખ્યાનમાં એક સ્થાનકવાસી ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે મુહપત્તીના ઉપયોગ વિના બોલો છો માટે આપની ભાષા સાવદ્ય કહેવાય ને? ત્યારે આચાર્યભગવત્તે કહ્યું હતું કે મુહપત્તીના ઉપયોગ વગર બોલવું તે સાવધ ભાષા છે પણ મુહપત્તી બાંધવી જોઈએ એ પ્રમાણે બોલવું તે ઉસૂત્રભાષણ છે.
* જેઓ વિધિમાર્ગને દૂષિત કરતા નથી તેઓ પણ વિશુદ્ધિને પામેલા હોવાથી આસન્નભવ્ય છે. જેઓ શુદ્ર છે, ક્ષુદ્ર વચનોને બોલનારા છે તેમના માટે વિધિમાર્ગની પુષ્ટિ અને અવિધિના ઉમૂલનની દેશના એ સિંહના નાદ જેવી છે. જેમ સિંહનો નાદ સાંભળી શુદ્ધ જંતુઓ ત્રાસી ઊઠે છે તેમ આવા વિધિના અદૂષક એવા વિધિપ્રરૂપકની દેશના સાંભળી શુદ્ધસત્ત્વવાળા જીવો ત્રાસી ઊઠે છે. આપણો નંબર આમાં નથી ને ?
* આ રીતે વિધિપક્ષનો ઉપસંહાર કરતાં પૂજા બાદ વંદન કરવું જોઈએ - આ વચનને અનુસાર વંદનના ઉપદેશને ૨૯ મી ગાથાથી જણાવે છે.
ગાથા ૨૯ : આથી આગમની વિધિપૂર્વક, ભક્તિના સમુદાયથી ઉલ્લસિત એવા ઘણા રોમાંચિત શરીરવાળા થઈને તે ત્રણે ભુવનમાં વંદનીય એવા તીર્થંકરભગવન્તને તમે પરમભક્તિથી વંદન કરો ... આના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે બહુમાન અને ભક્તિ વગર જે નમસ્કાર કરવામાં આવે તે દ્રવ્યવંદન હોવાથી તેના કારણે નીચગોત્ર કર્મ, ચારિત્રમોહનીય કર્મ, વીર્યાન્તરાય કર્મ વગેરેની નિર્જરા થતી નથી. પરમાત્માના વંદનનો વિધિ :
* પરમાત્માને વંદન કઈ રીતે કરવું તેનો વિધિ જણાવે છે કે – પાંચ પ્રકારના અભિગમ સાચવવા દ્વારા જિનાલયમાં જવું. પુષ્પમાળા વગેરે સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવો. પૂજામાં ઉપકરણરૂપે જે સચિત્ત દ્રવ્યો હોય તેનો નિષેધ નથી. પોતાના શણગાર માટેનાં ઉપકરણો હોય તે સચિત્ત ન હોવાં જોઈએ : આ પહેલો અભિગમ છે. અચિત્ત અલંકારાદિનો ત્યાગ ન કરવો : આ બીજો અભિગમ છે. ત્રીજો અભિગમ છે મનની એકાગ્રતા જાળવવી. આ અભિગમ આપણને ન ફાવે ને ? આજે મોટા ભાગના લોકોની ફરિયાદ છે કે મનની એકાગ્રતા રહેતી નથી. આપણે પૂછવું પડે કે એકાગ્રતા રહેતી નથી કે રાખવી નથી ? ભાવ આવતા નથી કે ભાવ લાવવા નથી ? ભાવ લાવવા હોય તો તેનો એક જ ઉપાય છે કે પરમાત્માને યાદ કરી લેવા. સંસારનાં અનિવાર્ય કાર્યો કરતી વખતે પણ જે પરમાત્માને યાદ કરીએ તો ત્યાંનો રસ ઘટી જાય. પરમાત્માની આજ્ઞાનું સ્મરણ કરીએ તો અશુભ ભાવોનો પારો ઊતરી જાય. સંસારનાં કાર્યો કરવાં જરૂરી હોય
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૧૫
Page #117
--------------------------------------------------------------------------
________________
એ બને, પણ એ કાર્યોમાં રસ લેવો જરૂરી ખરો ? મનને એકાગ્ર કરવાનો ઉપાય આ જ છે કે પરમાત્માની આજ્ઞાનો વિચાર કરવો. જે અશુભ પરિણામ ટાળવા હોય તેના પ્રતિપક્ષી એવા શુભ ભાવોના વિચારોમાં મનને પ્રયત્નવિશેષે પણ જોડવું. એક વસ્તુમાં મનના અવસ્થિત પરિણામ તેનું નામ એકાગ્રતા. એક વિષયમાંથી મનના પરિણામ ખસવા ન દેવા તેનું નામ એકાગ્રતા. ચોથો અભિગમ છે : ભગવાનના દર્શન થતાંની સાથે મસ્તકે હાથ જોડી અંજલિથી પ્રણામ કરવો. આ જ કારણે દેરાસરમાં મુખ્ય બારણેથી પ્રવેશ કરવો. બાજુનો દાદરો નજીક પડતો હોય તોપણ ત્યાંથી ન ચઢવું. ગભારાની સામેથી ચઢવું.
સ. મુખ્ય બારણે જગ્યા ન હોય તો?
તો મુખ્ય બારણેથી પરમાત્માનાં દર્શન કરીને બાજુથી ચઢવું. તમારા માટે કાંઈક માર્ગ તો કાઢવો પડે ને ? દરેક જણ મર્યાદા પાળે તો આવા પ્રશ્નો ઉપસ્થિત જ ન થાય. સાત-સાત રસ્તા ભેગા થતા હોવા છતાં એક પણ અકસ્માત ન થાય તેનું કારણ શું? બધા જ મર્યાદામાં રહે માટે ને? તો અહીં પણ બધા જ વિધિ જાળવે તો કોઈ વિકલ્પ ન રહે. પાંચમો અભિગમ છે એકશાટક ઉત્તરાસંગ રાખીને જવું. ઉત્તરીય વસ્ત્ર તરીકે સાંધ્યા વગરનું એક વસ્ત્ર-ખેસ ઓઢીને જવું. એ સિવાય બીજું એકે વસ્ત્ર ન પહેરવું. અભિગમ એટલે પરમાત્માની સન્મુખ જવાનો ઉપાય. જેના વડે પરમાત્માની સન્મુખ જવાય તેનું નામ અભિગમ. (નિની મામિમુદ્દેને ખ્યતે નેન તિ મામ:I)
* ઉત્કટ કોટિની ઈચ્છા ન હોય અને મનમાં બહુમાનભાવ ન હોય તો પરમાત્માના વંદનનું વિવક્ષિત ફળ નહિ મળે. પૂજા રોજ કરીએ છીએ માટે તેમાં ઉપેક્ષા સેવાય છે – આ દલીલ વ્યર્થ છે. નામું રોજ લખો છતાં તેમાં ઉપેક્ષા સેવાય ? ડાબાનું જમણું કરો ? બહુમાન અને તરવાના ભાવ વિનાની કિયાઓ ભલીવાર વિનાની હોય તેમાં શી નવાઈ ?
* પ્રકારાન્તરે પાંચ અભિગમ શ્રેષ્ઠ એવાં રાજાઓનાં ચિહનોને આશ્રયીને બતાવ્યા છે. ખડ્ઝ (તલવાર), છત્ર, મોજડી, મુકુટ અને ચામર : આ પાંચનો ત્યાગ કરી મંદિરમાં જવું. દશત્રિક : નિશીહિત્રિક :
* પાંચ અભિગમ પછી દ્વારગાથાના અનુક્રમે દશ ત્રિક જણાવી છે. ત્રણ નિશીહિ : અગ્રદ્વારમાં, મધ્યમાં અને ગભારામાં પેસતા-એમ ત્રણ સ્થાનમાં કહી છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૧૬
Page #118
--------------------------------------------------------------------------
________________
દેરાસરના મુખ્ય દ્વારમાં પહેલી, બીજી રંગમંડપમાં પેસતા અને ત્રીજી નિસીહિ ગભારામાં પેસતા કહેવી. સાવઘવ્યાપારના નિષેધ વડે નિવૃત્ત એવી નૈષિધિકીને નિશીહિ કહેવાય.
પ્રદક્ષિણાત્રિક :
* પ્રદક્ષિણા એટલે ક્ષિતાવારગ પ્રતિ યાક્રિયાનું તા: પ્રક્ષિTI:I. જમણેથી ડાબે જવાનું જે ક્રિયામાં છે તે પ્રદક્ષિણા. કેટલાક લોકો પ્રદક્ષિણા આપવાનું વિહિત નથી એમ કહે છે, તેમની વાત ઉપેક્ષણીય છે. કારણ કે સાક્ષાત્ પરમાત્માને જેમ પ્રદક્ષિણા દેવાય તેમ તેઓશ્રીની પ્રતીતિ કરાવનાર સ્થાપનાને પણ પ્રદક્ષિણા દેવી જોઈએ. શ્રી જીવાભિગમસૂત્રમાં વિજયનામના દેવની વક્તવ્યતામાં પ્રતિમાની પ્રદક્ષિણા સાક્ષાત્ જણાવી છે.
* ગાથા ૩૬ : આ રીતે ઉપયોગપૂર્વક-પ્રણિધાનપૂર્વક જે મનુષ્ય દસત્રિકથી યુક્ત થઈ ત્રિકાળ ભગવાનને વંદન કરે તે શાશ્વત સ્થાનને પામે છે. દેવલોકમાં જવું એ પૂજાનું ફળ નથી. શુભ ભાવથી પૂજા કરવાથી આઠ કર્મોનો નાશ થાય છે. આજ્ઞા મુજબનું અનુષ્ઠાન કરીએ અને શુભ ભાવથી કરીએ તો આઠે ય કર્મોનો નાશ થયા વિના ન રહે. આઠ કર્મોનો નાશ થાય તે જ શાશ્વતપદે પહોંચે. આપણે મોક્ષમાં ન જઈએ અને દેવલોકમાં જઈએ તો માનવું પડે ને કે આપણે શુભ ભાવથી ક્રિયા કરી નથી? દેવલોકમાં તે જાય કે જેણે જાણતાં કે અજાણતાં મોક્ષસાધક ઉપાયનું સેવન ન કર્યું હોય. જે મોક્ષસાધક ઉપાય સેવતાં આવડે તો આ સંસારમાં રહીએ નહિ, મોક્ષે જ પહોંચી જઈએ. દેવલોક મળે પણ મોક્ષ ન મળે તો તે દેવલોક શું કામનો ? સારું સારું ખાવા મળે તોય આરોગ્ય ન મળે તો બરાબર નહિ ને? જો ભગવાનની આજ્ઞાનો આટલો પ્રભાવ હોય કે તેના યોગે અવિલંબે મોક્ષે પહોંચી શકાય તો એટલું નક્કી કરવું છે કે શરીર પડી જાય તોય વાંધો નહિ પણ આજ્ઞાને ધક્કો લાગવો ન જોઈએ. શરીર કામ ન આપે તો અનશનની તૈયારી કરવી જોઈએ કે શરીરને ટકાવવા માટે મહેનત કરવી જોઈએ?
* વર્તમાનમાં આપણે ધર્મ ઘણો કરીએ છીએ છતાં શાસ્ત્રકારોની વાતો સાંભળતાં તો એમ લાગે કે આપણે ધર્મ કર્યા વિના જ અહીંથી જવાના.
* ભગવાનના વંદનથી અને પૂજાથી શાશ્વત પદ મળે છે – એવું જાણ્યા પછી જેને શાશ્વતપદ જોઈએ તે પૂજામાં તન્મય બન્યા વિના ન રહે ને ? જેને ખાવું છે, રમવું છે, ભણવું છે, કમાવું છે.... તે તેના ઉપાયમાં તલ્લીન બન્યા વિના રહેતો નથી. કારણ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૧૭
Page #119
--------------------------------------------------------------------------
________________
કે પ્રણિધાન વિના કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ મળતી નથી. આથી જ તો પ્રણિધાન વિનાની ક્રિયાને તુચ્છ કહી છે, દ્રવ્યકિયા કહી છે. ભાવનો અભ્યાસ પાડવાનો ઈરાદો હોય તો તે પ્રધાન દ્રવ્યક્રિયા કહેવાય. પણ એટલો ય ઈરાદો ન હોય તો તે અપ્રધાન દ્રવ્યક્રિયા કહેવાય. ઈરાદો જેનો સારો હોય તેને અનુકૂળ સામગ્રી પણ પ્રાયઃ મળ્યા વિના ન રહે. અત્યાર સુધી આપણને મળ્યું નથી તેનું કારણ એક જ છે કે આપણને ઈચ્છા જ નથી. સાચા દિલની ભાવના હોય તો સંયોગો પણ સામેથી ઊભા થયા વિના પ્રાય: ન રહે.
પૂજાવિક :
પુષ્પ, નૈવેદ્ય અને સ્તુતિ ભેદથી ત્રણ પ્રકારે પૂજા છે. અહીં શિષ્ય શંકા કરે છે કે “પહેલાં આઠ પ્રકારની કે અનેક પ્રકારની પૂજા કહી હતી હવે ત્રણ પ્રકારની પૂજા કહો છો તો તેમાં વિરોધ કેમ નથી આવતો?” આપણે આ શંકા કરવાની પદ્ધતિ શીખવાની જરૂર છે. શિષ્ય એટલું તો સ્વીકારી જ લીધું છે કે વિરોધ આવતો નથી. હવે ક્ત એટલું જ પૂછવું છે કે વિરોધ નથી છતાં મને વિરોધજેવું કેમ લાગે છે – તે જણાવો. આને વિનયપૂર્વકની પૃચ્છા કહેવાય છે. આજે આપણે હોઈએ તો શું પૂછીએ? આમાં વિરોધ આવે છે – એવું કહીએ ને? આનું નામ ઉદ્ધતાઈ છે. ગ્રંથકારની વાત સમજવાનો ભાવ હોય તો તેને જિજ્ઞાસા કહેવાય. તેમની વાત કાપવાનો ભાવ હોય તો તેને ઉદ્ધતાઈ કહેવાય. “આ શું કર્યું ?' એમ પૂછીએ અને “આવું શા માટે કર્યું?' એમ પૂછીએ એ બેમાં ફરક પડે ને ? શું કર્યું-એમાં ઉદ્ધતાઈ વર્તાય છે અને શા માટે કર્યું એમાં જિજ્ઞાસાભાવ જણાય છે. અવિનયપૂર્વક પૂછીએ તો આચાર્યભગવન્ત જવાબ ન આપે. વિનયપૂર્વક પૂછ્યું હોય તો ગમે તેટલી શંકાઓનો જવાબ આચાર્યાદિ ભગવન્ત આપ્યા વિના ન રહે.
* અહીં શિષ્યની શંકાનું નિરાકરણ કરતાં જણાવે છે કે આઠ પ્રકારની પૂજા ત્રણમાં સમાઈ જાય છે. પુષ્પપૂજા એ અંગપૂજાનું ઉપલક્ષણ છે. તેથી પુષ્પપૂજાથી અભિષેક-જલપૂજા, સમાત્રમ-વિલેપનપૂજા, મંડન-આંગી અલંકાર વગેરે શોભા કરવી, ગંધ-સુગંધી દ્રવ્ય, ધૂપપૂજા (ધૂપથી અંગને વાસિત કરવાનું હોવાથી તેનો સમાવેશ અંગપૂજામાં થાય), વસ્ત્રાભરણ.... વગેરે અંગને લગતી પૂજા અંગપૂજા કહેવાય, તે બધાનું ગ્રહણ કરાયું છે. આમિષ એટલે નૈવેદ્ય, તે અગ્રપૂજાનું ઉપલક્ષણ છે. અક્ષત, ફળ, ઈશ્કજલ (શેલડીના સાંઠા), દીપપૂજા, નૃત્યપૂજા, રાંગોળી, તોરણાદિથી મંદિરનો
૧૧૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #120
--------------------------------------------------------------------------
________________
શણગાર..... આ બધું અગ્રપૂજામાં સમાય અને સ્તુતિથી ભાવપૂજા સમજવી. ૧થી માંડીને ૮, ૨૪, ૩૨, ૫૦, ૧૦૮ શ્લોકથી સ્તવના કરવી તે ભાવપૂજા.
* અવસ્થાત્રિક :- છત્મસ્થ(પિંડસ્થ), કેવલી(પદ0), સિદ્ધ(રૂપરહિત) : આ ત્રણ અવસ્થાનું પરિભાવન કરવું. કોઈ ઠેકાણે રાજ્યાવસ્થા સુધીની પિંડસ્થ અવસ્થા જણાવી છે. સંયમ અવસ્થા એ કેવળીપણાનું કારણ હોવાથી તેનો સમાવેશ પદસ્થમાં ર્યો છે. સામાન્યથી; અભિષેક કરતી વખતે છર્ભસ્થ અવસ્થાનું પરિભાવન કરવું. અલંકાર ચઢાવતી વખતે અષ્ટ મહાપ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશય, પાંત્રીસ ગુણ વગેરે કેવલી અવસ્થાનું પરિભાવન કરવું અને સ્તવના વખતે સામાન્યતઃ અરૂપી-સિદ્ધાવસ્થાનું પરિભાવન કરવું.
* વર્ણત્રિક :- વર્ણ, અર્થ અને આલંબન : એ વર્ણાદિત્રિક છે. વર્ણમાં વ્યાવિદ્ધ-ભેગું ભેગું બોલવું, વ્યત્યાગ્રેડિત-આઘુંપાછું બોલવું, આદિથી હીન કે અધિક અક્ષર બોલવો.. આ બધા દોષોથી રહિતપણે સૂત્રનું ઉચ્ચારણ કરવું. એ સૂત્રના અર્થનું જ્ઞાન મેળવી તેનું સૂત્રોચ્ચારણ વખતે પરિભાવન કરવું અને આલંબન એટલે પરમાત્માની પ્રતિમાજીનું આલંબન લેવું.
* પ્રણિધાનત્રિક - સંવેગરસથી વ્યાપ્ત એવા અંતઃકરણની જે સ્થિરતા તેને મનનું પ્રણિધાન કહેવાય છે. સંવેગ એટલે મોક્ષનો અભિલાષ. એક ઠેકાણે દેવગુરુધર્મ પ્રત્યેનો જે શ્રદ્ધાતિશય તેને સંવેગ કહ્યો છે. આજે સંવેગ છે કે નહિ-એ પણ વિચારવું પડે એવું છે. એ સંવેગનો રસ આવે અને એ રસથી અનુવિધ એવું અંતર બને અને એમાં પાછી સ્થિરતા આવે-આટલા સુધી પહોંચવાનું કામ કરે છે. અનુવિદ્ધ એટલે એક પણ પ્રદેશ બાકી ન હોય તેવું-રગેરગમાં વ્યાપ્ત. સાતે ધાતુમાં સંવેગનો રસ વ્યાપી ગયો હોય તેનું નામ અનુવિદ્ધ. આજે આપણી ક્રિયાઓમાં મોક્ષનો અભિલાષ જણાય ખરો ? આપણે જે કાંઈ ક્રિયા કરીએ તે મોક્ષસાધક જ હોય ને? એટલું પણ ખાતરીપૂર્વક કહી શકો કે એક પણ પ્રવૃત્તિ મોક્ષબાધક તો નહિ જ બને ? મોક્ષને બાધા પહોંચે એવી એક પણ પ્રવૃત્તિ કરવી નથી. સંસાર છૂટે નહિ એ બને પણ સંસાર વધે એવું તો એક પણ પગલું ભરવું નથી એટલું તો બને ને ?
સ. મોક્ષનો પુરુષાર્થ નબળો છે. નબળો હોય તો ય વાંધો નહિ. મારે તો કહેવું છે કે અવળો પુરુષાર્થ ચાલુ છે.
૧૧૯
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #121
--------------------------------------------------------------------------
________________
સ. સવળો પુરુષાર્થ કોને કહેવાય ?
માર્ગાનુસારીમાંથી સમકિતી, સમકિતીમાંથી દેશવિરતિધર, દેશવિરતમાંથી સર્વવિરતિધર બનવું તેમ જ સર્વવિરતમાંથી વીતરાગ બનવા માટેનો પુરુષાર્થ તે સવળો પુરુષાર્થ. જે ગુણઠાણે હોઈએ તેનાથી આગળના ગુણઠાણે પ્રયાણ કરવું તે સવળો પુરુષાર્થ. જે ગુણઠાણું છોડીને ગયા ત્યાં પાછા આવવું તે અવળો પુરુષાર્થ. જે સુખ છોડીને આવ્યા તે પાછું લેવા મથવું તે અવળો પુરુષાર્થ. આજે આપણે આ ભવમાં જ એવાં પરાક્રમ કર્યો છે કે એ ભોગવતાં ય દમ નીકળી જાય એવું છે, તો પૂર્વનાં પાપોની શી વાત કરવી ? આ મનુષ્યજન્મ પામીને સુખ ભેગું કરવા મહેનત કરી કે સુખ છોડવા ? અવિરતિ ખપાવવા માટે આ જન્મ છે કે અવિરતિ બાંધવા? અવિરતિ ખપાવવા માટે સુખ ભોગવવાનું બંધ કરવું પડશે. સુખ ભોગવવા માટે પુણ્ય જોઈએ, સુખ છોડવા માટે પુણ્યની જરૂર જ નથી. વસ્તુ મેળવવી એ પુણ્યાધીન છે, વસ્તુ છોડવી એ કર્માધીન છે કે પુરુષાર્થને આધીન છે?
સ. ભરત મહારાજાના પરિણામ કેવા હતા?
આપણે સમજી ન શકીએ તેવા ! ભોગોને રોગ જેવા માનીને ભોગવતા હતા. ભોગની કલ્પનામાં પણ આનંદ આવતો હોય તે ભોગને રોગજેવા કઈ રીતે માની શકે ? ભોગોનો ત્યાગ કરવા છતાં હૈયામાં ભોગો હોય તેને ભરત મહારાજાના પરિણામ નહિ સમજાય. એ મહાપુરુષો તો એવા હતા કે તેમનું મોઢું બગડેલું ન દેખાય પણ ભોગો ભોગવતાં હૈયું રડ્યા વિના ન રહે.
સ. અમે ભોગને રોગ જેવા માની શકીએ એવું નથી.
તો એ ભોગોને ભોગવવાનો અખતરો કરવા જેવો નથી. જે પુણ્ય આસક્તિ કરાવે એવું હોય તે પુણ્ય ભોગવવા બેસવું નથી, છોડી દેવું છે. જે દવા રિએક્શન (આડઅસર) કરે તે દવા લો કે બંધ કરો ? અવિરતિને છોડીને વિરતિ તરફ પ્રયાણ કરવું તે જ મોક્ષસાધક ઉપાય. શક્તિ ન હોય તો શક્તિ મેળવી લેવી છે, ઉલ્લાસ ન હોય તો ઉલ્લાસ કેળવી લેવો છે, સહનશીલતા ન હોય તો તે કેળવી લેવી છે. એના બદલે આજે શક્તિ હોવા છતાં છુપાવવાનું કામ ચાલુ છે, ઉલ્લાસ જાગે તો ય દબાવી દઈએ છીએ અને સહનશીલતા હોવા છતાં સહન કરવું નથી, ક્રોધ કરવો છે !! ક્યાંથી ઠેકાણું પડે ?
* શ્રી નંદીષણમુનિનું કર્મ નિકાચિત હતું એથી પુરુષાર્થ કરવા છતાં નિષ્ફળ ગયા. આજે આપણે પુરુષાર્થ જ કેવો કરીએ છીએ ? તેમણે તો સંયમ મૂક્યું છતાં
૧૨૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #122
--------------------------------------------------------------------------
________________
અભિગ્રહ લીધો હતો કે દસને પ્રતિબોધ કર્યા વગર મોઢામાં પાણી ન નાંખવું. આપણી પાસે એટલું સત્ત્વ ન હોય તોપણ સંયમ લેવા માટે રોજ દસ ગાથા કરીને નવકારશી કરવી, એક સામાયિક કર્યા વિના મોઢામાં પાણી નથી નાંખવું – આટલો નિયમ લઈ શકીએ ને ? સવારની નવકારશી બંધ કરીએ તો દસ ગાથા કરી શકાય. બપોરનું ભોજન બંધ કરો તો મધ્યાહ્નની પૂજા કરી શકાય અને રાતનું ભોજન ટાળો તો પ્રતિક્રમણ કરી શકાય એવું છે : શું કરવું છે ?
* સંસાર ભૂંડો નહિ લાગે ત્યાં સુધી મોક્ષની રુચિ નહિ જ જાગે. પાપથી દુ:ખ આવશે માટે પાપ નથી કરવું- એમ માત્ર દુઃખના કાયર બનાવવા માટે નથી કહેવું. દુ:ખ ભોગવવા માટે તૈયાર થયા વિના નહિ ચાલે. ભય તો સંસારનો જોઈએ. અવિરતિ ભોગવીશું તો સંસારમાં રખડવું પડશે આ ભયથી અવિરતિનો ત્યાગ કરવો છે.
* વચનપ્રણિધાન – પ્રતિકુંચિતાદિ દોષરહિતપણે તાત્ત્વિક વચન બોલવાં : તે વચનપ્રણિધાન. શક્તિની, આવડતની, ભાવની ચોરી કરવી તે પ્રતિકુંચિત દોષ, શક્તિ હોવા છતાં સ્પષ્ટ ન બોલવું, ઊંચા સ્વરે ન બોલવું, આદરપૂર્વક ન બોલવું, વિનયબહુમાનપૂર્વક ન બોલવું, વાંકું બોલવું – તે પ્રતિકુંચિતદોષ.
* કાયપ્રણિધાન – નિભૃતઅંગોપાંગ. શરીરનાં પ્રત્યેક અંગો નાચી ઊઠે, પુલકિત બની જાય, મોઢું હર્ષના ઊભરાથી હસુહસુ થઈ જાય, રોમાંચ ખડા થઈ જાય, ભૂમિ પર માત્ર સ્પર્શ ન કરતાં સ્થાપન કર્યું હોય તે રીતે મસ્તકાદિને નમાવવું-તે કાયપ્રણિધાન.
ન
* પરમાત્માના વચનની સ્થિરતા મનની સ્થિરતાને લાવે છે.
ન
* જેની પૂજામાં ભલીવાર ન હોય તેને વિધિ પ્રત્યે બહુમાન નથી એમ માનવું જ પડે. શક્તિ ન હોય કે સંયોગો કપરા હોય તેની વાત જુદી પણ શક્તિસંપન્ન અને અનુકૂળ સંયોગો હોવા છતાં પૂજા ગરબડવાળી કરે તો તે બહુમાનની ખામીને જ સૂચવે
છે.
* જેને આખી દુનિયા ફીકી લાગે તેને પરમાત્માની પૂજામાં આનંદ આવે. પૂજા વગેરે અનુષ્ઠાન કરતી વખતે જેટલું થયું તેટલું પુણ્ય એવું માનવાના બદલે જેટલું બાકી રહ્યું છે અર્થાત્ જેટલી આજ્ઞા પાળી નથી તેટલું પાપ છે-એટલું યાદ રાખવાની જરૂર
છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૨૧
Page #123
--------------------------------------------------------------------------
________________
* આ સૂત્રમાં નિસાહિની જે વિધિ બતાવી છે તે ભાષ્યમાં બતાવેલ વિધિ કરતાં જુદી છે. ત્યાં ત્રીજી નિશીહિ ચૈત્યવંદન વખતે બોલવાની કહી છે. એમાં કોઈ વિરોધ નથી. બે ગ્રંથમાં બે પ્રકારના વિધિ બતાવેલા હોય અને બંન્ને ગ્રંથો જે પ્રામાણિક હોય તો બેમાંથી એકે વિધિનો નિષેધ ન કરી શકાય. આપણે ગીતાર્થ ગુરુભગવન્તની આજ્ઞા મુજબ તેમાંથી કોઈ પણ વિધિનું પાલન કરીએ તો તે નિર્દષ્ટ છે. આ જ રીતે આગળ-અન્યત્ર પણ સમજવું.
* ગાથા ૪૦ થી ૪૪ : અહીં આ ગ્રંથમાં સ્તવપાઠ યોગમુદ્રાએ બોલવાનું વિધાન છે. આથી શિષ્ય શંકા કરે છે કે સ્તવ તરીકે લોગસ્સ યોગમુદ્રાએ બોલવો પણ નમુત્થણં સૂત્ર તો જીવાભિગમસૂત્રમાં બતાવ્યા પ્રમાણે ડાબો ઢીંચણ સહેજ ઊંચો રાખી, જમણો ઢીંચણ ભૂમિ પર સ્થાપી, લલાટ પર અંજલિ જોડીને બોલવું જોઈએ. ત્યારે ગ્રંથકારશ્રી તે શંકાનું નિરાકરણ કરતાં જણાવે છે કે નમુત્યુસંસૂત્ર એ જ રીતે બોલવું એવો નિયમ નથી. જ્ઞાતાધર્મકથામાં પર્યકાસને બેસી મસ્તક પર હાથ જોડી નમુત્થણે બોલવાનું જણાવ્યું છે અને ચૈત્યવંદનવૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ખમાસમણું આપતી વખતે જાનુ અને હસ્ત ભૂમિ પર નિવેશિત કરી આંખો અને મન ભગવાન સન્મુખ રાખવાનો વિધિ પણ જણાવ્યો છે. આથી વિવિધ પ્રકારની વિધિને જણાવનાર તે ગ્રંથો પ્રમાણ હોવાથી યોગમુદ્રાએ નમુત્થણે બોલવામાં વિરોધ નથી. આ બધા પાઠો પરસ્પર તદ્દન વિરોધી નથી. કારણ કે દરેક વિધિમાં પરમાત્મા પ્રત્યે વિનય સૂચિત થાય છે. આથી સ્પષ્ટ છે કે જેમાં શાસ્ત્રપાઠ મળે તેવા મતાન્તરમાં વિવાદ કરવા ન બેસવું. જેમાં શાસ્ત્રનો ઉલ્લેખ ન મળે તેવા વખતે જે મતભેદ થાય તે બધા પ્રમાણ ન ગણાય. એવા વખતે શાસ્ત્રમાં નિષેધ નથી માટે આમ પણ કરાય આવો વિકલ્પ ન કરાય.
સ. નિષિદ્ધમ્ અનુમતમું આવી જાય છે ને?
ચાયઃ વિષ્ટિપ્રાય: આવો નિયમ ન્યાય વાપરતી વખતે યાદ રાખવાનો છે. ન્યાય સ્થવિર-વૃદ્ધની લાકડી જેવા છે. વૃદ્ધની લાકડી ચાલવા માટે કામ લાગે છે, ફટકારવા માટે નહિ. તેમ ન્યાયો ઈષ્ટની સિદ્ધિ માટે છે, અનિષ્ટ કે અનર્થની ઉત્પત્તિ માટે નહિ. નિષેધ ન કર્યો હોય તે નિષેધયોગ્ય પણ હોઈ શકે છે. શ્રી ઉપદેશરહસ્યમાં જણાવ્યું છે કે સૂર્યાભદેવતાએ નાટક પૂજા માટે ભગવાનની અનુજ્ઞા માગી ત્યારે ભગવાન મૌન રહ્યા હતા. કારણ કે નાટકપૂજા વિહિત હોવાથી તેનો નિષેધ ન કરી શકાય અને જો હા પાડે તો નાટકપૂજામાં થતા સાવધની અનુમોદના લાગવાનો પ્રસંગ આવે. આથી ભગવાન મૌન રહ્યા. અમારે ત્યાં રહેલા મુમુક્ષુ પણ પૂજા કરવા જતાં રજા લેવા આવે
૧૨૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #124
--------------------------------------------------------------------------
________________
તો મૌન રહેવું, જલદી જો’ કે ‘જહાસુખ' ન કહેવું પરંતુ મૌન રાખવું. આ મૌન સંમતિસૂચક છે. જ્યારે જમાલિ વગેરે રજા લેવા માટે આવ્યા ત્યારે તેઓ નિષેધયોગ્ય હોવા છતાં ભગવાન મૌન રહ્યા. કારણ કે તેમને નિષેધ કરવા છતાં તેઓ માનવાના ન હતા. આ મૌન સંમતિસૂચક ન હતું. જ્યારે નાટકપૂજા વિહિત હોવાથી ત્યાં નિષેધ ન કર્યો.
સ. નાટકપૂજા વિહિત છે, નાટક નહિ ને ?
બરાબર સમજ્યા. પૂજા તરીકે જે નાટક કરાય તે વિહિત છે. અને આથી જ આપણે બીજું નાટકોનો વિરોધ કરીએ છીએ. નાટકપૂજા પણ ભગવાન સામે કરવાની છે ગુરુ સામે નહિ. આજે તો આપણે નાટકપૂજા કરવાને બદલે પૂજાનું નાટક શરૂ કર્યું છે ને ?
* એક શબ્દના અનેક અર્થ થાય પરંતુ તાત્પર્ય સમજ્યા વિના એકે અર્થ ન કરાય. પૂજાદ્રવ્યના ભિન્ન ભિન્ન સમાસને આશ્રયીને પાંચ અર્થ થાય છે. તે દરેક અર્થને એક જ માનીને પૂજાના ચઢાવાની બોલીની ઊપજ પૂજા કરવા માટે કેસર સુખડ વગેરેમાં ન વપરાય. આજે ઘણા મહાત્માઓ આવો અર્થ કરે છે-તે વ્યાજબી નથી. પૂજાદ્રવ્યનો કર્મધારય સમાસ કરીએ તો, પૂના ૨ તત્ દ્રવ્ય ર અહીં પૂણ્ ધાતુને કરણમાં પ્રત્યય કરવાથી પૂગતે ચયા સી પૂજ્ઞા – એટલે કે જેના વડે પૂજા કરાય તે સામગ્રી પૂજા કહેવાય, તેથી પૂજાસ્વરૂપ દ્રવ્ય આવો અર્થ થાય. તેમાં કેસર, સુખડ વગેરેનો સમાવેશ થાય. પૂના દ્રવ્ય આ પ્રમાણે ચતુર્થીતપુરુષ સમાસ કરીએ તો પૂજા માટેનું દ્રવ્ય આવો અર્થ થાય, જેમાં પૂજા માટે રાખેલ પૈસો, ગાય, કૂવો, બગીચો વગેરે સમાય. પૂગાય: દ્રવ્ય (પં.ત.સ.) અહીં પૂજાથી આવેલું દ્રવ્ય-તે નિર્માલ્યદ્રવ્ય સમાય. પૂગાયા: દ્રવ્ય (ષ.ત.સ.) અહીં પૂજાસંબંધી કોઈ પણ દ્રવ્ય સમાય. (દરેક પ્રકારનું દ્રવ્ય ગણી શકાય.) પૂનામાં દ્રવ્ય (સ.ત.સ.) પૂજાના વિષયમાં આવેલું દ્રવ્ય, આમાં પૂજા નિમિત્તે બોલાયેલ ચઢાવાની બોલીની ઊપજ આવે. આ બધા પૂજાદ્રવ્યની વિવક્ષા કર્યા વિના પૂજાનું દ્રવ્ય પૂજામાં વપરાય – આ પ્રમાણે મોઘમ બોલવું તે ઉચિત નથી. પૂજાની બોલીની ઊપજ દેવદ્રવ્યમાં જાય. તેમાંથી પૂજાની સામગ્રી ન લવાય. તમારી પાસે કોઈકને આપવા માટેના પૈસા હોય તે જોઈને કોઈ કહે કે તમારી પાસે છે માટે તમારા પૈસા છે - તો એ તમારા કહેવાય નહિ ને ?
* ક્રિયા શુદ્ધ કરવી એ હજુ સહેલું છે પણ આશય શુદ્ધ રાખવાનું કામ કપરું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૨૩
Page #125
--------------------------------------------------------------------------
________________
* ગુરુ પ્રત્યે કે ધર્મ પ્રત્યે-અનુષ્ઠાન પ્રત્યે જેટલું બહુમાન છે તેટલું બહુમાન તીર્થંકર પરમાત્મા પ્રત્યે નથી. આજે ભગવાન પ્રત્યે બહુમાન નથી લાગતું કારણ કે ભગવાને આપણને આપ્યું છે જ શું? આપણને જે જોઈતું હોય તે આપનાર પ્રત્યે બહુમાન જાગ્યા વિના રહેતું નથી. ભગવાન જે આપે છે તે આપણને જોઈતું નથી, આપણને જે જોઈએ છે તે ભગવાન આપતા નથી, તો ક્યાંથી બહુમાન જાગે? ભગવાને જે (ચારિત્ર) આપ્યું છે તેની કિંમત સમજય, તેના પ્રત્યે પ્રેમ જાગે તો ભગવાન પ્રત્યે બહુમાન જાગ્યા વગર ન રહે.
સ. ભગવાન વાંછિત આપે છે ને?
વાંછિત કોને કહેવાય તેની ખબર છે? કોની વાંછા કરવા જેવી છે એનું પણ જ્ઞાન નથી ને ? તમે જેને વાંછિત કહો છો તે પણ આપનારા ભગવાન છે એવું માનતા હો તો કાલથી બજારમાં જવાનું બંધ કરવું પડશે. ભગવાન સુખ આપનારા છે એવું પણ માનતા નથી, સુખ તો પાપ કરવાથી મળે છે ને ? એ પાપ કરતાં પકડાઈ ન જવાય માટે જ ભગવાનને માનીએ છીએ ને? આપણે ભગવાનને સુખ આપનારા કે દુઃખ ટાળનારા માનીએ તો તેના કારણે ભગવાનની વીતરાગતામાં બાધા આવે. વીતરાગત્વમાં વ્યાઘાત આવે એવી કલ્પના ભગવાન માટે ન કરાય ને? સુખ અને દુઃખ એ તો આપણા પુણ્યપાપની લીલા છે.
સ. ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે ને?
પણ એ જોઈએ છે કોને ? દુઃખ સહન કરવું છે કે ટાળવું છે? દુઃખને ભોગવવાની વાત જ નથી ત્યાં સહનશક્તિની જરૂર જ ક્યાં પડે ? જેને દુઃખ ભોગવવા જેવું લાગે તે સહનશીલતા માગે. તમારી પાસે દુઃખ વેઠવાની શક્તિ છે ને?
સ. શક્તિ તો છે પણ મન નબળું છે.
એ મન નબળું કેમ છે ? ભગવાન પ્રત્યે અને ભગવાનના માર્ગ પ્રત્યે બહુમાન નથી માટે. એક વાર ભગવાનના વચનની પ્રતીતિ થાય તો સત્ત્વ પ્રગટ્યા વિના ન રહે. સત્ત્વ પ્રગટાવવા માટે ધર્માનુષ્ઠાન કરવાને બદલે હૈયું સાફ કરવાની જરૂર છે. પહેલાં ચિતરામણ કરવાની કે દિવાલ ઘસવાની ? અહીં પણ પહેલાં જાત ઘસવી પડશે, પાપની નિર્જરા કરવી પડશે. જે પાપ રાચી-માચીને કર્યો છે તે પાપને દૂર કર્યા વિના ધર્મ કામ નહિ લાગે. જે સુખની ખાતર પાપ કર્યા છે તેની સામે નજર જ નથી કરવી. ધર્મ કરતી વખતે સુખની સામે જોવું નથી. કારણ કે સુખના રાગમાંથી અધર્મ પેદા થાય છે. રાગ
૧૨૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #126
--------------------------------------------------------------------------
________________
કરાવે એવું સુખ જ ન જોઈએ. આપણને મોક્ષ મળતો ન હતો માટે ધર્મની શરૂઆત કરી હતી કે મોક્ષ જોઈતો ન હતો માટે ધર્મ શરૂ કર્યો હતો? મોક્ષની સાધના કરનારો સુખ સામે જુએ ખરો ?
સ. ઈષ્ટ સ્થાને જવા માટે ગાડીમાં બેઠેલો વચ્ચેના સ્ટેશને ખાવાપીવાની વસ્તુ લેવા ઊતરે ય ખરો ને સીટી વાગે એટલે ચઢી ય જાય !
અહીં ભગવાને કેટલી સીટી મારી ? આઠમે વરસે ચેતવ્યા, વીસ વરસે ચેતવ્યા, ચાળીસ વરસે ચેતવ્યા. તમે એક સીટી સાંભળી? બહેરા માણસે તો નીચે ઊતરવું જ નહિ એમ જ કહેવું પડે ને ? મોક્ષ જોઈએ છે માટે ધર્મ કરવો છે - આટલું પહેલાં નક્કી કરો. એ ધર્મ કરવા માટે ભગવાન પ્રત્યે બહુમાન જોઈશે, ક્રિયા પ્રત્યે અભિરુચિ જોઈશે અને સાથે શરીરાદિની શક્તિ-સંયોગો પણ જોઈશે. એ ત્રણે કેળવ્યા વિના નહિ ચાલે. કર્તવ્યને કર્તવ્ય તરીકે સ્વીકારીએ તો ભગવાન પ્રત્યે બહુમાન જાગ્યા વિના ન રહે. કર્તવ્યની ઉપેક્ષા કરે તેને બહુમાન ક્યાંથી હોય ? માર્ગે કીમતી વસ્તુ ઉપાડીને લઈ જતા હોઈએ ત્યારે ભાર વધારે લાગે તો વારાફરતી હાથ બદલીએ, વિસામો લઈએ પણ વસ્તુ મૂકીને કે ફેંકીને ન જવાય ને ? આપણે નબળા હોઈએ તો જે સબળા હોય તેનું આલંબન લઈએ! ચઢતાનું આલંબન લઈએ તો પડતાં બચી જવાય ને ? આલંબન એવાનું લેવાનું કે જે આપણને પાડે નહિ, પરંતુ તારે. ગુરુભગવન્ત એ શ્રેષ્ઠ આલંબન છે. તેમના આધારે તરી જવું છે. દુઃખ આકરું લાગે ત્યારે સાધુભગવન્તને યાદ કરી લેવાના. તો દુઃખ ભોગવવાનું સત્ત્વ પ્રગટશે અને મને પણ થશે. અને પછી તો દુઃખ ભોગવવાનો અભ્યાસ પડી જશે. સુખ ભોગવવાનો અભ્યાસ તો છે જ, પણ તે તોડવો છે. સુખનો અભ્યાસ છોડાવવા માટેનો જ આ પ્રયાસ છે.
* ગુરુભગવન્ત પ્રત્યે ગમે તેટલું બહુમાન હોય તોપણ એટલું યાદ રાખવું કે આપણો અને ગુરુનો સંબંધ ભગવાનના કારણે જ છે. ગુરુભગવન્તની નિશ્રામાં રહેવાનું પણ ભગવાને કહ્યું છે. ગુરુ પણ આપણી ઈચ્છા મુજબના ન જોઈએ, ભગવાનની આજ્ઞા મુજબના જોઈએ. ગુરુની નિસ્પૃહતા કરતાં પણ માર્ગદર્શકતા ગુણ મહત્ત્વનો છે. ઈચ્છા મુજબના ગુરુ શોધવા નીકળીશું તો વાત્સલ્યમૂર્તિ ગુરુ કોણ છે તે શોધીશું. આજ્ઞા મુજબના ગુરુ જોઈતા હોય તો માર્ગદર્શી ગુરુ કોણ છે તે શોધવા નીકળવું પડશે. શુદ્ધ પ્રરૂપક ગુરુ અભવ્ય મળે તો ય તેનાથી આપણો વિસ્તાર થઈ જાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૨૫
Page #127
--------------------------------------------------------------------------
________________
સ. અભવ્યગુરુને છોડીને ગયા ને ?
કયારે ? અભવ્ય અભવ્ય તરીકે ઓળખાઈ ગયા પછી ને ? જે પોતે મોક્ષને માનતા નથી તે મોક્ષની પ્રરૂપણા કરે તો તે માયાપૂર્વકની પ્રરૂપણા કહેવાય. માટે એવી પ્રરૂપણા કરનારને છોડીને ગયા.
સ. અભવ્ય તરીકે આચરણાના કારણે ઓળખાયા ને ?
આચરણામાં તો કોઈ ફરક ન'તો થયો. મહાવીરના જીવડા કીચૂડ કીચૂડ બોલે છે આવી પ્રરૂપણા કરી માટે ઓળખાયા. જો બોલતા નહિ તો ખબર ન પડત. તેથી નક્કી છે કે અશઠપણે શુદ્ધ પ્રરૂપણા કરનાર ગુરુને શોધી એમની નિશ્રામાં રહેવું છે.
* મંદિરમાં જનારને હજુ ભગવાન ઓળખવાના બાકી છે અને ઉપાશ્રયમાં જનારને હજુ ગુરુ ઓળખવાના બાકી છે. એમ કહીએ તો ખોટું નથી ને ? વીતરાગપરમાત્માનું સ્વરૂપ સમજનારો રાગને પુષ્ટ બનાવી શકે ખરો? આજે આપણને રાગ ભંડો લાગે છે ખરો ? આજે પ્રશસ્તરાગને ઉપાદેય માનનારને પણ પૂછવું પડે કે રાગ ભંડો લાગે છે માટે પ્રશસ્ત રાગ કરવો છે? જેને રાગ કાઢવો ન હોય તે પ્રશસ્ત રાગ કરવાની વાત કરે તો નભાવાય ખરું? રાગને મારવાનું મન ન હોય અને માત્ર પાત્ર બદલીએ તો પાત્રતા આવી ન જાય. ગુરુભગવન્ત પ્રત્યે રાગ નથી કરવો, બહુમાન જોઈએ છે. જ્યાં રાગ હોય ત્યાં પ્રાયઃ બહુમાન ન હોય, જ્યાં બહુમાન હોય ત્યાં રાગની જરૂર ન પડે.
* જેને મોક્ષમાર્ગની આરાધના કરવી હોય અને પળે પળે વિરાધનાનો ભય હોય તેઓ તો ગુરુભગવન્તની પાસે જઈને કાયમ માટે વિનંતિ કરે કે જ્યાં જ્યાં હું ભૂલું ત્યાંથી મને વારો.
* ભગવાન સુખી કરે તેની ના નહિ પણ મોક્ષમાં પહોંચાડીને સુખી કરે કે સુખી કરીને મોક્ષમાં પહોંચાડે ?
* જેને મોક્ષે જવું હોય તે આજ્ઞાને પ્રધાન બનાવે, જેને સંસારનું સુખ જોઈતું હોય તે ઈચ્છાને પ્રધાન બનાવે. ઈચ્છા આજ્ઞાનું પાલન ન કરવા દે, આજ્ઞાની વિરાધના કરાવે.
* સુખશીલતાના કારણે પતનને અભિમુખ થયેલા મેઘકુમારને પણ ભગવાને સુખ ભુલાવીને દુઃખ યાદ કરાવ્યું.
૧૨૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #128
--------------------------------------------------------------------------
________________
સ. તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું ને ?
આપણી પાસે શ્રુતજ્ઞાન તો છે ને ? એ શ્રુતજ્ઞાન તો જાતિસ્મરણજ્ઞાનને પણ ટક્કર મારે એવું છે. આપણને તો જાતિસ્મરણશાન ન થાય એ જ સારું છે, નહિ તો આપણે કેટલાયનાં ઘર ભાંગી નાંખત. બધા જાતિસ્મરણજ્ઞાનવાળાને દીક્ષા લેવાનું મન થાય એવો નિયમ નથી. એ તો મૃગાપુત્ર જેવા કોઈક જ હોય. બાકી તો પૂર્વભવનું ધન અને પૂર્વભવનાં પ્રિય પાત્રોને શોધવા નીકળી પડે.
સ. અમને શ્રુતજ્ઞાન મળ્યા પછી પણ જાતિસ્મરણશાન કેમ જોઈએ છે?
જાતિસ્મરણજ્ઞાન ભૂતકાળને બતાવે છે, જ્યારે શ્રુતજ્ઞાન ભવિષ્યને બતાવે છે. જાતિસ્મરણથી ભૂતકાળનો દેવલોક દેખાય તે જોવો ગમે, શ્રુતજ્ઞાનથી ભવિષ્યની નરક દેખાય તો ક્યાંથી ગમે ? શ્રુતજ્ઞાન તો ભવિષ્યનો સંસાર કેવી રીતે વધશે તે બતાવે અને તેથી ભવિષ્યના પાપથી દૂર રાખે. પાપ યાદ કરાવે, ધર્મ યાદ કરાવે, માર્ગે ચઢાવે, એવું આ શ્રુતજ્ઞાન છે. આ શ્રુતજ્ઞાનને કામે ન લગાડે તેને જાતિસ્મરણ જ્ઞાન કામ ન લાગે. અવધિજ્ઞાન પણ તેને કામ લાગે જે શ્રુતજ્ઞાનને કામે લગાડે. દેવો પાસે અવધિજ્ઞાન હોવાથી પોતાનો પરલોક દેખાતો હોવા છતાં ભોગમાં એટલા આસક્ત હોય કે જેથી તે જોવા રાજી નથી હોતા. શ્રુતજ્ઞાનનું અર્થીપણું જાગે તેને કુદરતી રીતે આત્માનું અર્થીપણું કેળવાય. જે અનુભવથી જણાય છે તેને માનવા શ્રુતજ્ઞાનની જરૂર નથી. જે અનુભવાતું નથી તેને માનવા માટે જ શ્રુતજ્ઞાનની જરૂર પડે છે. સંસાર દાવાનળસ્વરૂપ લાગતો જ હોય તો મૃતની જરૂર જ ક્યાં રહે ? એ દાવાનળ જેવો લાગતો નથી માટે જ શ્રુતજ્ઞાનની જરૂર છે.
* રાગાદિમૂલક ધર્મ સંસારને વધારનારો છે જ્યારે રાગને કાઢવા માટે ધર્મ કરવામાં આવે તો સંસાર ઘટે.
* ગુરુ પાસે રહેવું તે ગુરુકુળવાસ નથી, ગુરુનું માનવું તે ગુરુકુળવાસ છે. અનુકૂળતા ભોગવવા માટે ગુરુકુળવાસમાં નથી રહેવાનું, પ્રતિકૂળતા ભોગવવા માટે જ ગુરુકુળવાસમાં રહેવાનું છે.
* ભગવાનના ઉપસર્ગનું વર્ણન કરતી વખતે કે સાંભળતી વખતે આંખમાં આંસુ લાવવાની જરૂર નથી. આપણે પણ આવાં દુઃખ વેઠવા તૈયાર થવાનું છે – એવું વિચારવાની જરૂર છે. ભગવાને દુ:ખ વેઠ્ય એટલું જ નથી જોવું, એમનું દુઃખ જઈ રહ્યું છે - એનો આનંદ પણ હોવો જોઈએ. ભગવાને જેમ દુ:ખ વેઠીને દુઃખ કાઢ્યું તેમ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૨૭
Page #129
--------------------------------------------------------------------------
________________
આપણે પણ દુઃખ વેઠીને દુઃખ કાઢવાનું છે – એ યાદ આવે તો આંસુ ન આવે, સત્ત્વ પ્રગટે.
ગુરુભગવન્ત સાક્ષાદ્ અનુશાસન કરે છે જ્યારે ધર્મ માર્ગદર્શક પાટિયાની જેમ અનુશાસન કરે છે. આ દેવગુરુધર્મ અનુશાસન કરે તે આપણને ગમે છે ખરું ?
સ. અનુશાસન ગમતું ન હોય તેની પીડા હોય ને ?
એવું બની શકે તેની ના નહિ, પરંતુ એ પીડા કેવી હોય ? ચિત્ત ત્યાં ને ત્યાં લાગેલું હોય. કાંટો વાગ્યો હોય અને કદાચ કાઢી શકાયો ન હોય તોપણ ચિત્ત ત્યાં ને ત્યાં જ હોય ને ? એવી પીડા અહીં હોય ને ?
* પ્રણિધાન મુક્તાણુક્તિમુદ્રાએ કરવાનું કહ્યું. આ પ્રણિધાન વંદનાના અંતે કરવાનું છે, એનો અર્થ એવો માનવો પડે કે બાકીની વંદના પ્રણિધાનરહિતપણે કરવી......... આવી શંકાના નિરાકરણમાં જણાવ્યું છે કે સંપૂર્ણ વંદના પ્રણિધાનપૂર્વક જ કરવાની છે. છતાં વંદનના અંતે જે પ્રણિધાન કરવાનું જણાવ્યું છે તે પ્રાર્થનાની અંતર્ગત ઉપયોગ સ્વરૂપ છે. પ્રાર્થનાસૂત્રમાં જે જે ફળ માંગ્યું છે તે હૈયાની સાક્ષીએ માંગવાનું છે, પ્રાર્થનાને અનુરૂપ એકાકારતા આ પ્રણિધાનમાં છે. જ્યારે શેષ સૂત્રોમાં તે તે અર્થની એકાગ્રતાસ્વરૂપ પ્રણિધાન જાળવવાનું જ છે. એક પણ અનુષ્ઠાન પ્રણિધાનરહિતપણે
ન કરાય.
સ. ભગવાનની આંગી કરતી વખતે શું વિચાર કરવાનો ?
આ ભગવાનની આંગી કરું છું પરંતુ એ ભગવાનને અડી નહિ માટે ભગવાન ભગવાન થયા. આંગી કરતી વખતે પિંડસ્થઅવસ્થાનું ભાવન કરવાનું છે, ચૈત્યવંદન કરતી વખતે પદસ્થ અવસ્થાનું ભાવન કરવું અને કાયોત્સર્ગમાં રૂપાતીત અવસ્થાનું ભાવન કરવું.
* આપણે જૈન છીએ માટે દેરાસર જઈએ છીએ કે ઘેરાસરમાં પરમતારક ભગવાન છે માટે જઈએ છીએ ? અમારે પ્રતિક્રમણ ફરજિયાત કરવાનું ને ? શા માટે ? સાધુ થયા માટે પ્રતિક્રમણ કરવાનું કે આપણને પાપ લાગે છે માટે પ્રતિક્રમણ કરવાનું ?
* આપણે ધર્મ યથાશક્તિ કરીએ કે યથામન (યથેચ્છા) કરીએ ? શક્તિ પ્રમાણે ધર્મ કરો કે ઈચ્છા પ્રમાણે ? કાયમ માટે ઈચ્છાને આગળ કરવાના કારણે આજ્ઞાને પાછળ જવું પડે છે.
૧૨૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #130
--------------------------------------------------------------------------
________________
સ. અનુકૂળતા મુજબ વિધિ કરીએ તો ?
વિધિ પાળવી હશે તો અનુકૂળતા છોડવી જ પડશે. અનુકૂળતા મુજબ વિધિ ન કરવાની હોય, વિધિ મુજબ કરવા માટે અનુકૂળતા છોડવાની હોય. રસ્તા મુજબ ગાડી ચલાવવાની હોય કે ગાડી ચાલે એ મુજબ રસ્તો ગોઠવાય ?
સ. માન્યતા બધી હોય પણ કરણ બધું ન હોય – એવું બને ?
કરણ બધું કેમ ન હોય ? થઈ શકે એવું નથી કે કરવું નથી ? બધું થઈ શકે એવું ન હોય છતાં ભગવાન એનો ઉપદેશ આપે ખરા ? અશક્ય અનુષ્ઠાનનો ઉપદેશ કરે તો ભગવાન સર્વજ્ઞ ન કહેવાય. અનુષ્ઠાન શક્ય હોવા છતાં આપણને અશક્ય લાગે છે તે આપણા સુખના રોગના કારણે લાગે છે.
* લાચારીથી દુ:ખ વેઠવું તે અકામનિર્જરા. સમજીને દુ:ખ વેઠવું, તપ કરવો, સ્વાધ્યાય કરવો, વિનયવૈયાવચ્ચ કરવા તે સકામનિર્જરા. જેની પાસે સમજણ ન હોય ને ના છૂટકે દુઃખ વેઠે તે અકામનિર્જરા. આજે આપણે દુઃખ વેઠવાની વાત જ નથી કરતા, દુઃખ ટાળવાની જ વાત છે ને ? તેથી આપણને સકામનિર્જરા પણ નથી, અકામનિર્જરા પણ નથી. આપણે તો અત્યારે સકામ બંધ કરવાનું કામ ચાલુ રાખ્યું છે ને ? અનુષ્ઠાન વિધિપૂર્વક સમજીને કરીએ તો જ નિર્જરા થાય. અવિધિપૂર્વક અનુષ્ઠાન કરવાથી નિર્જરા તો ન થાય, કર્મબંધ થાય.
સ. નિર્જરા થઈ છે કે નહિ તે કઈ રીતે ખબર પડે?
વિષયની આસતિ ઘટવા માંડે, કષાયની પરિણતિ ઘટવા માંડે તો સમજવું કે લઘુકર્મી થયા, નિર્જરા થઈ.
સ. વ્યાખ્યાનમાં આવવા માટે પૂજાનું ચૈત્યવંદન ન કરીએ તો અવિધિ ગણાય ?
જિનવાણીશ્રવણ માટે પૂજાને અપવાદે ગૌણ બનાવવી એ અવિધિ નથી. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે જિનવાણીશ્રવણ અને પૂજાના સમય શાસ્ત્રોમાં જુદા પાડ્યા છે. તમારે એકીસાથે બધાં અનુષ્ઠાન કરવાં છે માટે આ વિકલ્પ ઊઠે છે. ભગવાનની આજ્ઞા મુજબ પ્રત્યેક અનુષ્ઠાન કરીએ તો કોઈ અકસ્માત સર્જાય એવો નથી. સાત રસ્તા ભેગા થતા હોય, હજારો ગાડી રસ્તે દોડતી હોય છતાં બધી સિગ્નલની આજ્ઞામાં હોવાથી એક પણ અકસ્માત સર્જાતો નથી. જે ત્યાં પણ આજ્ઞા ન માનીએ તો અકસ્માત ભયંકર સર્જાય ને? તો અહીં ભગવાનની આજ્ઞાની ઉપરવટ થઈએ તો કેવો અકસ્માત સર્જાય ? શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૨૯
Page #131
--------------------------------------------------------------------------
________________
* પરમાત્માની ભક્તિ માત્ર તેમની આજ્ઞા પાળવા માટે જ કરવાની છે : આ વાત લગભગ ભુલાઈ ગઈ છે ને ? ભક્તિ કરીને પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી છે કે આજ્ઞા પ્રાપ્ત કરવી છે ? આજે આપણે કૃપાકાંક્ષી છીએ આજ્ઞાકાંક્ષી નથી. કૃપાના કારણે બધું નભી જાય અને આજ્ઞા પાળવા માટે બધું છોડવું પડે. સાધુપણું લઈને બેઠેલા પણ ગુરુના હૈયામાં વસવા માટે પ્રયત્ન કરે છે, પોતાના હૈયામાં ગુરુને વસાવવાની તૈયારી નથી. ગુરુ કે ભગવાનને હૈયે વસાવીએ તો આપણા હૈયામાંથી પાપ જતું રહે.
* ભગવાનના શરણે જવું એટલે સંસારનું શરણ છોડવું. જેને સંસારમાં અશરણ અવસ્થાનો અનુભવ નથી થતો તેઓ ભગવાનના શરણે જાય છે શા માટે – એ સમજાતું નથી. આ સંસારમાં કોઈ પણ ઠેકાણે આપણે શરણું પામી શકીએ એવું છે ખરું? ભગવાન સિવાય આ સંસારમાં કોઈ જ આપણને બચાવી શકે એવું નથી – એવું જેને લાગે તે ભગવાનના શરણે કઈ રીતે જાય? અરિહન્તના શરણે જવું એટલે શું? અનાથીમુનિને જ્યારે સમજાયું કે માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની : કોઈ જ મને બચાવનાર નથી, ત્યારે દીક્ષા લેવા ચાલી નીકળ્યા. અરિહન્તના શરણે જવું એટલે દીક્ષા લેવી તે – બરાબર ને? આ સંસારમાં પુણ્યથી ગમે તેટલી ઊંચામાં ઊંચી સામગ્રી મળે તોય તે જન્મ, જરા ને મરણના દુઃખથી બચાવનાર નથી જ : આટલું માનો ખરા ? ‘ભગવાનનું નામ લેવાથી સારું થઈ જશે’ આવી સલાહ નથી આપવી, ‘ભગવાનનું નામ લેવાથી દુઃખ, દુઃખ નહિ લાગે એવી સલાહ આપવી છે અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે પોતે એવું માનીએ ત્યારે પુણ્ય હશે તો કોઈ આપણને આંગળી પણ નહિ અડાડે એવું બોલવાના બદલે ભગવાનની આજ્ઞા આપણા હૈયામાં હશે તો આંગળી અડાડવા છતાં આંગળી અડાડી લાગશે નહિ-એવું માનવું છે. દુઃખ ન આવે એ આ સંસારમાં શક્ય છે ? એવી અવસ્થામાં દુઃખ દુઃખ ન લાગે એવું હૈયું કેળવાય તો સારું ને? અર્થકામની ઈચ્છાવાળાને પણ દુઃખ દુઃખ નથી લાગતું ને? તેમ ધર્મમોક્ષની ઈચ્છાવાળાને ભયંકર કોટિનાં દુઃખ દુઃખરૂપ ન લાગે.
૪ ચોમાસામાં દેવદ્રવ્યની આવક કેટલી થઈ એના પરથી ચોમાસાની સફળતા ગણવા નથી બેસવું. આપણી પાસે કેટલી આવક થઈ તે જોવાની જરૂર છે. આપણી પાસે કેટલા ગુણો આવ્યા એની ચિંતા કે દેવદ્રવ્યની ઊપજ કેટલી થઈ એની ?
સ. જેટલી ઊપજ થઈ તેટલી મૂચ્છી ઊતરી કહેવાય ને?
ખરેખર મૂચ્છ ઉતારવા માટે તમે દાન આપો છો કે નામની મૂડ્ઝ વધારવા માટે ? જે છોડ્યું છે તે મેળવવું નથી ને? જેને મેળવવાની ઈચ્છા હોય તે છોડે શા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૦
Page #132
--------------------------------------------------------------------------
________________
માટે ? વધુ મેળવવાની ઈચ્છા હોય તેણે છોડ્યું કહેવાય ? ધનનો રાગ છે કે ધનની લાલચ છે? રાગ વર્તમાન વસ્તુ ઉપર હોય, લાલચ ભવિષ્ય સંબંધી વસ્તુની હોય.
* તીર્થંકરભગવતોનું ચૈત્યવંદન સાત વાર કરે તેનું સમ્યગ્દર્શન કેટલું નિર્મળ હોય? સાતે ધાતુમાં ભગવાન પ્રત્યેનું બહુમાન વણાઈ ગયું હોય ત્યારે જ આ રીતે સાત વાર ચૈત્યવંદન કરવાનું શક્ય બને ને ? શ્રાવકો ત્રણ વાર દેરાસરમાં ચૈત્યવંદન કરનારા હોય, તેમ જ ભોજનનાં પહેલાં-પછી એમ બે તથા પ્રતિક્રમણનાં બે એમ પાંચ કે સાત ચૈત્યવંદન કરનારા પણ હોય. જ્યારે સાધુભગવન્તો સાત ચૈત્યવંદન કરનારા હોય છે.
* પહેલી ચાર દષ્ટિમાં તત્ત્વનો નિર્ણય હોય પણ વ્યક્તિનો નિર્ણય ન હોય. દેવ તો અઢાર દોષથી રહિત જ હોય, ગુરુ તો નિષ્પરિગ્રહી જ હોય અને ધર્મ તો ભવનિસ્તારક જ હોય એવા તત્ત્વનો તો નિર્ણય હોય છે. પરંતુ આવું તત્ત્વકઈ વ્યક્તિમાં છે એનું વાસ્તવિક જ્ઞાન ન હોય. સોનું કેવું હોય એ ખબર હોય છતાં આ સોનું છે કે નહિ: એવી ખબર ન પડે – એવું ય બને ને ? તેમ અહીં બને. તત્ત્વને હાનિ પહોંચે એવો વ્યક્તિનો પરિચય કામ ન લાગે.
* સાચું સમજવા માગે તેને સમ્યકત્વ મળે, જે સમજાયું છે તે જ સાચું માને તેનું મિથ્યાત્વ ન હલે.
* દસ ત્રિકના નિરૂપણ પછી અહીં દેરાસર સંબંધી દસ આશાતનાનું વર્ણન કર્યું છે. તીર્થંકર પરમાત્માની ભક્તિ ઓછી થાય એનો વાંધો નહીં પણ આશાતના તો થોડી પણ ન થવી જોઈએ. આજે તમને કે અમને આશાતનાનો જે ડર છે તે પાપ લાગશે માટે, સંસારમાં રખડવું પડશે માટે કે આપણું ધનોત-પનોત નીકળી જશે માટે ? જ્યાં સુધી દુઃખના ભયથી આશાતના ટાળવાનું કામ ચાલુ હશે ત્યાં સુધી આશાતના ચાલુ જ છે એમ સમજવું. દુઃખના ભયથી જેઓ આશાતના ટાળે છે તેઓ ધર્મને અધર્મ બનાવ્યા વિના નહીં રહે. દુઃખ આપણા પાપથી આવે છે એમ ન માનતાં માત્ર નિમિત્તને માનીને ચાલે અર્થાત્ બાહ્ય નિમિત્તને દુઃખ આપનાર માને એવા લોકો ભગવાનની આશાતના ટાળી નહીં શકે. પ્રતિક્રમણમાં છીંક આવે તો દુઃખ થાય કે કાઉસ્સગ્ગ બરાબર ન થયો તો દુઃખ થાય ? આના ઉપરથી આશાતનાના ડરનું માપ નીકળે ને? ભગવાનનો ધર્મ દુઃખ ટાળવા માટે નથી, દુઃખ ભોગવવા માટે છે એવું જે દિવસે લાગશે એ દિવસે આપણે આશાતનાના પાપથી બચી શકીશું.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૧
Page #133
--------------------------------------------------------------------------
________________
સ. પાપ ટળે તો દુ:ખ ટળે જ ને ?
પાપ ટળે એટલે સંસાર ટળે. આપણને દુઃખ જ ટાળવું છે ને ? સુખ તો ભોગવવું છે ને? માટે જ આપણે નાની આશાતના ટાળવા તૈયાર થઈએ છીએ, મોટી આશાતના ચાલુ રાખીએ છીએ.
* પુણ્યના ઉદયથી મળતું સુખ એ પણ પરપરિણતિ અને પાપના ઉદયથી મળતું દુઃખ એ પણ પરપરિણતિ છે. આત્મા અને આત્મગુણોને છોડીને બીજું બધું પર-પરિણતિ છે – આ વસ્તુ જયાં સુધી નહીં સમજાય ત્યાં સુધી સંસાર નહીં ટળે. સુખ ભોગવવાથી પુણ્ય ખપે છે અને દુ:ખ ભોગવવાથી પાપ ખપે છે એવું જાણ્યા પછી પણ આપણી ઈચ્છા પુણ્ય ભોગવવાની જ ને ? આ જનમ પાપ ભોગવવા મળ્યો છે, પુણ્ય ભોગવવા નહીં. પાપ કરવું નથી સાથે સાથે પાપ બાકી રાખીને જવું નથી. સાધુપણું લઈએ તો પાપ પૂરું થઈ જાય એવું છે. આજે તમે દીક્ષા નથી લેતા એનું એક જ કારણ છે ને કે – પુણ્ય ભોગવીને પૂરું કરવું છે.
* અવિરતિ સારી લાગે, સુખ સારું લાગે એવા લોકોએ દુઃખ ભોગવવાની તૈયારી કરી જ લેવાની. જે લોકોને અહીંનું સુખ ગમે એવા લોકોને દેવલોકના સુખમાં વૈરાગ્ય આવશે એવું બને ખરું? જેને સામાન્ય સુખ ગમતું હોય એવાને દેવલોકનાં સુખોથી દૂર જ રાખવા પડે. આત્માને સુખ જોઈએ છે તો તે નથી આપવું અને દુઃખ જોઈતું નથી તો તે આપવું તેનું નામ આત્મદમન છે.
* ભગવાનનું વચન ન માને અને દસ આશાતના ટાળે તો તે આશાતના ટાળી કહેવાય ખરી? જે આશયથી મંદિરમાં જવું જોઈએ એ આશયથી ન જતાં વિપરીત આશયથી જઈએ એ મંદિર સંબંધી મોટામાં મોટી આશાતના છે. સંસાર જતો રહે એ આશયથી આશાતના ટાળવાનું કહ્યા પછી પણ સંસાર ટકી રહે એના માટે આશાતના ટાળવી એ મૂર્ખાઈ છે.
* અનુકૂળ સામગ્રી મળ્યા પછી મારા પુરુષાર્થનું એ ફળ છે અને દુઃખ આવ્યા પછી ‘આણે મને દુઃખ આપ્યું એમ માનવું એ એક જાતની લુચ્ચાઈ છે.
* ભગવાનને જોયા પછી “સંસાર જશે એનો આનંદ હોય કે “દુઃખ જતું રહેશે એનો આનંદ હોય? “અનન્ત દુઃખ આવે એ ચાલે પણ અનંતો સંસાર ન વધવો જોઈએ' એ આશયથી જ આશાતના ટાળીએ ને ?
૧૩૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #134
--------------------------------------------------------------------------
________________
* બાહ્ય ચમત્કારને લઈને આરાધનાનું માપ કાઢવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી. શ્રી સીતાજીએ દિવ્ય કર્યા પછી તે અગ્નિનું પાણી થયું, જ્યારે શ્રી ગજસુકુમાલમુનિના માથે અંગારા મુકાયા પછી તેમનું મસ્તક બળી ગયું ને મોક્ષે ગયા છતાં કોઈ દેવ ન આવ્યા તેથી શ્રી સીતાજીની આરાધના ચઢિયાતી છે અને શ્રી ગજસુકુમાલ મુનિની આરાધના નીચી છે એવું ન મનાય ને? ચોથા ગુણસ્થાનકવર્તી જીવો કરતાં છઠ્ઠા ગુણસ્થાનકવર્તી જીવો ચઢિયાતા જ ગણાય ને?
* દેવતત્વને ઓળખ્યા વગર જે ગુરુતત્વને અને માર્ગતત્ત્વને ઓળખવા માટે મહેનત કરે તેઓના હાથમાં બનાવટી ગુરુતત્ત્વ અને માર્ગતત્ત્વ આવ્યા વિના નહીં રહે.
* જે સ્થાનમાં જે ઈરાદે જવાનું છે તે ઈરાદાથી દૂર રાખે તેનું નામ આશાતના. ગાયે (સગર્શનાદ્રિ) શતતિ તિ ગાશતિના દેરાસર – ઉપાશ્રયમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને નિર્મળતા માટે જવાનું છે, તે ન થાય તો આશાતના કરી છે એમ માનવું પડે ને? સાબુ લગાડ્યા પછી, પાણી નાંખ્યા પછી પણ કપડું સાફ ન થાય તો માનવું પડે ને કે ક્યાંક ને ક્યાંક ખામી આવી છે. સાધન પરિશુદ્ધ હોય તો ફળ મળ્યા વગર ન રહે.
* સંસારના સુખમાંથી ભાગી છૂટવા માટે દેવ-ગુરુ-ધર્મનો ઉપયોગ કરવાનો છે. સંસારના સુખ માટે ધર્મનો ઉપયોગ કરવો એ એક જાતનું મિથ્યાત્વ છે. આ સંસાર દુઃખથી ગહન છે. દુઃખથી છૂટવાનો માર્ગ હોવા છતાં આ જીવો દુઃખી કેમ છે?' આવી ભાવના જાગે ત્યારે તીર્થંકર પરમાત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી હોય છે. જ્યાં સુધી સંસારમાંથી ભાગી છૂટવાની ભાવના નથી ત્યાં સુધી ધર્મ નથી. સુખ દુઃખરૂપ લાગે ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય. આજે સુખ મેળવીને, સુખ મેળવવા માટે કે સુખના અભાવમાં પણ પાપ કરીએ તો સમ્યગ્દર્શન ક્યાંથી આવે ? વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ ધર્મ કરવો હોય એને સુખની વાત કરવાની જ ન હોય. આપણે આપણી જાતને પૂછી લેવું કે - સંસારનું સુખ ગમતું નથી માટે જ ધર્મ કરીએ છીએ ને ? દેરાસરમાં રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા માટે જવાનું છે. અર્થ-કામ પ્રત્યેનો રાગ દૂર કરવા વીતરાગ પરમાત્મા પ્રત્યે, ગુરુભગવન્ત પ્રત્યે રાગ કરવાની છૂટ આ છૂટની વાત નથી, નભાવવાની વાત છે. સંસારના સુખનો રાગ છે ત્યાં સુધી મોક્ષસુખનો રાગ નથી થવાનો માટે આ રાગને ફેરવી નાંખવો છે. પછી આ રાગને પણ કાઢવાનો જ છે. લોઢાથી લોઢું કપાય, કાંટાથી કાંટો દૂર થાયવિષથી વિષની બાધા દૂર થાય તેમ ભાવથી ભાવ કપાય. સંસારના સુખનો ભાવ ધર્મના ભાવથી કપાય. મા-બાપ પ્રત્યેનો ભાવ બૈરી પ્રત્યેના ભાવથી કપાઈ જાય છે ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૩
Page #135
--------------------------------------------------------------------------
________________
* શરીરની મૂર્છા ઉતારીને તપ કરનારને ધનની મૂર્છા હોય ખરી ? આજે ઊંધું છે ને ? તપ કરનારની નજર પ્રભાવના તરફ હોય ને ?
* ધર્મ કરવાના કારણે પાપ ઢંકાઈ જાય છે માટે જ આપણે ધર્મ કરીએ છીએ ને ? કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય માટે ધર્મ કરીએ છીએ ?
–
* દસ પ્રકારની મોટી આશાતના બતાવ્યા પછી ઉત્તરાર્ધમાં દેવદ્રવ્યના રક્ષણમાં ગુણ છે અને ભક્ષણમાં દોષ છે એ પ્રમાણે જણાવ્યું અને 7 પદથી ઉપેક્ષામાં પણ દોષ છે એ પ્રમાણે બતાવ્યું. અહીં એટલું યાદ રાખવું કે – દેવદ્રવ્યનું ભક્ષણ એટલે કેવળ પેટમાં જાય એ જ નથી, આપણા ઉપયોગમાં લેવું એ ભક્ષણ શબ્દનો અર્થ છે. આજે કેટલાક આચાર્યભગવન્તો ‘કેવળ પેટમાં નાંખવું એ જ દેવદ્રવ્યનું ભક્ષણ કહેવાય' – એવો અર્થ કરે છે તે કોઈ પણ રીતે યોગ્ય નથી.
જ
* દેવદ્રવ્યની ઉપેક્ષા એટલે ‘એનું પાપ એના માથે, આપણને શું ?' છતી શક્તિએ ઉપેક્ષા કરીએ તો પાપ લાગ્યા વગર નહીં રહે. તમારા પૈસા કોઈ લઈ જતું હોય તો તમે ઉપેક્ષા કરો કે તેનો સામનો કરો ? અને અહીં ભગવાનના મંદિરનું જતું હોય ત્યારે મૌન રહો એ કઈ રીતે ચાલે ?
* ભતિ શતિ મુજબ થાય પણ આશાતના એક પણ જાતની ન થવી જોઈએ. તમારી ભાષામાં કહીએ તો ઓછું કમાઈએ તે ચાલે પણ નુકસાન થોડું પણ ન જોઈએ. એક વખત આચાર્યભગવન્તે કહ્યું હતું કે – ધર્મ નહીં કરનારા જેટલી આશાતના નથી કરતા તેટલી આશાતના ધર્મ કરનારા કરે છે. દેવ-ગુરુ-ધર્મને જાણ્યા પછી એમની અવહેલનાનું પાપ એ ભયંકર પાપ છે. આવી અવહેલનાનું પાપ તેઓ જ કરે કે જેઓને દુર્ગતિમાં જવાનું હોય.
* આશાતના સમ્યક્ત્વાદિનો ઘાત કરે છે. આશાતના ટાળવા માટે અવગ્રહની મર્યાદા રાખી છે માટે આશાતનાના વર્ણન પછી અવગ્રહનું વર્ણન કર્યું છે. અંગપૂજા કરતી વખતે આશાતના ન થાય માટે અષ્ટપડ મુખકોશ બતાવ્યો. તીર્થંકર પ્રત્યે બહુમાન નહીં હોય તો તેમની ભક્તિ કરવાથી લાભ નહીં થાય.
અહીં તીર્થંકરપરમાત્માનો અવગ્રહ બતાવતી વખતે ગ્રંથકારે તીર્થંકરપરમાત્માનું ‘શાસ્તા’ આ પ્રમાણે વિશેષણ આપ્યું છે. અનુશાસન કરે તેને શાસ્તા કહેવાય. આપણને શું ગમે ? આપણું ચલાવી લે એ ગમે કે અનુશાસન કરે એ ગમે ? કડકમાં કડક અનુશાસન પોતે ઝીલ્યું છે માટે તેઓ અનુશાસન સારી રીતે કરી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૪
Page #136
--------------------------------------------------------------------------
________________
શકે એવા છે. પૂજા, દર્શન, ભક્તિ કરવી હોય તો અવગ્રહમાં જવાનું. બિનજરૂરી અવગ્રહમાં પેસવું એ આશાતના છે. ભગવાનની પૂજા કરતી વખતે નખ અડી ન જાય, બીજી આંગળીનો સ્પર્શ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું. ટૂંકમાં નાના છોકરાને જે રીતે અડો તે રીતે ભગવાનને પૂજા કરતી વખતે અડવું તો આશાતનાથી બચાય. ગ્રંથકારે ભગવાનનું જે વિશેષણ મૂક્યું તે જોતાં તો તીર્થંકર પ્રત્યે બહુમાન જાગે સાથે સાથે એમના શાસનને પામેલા આવા મહાપુરુષો પ્રત્યે પણ બહુમાન જાગ્યા વિના નહીં રહે.
* જઘન્ય અવગ્રહ નવ હાથનો અને ઉત્કૃષ્ટ અવગ્રહ સાઈઠ હાથનો, તે સિવાયનો વચ્ચેનો મધ્યમ અવગ્રહ જાણવો. આજ્ઞા મુજબ ધર્મ કરવો હશે એને અવગ્રહ સાચવ્યા વિના નહીં ચાલે.
* અહીં પ્રસંગથી ગુરુનો અવગ્રહ પણ જણાવ્યો છે. દેવના અવગ્રહની વાત ચાલતી હતી તેમાં ગુરુના અવગ્રહની વાત ક્યાંથી આવી ?' આ પ્રમાણેની શિષ્યશંકાનું નિરાકરણ એકાવનમી ગાથાથી કરે છે. જે વસ્તુ અવશ્ય નિરૂપણીય હોય અને યાદ આવે તેમ જ તેનું ભવિષ્યમાં નિરૂપણ કરવાનું જ હોય તો તે વસ્તુનું નિરૂપણ અહીં જ કરી લેવું તેને સમસદ્ગસંગતિ કહેવાય છે. સપ્રસંગસંગતિથી અહીં ગુરુના અવગ્રહનું નિરૂપણ કર્યું છે. ગુરનો જઘન્ય અવગ્રહ આત્મપ્રમાણ એટલે પોતાની કાયા પ્રમાણ અર્થાત્ સાડા ત્રણ હાથ જેટલો જાણવો.
સ. લાંબેથી દર્શન નથી થતા.
સિનેમા થિએટરમાં લાંબેથી પણ દેખાય છે ને ? બધા જ મર્યાદા પાળે તો સારી રીતે દર્શન થઈ જાય. શાસ્ત્રની સાથે રહેવા માટે મહેનત કરવી. શાસ્ત્રને બાજુ પર મૂકવા માટે કસરત ન કરવી. માર્ગાનુસારી પ્રજ્ઞા કેળવવા માટે અવરોધ ક્યાં છે એ નહીં જોવાનું, અવરોધ કઈ રીતે ટાળશું એ જોવાનું.
* અવગ્રહ જાળવી લીધા પછી તે અવગ્રહમાં અકર્તવ્ય શું શું છે તે બતાવવાનું કામ આગળની બે ગાથાથી કરે છે. નાક સાફ કરવું, ઘૂંકવું... વગેરેનું વર્જન કરવું. ગમે ત્યાં નાક સાફ કરવું તે સારા માણસનાં લક્ષણ નથી. ઑફિસમાં સાહેબ સાથે વાત કરો ત્યારે નાક સાફ કરો ખરા ?
સ. આ તો કુદરતી વસ્તુ છે ને?
કુદરતી વસ્તુ માટે પણ કાળજી લઈએ તો કાબૂમાં રહે ને ? ચોપડાપૂજન વગેરે કરતી વખતે ધ્યાન રાખો છો ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૫
Page #137
--------------------------------------------------------------------------
________________
* દેરાસરના પરિસરમાં સ્ત્રીકથા, ભક્તકથા વગેરે ન કરવી. તપસ્વીને શાતા દેરાસરમાં ન પુછાય. અનુચિત આસન ન રાખવું. કટાસણું, રજઇ, ગાદી વગેરે ઉપર દેરાસરમાં ન બેસવું. જેના કારણે ઉદ્ધતાઈ જણાઈ આવે એવા આસનનો ત્યાગ કરવો. નિષ્કારણ દેરાસરમાં ઊભા ન રહેવું. કોઈની રાહ જોવા માટે દેરાસરના પરિસરમાં ઊભા ન રહેવું. નવકારવાળી પણ દેરાસરમાં ન ગણવી. ઉપર જણાવેલી વસ્તુમાં દૃષ્ટાન્ત આપે છે. કામક્રીડામાં આસક્ત, રમતિયાળ એવા પણ દેવો મંદિરના પરિસરમાં આમાંનું એક પણ કામ કરતા નથી. વિષયના વિષથી મોહિત એવા પણ દેવો જો મંદિરના પરિસરમાં આ રીતે વર્તતા હોય તો જેઓ વીતરાગ થવા માટે અને રમત છોડવા માટે મંદિરમાં જતા હોય તેઓ કઈ રીતે વર્તે ? આપણે વિષયના વિષથી મોહિત નથી ને ? રમતિયાળ નથી ને ? આના ઉપરથી પણ સમજી શકાય ને કે સ્ત્રીઓની સાથે પુરુષોએ અને પુરુષોની સાથે સ્ત્રીઓએ ન જવું ?
* ગાથા ૫૪ : પ્રજ્ઞાહીન એવો શ્રાવક દેવદ્રવ્યની ઉપેક્ષા કરે અથવા તો દેવદ્રવ્યનું ભક્ષણ કરે તો તે સંસારમાં પાપકર્મથી લેપાય છે. અહીં પ્રજ્ઞાહીન એટલે અજાણતા. જે અજાણતા પણ આ રીતે પાપકર્મથી લેપાતા હોય તો જાણી-જોઈને કરે તેઓનું શું થશે ? એ જાતે વિચારી લેવું.
* જેઓ અજાણતા આ રીતે વર્તતા હોય તેઓનું કડકમાં કડક અનુશાસન કરીને તેમને ઠેકાણે લાવવા. ‘હું આટલું દ્રવ્ય દેરાસર-ઉપાશ્રયમાં આપીશ' એમ કીધા પછી જો તે ન આપે તો એની પાસેથી કઢાવવા મહેનત કરવી. આવા વખતે ‘એનું પાપ એના માથે' કહીને બેસી જાય તો પોતે તો સંસારમાં ભટકે સાથે સાથે સામાને પણ સંસારમાં ભટકાવવાનું કામ પોતે કરે છે – એમ માનવું પડે. કોઈએ ઘર, મંદિર, બગીચો વગેરે દેરાસર વગેરેના નિભાવ માટે આપ્યું હોય તો તેને સાચવવાની જવાબદારી શ્રાવકની હોય. કોઈ વ્યક્તિ ‘હું આટલું ધન આપીશ' એમ કહીને મરી ગયો હોય તો એના વંશજને કહીને તેની પાસેથી કઢાવવા. ‘આપણે ક્યાં બોલ્યા છીએ, એ બોલ્યો હતો’ એમ કહીને તમે જો તેની ઉપેક્ષા કરો તો સંસારભ્રમણરૂપ દોષ તમને પ્રાપ્ત થવાનો. એકલા દેવદ્રવ્ય માટેની આ વાત નથી, સાધારણદ્રવ્યની વાત પણ ભેગી ગણવી. જે લોકો ધર્મ નથી સમજ્યા તેઓ આવું કરે. અહીં શિષ્ય શંકા કરે છે કે – સમજદાર આવું કરે છે તેનું શું ? તેનો જવાબ ગ્રંથકારશ્રી આપે છે કે જેઓએ ભૂતકાળમાં નરકનું આયુષ્ય બાંધ્યું હોય તેઓ સમજદાર થઈને આવું કરશે. જેવી ગતિ હોય તેવી મતિ થાય છે.
૧૩૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #138
--------------------------------------------------------------------------
________________
સ. વહીવટ માટે ધ્યાન રાખવું પડે ને?
ટ્રસ્ટી થવું હોય તો ધ્યાન રાખીને કામ કરવાની તેવડ રાખવી પડે. કામ કરવાની તેવડ ન હોય તો ટ્રસ્ટી થવાનો મોહ ન રાખવો. જેટલી પ્રવૃત્તિ ઓછી કરશો એટલું કામ સારું થશે. નહીં તો દેવદ્રવ્યના ભક્ષણનું પાપ લાગ્યા વગર નહીં રહે. આપત્તિકાળમાં વાપરવા માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતા જવું. બાકી તો જયાં સુધી આપણી શક્તિ છે ત્યાં સુધી આપણું જ દ્રવ્ય વાપરવું. ઉદારતા રાખતાં અને સમયનો ભોગ આપતાં આવડે તો ભગવાનની ભતિ સારામાં સારી થાય.
* દેવદ્રવ્યાદિનું ભક્ષણ કે ઉપેક્ષા થતી હોય ત્યારે તેની રક્ષા કરવાની જવાબદારી શ્રાવકોની છે. જ્યારે શ્રાવકવર્ગ ઉપેક્ષા કરે, તો તેને કડકાઈથી પણ સમજાવવાનું કામ સાધુભગવન્તો કરે. છતાં શ્રાવકવર્ગ તદન ઉદાસીન બને તો તેવા વખતે શ્રાવકોને નીચે ઉતારી સાધુભગવન્ત બધો વહીવટ પોતાના હાથમાં લઈ લે. દેવદ્રવ્યની રક્ષા કરવી હશે તો ભોગ આપવાની તૈયારી રાખવી જ પડશે. યુદ્ધમાં કોને મોકલાય ? જેની કપાવાની તૈયારી હોય, બૈરાંછોકરા રંડાય તેની ચિંતા ન હોય તેવાને ને ? અહીં પણ બધી જ તૈયારી જોઈશે. તિરસ્કાર પણ વેઠવો પડશે. આજે ઘરમાં રોજ ઘરના લોકોનો તિરસ્કાર વેઠનારા અહીં જે કોઈ કારણસર સાધુભગવન્ત તિરસ્કાર કરે તો ઉપાશ્રય છોડીને ચાલ્યા જાય... તેવાઓ દેવદ્રવ્યની રક્ષા કઈ રીતે કરી શકવાના? તમારી તેવડ ન હોય તો તમે તમારું ઘર સાચવો પણ અહીં સમાધાન કરવાની વાતો ન કરો.
સ. સહનશક્તિ નથી.
સહનશક્તિ નથી તેનું કારણ એ છે કે સંસાર જોઈએ છે, ધર્મ નથી જોઈતો; ક્ષમા નથી જોઈતી, કષાય જોઈએ છે અને વિષય જોઈએ છે, વૈરાગ્ય નથી જોઈતો માટે સહનશક્તિ આવતી નથી. ઈચ્છાશક્તિ પ્રબળ બને તો સહનશક્તિ ખીલ્યા વગર ન રહે. તમારા ઘરનો પૈસો કોઈ લઈ જતું હોય તો તમે પ્રતીકાર કરો કે શાંતિના પાઠ શીખવો ? અહીં દેવદ્રવ્યની ઉપેક્ષા થતી હોય કે ભક્ષણ થતું હોય તો શાંતિના પાઠ શીખવવા છે? સંક્લેશનું વાતાવરણ ઊભું થાય છે – એવી દલીલ કરવી છે? માનવું પડે ને કે દેવને પોતાના માનતા નથી. જે સાધુભગવન્તોએ સર્વ સાવધ યોગનો ત્યાગ કર્યો છે તેવાઓને પણ ચૈત્યદ્રવ્યના વિનાશ વખતે બધો વહીવટ પોતાના હાથમાં લેવાનું જણાવ્યું છે. તેના ઉપરથી પણ દેવદ્રવ્યની રક્ષા કેટલી આવશ્યક છે તે સમજી શકાય એવું છે. દેવદ્રવ્યના ભક્ષણ કે ઉપેક્ષાના કારણે અનન્તસંસાર વધે છે. આપણને પાપનો ડર લાગે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૭
Page #139
--------------------------------------------------------------------------
________________
કે સંસારનો ડર લાગે ? પાપ ન ગમે પણ પુણ્ય ગમે તેને સંસારનો ડર ન હોય. સંસારનો ડર જેને હોય તેને પાપ પણ ન ગમે અને પુણ્ય પણ ન ગમે, કર્મમાત્ર ન ગમે. દુઃખના ભયના કારણે પાપનો ભય જાગે, જ્યારે સુખના ભયના કારણે સંસારનો ભય પેદા થાય. આજે પાપથી દૂર થનારા સંસારમાં રહેવા માટે મહેનત કરતા દેખાય ને ? જ્યાં સુધી સંસારનો ડર નહિ જાગે ત્યાં સુધી વાસ્તવિક કોટિનો પાપનો ભય જાગે નહિ.
* ટ્રસ્ટ કે સંઘ કોઈ પણ જાતનું બંધારણ ઘડવાના અધિકારી નથી. બંધારણ તો ભગવાન ઘડીને જ ગયા છે, તેનું પાલન કરવા અને કરાવવાનું કામ સંઘ કરે. સ્વપ્નદ્રવ્ય(સુપનના ચઢાવાની બોલી)ની આવક દેવદ્રવ્યમાં જાય છે. આવો પાઠ કોઈ શાસ્ત્રમાં નથી, છતાં એ સ્વપ્ન ભગવાનના નિમિત્તે આવ્યાં હોવાથી તેની આવક દેવદ્રવ્યમાં જ જાય એ સર્વમાન્ય છે. આજે કેટલાક લોકો એવો તર્ક લડાવે છે કે ભગવાનની માતાને સ્વપ્ન આવ્યાં હોવાથી તેની આવક સાધારણમાં જાય : એ તર્ક ખોટો છે. ભગવાનની માતાને એ સ્વપ્ન, ભગવાનના પ્રભાવે આવ્યાં છે. બીજાં સંતાન પેટમાં આવે ત્યારે ભગવાનની માતાને ય એ સ્વપ્ન આવતાં નથી. ૪૦% સાધારણમાં અને ૬૦% દેવદ્રવ્યમાં જાય : આવું કહે છે તેઓ પણ દેવદ્રવ્યમાં આવક જાય એવું તો માને જ છે, આથી જ ૧૦૦% સાધારણમાં લઈ જવાની હિંમત નથી કરતા. દેવદ્રવ્યની આવકમાં ટકાવારી કરવાનો એમને કોઈ અધિકાર નથી.
* અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી માટે જે દ્રવ્ય સંઘને કે ટ્રસ્ટને અર્પણ કર્યું હોય અથવા તો એ નિમિત્તે પૈસા લખાવ્યા હોય તેમાંથી આપણે પૂજા ન કરાય. આપણે એ પૈસા આપી દીધા હોવાથી હવે એ સ્વદ્રવ્ય નથી. આપણે તો સ્વદ્રવ્યથી જ પૂજા કરવાની.
સ. આપણે એ આશયથી જ પૈસા આપ્યા હોય તો?
ટ્રસ્ટીઓ આપણા નોકર નથી કે જેથી આપણા પૈસા સાચવે. આપણે પણ આમાંથી વાપરીશું એવા ભાવથી પૈસા ન અપાય. આપ્યા પછી આપણી માલિકી રહેતી નથી. તમે કોઈ હોસ્પિટલમાં દર્દીની સારવાર માટે ડોનેશન આપ્યું હોય તો એ હોસ્પિટલમાં તમે ક્યારેક દર્દી થઈને જાઓ તો તમને મફત સારવાર મળે? મફત સારવારને તમે ઈચ્છો પણ ખરા? તો અહીં કેમ ટ્રસ્ટને પૈસા આપ્યા પછી તેમાંથી પોતે પૂજા કરાયા એવું માનો છો ? એક બાજુ દાતા તરીકે નામ લખાવી માન લેવું છે અને બીજી બાજુ પોતાના પૈસાનો ભાગ માની પૂજા કરવી છે-આ નીતિ સારી નથી. તમારાથી પહોંચાતું ન હોય તો ટીપમાં પૈસા ન નોંધાવો, પણ પૂજા તો સ્વદ્રવ્યથી જ કરવાની.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૮
Page #140
--------------------------------------------------------------------------
________________
સ. બધા સ્વદ્રવ્યથી જ કરે તો પછી ટીપ બોલવાની શરૂઆત કેમ કરવામાં આવી ?
તમારા જેવાને પાપથી બચાવવા માટે શરૂઆત થઈ. જો એ પૂજાની સામગ્રી માટે ટીપ ન કરવામાં આવે તો દેવદ્રવ્યમાંથી એ કેસર-સુખડ વગેરે વપરાય. આ રીતે દેવદ્રવ્યના વપરાશના પાપથી બચાવવા માટેનો એ પ્રયત્ન હતો, તમને વાપરવાનો પરવાનો મળે તે માટે કે લોકો એ બહાને પૂજા કરતા થાય-એ માટેનો નહિ.
સ. દેરાસરની વસ્તુ વાપરીએ અને એટલા પૈસા દેરાસરમાં નાંખી દઈએ તો ?
તમે પૂજા નિમિત્તે પૈસા નાખ્યા છે એવું કોણ જાણે ? લોકો તમને ભક્તિરૂપે રોજ પૈસા નાખનારા તરીકે જાણે એવી માયા ન કરાય. આશય ગમે તેટલો સારો હોય તોપણ પ્રવૃત્તિમાં અનૌચિત્ય ન ચાલે. દૂધ પણ પીવું હોય તો દારૂના પીઠામાં ન પિવાય. ભંડારમાં પૈસા નાંખવા તેના કરતાં વસ્તુ પણ આપણી અને મહેનત પણ આપણી-એ રીતે સ્વદ્રવ્યથી જ પૂજા કરવાની. થોડી આળસ ખંખેરો અને સમયનો ભોગ આપતા થાઓ તો આ બધું શક્ય છે.
ધર્મતત્ત્વ * આજે લોકમાં સારા માણસ તરીકે ગણાવા માટે પણ આપણે ધર્મને કરવા જેવો માન્યો છે ને ? આજે આપણને ધર્મ કરવો ગમે છે પણ ધર્મનું ફળ(મોક્ષ) નથી જોઈતુંખરું ને ? ધર્મ કરવા છતાં સંસારના સુખની ઈચ્છા એવી ને એવી જ છે ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે સંસારના સુખનો ભોગવટો જ નહિ, તેની મનથી પણ ઈચ્છા કરીએ તો મોક્ષ ન જ મળે-આવું જાણ્યા પછી પણ જો સુખની ઈચ્છા મૂકવાની તૈયારી ન હોય તો માનવું પડે ને કે મોક્ષ જોઈતો નથી!
* આજે તમે પૌષધ કરો તે ચારિત્ર લેવા માટે કરો છો અને અમે ચારિત્રનું પાલન મોક્ષ માટે કરીએ છીએ એવું કહી શકાય એમ છે ખરું? આજે દીક્ષા લઈને બેઠેલાને પણ ગુરુનો સ્વભાવ માફક નથી આવતો એ દેખાય છે પણ પોતાનો સ્વભાવ સુધરતો નથી એ નથી દેખાતું. ગુરુનું અશુદ્ધ સ્વરૂપ નથી જોવું, પોતાનું શુદ્ધ સ્વરૂપ નજર સામે રાખવું છે. કપડાં ધોતી વખતે સાબુ કેવો છે એ જોવાનું કે કપડું કેવું છે એ જોવાનું કપડું કેવું છે – એ જોઈએ તો કપડું સાફ થાય. અત્યારે જે ધર્મ કરીએ છીએ, અત્યાર સુધી જેટલો ધર્મ કર્યો છે તેનાથી મોક્ષ નથી મળ્યો એવું જાણ્યા પછી ધર્મ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૩૯
Page #141
--------------------------------------------------------------------------
________________
સુધારવો છે અને વધારવો છે – એવું લાગે ને ? ન લાગે તો મોક્ષ નથી જોઈતો એમ માનવું પડે ને ? શરીર સાચવીને મુક્તિ ન મળે, છોડીને મળે. અત્યાર સુધી શરીર છોડ્યું નહિ ને સાચવ્યું આથી જ મુક્તિ ન મળી. મોટી ઉંમરે ખાધેલું પચતું ન હોય તો એકના બદલે બે ટંક નથી વાપરવું, પણ આહાર ઘટાડી દેવો છે. ધર્મના ફળ તરીકે મોક્ષ નથી જોઈતો ને ?
સ. સુખ એ પણ ધર્મનું ફળ છે ને?
દેવલોકનાં સુખો એ ધર્મનું ફળ નથી, એ તો ધર્મરૂપ બીજમાંથી ઊગેલું ઘાસ છે. ચેષામમિત્તે .. તૃણમપિ ગતિ નૈવ ના ... દેવો ભગવાનનો અભિષેક કરીને જે આનંદ પામે છે તેની સામે દેવલોકનાં સુખો તેમને ઘાસ કરતાં પણ તુચ્છ જણાય છે, તો એ સુખો ધર્મનું ફળ કઈ રીતે ગણાય? ધર્મનું ફળ તો મોક્ષ જ છે.
* અશુદ્ધ ક્રિયા પણ જે મોક્ષના આશયથી કરવામાં આવે તો તેનાથી મોક્ષબાધક સામગ્રીનો બાધ થાય છે અને તેથી ભવાન્તરમાં મોક્ષસાધક સામગ્રી સુલભ બને છે. અને સાધુપણાની શુદ્ધ ક્રિયા પણ જો માત્ર સુખ ખંખેરવાના આશયથી કરવામાં આવે તો તેથી ભવાન્તરમાં દુર્લભબોધિ બનાય છે. અજ્ઞાનતપ પણ મોક્ષની ઈચ્છાથી કર્યો તો તામલી તાપસ સમ્યગ્દર્શન પામ્યા. મોક્ષની ઈચ્છાથી કરેલ અનુષ્ઠાન ગુણકારી બન્યા વિના રહેતું નથી. નિયાણું કરીને સાધુપણું પાળવું તેના કરતાં નિયાણા વગરનું ગૃહસ્થપણું સારું. પહેલી દષ્ટિનું માર્ગાનુસારીપણું સારું પણ છઠ્ઠાની ક્રિયાવાળું ગુણહીન ગુણઠાણું સારું નહિ. જ્યાં સુધી શુદ્ધ ધર્મ ન આવે ત્યાં સુધી અશુદ્ધથી ચલાવીશું પણ એનો અર્થ એ નથી કે અશુદ્ધ ધર્મમાં વાંધો નથી.
* ગાથા ૧ : જીવદયા, સત્યવચન, પરધનનું પરિવર્જન, સુંદર પ્રકારનું શીલ, ક્ષાન્તિ, પાંચ ઈન્દ્રિયોનો અને મનનો નિગ્રહ : આ ધર્મનાં મૂળ છે.
૧. જીવદયા :
* કોઈ પણ જીવને દુઃખ નથી આપવું તેનું નામ જીવદયા, આજે કોઈને દુઃખ ન પહોંચે એ પરિણામ આપણો છે કે આપણને દુઃખ ન પડે તેવો પરિણામ છે? તમને દુ:ખ પડતું હોય તો મારે સુખ પડતું મૂકવું છે : આવી વૃત્તિ જેની હોય તે સાધુપણું મજેથી પાળી શકે. આપણને દુ:ખ પડે છે માટે બીજાએ સુધરવું જોઈએ એવું નહિ, બીજાને દુઃખ ન પહોંચે માટે આપણે સુધરી જવું છે-તેનું નામ જીવદયા. બધાને સુધારી ન શકાય, આપણી જાતને મજેથી સુધારી શકાય. એક ઠેકાણે કહ્યું છે કે ભૂમિ ઉપરના
૧૪૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #142
--------------------------------------------------------------------------
________________
બધા કાંટા દૂર કરવા એ શકય નથી, આપણે માત્ર પગમાં જોડાં પહેરવાં અને ઉપયોગપૂર્વક ચાલવું એ જ શક્ય છે, કર્ત્તવ્ય છે. આપણે તેવા પ્રકારની જવાબદારીના સ્થાને હોઈએ તોપણ બે કે ત્રણ વાર કહેવું, બાકી મૌન રાખવું. યોગ્યને હિતશિક્ષા આપવામાં તેના પ્રત્યે દયા જળવાય અને અયોગ્યની ઉપેક્ષા કરવામાં તેની દયા જળવાય. સમર્થ એવા અરિહન્તભગવન્તો પણ આપણને સુધારી ન શક્યા તો અસમર્થ એવા આપણે બીજાને કઈ રીતે સુધારી શકીએ ? આપણે સહન કરવાનું આવશે તો ચાલશે પણ બીજાની આંખમાં આપણા નિમિત્તે આંસુ આવે એવું નથી કરવું. આપણને દુઃખ ન પડે એનો વિચાર રાતદિવસ કરીએ છીએ હવે બીજાને દુ:ખ ન પહોંચે એવો પરિણામ કેળવવો છે
આ જ ધર્મનું આદિમૂળ છે. મારવામાં પાપ છે, માર ખાવામાં નહિ; સહન કરવામાં પાપ નથી, રોવડાવવામાં પાપ છે. અનાદિકાળથી આ સંસારમાં આપણે અનન્ત કાળ સુધી કંઈકેટલાય જીવોને દુઃખ પહોંચાડયું છે, એ બધું જ વ્યાજ સાથે આપણે પૂરું કરવું છે. પૃથ્વીકાયાદિ અસંખ્યાત જીવોને આપણે રોજને રોજ દુઃખ પહોંચાડીએ છીએ છતાં એકાદ દિવસ કોઈક આપણને દુ:ખ આપે ને રોવા બેસીએ-એ ચાલે ? આપણી જાત સામે જોતાં તો દુઃખ આવે ત્યારે આટલું જ કેમ આવ્યું–એમ પૂછવું પડે એવું છે, એના બદલે આટલું પણ કેમ આવ્યું – એવું જ વિચાર્યા કરે તો દુઃખ વેઠવાની શક્તિ ક્યાંથી મળે ? ગૃહસ્થપણામાં કદાચ દુઃખ વેઠવું ન પડે એ બને પણ દુ:ખ આપવું તો પડે જ. જ્યારે સાધુપણામાં દુઃખ આવે પણ દુ:ખ આપવું ન પડે. દુ:ખ પડે એનો વાંધો નથી, દુ:ખ આપવું પડે એનો વાંધો છે. આજે આટલું નક્કી કરવું છે કે કોઈને દુઃખ નથી આપવું-એની શરૂઆત આપણા ઘરથી કરવી છે. આપણા ઘરનાને દુ:ખ થાય, મોઢું પડી જાય, આંખમાં આંસુ આવે એવું નથી કરવું.
સ. એ તો સહજભાવે થઈ જાય છે.
ન
થઈ જાય તો તરત દસ ખમાસમણાં આપી દેવાં. કોઈને ભૂલથી પગ લાગી જાય તોય તરત માફી માંગનારા આપણે બીજાને જાણીને દુ:ખ પહોંચાડવા છતાં તેની સજા રૂપે દસ ખમાસમણાં પણ આપવા તૈયાર ન થઈએ તો તો દંભ જ કરીએ છીએ – એમ માનવું પડે ને ? દુઃખ આપવામાં હૈયું નઠોર થઈ ગયું છે માટે સાધુપણું આવતું નથી. જો કોઈને દુઃખ નથી આપવું આ દયાભાવ આવે તો સાધુપણા પર નજર સ્થિર થયા વિના ન રહે.
* બીજાને દુ:ખ આપવાની વૃત્તિના કારણે જ વિષય અને કષાયની પરિણતિનો ખપ પડે છે. સારી વસ્તુ ખંખેરી લેવા માટે વિષયની જરૂર પડે અને ખરાબ વસ્તુ ટાળવા માટે કષાયની જરૂર પડે. વિષયની પરિણતિ સુખ ભોગવવાનું શીખવે છે અને કષાયની
૧૪૧
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #143
--------------------------------------------------------------------------
________________
પરિણતિ દુઃખ ટાળવાનું – બીજાને દુઃખ આપવાનું શીખવે છે. વિષયની પરિણતિના કારણે બીજાનું સુખ ઝૂંટવી લેવાનું બને અને કષાયની પરિણતિના કારણે બીજાને દુઃખ આપવાની વૃત્તિ જાગે છે.
* દુઃખ આપણા પાપથી આવે છે કે લોકોના પાપના કારણે ? બીજાની અયોગ્યતાના કારણે દુખ નથી આવતું, આપણા પોતાના પાપના કારણે જ દુઃખ આવે છે. કોઈ આપણને દુઃખ આપે છે કે આપણું પાપ આપણને દુઃખ આપે છે? જે આપણું પાપ જ આપણને દુઃખ આપતું હોય તો એ નિમિત્તે બીજાને દુઃખ આપવાની મૂર્ખાઈ કરીએ તો માનવું પડે કે સમ્યગ્દર્શનમાં પણ મીંડું છે. આવી દશામાં તમે કટાસણા પર બેસો કે અમે સાધુ થઈને ફરીએ એમાં શો ફાયદો? જો એક આટલી શ્રદ્ધા પણ મજબૂત થઈ જાય કે દુઃખ આપણા પાપથી આવે છે તોય સાધુપણું મજેથી પાળી શકાય.
* આપણને જે રાગદ્વેષ નડે છે તે આપણા ઘરપૂરતા, આપણા પરિચિત જન પૂરતા જ નડે છે ને ? એટલા ક્ષેત્રમાં પણ જે રાગદ્વેષ ટાળી ન શકીએ તો વીતરાગતા કઈ રીતે પામી શકાશે? ઘરના લોકોને દુઃખ થતું હોય તો તેવું વચન નથી કહેવું. સામા માણસને સુધારવાની જવાબદારી આપણી નથી.
સ. સામાની ભૂલ બતાવવી પડે ને?
આપણી ભૂલ કોઈ આપણને બતાવે તો ગમે છે ખરું ? જો ન ગમતું હોય તો બીજાને ભૂલ બતાવવાની ઉતાવળ ન કરવી. ભૂલ બતાવતી વખતે મોટે ભાગે પોતે ડાહ્યા છે અને સામો મૂર્ણ છે – એવું બતાવવાનો ભાવ હોય છે. એવું ડહાપણ બતાવવાની જરૂર નથી. સાધુપણામાં આવ્યા પછી પણ આચાર્યાદિ પદે બિરાજમાન થાય તેમને જ બીજાને હિતશિક્ષા આપવાનો અધિકાર છે. જે નિઃસ્પૃહ થઈને હિતશિક્ષા આપે તેને જ હિતશિક્ષા આપવાનો અધિકાર છે. જેઓ સ્પૃહાવાળા હોય તેઓ હિતશિક્ષા આપવાના અધિકારી નથી. જે મમત્વ મારે તેને અધિકાર છે, જે મમત્વને આગળ કરે તેને અધિકાર નથી.
સ. દ્વેષ ન કરીએ પણ રાગ કરીએ તેમાં શું વાંધો?
રાગ કરીએ ત્યારે પણ મુશ્કેલી છે. એક ઉપર રાગ કરીએ ને બીજા પર ન કરીએ તો બીજાને દુઃખ થાય ને? જેના પ્રત્યે રાગ કરીએ તે જો રાગ ન વરસાવે તો આપણને પણ દુઃખ થાય ને? આથી રાગમાં પણ પડવાની જરૂર નથી અને શ્રેષમાં પણ નથી પડવું. પ્રવૃત્તિ કરવા છતાં હૈયું અળગું રાખવું છે. બને ને ?
૧૪૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #144
--------------------------------------------------------------------------
________________
૨. સત્યવચન :
* બીજું સત્યવચન નામનું ધર્મનું મૂળ છે. હિંસા ટાળવી હજુ સહેલી છે પણ જૂઠું ટાળવું સહેલું નથી. આજે તો જૂઠું બોલવું તે મુત્સદ્દીપણું ગણાય ને? કોઈકને કંઈક સમજાવે, કોઈકને કંઈક સમજાવે અને બધાને હાથમાં રાખે તે જુઠો કહેવાય કે મુત્સદ્દી કહેવાય ? આઘુંપાછું કરવું તે જુદું જ છે ને? અધર્મ આપણે સિફતથી કરીએ છીએ અને ધર્મ પરિણામથી પણ નથી કરતા. સાચું છુપાવવાનો ભાવ એ જ મૃષાવાદનું બીજ છે. ખોટી વાત કરવી, ખોટા હિસાબ રાખવા, બધાને અંધારામાં રાખવા : આ બધું જુઠાણું જ છે. આજે આઠમ-ચૌદશના દિવસે લીલોતરી ન ખાવાનો નિયમ હોય પણ જૂઠું ન બોલવાનો નિયમ સંવત્સરીના દિવસે પણ રાખ્યો છે ખરો? વ્યાખ્યાનમાં કેમ નથી આવતા એમ પૂછે તો શું જવાબ આપો? ‘ઉલ્લાસ ન હતો’ એમ કહો કે ‘મહેમાન આવ્યા હતા' એમ કહો ? તપ કેમ નથી કરતા એમ પૂછે તો શતિ નથીકહો કે ઉલ્લાસ નથી-કહો ? ધર્મસ્થાનમાં પણ આ નિયમ પાળી શકાય એવું નથી ને ? જૂઠું બોલવું એ પાપ પાપરૂપ લાગતું નથી માટે તે ટાળી શકાતું નથી. સાધુપણામાં આવ્યા પછી પણ જે ઝઘડા છે તે આ જુઠાણાંના છે. જે કાંઈ સિદ્ધાન્તનો ભેદ થાય છે તે પણ જુઠાના કારણે જ થાય છે. આપણું સાચું ઠરાવવાની વૃત્તિ હોય તેને જૂઠાનો આશ્રય લેવો પડે. સાચાને સાચું સ્વીકારવાની તૈયારી હોય તેને જૂઠું બોલવાનો પ્રસંગ ન આવે. પાપના બચાવ માટે જૂઠની જરૂર પડે, પાપ કરવું નથી તેને જૂઠની જરૂર જ પડતી નથી. નવો અપરાધ કરવો નથી અને જે અપરાધ કર્યા છે તેને અપરાધ તરીકે સ્વીકારી લેવા છે, રજૂ કરવા છે, તો આલોચના લેતી વખતે પણ ખોટું બોલવાનો વખત ન આવે.
* સાધુ ભગવન્તોએ “અરૂયિયાએ વિહરામિ' આ પ્રમાણે વ્રત ઉચ્ચર્યું હોવાથી પોતાના આત્માના હિતાર્થે જ તેઓ પ્રવૃત્તિ કરે, બીજાને સુધારવાની પંચાતમાં ન પડે.
* લૌકિક દૃષ્ટિએ પણ જે પાપ તરીકે ગણાતા હોય તેનો પણ જો ત્યાગ ન કરી શકીએ તો લોકોત્તર કોટિના આચારનું પાલન કરવાનું કામ કોઈ રીતે શક્ય નહિ બને.
* સાચું બોલવું અને ખોટું ન બોલવું: આ વ્રતનું પાલન સાધુ-સાધ્વી માટે પણ દુષ્કર છે. એના માટે વિશિષ્ટ પ્રયત્ન કર્યા વિના નહિ ચાલે. આપણે આપણા સ્વાર્થ ખાતર ખોટું બોલ્યા નથી-એવું તમે કે અમે કહી શકીએ એવી સ્થિતિ છે ખરી ? આ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૪૩
Page #145
--------------------------------------------------------------------------
________________
વ્રતના પાલન માટે અભ્યાસ કરવો જ પડશે. અભ્યાસ જેટલી ચીવટથી કરીશું તેટલી સિદ્ધિ નજીક બનશે.
૩. પરધનવર્જન :
* પરધનનું પરિવર્જન કરવું. પર એટલે બીજો. આપણા સિવાયના જેટલા હોય તે બધા પર, તેનું ધન તે પરધન. જેના પર આપણી માલિકી ન હોય તે પરધન. અનીતિથી કમાયેલો પૈસો આપણી માલિકીનો નહિ ને? પાપથી આવેલો પૈસો જેને ગમે તેને પાપ જ ગમે છે. જે વસ્તુ જીવનજરૂરિયાતની ગણાય તેવી વસ્તુ પણ પારકી ન આવવી જોઈએ. અહીં તો માત્ર સ્વામી-અદત્તની વાત છે. જે વસ્તુ પર જેની માલિકી હોય તેને પૂછ્યા વિના તેને હાથ પણ ન લગાડવો, આટલું તો શક્ય બને ને ? આટલો લૌકિક ધર્મ પણ જો ન આચરી શકીએ તો લોકોત્તરધર્મ કઈ રીતે પામી શકાય ? લોકોત્તરધર્મ સુધી પહોંચવા માટે આ લૌકિકધર્મ એ પગથિયા જેવો છે. આનું જ નામ માર્ગાનુસારીપણું છે. જેઓ આ રીતે સ્વામી-અદત્ત ટાળીને આવ્યા હોય તે તીર્થંકરાદિ અદત્તને મજેથી ટાળી શકે. ગુરુભગવન્તને પૂછ્યા વગર પાણી પણ વાપરીએ તો ગુરુઅદત્ત લાગ્યા વિના નહિ રહે અને ભગવાનની આજ્ઞાની ઉપરવટ થાય તો તીર્થંકરઅદત્ત લાગે. કોઈ પણ જીવની વિરાધના કરવાથી જીવ-અદત્તનું પાપ લાગે છે. આ ત્રણ પાપથી બચવાનું કપરું છે પણ સ્વામીઅદત્ત તો ટાળી શકાય ને?
* નોકરી કરવા જનારે કામ કરવું જોઈએ-એવું કહેવું પડે કે કરે જ? તેમ સામાયિક કરનારને સ્વાધ્યાય કરવો જોઈએ એમ કહેવું પડે કે કરે જ? આજે અપ્રામાણિકતા એ આપણા જીવનનો મુદ્રાલેખ બની ગયો છે, તેથી પ્રામાણિકપણે જીવન જીવવાનું કામ કઠિન બની ગયું છે.
૪. સુશીલતા :
ધર્મનું ચોથું મૂળ સુશીલતા બતાવ્યું છે. આપણે સુશીલ છીએ કે સુખશીલ છીએ ? જ્યાં સુખશીલતા હોય ત્યાં સુશીલતા આવી શકતી નથી. સુખ માટે જેટલો પ્રયત્ન કરીએ તે બધો દુ:શીલતામાં પરિણામ પામવાનો. સુખ છોડવા માટે જેટલો પ્રયત્ન કરાય તે બધો સુશીલતામાં પરિણમે. ગપ્પાં મારવાં, વિકથા કરવી – આ પણ એક પ્રકારની સુખશીલતા છે. સુશીલ બનવા માટે સુખશીલતાનો ત્યાગ કર્યા વગર નહિ ચાલે. વિષયની જે આસક્તિ તેનું નામ સુખશીલતા. સારું રૂપ જોવા મળે તો આંખ ઊંચી નથી કરવી, સારું સંગીત સાંભળવા મળે તો કાન માંડવા નથી, સારી ગંધ આવે તો ઊંડો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૪૪
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્વાસ નથી લેવો, સારું ખાવાનું મળે તો વાપરવું નથી, સારો સ્પર્શ મળે તો અડવું નથી. પાંચે ઈન્દ્રિયોના વિષયો જે મજેથી ભોગવે તે સારા કહેવાય કે ખરાબ ? લોકદષ્ટિએ પણ સારો તે ગણાય છે કે જે સુખને ભોગવતો નથી અને સુખનો ત્યાગ કરે છે.
* ચોથું ગુણઠાણું સમ્યકત્વના કારણે સારું હોવા છતાં અવિરતિના કારણે સારું નથી. પુણ્યનો ઉદય આવી-આવીને સાધનાને બગાડે છે માટે ચોથું ગુણઠાણું સારું નથી. જ્યારે છઠ્ઠા ગુણઠાણે નિર્જરાનો ધોધ વહ્યા કરે, પુણ્ય નડે નહિ અને જે કાંઈ પુણ્ય બંધાય તે મામૂલી હોય, ગુણસ્થાનકપ્રત્યયિક હોય, તેથી ત્યાં સાધના નિરાબાધપણે ચાલે છે. અવિરતિ સાથેની વિરતિ મલિન હોય છે. જેમાં અવિરતિની છાયા પણ ન પડે એ વિરતિ નિર્મળ છે. જે પુણ્યબંધમાં પાપની છાયા પડે તે પુણ્ય શું કામનું? પાપનો પડછાયો પણ ન પડે એવી નિર્જરાની છાયા સાધુપણામાં જ મળે છે.
* ધર્મ પ્રત્યે શ્રદ્ધા જાગ્યા વગર જે કોઈ ધર્મનું આચરણ કરવામાં આવે તે ધર્મ કોઈ પણ રીતે પરમપદનું કારણ નહિ બને.
* ધર્મ દુર્ગતિથી બચાવનાર છે કે સંસારથી તારનાર છે? ધર્મ સુખ આપનાર છે એ શ્રદ્ધા છે કે ધર્મ મોક્ષ આપે છે એ શ્રદ્ધા છે ? ૫. ક્ષાન્તિ, ૬. ઈન્દ્રિયોનો નિગ્રહ :
* કષાયનો ત્યાગ કર્યા વિના અને વિષયની પરિણતિ ટાળ્યા વિના ધર્મની શરૂઆત કરી છે-એ જ ખોટી છે. જેને સહન કરવાની વૃત્તિ ન હોય તે કષાયનો ત્યાગ ન કરી શકે અને જેને સુખ ભોગવવાની વૃત્તિ હોય તે ઈન્દ્રિયોનો નિગ્રહ ન કરી શકે. આપણને ધર્મની શરૂઆત કરતી વખતે જ ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાનું શીખવેલું. કોઈ પણ ક્રિયા શરૂ કરવા પહેલાં સ્થાપના સ્થાપતી વખતે પંચિંદિયસંવરણો કહીએ ને ? ચઉવિકસાયમુક્કો કહીએ ને? એને કહેવું પડે કે વિષયકષાયની પરિણતિ ટાળવા માટે ધર્મ કરવાનો છે?
સ. ઘરના લોકોને સુધારવા કહેવું પડે ને?
કહેવાનું, પણ આપણે સુધર્યા હોઈએ અને બીજા આપણું માનતા હોય તો કહેવાનું. એને સુધારવા માટે આપણને કષાય કરવાનો અધિકાર નથી. શ્રેણિક મહારાજા પોતે મર્યા પણ છોકરાને સુધારી ન શક્યા ને ? છોકરાને સુધારવા માટે કહેવાની પણ કોઈ મર્યાદા હોય ને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૪૫
Page #147
--------------------------------------------------------------------------
________________
સ. ક્યાં સુધી કહેવાનું?
એ સામો જવાબ ન આપે ત્યાં સુધી કહેવાનું. એ સામે બોલવા માંડે એટલે આપણે ચૂપ થઈ જવાનું.
સ. એ વધારે નફફટ ન થાય?
એ તો નફફટ છે જ, માટે તો માનતો નથી. ન કહેવાના કારણે નફફટ નથી થયો. નફફટ તો પહેલેથી હતો જ. આપણે કહીને વધુ નફફટ નથી બનાવવો.
સ. જૈન કુળમાં આવ્યો છે તો તેને કંઈક સંસ્કાર આપવા જોઈએ ને ?
તમે જૈનકુળમાં જન્મવા છતાં સાધુ નથી થયા તો અમે શું કર્યું ? આપણે ભગવાનનું નથી માનતા તો સાધુભગવન્ત ગુસ્સો નથી કરતા ને? તો એ આપણું ન માને એમાં આપણે ગુસ્સે થવાની જરૂર ખરી ? આજે તો ધર્માત્માનું લક્ષણ જ એ છે કે જે કષાય વધારે કરે અને જે સુખ વધારે ભોગવે તે ધર્માત્મા. આજે ધર્મ કરનારા એ ભૂલી ગયા છે કે ક્ષમાધર્મ રાખવાથી જ ધર્મ થાય, ક્રોધ કરવાથી ધર્મ ન થાય. આપણે તો કહેવું છે કે કષાય સહન કરીશ પણ કષાય કરીશ નહિ. આથી જ કોઈ પણ ક્રિયાની શરૂઆતમાં ખમાસમણું આપતી વખતે ક્ષમાશ્રમણ બોલીએ ને? તે જ ક્ષમાની પ્રધાનતાને જણાવે છે. તપ કર્યા પછી પારણે બે વસ્તુ ઓછી હોય તો ગુસ્સો આવે, પણ ગઈ કાલે તો કશું જ ન હતું, આજે તો ચાર વસ્તુ મળી છે – આ રીતે અનુકૂળ વિચાર કરે તો ચોક્કસ ફરક પડે. જેઓ આવો વિચાર કરવા રાજી નથી તેઓને મોક્ષ જોઈતો નથી – એમ જ કહેવું પડે ને ? છોડવું એ ધર્મ નથી, ભોગવવું નથી – એ ધર્મ.
સ. કાયાથી છોડ્યું હોય તો અધ્યવસાય ક્યારેક આવે ને ?
આવે એની ના નહિ, પણ લક્ષ્ય હોય તો આવે. આજે ઈચ્છા મારવા માટે ધર્મ કરવો છે – એવું લક્ષ્ય જ નથી. ઈચ્છા પૂરી કરવા માટે ધર્મ કરીએ છીએ અને એ ઈચ્છા પૂરી ન થાય તો ગુસ્સો કરીએ છીએ-ખરું ને? ધર્મ કરતાં કરતાં કષાય જાય એવું માનીને આજ સુધી ધર્મ કર્યો છતાં કષાય ગયા નહિ ને ? માટે કહેવું છે કે કષાય ટાળીને ધર્મ કરવો છે.
સ. દવા કરતાં કરતાં રોગ જાય ને ?
એની ના નહિ, પણ સાચી દવા કરતાં કરતાં રોગ જાય, ખોટી દવા લે તો તેનાથી રોગ ન જાય. દવા રોગ ક્યારે દૂર કરે ? દવા દવા હોય તો ને? સુખ માટે જ ધર્મ કરાય
૧૪૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #148
--------------------------------------------------------------------------
________________
તો તે ધર્મથી સુખનો રાગ કઈ રીતે જાય ? સુખનો રાગ કાઢવાની ભાવના હોય તો ધર્મ કરતાં કરતાં રાગ જાય. આજે તો આપણે આ અપેક્ષાએ ધર્મની શરૂઆત પણ કરી નથી. સુખ આપે અને જેનાથી સુખ ભોગવી શકાય એવો ધર્મ આપણે મજેથી કરીએ છીએ, જેનાથી સુખ છોડી શકાય અને સુખ ભોગવી ન શકાય એવા ધર્મની શરૂઆત કરી નથી. કષાય ન આવે તો દુઃખ મજેથી વેઠાય અને વિષયની પરિણતિ ન હોય તો સુખ મજેથી છોડી શકાય ને ? બીજા પર ગુસ્સો કરવો નથી અને બીજાનો ગુસ્સો સહન કરી લેવો છે – આટલું બનશે ને ?
* કોઈ પણ જીવને દુઃખ ન આપવું : આ ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા તેનું નામ સમ્યત્વ. સુખનો રાગ અને દુઃખનો દ્વેષ : આ પરિણામની તીવ્રતા સ્વરૂપ જે ગ્રંથિ છે તે ગ્રંથિ હાથમાં આવવી તેનું નામ ગ્રંથિદેશે આવવું. અને એ ગ્રંથિને ગ્રંથિ તરીકે ઓળખવી તે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ. તમારી ભાષામાં કહીએ તો રેશમનો ગૂંચવાડો હોય તેમાંથી ગાંઠ હાથમાં આવે તે ગ્રંથિદેશે આવવું અને એ ગાંઠ ગાંઠ તરીકે ઓળખાય તે શુદ્ધયથાપ્રવૃત્તિકરણ. એ ગ્રંથિનો ભેદ થવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય. એ સમ્યકત્વ પામતી વખતે કર્મની સ્થિતિ અલ્પ થયેલી હોય ને ? આયુષ્ય સિવાયના સાત કર્મની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી કંઈક ન્યૂન હોય ત્યારે જીવ ગ્રંથિદેશે આવે. તેમાંથી કર્મની લઘુતા થયા પછી સમ્યકત્વ પામે, તેમાંથી બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઘટે ત્યારે દેશવિરતિ મળે, તેમાંથી સંખ્યાત સાગરોપમ જેટલી સ્થિતિ ઘટે તો ક્રમસર સર્વવિરતિ, ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય. આના પરથી સમજી શકાય ને કે કર્મની લઘુતા થયા વિના ધર્મની પ્રાપ્તિ થતી નથી.
* જે છે તે ચલાવી લેવાની વૃત્તિના કારણે આગળ ચલાતું નથી, જ્યાં છીએ ત્યાં જ મજા લાગે છે ને ?
* આજે ધર્મ કરનારાને બીજાને ધર્મી બનાવવાનો અબાધિત અધિકાર જાણે ન હોય તે રીતે જ મોટાભાગનો ધર્મીવર્ગ વર્તે છે ને ? જ્યાં સુધી આ અધિકાર નહિ ઉઠાવીએ ત્યાં સુધી આપણા જીવનમાં ધર્મ નહિ આવે.
સ. બીજા જીવોની કરુણા તો કરવાની ને ?
આપણી જાતની ઉપેક્ષા કરીને બીજાની કરુણા કરવા નથી જવાનું. આપણી કિયા, આપણી આરાધના બગડે, સિદાય એ રીતે બીજાને સંસ્કાર નથી આપવા.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૪૭
Page #149
--------------------------------------------------------------------------
________________
* આજે જેટલી પણ વિરાધના કરીએ છીએ તે બધી રાગદ્વેષમૂલક છે. આથી તે રાગદ્વેષની પરિણતિ ટાળવી છે. જેની પ્રત્યે રાગ થાય ત્યાંથી આઘા થવું છે. જે વસ્તુ ગમી ગઇ તે મારા મોહને વધારનાર છે એમ સમજીને તેને બાજુએ મૂકી છે અને જેની પ્રત્યે દ્વેષ થાય તેની નજીક જવું છે. ‘તેમને સંક્લેશ નિહ, આપણને સંક્લેશ નિહ’ એવું કહીને દૂર થઈશું તો દ્વેષ વધવાનો. આપણે અનુબંધ તોડવા હોય તો ‘એમને સદ્ભાવ નથી, આપણને સદ્ભાવ નથી’ એવું કહીને છૂટા થવાને બદલે મિચ્છામિ દુક્કડં આપવું. આવેશમાં આવીને બોલી ગયો-એમ કહી માફી માંગવી તો દ્વેષના અનુબંધ તૂટે. રાગદ્વેષના અનુબંધ તૂટે તો જ કર્મની લઘુતા થાય, વિરતિ મળે અને નિરતિચારતા આવે.
* આપણને જે ધર્મ પર શ્રદ્ધા છે તે ધર્મ નથી, ધર્મનો આભાસ છે અને જે તાત્ત્વિક ધર્મ છે તેની શ્રદ્ધા આપણને જાગી નથી. પૂજા કરવા માટે નીકળો ત્યારે સાધુભગવન્તને જોઈને એવું થાય ખરું કે ધર્મ તો આ મહાત્માઓ કરે છે, આપણે કરીએ છીએ તે નહિ... ?
સ. અમારો વ્યાપાર નાનો, તમારો વ્યાપાર મોટો !
ધંધામાં નાનો વ્યાપાર ગમે ખરો ? નજર ક્યાં હોય ? મોટા વ્યાપાર તરફ જ ને ? જમતી વખતે પણ બે વસ્તુ સારી આવે તો પહેલાંની વસ્તુ કાઢીને મૂકી દો ને ? માલપુઆ આવે તો રોટલી કાઢી નાખીએ ને ? ન લઈ શકો, ન વાપરી શકો તોય વસવસો થાય ને ? અહીં એવું બને ખરું ? મારા ગુરુમહારાજ કહેતા કે આજે આપણને પાપ કરવાની છૂટ મળે છે માટે ધર્મ કરવાનું ફાવે છે. પાપ કરવાની રજા ન મળે તો ધર્મ કરવાની મજા આવે ખરી ? વિરતિવાળો ધર્મ તમને ય નથી ફાવે એવો અને અમને ય ફાવે એવો નથી. દાન આપવાનું હોય અને કમાવાનું ન હોય તો દાનધર્મ કરવો ફાવે ? સુખ ભોગવવા મળે ને થોડો ત્યાગ થાય તો સારું કે સુખ બિલકુલ ભોગવવા ન મળે ને સંપૂર્ણ ત્યાગ થાય તો સારું ? સાચી શ્રદ્ધા તો સંપૂર્ણ ત્યાગ માંગે જ ! જે આચરણને માંગે નહિ તે શ્રદ્ધા નહિ. આચરણ ન થાય તો માથું ભમવા માંડે, તેનું નામ શ્રદ્ધા.
ય
* આજે આપણને ઔયિકભાવનો ધર્મ ગમે છે અને ક્ષયોપશમભાવનો ધર્મ ગમતો નથી.
સ. ઔદિયકભાવનો ધર્મ પુણ્ય બંધાવે, ક્ષયોપશમભાવનો ધર્મ નિર્જરા કરાવે ખરું ને ?
ઔયિકભાવનો ધર્મ પાપાનુબંધી પુણ્ય બંધાવે એટલું યાદ રાખવું.
૧૪૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #150
--------------------------------------------------------------------------
________________
સ. એવો પાઠ મળે ખરો ?
ડોક્ટર રોગનું નિદાન કરે ને દવા આપે તો તેની પાસે પાઠ માંગો કે – આવું થયું હોય તો આ રોગ કહેવાય અને આ રોગમાં આ દવા લેવાય – આવું ક્યાં લખ્યું છે ? અને અહીં જ કેમ પાઠ માંગવાનું મન થાય છે ? શ્રદ્ધા નથી અને પાપની ભયંકરતા સમજાઈ નથી માટે ને ?
સ. અમારી પાસે કોઈ પાઠ માંગે તો ?
તો તેવાને અમારી પાસે લઈ આવવા. અભવ્ય જીવો જે ધર્મ કરે તે ધર્મ ક્યો કહેવાય ? ઔદયિકભાવનો ને? અને તેનાથી જે પુણ્ય બંધાય તે પાપાનુબંધી જ હોય ને ? અચરમાવર્તવર્તી જીવોનો ધર્મ પણ ઔદયિકભાવનો હોવાથી પાપાનુબંધી પુણ્ય જ બંધાય ને? તો ચરમાવર્તવર્તી જીવોના ઔદયિકભાવના ધર્મનું ફળ શું હોય ? પાપાનુબંધી પુણ્ય જ ને? આમાં પાઠની જરૂર છે? સૂર્ય ઊગે છે તે માટે પાઠની જરૂર પડે ખરી ?
* જીવદયા, સત્યવચન વગેરે સામાન્ય ધર્મનું નિરૂપણ કર્યા બાદ હવે વિશેષ ધર્મનું નિરૂપણ કરે છે. એ વિશેષધર્મ બે પ્રકારનો છે. ૧. ગૃહસ્થ ધર્મ અને ૨. યતિધર્મ. તેમાંથી ગૃહસ્થધર્મ બાર પ્રકારના વ્રતના પાલન સ્વરૂપ છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત : આ બાર વ્રતોનું પાલન કરવું તે ગૃહસ્થ ધર્મ છે. પાંચ અણુવ્રતોનું સ્વરૂપ તો તમે જાણો જ છો. મહાવ્રતોની અપેક્ષાએ અણુ એટલે કે નાના હોવાથી તે અણુવ્રત કહેવાય છે. ગુણવ્રતો અણુવ્રતોને માટે ગુણકારી હોવાથી ગુણવતો કહેવાય છે. નિરતિચારપણે અણુવ્રત પાળવાની તૈયારી જેમાં કરાય તેનું નામ ગુણવ્રત. જે અણુવ્રતને ઉજજવળ બનાવે, દેદીપ્યમાન બનાવે તે ગુણવ્રત. દિશિપરિણામવ્રત લેવાના કારણે બિનજરૂરી હરવાફરવાનું બંધ થાય તો અણુવ્રતો મજેથી પળાય. તમે દુકાન ખોલ્યા પછી ફરવા જાઓ કે દુકાને બેસી રહો ? ધંધો ન થાય તો ય બેસી રહો ને કે ફરવા જાઓ? ફરફર કરે તો ધંધો ન થાય તેમ વ્રત પણ ન પળાય. યંત્રનાં પૈડાં જામ ન થાય તે માટે તેલનું ટીપું ગુણકારી કહેવાય તેમ અણુવ્રતરૂપી વાહનનાં પૈડાં જામ ન થાય અને સર્વવિરતિ સુધી પહોંચાડે તે માટે ગુણકારી હોવાથી આ ત્રણ વત ગુણવ્રત કહેવાય.
* સાધુપણાનો અભ્યાસ જેમાં પડે તે શિક્ષાવ્રત. સામાયિક, દેસાવગાસિક અને પૌષધમાં વિરતિનો અભ્યાસ પડે અને અતિથિસંવિભાગમાં વિરતિ સાથે તપનો પણ અભ્યાસ પડે છે, માટે એ ચારને શિક્ષાવ્રત કહેવાય છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૪૯
Page #151
--------------------------------------------------------------------------
________________
* ધર્મતત્ત્વની શ્રદ્ધા એટલે મોક્ષસાધક ધર્મ પ્રત્યેની શ્રદ્ધા સમજવી. દેવલોક અપાવે તેવા ધર્મની શ્રદ્ધા તો મિથ્યાત્વીને પણ હોય-એ ધર્મતત્ત્વની શ્રદ્ધા નથી.
* સુખમાં રતિ સારી નહિ. કારણ કે દુ:ખ ભોગવતાં ભોગવતાં દુ:ખ કોઠે પડી જાય તો કદાચ અતિ ટળી જશે. જ્યારે સુખ ભોગવતાં ભોગવતાં તો એવું દાઢે વળગશે કે રતિ વધતી જ જશે. આમ છતાં આજે આપણો ઢાળ સુખ ભોગવવા તરફ અને દુઃખ ટાળવા તરફ છે ને ?
* દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને આપણે પાપ કરીએ છીએ. વસ્તુ સારી મળે ત્યારે પાપ કરવાનું બને ને ? શિયાળાનો કાળ આવે એટલે મેવાનું, ભાજીપાલાનું પાપ વધે ને ? ભાવ એટલે અવસ્થા. જેમ કમાતા થઈએ, પરણીએ એટલે ખાવાપીવાપહેરવા વગેરેના નખરા વધે ને ? આ ચારમાંથી ક્ષેત્રને આશ્રયીને પાપને મર્યાદિત કરવા માટે છઠ્ઠું દિક્પરિમાણ વ્રત છે. દ્રવ્યના ભોગવટાનો સંક્ષેપ કરવા માટે સાતમું ભોગોપભોગ-વિરમણ વ્રત છે. અને દ્રવ્ય, ક્ષેત્રનો સંકોચ થાય એટલે કાળનો સંકોચ એની મેળે થઈ જાય. ભાવને આશ્રયીને સંકોચ કરવા માટે અનર્થદંડવિરમણ વ્રત છે. આઠ મહિના ભાજીપાલા વગર, મેવા વગર ચાલ્યું તો બાકીના ચાર મહિના ન ચાલે ? દસ મહિના કેરી વગર ચાલે તો બે મહિના કેરી વિના ન ચાલે ?
સ. જે કાળે જે વસ્તુ વપરાતી હોય તે વાપરવામાં વાંધો શું ?
જે કાળે જે મળે તે લેવી જ એવો ય નિયમ ક્યાં છે ? ચોથા આરામાં જ મોક્ષ મળે એવો છે છતાં ત્યાં જઈને ય લીધા વગર પાછા આવ્યા ને ? આ આરામાં ય દીક્ષા મળે એવી છે. છઠ્ઠામાં નથી મળવાની, છતાં અત્યારે ન લીધી ને ? કેમ ? જે કાળે જે મળે તે લેવું છે ને ?
સ. લોકમાં કહેવાય છે કે જે દુનિયાને જુએ તેને સમજ મળે.
સમજ મેળવવી હોય તો લોકની સામે જોવાને બદલે મોક્ષ સામે જોવા માંડો, મોક્ષના સાધનભૂત આગમ સામે જોવા માંડો. જે લોક સામે જુએ તે જાતને ભૂલી જાય અને જે જાતને ભૂલે તેને મોક્ષ દેખાય નહિ.
* સાધુભગવન્ત તો નિષ્પાપ જીવન જીવતા હોવા છતાં મકાનમાં બેસી રહે છે, ફરફર નથી કરતા. તેઓ ફરે તોય પાપ ન લાગે છતાં ફરતા નથી, તો શ્રાવક તો સતત પાપમાં જ પડેલા છે તે કઈ રીતે ઠેકઠેકાણે ફર્યા કરે ? સાધુપણામાં જેને આસનની સ્થિરતા પ્રાપ્ત કરવી હોય તેના માટે અભ્યાસ તરીકે આ દિક્પરિમાણ વ્રત છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૫૦
Page #152
--------------------------------------------------------------------------
________________
* સર્વવિરતિધર્મ આરાધવાથી જે નિર્જરા થાય તે નિર્જરા દેશવિરતિધર્મથી નથી થતી. આથી મોક્ષે જવા માટે આપણે સર્વવિરતિધર્મની નજીક જવાનું કામ કરવું છે. સુખ છોડવાની તૈયારી નથી અને દુઃખ ભોગવવાની તૈયારી નથી માટે સર્વવિરતિ ન લઈ શકીએ એ બને પણ દેશવિરતિધર્મ પણ લેવાની તૈયારી ન હોય તો માનવું પડે ને કે અવિરતિ ચિકાર ગમે છે? સુખ પ્રત્યેનો રાગ થોડો ઘટે અને દુઃખનો દ્વેષ થોડો ઘટે તો દેશવિરતિધર્મનું પાલન મજેથી કરી શકાય એવું છે.
* કોઈ પણ જીવ પાપ કરે તો દ્રવ્યક્ષેત્રકાળભાવને આશ્રયીને કરતા હોય છે. આથી પાપના સંકોચ માટે દ્રવ્યક્ષેત્રકાળભાવનો સંકોચ કરવો જ પડશે. દ્રવ્યના સંકોચ માટે સાતમું વ્રત છે. તે માટે ક્ષેત્રનો સંકોચ જરૂરી હોવાથી છઠ્ઠી વ્રતમાં ક્ષેત્રનો સંકોચ બતાવ્યો. જેઓ પરદેશમાં ભણવા-કમાવવા પોતાના છોકરાઓને મોકલે તેઓ અભક્ષ્યઅપેય ખાતા-પીતાં થઈ ગયા ને? એના બદલે નક્કી કરો કે જેટલા મળે એટલામાં ચલાવીશું પણ એ માટે છોકરાઓને આપણી નજરબહાર નથી મૂકવા. ઓછું ભણશે તો વાંધો નથી, ઓછું કમાશે તો વાંધો નથી પણ સંસ્કાર ગુમાવવા પડે એવા ક્ષેત્રમાં નથી મોકલવા... આટલું આજે નક્કી કરી લેવું છે. ક્ષેત્રના સંક્ષેપ વિના દ્રવ્યનો સંકોચ કરવાનું સહેલું નથી. આજે મારે તમને દ્રવ્યના સંકોચ માટે રોજ બેસણાનો નિયમ આપવો છે. બેસણાનો તપ ગૃહસ્થજીવનમાં આશીર્વાદરૂપ છે. તેના કારણે કુદરતી રીતે અભક્ષ્ય, અપેય, અનંતકાય, રાત્રિભોજન, સચિત્ત, બજારની વસ્તુઓ, ઊભા ઊભા ખાવાની ટેવ આ બધાં પાપથી બચી જવાય છે. નવકારશી કરનારને આ બધાં પાપ ખુલ્લાં રહે છે. આથી આજે કાયમ માટે બેસણાં કરવાનો નિયમ આપવો છે. અમને અમારા આચાર્યભગવતે વ્યક્તિગત હિતશિક્ષા આપતાં જણાવ્યું હતું કે એકાસણાં કદાચ ન જ થઈ શકે તોપણ બેસણાથી ઓછો તપ જીવનમાં કરવો નથી. તેના કારણે સાધુપણામાં ગુરુની નજરબહાર વાપરવાનું પાપ, અદત્તાદાનનું પાપ કુદરતી રીતે છૂટી જાય છે. ગમે તેટલી બિમારી આવે તો પણ આજે ડોકટરો વધારે પાવરની દવા આપતા હોવાથી બેથી વધારે વાર દવા લેવાનો વખત ન આવે. આથી માંદગીમાં પણ બેસણાં મૂકવાની જરૂર નથી. મુસાફરીમાં ૨૪, ૩૬ કલાકની મુસાફરી હોય તો ઉપવાસ કરી લેવો અથવા બે ટ્રેઈન બદલી મુસાફરી કરવી, અથવા ટ્રેઈન ઊભી હોય ત્યારે પ-૧૦ મિનિટમાં બેસણું કરી લેવું. તમે ગમે તેટલી છટકબારી શોધો તોપણ આજે તમને જવા નથી દેવા. અમારાં સાધુસાધ્વીને પણ આમાંથી બાદબાકી નથી. એકાસણાં ન કરી શકીએ, ઉલ્લાસ ન જાગે તો માફ પણ બેસણામાંથી પણ જતા રહીએ તો આપણા જીવન પર નફરત ન
છૂટે ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૫૧
Page #153
--------------------------------------------------------------------------
________________
સ. અવિરતિ પાપ નથી લાગતી, હિંસા પાપ લાગે.
અવિરતિ પાપ ન લાગે એટલામાત્રથી એ પાપ મટી નથી જતું. સાપને સાપ ન માનો તો કરડે નહિ ? નાના છોકરાઓ ન માને તો ધોલ મારીને સાપથી આઘા કરો ને? તેમ તમે ન માનો તોય પરાણે આ પાપથી તમને અળગા કરવા છે.
* પ્રમાદપૂર્ણ ધર્મ કરવાથી પુણ્ય બંધાય. અપ્રમત્તપણે ધર્મ કર્યો હોય તો પુણ્ય બંધાય નહિ અને જે ગુણસ્થાનકપ્રત્યયિક પુણ્ય બંધાય તે પર ભવમાં ન લઈ જાય. જ્યારે પ્રમાદપૂર્ણ ધર્મથી બંધાયેલું પુણ્ય પર ભવમાં લઈ જાય છે.
સ. બંધસમયે સાતમું જાણો, ઉદયે ચોથું જાણે છે. આ પ્રમાણે આયુષ્યકર્મની પૂજાની ઢાળમાં આપ્યું છે.
બંધસમયે સાતમું એટલે બાંધતો બાંધતો સાતમે જાય એમ સમજવું. દેવના આયુષ્યના બંધની શરૂઆત તો છઠે પ્રમાદદશામાં જ થાય. આથી નક્કી છે ને કે પ્રમાદદશામાં બાંધેલું આયુષ્ય ભોગવવા દેવલોકમાં જવું પડે ત્યારે ચોથું ગુણઠાણું હોય.
સ. પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય ને?
ચોથેથી છઠે જે પુણ્ય બંધાય છે તે પુણ્યાનુબંધી જ પુણ્ય હોય છતાં તે પરભવમાં લઈ જાય છે માટે જ તે ઉપાદેય નથી મનાતું. સાતમે વિશુદ્ધિ હોવાથી ત્યાં બંધાતું પુણ્ય એ જ ભવમાં પૂરું થાય છે. આથી નક્કી છે ને કે પુણ્યબંધ એ ધર્મનું ફળ છે-એવું નથી પણ પ્રમાદપૂર્ણ ધર્મનું ફળ છે – એટલું સમજાય ને? આથી સદા માટે પ્રમાદ ટાળીને અપ્રમત્તદશા કેળવવી છે. જેનો ઉદય છેઠેથી ચોથે લઈ જાય તેને ઉપાદેય ગણી શકાય ખરું?
* આજે આપણે દેવતત્ત્વને માનવા છતાં દેવતત્ત્વનું માનતા નથી. આથી જ દેવતત્ત્વની શ્રદ્ધા બતાવ્યા પછી ધર્મતત્ત્વની શ્રદ્ધા જુદી પાડીને બતાવી છે. આજે આપણને ભગવાન પ્રત્યે જેટલી શ્રદ્ધા છે તેટલી ભગવાનના વચન પ્રત્યે શ્રદ્ધા નથી. બોલીએ ખરા કે ધર્મ આજ્ઞામાં છે, પરંતુ ધર્મ તો આપણી ઈચ્છામાં જ સમાયો છે ને ? તમારા ઘરમાં તમારો છોકરો તમારું માનતો ન હોય તો તમે તેને મજેથી કહી શકો કે મારું માનવું ન હોય તો આ ઘરમાં નહિ રહેવાનું. પણ અહીં જો તમે ભગવાનનું કહ્યું ન માનો તો અમે તમને કહી શકીએ ખરા કે – “ભગવાનનું માનવું ન હોય તો દેરાસરઉપાશ્રયમાં આવવું નહિ.' ? કદાચ કહીએ તો પસ્તાળ પડે ને ? તમારા ઘરજેટલી પણ દેરાસર-ઉપાશ્રયની કિંમત નહિ ને?
૧૫
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #154
--------------------------------------------------------------------------
________________
* મોક્ષ મળતો નથી – આ સમ્યકત્વનો પરિણામ છે જ્યારે મોક્ષ જોઈતો નથી : આ મિથ્યાત્વનો પરિણામ છે.
* દીક્ષા લીધા પછી ગુરુભગવન્તને મનવચનકાયા સોંપી દઈએ તો કુદરતી રીતે ઈચ્છાનિરોધ થઈ જાય. ગુરુ જે ના પાડે તે વિચારવું નથી, ગુરુ ના પાડે તે બોલવું નથી, ગુરુ ના પાડે તે કરવું નથી. ભગવાને જે માર્ગ બતાવ્યો છે તે એટલો સરળ છે, છતાં આપણે તેને ગહન બનાવી દીધો છે. ઈચ્છા મુજબ જીવવાની વૃત્તિએ આજે સાધનાને કઠિન બનાવી દીધી છે.
* ક્ષેત્રનો વિસ્તાર જેટલો ટૂંકો તેટલું પાપથી બચાય. આથી જ સાધુભગવાને સ્ત્રી, પશુ વગેરેથી રહિત એવી વસતિ બતાવી છે. કારણ કે ક્ષેત્ર પાપમાં સહાય કરનારું ન જોઈએ. તે જ રીતે દ્રવ્ય પણ પાપમાં સહાય ન કરે તેવાં જોઈએ છે. ખાવા માટે પણ પાપ નથી કરવું તો ખાવાનાં સાધન ભેગાં કરવામાં પણ પાપ નથી જ કરવું – એટલું નક્કી ને ? જે ખાવા માટે પાપ ન કરે તે કમાવા માટે તો પાપ ન જ કરે ને ?
* જેના કારણે આપણા પરિણામ નઠોર બને, નિર્બેસ બને તેવો કોઈ પણ વ્યાપારધંધો તે ખરકર્મ કહેવાય. આવું ખરકર્મ શ્રાવક ન કરે. ધંધો એવો કરીએ કે માત્ર લે-વહેંચ કરીને છૂટા થઈ જઈએ. બજારમાં શું ચાલે છે એ જોવા બેસીશું તો વસ્તુના ઉત્પાદન સુધી પહોંચવાનો વખત આવશે. ત્યાં સુધી નથી પહોંચવું. જે તૈયાર મળે તે વેચવાનું. વસ્તુ બનાવરાવવામાં પરિણામ નઠોર બને છે. ઘરે જમવા બેઠા હો ત્યારે ભજિયાં તૈયાર હોય ને વાપરી લો એ જુદું, પણ ભજિયાં ઉતારી આપવાનું કહો તો પરિણામ નઠોર થયા છે – એમ માનવું પડે. તેમ અહીં પણ સમજવું.
સ. બજારની રૂખ ન તપાસીએ તો આપણો માલ પડી રહે, એના કરતાં ખપે એવો માલ બનાવરાવીએ તો ?
એવું પાપ કરવું એના કરતાં ધંધો છોડી મજૂરી કરવી સારી. સંસાર છોડી ન શકીએ એનો અર્થ એ નથી કે સંસારમાં રહીને પાપથી ભારે બનીએ. વસ્તુની બનાવટનો ઓર્ડર આપવો પડે એવો ધંધો નથી કરવો અને તૈયાર વસ્તુ વેચતી વખતે પણ અન્યાય નથી કરવો. આપણા બાપદાદાઓ માલની ફેરી કરીને કમાયા છે, આપણી જેમ ગલ્લે બેસીને કોઈનાં ખીસાં નથી કાપ્યાં!
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧પ૩
Page #155
--------------------------------------------------------------------------
________________
સ. પાપની ખટક જ નથી.
એટલે જ ધર્મ ખટક્યા કરે છે. જેને કાંટો ખટક્તો ન હોય તેને સોય મારે તો સોય જ ખટકે ને ? જેને કાંટો ખટકતો હોય તેને સોય ન ખટકે. તેમ પાપ ખટકે તેને ધર્મ ન ખટકે. પાપ ખટકતું નથી માટે સહેલું લાગે છે અને ધર્મ આકરો લાગે છે.
* તપ દુઃખ વેઠવાનો અભ્યાસ પાડવા માટે અને આહારની લાલસા મારવા માટે કરવાનો છે. ગમે તેવા દુઃખમાં પણ સમાધિ રહે તે માટે તપથી દુઃખ વેઠવાનો અભ્યાસ પાડવો છે. એકાસણું કરવું એટલે બે વખતનું એક વખતમાં ખાવું તે નહિ. બે વખતનું ખાવું નથી માટે એકાસણું કરવાનું છે. આપણે તો એકાસણામાં ત્રણે ટાઈમનું પતાવી દઈએ ને ?
સ. બધું એકી સાથે ન છોડાય, થોડું થોડું છોડીએ.
માંદગીમાં એકી સાથે ખવાય નહિ પણ ભાવ તો પૂરતું ખાવાનો હોય ને ? જ્યારે અહીં થોડું કરવાના ભાવથી જ થોડું થોડું કરીએ છીએ કે વધુ કરવાનો ભાવ છે?
* દ્રવ્યના સંકોચ માટે તપ કરનારા પણ અનર્થદંડથી બચી શકતા નથી. આથી ત્રીજું ગુણવ્રત અનર્થદંડવિરમણ આપ્યું. તપસ્વી ટી.વી. જુએ ને ?
* શરીરના સુખ કરતાં પણ મનનું સુખ આજે વધારે નડે છે. શરીર માંદું થયું હોય તો બે દિવસે ચાર દિવસે સાજું થઈ જાય છે. જ્યારે માંદું મન વરસો સુધી, ભવો સુધી સારું થતું નથી. શરીરનું સુખ છોડવું સહેલું છે અને શરીરનું કષ્ટ વેઠવું પણ સહેલું છે. પણ મનનું સુખ પણ છોડી નથી શકાતું અને મનનું દુઃખ વેઠી નથી શકાતું. અમારા મુમુક્ષુઓ પણ શરીરનાં કષ્ટ વેઠવાનો અભ્યાસ પાડે છે પણ માનસિક કષ્ટ વેઠવાનો અભ્યાસ નથી પાડતા. લોચ કરાવે, વિહાર કરે, પણ ગુર્નાદિક ખોટી ભૂલ બતાવે તો તે વખતે ગુસ્સો આવ્યા વગર ન રહે. માન-સન્માન મળે એ માનસિક સુખ છે. શરીરનું સુખ છોડ્યા પછી પણ આ મનનું સુખ છોડી શકાતું નથી. કોઈ તિરસ્કાર કરે, અપમાન કરે, કદર ન કરે એ એક માનસિક દુ:ખ જ છે ને ? આ દુઃખ ભોગવવાનો અભ્યાસ પાડીએ ખરા? આજે એકાસણું ભાંગે તો દુઃખ થાય કે એકાસણામાં ખાવાની ઈચ્છા જાગે તો દુઃખ થાય ? આપણને પ્રવૃત્તિ (પાપની) નડે છે પણ પાપની ઈચ્છા નડતી નથી ને? શરીરની માવજત ઘણી કરી પણ મનની માવજત લગભગ કરતા જ નથી. ઈચ્છા થયા પછી પૂરી કરવા માટે મહેનત કરીએ અને કષાય આવ્યા પછી મોટું ખોલવા માટે મહેનત કરીએ તો મનની માવજત કઈ રીતે થાય ? મનની માવજત માટે જ
૧૫૪.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #156
--------------------------------------------------------------------------
________________
અનર્થદંડથી વિરામ પામવાનું જણાવ્યું છે. અનર્થદંડ માત્ર મનને જ સુખ આપે છે અને મનનું જ દુઃખ ટાળે છે એના કારણે શરીરને કોઈ ફરક નથી પડતો, શરીરને અનર્થદંડથી કોઈ જ ફાયદો નથી. સાધુપણામાં જે અપવાદ અપાય છે તે પ્રાય: શરીરના દુઃખને ટાળવા અને શરીરના સુખ માટે અપાય છે, મનના સુખ માટે નહિ. શરીરને સુધા સહન ન થાય તો વાપરવાનું કહ્યું પણ વાપરવાનું મન થાય તો વાપરવાનું નથી કહ્યું, એ ઈચ્છાનો તો નિરોધ કરવાનું કહ્યું. મનને સુખ મળે તે માટે આજ સુધી કેટલાં પાપ કર્યો છે? અને મનનું દુઃખ ટાળવા માટે કેટલા અનાચાર સેવ્યા છે? એ કહી શકાય એવું નથી.
* ભોગોપભોગવિરમણ વ્રત શરીરના સુખનો સંકોચ કરે છે. ભોગ અને ઉપભોગ શરીરને સુખ આપે છે અને અનર્થદંડ મનને સુખ આપે છે. અમે નાના હતા ને ચાર આનાની ટિકિટ લઈને સિનેમા જોવા જતા ત્યારે અમારા વડીલોને ખબર પડે તો તેઓ કહેતા કે આટલા પૈસામાં ચણામમરા ખાધા હોત તો ય પેટ ભરાઈ જાત. દિપરિમાણવ્રત ક્ષેત્રના સંકોચ માટે છે, ભોગપભોગવિરમણવ્રત દ્રવ્યના સંકોચ માટે છે અને અનર્થદંડવિરમણવ્રત ભાવના સંકોચ માટે છે. ભાવ એ મનનો વિષય છે. એ મનને કાબૂમાં લાવવા માટે અનર્થદંડથી વિરામ પામવાનું કહ્યું છે. સાધુપણામાં પણ આ જ જરૂરી છે. માત્ર શરીર કેળવ્યાથી નિસ્તાર નહિ થાય, મનને કેળવવું જ પડશે. ગમે તેવા તપસ્વી હોય કે ગમે તેવા જ્ઞાની હોય પણ તે જો મનની માવજત ન કરે તો તેના જ્ઞાન ને તપ નકામાં જ જવાનાં.
* અપધ્યાન, હિંસપ્રદાન, પ્રમાદાચરણ અને પાપોપદેશ : આ ચાર પ્રકારના અનર્થદંડ છે. સ્વાધ્યાય ન કરવાના કારણે વિકથા વગેરે કરવાથી પાપોપદેશ લાગે છે. અપ્રમત્તપણે ન જીવવાના કારણે પ્રમાદાચરણ સેવાય છે. અહિંસાધર્મની ઉપાદેયતા સમજાઈ નથી માટે હિંસપ્રદાન લાગે છે અને ધર્મશુક્લ ધ્યાન ધરવાનો પ્રયત્ન કરતા ન હોવાથી આર્તરૌદ્રધ્યાન ચાલુ છે.
* આર્ત-રૌદ્ર એમ બે પ્રકારનાં અપધ્યાનમાંથી આર્તધ્યાન ચાર પ્રકારનું છે. ઈષ્ટસંયોગચિંતા, અનિષ્ટવિયોગચિંતા, રોગચિંતા અને નિયાણું. જે ગમે છે તેના સંયોગની ચિંતા રાતદિવસ ચાલુ છે ને ? ચિંતા કરવાથી વસ્તુ મળે કે પુણ્ય હોય તો મળે? ઈચ્છાને કાર્યરત બનાવવી તેનું નામ ચિંતા. જાગેલા મનોરથ પૂરા કરવા દોડાદોડ કરવી તેનું નામ ચિંતા. આવી ચિંતા કરીને કશું મળતું નથી. એના કરતાં જ્ઞાનીએ દીઠું હશે તે થશે-એમ સમજીને ચિંતા મૂકી દઈએ તો આર્તધ્યાનથી બચાય. આમેય મોક્ષની
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૫૫
Page #157
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા હોવા છતાં મોક્ષની ચિંતા આપણે નથી કરતા ને? તેમ અહીં પણ સંસારસુખની ઈચ્છા હોવા છતાં તેની ચિંતા નથી કરવી. મોક્ષની ઈચ્છા જાગે તો સંસારની ઈચ્છા કપાયા વગર ન રહે. લોઢાથી જેમ લોઢું કપાય તેમ પરિણામથી પરિણામ કપાય.
* ધર્મરૂપી કલ્પવૃક્ષના મોક્ષરૂપી ફળને દેવલોકાદિની ઈચ્છા રૂપ અશુભ પરિણામાત્મક કુઠારથી છેદવું તેને નિયાણું કહેવાય છે.
- સાધુપણામાં ગુરુનું ન માનવું તે અનર્થદંડ છે, કારણ કે તેનાથી માત્ર મનને જ સુખ કે દુ:ખાભાવ મળે છે.
* અનર્થદંડની પ્રવૃત્તિ સૌથી ભયંકર છે અને દરેક વ્રતોનો ઘાત કરનારી છે. પ્રમાદનું આચરણ એ મોટો અનર્થદંડ છે. રાત્રે પણ ઊંઘવાનું મન ધર્માત્માને ન હોય તો તે દિવસે ઊંઘવા રાજી હોય ખરો? આજે નિયમ કરવો છે કે દિવસે ઊંઘવું નથી? આ ભવની પ્રત્યેક ક્ષણો કીમતી છે. તેને પ્રમાદ ખાતર વેડફી નાંખવી નથી.
* સુખ માંગવાથી સુખ મળે નહિ. આજે આપણે સંસારનું સુખ માંગતા નથી એ બરાબર, પણ આપણને સંસારનું સુખ જોઈતું નથી એવું નથી. સુખ માંગવું એ જ નિયાણું છે એવું નથી. સંસારના સુખની ઈચ્છા એનું નામ નિયાણું.
* આ સંસારમાં પાંચ વિષયનાં સુખો હિંસા વિના ભોગવાય એમ નથી. ઈષ્ટસંયોગની ચિંતા થયા પછી એને મેળવવા માટે ગમે તેવી હિંસા કરવાની તૈયારી રૌદ્રધ્યાનમાં પહોંચાડે છે. રૌદ્રધ્યાનથી બચવા આર્તધ્યાન ટાળવું છે. ઈષ્ટનો સંયોગ પ્રાર્થીએ નહિ અને અનિષ્ટનો વિયોગ ઈચ્છીએ નહિ તો રૌદ્રધ્યાનથી બચી શકાય. પુષ્યમાં હશે તેટલું મળશે, જ્ઞાનીએ દીઠું હશે તેવું થશે આટલી શ્રદ્ધા હોય તો આર્તરૌદ્રધ્યાન સુધી પહોંચવું ન પડે-એટલા માટે જ શ્રાવકને સમ્યકત્વમૂળ બાર વ્રત ઉચ્ચરાવાય છે. જેની પાસે સમ્યકત્વ હોય તે આવા પરિણામોથી કુદરતી રીતે બચી જાય.
* નિષ્કામભાવે, આશંસારહિતપણે, આજ્ઞાનુસારી રીતે જ્ઞાનની સાધના અપ્રમત્તપણે કરવા દ્વારા ચારિત્ર પાળીએ તો નિર્જરાનો ધોધ વરસે અને પુણ્યબંધ મામૂલી થાય.
૪ આજે ધર્મ આપણે કરીએ છીએ ખરા પણ ધર્મ પ્રત્યે શ્રદ્ધા છે ખરી? અવિધિપૂર્વકનો ધર્મ ફળ આપે કે વિધિપૂર્વકનો ધર્મ ફળ આપે ? ધર્મમાં અવિધિ ગમે ને ?
૧૫૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #158
--------------------------------------------------------------------------
________________
સ. અવિધિ ગમતી નથી, પ્રમાદના કારણે થાય છે.
કાંઈ વાંધો નહિ. એ પ્રમાદ પણ ગમે છે કે નથી ગમતો? પ્રમાદના કારણે અવિધિ થતી હોય અને એ પ્રમાદ ગમતો ન હોય તો તે ટાળવા મહેનત કરી ? તમારી અવિધિ પ્રમાદથી થાય છે કે પ્રમાદરુચિથી ? અને પ્રમાદની રુચિ હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન આવે નહિ. અવિધિથી કરેલો ધર્મ થોડુંઘણું ફળ તો આપે, અતિચારવાળી દીક્ષા પણ દેવલોક અપાવે-આવી માન્યતાને કારણે જ અવિધિ જીવનમાંથી જતી નથી અને આવા પ્રકારના અવિધિના રાગના કારણે મિથ્યાત્વ ટળતું નથી.
* સંસાર અસાર લાગે તો છોડવો છે – આવી ભાવનાવાળા સંસાર લગભગ ક્યારે ય છોડી નહિ શકે. સંસાર અસાર માનીને છોડવો હોય તો આજે છૂટી જાય. પ્રમાદ ભંડો લાગે તો જ છોડવો-આવો આગ્રહ રાખીએ તો પ્રમાદને જીવનમાંથી નાબૂદ નહિ કરી શકાય. પ્રમાદને ભગવાનના વચનથી ભૂંડો માનીને કામે લાગીએ તો આજે નાબૂદ કરી શકાશે. આજે પ્રમાદ એટલો ગમે છે કે પ્રમાદ ન હોય તો સંસારમાં કોઈ મજા જ ન આવે, આથી તે ખરાબ લાગે તેની રાહ જોતાં બેસી નથી રહેવું. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ન આવે ત્યાં સુધી આજ્ઞાગર્ભિત વૈરાગ્ય કેળવી લેવો છે. શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજ જ્ઞાન ભણવા માટે જે વૈરાગ્ય પામ્યા તે ગુરુના વચનથી જ પામ્યા હતા ને?
* જેના કારણે કોઈને પણ પીડા થાય તે પ્રમાદ. રાત્રે ઊંચે સ્વરે બોલવાથી આજુબાજુનાની ઊંઘમાં ખલેલ પહોંચે ને? અવિવેક એ પ્રમાદનો જનક છે.
* જેમાં આત્માને કે શરીરને કોઈ જાતનો ફાયદો નથી તેવા પ્રકારનું દુર્બાન એ દુર્ભાવ છે. પૌષ્ટિક આહારના કારણે શરીરને ફાયદો થાય છે જ્યારે અનર્થદંડમાં તો એ પણ નથી. તેથી તદ્દન વ્યર્થ એવું આ પાપ છે.
* વૃદ્ધાવસ્થામાં જેટલું વિકથાનું પાપ થાય તેટલું પ્રાયઃ બાળપણમાં કે યુવાનીમાં નથી થતું. કારણ કે તે વખતે નવરાશ નથી હોતી. વૃદ્ધોને ઘરમાં અહં ઘવાતો હોય અને બહાર લોકોની સાથે વાતો કરવામાં અહં પોષાતો હોય છે તેથી તેમને વિકથા કરવાનું સારું ફાવે છે.
* ન વિદ્યતે કર્થો યસ્ય જ્વસ્થ તોડનWG: જેમાં આત્માને કે શરીરને કોઈ જ ફાયદો નહિ અને પાપ પાર વગરનું : તેનું નામ અનર્થદંડ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૫૭
Page #159
--------------------------------------------------------------------------
________________
* મૃષા ઉપદેશ એટલે પાપને વધારનારી સલાહ આપવી, ખોટી સલાહ આપવી. આ પાપથી બચવું હોય તો નક્કી રાખવું કે કોઈને વણમાગી સલાહ આપવી નહિ, માગ્યા પછી પણ સલાહ આપવાનું ટાળવું અને આપવાની ફરજ પડે તો ખોટી સલાહ ન આપવી-આટલું બને ને ?
* અનર્થદંડના પાપથી બચે તેને સામાયિક કરવાનો સમય મળે. બાકી તો વિકથાદિમાં જ સમય પસાર થાય. આજે તકલીફ એ છે કે સામાયિક કર્યા પછી પણ અનર્થદંડ કરવાની તૈયારી છે. સામાયિકમાં પણ વિકથા ચાલે ને? અહીં સામાયિકની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે મનની અને ઈન્દ્રિયની સમાધિ જેની પાસે હોય તેની, સાવદ્યયોગની મનથી વચનથી કાયાથી ન કરવા અને ન કરાવવાની પ્રતિજ્ઞાપૂર્વકની જે બે ઘડી સુધીની હર્ષ-શોક, નિંદા-પ્રશંસા, સુખ-દુઃખ વગેરે ભાવોમાં સમભાવની સ્થિતિ તેને સામાયિક કહેવાય. ઈન્દ્રિય અને મનને સુખ મળે તે સમાધિ નહિ. સુખની ઈચ્છા નહિ અને દુઃખની અનિચ્છા નહિ તેનું નામ સમાધિ. દુઃખ ટળે અને સુખ મળે તેથી જે ર્તિ આવે તે બનાવટી છે. સુખ નથી જોઈતું અને દુઃખ ભલે આવતું-એવી ભાવનાથી ચિત્ત પ્રસન્ન બને છે. ઇન્દ્રિય અને મનને સુખ જોઈતું નથી એનું જ નામ સમાધિ. ઈન્દ્રિયના વિષયો અને મનનું સુખ મળે તે સમાધિ નહિ.
* આજે સામાયિકમંડળ ચલાવે, તેમાં નિયમિત ન આવે તેને દંડ ભરવાનો કહે... આ બધી પ્રવૃત્તિ ગેરવ્યાજબી છે. કોઈને ધર્મ ન કર્યાનો દંડ કરવાનો અધિકાર આપણને નથી. આપણે ત્યાં આલોચના લેવાની વિધિમાં પણ જણાવ્યું છે કે-જે સામેથી આલોચના માગે તેને અપાય. જે તમારી આજ્ઞા ન માને તેને તમે દંડ કરો છો પણ તમે ભગવાનની આજ્ઞા ન માનો તેનો દંડ કોઈએ કર્યો છે?
* ગુરુની નિશ્રામાં પ્રતિક્રમણ કરવું એટલે ગુરુની નજર આપણા પર પડે તે રીતે બેસવું.
* ઈન્દ્રિય અને મનની સમાધિ રાખવી અને માન-અપમાનાદિ ઠંદ્રમાં સમભાવ રાખવો-એ કપરું છે એમ માનીને વર્તમાનમાં આપણે એક જ સમભાવ રાખ્યો છે કે સુખ ભોગવ્યા કરવું અને રાગ નથી એમ કહેવું!.. ખરું ને?
* આજે આપણને ધર્મ ગમે છે ખરો પણ કેવળીભગવતે કહેલો ધર્મ આપણને ગમતો નથી. આપણને ફાવે એવો ધર્મ ગમે છે પરંતુ કેવળીભગવન્ત કહેલો ધર્મ આપણી ઈચ્છાને બાધા કરે એવો હોવાથી આપણને ફાવે એવો નથી માટે ગમતો નથી.
૧૫૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #160
--------------------------------------------------------------------------
________________
અરિહંતે સરણે પવન્જામિ, સિધે સરણે પવન્જામિ, સાહૂ સરણે પવન્જામિ કીધા પછી ધમ્મ મરણ પવામિ ન કહેતાં, કેવલિપણાં ધમ્મ મરણ પવામિ કહ્યુંએનું કારણ સમજાય છે ? બૌદ્ધોએ બુદ્ધ સરણં ગચ્છામિ કીધા પછી ધમ્મ મરણ ગચ્છામિ કીધું હતું. આપણે એવું નથી કહેતા કારણ કે ગમે તેવો ધર્મ આપણને તારનારો નથી, કેવળીભગવત્તે ફરમાવેલો ધર્મ જ સંસારથી તારનારો છે. આપણી ઈચ્છા મુજબનું સામાયિક કરવું આપણને ગમે છે પરંતુ કેવળીભગવતે ફરમાવેલું સામાયિક આપણને ફાવે એવું નથી ને? ઈન્દ્રિયો અને મનનું સમાધાન કરવાનું ફાવે ખરું ? ઈન્દ્રિયો અને મનને જે જોઈએ તે આપવું તેનું નામ સમાધાન નથી. ઈન્દ્રિયો-મનને જે જોઈએ તે ન આપીએ અને ઈચ્છા ન થાય, મરી જાય એ રીતે જીવવું તેનું નામ સમાધિ. ઈચ્છાઓ પૂરી કરવામાં સમાધિ નથી, ઈચ્છાઓનો અંત લાવવા માટે પ્રયત્ન કરવો તેનું નામ સમાધિ. ઈન્દ્રિયો અને મનને સુખ જ ગમવાનું છે પરંતુ આપણે એ સુખ આપવું નથી, દુઃખ જ આપવું છે. દુઃખ તો ભોગવ્યા વગર ચાલવાનું નથી. નરકાદિ ગતિમાં દુઃખ કાંઈ ઓછું વેક્યું છે? ત્યાંના કરતાં તો અહીં ધર્મ માટે જે દુઃખ વેઠવાનું છે – એ તો કોઈ જ વિસાતમાં નથી. અહીંની પીડા મામૂલી, વધુ હોય તો પણ કાળ અલ્પ, અને તેમાં પાછા ટાળવાના ઉપાય જોઈએ એટલા વિદ્યમાન છે, છતાં રોગાદિની પીડામાં આર્તધ્યાન થાય ને ? જ્યારે નરકાદિ ગતિમાં પીડા પાર વગરની, કાળ અસંખ્યાત વરસોનો અને કોઈ પણ જાતનો પ્રતિકાર વિદ્યમાન ન હોય : આવું દુઃખ વેઠીને આવવા છતાં અહીં આટલાં દુઃખમાં કેમ અકળાઈ જઈએ છીએ ? ઈન્દ્રિયો જે માગે તે નથી આપવું : આટલું બને ને ?
સ. ઈન્દ્રિયોને સુખ ન આપવું તો આપવું શું?
શ્રવણેન્દ્રિયને જિનવાણી આપવી, ચક્ષુને ભગવાન ને આગમનાં દર્શન કરાવવાં, જીભ અને નાકને અંતરાંત ભિક્ષા આપવી, સ્પર્શનેન્દ્રિયને સંથારો આપવો-આ વિષયો આપીએ તો વાંધો ન આવે ને ? ઈન્દ્રિયોને જોઈએ એ આપવું હોય તો તે આપણા હાથની વાત જ નથી. કારણ કે ઈચ્છાઓ પાર વગરની છે, તેના પર કાબૂ રખાય એવો નથી. આથી ઈચ્છાઓ પૂરી નથી કરવી. જે જોઈએ તે આપીએ તો ઈચ્છાઓ વધ્યા જ કરવાની. તમારે ત્યાં જ નહિ, અમારે ત્યાં પણ વધ્યા કરે. ગૃહસ્થપણામાં નેતાપદ મૂકીને સાધુપણામાં આવેલાને આગળ આવવાનું મન થાય ને? પહેલાં ટુકડીમાં નેતા થવું છે, પછી ગ્રુપમાં, પછી ગચ્છમાં અને પછી સંઘમાં પણ નેતા થવાય તો થવાની ઈચ્છા છે ને?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૫૯
Page #161
--------------------------------------------------------------------------
________________
સ, એમાં શાસનસેવાનો લાભ મળે એવી પણ ભાવના હોય ને?
શાસનસેવા કરવા પહેલાં શાસનની આરાધના કરવાની જરૂર છે. શાસનસેવા કરવાની ભાવના હોય તે શાસનસેવા લેવા તૈયાર ન હોય ને? આજે નક્કી કરવું છે કે શાસનના નામે જે પુણ્ય મળે તે ભોગવવું નથી. શાસનસેવા કરવા તૈયાર થયેલો પોતે ઘસારો વેઠે પણ શાસનને ઘસારો પડવા ન દે. જે શાસનને ઘસારો પહોંચાડે તે તો શાસનને ફોલી ખાય. આજે અમે સાધુપણામાં અનુકૂળતા કેટલી ભોગવીએ છીએ અને એનું વળતર કેટલું આપીએ છીએ? સમુદાયમાં રહેનારાં સાધુસાધ્વી સમુદાયની અનુકૂળતા ભોગવે કેટલી અને સમુદાયને અનુકૂળતા આપે કેટલી ? અડધો કલાક કે કલાકની ભક્તિ કરવાની અને એના બદલામાં ત્રેવીસ કલાક દરેક પ્રકારની અનુકૂળતા ભોગવવા તૈયાર ! સમુદાય માટે જેને ભોગ આપવો ન હોય તેને સમુદાયની અનુકૂળતા લેવાનો અધિકાર નથી. દિવસમાં એક વાર ગોચરી જઈ આવે એટલામાત્રથી ભક્તિ થઈ નથી જતી. સમુદાય માટે ઘસાવાની તૈયારી ન હોય તેને સમુદાયની અનુકૂળતા લેવાનો અધિકાર નથી.
* સામાયિકમાં કોઈ આપણી વસ્તુ ચોરી જતું હોય તોપણ બોલાય નહિ. શ્રાવક તો પૂજાની સામગ્રી ચોરાઈ જાય તો ય ફરિયાદ ન નોંધાવે.
સ. ચોરાઈ જાય છતાં ધ્યાન ન રાખે તો બેદરકારી કહેવાય ને ?
આને બેદરકારી ન કહેવાય. છોડવા જ બેઠા હતા તો ભલે ગયું. સંસારનાં સુખો બેદરકારીથી ભોગવવાં છે, ધર્મ બેદરકારીથી નથી કરવો. આમે ય તમારી પૂજાની સામગ્રી બે નંબરના પૈસામાંથી જ લાવેલી હોય ને ? તે ચોરાય એમાં નવાઈ શી ?
સ. સામાયિકમાં આગાર ન હોય ?
બે ઘડીની પ્રતિજ્ઞા માટે શું આગાર આપે ? છતાં આગ વગેરે લાગે તો જવાની છૂટ. આગમાં બળી મરવાનું સત્ત્વ ન હોય, સમાધિ જળવાતી ન હોય, તો આગારનો ઉપયોગ કરવો. આગાર વ્રતનો ભંગ કરવા માટે નથી, સેવાઈ જાય તોપણ વ્રત ખંડિત ન થાય તે માટે છે.
* “સુખ ક્યાંથી મળશે ?' આ વિચારણા અસમાધિનું ઘર છે. સુખ જોઈતું નથી – એનું નામ સમાધિ. સુખને શોધવાની વૃત્તિ એ પણ એક પ્રકારનું ભિખારીપણું છે. આવા ભિખારી બનવું નથી. સુખ જતું હોય તો ભલે જતું, એને શોધવા નથી નીકળવું.
૧૬૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #162
--------------------------------------------------------------------------
________________
* આજે બધાને ધર્મી કહેવડાવવું ગમે છે પણ ધર્મી થવું નથી ગમતું. આપણે સારા હોઈએ – એ સારું કે સારા કહેવડાવીએ – એ સારું ? નીરોગી હોવું સારું કે નીરોગી કહેવાઈએ-એ સારું ?
* ભૂતકાળના પુણ્યથી જે મળ્યું હોય તેને ભોગવવું નથી, જતું કરવું છે, વર્તમાનમાં પુણ્યનો ભોગવટો નથી જોઈતો અને ભવિષ્યમાં પુણ્યની કોઈ પણ જાતની અપેક્ષા નથી રાખવી-એનું જ નામ સમાધિ. ઇન્દ્રિય અને મનને જે જોઈએ છે તે બે ઘડી માટે નથી આપવું. આટલું બને તો સામાયિક કરવાનું ફાવે. અનુકૂળતા આપનારી સામગ્રી નથી લેવી. સર્દી થઈ ગઈ હોય તો હવા ન આવે એવા સ્થાને બેસનારા સામાયિક કરતી વખતે એવો પ્રયત્ન કરે ખરા ? જે મળ્યું છે તે છોડી દેવું છે, વર્તમાનમાં ભોગવવું નથી અને ભવિષ્યની અભિલાષા કરવી નથી – આ જ ઇન્દ્રિય અને મનની સમાધિ છે. આ રીતે એક પણ સામાયિક કરવાની તૈયારી ન હોય તો આગળનાં ત્રણ વ્રત નહિ પાળી શકાય. કારણ કે આગળનાં વ્રતમાં તો દસ, પંદર કે ત્રીસ સામાયિક કરવાની વાત આવે છે.
* આરાધનાની રતિ ઈચ્છાના ઘરની ન હોવી જોઈએ, આજ્ઞાના ઘરની હોવી જોઈએ. જ્યાં સુધી એ રતિ ન મળે ત્યાં સુધી આજ્ઞાના પાલનમાં થતી અરતિ નભાવીશું પણ ઈચ્છા મુજબ કર્યાની રતિ નથી જોઈતી. ડ્રેસિંગ કરતી વખતે રસીના ફુવારા ઊઠે અને અસહ્ય પીડા થાય તો ચાલે પણ આપણી ઈચ્છા મુજબનું પીડા વિનાનું ડ્રેસિંગ નથી કરવું - એ સમજાય ને ? તેમ ભગવાનની આજ્ઞા પાળતી વખતે થોડું-ઘણું આર્તધ્યાન થાય, અરતિ થાય તો ભલે થતી, પણ ઈચ્છા મુજબના વર્તનની રતિ નથી જોઈતી.
* આપણે ધર્મ સારી રીતે કરવા તો મહેનત કરીએ જ છીએ, સારો ધર્મ કરવા માટે મહેનત હવે કરવી છે. ધર્મ સારો તો થાય છે પણ સારો ધર્મ નથી થતો. “સારો’ આ ધર્મનું વિશેષણ બનવું જોઈએ, ક્રિયાવિશેષણ નહિ. સારો ધર્મ એટલે આજ્ઞા મુજબનો ધર્મ અને સારી રીતે એટલે આપણને ફાવે એ રીતે ધર્મ કરવો. સારી રીતે કરવા મહેનત કરવી એટલે બાહ્ય સંયોગો અનુકૂળ બનાવી–મેળવીને કરવું. જ્યારે સારો ધર્મ કરવો એટલે ભગવાનની આજ્ઞા મુજબ સુખ ટાળીને, દુઃખ વેઠીને ધર્મ કરવો.
* આજે આપણને સુખ આપે એવો ધર્મ ગમે છે કે સુખ છોડાવે એવો ધર્મ ગમે છે? આજે ભૂતકાળનું પુણ્ય પાંસરું છે એટલે ધર્મ કરવાનું ફાવે છે. એક વાર પુણ્ય પૂરું થાય પછી કેવો ધર્મ થાય છે – એ જોઈએ તો ખબર પડે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૬૧
Page #163
--------------------------------------------------------------------------
________________
* દેવતત્વ ઊંચામાં ઊંચુ જોઈએ, ગુરુતત્ત્વ ઊંચામાં ઊંચું જોઈએ, જ્યારે ધર્મતત્ત્વ નીચામાં નીચું પણ ચાલે છે ને ? ધર્મ અવિધિવાળો પણ ચાલે, પુણ્ય બંધાવી આપે એવો પણ ચાલે ને? મોક્ષ માટે ધર્મ કરવો છે એવું નક્કી થાય તો શુદ્ધધર્મની જરૂર પડે.
* આજે મનમાં પાપનો ભય નથી, છાતી મજબૂત છે અને હાથ-પગમાં જોર છે એટલે મરજી મુજબ ચાલવાનું કામ કરીએ છીએ. એક વાર આ જોર ઘટી જાય તો બધાં પાપનાં ફળ નજર સામે દેખાયા કરે.
* ઈચ્છા મુજબ જીવવામાં સમાધિ નથી, આજ્ઞા પાળવામાં સમાધિ છે.
* સાધુપણામાં દુઃખ ભોગવવા આવ્યા છીએ, સુખ ભોગવવા નહિ-આટલું સમજીને આવે તેને મોટી ઉંમરે પણ દીક્ષા અપાય. ગમે તેટલું દુઃખ આવે તો પણ મોટું ખોલે નહિ, આંખમાં પાણી લાવે નહિ અને ગુરુભગવન્ત પ્રત્યે બહુમાનભાવ જાળવી રાખે તો તેવાને સાધુપણામાં મજેથી નભાવાય.
* મોક્ષના સુખની અનુભૂતિ આપણને નથી-એવું કોઈ કહેતું હોય તો તે બરાબર નથી. કારણ કે આપણે જે થોડુંઘણું સુખ અનુભવીએ છીએ તે આ મોક્ષના સુખનો જ અંશ છે. આપણે વર્તમાનમાં સુખી છીએ તે ભોગવવાના કારણે નહિ, બીજું નથી જોઈતું એના કારણે સુખી છીએ. જે અધિકની ઈચ્છા થયા કરે તો મળેલું શાંતિથી નહિ ભોગવી શકાય. આજે આપણા કરતાં અધિક સંપત્તિવાળા અશાંતિમાં મરે છે અને આપણે અલ્પ સંપત્તિમાં પણ શાંતિથી જીવીએ છીએ – આ બધો જૈન કુળનો જ પ્રભાવ છે ને ? અત્યારે જે નથી મળ્યું તેની ઈચ્છા મૂકી દેવાથી જો આટલા સુખી-શાંત છીએ, તો જે મળ્યું છે એની પણ ઈચ્છા મૂકી દઈએ તો પરમશાંતિ મળે ને? પાંચે ઇન્દ્રિયોના વિષયો પાપથી મળે છે, પાપથી ભોગવાય છે અને પાપનું કારણ છે માટે આ પાપ લઈને નથી જવું, મૂકીને જવું છે.
* ન્યાયથી પ્રાપ્ત કરેલ, પ્રાસુક (અચિત્ત) અને એષણીય (૪ર દોષથી રહિતકધ્ય) એવા અશનાદિ તથા વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય વગેરેનું, અતિથિ એવા સાધુભગવન્તને દેશ, કાલને ઉચિત શ્રદ્ધા, સત્કાર, સન્માનપૂર્વક આત્માના એકમાત્ર અનુગ્રહની બુદ્ધિથી દાન કરવું તેનું નામ અતિથિસંવિભાગ. જેઓ પર્વ કે અપર્વતિથિના ભેદ વિના નિત્ય આરાધના કરનારા છે તેવા સાધુભગવન્તો અતિથિ છે, શેષને અભ્યાગત (મહેમાન) કહેવાય છે.
૧૬૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #164
--------------------------------------------------------------------------
________________
* આપણા દેવ અને આપણા ગુરુ, આપણાથી અશક્ય હોય-એવો એક પણ ઉપદેશ આપે જ નહિ-આટલો વિશ્વાસ છે ખરો ? આજે સામાન્ય કોટિના ગણાતા માણસો પ્રત્યે જેટલો વિશ્વાસ છે એટલો પણ વિશ્વાસ દેવગુરુ પ્રત્યે નથી.
* વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ શુદ્ધ ધર્મ કરવો હશે તો મનને બાજુ પર મૂકવું જ પડશે. જ્યાં રાગ અધિક હોય છે ત્યાં મનને બાજુ પર મૂકતાં આવડે છે ને? એ રીતે અહીં પણ ધર્મ કરતી વખતે મન અવરોધ કરે છે એવું લાગે તો એ મનને બાજુ પર મૂકી દેવું છે. તે માટે બીજાનું-દેવગુરુનું કહ્યું માનવું છે, મનનું કહ્યું નથી માનવું.
સ. દેવ કશું બોલતા નથી ને ?
દેવ અત્યારે નથી બોલતા પણ પહેલાં સમવસરણમાં કહીને ગયા છે ને ? પ્રિય વ્યક્તિ મરતાં મરતાં પણ કંઈક કહીને ગઈ હોય તો તેની પ્રત્યેના રાગથી તેના ગયા પછી પણ તેની વાત માનીએ ને ? તેમ ભગવાન ગયા પછી પણ તેમની પ્રત્યે રાગ હોય તો તેઓ જે કહીને ગયા હોય તે માનવાનું ફાવે ને?
* દેશને ઉચિત એટલે અટવી વગેરેનું ઉલ્લંઘન કરતી વખતે જરૂર પડ્યે આધાકર્મી પણ વહોરાવવું. તેમ જ દુર્મિક્ષ વગેરે કાળમાં કે ગ્લાનાદિ અવસ્થા રૂપ ભાવમાં પણ જરૂર પડ્યે દોષિત આહાર વહોરાવવો-તે પણ અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે.
* શ્રદ્ધા એટલે ‘આપવાથી મળે છે' - એ ભાવ ન જોઈએ, દાન આપવાથી છૂટી જાય છે – એનું નામ શ્રદ્ધા. આપવાથી દીક્ષા મળે છે – એવી શ્રદ્ધાથી આપવું છે. આપવા પહેલાં જે બહુમાન કરવું તે સત્કાર અને વહોરાવ્યા બાદ પણ તેમને માનભેર મૂકવા જવું તે સન્માન. ભગવાન તો સર્વગુણસંપન્ન હોવાથી તેમની ભક્તિ કરવાનું સહેલું છે. જ્યારે ગુરુ છદ્મસ્થ હોવા છતાં તેમને ગુણસમ્પન્ન માનીને તેમની ભક્તિ કરવાનું કામ કપરું છે. સાધુપણું પામવા માટેનું અવ્યવહિત પૂર્વ કારણ આ બારમું વ્રત છે. આ સુપાત્રદાન સિવાય બીજું એક ઉત્તમ સાધન સાધુપણા માટેનું ગૃહસ્થપણામાં નથી. ગુરુભગવન્ત કશું બોલે કે ન બોલે છતાં તેમની ભક્તિ જ આપણને આ ભવથી તારનારી છે.
* સ્વાનુગ્રહ એટલે સાધુભગવન્તને લાભ આપવા માટે આપવાનું નથી, આપણને લાભ મળે છે માટે આપવું છે. અહીં કહ્યું છે કે સાધુને જે કાંઈ કલ્પનીય હોય તે કોઈ પણ રીતે કાંઈ પણ વહોરાવ્યા વિના ધીર, આજ્ઞાનુસારી સુશ્રાવકો વાપરતા નથી. પોતાની પાસે પર્યાપ્ત ધન ન હોય તો થોડામાંથી થોડું (અશનવસ્ત્રાદિ) પણ આપ્યા વિના ન રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૬૩
Page #165
--------------------------------------------------------------------------
________________
દસ પ્રકારનો યતિધર્મ :
* દેશવિરતિધર્મનું નિરૂપણ કર્યા બાદ સર્વવિરતિધર્મનું નિરૂપણ કર્યું છે. ક્ષમા વગેરે દસ પ્રકારના યતિધર્મને પામવાની ભાવનાથી જ આપણે દેશવિરતિનું શ્રવણ કર્યું હતું ને ? ક્ષમાધર્મ સૌથી પહેલો છે. આ જગતમાં આપણા પાપના ઉદયમાં જે જે જીવો નિમિત્ત બને છે તે બધા પ્રત્યે આપણે ક્ષમા કેળવવી છે. ભૂલ આપણી છે માટે બીજાને ક્ષમા આપવી છે. જેઓ પોતાની ભૂલ ન જુએ અને બીજાની ભૂલ જોયા કરે તે સાધુપણું પાળવા માટે લાયક નથી. ભૂલ બીજાની છે ને સહન આપણે કરવાનું? – આવો ભાવ આવે તે ક્ષમાધર્મ ન પાળી શકે. આપણી ભૂલ વગર આપણને દુઃખ ન આવે-આવી શ્રદ્ધા ખરી ને ? આપણી ભૂલ ન દેખાય તોપણ પહેલાંની, ભૂતકાળની, પૂર્વભવની આપણી ભૂલ છે – એવું માનીએ ને? મહાવીરપરમાત્માના જીવે નીચગોત્રકર્મ બાંધ્યું ત્રીજા ભવમાં અને ભોગવ્યું સત્તાવીસમા ભવમાં. ચોવીસ ભવ પહેલાની ભૂલ પણ આજે ઉદયમાં આવે-એવું બને ને ? સાધુભગવન્તો ક્ષમાધર્મ જાળવી શકે છે. કારણ કે અનેક ભવોની પરંપરા તેમની નજર સામે હોય છે. સામાની ભૂલ નથી, મારી ભૂલ છે-આ ભાવ જ ક્ષમાનો સ્થાયીભાવ છે.
* સાધુપણું લેવું એટલે અવિરતિથી વિરામ પામવું તે. આ અવિરતિ વિષયની પરિણતિ સ્વરૂપ છે તેથી વિરતિની શરૂઆત વિષયની પરિણતિના અભાવથી થવી જોઈએ, જ્યારે અહીં વિષયાસક્તિના અભાવને જણાવવાને બદલે કષાયની પરિણતિના અભાવરૂપ ક્ષમાધર્મ સૌથી પહેલો જણાવ્યો છે, એનું કારણ શું? ... આવી શંકા પડે ને ? એનું નિરાકરણ એ છે કે – સુખ છોડવું સહેલું છે પણ સહન કરવાનું કામ કપરું છે. સુખને લાત મારીને આવેલા પણ દુઃખથી જો અકળાઈ જાય તો સાધુપણું નહિ પાળી શકે. આથી જ ક્ષમાધર્મને સૌથી પહેલો જણાવ્યો. વિષયની પરિણતિ તો આપણને એકલાને નડે છે જ્યારે કષાયની પરિણતિ આખા ગામને નડે છે. માટે કષાયની પરિણતિ સૌથી પહેલી ટાળવી છે. પોતાની ભૂલ જોતાં થઈએ તો સાધુપણું મજેથી પળાય. જ્યારે પણ દુઃખ આવે ત્યારે પોતાનો વાંક જુઓ, બીજાનો નહિ. તમે તમારી ભૂલ જોતા થાવએટલી જ અપેક્ષા છે. અનુકૂળતા તો ત્યારે મળે કે જયારે પુણ્ય બચ્યું હશે. પાપ ગયું નહિ હોય ત્યાં સુધી પ્રતિકૂળતા આવ્યા વિના નહિ જ રહે. ક્રોધે ક્રોડપૂર્વ તણું સંયમ જાય-એવું કહ્યું છે, ત્યાં વિષયની પરિણતિના કારણે સંયમ નકામું જાય છે – એવું નથી કહ્યું. આના ઉપરથી પણ કષાયની ભયંકરતા સમજાય છે ને? વિષયની પરિણતિ તોડીને ગમે તેટલા ગુણો મેળવ્યા હોય છતાં કષાયની ચિનગારી ને લાગે તો તેના પર
૧૬૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #166
--------------------------------------------------------------------------
________________
પૂળો મુકાય. રૂની ગાંસડી પર એક તણખો પડે તો બધું જ બળી જાય ને ? તેમ ગુસ્સાથી બધા ગુણો બળી જાય છે. જેની પ્રત્યે ગુસ્સો આવે તેની સાથે અબોલા નથી લેવા, તેના હાથની વસ્તુ નકારવી નથી, ખાવાનું બંધ નથી કરવું, બે વસ્તુ તેના જ હાથે વધારે ખાવી છે. સાધુપણામાં તો કમસે કમ આ દોષ ન જ જોઈએ. જેના પર ગુસ્સો આવે તેની સાથે ગોચરીપાણી બંધ નથી કરવા.તેની સાથેનો એકે વ્યવહાર બંધ નથી કરવો. વિષયની પરિણતિ તો છૂટી જાય પણ કષાયની પરિણતિના કારણે જે અનબંધો ઊભા કર્યા હોય તે ભવાન્તરમાં કૂતરાંબિલાડાં થઈને પણ છેવટે પૂરા કરવા પડશે. સાધુપણામાં ગુસ્સો કરીશું તો સાધુપણું પળાશે નહિ. કર્મની નિર્જરા કરવા માટે આવેલા, કર્મ બાંધીને જાય-એના જેવી બીજી વિષમતા કઈ છે? આપણી સાથે રહેલા પણ અનુચિત વર્તન કરે ત્યારે તેના કારણે આપણી બદનામી થાય છે એવું માનવાની જરૂર નથી. આપણા અપયશનામકર્મ વગર કે અનાદેયનામકર્મ વગર કોઈ આપણને બદનામ કરી શકે એમ નથી. થોડું સુખ ભોગવશો તો ચાલશે પણ ગુસ્સો નથી કરવો. સામો માણસ માથે લાત મારે તો પણ તેના પગ નથી છોડવા-આટલી તૈયારી આવે એ દિવસે સાધુપણામાં આવવાની યોગ્યતા આવશે. જેની સાથે સંબંધ બગડયા હોય તેની સાથે આજથી જ વાટકીવ્યવહાર શરૂ કરવો છે. આજથી જ સો ગ્રામ મિઠાઈ દર અઠવાડિયે મોકલવી છે – આટલું બને ને ?
સ. પ્રશસ્ત ગુસ્સો કરાય ને?
એટલે ગમે તેમ કરીને કરવો તો છે જ-એમ ને ? પ્રશસ્ત ગુસ્સો કોને કહેવાય - એ જાણો છો ? આપણી જાત ઉપર આપણા દોષ ઉપર ગુસ્સો કરવો તે પ્રશસ્ત ગુસ્સો-આ ગુસ્સો કરવો હોય તો કરવાની છૂટ !
સ. ગુસ્સો કર્યા વગર સામ સાંભળતો ન હોય તો ?
તોપણ ગુસ્સો કરીને સામાને સમજાવવું નથી. આપણે જાતે સમજી લઈએ અને સાંભળી લઈએ તો ઘણું, પણ બીજાને સમજાવવા માટે ક્રોધ નથી કરવો.
* દેવતત્ત્વ પર જેટલું બહુમાન છે તેટલું બહુમાન ધર્મતત્ત્વ પર નથી. દેવતત્ત્વની આશાતના થાય તો દુ:ખ થાય પણ ધર્મતત્ત્વની-ધર્મનાં ઉપકરણોની- આશાતના થાય તો તેવું દુઃખ ન થાય.
* પૈસા છોડવા હોય તો છોડી દઈએ પણ ગુસ્સો ન છોડીએ ને ? વિષયનો ત્યાગ કર્યા પછી પણ કષાયની પ્રવૃત્તિ મજેથી ચાલે ને ? આહારનો ત્યાગ કર્યા પછી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #167
--------------------------------------------------------------------------
________________
ગુસ્સો ન જાય ને ? વિષયનો ત્યાગ કરવાનું સહેલું છે પણ કષાયનો ત્યાગ કરવાનું અત્યન્ત કપરું છે. તપ કરનારને વિષયની પરિણતિ નડે તો તો તપ કરવાની ના પાડીએ પણ કષાયની પરિણતિ નડે તો તપની ના ન પાડીએ. તપમાં ખાવાની ઈચ્છા થાય તો માઠું લાગે પણ તપમાં ગુસ્સો આવે તો માઠું ન લાગે ને ?
* જે ચારિત્રનું મંડાણ કષાયના અભાવ ઉપર થયેલું છે તે ચારિત્ર લેતી વખતે કષાય ભૂંડા ન લાગે તો શી દશા થાય?
x અત્યારે આપણે કદાચ કષાય ન કરતા હોઈએ તોપણ પૂછવું પડે કે જે જોઈએ છે તે મળી ગયું છે માટે કષાય નથી કરતા કે મળેલું પણ જોઈતું નથી માટે કષાય નથી કરતા? આજે આપણને જેની જેની પ્રત્યે ગુસ્સો આવે છે તેની પ્રત્યે કાંઈકને કાંઈક અપેક્ષા પડેલી છે. આપણે વડીલ છીએ, આપણો વિનય તેમણે જાળવવો જોઈએ-આવી અપેક્ષા હોવાથી અવિનયનો ગુસ્સો આવે છે. અપેક્ષાના કારણે જ મહાદુઃખ છે. ભગવાનના શિષ્ય બનેલા ગોશાળાએ પણ ભગવાનનો વિનય નથી સાચવ્યો તો તમારો-અમારો વિનય કોઈ ન જાળવે-એમાં શી નવાઈ ? અપેક્ષા પૂરી થતી નથી એ જ કષાયનું નિમિત્ત છે. સુખ ગમે તેટલું (વધુ) મળે તોય ઓછું જ લાગવાનું અને દુઃખ ગમે તેટલું ઓછું) હોય તોય વધારે જ લાગવાનું છે. માટે સુખ મળે કે દુઃખ જાય તેની અપેક્ષા નથી રાખવી. સહન કરવું – એ જ ધર્મ છે. ભગવાને જેને એકવાર શીતલેયા મૂકી તેલયાથી બચાવ્યો તે જ ગોશાળાએ ભગવાનને મારી નાખવા માટે તેજલેશ્યા મૂકી છતાં ભગવાને કહ્યું નથી કે – જરા યાદ કર, તને કેવી રીતે બચાવ્યો ને આજે શું કરી રહ્યો છે? !' આટલું દુઃખ તો તમને કોઈએ નથી આપ્યું ને ? તો શા માટે અકળાઈ જાઓ છો ? આપણે માનસન્માનાદિની અપેક્ષા મૂકી દેવી છે. ધર્મ કષાય કાઢવા માટે કરવો છે.
* બંધ ગુણસ્થાનકપ્રત્યયિક હોવો જોઈએ અને નિર્જરા પરિણામપ્રત્યયિક હોવી જોઈએ. એના બદલે આજે નિર્જરા ગુણસ્થાનકપ્રત્યયિક થાય છે અને બંધ પરિણામપ્રત્યયિક ચાલુ છે. કપડું પલળવાથી જે મેલ નીકળે તેવી ગુણસ્થાનકપ્રત્યયિક નિર્જરા છે. ચોળવાથી-મસળવાથી જે મેલ જાય છે તેવી પરિણામપ્રત્યયિક નિર્જરા છે.
* મનને મારવાનો ઉપાય એક જ છે – મનનું ન માનવું છે. જેની વાત માનીએ તે આપણો મિત્ર બને અને જેનું ન માનીએ તે આપણો શત્રુ બન્યા વિના ન રહે. મનને મારવું હશે તો મનને શત્રુ બનાવવું પડશે. અને મનને શત્રુ બનાવવા માટે તેનું કહ્યું માનવાનું બંધ કરવાનું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૬૬
Page #168
--------------------------------------------------------------------------
________________
* કર્મ જવા જોઈએ-એવી ઈચ્છાપૂર્વક જે નિર્જરા થાય તે પુરુષાર્થપ્રત્યયિક કે પરિણામપ્રત્યયિક નિર્જરા કહેવાય. કર્મ એની મેળે જાય તો સારું-આ ગુણસ્થાનકપ્રત્યયિક નિર્જરા. કપડાં પહેરીએ ત્યારથી મેલાં થવાની શરૂઆત થાય-તેનું નામ ગુણસ્થાનકપ્રત્યયિક બંધ અને ધૂળમાં આળોટીને મેલાં કરવાં તે કષાયપ્રત્યયિક બંધ.
* સમ્યક્ત્વ પામવા માટે જાતિસ્મરણજ્ઞાનની જરૂર નથી. માત્ર શ્રુતજ્ઞાન પણ બસ છે. જાતિસ્મરણજ્ઞાન બહુ બહુ તો પૂર્વના અમુક ભવો બતાવશે જ્યારે શ્રુતજ્ઞાનથી તો ચારે ગતિના ભવો નજર સામે આવે છે. ડોક્ટરો જેટલા રોગની દવા કરે તે બધા અનુભવીને કરે કે શાસ્ત્રના આધારે કરે ? આ અપેક્ષાએ અનુભવ કરતાં શાસ્ત્રજ્ઞાન ચઢિયાતું છે.
* ક્ષમામાં બીજાના દોષો સહન કરવાની વાત છે જ્યારે મૃદુતામાં પોતાના દોષો સાંભળવાની ક્ષમતા સમાય. પોતાના અપરાધ કોઈ બતાવે તો ન ગમે, તે મૃદુતા ન પામી શકે. ક્ષમાના કારણે બીજાએ આચરેલા દોષો સહી શકાય છે અને મૃદુતાના કારણે પોતાના દોષો કોઈ જણાવે તો તે સ્વીકારી શકાય છે. આપણે કો’કના વડીલ છીએ આ ભાવ કાઢીને આપણે ભગવાનના સેવક છીએ : આવો ભાવ લાવીએ તો સ્તબ્ધતા જતી રહે.
* મૃદુતા એટલે સ્તબ્ધપણાનો અભાવ. સરળતા એટલે કુટિલતાનો અભાવ. કુટિલતા એટલે માયા, સફાઈબંધ આંટીઘૂંટી.
* ક્રોધ શત્રુ પ્રત્યે આવે, માન પરિચિત પાસેથી જોઈએ, માયા મિત્રોને વિશે કરાતી હોય છે. ક્રોધ અને માન કાયમ નથી હોતા જ્યારે માયા તો ચોવીસ કલાક ચાલ્યા કરે એવું બને ને ?
* આ સંસારનાં સુખો આત્માનાં નથી, કર્મનાં આપેલાં છે. છતાં તેને પોતાનાં માની તેની ઈચ્છા કરવી એ કારમું અજ્ઞાન છે.
* મુક્તિનો અર્થ અહીં નિર્લોભતા કર્યો છે. કારણ કે અહીં ધર્મની વાત ચાલુ છે, ધર્મના ફળની નહિ. ધર્મના ફળની વાત કરીશું ત્યારે મુક્તિનો અર્થ મોક્ષ કરીશું. અહીં ધર્મ તરીકે મુક્તિ જણાવી છે. યતિધર્મ એ મુક્તિનું સાધન છે. જો ધર્મ તરીકે બતાવેલ મુક્તિનો અર્થ મોક્ષ કરીએ તો સાધન અને સાધ્ય એક બને અને જો બંન્ને એક બને તો આરાધવું શું ને મેળવવું શું ? આથી તે બંન્નેને જુદા પાડવા માટે મુક્તિનો પ્રસિદ્ધ એવો મોક્ષ (કર્મથી છૂટકારો) અર્થ ન કરતાં અપ્રસિદ્ધ એવો નિર્લોભતા અર્થ કર્યો છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૬૭
'
Page #169
--------------------------------------------------------------------------
________________
* ઇચ્છાના કારણે, દોષની કબૂલાત કરતી વખતે ‘પણ’ કહીને વાત કરવી તે માયા છે, સરળતાના ઘરની એ વાત નથી. કોઈ પણ જાતની દલીલ કર્યા વગર સ્વીકારવું તે સરળતા.
* ઈચ્છા એ લોભનો વિકાર છે. ઇચ્છા અને અજ્ઞાન એ બે મોટાં દુ:ખ છે. આથી જ ‘નિર્લોભીપણાથી અને નિર્મોહીપણાશું સુણ કોશ્યા અમે રહીશું'. આ પ્રમાણે શ્રી સ્થૂલભદ્રમહારાજાએ કહ્યું હતું.
* ફળથી નિરપેક્ષપણે સાધના કરે તે ફળ વિલંબે મળવા છતાં સાધના એકાગ્રભાવે કરી શકે છે. જ્યારે ફલની અભિસન્ધિ હોવાથી જે સાધના કરવામાં આવે એ સાધનામાં ભલીવાર ન આવે.
* ધર્મ આપણે ન છૂટકે કરીએ છીએ અને સુખ આપણે ઈચ્છાપૂર્વક ભોગવીએ છીએ. શાસ્ત્રકારો કહે છે કે ધર્મ ઈચ્છાપૂર્વક કરવો છે અને સુખ ન છૂટકે ભોગવવું છે.
* ધર્મ વિશુદ્ધ કોટિનો બનાવવો હશે તો સાતમા ગુણઠાણેથી આઠમે જવું પડશે. માત્ર પુણ્ય જ સારું બાંધવું હશે તો છઠ્ઠા ગુણઠાણા સુધીમાં મજેથી બાંધી શકાશે-આગળ જવાની જરૂર નથી.
* સંસારનું સુખ દુઃખ ટાળીને મળે છે, દુઃખનો અંત લાવીને નહિ. સંસારનું સુખ દુઃખના અનુભવ વગર ભોગવાતું નથી. આવું સુખ ભોગવવું એ આત્માનો સ્વભાવ નથી. સંસારનું સુખ તો કર્મ અને શરીરના યોગે આવેલું છે, એ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે. દુઃખ ભોગવતાં પણ દુઃખ તેને અનુભવાય છે કે જેને સુખની અપેક્ષા પડેલી હોય. આજે આપણે જે ધર્મ કરીએ છીએ તે દુર્ગતિ ન મળે, સદ્ગતિ મળે માટે કરીએ છીએ, સંસારમાં ન ભટકીએ અને મોક્ષ મળે માટે નથી કરતા. સંસારના સુખની ઈચ્છા જ્યાં સુધી હૈયામાં પડેલી હોય ત્યાં સુધી મોક્ષ જોઈએ છે, એવું કયા મોઢે કહેવાય ? સંસાર છોડવો સહેલો, સંસાર હૈયામાંથી કાઢવો કપરું કામ છે. ધર્મથી દેવલોક મળે એમાં તેને આનંદ થાય કે જેને ધર્મથી મોક્ષ નથી જોઈતો. જેને ધર્મથી મોક્ષ જોઈતો હોય તેને તો સંસારનાં સુખો મળે તોપણ એમ જ લાગે કે જે જોઈતું નથી તે શા માટે મળ્યા કરે છે ? આપણને આવો વિચાર સુખને જોઈને ક્યારે ય આવ્યો છે ? કે સુખની વાત સાંભળવામાત્રથી રાજી થઈ જઈએ ? સંસારથી છૂટવું છે કે દુઃખથી છૂટવું છે ? અને જો સંસારથી છૂટવું હોય તો સૌથી પહેલાં સુખથી છૂટવું પડશે.
૧૬૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #170
--------------------------------------------------------------------------
________________
* આજે પોતાને ફાવતી વાત શાસ્ત્રમાં ન મળે તો તેવા વખતે એવું પણ કહેનારા મળી આવે કે – ‘પહેલાં ૮૨ આગમ હતાં અને આજે ૪૫ જ આગમ છે તો એવું ન બને કે જેટલાં આગમ વિચ્છેદ ગયાં તેમાં આવો પાઠ હોય ?' આવી દલીલ કરનારા મળે ને ? એક વાર એક મહાત્માએ આવા જ પ્રકારની દલીલ કરી હતી. એ મહાત્માને કહ્યું કે જેટલાં આગમ વિચ્છેદ ગયાં તેમાં એક પણ વાત એવી ન હોય કે જે વિદ્યમાન આગમની સાથે વિરોધી હોય. જો એક આગમનો બીજા આગમ સાથે વિરોધ આવે તો તેને આગમ કહેવાય જ નહિ. આથી જે વાત વિદ્યમાન આગમ સાથે
જ
વિસંવાદી હોય તે વાત વિચ્છેદ ગયેલાં આગમમાં ન જ હોય. ધર્મ મોક્ષ માટે જ કરાય, સંસારના સુખ માટે નહિ-આવી વાત એક આગમમાં લખી હોય તો બીજા આગમમાં સંસારના સુખ માટે પણ ધર્મ કરાય – એવી વાત આવે જ નહિ... એ મહાત્મા સરળ હતા આથી તેમણે આ વાત માની લીધી અને ભૂલ થઈ ગઈ એમ કબૂલ્યું. જ્યારે આજે તો આવી પણ વાત સમજી શકે નહિ એવા જોઈએ એટલા મળી આવે.
* જેઓ સુખ માટે ધર્મ કરે તેઓ ધર્મ કરતાં આજે નહિ તો કાલે અટકી જવાના. દુ:ખ આવે એટલે તેમનો ધર્મ અટકી જશે. જ્યારે મોક્ષ માટે ધર્મ કરનારા તો પ્રાણ જાય તોપણ ધર્મ ન છોડે. તેવાઓ તો જેમ જેમ દુ:ખ આવે તેમ તેમ રાજી થાય કે-સારું થયું, જે કામ માટે આપણે મહેનત કરી રહ્યા છીએ તે થઈ રહ્યું છે. દુઃખ ભગાડવા માટે નહિ, દુ:ખના નાશ માટે ધર્મ કરવાનો. જેમ દુ:ખ આવે તેમ ધર્મ વધે.
ન
-
* આ દિવસોમાં વીરવિભુની અંતિમ દેશના સાંભળવાની ઈચ્છા ઘણા લોકોની છે, પરંતુ આપણા માટે આ દેશના પહેલી દેશના જેવી છે. કારણ કે વરસોથી ધર્મ કરવા છતાં આપણે એ રીતે ધર્મ કરીએ છીએ કે જાણે આ દેશના ક્યારે ય સાંભળી જ નથી. હવે એટલું નક્કી કરવું છે કે સુખનો રાગ મરી જાય અને દુ:ખ અકળાવે નહિ-એવું સામર્થ્ય કેળવીને આવતા વરસમાં જવું છે. આ વરસ તો આપણું નકામું જ ગયું છે ને ?
* જેને મોક્ષ જોઈતો નથી તેને મોક્ષ માટે શું કરવું એ સમજાવવાનું કામ કપરું છે. જો મોક્ષે જવું છે તો મોક્ષના સ્વરૂપ સામે નથી જોવું; ભગવાનના વચન સામે જોવું છે, આપણી ઈચ્છા સામે નથી જોવું, ભગવાનની આજ્ઞા સામે જોવું છે. સંસારનું કે મોક્ષનું સ્વરૂપ ન સમજાય તોપણ ભગવાન કહે છે માટે કરી લેવું છે. રોગનું સ્વરૂપ સમજાય તો દવા લો કે ડોક્ટર નિદાન કરે તે માનીને દવા લઈ લો ? ખુદ ભગવાને પણ મોક્ષ જોઈને મોક્ષને નથી માન્યો. કેવળજ્ઞાન પામીને મોક્ષ જોયો હતો. શ્રુતજ્ઞાનથી જાણીને મોક્ષ માનીને જ ભગવાન ભગવાન થયા. મોક્ષ જોઈને વિશ્વાસ ન’તો કેળવ્યો,
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૬૯
Page #171
--------------------------------------------------------------------------
________________
વચનના વિશ્વાસે જ ચાલ્યા હતા. આપણને ભગવાનના વચન કરતાં આપણા મન ઉપર વિશ્વાસ વધારે છે ને ?
* શરીર સારું ન હોય તો ધર્મ છોડવો નથી, બેવડો આરાધવો છે. કારણ કે શરીર નકામું થયું જ છે તો જેટલું સધાય એટલું સાધી લેવાનું, આમે ય સારું થવાનું નથી તો તેને સુધારવા માટે મહેનત નથી કરવી, આત્માને સુધારી લેવો છે.
* ધર્મ મોક્ષ માટે જ કરવાનો છે, તેથી મારે સાધુપણાનો જ ધર્મ જોઈએ છે, શ્રાવકપણાનો નહિ - આવો પરિણામ મેળવી લેવો છે.
* પાંચમા યતિધર્મ તરીકે તપધર્મ બતાવ્યો છે. પહેલાં ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતા : આ ચાર ધર્મ બતાવ્યા પછી તપધર્મ બતાવ્યો છે. કારણ કે કષાયનો ત્યાગ કર્યા વિના તપધર્મની આસેવા ફળદાયી બનવાની નથી. આગળ વધીને કષાયનો ત્યાગ કર્યા બાદ ક્ષમાદિ ધર્મોને આત્મસાત્ કર્યા વિના તપધર્મની પ્રાપ્તિ નથી થતી. આથી ચાર પછી પાંચમો તપ ધર્મ બતાવ્યો. ક્ષમાદિ ધર્મો માત્ર કષાયના અભાવ સ્વરૂપ નથી. કષાય ટાવ્યા પછી પણ ક્ષમાગુણ કેળવવો પડે છે. ક્રોધનો અભાવ એ ક્ષમા નથી, માનનો અભાવ એ મૃદુતા નથી, માયાનો અભાવ એ સરળતા નથી અને લોભનો અભાવ એ મુક્તિ નથી. ક્રોધાદિ કષાયનો અભાવ એ ધર્મ નથી, ક્ષમાદિ ગુણો એ ધર્મ છે. માત્ર ચૂપ રહેવું, મૌન પાળવું એ ક્ષમા નથી. ચૂપ રહેવાથી ગુસ્સો ન કરવાથી કષાયનો અભાવ થઈ જશે પણ એનાથી ક્ષમા નહિ આવે. કારણ કે ક્ષમા તો સહન કરવા સ્વરૂપ છે. આથી જ ક્ષમાદિ ધર્મની વ્યાખ્યા માત્ર ક્રોધાદિના અભાવરૂપે નથી જણાવી. ના છૂટકે મૌન રહીએ, સામો માણસ વધારે બોલશે માટે જવાબ ન આપીએ, નબળા હોવાના કારણે દબાઈને બેસી રહીએ તે ક્ષમા નથી. પ્રતીકાર કરી શકાય એવો નથી માટે ચૂપ રહીએ તે ક્ષમા નથી. કોઈનો ગમે તેવો ગુસ્સો સહન કરી લેવો છે, બીજા પ્રત્યે ગુનો કરવો નથી અને બીજાના બધા ગુના સહન કરી લેવા, શક્તિ હોવા છતાં પણ આપણી જાતના ઉપકાર માટે મૌન રહેવું-તેનું નામ ક્ષમા. બીજાને માફી આપવી તેનું નામ ક્ષમા. ગુસ્સો ન કરવામાં ક્ષમા નથી, પ્રતીકાર ન કરવામાં ક્ષમા નથી, સામાના ગુનાને મન પર લાવ્યા વિના, તેના અપરાધને સહન કરી લેવા તે ક્ષમા છે. કષાય અલગ છે, કષાયનો અભાવ અલગ છે અને સમતા એ અલગ છે. આમ પણ આપણે ગુસ્સો નથી કરતા તો ક્ષમા કેમ ન કેળવી લઈએ ? આમે ય માન નથી મળતું તો માનની અપેક્ષા મૂકીને મૃદુતાગુણ કેમ ન કેળવી લઈએ ? આમે ય માયા ઉઘાડી પડી જ જાય છે તો સરળતા કેમ ન કેળવી લઈએ? આમે ય ઈચ્છા ફળતી નથી તો મુક્તિ કેમ ન
૧૭)
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #172
--------------------------------------------------------------------------
________________
કેળવી લઈએ ? ...' આવો અધ્યવસાય ત્યારે કેળવાશે કે જ્યારે કષાયના અભાવ કરતાં ક્ષમાદિગુણોની મહત્તા સમજાશે. જેમ ક્ષમાનો પરિણામ સહન કરવાના પરિણામસ્વરૂપ છે, તેમ મૃદુતા પણ માનના અભાવ સ્વરૂપ નથી. મનમાં અક્કડતા હોવા છતાં માનનો અભાવ હોઈ શકે. એ અક્કડતા કાઢવા માટે મનમાં મૃદુપણાનો, નમ્રપણાનો ભાવ કેળવવો છે. મેં સારું કર્યું છે અથવા તો હું સારું કરું છું - આ ભાવ મનમાંથી કાઢી નાંખીએ તો મૃદુતા આવે. તે જ રીતે કોઈનો વિશ્વાસઘાત કરવો નથી, જેવું નથી તેવું બતાવવાનો પ્રયત્ન નથી કરવો : તેનું નામ સરળતા. ઈચ્છા એની મેળે મરવાની નથી, એ ઈચ્છાને મારવી પડશે-એમ સમજીને મુક્તિ કેળવવી છે. ઈચ્છા દબાવવી તે નિર્લોભતા નહિ, ઈચ્છા મારવી તે નિર્લોભતા.
:
* આજે આપણી જયણા પણ સુખના ભોગવટા માટેની છે, જીવને બચાવવા માટે નહિ. પાણીમાં કચરો હોય તો ગાળીને વાપરે અને કીડી આવે તો ? હાથેથી કાઢીને છૂટો ઘા કરીએ ને ? પાણીમાં કીડી આવે તોપણ વસ્ત્રથી ગાળીએ તો બચવાની શક્યતા પૂરેપૂરી છે. આપણા સુખ જેટલી પણ બીજાના દુઃખની ચિંતા થાય તો જયણા
પળાય.
* કષાય ટાળીને ક્ષમાદિ ગુણો કેળવવાથી કષાયપ્રત્યયિક બંધ અટકી જાય. પણ વર્ત્તમાનનો કર્મબંધ અટકવાથી મોક્ષ ન થાય. નવો કચરો આવતો બંધ થયા પછી પણ ભૂતકાળનાં કર્મો કાઢવા માટે તપ કરવો જરૂરી છે. વર્તમાનમાં પાપ ન કરે તોપણ ભૂતકાળના બધા હિસાબ ચૂકવ્યા વગર કોઈની પણ મુક્તિ થઈ નથી અને થવાની નથી. જેટલું ચૂકવવાનું બાકી રહેશે તેટલું પૂરું કરવા ભવાન્તરમાં જવું પડશે. સાધુભગવન્તને બીજો ભવ કરવો નથી માટે તપ દ્વારા ભૂતકાળનાં કર્મની નિર્જરા કરવા તત્પર હોય છે.
સ. તપચિંતામણિના કાઉસ્સગ્ગમાં, નવકારશી કરવાનું જ નક્કી હોવા છતાં છ મહિનાની ભાવના છે એવું બોલીએ તો માયા કરી ન કહેવાય ?
ભાવના ભાવવી એટલે આત્માને તે માટે તૈયાર કરવો. માત્ર બોલવા ખાતર બોલવાની વાત નથી. શુદ્ધ કોટિનું મન લાવવા માટે ભાવના ભાવવાની છે. ભાવિત બનવું તે ભાવના. આ રીતે રોજ ભાવના ભાવવાથી કર્તવ્યતાનો અધ્યવસાય પેદા થાય તે માટે ભાવવાનું કહ્યું છે. તમે જાતે માયા કરો તેનો ઉપાય નથી.
* બંધન વગરના મનવચનકાયા ન રાખવા તેનું નામ સંલીનતા. મન વચન કાયા પર નિયંત્રણ રાખવું. મનની સંલીનતા અશક્ય છે એવું ન કહેવું. ધંધામાં કે ડોક્ટર
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૭૧
{
Page #173
--------------------------------------------------------------------------
________________
સાથે વાત કરવામાં મનની સલીનતા અને વચનની સંલીનતા શક્ય છે તેમ ધર્મમાં શક્ય બનાવી શકાય ને ?
* શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા મુજબ સમ્યગ્દર્શનગુણની પ્રાપ્તિ માટે જે શ્રધેય પદાર્થો છે તેની શ્રદ્ધા કેળવવા માટે શું કરવું જોઈએ તે જણાવવા માટે શ્રધેય પદાર્થનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. જે પદાર્થ ભગવાને હેય તરીકે જણાવ્યા છે તેને હેય તરીકે માનવા, ઉપાદેયને ઉપાદેય તરીકે માનવા તેનું નામ શ્રદ્ધા. હેયને પણ જરૂર પડ્યું ઉપાદેય માને તે શ્રદ્ધા નથી. જેઓ દ્રવ્યક્ષેત્રકાળભાવના નામે આજ્ઞામાં બાંધછોડ કર્યા કરે તે તેમની શ્રદ્ધાની ઊણપને સૂચવે છે. ધર્મ કરવા માટે આજ્ઞામાં બાંધછોડ નથી કરવી, આજ્ઞાને અનુકૂળ બનવા પ્રયત્ન કરવો છે. નિર્જરા માટે સાધન-સંયોગોને શોધ્યા કરે તે સાધના ન કરી શકે. જે સાધન મળે તેમાંથી નિર્જરા પેદા કરે તેને સાધક કહેવાય. મળેલ સાધનને સાધનામાર્ગમાં જોડે તે જ નિર્જરા સાધી શકે. પોતાને જે સામગ્રી મળી હોય તેનો ઉપયોગ કરી જાણે તે સાધક બની શકે. ધંધો કરવો પડે એવું છે તો અનીતિ કરવી નથી : આટલું નક્કી કરીએ તો નિર્જરા શરૂ. રસોઈ કરવી છે પણ જયણા સાચવવી છે - આવો વિચાર આવે તો નિર્જરા શરૂ. આ નિર્જરા માટે જ તપધર્મ બતાવ્યો છે. પાપ ન કરવા માત્રથી મોક્ષ નથી થતો, પાપનો ફેંસલો કરવાથી મોક્ષે જવાય. તમારી ભાષામાં કહીએ તો વર્તમાનમાં દેવું નથી કરતા, રોકડિયો ધંધો જ કરીએ તોપણ ભૂતકાળનું દેવું ચૂકવાય નહિ ત્યાં સુધી ઊંચા ન અવાય ને?
* અત્યારે જે પૈસો મળ્યો છે, જે શરીરનું સામર્થ્ય મળ્યું છે, જે મન અને વચનનું સામર્થ્ય મળ્યું છે તેનો ઉપયોગ નિર્જરા માટે કરી લેવો છે. તે માટે અભ્યન્તર તપ બતાવ્યો છે. આશ્રવના સ્થાનને પણ સંવરમાં ફેરવી નાંખે એવું સામર્થ્ય આ અભ્યન્તર તપમાં છે. અને સંવરને આશ્રવ બનાવનાર આ અભ્યન્તર તપનો અભાવ છે. જેઓ સુખ મેળવવા માટે અને દુઃખ ટાળવા માટે જ ધર્મ કરે તેઓ સંવરને આશ્રવ બનાવ્યા વગર નહિ રહે. આશ્રવ ગમે છે તેનું કારણ જ એ છે કે આશ્રવ સુખ આપે છે અને દુઃખ ટાળી આપે છે. જેને સુખ જોઈતું નથી અને દુઃખ ભોગવી લેવું છે તેને આશ્રવની જરૂર જ નથી. આશ્રવને પણ સંવર બનાવવાનું સામર્થ્ય આ અભ્યન્તરતપમાં છે. ગૃહસ્થપણામાં પણ થોડો સમયનો ભોગ આપી આ અભ્યન્તરત૫ કેળવી લઈએ તો આશ્રવને સંવર બનાવી શકાશે. આ વાત ગૃહસ્થપણામાં રહેવા માટે નથી, ઘરમાંથી નીકળાય નહિ ત્યાં સુધી એ રીતે રહેવું છે કે જેથી સાધુપણામાં ગયા પછી કામ વધે નહિ, ઓછું થઈ જાય-એ માટે વાત છે. પાપની પ્રવૃત્તિ પણ ખરાબ અનુબંધ કરાવે
૧૭ર
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #174
--------------------------------------------------------------------------
________________
નહિ, પાપનાં સાધનો અડી ન જાય એ રીતે જીવવા માટે અભ્યન્તર તપ પરમ ઉપાય છે. મળેલી સામગ્રી પાપમાં વપરાય તે પુણ્યથી મળેલી ન કહેવાય, પાપથી મળેલી કહેવાય. જેનું પરિણામ સારું તે સારું, પછી તે પાપનો ઉદય હોય કે પુણ્યનો ઉદય હોય. તેથી પુણ્ય પાપની ચતુર્ભગી વ્યવહારથી જ મનાય છે, નિશ્ચયનય તો બે જ ભાંગા માને છે. પુણ્યના અનુબંધવાળું પાપ હોય કે પુણ્ય-તે પુણ્ય જ કહેવાય અને પાપના અનુબંધવાળું પાપ હોય કે પુણ્ય હોય-તે પાપ જ કહેવાય; એમ નિશ્ચયનય માને છે.
* જીવનમાં પરિવર્તન લાવે તેવો ધર્મ કરવો છે. જીવનમાં પરિવર્તન આવે નહિ અને નીચા જ ઊતરતા જઈએ તો તે કેવો ધર્મ કહેવાય ? પહેલાં પાપનો ભય કેટલો હતો અને અત્યારે કેટલો છે એનો હિસાબ કાઢ્યો?
* ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરતી વખતે જે જે ભૂલો થાય તેની આલોચના કરી લેવી, તેનું નામ પ્રાયશ્ચિત્તતપ. થોડો રોગ થાય કે તરત દવા શરૂ ને ? તેમ જેવી ભૂલ થાય કે તરત જ આલોચના કરી લેવી, સજા ભોગવી લેવી.
* દુકાનનો ઉંબરો ચઢતી વખતે ઉંબરાને હાથ લગાડીને માથે ન લગાડવો, પણ કપાળે હાથ મૂકીને વિચારવું કે આઠમા વર્ષે દીક્ષા ન લીધી માટે આ ઉંબરો ઘસવાનો વખત આવ્યો છે. આવું વિચારીને દુકાને બેસે તો ત્યાં પણ પાપથી બચે ને નિર્જરા શરૂ થાય. તમને ભીખ માગતા નથી કરવા, માટે કમાવાની ના ન પાડીએ પણ પૈસાના લાલચુ ન બનવા દઈએ ને ? ધંધો નીતિથી કરવો છે. ખોટું બોલવું નથી, ખોટા બિલ નથી કરવા. નોકરી કરતી વખતે પણ સમયની ચોરી નથી કરવી, સમયસર હાજર થઈ જવું, જે શેઠની નોકરી કરી હોય તેનો વિશ્વાસઘાત ન કરવો.
* દુઃખ ભોગવવું એ પ્રાયશ્ચિત્તતપની સજા છે, સુખ ભોગવવા બેસીએ એટલે સમજવું કે પ્રાયશ્ચિત્તમાંથી ગયા.
* પ્રાયશ્ચિત્ત પછી બીજે અભ્યન્તર તપ વિનય બતાવ્યો છે. વિનયની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે આઠ પ્રકારનાં કર્મોને આપણા આત્મા પરથી દૂર કરવા માટે જે કોઈ પ્રયત્ન કરવામાં આવે તેને વિનય કહેવાય. આ રીતે વિનયની વ્યાખ્યા કર્યા બાદ બાહ્ય વિનય કોને કહેવાય તે જણાવતાં કહ્યું છે કે ગુરુભગવન્ત આવે ત્યારે તેમને સામે લેવા જવું, તેમના હાથમાંથી વસ્તુ લઈ લેવી. વગેરે. ગુરુનો વિનય જ્ઞાન મેળવવા માટે કરવાનો છે, આટલું નક્કી ને? કોઈનું ઔચિત્ય જાળવવા માટે, બહુમાન સાચવવા માટે કે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે વિનય નથી કરવાનો. માત્ર આઠ કર્મને દૂર કરવા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૭૩
Page #175
--------------------------------------------------------------------------
________________
માટે જ વિનય કરવાનો છે. આજે આપણને ગુરુની જરૂર શેના માટે છે ? ગુરુનું જ્ઞાન ગમે કે ગુરુનું પુણ્ય ગમે ? ગુરુ જ્ઞાન આપનારા ગમે કે વાત્સલ્ય આપનારા ગમે ? ગુરુનો ખપ જ્ઞાન ખંખેરવા માટે છે કે પુણ્ય ખંખેરવા માટે ? ગુરુ હિતશિક્ષા આપે તો ગમે ને ? કે હિત જ શિક્ષારૂપ લાગે છે ? શિક્ષા શબ્દના બે અર્થ થાય છે. શિક્ષા એટલે સજા અર્થ પણ થાય અને શિક્ષણ અર્થાત્ જ્ઞાન અર્થ પણ થાય. હિતનું જ્ઞાન આપે તો તે ગમે કે હિતની વાત સજારૂપ લાગે ? ગુરુભગવન્ત ભણાવે નહિ તે ચાલે પણ બોલે કે ઠપકારે એ ન ગમે ને ? ઈચ્છા મુજબ ઊઠવા દે, બેસવા દે, ઊંઘવા દે, વાતોચીતો કરવા દે એવા ગુરુ ગમે ને કે ઈચ્છા મુજબ જીવવા ન દે અને વાતવાતમાં ટોકે એવા ગમે ?
* આજે તમને નિયમ આપવો છે કે એક ગાથા કર્યા વગર ઘરની બહાર જ નહિ, રૂમની બહાર નીકળવું નથી. રાત માટે રાખીશું તો રહી જ જશે માટે જ સવારે એક ગાથા કરીને પછી કામે લાગવું-આટલું બને ને ? છતી શક્તિએ ન ભણે તે નિગોદમાં જાય. મળેલી શક્તિનો ઉપયોગ ન કરે તેને ફરી તેવી શક્તિ મળે નહિ. અજ્ઞાન જ્યાં ભારોભાર છે અને અનન્તો કાળ જ્યાં નીકળી જાય છતાં આરો ન આવે એવી આ નિગોદની અવસ્થા છે. એ અવસ્થામાં જવાનો વખત ન આવે તે માટે ભણવાનો પ્રયત્ન વહેલી તકે કરી લેવો છે.
* પાપથી બચાય, અવિરતિનો રસ ઓછો થાય અને વિરતિનો રસ કેળવાયતે માટે આ જ્ઞાનની સાધના છે.
* વિનય પછી જ્ઞાન મેળવવા માટે વૈયાવચ્ચની પણ જરૂર હોવાથી સ્વાધ્યાય પહેલાં વૈયાવચ્ચ બતાવી છે. ચોવીસ કલાક જ્ઞાનની સાધના કરવા માટે ગુરુની કૃપા મેળવવી જરૂરી છે. અને એ માટે જ વિનય પછી વૈયાવચ્ચ તપ બતાવ્યો. ગુરુભગવન્ત આપણને સાચવે એ માટે વિનયવૈયાવચ્ચ નથી કરવા, જ્ઞાન જોઈએ છે માટે વિનયવૈયાવચ્ચ કરવા છે.
* સ્વાધ્યાયમાં વાચના પહેલી છે, ધર્મકથા છેલ્લી છે. કારણ કે ધર્મકથા કરવાની લાયકાત છેલ્લે આવે છે. પર્યાયવૃદ્ધ સાધુ હોય કે ભણેલોગણેલો હોય છતાં તેને ધર્મનો ઉપદેશ કરવાની રજા નથી તો ગૃહસ્થને તો તે રજા ક્યાંથી અપાય ? પહેલાં ગુરુ પાસે જ્ઞાન મેળવવાનું, ન સમજાય તો પૂછીને ચોક્કસ કરવાનું, તેનું પરાવર્તન કરવાનું અને અન્તે ગુરુ રજા આપે તો ધર્મોપદેશ કરવાનો.
* સામુદાયિક અનુષ્ઠાનનો લાભ એટલો કે – આપણે જો નબળા પડયા હોઈએ તો આજુબાજુવાળા પ્રમાદ ખંખેરવામાં સહાયક થઈ પડે.
૧૭૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #176
--------------------------------------------------------------------------
________________
દશે દિશામાં ધમધમતી પ્રવૃત્તિ કરનારા દશ પ્રકારનો યતિધર્મ ન પાળી શકે.
દશ પ્રકારનો યતિધર્મ સાચવવા માટે સૌથી પહેલાં દશે દિશાની પ્રવૃત્તિ ટૂંકાવવાની જરૂર છે. માત્ર સાધુપણા સામે અને પોતાના આત્મા સામે જુએ તે જ આ યતિધર્મનું પાલન સારામાં સારી રીતે કરી શકે.
* ગુરુ પ્રત્યેના વિનયને આઠે કર્મોને દૂર કરનાર કહ્યો છે, કારણ કે આ વિનયગુણ સઘળા ગુણોમાં શિરદાર છે. જેને ગુરુ પ્રત્યે બહુમાન હોય તે ગુરુના બધા જ ગુણો સહજમાં પામી જાય. ગુરુના વિનયથી, અભ્યન્તર બહુમાનથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર : આ ત્રણે ઉપાય પરિપૂર્ણપણે પ્રાપ્ત થાય છે.
* આજ્ઞા મુજબ નિદ્રા કરવામાં પણ નિર્જરા થાય અને આજ્ઞાની ઉપરવટ થઈને જાગતા રહેવામાં પણ કર્મબંધ થાય.
* છઠ્ઠો યતિધર્મ સંયમ છે. વર્તમાનના આશ્રવોથી વિરામ પામવા માટે આ સંયમધર્મ છે. પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય : આ નવે પ્રકારના જીવોને મનથી, વચનથી અને કાયાથી; કરવા, કરાવવા અને અનુમોદવા દ્વારા દુ:ખ ન પહોંચાડવું તેનું નામ સંયમ. આ રીતે ૮૧ પ્રકારે સંયમ પાળવાનો છે- આ વસ્તુ શક્ય છે કે અશક્ય છે ? સાધુભગવન્તો માટે આ સુશક્ય છે. સંયમના પાલન માટે કેટલું ધ્યાન રાખવાનું છે – એ નજર સામે આવે છે ને ? આપણા મનથી પણ કોઈને દુઃખ ન થાય, આપણા વચનથી પણ કોઈને દુ:ખ ન થાય અને કાયાથી પણ કોઈને દુઃખ ન થાય એ રીતે જીવવાનું છે.
સ. મનના વિચારોથી સામાને દુઃખ કઈ રીતે થાય ?
મનમાં બીજા માટે દુર્ભાવ છે એની બીજાને જાણ થાય તો દુ:ખ થાય ને ? ગુર્વાદિક શિષ્યને ઠપકો આપે ત્યારે તે બોલે નહિ પણ તેનું મોઢું પડી જાય, ગ્લાન થઈ જાય, પગ પછાડીને જાય તો ગુરુભગવન્તને દુઃખ થાય ને ? આપણે સામા પ્રત્યે ઉપેક્ષાભર્યું વર્તન કરીએ, દુર્ભાવ બતાવીએ તો સામાને દુઃખ થાય ને ? આપણી સાથે કોઈ એવું વર્તન કરે તો દુ:ખ થાય ને ? કાયાનું આચરણ કે વચન પણ મનના અસદ્ભાવને જણાવનારાં હોવાથી જ દુઃખનું કારણ બને ને ? આનું નામ મનથી દુ:ખ પહોંચાડવું તે. પહેલાંના કાળમાં આર્યા મૃગાવતીજી વગેરે ગુરુમહારાજના દુ:ખની ચિંતા કરવાથી કેવળજ્ઞાન પામી ગયાં. આપણા કારણે ગુરુમહારાજને દુ:ખ ન થાય તેની ચિંતા કરનારા મહાત્માઓ હતા. હવે આવી ચિંતા કરનારા લગભગ ન મળે. કારણ કે સંયમ પાળવાની ભાવના નાશ પામી !
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૭૫
Page #177
--------------------------------------------------------------------------
________________
* આ સંયમ નજર સામે આવે તો ખ્યાલ આવે ને કે ગૃહસ્થપણામાં પાપ કેટલું છે? ડગલે ને પગલે પાપ લાગતું હોવા છતાં તે નથી દેખાતું. કારણ કે પુણ્યની દિવાલ નીચે પાપ ઢંકાઈ ગયું છે. આ અર્થની ઉપાસના અનર્થને જેવા દેતી જ નથી. આજે આપણને પાપ ગમે છે માટે જ દીક્ષા ગમતી નથી, પળાતી નથી.
* આ રીતે પૃથ્વીકાયાદિ નવના વિષયમાં સંયમ બતાવ્યા બાદ દસમો અજીવ સંયમ બતાવ્યો છે. સાધુભગવન્તોને જ્યારે જરૂર પડે ત્યારે પાંચ પ્રકારનાં પુસ્તક, પાંચ પ્રકારનાં ચર્મ, પાંચ પ્રકારનાં વસ્ત્ર અને પાંચ પ્રકારનાં તૃણ લેવાનાં. તે જણાપૂર્વક લેવા-મૂકવા તે અજવસંયમ. આ પુસ્તકાદિ ઔપગ્રહિક ઉપધિ છે. કાયમ માટે વસ્ત્રપાત્રાદિની જેમ પાસે નથી રખાતાં, જરૂર પડે ત્યારે જ લેવાં. આ ઉપકરણોને દુષ્પતિલેખિતપણે વાપરીએ તો સંયમ ન સચવાય. પ્રાર્થના કરવાપૂર્વક જ લેવામૂકવા તે અજીવસંયમ. આજે બિનજરૂરી પુસ્તકોનો વપરાશ ઘણો વધી ગયો છે. બાઈડિંગ કરેલાં પુસ્તકોમાં જયણા પળાતી ન હોવાથી અમારે માટે તે કથ્ય નથી. પ્રતની જેમ છૂટાં પાનાં હોય તો તેમાં ચઢેલ કંથવા વગેરેની જયણા પાળી શકાય. આ બધા દોષોથી બચવું હોય તો જ્યાં સુધી પુસ્તક વિના ચાલે એવું હોય ત્યાં સુધી ચલાવી લેવું. ગુરુભગવન્ત હાજર હોય તો તેમને સૂત્ર કે અર્થ પૂછી લેવા. જેમ પુસ્તકની જરૂર ઓછી પડે તેમ જીવવા માટે મહેનત કરવાની. જે સૂત્ર કે અર્થ શીખીએ તેને કંઠસ્થ રાખવા માટે પ્રયત્ન કરવો. એક પુસ્તકમાં એક વિષય મળે જ્યારે ગુરુભગવન્ત પાસે તો અનેક પુસ્તકોનું અનેક વિષયોનું જ્ઞાન એકી સાથે મળે. આજે પુસ્તકોના કારણે ગુરુભગવન્તની અપેક્ષા ઘટવા માંડી છે. એક વિષય બરાબર પાકો થાય પછી બીજો વિષય હાથમાં લેવો, જેથી અનેક પુસ્તકની જરૂર ન પડે. એકી સાથે અનેક વિષયો ભણે, બધા જ કાચા હોય એટલે અનેક પુસ્તકોની જરૂર પડે અને એથી જ્યણા ન સચવાય.
* પહેલાંના કાળમાં પૂજાઓ ભણાવાતી અને તેના કારણે કર્મગ્રન્થ વગેરે ગહન વિષયોનું જ્ઞાન સરળભાષામાં મળ્યા કરતું. હવે લોકોને પૂજાઓમાં રસ નથી રહ્યો.
એટલે ચારિત્રવંદનાવલી, શ્રુતવંદનાવલી વગેરે અનેક અનુષ્ઠાનો ગોઠવીને આકર્ષક માહોલ ઊભો કરવામાં આવે છે. જેમાં તત્ત્વના બદલે માત્ર સંગીતના રસમાં લોકોને ઝિલાવવામાં આવે છે. તત્ત્વના નામે અતત્ત્વ લોકોના હૈયા સુધી પહોંચાડવું – એ શાસનપ્રભાવનાનું અંગ નથી.
* જગતને ભૂલીને જાતને યાદ રાખે તે સંયમ પાળી શકે. જગતને યાદ કર્યા કરે અને જાતને ભૂલી જાય તે સંયમ ન પાળી શકે.
૧૭૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #178
--------------------------------------------------------------------------
________________
* પ્રેક્ષાસંયમ – ઊઠવા, બેસવા વગેરેની ક્રિયા કરતી વખતે જોઈને પ્રમાઈને બેસવું તે અગિયારમો પ્રેક્ષાસંયમ. જેની પ્રવૃત્તિ અલ્પ હોય તે આ સંયમ મજેથી પાળી શકે. દસ વાર ઊઠબેસ કરનારને આ સંયમ પાળવાનું શક્ય ક્યાંથી બને?
* ઉપેક્ષાસંયમ - જેઓ સંયમમાં સિદાતા હોય અથવા પ્રવચનના કાર્યમાં ઉપેક્ષા કરતા હોય તેઓને પ્રેરણા કરી સંયમાદિમાં જોડવા તે વ્યાપારઉપેક્ષાસંયમ અને ગૃહસ્થ સાવધ કર્મો કરવા માટે ઉત્સાહિત ન થતો હોય તો તેની ઉપેક્ષા કરવીઉત્સાહિત ન બને તેની કાળજી રાખવી તે અવ્યાપારઉપેક્ષાસંયમ. આ રીતે વ્યાપારઉપેક્ષાસંયમ અને અવ્યાપારઉપેક્ષાસંયમ એમ બે પ્રકારનો બારમો ઉપેક્ષાસંયમ છે. સંયમના વિષયમાં ઉપેક્ષા ન કરવી અને અસંયમના વિષયમાં ઉપેક્ષા કર્યા વગર ન રહેવું – તેનું નામ ઉપેક્ષાસંયમ. સંયમની કાળજી રાખવાપૂર્વક અસંયમની ઉપેક્ષા કરવી તે ઉપેક્ષાસંયમ.
* પ્રાર્થનાસંયમ-સાગારિક જોતા હોય તો ગામમાં પેસતાં, નીસરતાં, પગની પ્રમાર્જના ન કરવી, ન હોય તો કરવી-તે તેરમો પ્રમાર્જનાસંયમ.
* પારિઝાપનિકાસંયમ-જીવથી સંસક્ત વસ્તુ હોય, પ્રમાણાધિક વસ્તુ હોય, અનેષણીય-ભગવાને જેનો નિષેધ કર્યો હોય તેવી-દોષિત વસ્તુ હોય, ત્રણ માઈલથી ઉપર લાવેલ - ક્ષેત્રાતીત અનાદિ હોય અથવા ત્રણ પ્રહરથી અધિક કાળવાળાકાલાતીત અશનાદિ હોય, એવા પ્રકારનાં આહાર, વસ્ત્ર તેમ જ ઉચ્ચારપ્રશ્રવણાદિ હોય તેને નિરવદ્યસ્થાને જણાપૂર્વક પરઠવવાં તે ચૌદમો પારિષ્ઠાપનિકાસંયમ.
* ૧૫ થી ૧૭ – અકુશલ મનવચનકાયાનો નિરોધ કરી કુશલપ્રવૃત્તિમાં મનવચનકાયાને જોડવા-તે ક્રમસર મનસંયમ, વચનસંયમ, કાયસંયમ.
* આ સત્તર પ્રકારના સંયમનું પાલન કરવું હોય તો બાહ્યભાવથી વિમુખ થયા વિના નહિ ચાલે-એમ લાગે છે ને ? આ સંયમની ઉપાદેયતા સમજાતી હોય તો એટલું નક્કી કરો કે તમારા કામમાં અમને સંડોવશો નહિ. જે કામ તમારે કરવાનાં છે તેમાં સાધુને જોડવા નથી, તો જ તેઓ તેમના સંયમનું પાલન કરી શકશે. કોઈ સાધુભગવન્ત રસ લે તો હાથ જોડી વિનયપૂર્વક કહેજો કે “અમારાં કામ તો અમે પતાવી દઈશું, એમાં આપે જેવું નહિ પડે.”
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
199
Page #179
--------------------------------------------------------------------------
________________
સ. શાસનપ્રભાવનાનાં કામ હોય તો ?
શાસનપ્રભાવના તમારે કરવાની કે અમારે ? અમારે તો માત્ર ઉપદેશ આપવાનો, કરવાનું તમારે. અમે તો ભગવાનના વચનથી તમારું હૈયું હલી જાય એવો ઉપદેશ આપવા પ્રયત્ન કરીએ, હાથ તો તમારે જ હલાવવાના. કુમારપાળ મહારાજાએ શાસનપ્રભાવના કરી કે પૂ. હેમચંદ્રસૂરિ મહારાજે ? અકબર બાદશાહે પ્રભાવના કરી કે પૂ. હીરસૂરિજી મહારાજે ? સંપ્રતિ મહારાજાએ પ્રભાવના કરી કે પૂ. આર્યસહસ્તસૂરિ મહારાજે? ઉપદેશથી શાસનપ્રભાવના થાય-એ અપેક્ષાએ આચાર્યો શાસનપ્રભાવક કહેવાય. બાકી શ્રાવકે કરવાનાં કામોમાં સાધુ પડે નહિ.
* સત્યધર્મ-સાતમો યતિધર્મ સત્ય નામનો છે. સત્યધર્મનું પાલન કરવું એટલે અસત્યપ્રરૂપણા ન કરવી. જયાં સુધી અર્થનો નિર્ણય ન થાય ત્યાં સુધી બોલવું નહિ. અર્થનો નિર્ણય થયા વિના બોલવું તે અસત્યપ્રરૂપણા. ધર્મ કરાવવો એ ફરજિયાત નથી, સાચું સમજાવવું એ ફરજિયાત છે. સાચું સમજાવવાની જવાબદારી અમારી છે, તમને ન સમજાય ત્યાં સુધી પૂછવાની છૂટ છે. સમજયા પછી આચરવું એ તમારા હાથની વાત છે. જે દિવસે અમે સમજાવવાની ના પાડીએ તે દિવસે અમારું પગથિયું ના ચઢશો. અમારી વાત સાચી છે તે સમજાવવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. કારણ કે અમારે અમારા ઘરનું કશું કહેવાનું નથી, શાસ્ત્રને જોઈને જ કહેવાનું છે. શાસ્ત્રના અનેક અર્થ થાય-એવું કહીને લોકોને ભરમાવવાની જરૂર નથી. એક વખતે એક શબ્દનો એક જ અર્થ થાય. જે અર્થ કરીએ તે શાસ્ત્રનાં અન્ય વિધાનોની સાથે વિરોધી ન જ હોવો જોઈએ. આપણે જે અર્થ કરીએ તે અર્થ સાચો છે એટલો આત્મવિશ્વાસ ન હોય ત્યાં સુધી બોલવું નહિ, પાટે બેસવું નહિ, આચરણા કરવી નહિ. અર્થનો નિર્ણય કર્યા વિના, સમજ્યા વગર બોલવાની પ્રવૃત્તિ સત્યવ્રતનો ઘાત કરનારી છે. જાણકાર આપણે ન હોઈએ તો જાણકારી મેળવી લેવી, ન મળે ત્યાં સુધી મૌન રહેવું. પહેલું મહાવ્રત પાળવાનું સહેલું છે પણ સત્યવ્રત પાળવું કઠિન છે. કોઈને દુઃખ ન આપવું એ આપણા હાથની વાત છે, જ્યારે સત્ય બોલવા માટે તો ભગવાનના વચનનું જ્ઞાન જોઈશે. શાસ્ત્રમાં કહ્યું છે કે જેને સાવદ્ય અને નિરવદનું જ્ઞાન ન હોય તેને બોલવાનો પણ અધિકાર નથી તો દેશનાનો અધિકાર ક્યાંથી અપાય ?
* શૌચ ધર્મ : દ્રવ્યથી નિર્લેપતા અને ભાવથી નિરવઆચારતા તેનું નામ શૌચધર્મ. સારું દ્રવ્ય અડે નહિ અને ખરાબ દ્રવ્ય નડે નહિ તેનું નામ દ્રવ્યથી નિર્લેપતા. સારું અડી જાય એટલે ગળે વળગાડવાનું મન થાય અને ખરાબ નડે એટલે લાત મારવાનું
૧૭૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #180
--------------------------------------------------------------------------
________________
મન થાય-તેવા વખતે નિર્લેપભાવે રહેવું તે દ્રવ્યથી શૌચ. ભાવથી, તક મળવા છતાં સાધન હોવા છતાં પાપ ન કરવું તે ભાવશૌચ. તક ન મળે માટે પાપ ન કરવું તે મનની પવિત્રતા નથી. વસ્તુની જરૂર હોય ને લઈએ તો વાંધો નહિ અને વસ્તુની જરૂર ન હોય ને ન લઈએ તો વાંધો નહિ, પણ વસ્તુ સારી છે માટે લેવી અને ખરાબ છે માટે છોડવી તે મનની અપવિત્રતા છે.
સ. અમને મળે છે માટે અમે લઈએ છીએ.
મળે છે માટે નથી લેવાનું, જોઈતું હોય તો લેવાનું. જ્યારે આપણને તો જોઈતું ન હોવા છતાં લઈએ તો તે મનની અપવિત્રતાને જ સૂચવે છે ને ?
સ. અમને ‘જોઈતું નથી એવું લાગતું જ નથી.
લાગતું નથી એમ બોલ્ય નહિ ચાલે, ન લાગતું હોય તો પણ લગાડવું પડશે. જ્ઞાનીભગવન્તોએ જે માર્ગ બતાવ્યો છે તેને સ્વીકારી લેવો છે પણ પાપના અખતરા કરવા નથી બેસવું. જ્ઞાનીની વાત માનવી છે, આપણે ખતરામાં નથી પડવું.
* કિંચન એટલે દ્રવ્ય, પરિગ્રહ. સાધુભગવન્ત અભ્યન્તર કે બાહ્ય પરિગ્રહ ન રાખે માટે તેમને અકિંચન કહેવાય છે અને આકિંચન્ય એ તેમનો ધર્મ છે. ધનધાન્ય વગેરે નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે અને મિથ્યાત્વ, ચાર કષાય, હાસ્યાદિ ષટ્સ અને ત્રણ વેદ : આ ચૌદ પ્રકારનો અભ્યન્તર પરિગ્રહ છે. “મુક્તિધર્મ બતાવ્યા પછી ફરી આ આકિંચન્ય ધર્મ બતાવવાની જરૂર ન હતી’ એવી શંકા ન કરવી. કારણ કે જડ અને ચેતન પ્રત્યેનો રાગ જ આપણા પાપનું મૂળ છે. તેથી બે વાર તેનો ઉલ્લેખ કર્યો છે. ‘ર્વિઘ સુવદુધમ્' આ ન્યાયે પરિગ્રહની અત્યન્ત અનુપાદેયતા અને નિષ્પરિગ્રહતાની અત્યન્ત ઉપાદેયતા જણાવવા માટે બે વાર જણાવ્યું છે. કોઈ પણ જાતના પરિગ્રહ પર નજર ન બગાડે તેનું નામ સાધુ.
* અપરિગ્રહને જણાવ્યા બાદ પણ જે સંયમનાં ઉપકરણ છે તેની પ્રત્યે પણ સાધુ મમત્વ ન રાખે તે જણાવવા અકિંચન્યધર્મ બતાવ્યો છે. સાધુભગવન્ત પાસે કશું ન હોય માટે તેમને અકિંચન નથી કહેવાતા, સાધુભગવંત પાસે જે કાંઈ હોય તે તેમને મન કાંઈ ન હોવાથી તેઓ અકિંચન કહેવાય છે. મમત્વ અને લેપમાં ફરક છે. વસ્તુ કે વ્યક્તિ સારી લાગે તેનું નામ લેપ અને સારી હોય કે ન હોય પણ “મારી' લાગે તેનું નામ મમત્વ. સાધુભગવન્તો વસ્ત્રપાત્રાદિ જરૂર પૂરતાં રાખે. તેની કાળજી પણ રાખે, પરન્તુ કાળજી રાખવાના બહાને મમત્વ પુષ્ટ થાય એવું ન કરે. જે ઉપકરણ જેના માટે રાખ્યું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૭૯
Page #181
--------------------------------------------------------------------------
________________
હોય તેમાં તેનો ઉપયોગ કર્યા વગર ન રહે. પલવવાની કે કાપ કાઢવાની આળસ વગેરેના કારણે વસ્તુ વાપરવાના બદલે સાચવી રાખવી તે પણ એક પ્રકારનું મમત્વ છે. મકાનની બહાર કપડો ઓઢીને જવાનું વિધાન હોવા છતાં કપડો પલવવાની આળસ હોવાથી કે પરસેવાવાળો થવાથી કાપ કાઢવો પડે તેનો કંટાળો આવતો હોવાથી પાંગરણી ઓઢીને દેરાસર કે વ્યાખ્યાન, ભિક્ષા આદિ માટે જવું તે પણ ઉપકરણનું મમત્વ છે. જે વીતરાગપરમાત્માએ સાધુધર્મ બતાવ્યો તેમની પાસે કપડો ઓઢયા વિના જવું તે તેમની આશાતના જ છે ને ? ત્રણ લોકના નાથ એવા પરમાત્મા પાસે પણ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા દ્વારા આશાતના કરાવે એવું આ મમત્વ છે. આ મમત્વની ભયંકરતા સમજાય તેને આકિંચન્ય ધર્મની મહત્તા સમજાયા વિના ન રહે.
* બ્રહ્મચર્ય - બ્રહ્મ એટલે પરમ તત્ત્વ, તેને અનુકૂળ એવું આચરણ તેનું નામ બ્રહ્મચર્ય. અબ્રહ્મનું સેવન સંસારને વધારનારું હોવાથી તેનો ત્યાગ કરી બ્રહ્મચર્યનું પાલન કરવું. પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયોથી મનને દૂર રાખવું, તેમાં હૈયું ન આપવું મનને ન જોડવું, જરૂર પૂરતો ઉપયોગ કરી લેવો તેનું નામ બ્રહ્મચર્ય. ચોથું મહાવ્રત બતાવ્યા પછી પણ અહીં બ્રહ્મચર્ય ધર્મ જણાવ્યો છે. કારણ કે ચોથા મહાવ્રતમાં સ્ત્રીનો ત્યાગ બતાવ્યો હતો જ્યારે અહીં એ ત્યાગ કર્યા પછી પાછું તેમાં મન ન જાય માટે નવ વાડ પાળવાની જણાવી. છોડેલું વળગે નહિ તે માટેનો પ્રયત્ન તે બ્રહ્મચર્ય ધર્મ. ગાડી ગેરેજમાંથી બહાર કાઢતી વખતે ધ્યાન રાખવા જેવું ચોથું મહાવ્રત છે અને રસ્તે ચલાવતી વખતે અકસ્માત ન થાય તેની કાળજી રાખવા જેવું બ્રહ્મચર્ય છે.
* આ દશ પ્રકારનો યતિધર્મ દુષ્કર છે-એમ ગ્રંથકારશ્રી પોતે જણાવે છે. આથી તેને પામવા માટે પ્રયત્નવિશેષ કરવાની જરૂર છે. રત્નો જેમ ઓછાં હોય છે, રત્નોના અર્થી ઓછા હોય અને રત્નોને આપવાવાળા પણ ઓછા હોય તેમ આ ધર્મરૂપી રત્નના આરાધક ઓછા મળશે, તેના અર્થી ઓછા મળશે અને એ ધર્મરત્નના આપનારા પણ ઓછા મળશે. આવા યતિધર્મના પ્રરૂપકો ઓછા મળે ને ?
સ. સત્ત્વ ક્યાંથી લાવવું?
સત્ત્વ આકાશમાંથી નથી પ્રગટવાનું, બજારમાં નથી મળવાનું, આપણે જાતે જ પ્રગટ કરવું પડશે. સત્ત્વ છે તો ખરું, પ્રગટ કરવાની જરૂર છે. એક વાર સંસાર પ્રત્યે નફરત જાગે તો સત્ત્વ પ્રગટ્યા વિના ન રહે.
૧૮૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #182
--------------------------------------------------------------------------
________________
* સાધન આકરું છે એમ જાણ્યા પછી તે માટે પ્રયત્નાતિશય કરવાનું મન થાય તો સમજવું કે મોક્ષનું અર્થીપણું છે અને સાધન આકરું જાણ્યા પછી પડતું મૂકવાની વાત કરે તો સમજવું કે મોક્ષનું અર્થીપણું નથી. જેને સાધન આપું લાગે તે સાધનને પ્રાપ્ત કરવા શું કરવું તેની ચિંતામાં લાગી જાય તે પહેલાના મહાપુરુષોને સાધન આકરું લાગ્યા પછી તેને આત્મસાત્ કરવા શું કરવું તેની જિજ્ઞાસાથી તેઓ ગુરુભગવન્તને માર્ગ પૂછતા. જ્યારે આપણે તો “આપણું કામ નહિ એમ સમજીને ઊભા થઈ જઈએ ને ? જેને પામવું છે તેના માટે આ ધર્મરત્નને પામવાની યોગ્યતાની વાત આગળની ગાથામાં કરી છે. એના પહેલાં જણાવ્યું છે કે યતિધર્મ અને ગૃહીધર્મ એ રત્નજેવો છે. આ લોકમાં રત્નને લેનારા અને રત્નને આપનારા ઓછા હોય છે તેમ અહીં પણ ધર્મરત્નના અર્થી
અને દાયક જીવો અલ્પ જ રહેવાના. સામાન્ય ઘાસ-ઈન્ધન-લવણ વગેરે અસારભૂત દ્રવ્યના અર્થી અને દાયક જોઈએ એટલા મળે. તેમ કુધર્મને કરનારા, આપનારા જોઈએ એટલા મળે. મોશૈકલક્ષી દેશના આપનારા કોઈક જ મળે અને સંસારના સુખના ઈરાદે ધર્મ કરાવનારા જોઈએ એટલા મળે. રત્નના અર્થી કરતાં પણ રત્નના વ્યાપારી અલ્પ હોય છે. આ ધર્મરત્નની યોગ્યતા કેવા પ્રકારની છે, તે જણાવે છે. કારણ કે ઊંચી વસ્તુ યોગ્યતા વિના ન અપાય. અયોગ્યને ઊંચી વસ્તુ આપવાથી તે યોગ્ય નથી બની જવાનો, ઉપરથી વસ્તુની કિંમત ઘટે છે. આથી મહાવ્રતોને લેવાની યોગ્યતા તરીકે એકવીસ ગુણો બતાવ્યા છે. આ યોગ્યતા વિના સાધુપણું કદાચ મળી જાય ખરું પણ પળાય નહિ. દીક્ષા વૈરાગ્યના યોગે જ પળાય છે. રાગથી દીક્ષા મળી જાય ખરી પણ વૈરાગ્ય વિના દીક્ષા પાળી શકાશે નહિ.
સ. સાધુધર્મ અદ્દભુત છે – એવું કેમ લાગતું નથી?
પેટમાં મળ જામી ગયો હોય તો સારી વસ્તુની રૂચિ જાગે ખરી ? અહીં પણ કર્મમળ જામી ગયો છે માટે ધર્મરત્નની રુચિ ક્યાંથી જાગે ? પુણ્યથી મળી ગયું હોત તો આજે આસક્તિ મરી જાત. માંગીને મેળવ્યું છે માટે આસક્તિ જતી નથી. હવે જે આસક્તિ જતી ન હોય તો તેના ટુકડેટુકડા કરી નાખવા છે. આસક્તિ તૂટતી નથી તેનો અર્થ એ છે કે આસક્તિ તોડવી નથી. આસક્તિ તોડવાનું મન થાય તો કોઈની રાહ જોવા નથી બેસવું. આસક્તિ તોડીને સાધુપણું લેવાનું મન થાય તો તમે સૌથી પહેલાં કોને કહેવા જાઓ? જે આસક્તિ વધારે તેને કહેવા જાઓ કે આસક્તિ ઘટાડે તેને? જંબૂસ્વામી મહારાજને ઈચ્છા જાગ્યા પછી સુધર્માસ્વામી મહારાજને કહેવા ગયા. આજે તમને ઈચ્છા થયા પછી ગુરુભગવન્તને કહેવા જાઓ કે ઘરના પાત્રને ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #183
--------------------------------------------------------------------------
________________
* ભગવાનનું શાસન અનુશાસનથી ચાલે છે. દીક્ષા આપ્યા પછી તે શિષ્ય ઉન્માર્ગે ન જાય અને માર્ગાનુસારી બની રહે તેની જવાબદારી ગુરુમહારાજની – દીક્ષા આપનારની છે. પતનનાં ભયસ્થાનો કયાં છે, ચઢવાનાં આલંબનો કયાં છે એનો ખ્યાલ ગુરુને હોય જ. જે એવી યોગ્યતા ન હોય તો દીક્ષા આપવાનો લોભ ન રાખવો.
ધર્મરત્નની યોગ્યતાના એકવીસ ગુણો : ૧. અક્ષુદ્રતા
* લાયકાત વગરના જીવો ધર્મ કરે તેને એક ગુણની પ્રાપ્તિ થતી નથી માટે પહેલાં લાયકાત કેળવવા મહેનત કરી લેવી છે. આ લાયકાત માટે માર્ગાનુસારીના એકવીસ ગુણો બતાવ્યા છે. તેમાં પહેલો ગુણ છે અક્ષુદ્રતા. યુદ્ધતાનો અભાવ તેને અશુદ્ધતા કહેવાય. શુદ્ધ તેને કહેવાય છે કે જેને સહન કરવાની વૃત્તિ ન હોય, બીજાની પાસેથી ખંખેરવાની વૃત્તિ હોય. પોતાનું બચાવે અને પારકાનું વાપરે તેને કૃપણ કહેવાય. ધર્મસ્થાનમાં કૃપણતાનો ત્યાગ કરવો પડે છે. કૃપણતાના ત્યાગ વિના ઔદાર્ય ન આવે. ઔદાર્ય એ ધર્મસિદ્ધિનું પહેલું લિંગ છે. મેળવવાની ભાવના હોય એ ઉદાર ન બની શકે, છોડવાની ભાવના હોય એ ઉદાર બની શકે. પોતાને નુકસાન થવા છતાં જતું કરવાની ભાવના હોય તે ધર્મ કરી શકે. કોઈનું ખમી ખાવાની વૃત્તિ તે ઉદારતા અને કોઈનું પડાવી લેવાની વૃત્તિ તે કૃપણતા.
* અશુદ્ધ જીવોને અલબૂમધ્ય આ પ્રમાણે પણ કહેવાય છે. જેમ સાગરના પેટાળમાં બધું સમાય છે તેમ ધર્માત્મા બધું ખમી લે. દુઃખનાં રોદણાં ન રુએ, દુઃખની ફરિયાદ ન કરે, જેટલું દુઃખ આવ્યું હોય એટલું સહન કરી લે. સુખ છોડવા માટે અને દુઃખ ભોગવવા માટે ઉદારતા જોઈએ. ઉદારતા લાવવા માટે બધું હૈયામાં સમાવતાં શીખી લેવું છે. જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે નરકના જીવોને યાદ કરી લેવા. એ લોકો દુઃખની ફરિયાદ કેમ નથી કરતા તેમ આપણે પણ છતી શતિએ દુઃખની ફરિયાદ નથી કરવી.
* શુદ્ધતા એટલે તુચ્છતા. અહીં તુચ્છતા એટલે હીન કુળમાં જન્મેલા અસંસ્કારી લોકોમાં જે તુચ્છતા છે તેની વાત નથી. ઉચ્ચ કુળમાં આવેલા અને સંસ્કારી કુટુંબોમાં પણ જોવા મળે એવી, બુદ્ધિની તુચ્છતાની વાત છે. સંસારના સુખો માટે ધર્મને વેડફી નાંખનારા તુચ્છબુદ્ધિવાળા છે. તુચ્છ એવાં સુખ માટે કીમતી સામગ્રીને વેડફી નાંખવી - એના જેવી મૂર્ખાઈ બીજી કઈ છે? પુણ્યથી મળેલી ઊંચામાં ઊંચી વસ્તુ પર નજર ન નાંખે તેનું નામ અશુદ્ધ.
૧૮૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #184
--------------------------------------------------------------------------
________________
સ. સાધુપણામાં તો આવું ન હોય ને ?
સાધુપણામાં પણ અનુકૂળ ભિક્ષા, માન-સન્માન વગેરેનું સુખ છે ને? માનસન્માન કે વિસ્થા માટે સ્વાધ્યાય છોડવો તેનું નામ શુદ્ધતા. ગુરુનું અનુશાસન ન ગમે માટે શિષ્યને લઈને જુદો જાય તેનું નામ શુદ્ધતા. ઊંચામાં ઊંચી વસ્તુ મળ્યા પછી નીચામાં નીચી વસ્તુ ભોગવવાનું મન તેનું નામ શુદ્ધતા. પુણ્યથી મળેલા સુખ ખાતર ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવના ગુણોની ઉપેક્ષા કરે તે તુચ્છબુદ્ધિવાળા.
* જડ પ્રત્યેનો પ્રેમ તો એકપાક્ષિક જ છે પણ જે ચેતન પ્રત્યેનો રાગ આપણને છે તે પણ લગભગ એકપાક્ષિક છે. છતાં તેની ખાતરી આપણે આપણી જિંદગી બરબાદ કરી રહ્યા છીએ ને?
* ગૃહસ્થનાં કામ સાધુ ન કરે તો તેને પતનનું કોઈ નિમિત્ત જ નથી. ગૃહસ્થપણાનાં કામ જે સાધુઓ કરે તેમને અવિરતિ ગમવા માંડી છે-એમ સમજવું. સાધુપણામાંથી પતન ન થાય તે માટે સાધુપણાની મર્યાદાનું પાલન કરવું જરૂરી છે. મોટા થવાનું મન જેમને હશે તે ખોટા જ થવાના. સ્વામી થવાની ઈચ્છાવાળા શુદ્ધ છે, સેવક તરીકે ટકી રહેનારા ભદ્રતા વગરના છે. આવી ક્ષદ્રતા તો સાધુપણામાં પણ સંભવે છે – માટે પૂરી સાવધાની રાખવી છે. ભણાવવા માટે મૂકેલાને ગુરુના મટાડીને પોતાના બનાવે-આવો વિશ્વાસઘાત શુદ્ધતાના કારણે થાય છે. યોગ્યતા નથી તો સાધુપણું છોડી દેવું એ યોગ્ય નથી. સાધુતાની યોગ્યતા કેળવી જ લેવી છે. ચારિત્ર લેવું છે અથવા લીધું છે તેમણે શુદ્ધતા ટાળવી જ પડશે. એ ટાળવા માટે નક્કી કરો કે એક પણ કામ માબાપને કે ગુરુને પૂછ્યા વગર કરવું નથી. ક્ષુદ્રતા ટાળવાનો આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. શુદ્ધતા વિનયને આચરવા દેતી નથી. આ ક્ષુદ્રતાનો અભાવ ગુણોની નિર્મળતા માટે જરૂરી છે.
ઔદયિકભાવમાં ગુણો હોતા નથી. ક્ષયોપશમભાવમાં ગુણો ઝાંખા હોય છે અને સાયિકભાવમાં ગુણો નિર્મળ હોય છે.
કુતૂહલવૃત્તિ એ પણ એક પ્રકારની તુચ્છતા, શુદ્ધતા છે. કુતૂહલવૃત્તિ આત્માને ઉપયોગી નથી, માત્ર ઈન્દ્રિયો અને મનને સુખાકારી છે. શાસ્ત્રના પાને લખેલું જોવાનું મન થાય તે દિક્ષા છે. દિદક્ષા એ ગુણ છે. શાસ્ત્ર સિવાય બીજું કાંઈ પણ જોવાનું મન થાય તો તે કુતૂહલવૃત્તિ છે અને એ અનર્થદંડ છે. કારણ કે તેનાથી આત્માના ગુણો પ્રગટતા નથી અને ઊલટું દોષોને ઉદ્ધોધન મળે છે. બે ઘડી આનંદ માટે કુતૂહલવૃત્તિ છે, જે આર્તધ્યાનના ઘરની છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૮૩
Page #185
--------------------------------------------------------------------------
________________
* ૨. રૂપવાન : પાંચ ઈન્દ્રિયથી પરિપૂર્ણ. પાંચે પાંચ ઈન્દ્રિય જેમની પરિપૂર્ણ હોય તેઓ જ ધર્મની આરાધના માટે સમર્થ બને. આજે આપણું શરીર ચાલે એવું છે ને ? શરીર ચાલતું નથી માટે ધર્મ નથી કરતા કે ચલાવવું નથી માટે નથી કરતા?
* ઈન્દ્રિયો કર્મે આપેલી છે તો જ્યાં સુધી કર્મ સાથ આપે ત્યાં સુધી એ ઈન્દ્રિયો પાસેથી કામ લઈ લેવું છે. પાંચે ઈન્દ્રિયો નકામી થઈ જશે તો કોઈ દીક્ષા નહિ આપે. એના કરતાં ઈન્દ્રિયો કામ આપે છે તો તેનો સદુપયોગ કરી લેવો છે, દિક્ષા લઈ લેવી છે. દીક્ષા લેવાના પરિણામ ન જાગે તો પણ વાંધો નથી, દીક્ષા સારી છે ને? તો સંસારનાં કાર્યોમાં ઈન્દ્રિયોને વેડફી નથી નાખવી.
* ૩. પ્રકૃતિસૌમ્યતા એટલે કષાયનો અભાવ. સ્વભાવથી જ કષાયના અભાવવાળો હોય. કષાયના અભાવ વિના ગુણોની પ્રાપ્તિ થતી નથી. અનન્તાનુબંધીના કષાય જાય ત્યારે જ સમ્યકત્વરૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. અપ્રત્યાખ્યાનીના કષાય જાય
ત્યારે દેશવિરતિ આવે. પ્રત્યાખ્યાનીના કષાય જાય ત્યારે સર્વવિરતિ આવે અને સંજ્વલનના કષાય જાય ત્યારે વીતરાગતા આવે. પ્રકૃતિથી સૌમ્ય ન બનીએ તો ગુરુભગવન્ત હિતશિક્ષા વગેરે પણ ન આપે. હિતશિક્ષા ન આપે તો ગુણોની પ્રાપ્તિ પણ નહીં થાય માટે કષાયથી દૂર રહેવું છે.
* જેટલી આરાધના કરી હોય તે બધી આરાધનાને એક વખતનો ક્રોધ નષ્ટ કરી દે છે માટે ક્રોધ ન કરવા માટે સૌથી પહેલાં પ્રકૃતિની સૌમ્યતા બતાવી છે. જેમ જેમ ધર્મ કરવા માંડીએ તેમ તેમ આપણે ઊંચા છીએ એવું હૈયામાં બેઠું છે માટે જ ગુસ્સો કરવાનું બને ને ? ઊંચામાં ઊંચી વસ્તુ લઈ જવી હોય તો પાત્ર પણ યોગ્ય જોઈએ તેમ ક્રોધના અભાવ રૂપ ક્ષમાધર્મને પ્રાપ્ત કરવા માટે પ્રકૃતિની સૌમ્યતા રૂપ પાત્રતા કેળવવી પડે. ક્રોધના અભાવમાં અને પ્રકૃતિની સૌમ્યતામાં ફરક છે. એક યોગ્યતારૂપ છે અને એક કાર્યરૂપ છે. ક્રોધનો પ્રસંગ આવે ત્યારે ગુસ્સો ન કરવો એ ક્ષમાધર્મ છે અને ક્રોધનો પ્રસંગ ન આવે તો પણ ગુસ્સો ન કરવો એ પ્રકૃતિની સૌમ્યતા છે. પ્રકૃતિસૌમ્યતા ગુણ કાયમ માટે રહેલો હોય છે, જ્યારે ક્ષમાધર્મ તે તે અવસરે જણાતો હોય છે. સૌમ્યતા એ સ્વભાવ છે, ક્ષમા એનું ફળ છે.
* અર્થ-કામ જોઈતા હોય તેને ગુસ્સો કરવો પડે. કેળવજ્ઞાન જોઈતું હોય એને ગુસ્સાની જરૂર પડતી નથી. હું ચઢિયાતો છું' આવો ભાવ ગુસ્સો કરાવે છે. અનાદિ કાળથી સંસારમાં રખડી રહ્યો છું, કંઈકેટલીય ભૂલો કરી છે તો કોઈએ ઠપકો આપ્યો હોય તો ખોટો ઠપકો આપ્યો નથી, સાચો જ છે એમ માની લઈએ તો ગુસ્સો નહીં આવે. ૧૮૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #186
--------------------------------------------------------------------------
________________
* સહન કરવાનો વિચાર આવે ત્યારથી ભવિતવ્યતા પાકવા માંડે, પ્રતીકાર કરવાની ભાવના જાગે ત્યારથી ભવિતવ્યતા બગડવા માંડે.
ન
* ‘આપણી ભૂલો જ આપણને નડે, બીજાની નહીં’ એવું જે ન માને એ ધર્મ નહિ કરી શકે.
* કોઈ દિવસ, કોઈની ઉપર ક્યારે પણ ગુસ્સો ન કરવો એ પ્રકૃતિની સૌમ્યતા છે. આટલી શરતો હશે ત્યારે સ્વાભાવિક સૌમ્યતા આવશે. આવી સૌમ્યતા લાવવા માટે સામી વ્યક્તિ સાથે બોલતી વખતે અવાજ ચઢાવવો નથી, મોઢું વિકૃત કરવું નથી, માથાની રેખા ચઢાવવી નથી, અરેતુરેથી વાત કરવી નથી. સામી વ્યક્તિના મનને દુઃખ પહોંચે એવા શબ્દનો પ્રયોગ કરવો નથી. ભાષાની સૌમ્યતા એવી રીતે રાખવી છે કે સામી વ્યક્તિને સાંભળ્યા પછી આનંદ આવે. ગ્રંથમાં પ્રકૃતિસૌમ્યતાની વ્યાખ્યા કરતી વખતે કહ્યું છે કે સુધાંશુ એટલે ચન્દ્રમા, એની જેમ આનંદને આપનાર. બીજાને આનંદ આપવાના સ્વભાવવાળા જીવો જ ધર્મ માટે લાયક બને છે. પ્રકૃતિથી સૌમ્ય ન હોય એવા જીવોને કોઈ પાસે ઊભું રાખતું નથી. યોગ્ય પાસે ઊભા રહેવા જેટલી પણ લાયકાત ન હોય તો દોષો જશે નહિ અને ગુણો મળશે નહિ માટે ગમે તે રીતે આ લાયકાત કેળવી લેવી છે.
* બીજાનું દુ:ખ વેઠી લેવું એ ક્રોધનો નિગ્રહ અને બીજાને આનંદ આપવો એ પ્રકૃતિની સૌમ્યતા. બીજાને આનંદ આપવો એનો અર્થ બીજા ઉપર રાગ કરવો એ નથી. બીજાને આનંદ આપ્યા પછી પણ સામી વ્યક્તિ આપણી ઉપર ગમે તેટલી લાગણી વરસાવે તોપણ એમાં લેપાવું નહીં એના માટે પ્રકૃતિની સૌમ્યતા જોઈએ. રાગને જીતવા માટે પ્રકૃતિની સૌમ્યતા જોઈએ અને દ્વેષને જીતવા માટે ક્રોધનો નિગ્રહ જોઈએ. ચારિત્ર એ ક્રોધના નિગ્રહ સ્વરૂપ છે. પ્રકૃતિસૌમ્યતા એ આધાર છે, ક્રોધનો નિગ્રહ આધેય છે. આધાર વગર આધેય નહિ ટકે.
* પ્રકૃતિની સૌમ્યતા વિનાના ધર્મથી પાપ નહિ જાય. આજે આપણે પાપ ટાળવું નથી માટે પ્રકૃતિની સૌમ્યતા વગરનો ધર્મ કરવાનું ચાલુ રાખ્યું છે ને ? ધર્મ કરીને દુર્ગતિ નથી ટળતી, પાપ ન કરે તો દુર્ગતિ ટળે. આજે આપણને પાપ ટાળવું નથી અને દુઃખ ટાળવું છે માટે ધર્મનું ઓઠું લીધું છે. શાસ્ત્રમાં, ધર્મ કરનારા દુર્ગતિમાં ન જાય એવું લખ્યું છે – એનો અર્થ પાપ ન કરે એ દુર્ગતિમાં ન જાય એવો છે. દુઃખ જોઈતું નથી માટે ભગવાનની પૂજા કરવી છે, પણ રાત્રિભોજન નથી છોડવું. ઉપવાસ, એકાસણાં.. વગેરે કરવાં છે પણ રાત્રિભોજન નથી છોડવું એ સારું નથી. ઉપવાસાદિ નહિ કરો તો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૮૫
Page #187
--------------------------------------------------------------------------
________________
ચાલશે પણ રાત્રિભોજન છોડવું જ પડશે. ભગવાનની આજ્ઞા મુજબની નવકારશી દિવસેદિવસે ચઢિયાતી ગણાય છે તેમ રાત્રિભોજન આદિ પાપો પણ દિવસે દિવસે દ્વિગુણિત અનુબંધવાળાં બની શકે છે. આજે આપણને પાપ નથી છોડવું અને દુઃખ ટાળવા માટે ધર્મ કરવો છે. કોઈ કાળે એ ધર્મ દુઃખ દૂર નહિ કરે, ઉપરથી પાપ બંધાવશે. માટે વહેલી તકે લાયકાત કેળવી લેવી છે.
* ૪. લોકપ્રિયતા : ગુણના કારણે લોકોને પ્રિય થવું. લોકોને પ્રિય થઈએ તો સારા માણસ પોતાની પાસે બેસાડે, નહીં તો લોકો હડધૂત કરીને કાઢી મૂકે. સારા માણસો પાસે બેસવાથી સારા માણસો દોષો દૂર કરે, ગુણ શિખવાડે.
* જેઓ પોતાની જાતને સારી માને અને બીજાને ખરાબ માને તેઓ લોકપ્રિય ન બની શકે. પોતાને ખરાબ માને તો જ સારા માણસોના સંસર્ગમાં રહે. તેથી પોતે પણ ગુણ પામે અને બીજા લોકોને પણ ગુણ પ્રાપ્ત કરાવી શકે.
જ
* પ્રકૃતિથી સૌમ્ય હોય એ લોકોને પ્રિય થયા વિના ન રહે. પરન્તુ આવી લોકપ્રિયતા જો ગુણના ઘરની હોય તો જ કામની. કેવળ બીજાના કામ કરીને લોકપ્રિય બને એ લોકપ્રિયતા કામની નથી. લોકપ્રિયતા હશે તો શિષ્ટ પુરુષો પાસે બેસાડશે. જ્ઞાની પુરુષો પાસે બેસીશું તો જ જ્ઞાનની પ્રાપ્તિ થશે. જ્ઞાનાદિ ગુણો પ્રાપ્ત કરવા માટે લોકપ્રિયતારૂપ યોગ્યતા એ મોટામાં મોટું સાધન છે. જેની પાસે રહીએ એમને અપ્રિય થાય એવું એકે કામ ન કરીએ તો ગુરુભગવન્ત કાઢી નહિ મૂકે. સ્થૂલભદ્ર મ. ને ગુરુભગવન્તે જ્ઞાન આપ્યા પછી પણ અભિમાનમાં પડયા તો ગુરુભગવન્તે અયોગ્ય કહી દીધા તેથી અધિક જ્ઞાનથી વંચિત રહી ગયા.
* જેની પાસેથી કશું મેળવવાનું નથી એવા લોકો માન આપે તો એવું માન નથી જોઈતું, ગુરુભગવન્ત પાસેથી ગુણો મેળવવાના છે તો એ અપમાન કરશે તોપણ ચાલશે... આટલું સત્ત્વ જે દિવસે આપણી પાસે આવશે એ દિવસે આપણે મોક્ષમાર્ગમાં પગલું ભર્યું છે – એવું કહેવાય.
* મહાન પુરુષોની નિશ્રામાં રહેવાના કારણે ઘણા ફાયદા છે. માટે તો વીરવિજયજી મ. એ પણ સ્તવનમાં ગાયું છે - ‘મોટાનો જે આશરો તેહથી પામીએ લીલવિલાસ.' અવસરે અવસરે હિતશિક્ષા મળતી રહે તો દોષોથી हूर થઈએ.
* ખરાબ વસ્તુને ખરાબ માનવા ન દે એ મોહનો અંધાપો છે અને ખરાબ માન્યા પછી છોડવા ન દે એ મમત્વ છે. આસક્તિ ભવિષ્યની આશા છોડવા દેતી નથી અને મમત્વ વર્તમાનમાં ખરાબથી ચલાવી લેવાનું કામ કરે છે.
૧૮૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #188
--------------------------------------------------------------------------
________________
* સાધુપણાનો ધર્મ પામવા લોકપ્રિયતા જોઇએ પણ લોકનાં કામ કરીને નહીં, પાપ છોડીને લોકપ્રિયતા કેળવવી છે. લોકોત્તરધર્મને બાધ ન આવે તે રીતે વિશિષ્ટ લોકને પ્રિય બનવું છે. લોકોત્તરધર્મને આરાધતાં ક્ષુદ્રતા ટાળીને, પ્રકૃતિથી સૌમ્યતા કેળવીને, પાંચે ઈન્દ્રિયની પરિપૂર્ણતા મેળવ્યા પછી લોકોત્તરધર્મને આરાધવા નીકળ્યા જ છીએ તો હવે સારા માણસો કાઢી ન મૂકે એના માટે યોગ્યતા કેળવી લેવી છે. ઔદયિકભાવની લોકપ્રિયતા નથી જોઈતી, ક્ષયોપશમભાવની જોઈએ છે. ક્ષયોપશમભાવની લોકપ્રિયતા મેળવવી હશે તો ભગવાનનો માર્ગ સમાવવો પડશે, લોકોને ગમે એ આપવામાં ક્ષયોપશમભાવની લોકપ્રિયતા નહિ આવે. સમ્યક્ત્વ મિથ્યાત્વ, સુદેવ-કુદેવ, સુગુરુ-કુગુરુ, લૌકિક-લોકોત્તર, વિરતિ-અવિરતિ, લોકોત્તરલોકોત્તરાભાસ.... આ બધું સમજાવવું પડશે.
* ધર્મ કરવાથી સુખી થઈએ કે સાધુ થઈએ ? તુચ્છ વસ્તુ ખાતર ઊંચી વસ્તુને ન વેડફે તે અક્ષુદ્ર. સંસારના સુખ ખાતર ધર્મને વેચે નહિ તે અક્ષુદ્ર. બીજા નંબરે રૂપવાન બતાવ્યો છે. ધર્મ કરવા માટે ઈન્દ્રિયોની પરિપૂર્ણતા મળે તે રૂપવાનપણું. ગમે તેટલું દુઃખ વેઠવા તૈયાર હોય અને સુખ પાછળ ન દોડે એ ધર્મ માટે અનુકૂળ એવી ઈન્દ્રિય. ઈન્દ્રિયો આપણી નોકરાણી જેવી છે ને ? નોકર કેવો ગમે ? કામ બધું કરે અને પગારવધારો ન માંગે ! એ રીતે ઇન્દ્રિયો પણ દુઃખ દરેક જાતનાં ભોગવે અને સુખ બિલકુલ માંગે નહિ તે ધર્મને અનુકૂળ ઈન્દ્રિય. ત્રીજા નંબરે પ્રકૃતિની સૌમ્યતા. કષાયની મંદતા જ પ્રકૃતિની સૌમ્યતાને લાવે છે. ચોથો લોકપ્રિયતા ગુણ બતાવ્યો. બીજાનાં કામ કરીને પ્રિય બનવું તે લોકપ્રિયતા નથી. પાપ છોડીને, ભગવાનની આજ્ઞા પાળીને પ્રિય થવું તે લોકપ્રિયતા. આજે સાધુભગવન્ત તમારી ગોચરી વગેરેની વિનંતિનો સ્વીકાર ન કરે તોય અપ્રિય થઈ પડે ને ? જગતના જીવોની ઈચ્છાઓ પૂર્ણ કરવી એ આપણા હાથની વાત નથી. માટે ભગવાનની આજ્ઞા પાળીને લોકપ્રિય બનવું છે. સાધુભગવન્તો ભગવાનની આજ્ઞાની મર્યાદામાં રહે તે તમારા અને અમારા હિત માટે છે.
* ૫. ક્રૂરતાનો અભાવ : પાંચમો ગુણ અક્રૂર બતાવ્યો છે. ક્રૂર એટલે દુરભિસંધિ અર્થાર્ દુષ્ટ અધ્યવસાયવાળો, પરદ્રોહ કરનારો. ગુરુભગવન્ત હિતશિક્ષા આપે ત્યારે માથું ગરમ કરવું, આંખો લાલ કરવી, મોઢું વિકૃત કરવું તે ક્રૂરતા. ગુરુ ભગવન્તની હિતશિક્ષા પામ્યા પછી ગુરુનું ખરાબ દેખાડવાનો અધ્યવસાય તે ક્રૂરતા. ગુરુ સામે ઊંચે સાદે બોલવું તે ક્રૂરતા. ક્રૂરતાનો પરિણામ એ ગુણનો નાશક છે, એટલું જ નહિ ચારિત્રગુણનો ઘાતક છે. ફુલવાલક મુનિનું પતન આ ક્રૂરતાના કારણે થયું હતું. ક્યાંય પણ દયાના
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૮૭
Page #189
--------------------------------------------------------------------------
________________
પરિણામ હણાય નહીં, તે અક્રૂરતા. વિહાર કરતી વખતે થાક લાગ્યા પછી ફરીને જવાનું પસંદ કરે પણ પાણી કે સચિત્ત પૃથ્વી વગેરે ઉપર પગ મૂકીને ન જાય - તે અક્રૂરતા.
* ગૃહસ્થ માણસ એમ કહે કે મારાથી સહન નથી થતું તો તે તદ્દન ખોટો છે. કારણ કે તેમને તો ઘરના લોકોનું બધું જ વેઠવાનો અભ્યાસ છે. આજે ખાવાનું પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી આપણી ઈચ્છા મુજબ મળે છે ખરું ?
* ભગવાનનો કે ગુરુનો દ્રોહ, મરી જઈએ તોય ન કરીએ તેનું નામ અક્રૂરતા. ગમે તે કારણે, ભૂતકાળના પાપયોગે સ્વભાવનો મેળ ન બેસે તો ય આજ્ઞા સાથે મેળ બેસાડીને રહેવું છે.
* ૬. ભયવાન : પાપના ડરવાળો હોય. કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે પાપનો વિચાર પહેલાં કરે. અવિરતિનું પાપ જેને ભયંકર લાગે તે ધર્મ કરવા માટે યોગ્ય છે. પોતાનો અપવાદ મરણ કરતાં ભૂંડો લાગે તેનું નામ ભીરુતા.
* ૭. અશઠ : પોતાના હૈયાના ભાવો જેવા હોય તેવા ગુરુ ભગવાન આગળ જાહેર કરે. ગુનો કર્યા પછી કબૂલ ન કરવું તે માયા. વિમલનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે ને – સરળ તણે હૈડે જે આવે તેહ બતાવે બોલી ?
* જે ભાયાવી ન હોય, ગોઠવી-ગોઠવીને બોલનાર ન હોય, વાંકું બોલનાર ન હોય તેનું નામ સરળ. માયાવી હોય તે સરલ આશયવાળો ન હોય અને સરળઆશય વિનાનાને ધર્મ પરિણામ ન પામે. બાપા કરતાં દીકરા વધુ જિદ્દી હોય છતાં બાપાને કહે કે સમજતા નથી-તે માયા નહિ? કાયમ માટે વાંકું બોલવાની ટેવ હોય તેને ધર્મ પરિણમે નહિ. ગુરુભગવન્તની હિતશિક્ષા ગમતી ન હોવા છતાં ‘ભૂલ બતાવો એનો વાંધો નથી, પ્રેમથી બતાવો તો સારું.’ આનો અર્થ શું? વાત્સલ્ય જોઈએ છે, હિત નહિ - એમ માનવું પડે ને? દવાખાનામાં જાય તેણે પીડા ભોગવવાની તૈયારી રાખવાની તેમ ધર્મસ્થાનમાં આવનાર ગુર્નાદિકનાં કઠોર વચન સાંભળવાની તૈયારી રાખવી.
સ. ભગવાન પણ કરુણા અને વાત્સલ્યના નિધિ કહેવાય છે ને ?
ભગવાનનું વાત્સલ્ય કેવું હતું. ગોશાળાને કેવું વાત્સલ્ય આપ્યું? મેઘકુમારને કેવું વાત્સલ્ય આપ્યું? વત્સ કહીને પણ તેં દુર્બાન કર્યું એમ કહ્યું ને ? સાથે દુઃખ વેઠવા માટે તૈયાર કર્યા ને ? ગૌતમસ્વામી મહારાજાને બાર પર્ષદા વચ્ચે કહ્યું કે એક સમય માટે પ્રમાદ ન કરીશ. તમને આવું વાત્સલ્ય ગમે ખરું ?
૧૮૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #190
--------------------------------------------------------------------------
________________
* જેને ધર્મ જોઈએ છે તે ધર્મની યોગ્યતાની ઉપેક્ષા ન કરે. જેઓ ધર્મના ફળના અર્થી નથી તેઓ યોગ્યતાની ઉપેક્ષા કરે. ધર્મ કરવા માટે જે યોગ્યતાની જરૂર છે તે, ધર્મ કરીને તેનું વાસ્તવિક ફળ મેળવવા માટે છે. આજે આપણે ભણવાનું કામ જ્ઞાન મેળવવા માટે કરીએ છીએ, જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા માટે નહિ ને ? આથી ભણતી વખતે વિનય કરવાનું ફાવતું નથી. વિનય કર્યા વિના ભણવાથી કદાચ જ્ઞાન મળે પણ કેવળજ્ઞાન ન મળે. કેવળજ્ઞાન તો જ્ઞાનાવરણીયની નિર્જરાથી મળે. જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા માટે ભણવાની સાથે વિનય-વૈયાવચ્ચ કરવી જરૂરી છે. આજ સુધીનો આપણો ધર્મ નિર્જરાસ્વરૂપ ફળને આપનારો નથી બન્યો તે યોગ્યતાના અભાવે અને યોગ્યતાની ઉપેક્ષાના પ્રભાવે.
* સંયમ પાળવું ન હોવા છતાં ગુરુ બરાબર નથી - એમ કહેવું તે માયા. કામ કરવાની વૃત્તિ ન હોવા છતાં અશક્તિ છે એમ કહેવું તે માયા. આવા માયાવી ધર્મ કરવા માટે કે નિર્જરારૂપ ફળ પામવા માટે યોગ્ય નથી. જે સરળાશયી હોય તે જ ધર્મ આરાધી
શકે.
૪૮. દાક્ષિણ્ય : બીજાએ કામ કીધા પછી એનું કામ કરી આપવું-તે દાક્ષિણ્ય. મોક્ષમાર્ગની સાધના કરતી વખતે લોકોની સહાયની જરૂર પડવાની. એવા વખતે દાક્ષિણ્યગુણ નહીં હોય તો આગળ નહીં વધાય.
બીજાને અનુકૂળ બનવા માટે, બીજાનું કામ કરવા માટે તત્પર રહેવું તેનું નામ દાક્ષિણ્ય. ઘરના લોકોને પણ અનુકૂળ બનવાની વૃત્તિ ન હોય તે ધર્મ કઈ રીતે કરી શકે? જેને ભવિષ્યમાં સાધુ થવું છે, બધાની વૈચાવચ્ચ કરવી છે તેણે ગૃહસ્થપણામાં આ દાક્ષિણ્યગુણની ઉપેક્ષા કર્યો ન ચાલે. જેણે માબાપની, કે ભાઈબહેનની સેવા નથી કરી તેઓ સાધુપણામાં આવીને શું કરવાના? આજની દીક્ષાઓ મોટા ભાગે અમારા લોભના કારણે થાય છે, જીવોની યોગ્યતાને લઈને નહિ. આ દાક્ષિણ્યગુણના યોગે ભવદેવ મુનિએ અનિચ્છાએ પણ સાધુપણું પાળ્યું તો અંતે બે ભવમાં નિસ્તાર થઈ ગયો. માતા પ્રત્યેના દાક્ષિણ્યના કારણે આર્યરક્ષિતસૂરિ મહારાજની ભેટ આપણને મળી. આપણે વિકથા કરીએ એ ગુરુમહારાજને ઈષ્ટ ન હોય અને સ્વાધ્યાય કરીએ એ ઈષ્ટ હોય તો તેમના ખાતર વિકથા છોડી સ્વાધ્યાય કરવા બેસી જવું છે. ગુરુભગવન્તની પ્રસન્નતા ખાતર આપણો આગ્રહ જતો કરવો તેનું નામ દાક્ષિણ્ય. આમે ય નિર્જરા કરવા આવ્યા છીએ, વેઠવા માટે આવ્યા છીએ તો શા માટે દાક્ષિણ્યગુણ ગુમાવીએ? આ દાક્ષિણ્યગુણ કેળવવો હોય તો નક્કી કરી લો કે કોઈ પણ કામમાં ના નથી પાડવી.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૮૯
Page #191
--------------------------------------------------------------------------
________________
સંસારમાં બેઠા છીએ ત્યાં સુધી સંસારનાં કામ કર્યા વિના નહિ ચાલે. એ કામ દાક્ષિણ્યથી કરી લેવું છે. ‘ષ નહિ વળી અવરશું આ પહેલી દષ્ટિનો ગુણ છે. સમકિતી બહેન રસોઈ કરતાં કરતાં પણ નિર્જરા કરે અને મિથ્યાત્વી બહેન પૂજા કરતાં કરતાં પણ કમ બાંધ્યા વિના ન રહે. દાક્ષિણ્યગુણ મેળવવા માટે મહેનત કરે તે સમકિત પામવા માટે યોગ્ય. દાક્ષિણ્યની ઉપેક્ષા કરી ધર્મ કરે તોય તે સમકિત પામવા માટે અયોગ્ય છે. ગૃહસ્થપણામાં માબાપને પૂછ્યા વિના કામ કરવું નથી અને સાધુપણામાં ગુરુભગવન્તને પૂછયા વિના નથી રહેવું. વિનયવિવેક વગેરે બધા ગુણો દાક્ષિણ્યથી પ્રગટે છે. અહીં જણાવ્યું છે કે દાક્ષિણ્યગુણવાળો ઉપરોધશીલ હોય. બીજાના ઉપરોધને લઈને તેને ના ન પાડી શકે. આપણા શરીર સામે, મન સામે, શક્તિ સામે નથી જેવું, દ્રવ્યક્ષેત્રકાળભાવ નથી જેવા, માત્ર દાક્ષિણ્ય સામે જેવું છે. કોઈ પણ માણસ આપણને રોકી શકે, બે કામ ભળાવી શકે, એવો સ્વભાવ આપણો હોવો જોઈએ-તેનું નામ દાક્ષિણ્ય. બીજાનું કામ કરતી વખતે કદાચ આપણે આપણું ન કરી શકીએ તોયે ચિંતા નથી કરવી. કારણ કે આપણું કામ પણ નિર્જરા માટેનું જ હતું, તે નિર્જરા બીજાના કામથી પણ થઈ શકે છે. કાંઈ કામ ન હોય ત્યારે ભણવા બેસીશું, પણ કામ બાકી હોય તો કર્યા વિના નથી રહેવું. એવા વખતે બીજાની અનુકૂળતા સાચવવાના યોગે કુદરતી રીતે તેની કૃપાથી ક્ષયોપશમ પ્રગટે છે.
૪ ૯. લજ્જાળુ: પ્રાણ જાય તો પણ પ્રતિજ્ઞાભંગ ન કરે તે લજ્જા. રસ્તે રખડતો થાય પણ દેવું ચૂકવ્યા વગર ન રહે. વાતવાતમાં અપવાદ સેવે અને પ્રાયશ્ચિત્ત લે એ ધર્માત્મા ન હોય. પાપની લજ્જા એ ધર્મ કરવા માટેની મહત્ત્વની યોગ્યતા છે. લજ્જા એ સર્વ ગુણોની જનની છે. અત્યન્ત શુદ્ધ હૃદય જેના કારણે પ્રાપ્ત થાય છે એવી આ લજ્જા છે. આ લજ્જાના યોગે અર્થી લજ્જા ગુણને અનુસરનારા તેજસ્વી આત્માઓ, સત્યમાર્ગમાં સંકટ આવ્યું છતે પ્રાણોને સુખે કરીને ત્યજે પરંતુ પ્રતિજ્ઞાને તજતા નથી. નિર્લજતા એ બધા દોષોનું મૂળ છે. લજ્જ, દોષોથી બચાવીને ગુણ પમાડે છે. લજ્જા ગુણ પાપમાંથી બચવા માટે છે, પાપના બચાવ માટે જેનો ઉપયોગ થાય તેને લજ્જાગુણ ન કહેવાય.
* ૧૦. દયાળુ : જેઓ ધર્મ કરવા તૈયાર થયા હોય તેમની કેવા પ્રકારની યોગ્યતા હોવી જોઈએ તેની વિચારણા આપણે કરીએ છીએ. તેમાં દસમો ગુણ દયા બતાવ્યો છે. દુઃખીને કાંઈક આપવું તે દયા નહિ. દુઃખીના દુઃખને દૂર કરવાની અભિલાષા તેનું નામ દયા. બીજાનો ઉપકાર કરવો તે દયા નહિ, બીજાને અપકાર ન કરવો તેનું નામ દયા. બીજાને પૈસા આપવા તે દયા નહિ, બીજાના પૈસા જતા કરવા તેનું નામ દયા.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૯૦
Page #192
--------------------------------------------------------------------------
________________
આપવું તે દયા નહિ, જતું કરવું તેનું નામ યા. વેઠવાનો પરિણામ તે દયા. સામાના દુઃખને દૂર કરવાની ભાવના સફળ કરવા માટે ગમે તેટલું વેઠવું પડે તો વેઠી લેવું તે દયા. કરુણા એ પરિણામરૂપ છે જ્યારે દયા એ કાર્યરત પરિણામ છે. બીજાના દુઃખે દુઃખી થવાની તૈયારી હોય અને એથી એ દુઃખ દૂર કરવાની તત્પરતા હોય તો દયા છે એમ સમજવું. આપણું જતું કરવાની વૃત્તિ ન હોય ત્યાં સુધી દયા ન આવે. આજે જૈનોમાંથી દયાના પરિણામ જવા માંડયા છે. લોકો પણ જૈનોની ટીકા કરતાં થઈ ગયા છે. કારણ કે બજારમાં તેઓ નિર્દયપણે વર્તે છે. એમાં જતું કરવાની વૃત્તિનો અભાવ કારણ છે. આ બધી યોગ્યતા ખૂબ મહત્ત્વની છે. તેની ઉપેક્ષા કર્યે નહિ ચાલે. આપણામાં યોગ્યતા હશે તો યોગ ગમે ત્યાંથી મળી રહેશે. અને જો યોગ્યતા નહિ હોય તો મળેલો યોગ પણ અયોગમાં પરિણામ પામશે. પોતે પડી જાય પણ બીજાને દુ:ખ ન પહોંચાડે તે દયાળુ. પોતાના પ્રાણની હાનિ થતી હોય તોપણ બીજાના પ્રાણની રક્ષા કરે, ધર્મરુચિઅણગારની જેમ. પોતાના પ્રાણના ભોગે અસંખ્ય જીવોનો સંહાર થતો અટકાવ્યો ને ? ક્યાં સુધી પહોંચવાનું છે-જોઈ લીધું ? બીજાના પ્રાણ લઈને પોતાના પ્રાણ બચાવવા છે ને ? જીવોને મારીને જ જીવવું છે ને ?
સ. એટલે શું ?
છ કાયની હત્યા કરીને ઘરમાં રહેવું છે ને ? કે એનો ત્યાગ કરીને સાધુપણું લેવું છે ? દયાના પરિણામ હોય તો સંસાર છૂટયા વિના નહીં રહે. પાપથી વિરામ પામવારૂપ નિવૃત્તિસ્વરૂપ ધર્મ પણ યામૂલક છે અને જ્ઞાનાચારાદિના પાલનરૂપ પ્રવૃત્તિસ્વરૂપ ધર્મ પણ દયામૂલક છે.
* આજે આપણી સુખની ઈચ્છાએ અને સુખ ભોગવવાની પ્રવૃત્તિએ માઝા મૂકી છે એના યોગે જ આપણે ભગવાનની વાત સમજી પણ શકતા નથી. વિષયકષાયને આધીન થઈને પ્રવૃત્તિ કરે તેના પાંચે મહાવ્રત જાય. આ સુખની લાલચના કારણે સંવરરૂપી નૌકામાં આશ્રવનાં છિદ્રો પડે છે.
* કોઈને દુઃખ ન આપવું તે માટે સાધુ થવું સારું. પણ બીજાનાં દુ:ખોને દૂર કરવાનું કામ આપણી પાસે પૈસા હોય તો કરી શકાય માટે ગૃહસ્થપણામાં રહેવું તે સારું નહિ. જીવદયા માટે ગૃહસ્થપણામાં રહેવું તેના કરતાં અભયદાન માટે સાધુ થવું સારું. જીવદયાનાં કાર્યોમાં અનન્તકાય વગેરેની વિરાધના થતી હોવાથી શ્રાવક પાંજરાપોળ ખોલાવે નહિ, તેનો સીધો વહીવટ ન કરે. માત્ર એ કાર્યમાં આર્થિક સહાય કરે અને સાધુ માત્ર ઉપદેશ આપે.
ન
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૯૧
Page #193
--------------------------------------------------------------------------
________________
* સાધુભગવન્ત ગોચરી પણ એ રીતે લાવે કે જેથી દાતાને કોઈ પણ જાતની પીડા ન પહોંચે જે દાતાની પીડાની ચિંતા ન કરે તે સાધુ પોતાના લોભ વગેરેના કારણે કે અગીતાર્થતાના કારણે શાસનની અપભ્રાજના કર્યા વિના ન રહે. બીજાના દુઃખની પરવા ન કરે તે નાનામાં નાનો ધર્મ પણ ન આરાધી શકે તો સાધુપણું કઈ રીતે પાળી શકે ? ધર્માત્માનું એ લક્ષણ છે કે બીજાને સુખ ન આપે તો ય દુઃખ તો કોઈ સંયોગોમાં ન જ આપે. જ્યારે અધન્ય આત્માઓનું લક્ષણ એ છે કે સુખ આપે તો ય દુ:ખ આપ્યા વિના ન જ રહે.
૪ ૧૧. મધ્યસ્થ : તમારી ભાષામાં કહીએ તો મધ્યસ્થની વ્યાખ્યા કેવી કરવી પડે ? દૂધમાં અને દહીંમાં પગ રાખવો તે, બધાને રાજી રાખવા તે ... અહીં એવી વ્યાખ્યા નથી કરી. અહીં જણાવ્યું છે કે આયવ્યય અર્થાત્ લાભ અને નુકસાનની તુલના કરીને સમયોચિત પ્રવૃત્તિ કરે તે મધ્યસ્થ. ઓછી મહેનતે લાભ વધારે થાય તેવો ધર્મ કરવાનો. જેમ પૈસો કમાતી વખતે વાણિયો ધ્યાન રાખે કે રોકાણ ઓછું અને લાભ ઘણો. તેમ અહીં પણ ઓછી મહેનતે વધુ નિર્જરા થાય તે રીતે ધર્મ કરવા તૈયાર થવું છે. સાધુપણામાં ઓછી મહેનતે નિર્જરા ઘણી થાય છે. જ્યારે શ્રાવકપણામાં મહેનત ઘણી કરવા છતાં નિર્જરા સાવ અલ્પ છે. આથી મધ્યસ્થને સાધુપણું ગમ્યા વિના ન રહે. શ્રાવકપણું સારું ન લાગે. કોઈ જીવવિશેષને સાધુપણામાં કર્મબંધ થાય અને શ્રાવકપણામાં કોઈ નિર્જરા કરે એટલામાત્રથી શ્રાવકપણું સારું ન કહેવાય. હીરાનો વેપારી ઉઠમણું કરે અને પાનના ગલ્લાવાળો પૈસાદાર બને એટલામાત્રથી પાનનો ગલ્લો સારો ન ગણાય, હીરાનો વેપાર જ સારો ગણાય. સાધુપણામાં આવીને કોઈ પાપબંધ કરે તે તેના પાપે, સાધુપણાના કારણે નહિ. અને રાજકારણમાં ગયા પછી કોઈ નિર્જરા કરે તો તે તેની યોગ્યતાના કારણે, રાજકારણના કારણે નહિ.
૪ અથવા બીજી વ્યાખ્યા કરે છે કે રાગ અને દ્વેષની વચ્ચે રહ્યો હોય. અર્થાત્ હર્ષના સ્થાને રાગ ન કરે, અને દ્વેષના સ્થાને દ્વેષ ન કરે. ઘરના લોકો કે પરિચિત લોકો આવકાર આપે તો આનંદ થાય તે રાગ અને અવગણે તો દુઃખ થાય તે દ્વેષ. ધર્માત્મા કોઈના રાગમાં તણાય નહિ અને કોઈના ષમાં ડૂબે નહિ. બંન્ને અવસ્થામાં સમભાવે રહે.
* સાચા અને ખોટાનો નિર્ણય ભગવાનની વાત માનવા માટે કરવો છે. ધર્મ કરવા માટે રાગદ્વેષ ટાળવા છે. અધર્મી પ્રત્યે રાગ નથી કરવો, ધર્મ પ્રત્યે દ્વેષ નથી કરવો. ધર્મ પ્રત્યે રાગ થાય તો સારી વાત છે, પણ ધર્મી પ્રત્યે દ્વેષ તો નથી જ કરવો.
૧૯૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #194
--------------------------------------------------------------------------
________________
સ. જેની માન્યતા જુદી તેના તપની અનુમોદના કરાય ?
જે માણસ ધંધો સારામાં સારો કરતો હોય પણ તેની દાનત ખરાબ હોય તો તેના ધંધાની અનુમોદના કરવા બેસો ખરા ? તેમ અહીં પણ સમજી લો. ‘જુદી' શબ્દ સુધરેલો છે. અસલમાં તે વિપરીત માન્યતા છે - એમ ચોખ્ખું બોલી જાઓ. અને વિપરીત માન્યતાવાળાની અનુમોદના કોઈ કાળે ન કરાય. ક્રિયા પહેલાં નથી, સમ્યત્વ પહેલાં છે. સમ્યકત્વ વિનાના ગુણની અનુમોદના કરવા નથી બેસવું. નિર્ણય ન હોય તો મૌન રહો. અનુમોદના કરવાની ઉતાવળ નથી કરવી. અહીં જણાવ્યું છે કે રાગી, દેવી, મૂઢ અને પૂર્વગ્રહથી ગ્રસિત એવા જીવો ધર્મ કરવા માટે યોગ્ય નથી. મધ્યસ્થ જીવો જ ધર્મ માટે યોગ્ય છે.
* ૧૨. સૌમ્યદષ્ટિ : કોઈનું પણ સારું ખમાય તે સૌમ્યદષ્ટિવાળો કહેવાય. બીજાની ઋદ્ધિ જોઈને જેને ઈષ્ય, બળતરા ન થાય તે જ ધર્મ કરવા માટે યોગ્ય છે. બીજાના પુણ્યથી બીજાને જે માનસન્માન, ઋદ્ધિ અનુકૂળતા મળે તેમાં આપણે નારાજ થવાની જરૂર નથી. પુણ્ય ભોગવવાથી મોક્ષ નથી મળતો પુણ્ય પૂરું કરવાથી મોક્ષ મળે છે. બીજાનું પુણ્ય બીજા ભોગવે તેમાં આપણે બળવાની જરૂર નથી. દષ્ટિમાં સૌમ્યતા તે જ કહેવાય કે બીજાના ગુણો જોઈને જેમાં મત્સરનો ભાવ ન જાગે. ઈર્ષાના અંગારા આંખોમાં ન આવે અને પ્રમોદભાવનાથી દષ્ટિ શાંત બની હોય તે દષ્ટિની સૌમ્યતા.
* જેને ધર્મ ઉપાદેય ન લાગે તે ભગવાન પાસે ધર્મ સિવાય બીજી વસ્તુ માંગે. ભગવાન પાસે ધર્મ સિવાય બીજું માંગીએ તો ભગવાનનું સ્વરૂપ સમજ્યા જ નથી. ભગવાન સર્વોત્કૃષ્ટ છે એમ કદાચ માનીએ, પણ ભગવાન સર્વોત્કૃષ્ટ વસ્તુ આપનારા છે માટે મહાન છે એવું ન માનીએ ને?
સ. સર્વવિરતિની ઉપાદેયતામાં બે મત નથી છતાં લાખોમાં એકાદ આત્મા સર્વવિરતિ લેવા નીકળે છે તેની પાછળ કયું તત્ત્વ કામ કરે છે?
અવિરતિ ગમે છે માટે દીક્ષા લેવાનું મન નથી થતું. જ્યાં સુધી સંસાર સારો લાગે ત્યાં સુધી દીક્ષા લેવાનું મન ન જ થાય. સંસાર પ્રત્યે નિર્વેદ ન જાગે તેને મોક્ષ સારો લાગે-એ વાતમાં માલ નથી. આથી જ શ્રી જયવીયરાય સૂત્રમાં ભવનિર્વેદ માંગ્યો છે, સંવેગ નથી માંગ્યો. આજે દીક્ષા લેનારાને કે લેવા તૈયાર થનારને પૂછવું છે કે સંસાર ખરાબ લાગ્યો માટે દીક્ષા લીધી છે કે દીક્ષા સારી છે માટે દીક્ષા લીધી ? દીક્ષા સારી લાગે માટે લઈ લે અને સંસાર ખરાબ ન લાગે તો સમજી લેવું કે દીક્ષા લીધા પછી નવો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૯૩
Page #195
--------------------------------------------------------------------------
________________
સંસાર ઊભો કરશે. સંસાર ભંડો લાગે, સંસાર નથી જોઈતો, માટે નાનો પણ ધર્મ કરીએ તો લેખે લાગે. સંસારને સારો માનીને એ માટે ધર્મ કરે તો સાધુપણાનો ધર્મ પણ નકામો જાય. ભગવાન સંસારને સારો કરનાર છે માટે સારા છે, એવું નથી. ભગવાન સંસારને ટાળી આપનાર છે માટે મહાન છે. ભગવાન જિનેશ્વર જેવાદેવ મળે તો તેઓ જે આપે તે લઈ લેવું છે. ઉત્તમ આત્મા પાસે તુચ્છ વસ્તુ નથી માગવી. રોજ દેરાસરમાં પરમાત્મા પાસે જઈને એક જ વિનંતિ કરવી છે કે હે ભગવન્! આપનું સાધુપણું, આપની વીતરાગતા, આપનું સર્વશપણું અને આપની સિદ્ધાવસ્થા મને આપો ને!' આ ચાર સિવાય પાંચમી એક વસ્તુ ભગવાન પાસે નથી માગવી. જે ભગવાન વીતરાગતા આપે, સર્વજ્ઞતા આપે, સિદ્ધાવસ્થા આપે એવા છે એમની પાસે આ સંસારમાં રખડાવનારા અર્થ-કામ માંગવા એના જેવી મૂર્ખાઈ બીજી કઈ? ભગવાને જે બતાવ્યું છે તેનાથી ચઢિયાતી એક પણ વસ્તુ જગતમાં નથી. ભગવાન મહાન છે, ભગવાને જે બતાવ્યું છે તે મહાન છે. અને એ મહાન વસ્તુને મેળવવા માટે ગુણોરૂપી યોગ્યતા હોવી જોઈએ, માટે આપણે એકવીસ ગુણોનું વર્ણન શરૂ કર્યું છે.
સ. ધર્મથી સુખ માંગીએ નહિ પણ જે સુખ મળ્યું છે તેને ધર્મના નામે ખતવીએ તો ?
મળેલા સુખને ધર્મના નામે પણ ખતવવું નથી. અસલમાં ધર્મ શુદ્ધ ભાવે ન કર્યો માટે પુણ્ય બંધાયું અને તેમાં પાછું મિથ્યાત્વના ઉદયે ચોંટી પડ્યા. પુણ્યથી પૈસો મળે, પુણ્યથી સુખ મળે તેની ના નહિ, પણ પુણ્ય, ધર્મ પૂરો શુદ્ધ ન થાય ત્યારે બંધાય. જેને સંસારમાં રહેવું નથી તેને સંસારસુખની સામગ્રી મળે એમાં આનંદ હોય? એને તો એમ થાય કે જો ધર્મ કરતાં આવડ્યો હોત તો મોક્ષમાં પહોંચી જાત. ધર્મથી જન્મજરામૃત્યુ ટાળવાના હતા, તે ન ટળ્યા માટે અર્થકામ મળ્યા-એવું લાગે ને ?
સ. અમને પુણ્યાનુબંધી પુણ્ય ગમે.
જેને પુણ્યાનુબંધી પુણ્ય ગમે તેને પાપાનુબંધી પુણ્યનો ઉદય છે – એમ સમજી લેવું. જેને પુણ્ય ગમે તે સમકિતી ન હોય, મિથ્યાત્વી હોય. સમકિતીને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પણ સાધુપણા માટે બેડીરૂપ લાગે. આજે તમને પુણ્ય પણ સત્તામાં રહેલું ગમે કે ઉદયમાં આવેલું ? જે ઉદયમાં આવેલું ગમે છે તો એમ જ કહો ને કે સુખ જ ગમે છે. જો અનુબંધ જ સારો હોય તો પુણ્યાનુબંધી પાપ કેમ ન ગમે ? બોલવાનું પુણ્યાનુબંધી પણ અસલમાં સુખ આપનાર પુણ્ય ગમે છે અને જેને સુખ ગમે તે
૧૯૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #196
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વી હોય. માત્ર પોતાની આ અવસ્થાનો બચાવ ન કરીએ તો ય મિથ્યાત્વ ટાળી શકાય. પુણ્ય ગમે છે સુખના કારણે, સુખ ગમે છે સુખના રાગે. સુખનો રાગ ન હોય તેને સુખ ન ગમે, સુખ ન ગમે તેને પુણ્ય ન ગમે, પુણ્ય ન ગમે તેને પુણ્યાનુબંધી પુણ્ય પણ ન ગમે, નિર્જરા ગમે. કારણ કે એને સંસારમાં રહેવું નથી, મોક્ષમાં જવું છે. પુણ્યાનુબંધી પુણ્ય પણ અવિરતિ સાથે ભોગવાય છે અને અવિરતિની સાથે રહેવું
ધર્માત્માને ન પાલવે.
સ. અધર્મ કરીને સુખ મેળવવું તેના કરતાં ધર્મ કરીને સુખ મેળવવું શું ખોટું ?
કાગળ બાળીને અજવાળું કરવું એના કરતાં નોટો (પૈસાની) બાળીને અજવાળું કરવું સારું ને ? રાતે ચોરી કરવી એના કરતાં દિવસે ચોરી કરવી સારી ને ?
* સંસારમાં અનિષ્ટ સંયોગ આવ્યા પછી આના કરતાં સાધુ થયા હોત તો સારું • આવો વિચાર આવે તે ક્ષણિક છે. છતાં પણ જો એ પરિણામ જાગ્યા પછી તેની
-
માવજત કરવામાં આવે તો એ વિકાસ પામ્યા વિના ન રહે. પરંતુ આજે તકલીફ એ છે કે જાગેલા પરિણામને સાચવવાની કોઈ તૈયારી નથી. નાના છોડવાની માવજત કરવામાં ન આવે તો બકરી વગેરે તેને ખાઈ જાય. પણ મોટું ઝાડ થઈ ગયું હોય તો તેને કોઈ હલાવી ન શકે.
* ૧૩ ગુણનો અનુરાગી : બીજાનું સારું જોઈને આનંદ પામવો તે બારમો ગુણ છે અને એ સારું પામવાનું મન થયું તે તેરમો ગુણ છે. સૌજન્ય (સુજનતા), ઔદાર્ય વગેરે ગુણો જોઈને તે ગુણ પ્રત્યે હૈયાનું બહુમાન જાગે, મુખેથી પ્રશંસા કરવાનું બને અને કાયાથી તેમને સહાય કરવાનું મન થાય તેનું નામ અનુરાગ. કીધા પછી તરત કરવું તે બહુમાન. કીધા પછી સમયમર્યાદા પૂછવી (કાલે કરીશ તો ચાલશે.. વગેરે) તે બહુમાનની ખામી. ગુણના અનુરાગીને ગુણો છોડતા નથી. અર્થાત્ આ ભવમાં જે ગુણો મળ્યા હોય તેના કરતાં ચઢિયાતા ગુણો આવતા ભવમાં ગુણના અનુરાગીને મળતા હોય છે. તમારા ત્યાં પૈસો પૈસાને ખેંચે તેમ ગુણો ગુણોને ખેંચે.
* ૧૪. સત્કથા અને સુપક્ષથી યુક્ત : આ ચૌદમો ગુણ છે. જેમાં પરપરિવાદ અર્થાર્ બીજાને ઉતારી પાડવાની બુદ્ધિ ન હોય અને પોતાનો ઉત્કર્ષ કરવાની વૃત્તિ ન હોય તેવી કથાને સત્કથા કહેવાય છે. તે જ રીતે સુંદર અર્થાદ્ પ્રત્યક્ષને બાધા ન પહોંચે, લોકમાં વિરોધ ન આવે અને આગમથી અવિરુદ્ધ એવો પક્ષ-માન્યતા જેની હોય તે ધર્મ કરવા માટે યોગ્ય છે. હું કંઈક છું અને બીજા બધા કંઈ નથી એવી ભાવના આપણી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૯૫
Page #197
--------------------------------------------------------------------------
________________
ભાષાને બગાડે છે, વિકૃત બનાવે છે. અને પોતે બોલ્યા પછી તે સાબિત કરી આપવાની તૈયારી ન હોય એવું વચન પણ લોકમાં નિંદનીય કે હાંસીપાત્ર બને છે. ધર્માત્મા આવા ન હોય.
* સાધુપણું લીધા પછી આપણી વાણી પર કાબૂ હોવો જોઈએ. ધર્મ કરવા માટે તૈયાર થયા પછી આપણું વચન નિષ્ફર ન હોવું જોઈએ – એ કાયમ માટે યાદ રાખવું છે. લોકમાં પણ કહેવાય છે કે ચા ચા મુખ્યતિ વાચવા, તવા તવા જ્ઞાતિન્દ્ર પ્રમાણમ્ આપણા વચન પરથી આપણી કુલીનતા, આપણી ખાનદાની જણાય છે. બીજા પ્રત્યે દુર્ભાવ જાગે ત્યારે આપણી ભાષામાં મધુરતા રહેતી નથી. પર વ્યક્તિ કે પર વસ્તુ ગમે તેટલી ખરાબ હોય કે ખરાબ થાય તેમાં આપણે કોઈ જ નુકસાન નથી. જે બળી જાય, છેદાઈ જાય, તૂટી જાય, ફૂટી જાય, છૂટી જાય .... તે આપણું હતું જ નહિ, છે જ નહિ આ પરિણામ જો કાયમ માટે બની રહે તો ભાષામાં ક્યારે ય કઠોરતા નહિ આવે. બીજાના હિતની ચિંતા કરવાની જવાબદારી આપણી નથી. આપણે આપણા હિતની સાધના માટે સાધુ થયા છીએ અને આપણી જાતને સુધારવા માટે ધર્મની શરૂઆત કરી છે – એ યાદ રાખવું.
* ધર્માત્માની ભાષા પંચાયવવાક્યના પ્રયોગપૂર્વકની હોય. શબ્દનો પ્રયોગ સામા માણસના જ્ઞાન માટે કરાય છે. એ જ્ઞાન સારી રીતે થાય માટે, જે વાત કરીએ તે હેતુપુરસ્સર, દષ્ટાંત આપવા પૂર્વક અને દષ્ટાંત ઘટાડી આપવા દ્વારા કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ ગ્રંથે પરાર્થાનુમાન સ્વરૂપ છે. બીજાને સમજાવવા માટે પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન આ પાંચ વાક્યનો પ્રયોગ કરવો તેનું નામ પરાથનુમાન. જેમ કે “પર્વતમાં આગ લાગી છે. આ પ્રતિજ્ઞાવાક્ય. શેના આધારે આગ લાગી છે – એમ કહો છો ? આવી શંકાના નિરાકરણમાં પર્વતમાં ધુમાડાના ગોટે-ગોટા ઊડે છે, માટે.” એવું કહેવું તે હેતુવાક્ય. હેતુને સાચો ઠરાવવા માટે જ્યાં
જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, જેમ કે રસોડું.' એવું કહેવું તે ઉદાહરણ-દષ્ટાંત વાક્ય. આ દષ્ટાંત ઘટાડવા માટે જે રીતે રસોડામાં ધુમાડા સાથે અગ્નિ હોય તેમ પર્વતમાં પણ ધુમાડો અગ્નિની સાથે જ રહેલો છે. આવું કહેવું તે ઉપનય વાય. અને અંતે નિર્ણય પર આવવું કે “પર્વતમાં આગ લાગી છે. તે નિગમન વાક્ય. એ જ રીતે કોઈ પણ ધર્મનો જાણકાર હોય તે આ રીતે પંચાવયવ વાક્યનો પ્રયોગ કરીને કોઈ પણ વાત કરે. સંસાર અસાર છે - આ પ્રતિજ્ઞાવાક્ય. સંસાર દુઃખરૂપ હોવાથી અસાર છે – આ હેતુવાક્ય. જે જે દુઃખરૂપ હોય તે અસાર છે જેમ કે રોગાવસ્થા તેમ જ દરિદ્રાવસ્થા
૧૯૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #198
--------------------------------------------------------------------------
________________
- આ દષ્ટાંતવાક્ય. જેમ રોગ દુઃખરૂપ હોવાથી અસાર છે તેમ સંસાર દુઃખરૂપ હોવાથી અસાર છે, આ ઉપનયવાક્ય. અને સંસાર અસાર છે - એ નિઃસંશય છે, આ નિગમનવાક્ય. તે જ રીતે ચારિત્ર સારભૂત છે, સુખનું કારણ હોવાથી. જે જે સુખનાં કારણ હોય તે સારભૂત હોય છે – લાગે છે, જેમ કે ધંધો અને રસોઈ. ચારિત્ર પણ એવી જ રીતે સુખનું કારણ હોવાથી સારભૂત છે. ધર્માત્મા ક્યારેય ફેંકી દેવા જેવી વાત ન કરે. જે બોલે તે પુરવાર કરવાની તૈયારી સાથે જ બોલે તે સુમધુરભાષી.
* આજે આપણા માટે કોઈ એમ કહે કે ધર્મ તો ઘણો કરે છે, પણ બોલવાનો વિવેક નથી. તે આપણા માટે શરમજનક છે ને?
* જેમ મનથી અને કાયાથી પાપ બંધાય છે તેમ વચનથી પણ પાપબંધ થાય છે – એવું માનીએ ને ? આજે હાથ ઉપાડ્યો હોય તેનું દુઃખ થાય પણ જીભ ઉપાડી તેનું દુઃખ ન થાય ને ? હાથ ઊપડવા પહેલાં જીભ કેટલી વાર ઊપડી હોય ? આપણા કારણે કોઈ સુધરતું નથી અને કોઈ બગડે તેનાથી આપણને કોઈ નુકસાન નથી. આપણો પરિવાર કે છોકરાઓ વગેરે આપણા સગા નથી, આપણાં કર્મો આપણાં સગાં છે – એ યાદ રાખવું. આપણા છોકરા કે નિશ્રાવર્તી દુર્ગતિમાં ન જાય એ જવાબદારી આપણી ત્યાં સુધી કે જ્યાં સુધી તેઓ આપણી વાત સાંભળે. એમને સાચું ન સમજાવ્યું હોય તો આપણે જવાબદાર. અને એમને હિતશિક્ષા પણ ત્યાં સુધી આપવાની કે જ્યાં સુધી તે મોટું ન ખોલે, સામો જવાબ ન આપે.
* સાધુ ભગવન્તો માટે ભાષા-અધ્યયનમાં જણાવ્યું છે કે સ્ત્રીનાં વસ્ત્ર પહેરેલાં હોય તેને “સ્ત્રી છે” એમ ન કહેતાં સ્ત્રી લાગે છે એમ કહેવું. કારણ કે સ્ત્રીના વસ્ત્રમાં પુરુષ પણ હોઈ શકે. જે વસ્તુ આપણે જાણતા ન હોઈએ તે બોલવી નહિ. લોકોએ કહેલી વાતની પણ આપણને સો ટકા ખાતરી ન હોય તો એ વિષયમાં મોટું ન ખોલવું. જેનું પાપ આપણને નડતું નથી તે દૂર કરવા માટે મહેનત કરવાનું શું કામ છે ? આપણું પાપ આપણને નડે છે તો તે દૂર કરવા શા માટે મહેનત ન કરવી ?
* વસ્તુ સારી હોય માટે લાભ કરે એવો નિયમ નથી, સારી વસ્તુ પણ જો યોગ્ય રીતે મેળવી હોય અને વાપરી હોય તો તે લાભ કરે. પૌષ્ટિક આહાર પણ પચે તો લાભ કરે ને ? અને પચે ક્યારે ? પચાવવાની તાકાત હોય અને વાપરી હોય તો ને? યોગ્યતા કેળવ્યા વિના ખાવાનું કામ પણ નથી કરતા. જ્યારે અહીં ધર્મ કરતી વખતે યોગ્યતાનો વિચાર કરવાની તૈયારી નથી. જ્યારથી સમજણ મળી ત્યારથી એ સમજનો ઉપયોગ ધર્મ કરવા માટે કર્યો પણ આપણી યોગ્યતા તપાસવા માટે કે યોગ્યતા કેળવવા શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૯૭
Page #199
--------------------------------------------------------------------------
________________
માટે ન કર્યો. આજે તમે ધર્મ કરવાનું શરૂ કર્યું છે પણ ધર્મ માટે આપણે યોગ્ય છીએ કે નહિ, તેનો વિચાર પણ કર્યો નથી. આજે સાધુપણામાં આવેલાને પણ પોતે સાધુપણા માટે યોગ્ય છે કે નહિ એવો વિચાર આવ્યો છે ? યોગ્યતાની ઉપેક્ષા સંસારના કોઈ ક્ષેત્રમાં કરતા નથી, માત્ર અહીં ધર્મક્ષેત્રમાં યોગ્યતાની ઉપેક્ષા કરીએ તે કેમ ચાલે ?
* ૧૫. સુદીર્ધદર્શિતા : માત્ર દીર્ધદર્શિતાને ગુણ ન કહેતાં સુદીર્ધદર્શિતાને ગુણ કહ્યો છે. લાંબા ભવિષ્યનો વિચાર કરવો છે. પણ તે વિચાર સાચાનો હોવો જોઈએ. ખોટી વસ્તુમાં લાંબો વિચાર કરવો તે ગુણ નહિ. પરિણામનો વિચાર કરવો તે સુદીર્ધદર્શિતા. પર્વત ઉપરની વસ્તુ જોવી તે દીર્ધદર્શિતા અને પગ નીચેની કીડી જોવી તે સુદીર્ધદર્શિતા. ધર્મ કરતી વખતે આપણો ઈરાદો કયો? જેનો ઈરાદો ખરાબ હોય તેને ગમે તેવો ધર્મ ચાલે. જેને કંઈક પામવું હોય તે ધર્મની યોગ્યતાનો વિચાર કર્યા વિના ન રહે. શાસ્ત્રકારો કહે છે કે જયણાનો પરિણામ હોય અને જીવ મરી જાય તોપણ હિંસાનું પાપ ન લાગે અને જયણાનો પરિણામ ન હોય અને કદાચ જીવન મરે તોપણ હિંસાનું પાપ લાગે. તમારા વ્યવહારમાં પણ આ જ નિયમ છે. ડોક્ટર ઓપરેશન કરે અને દર્દી મરી જાય તો ય ખૂન કર્યાનો આરોપ ન આવે. અને ગુંડાના હાથમાંથી બચી જાય તોપણ ગુનો કર્યાનો આરોપ આવે ને? પરિણામની પ્રધાનતા તો દરેક ઠેકાણે છે.
* આજે આપણને યોગ્યતા પામવાની ઉતાવળ નથી અને બીજાને ધર્મ કરાવવાની ઉતાવળ છે. બાપાએ કશું કરવું નથી અને છોકરાને સંસ્કાર આપવા છે – એ કેમ ચાલે? અણસમજુ સમજુ બને ત્યાં સુધી રાહ જોવી પડે ને? અણસમજમાં સંસ્કાર આપવાની ઉતાવળ કરીએ તો અવિધિ અને આશાતનાના સંસ્કાર પડે. છોકરાઓને પહેલાં, કહેલું માનવાના સંસ્કાર આપવાના. તમને કહીને રમવા જાય તો વાંધો નહિ, પણ તમને કીધા વિના પાઠશાળાએ જાય તોય ન ચાલે. તમારા કહ્યામાં રહે-એવા સંસ્કાર આપવા છે. પછી પૂજા ને સામાયિકના સંસ્કાર આપવા છે. છોકરાના હાથમાં પૈસાની નોટો ન આપો અને ચરવળો, મુહપત્તી આપો-તેનું કારણ શું? પૈસો કીમતી છે અને આ ધર્મનાં ઉપકરણો કીમતી નથી ? ધર્મ પ્રત્યે, ધર્મનાં સાધનો પ્રત્યે આદરભાવ જાગે એવા સંસ્કાર આપવા છે. જ્યારથી સમજણો થાય ત્યારથી સંસારની અસારતાના સંસ્કાર આપવા છે.
* પોતાના પગતળે શું છે એનો વિચાર ન કરે અને ભવિષ્યનો વિચાર કરે તે દીર્ધદર્શિતા નથી. શાસન ઉપર કેટલાં આક્રમણ આવે છે માટે આપણે સંગઠિત થવુંએવી વાતો કરીએ પણ આપણે પોતે શાસનને કેટલું નુકસાન પહોંચાડીએ છીએ –
૧૯૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #200
--------------------------------------------------------------------------
________________
એનો વિચાર ન કરીએ તે સુદીર્ધદર્શિતા નથી. આજે આપણે – જૈનોએ- શાસનને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું નુકસાન જૈનેતરોએ નથી પહોંચાડ્યું.
* નવમા રૈવેયકને પામવાનું કામ તો અભવ્યો પણ કરે છે. અપુનબંધક દશા પામવાનું કામ કઠિન છે. નવમા સૈવેયકને પામવા પ્રયત્ન કરવો તે દીર્ધદર્શિતા, પણ અપુનબંધક દશા પામવા પ્રયત્ન કરવો તે સુદીર્ધદર્શિતા. નવમું રૈવેયક પામવા છતાં એક પણ દષ્ટિ ન મળે એવું બને. જ્યારે અપુનબંધક દશામાં ચાર દષ્ટિનો વિકાસક્રમ સાધી શકાય છે.
* સુખ મેળવવા માટે નજર માંડવી તે ટૂંકી દૃષ્ટિ છે, સુખ છોડવા માટે દષ્ટિ માંડવી તેનું નામ સુદીર્ધદર્શિતા. સુખ કેટલું મળશે એ નથી વિચારવું, સુખ કેટલું નડશેએ વિચારવું છે. આજે સુખના નડતરનો વિચાર નથી તમે કરતા નથી અમે કરતા, તો સુદીર્ઘદર્શિતા ક્યાંથી આવે?
* તીર્થયાત્રાએ સંસારથી તરવાના ભાવે જવાનું છે, દુઃખથી છૂટવાના ભાવે નહિ. સંસાર ટૂંકાવા માટે તીર્થસ્થાને જવું તે તીર્થયાત્રા. વેકેશન ગાળવા માટે તીર્થસ્થાને જવું તે ભવયાત્રા.
* ધર્મ કરતી વખતે માયા નહિ કરવાની, ધર્મ કરવા માટે માયા કરવાની છૂટ. દીક્ષા મળતી ન હોય તો દીક્ષા લેવા માટે માયા કરવાની છૂટ, પણ દીક્ષા લીધા પછી પાળતી વખતે માયા કરવાની છૂટ નહિ.
* અઈમુત્તામુનિ આ સુદીર્ધદર્શિતાના યોગે કેવળજ્ઞાન પામી ગયા. પોતાના પાપની પોતાને એવી લજ્જા આવી કે સ્થવિર ભગવન્તો સાથે આંખ મિલાવી ન શક્યા. આજે આપણે પાપ કેટલા કરીએ છીએ ? છતાં તેની લજજા છે? દુનિયાની દષ્ટિએ આપણે ભલે નિર્દોષ હોઈએ પણ આપણી દષ્ટિએ આપણે નિર્દોષ નથી ને? આપણાં ખરાબ કામ બીજા કદાચ ન જાણે, આપણે તો જાણીએ ને ? એના વિપાક કેવા આવશે એનો ખ્યાલ છે ને ? જે થઈ ગયું છે એના અનુબંધ ખરાબ ન પડે તે માટે પ્રયત્ન કરવો છે. વિપાક ભોગવવા તૈયાર થયું છે. સાથે અનુબંધ તૂટે એ માટે આલોચના લઈ, પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવું છે. પાપનાં નિમિત્તો તો ડગલે ને પગલે મળવાનાં, સાવધાન આપણે થવું પડશે. મિથ્યાત્વના કારણે, અવિરતિના કારણે; કષાય, યોગ કે પ્રમાદના કારણે આનંદ આવતો હોય તોય એવો આનંદ જોઈતો નથી. મિથ્યાત્વાદિને કાબૂમાં રાખવા છે. એ બધાથી ક્ષણવાર આનંદ મળે એવું લાગે પણ તેનું પરિણામ શું ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૯૯
Page #201
--------------------------------------------------------------------------
________________
કર્મબંધ કે કર્મનિર્જરા ? અનર્થદંડથી પણ આનંદ પામવાની વૃત્તિ હોય તે પાપબંધથી કઈ રીતે બચી શકે? સાધુ-સાધ્વી તો મિથ્યાત્વાદિનો યોગ ન થાય તેવા સ્થાને સ્વાભાવિક રીતે આવી ગયા છે. હવે ગયેલાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ પાછાં ન આવે એ માટે સુદીર્ધદર્શિતગુણ કેળવી લે તો વિસ્તાર થયા વિના ન રહે.
* ધર્મસ્થાનમાં આવનારે એક વસ્તુ યાદ રાખવી કે દેરાસર અને ઉપાશ્રયમાં પોતાની જાતને સંભાળવા માટે આવવાનું છે બીજાની સામે જેવા કે બીજાનો વિચાર કરવા માટે નહિ.
* ૧૬. વિશેષજ્ઞ: પોતાના આત્માને જે ગુણકારી હોય, ઉપકારી હોય તે જાણે અને સાથે આત્માને અહિતકારી હોય તેને પણ જાણે તેનું નામ વિશેષજ્ઞ. જેના કારણે રાગ થાય તેવું કરવું નથી. જે વસ્તુ રાગનું કારણ બનતી હોય તે નથી લેવી. કારણ કે રાગ આત્માને ગુણકારી નથી. દાળમાં લીંબુ નીચોવવું તેનું નામ અજ્ઞતા. મીઠા વગરની પણ દાળ ચલાવી લેવી તે વિશેષજ્ઞતા. જેમાં રાગ થાય તે નથી ખાવું. અહીં વિશેષજ્ઞની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે વસ્તુ અને અવસ્તુનો વિશેષ અર્થાત્ ભેદ જાણે, કૃત્ય અને અકૃત્યના ભેદને જાણે તેમ જ સ્વ અને પરના વિશેષને જાણે તેનું નામ વિશેષજ્ઞ. આવા પ્રકારના વિશેષજ્ઞ જે ન હોય તે પશુજેવા છે – એમ અહીં કહ્યું છે. પરમાર્થથી જે વસ્તુ જેવી હોય તેવી જાણે, અસલ અને નકલમાં શું વિશેષતા છે તેને જાણે તે વિશેષજ્ઞ. કૃત્ય એટલે ભગવાને જે કરવાનું કહ્યું હોય તે અને ભગવાને જે કરવાની ના પાડી હોય તે અકૃત્ય : આ બેમાં વિશેષતાને જાણે તો વિશેષજ્ઞ. સ્વ અને પરમાં શું ભેદ છે, તેને જાણે. આત્મા અને આત્માના ગુણો એ જ સ્વ છે. એ સિવાયનું બધું જ પર છે – આવું જે જાણે તે વિશેષજ્ઞ. ભગવાને જે કહ્યું હોય તે જ કરવાનું. ભગવાને જે કહ્યું ન હોય અને જેનો નિષેધ ન કર્યો હોય, ઉપેક્ષા કરી હોય, તો આપણે પણ તેની ઉપેક્ષા કરવી છે. જે એ વસ્તુ ઉપાદેય હોત તો ભગવાને કીધી જ હોત. એમ સમજીને ભગવાને જે કહ્યું હોય તેનાથી ભિન્ન બધું અકૃત્ય. પોતાની ભૂલોનો બચાવ કરવો અને બીજાની ભૂલોને આગળ કરવી તે સ્વપરનો વિવેક નથી.
* વિશેષજ્ઞ, રાગ અને દ્વેષને વધારે એવું એક પણ પગલું ન ભરે. એક વાર ઈચ્છા જાગે એટલે સત્ત્વ હણાયા વિના ન રહે. સત્વ કેળવવા માટે સુખની ઈચ્છા માર્યા વગર નહિ ચાલે. ઈચ્છા પેદા થાય એટલે સત્ત્વ હણાય. એ પહેલાં સત્ત્વ પેદા કરીને ઈચ્છા મારવી છે.
૨૦.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #202
--------------------------------------------------------------------------
________________
* સાધુના ભગત સાધુના પગ દબાવે. જ્યારે શાસનના ભગત સાધુના સાધુપણાને નમે. શાસનના ભગતને સાધુપણાની ચિંતા હોય, માત્ર સાધુની નહિ. સાધુના ભગત, સાધુપણાથી સાધુ પતન પામે એ રીતે વર્તે તો નવાઈ નહિ. વિકથામાં સાધુને જોડે તો સાધુનું પતન થાય ને ? શાસનસમાચારના નામે આખા ગામની પંચાત કરાવે તે શાસનના ભગત નથી. શાસનના ભગત તો વિકથામાં જોડાયેલા સાધુને પણ કુનેહથી સ્વાધ્યાયમાં જોડે.
* આત્માને જ્ઞાન મળતું હોય તો શરીરના સુખની ચિંતા નથી કરવી તે સ્વપરનો વિવેક.
* “અથવા' કહીને વિશેષજ્ઞની બીજી વ્યાખ્યા જણાવી છે કે આત્માના જ (અર્થાત્ આત્મા સિવાય પુદ્ગલના નહિ તેમ જ પોતાના આત્મા સિવાય બીજાના આત્માના પણ નહિ) ગુણવૃદ્ધિ કે દોષવૃદ્ધિ સ્વરૂપ વિશેષને જે જાણે છે તે વિશેષજ્ઞ છે. આ વ્યાખ્યાના સમર્થનમાં જણાવે છે કે – શાસ્ત્રમાં કહ્યું છે કે મનુષ્ય દરરોજ પોતાની જાતના ચરિત્રને જોયા કરે - વિચાર્યા કરે કે મારું જીવન પશુજેવું છે કે સત્પરુષો જેવું?” આપણે આપણી જાતનો આવો વિચાર કર્યો છે? કરીએ છીએ? આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાને આધીન થઈને જીવન જીવવું એ પશુતુલ્ય જીવન છે. મનુષ્યોને આ ચાર સંજ્ઞા સાથે એક ધર્મસંજ્ઞા અધિક મળે છે તેથી તે પશુ કરતાં જુદા પડે છે. સંજ્ઞા એટલે ચોવીસ કલાક રાતદિવસ સતત ચાલતો અધ્યવસાય. આખો દિવસ આપણું મન આહારાદિમાં જ પરોવાયેલું હોય છે ને ? કે ધર્મમાં? જો આહાર, ભય, મૈથુન કે પરિગ્રહનો અધ્યવસાય સતત પડેલો હોય તો આપણું જીવન પશુતુલ્ય છે એમ સમજી લેવું. જ્યારે ધર્મનો અધ્યવસાય કાયમ માટે પુરુષોનો હોય
* કૃત્ય-અકૃત્ય, હેય-ઉપાદેય, શેય-અજ્ઞેય, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, બંધ-નિર્જરા .. વગેરેનો જાણકાર વિશેષજ્ઞ હોય. ધર્મ કરતી વખતે ક્યાં નિર્જરા થાય છે ક્યાં-નહીં તેને સારી રીતે જાણે. જ્ઞાની જ વિવેક કરવા માટે સમર્થ બને.
સ. નિર્જરા કેવી રીતે થાય?
નિષ્કામભાવે ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરે તો નિર્જરા થાય. સુખ મેળવવા અને દુઃખ ટાળવા ધર્મ કરીએ તો નિર્જરા ન થાય. ધર્મ કર્યા પછી પણ જે નિર્જરા કરતા નહિ આવડે તો ધર્મ નકામો ગયા વિના નહિ રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૦૧
Page #203
--------------------------------------------------------------------------
________________
સ. સમ્યક્ત્વ મળ્યું તો એકડો તો આવ્યો ને ?
પ્રભાવનામાં એક રૂપિયો મળે તો ગમે કે ઉપર બે મીંડા ચઢેલા મળે તો ગમે ? સમ્યક્ત્વ મળ્યા પછી પણ દેશવિરતિ નહીં આવે તો છાસઠ સાગરોપમ પછી જતું જ રહેશે. દેશવિરતિ પછી સર્વવિરતિ નહીં આવે અને સર્વવિરતિ પછી સામર્થ્યયોગ નહીં આવે તો પૂર્વના ગુણને જતાં વાર નહીં લાગે.
* ૧૭. વૃદ્ધાનુગત : વૃદ્ધ એટલે વય કે પર્યાયથી વૃદ્ધની અહીં વાત નથી. શીલ એટલે કે સદાચાર અને જ્ઞાન જેનાં નિર્મળ કોટિનાં હોય તેને અહીં વૃદ્ધ કહ્યા છે. આવા વૃદ્ધોનું અનુસરણ કઈ રીતે કરવું તે માટે જણાવ્યું છે કે તેમની સેવા કરવી, તેમના દર્શન થતાં મસ્તકે અંજલિ કરવી, તેમને લેવા જવું, આસન આપવું, જાય ત્યારે ઊઠીને મૂકવા જવું .... ઈત્યાદિ દ્વારા તેમની આરાધના કરવી તે વૃદ્ધાનુગત્વ. આ રીતે સેવા બહુમાનપૂર્વક કરવાથી પ્રસન્ન થયેલા એવા તે વૃદ્ધજનો સદુપદેશ આપવા દ્વારા લાભનું કારણ બને છે . શાસ્ત્રમાં કહ્યું છે કે જેના પર પૂજ્ય પુરુષો પ્રસન્ન થાય છે તેને વિપુલ પ્રમાણમાં શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ આપણે જાતે પ્રગટાવવાનો છે. જ્યારે મતિશ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ગુરુકૃપાના બળે પ્રાપ્ત થાય છે. ડોક્ટર દવા આપે પણ અપથ્યને ટાળવા પૂર્વક ઔષધના આસેવનથી આરોગ્ય પ્રાપ્ત કરવાનું કામ આપણે જ કરવું પડશે.
* આપણી દૃષ્ટિએ વૃદ્ધો એટલે સાવ નકામા માણસો ને ? વૃદ્ધ પુરુષો અનુભવ પામીને જ્ઞાની અને ચારિત્રસંપન્ન બનેલા હોય છે. તેમને નકામા ગણવા એ આપણી નાલાયકાતને સૂચવે છે. વૃદ્ધ પુરુષો જે કહે છે તે સ્વીકારી લેવું છે. વૃદ્ધની વાત કદાચ ન સમજાય તો પૂછવાની છૂટ. આપણામાં હિંમત ન હોય અને ન પૂછીએ એ બને પણ લાયકાત હોય તો વૃદ્ધનું માન્યા વિના ન રહીએ. એક રાજા પાસે બે પ્રકારના મંત્રી હતા. થોડા વૃદ્ધ મંત્રીઓ હતા, બાકીના યુવાન મંત્રીઓ હતા. યુવાન મંત્રીઓને વૃદ્ધ મંત્રીઓ નકામા છે-એવું લાગતું હતું. આથી તેમને પાઠ ભણાવવા રાજાએ બંન્ને મંત્રીઓને એક પ્રશ્ન પૂછ્યો કે ‘રાજાને જે લાત મારે કે રાજાના વાળ ખેંચે તેને શું સજા કરવી ?' યુવાન મંત્રીઓએ તરત કહ્યું કે ‘ફાંસીએ ચઢાવવો’. જ્યારે વૃદ્ધોએ કહ્યું કે રાજાને લાત મારનાર કે વાળ ખેંચનાર કોણ હોય - એ વિચારણીય છે. આવું તો કરવાની હિંમત કોણ કરે ? કાં તો રાજાનો પુત્ર હોય કાં તો રાણી હોય. એમને તો સોનાથી મઢવા જોઈએ. રાજાએ તરત પીઠ થાબડી. આના ઉપરથી સમજાય છે ને કે વૃદ્ધપુરુષો કેવા હોય ? આજે તમે જો વૃદ્ધોનું અનુસરણ કરતા રહ્યા હોત તો તમારા ઘરના ભાગ ન
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
२०२
Page #204
--------------------------------------------------------------------------
________________
પડયા હોત એન અમે વૃદ્ધોનું અનુસરણ કરતા રહ્યા હોત તો સમુદાયના ટુકડા ન પડત. યુવાનો દેખેલું સાચું માને, સાંભળેલું સાચું માની લે અને માથું ગરમ કરે. જ્યારે આગળપાછળનો વિચાર કરીને જ આગળ વધવાનું કામ વૃદ્ધ પુરુષો કરે. વૃદ્ધ પુરુષોનો સ્વભાવ ગમે તેવો હોય તોપણ એ સ્વભાવ નથી જોવો, તેમનો ભાવ જોવો છે. અહંના કારણે વૃદ્ધની સેવા ન કરે તે ધર્મને યોગ્ય ન બને.
* લોકો આપણું માને તો શાસનપ્રભાવના થાય એવું નથી. આપણે ભગવાનનું માનીએ તો શાસનપ્રભાવના થાય. જેઓ પોતાના વૃદ્ધજનોનું ન માને તે ભગવાનનું કઈ રીતે માની શકવાના ? રોજ ભગવાન પાસે ગાય કે હું તારો સેવક છું પણ પોતાના વડીલજનો હાજર હોવા છતાં તેમની સેવા ન કરે તે અતીન્દ્રિય એવા ભગવાનનું સેવકપણું કઈ રીતે બજાવી શકે ?
* આજે આપણને પુણ્યતત્ત્વ ગમે છે કારણ કે એ સુખ આપે છે અને પાપતત્ત્વ ગમતું નથી કારણ કે તેનાથી દુઃખ આવે છે. જો પાપ કરીને સુખ મળતું હોય તો પાપ કરવાની તૈયારી છે ને ? અને પુણ્ય કરવાથી દુ:ખ પડતું હોય તો પુણ્ય કરવાની પણ તૈયારી નથી ને ? જૂઠું બોલીને, અનીતિ કરીને પૈસો મળતો હોય તો જોઈએ છે ને ? અને સામાયિક, પ્રતિક્રમણ કરવાથી દુઃખ પડતું હોય તો નથી કરવું ને ? ધર્મ કરવો છે, પણ સુખને આંચ ન આવે એવો અને પાપ પણ છોડવું છે પણ દુઃખ ન પડતું હોય એ રીતે ખરું ને ?
ન
* જે દિવસે ભગવાનની અને ગુરુની જરૂર ન પડે અને શ્રાવકની જરૂર પડે તે દિવસે સાધુપણું નાશ પામ્યા વિના નહિ રહે.
૪
* ૧૮. વિનીત : વિનયથી યુક્ત હોય. કોઈની પણ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ન કરે. પૂર્વે તપ-અભ્યન્તરતપના વર્ણનમાં જણાવેલો વિનય ગર્વરહિતપણે સદા માટે ગુરુજનને વિષે આચરવાથી અનુત્તર કોટિની શ્રુત, સમ્યક્ત્વ અને ચારિત્રની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ગર્વરહિતપણે એટલે નીચા નમીને, માથું ટટ્ટાર રાખીને નહિ. તેમ જ બધું કામ પોતે જાતે કરે; બીજાને આજ્ઞા કરીને, કામ ભળાવીને વિનય ન કરે. તે જ રીતે સદૈવ એટલે કાયમ માટે વિનય કરવો. ઘણી વાર ચાર માણસ જોતા હોય ત્યારે વિનય કરવાનું ફાવે પણ કોઈ ન હોય તો વિનય ભુલાઈ જાય. આ વિનય કામ ન લાગે. વિનય કરીને જે જ્ઞાન મેળવ્યું હોય એ જ્ઞાન નાશ ન પામે, કાયમ માટે ટકી રહે. વિનય કર્યાં વિના ભણેલું શ્રુત ટકે પણ નહિ, પરિણામ પણ ન પામે. ગુરુએ પૂર્ણ કૃપાથી આપ્યું હોય અને આપણે યોગ્ય બનીને લીધું હોય તો એ શ્રુત નાશ ન પામે. મોક્ષ પામીએ ત્યાં સુધી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૦૩
Page #205
--------------------------------------------------------------------------
________________
એ ટકી રહે. ગુરુની આંતરડી કકળાવીને જે જ્ઞાન મેળવ્યું હોય તે જ્ઞાન કોઈ રીતે કામ નહિ લાગે. અનીતિનો પૈસો ટકે પણ નહિ, ટકે તો ય પચે નહિ; તેની જેમ. - ૪ ૧૯. કૃતજ્ઞ: પોતા ઉપર કોઈએ નાનામાં નાનો ઉપકાર કર્યો હોય તેને પર્વત જેવડો જુએ. ગુરુભગવન્ત માંદા પડ્યા પછી ભણાવે નહીં માટે છોડીને ન જાય પરંતુ દીક્ષા આપવા સ્વરૂપ ઉપકારને યાદ કરીને તેમની સેવામાં રત હોય. પોતાની ઉપર કરેલા થોડા પણ ઉપકારને ઘણું માનવાની વૃત્તિ હોય તેનું નામ કૃતજ્ઞતા. કૃતજ્ઞતા ગુણ જો આપણી પાસે હોત તો આપણે આપણા ઉપકારી જનોથી છૂટા ન પડ્યા હોત. આજે તમે માબાપથી છૂટા પડયા હો કે અમે ગુરુથી છૂટા પડ્યા હોઈએ તો તે આ કૃતજ્ઞતાગુણના અભાવના કારણે. માતાપિતાના અને ગુરુના ઉપકારને યાદ રાખ્યા હોત તો આજે એ વડીલજનો પ્રત્યેનું બહુમાન ટકી રહ્યું હોત, વૃદ્ધિને પામ્યું હોત.
* ૨૦. પરહિતાર્થકારી : બીજાના હિત માટે કાયમ માટે તત્પર રહેવું. અહીં લોકોત્તર હિતની જ વાત નથી. બીજાને જે અનુકૂળ હોય, ઈચ્છિત હોય તે કરવાના સ્વભાવવાળો છવ ધર્મ કરવા માટે યોગ્ય છે. આવા પરોપકારીછવો બીજાનાં નેત્રોને અમૃતના અંજનતુલ્ય હોય છે.
* ૨૧. લબ્ધલક્ષ્ય : નિકટમોક્ષગામી હોવાથી સકલ ક્રિયામાં જેણે કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે – એવો જીવ લબ્ધલક્ષ્ય કહેવાય છે. જે કામે જતા હોય તેનું જ લક્ષ્ય હોય. મોક્ષે ન પહોંચે ત્યાં સુધી મોક્ષનું લક્ષ્ય હોય, એ લક્ષ્ય સુકાય નહિ તે લબ્ધલક્ષ્યતા.
* આ રીતે આપણે ધર્મતત્વનું વર્ણન પૂરું કર્યું છે. ધર્મની યોગ્યતાને પામીને પછી સામાન્ય કે વિશેષધર્મની આરાધના કરવામાં આવે તો તે ધર્મ ધર્મરૂપ બની રહે અને મોક્ષરૂપ ફળને આપી શકે.
સ. આ બધા ગુણો ન હોય તો ધર્મ ન કરવો ?
દવા સારી ન મળે તો દવા લેવી નહીં એવું નહીં ને ? રસોઈ કરતાં ન આવડે તો રસોડામાં જવું નહીં એનો અર્થ રસોઈ કરતાં શીખી લેવી-એ જ થાય ને ? તેમ અહીં પણ ગુણો ન હોય તો ગુણો મેળવવા પ્રયત્ન કરી લેવો પણ ધર્મ ન કરવો એવું નહીં.
સ. ગુણો પ્રાપ્ત કરવા શું કરવું?
સંસારનો રાગ ઓછો કરવો. ધર્મસ્થાનમાં કષાય નથી કરવા-આટલો સંકલ્પ કરી લો તો ગુણો મળી જાય.
૨૦૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #206
--------------------------------------------------------------------------
________________
: માર્ગતત્વ : * જે ઈષ્ટ સ્થાને પહોંચાડે તેને માર્ગ કહેવાય છે. ધર્મતત્ત્વ કરતાં માર્ગતત્ત્વ જુદું પડે છે તેનું કારણ એ છે કે ધર્મતત્ત્વની આરાધના કરવા માટે તૈયાર થયેલાને પણ દુર્ભાગ્યયોગે કુગુરુનો યોગ થઈ જાય તો તેઓ ઉન્માર્ગગામી બની ગયા વિના રહેતા નથી. ઈષ્ટસ્થાને જવા માટે સાધનમાં બેસવું તે ધર્મ અને એ વાહન ઉન્માર્ગે ન જાય અને ઈષ્ટસ્થાનની દિશામાં જાય તેનું નામ માર્ગતત્ત્વ. માર્ગાનુસારિતા વિના ધર્મ ફળદાયી બનતો નથી.
* વિધિથી કે અવિધિથી કરેલો ધર્મ છેવટે તીર્થને ટકાવનારો બને છે – આવું જેઓ કહે છે તેઓ સાચા નથી. અવિધિપૂર્વકનો ધર્મ ચલાવવાની વાત તો તેમના માટે છે કે જેઓ વિધિના આગ્રહી હોય. અવિધિના ભયના કારણે જેઓ સુંદર એવા ધર્મથી વંચિત રહી જતા હોય તેઓને સમજાવવા માટે જણાવ્યું હતું કે અવિધિના ભયથી સારી વસ્તુથી વંચિત નથી રહેવું. વિધિથી શરૂઆત કર્યા પછી અવિધિ જો થઈ જાય તો તેનાથી પાછા ફરવાનો અને પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવાનો પણ ઉપાય છે, એમ સમજાવીને ધર્મમાં સ્થિર કરવાની વાત હતી. કાચનું વાસણ લઈએ તો ભાંગી જશે માટે ખરીદવું નહિ કે સાવચેતી રાખવાની ? ઘડિયાળ તૂટી જશે એમ સમજીને વસાવવાની જ નહિ કે વસાવીને સાચવવાની ? પરણીશું તો રંડાવુ પડશે એમ સમજીને પરણવાનું માંડી વાળ્યું? એવી રીતે અહીં વિધિના આગ્રહથી શરૂઆત કર્યા પછી અવિધિ થઈ જાય તો તેની ચિંતા ન કરવા પૂરતી વાત હતી. પહેલેથી અવિધિ પર મંડાણ કરે તેની વાત નથી. વિધિના રાગ વિના અવિધિની છૂટ આપનારા પોતે જ તીર્થનો ઉચ્છેદ કરનારા છે.
| * પહેલાં જે ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ બતાવ્યો હતો તેમાંથી ગૃહસ્થધર્મ દ્રવ્યસ્તવમાર્ગને અનુસરનારો હોય, યતિધર્મ ભાવસ્તવમાર્ગને અનુસરનારો હોય છે તેથી એ સંબંધથી ધર્મતત્ત્વ પછી માર્ગતત્ત્વની શરૂઆત કરે છે :
दुलहा गुरुकम्माणं जीवाणं सुद्धधम्मबुद्धीवि। तीए सुगुरु तंमिवि कुमग्गठिइसंकलाभंगो॥१॥
ભારેકમ જીવોને શુદ્ધધર્મની બુદ્ધિ પણ દુર્લભ છે. એ બુદ્ધિ કદાચ થયા પછી સુગુરુનો યોગ થવો દુર્લભ છે. અને ગુરુનો ભેટો થયા પછી પણ કુમાર્ગની સ્થિતિ અર્થાત્ કુમાર્ગમાં રોકી રાખનાર એવી સાંકળ-શૃંખલાનો ભંગ થવો એ અત્યન્ત દુર્લભ છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૦૫
Page #207
--------------------------------------------------------------------------
________________
ભારેકર્મી જીવોને સુંદર કોટીના ધર્મની બુદ્ધિ થવી એ અત્યન્ત દુર્લભ છે. સુગુરુ મળી ગયા પછી પણ કુમાર્ગને આરાધનારા જીવો હોય છે. આવો મળેલો માર્ગ કુમાર્ગ ન બને માટે માર્ગ કોને કહેવાય એ સમજી લેવું છે. આજે તમને ને અમને મલિનધર્મ ચાલે એવો છે ને ? રાત્રિભોજન ન કરીએ પણ બે ઘડી ચોવિહાર ન સાચવીએ તો ચોવિહાર કર્યાનો સંતોષ માની લઈએ ને ? બે ઘડી ન સાચવીએ તો અતિચારવાળો ચોવિહાર કર્યો છે એવું લાગે ? શુદ્ધની આશામાં અશુદ્ધ ચલાવીએ તો હજુ નભાવાય પણ શુદ્ધ જોઈતું ન હોય તો અશુદ્ધ ન નભાવાય.
* કાયાથી શુધધર્મનું કરવું તો દૂર રહ્યું પણ મનમાં પણ શુદ્ધ ધર્મનો અભિલાષ જાગવો એ ભારેકર્મી જીવોને દુર્લભ છે. જો અભિલાષ જ દુર્લભ હોય તો પ્રવૃત્તિ ક્યાંથી સુકર બને ? જ્યાં સુધી આપણને શુદ્ધધર્મની ઈચ્છા નહીં થાય ત્યાં સુધી આપણે ભારેકર્મી છીએ એમ સમજી લેવું. શુદ્ધધર્મની ઇચ્છા જાગે એ શુદ્ધ ગુરુને શોધવા નીકળે, પછી કઈ રીતે ધર્મ કરવો, વિધિ કઈ રીતની છે એ શોધવા નીકળે.
* શુદ્ધધર્મનો પરિણામ ન હોય અને ધર્મ આરાધીએ એ અનાચાર અને શુદ્ધધર્મનો પરિણામ હોય છતાં સંયોગવશ અશુદ્ધ આરાધે ત્યાં સુધી અતિચાર. અતિચારવાળા ધર્મથી પણ પુણ્ય તો બંધાય છે – એવું જડબેસલાક આપણા હૈયામાં કોતરાઈ ગયું છે માટે જ શુદ્ધધર્મની ઈચ્છા જાગતી નથી.
1
* પેટ બગડયું હોય ત્યારે ખાવાની ઈચ્છા ન જાગે તો ખાવાની રુચિ પ્રગટાવવા મહેનત કરો તેમ આપણે ભારેકર્મી છીએ માટે શુદ્ધધર્મનો અભિલાષ થતો નથી એવું જાણીએ તો કર્મોને હળવા કરવા મહેનત કરી લેવી છે. કર્મોને હળવા કરવા માટે પેલા બે ચિત્રકારના દૃષ્ટાન્તને યાદ રાખી લેવું છે. આત્માને ઘસીને નિર્મળ બનાવીએ તો ગુણોનું પ્રતિબિંબ પડયા વિના નહીં રહે. આત્માને ઘસવો એટલે સુખ છોડવું અને દુઃખ વેઠવું. આત્માને ઘસ્યા વગર ધર્મક્રિયા કરી માટે આત્મા ઉપર છાપ ન પડી. શ્રી આનંદઘનજી મ. એ પણ સ્તવનમાં ગાયું છે ને - ‘શુદ્ધ શ્રદ્ધા વિણ જેહ કિરિયા કરી, છાર પર લિંપણું તેહ જાણો’.
* શુદ્ધધર્મ કરવાની શક્તિ ન હોય ત્યારે પણ શુધધર્મની ઈચ્છાને ટકાવી રાખવા પ્રયત્ન કરવો. બે ઘડી ન સચવાતી હોય તેવા વખતે ‘એકાસણાં કરીએ તો આ પાપમાંથી બચી જઈએ' આવા પરિણામના બદલે ‘આપણા માટે તો આ જ બરાબર છે' એવું બોલે તો શુધધર્મની ઈચ્છા ક્યાંથી કહેવાય ? યોગ્ય દવા ન લઈએ તો રોગ
૨૦૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #208
--------------------------------------------------------------------------
________________
જય નહીં, એ બને પણ વધે તો નહીં. જ્યારે અયોગ્ય દવા રોજેરોજ લેવામાં આવે તો રોગ વધ્યા વગર ન રહે ને ? તેમ શુદ્ધ ધર્મના પરિણામ વગર અશુદ્ધ ધર્મ રોજેરોજ આરાધીએ તો કર્મબંધ થયા વિના ન રહે ને?
* ધર્મ કર્યા પછી એ ધર્મ શુદ્ધ થયો છે કે નહિ તેનો માપદંડ એક જ છે કે આપણી વિષયકષાયની પરિણતિ ઘટવા માંડી છે. આજે આ વિષયકષાયની પરિણતિએ આપણને ધર્મના ફળથી વંચિત રાખ્યા છે.
* જ્ઞાનાવરણીયકર્મ પહેલું હોવા છતાં પણ અહીં ભારેકર્મિતાની વ્યાખ્યા કરતાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની ગાઢતાની વાત કરી છે. કારણ કે દર્શનમોહનીય કે ચારિત્રમોહનીયની સ્થિતિ વધારે હોય, રસ વધારે હોય, જથ્થો વધારે હોય તો અધ્યવસાય ક્લિષ્ટ હોવાથી શુદ્ધધર્મની બુદ્ધિ ન જાગે. શુદ્ધ ધર્મ કોને કહેવાય તે માટે જણાવ્યું છે કે- પ્રબળ એવા મોહના આવરણમાંથી જે તારે અને અસ–વૃત્તિ સ્વરૂપ કલંકથી રહિત હોય એવા ધર્મને શુદ્ધ ધર્મ કહેવાય. શુદ્ધધર્મની બુદ્ધિ એટલે શુદ્ધ ધર્મને વિષે કર્તવ્યતાનો અભિલાષ. ધર્મ શુદ્ધ જ કરવો છે એવું મન થયું તે પણ ભારેકર્મી જવો માટે દુર્લભ છે, કાયાથી કરવાની વાત તો દૂર રહી અને કદાચ એવી અભિલાષા પ્રગટી જાય તો સુગુરુનો યોગ થવો એ પણ દુર્લભ છે.
સ. સુ. અને કુ. નો વિવેક કેવી રીતે કરવો?
એ વસ્તુ તો આગળ સાધુતત્ત્વમાં સમજાવવાની જ છે. ત્યાં સુધી એટલું યાદ રાખવું કે જે ગુરુ મોક્ષે પહોંચાડવાની અને સંસાર છોડાવવાની વાત કરે તે સુગુરુ અને જે ગુરુ સંસારમાં સુખી કરવાની અને મંત્રતંત્ર-દોરાધાગા કરવાની વાત કરે તેને કુગુરુ સમજવા.
* ધર્મ કરે તે સુખી થાય - તેનો અર્થ એ કે શુદ્ધ ધર્મ કરે તે સુખી થાય. આ સુખ સંસારનું સુખ નથી. કારણ કે જેને શુદ્ધ ધર્મ ગમે તેને સુખની ઈચ્છા ન હોય. જેને સંસારનું સુખ ગમે તેને શુદ્ધ ધર્મની ઈચ્છા થાય જ નહિ. જેને માનસન્માન ગમે, તેને વિનયવિવેક ગમે ખરા ?
* પ્રબળ મોહથી આવૃત્ત થયેલા જીવોને તેમાંથી બહાર કાઢે તેમ જ અસ–વૃત્તિરૂપ કાલિમાથી રહિત હોય તેને શુદ્ધધર્મ કહેવાય. પ્રબળ મોહ તેને કહેવાય કે – આના વિના નહીં જ ચાલે. નાના છોકરા હઠ કરે ત્યારે તમે તેને કહો ને કે – આટલો બધો રાગ શા માટે ? નજરે જેવા છતાં કોઈ જૂઠું બોલે તો કહો ને કે – આટલી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૦
Page #209
--------------------------------------------------------------------------
________________
બધી માયા શા માટે ? તમારી ભાષામાં “આટલું બધું જે કહો છો તે પ્રબળ મોહ સમજવો. નવું કપડું લેવા જાવ ત્યારે ડાઘવાળું કપડું જેમ ન ચાલે તેમ ધર્મમાં અસ–વૃત્તિરૂપ કાલિમા ન ચાલે.
સ. અસ–વૃત્તિની કાલિમા એટલે શું?
ધર્મ કરતી વખતે અનાદર હોય, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર સેવે, ઉપેક્ષાપૂર્વક કરે, અવિધિથી કરે આ બધું અસ–વૃત્તિની કાલિમા કહેવાય. આ બધાના મૂળમાં પણ મોક્ષની ઈચ્છા નથી એમ કહેવું પડે. મોક્ષની ઈચ્છા નથી એ જ બધાં પાપનું મૂળ છે. નાના છોકરાને ખાવાની ઈચ્છા હોય તો મા જેમ કહે તેમ કરે અને જે ખાવાની ઈચ્છા ન હોય તો ફાવે તેમ વર્તે. મોક્ષની ઈચ્છા હોય તો ખોટું પગલું ન ભરે. થાક લાગે તો બેસી રહે પણ વાકું-ચૂટું પગલું ન મૂકે. જેને સિદ્ધિ સુધી પહોંચવું હોય એવાને ગમે તેમ ધર્મ કરીને નહિ ચાલે. આવેલા ગુણને પકડી રાખે તો ગુણ વધે. મૂડી સલામત રાખી હોય તો વ્યાજ વધે ને? જે ગુણ મળ્યો એ મળ્યો, એ જાય નહીં, એનું ધ્યાન સાધક રાખે.
* શુદ્ધધર્મનો અભિલાષ પણ ન જાગે એટલા ભારેક આપણે નથી ને? અભિલાષ ન જાગ્યો હોય તો હવે જગાડવા માટે પુરુષાર્થ કરવો છે ને? “પુણ્ય સામે જેવું નથી, એણે જ બધો દાટ વાળ્યો છે. મળ્યું છે એની આસતિ છે અને ભોગવતી વખતે પણ આસતિ છે – ક્યાંથી કર્મ લઘુ થશે?’ આ રીતે અધ્યવસાય કેળવી લઈએ તો શુદ્ધધર્મનો અભિલાષ દુર્લભ નથી.
* કર્મની લઘુતાના કારણે કદાચ શુદ્ધધર્મની ઈચ્છા થઈ પણ જાય પણ કુગુરુનો ભેટો થાય તો શુધધર્મની ઈચ્છા નાશ પામ્યા વિના નહીં રહે. તમે શુદ્ધધર્મ આરાધવા તૈયાર થયા હો, તે વખતે અત્યારે આ બધું શક્ય નથી, મધ્યમ માર્ગ આરાધીએ તો કલ્યાણ થાય એવું છે.” આ બધું કહીને કુગુરુ તમારી શુદ્ધ ધર્મની ઈચ્છાનો નાશ કર્યા વિના નહીં રહે માટે સુગુરુની જરૂર પડે. શુદ્ધધર્મના જાણકાર હોય, શુદ્ધધર્મના કર્તા હોય એમને શુદ્ધધર્મના ઉપદેશક હોય એમને સુગુરુ કહેવાય. સદ્ગરનો ભેટો થયા પછી સુગુરુ શુદ્ધ ધર્મ બતાવે તો આકરો લાગે. તેથી સદ્ગુરુ મળ્યા પછી પણ કુમાર્ગથી દૂર થવું દુર્લભ છે.
* માર્ગ ગમે તેટલો સારો મળ્યો હોય છતાં તેનો જે યોગ્ય રીતે ઉપયોગ કરતાં નહીં આવડે તો દુર્લભબોધિ બન્યા વિના નહિ રહીએ. દવા ગમે તેટલી સારી, ખાવાનું
२०८
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #210
--------------------------------------------------------------------------
________________
ગમે તેટલું સારું, કપડાં ગમે તેટલાં સારાં હોય પણ તેનો જો યોગ્ય ઉપયોગ કરતાં ન આવડે તો દવા રોગી બનાવશે, ખાવાની વસ્તુ ઘાતનું કારણ બનશે અને કપડાં પાડી નાંખવાનું કામ કરશે. માટે માર્ગ કુમાર્ગ ન બને એનું ધ્યાન રાખવું છે અને માર્ગ કુમાર્ગ કઈ રીતે બને છે તે જાણી લેવું છે. ખોટું ખોટા-તરીકે સમજાઈ ગયા પછી ખોટાનો ત્યાગ કરવા તૈયાર થવું તે માર્ગતત્વની આરાધના.
* ધર્મની આરાધના જે વિશુદ્ધભાવે કરે તો અનુત્તરમાં જવાનો પ્રસંગ જ ન આવે. આયુષ્યનો બંધ છઠ્ઠા ગુણઠાણે થાય, પ્રમત્તદશામાં થાય, અપ્રમત્તદશામાં ન થાય. આયુષ્ય બાંધતાં બાંધતાં સાતમે જાય એ બને પરંતુ નવેસરથી બંધ ત્યાં ન કરે. તેથી આયુષ્યનો બંધ કર્યો તે પણ પ્રમાદનો પ્રભાવ છે. અપ્રમત્તદશા જો જાળવી રાખી હોત તો આયુષ્ય બંધાત નહિ અને સાત લવ જેટલી કે એક છઠ તપજેટલી આરાધના ઓછી ન પડત. તેથી દેવલોકની પ્રાપ્તિ એ શુદ્ધ ધર્મનું ફળ નથી, પણ ધર્મની અશુદ્ધિનું પરિણામ છે. શુદ્ધધર્મનું ફળ મોક્ષની પ્રાપ્તિ છે. જેને ક્ષણવારમાં મોક્ષ મળે એવો હોય તેને તેત્રીસ સાગરોપમ અને પૂર્વકોટિવરસ જેટલો કાળ સંસારમાં રહેવું પડે તો તેને પોતાની ભૂલનો વસવસો કેવો થાય?
સ. કર્મની સર્વોપરિતા છે.
કર્મની સર્વોપરિતા છે એવું નથી, કર્મને આધીન બનીએ તો જ તે કર્મ સર્વોપરિ બને. બાકી તો કર્મ રાંકડું છે, આત્માનું વીર્ય સર્વોપરી છે. અનુત્તરમાં જનારાઓ કર્મયોગે જાય છે એની ના નહિ પણ કર્મની આધીનતા ન હોવાથી અવિરતિના ઉદયમાં પણ અવિરતિની પ્રવૃત્તિ નથી કરતા તેમ જ તેવા પ્રકારની અવિરતિનો બંધ નથી કરતા. ક્ષણવાર પ્રમાદ કર્યો માટે અનુત્તરમાં જવું પડ્યું પણ અપ્રમત્તપણે જે આરાધના કરી હતી તેના પ્રભાવે એ નડતું નથી.
* આ ગાથાની ટીકામાં મત્ર હૃદયે... કહીને ફરીથી ગાથાનો તાત્પર્યાર્થ સ્પષ્ટ કરીને બતાવ્યો છે. કારણ કે આ વાત ઝટ સમજાય એવી નથી તેમ જ પોતાની અસત્યવૃત્તિનો આગ્રહ હોવાથી આ વાત સ્વીકારી શકાય એવી નથી. માટે તાત્પર્ય સમજાવતાં ફરમાવ્યું છે કે કોઈક વાર ભારેકર્મી જીવને પણ ક્યારેક વિશિષ્ટ કોટિનો ક્ષયોપશમ પ્રગટવાથી સુગુરુનો યોગ થાય અને તેના કારણે વિવેક ઉલ્લસિત થવાથી વિશુદ્ધધર્મ કરવા ઉત્સાહવાળો બને તોપણ અત્યન્ત ગુરુકર્મના ભારથી વ્યાપ્ત હોવાથી એવો પણ જીવ; ભવાભિનંદી, ત્રણ ગારવથી પ્રતિબદ્ધ, પોતાને અભિપ્રેત-ઈષ્ટ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૯
Page #211
--------------------------------------------------------------------------
________________
મનગમતા આચારને પ્રવર્તાવનારા, આગમના શત્રુ એવા મૂઢ જનો (કુગુરુ વગેરે) દ્વારા સદાચારથી વિમુખ એવા ઘણા લોકોના ટોળા સાથે ભેગો કરવા દ્વારા બળાત્કારે પણ કુમાર્ગમાં વ્યવસ્થાપિત કરાય છે. જે સાધુઓ બીજાને કુમાર્ગે દોરે છે તે ક્યા કારણસર આવું કરે છે તેનાં પાંચ કારણ બતાવ્યાં છે. શુદ્ધતા, લોભ, દીનતા વગેરે લક્ષણવાળા ભવાભિનંદી જીવોનું વર્ણન પૂર્વે કરેલું છે, આવી ભવાભિનંદિતા હોવાથી કુમાર્ગમાં દોરે છે. તેની સાથે રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારમાં પ્રતિબદ્ધ હોવાથી તેઓ આ રીતે પ્રવૃત્તિ કરે છે. તેમ જ પોતાને મનફાવતા આચારને પ્રવર્તાવનારા હોય છે. પોતાની ઈચ્છા મુજબના આચારો લોકોમાં પ્રવર્તાવે તેવા વખતે જે આગમનો અભ્યાસ કરે અને આગમ પ્રત્યે શ્રદ્ધા રાખે તો પોતાની સ્વેચ્છાચારી પ્રવૃત્તિથી પાછા ફરી શકે પરંતુ આવાઓ આગમના પ્રતિપથી એટલે વિરોધી હોવાથી લોકોને કુમાર્ગે દોરે છે અને આવા લોકોને પાછું સદાચારથી વિમુખ એવા લોકોનું પરિબળ મળી રહે છે તેના કારણે તેઓ એવા લોકોનો સંગ બળાત્કાર કરાવવા દ્વારા શુદ્ધ ધર્મ માટે ઉત્સાહિત થયેલા જીવને પણ કુમાર્ગમાં જોડે છે.
૪ યદ્યપિ આ રીતે સાધુભગવન્તો કુમાર્ગની વ્યવસ્થા કરે એ વસ્તુ બેસતી નથી.... આવી કોઈ શંકા કરે તો તેના નિરાકરણમાં આ કુમાર્ગ કેવા પ્રકારનો છે એના થોડા નમૂના બતાવે છે. ગાથા ૨, ૩ (૧) “જિનમંદિર કે દેવદ્રવ્યનો વહીવટ કરવો... વગેરે વિષયમાં માત્ર ગૃહસ્થનો જ અધિકાર છે એવું નથી, સાધુભગવન્તોનો પણ અધિકાર છે' - એ પ્રમાણે આગમથી પરામુખ બનેલા મૂઢ જનો કુમાર્ગ પ્રવર્તાવે છે. તેમ જ (૨) “સાધુ ભગવન્તોની જેમ ગૃહસ્થો પણ ગચ્છપ્રતિબદ્ધ છે'; (૩) જેમતેમ અર્થાત્ આધાકર્માદિ દોષયુક્ત એવા આહારવસ્ત્રાદિ પાત્રાપાત્રનો વિવેક કર્યા વિના સાધુઓને આપવાયોગ્ય છે.' (૪) “સુવિહિત સાધુઓ પાસે વ્રત ન લેવું તેમ જ (૫) જિનભવન બાંધવા-બાંધવવા તેમ જ જિનપૂજા કરવા-કરાવવાના વિષયમાં યતિઓસાધુઓ પણ અધિકારી છે. અર્થા એ કાર્ય માત્ર ગૃહસ્થોનું નથી, સાધુઓનું પણ છે' - આ પ્રમાણે આગમથી પરાક્ષુખ બનેલા મૂઢ જનોએ પ્રવર્તાવેલો કુમાર્ગ છે.
* વર્તમાનમાં તો આવા કંઈકગણા કુમાર્ગો પ્રવર્તી રહ્યા છે. આજે ઘણા સાધુઓ સુગુરુ અને કુગુરુનો વિવેક કરવાની ના પાડે છે. “સાધુનો વેષ પહેરે તે બધા પૂજ્ય'- એવું સમજાવે છે. પાછા પોતાની વાતના સમર્થનમાં જણાવે છે કે – “એટલા માટે તો નવકારમંત્રમાં “નમો લોએ સવ્વસાહૂણં' અહીં સવ્વ પદ આપ્યું છે. સર્વ એટલે સુગુરુ હોય કે કુગુરુ: બધાને નમસ્કાર કરવાનો...” આ પણ એક કુમાર્ગ છે.
૨૧૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #212
--------------------------------------------------------------------------
________________
કારણ કે શાસ્ત્રમાં ‘સલ્વ' પદનું ગ્રહણ શેના માટે કર્યું છે તે પણ જણાવ્યું છે. જેઓ ભાવથી છઠે-સાતમે ગુણઠાણે હોય અને દ્રવ્યથી અન્ય વેષમાં હોય એવાઓને નમસ્કાર કરવા માટે “સલ્વ' પદ છે. વેષધારી કુસાધુને વંદન કરવાની વાત નથી. સાચા રહી ન જાય એ માટે “સલ્વ' પદ છે, ખોટાને ભેગા લેવા માટે “સલ્વ' પદ નથી. આચાર્યભગવન્ત અને ઉપાધ્યાય ભગવન્ત તો નિયમ પ્રગટપણે સાધુવેષમાં જ હોય છે. તેથી ત્યાં સવ્વ પદ નથી મૂક્યું... ઈત્યાદિ સુવિહિત સાધુઓ પાસે બરાબર સમજી લેવું જોઈએ.
* ધર્મની અનવરત પ્રવૃત્તિ હોવા છતાં જે તે માર્ગ મુજબની ન હોય તો એ કામ નહીં લાગે. માર્ગ મુજબ ધર્મ આરાધવો હશે તો માર્ગને સમજવો પડશે. તમે અને અમે જે માર્ગે ચાલીએ છીએ એ માર્ગ નથી એવી ખબર પડે તો એ માર્ગને છોડીને સત્યમાર્ગને અપનાવીએ. ધર્મ કરવામાં તકલીફ નથી, માર્ગે રહેવામાં તકલીફ છે. ધર્મથી સુખ મળે છે. એવી ઊંડે ઊંડે ભાવના પડી છે માટે ધર્મ કરવાનું ચાલુ રાખ્યું છે, પણ સુખ છોડવા માટે ધર્મ કરવો છે એ વાત અપનાવવા તૈયાર નથી.
* અર્થ અને કામને છોડનારા સાધુમહાત્મા “ધર્મથી અર્થ-કામ રૂપ ફળની પ્રાપ્તિ થાય છે.” એવું કહે તો સમજવું કે એ સાધુમહાત્મા નથી. ધર્મથી અર્થ-કામ મળે, પણ એ ધર્મના ફળરૂપે ન ગણાય. વિશુદ્ધધર્મનું ફળ નિર્જરા અને તેથી મળતો મોક્ષ જ છે. અર્થકામની ઈચ્છાથી ધર્મ કરે એ માર્ગે નથી – એમ સમજવું.
* સાધુભગવન્તોને જિનમંદિર બાંધવાનો અધિકાર ન હોવા છતાં સાધુભગવન્તો મંદિર બાંધી શકે, એમાં પાપ નથી' આ પ્રમાણે જેઓ કહે છે તેઓ કુમાર્ગે છે. બોલનારામાં ભેદ કેમ પડે છે – એનું કારણ આ ગ્રંથમાં આપ્યું છે. જેઓ આગમને આંખ સામે ન રાખે તેઓની દેશનામાં ભેદ પડે. સાધુભગવન્તો જિનમંદિર બાંધવાના અધિકારી નથી એનું કારણ ગ્રંથકારશ્રી કહે છે કે – સાધુ ભગવન્તો છે કાયની હત્યાથી વિરામ પામેલા છે. મંદિર બાંધવામાં છ કાય જીવોની હત્યા થાય છે માટે તેઓ મંદિર બાંધી ન શકે. છ કાયની રક્ષા કરવી એ સાધુભગવન્તોનો પ્રાણ છે. આવા પ્રાણનો ઘાત કરીને મંદિર બાંધે તેઓ ભગવાનના વચનને ગૌણ કરે છે. જે ભગવાનના વચનથી સાધુપણું લીધું એવા ભગવાનના વચનને હણી નાખે – એના જેવું બીજું એકે ય પાપ નથી. “મારી ઈચ્છા છે કે અહીં મંદિર બાંધું આવું સાધુભગવન્તો કહે તો સમજવું કે એમને સર્વવિરતિ પાળવાની ઈચ્છા નથી. જ્યાં સચિત્ત માટી વગેરે પડેલી હોય ત્યાં સાધુભગવન્તોથી જવાય નહીં, તેથી શિલાસ્થાપન કે ખનનવિધિમાં સાધુ ભગવન્તોથી જવાય નહીં.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૧૧
Page #213
--------------------------------------------------------------------------
________________
સ. સ્વરૂપહિંસામાં પાપ નથી. મંદિરમાં સ્વરૂપહિંસા લાગે તો શું વાંધો ?
જ
હિંસા થવી એ હિંસા નથી. વિહિત કાર્ય કરતી વખતે અનિવાર્ય હિંસાને સ્વરૂપહિંસા કહેવાય. તમારે પૂજા વિહિત છે તેવા વખતે જયણાપૂર્વક વર્તવા છતાં જે હિંસા ટળતી નથી તેને સ્વરૂપહિંસા કહેવાય. જયણાપૂર્વક ન વર્તો તો અનુબંધહિંસાનું પાપ લાગ્યા વગર નહિ રહે. પરંતુ સાધુભગવન્તો માટે પૂજા વગેરે વિહિત નથી. સર્વસાવદ્યયોગથી વિરામ પામેલા એવા સાધુભગવન્તો પોતાનું પેટ ભરવા માટે પણ જો હિંસા ન કરે તો મંદિર કઈ રીતે બાંધી શકે ? આજે લગભગ મંદિર બાંધવાનું કામ સાધુભગવન્તો જ કરે છે ને ? પોતાની નામના વધારવા માટે મંદિર બાંધે અને લોકોને ઉન્માર્ગે દોરવા માટે એમાં કુતર્ક આપે કે - ‘મંદિર બંધાવાથી શાસનની પ્રભાવના થાય છે, સમ્યગ્દર્શનની નિર્મળતા થાય છે, આવું નિરવદ્યકોટીનું કામ ગૃહસ્થ કરી શકે તો સાધુમહાત્મા તો એમનાથી કંઈકગુણા ઊંચા છે તો સુતરાત્ કરી શકે.’ તમને પણ આ કુતર્ક ગમી જાય ને ? ગુરુનું દ્રવ્ય ગૌરવાર્હસ્થાનમાં જતું હોવા છતાં ‘દેવનું જેમ દેવમાં જાય છે તેમ ગુરુનું ગુરુમાં જાય' આવા પ્રકારનો કુતર્ક કહીને તમને સમજાવે તો તમને પણ ગમી જાય ને ? આવા કુતર્કો કરનારા અનાડી બૅરિસ્ટર કહેવાય. તર્ક કરવાની ના નથી પણ તર્ક માર્ગને સાચવવા માટે કરાય, કુમાર્ગને સાચવવા માટે નહીં. ન્યાયતન્ત્રની પણ સ્થાપના એના માટે છે કે – નિર્દોષ બચી જાય. ન્યાયાધીશો ઉલટતપાસણી કરે પણ તે નિર્દોષને દોષિત બનાવવા નહીં. સદોષ છૂટી જાય એનો વાંધો નહીં પણ નિર્દોષ દંડાવો ના જોઈએ. વર્તમાનના બૅરિસ્ટરો ( ?) કુમાર્ગને પોષવા તર્કો કરે છે, માર્ગને સ્થાપિત કરવા નહીં; માટે એમના તર્કો કુતર્કો કહેવાય છે. જે ભવથી તરવાનું સાધન હતું એનો ઉપયોગ સુખ ભોગવવા માટે કરીએ તો ભવથી તરવાના બદલે ભવમાં ડૂબી ગયા વગર નહિ રહીએ.
સ. એ લોકો આગમ તો વાંચતાં હશે ને ?
વાંચે પણ પોતાની જાત માટે નહીં, બીજા માટે. અભવ્યો પણ નવ પૂર્વનું જ્ઞાન ભણે ને ? છતાં મોક્ષને માને ખરા ?
* ભગવાને જે વિધાન કર્યું તે સાવદ્ય ન હોય માટે સાધુથી પણ જિનમંદિર બંધાવવામાં વાંધો નહીં-આ પ્રમાણે કહેનારા આગમને આંખ સામે રાખતા નથી. સાવદ્ય કે નિરવદ્ય, ભૂમિકાને આશ્રયીને હોય છે, સ્વરૂપને આશ્રયીને નહીં. તીર્થંકર ભગવન્તુ જેના માટે જે વિહિત કર્યું તે નિરવદ્ય અને જેના માટે જે અવિહિત તે સાવધ. સાધુઓને મંદિર બાંધવાનું વિહિત ન હોવાથી સાધુ માટે મંદિર બાંધવું તે સાવદ્ય ગણાય અને ગૃહસ્થ માટે મંદિર બાંધવાનું વિધાન હોવાથી તેમના માટે નિરવદ્ય ગણાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૧૨
Page #214
--------------------------------------------------------------------------
________________
સ. મંદિર ઉપર સાધુભગવન્તોનાં નામ તો હોય છે ને?
શાસ્ત્રીય માર્ગદર્શન લેવા માટે નામ લખેલા હોય. કડિયા, શિલ્પી વગેરેનાં પણ નામ હોય ને ? શેના માટે ? બીજું બંધાવતી વખતે તેમની સલાહ લેવા માટે ને? તેમ સાધુભગવન્તનું નામ હોય. બાકી સાધુભગવન્તો પોતાનું નામ લખાવવા આગ્રહ ન રાખે. જે સાધુ ભગવન્ત પાટ ઉપર બેસીને સમજાવે કે ચક્રવર્તીનાં નામ પણ કાયમ રહેતા નથી. એ જ સાધુભગવન્ત અંજનશલાકા પોતાની નિશ્રામાં કરાવવાનો અને શિલાલેખ ઉપર પોતાનું નામ લખાવવાનો આગ્રહ રાખે એ વ્યાજબી છે? પ્રતિમાજી ઉપર તો સુવિહિત આચાર્યથી અંજનશલાકા થઈ છે તે જણાવવા માટે નામ લખાય છે. શિલાલેખ ઉપર નામ લખાવવાનો આગ્રહ નામના મોહથી રખાય છે. ચક્રવર્તી પણ જાણે છે કે મેં જેમ પૂર્વચક્રવર્તીનું નામ ભૂસ્યું તેમ મારું નામ પણ ભૂસાવાનું છે, છતાં તેઓ તો કર્મયોગે નામ લખે છે. સાધુભગવન્તને આવું કર્મ ન હોવા છતાં નામ લખાવે છે તે કેવળ નામના મોહે લખાવે છે – એમ માનવું પડે ને? આવા સાધુઓથી આપણે આઘા રહેવું છે – એટલા પૂરતી આ વાત છે.
* વર્તમાનમાં આપણા પુણ્યની તો કોઈ સીમા નથી. સાચા ગુરુ મળ્યા અને સાચો માર્ગ મળ્યો. હવે સાચા માર્ગને આરાધી લેવો છે. ઈચ્છાના કારણે કુમાર્ગમાં આગળ વધ્યા હોઈએ તો આત્માને પાછો ખેંચી લેવો છે. આગળ જવામાં સાર નથી. પાછળ ખસવામાં ભગવાનની આજ્ઞા સચવાશે.
* ધર્મ તો એકાન્ત કલ્યાણકારી છે, ભૂંડો તો હોઈ જ ન શકે. આ પ્રમાણે બોલનારા લોકોત્તર શાસનના પરમાર્થને પામેલા નથી – એમ કહી શકાય. સામાન્યધર્મની વાત બાજુ પર મૂકીએ, સર્વવિરતિધર્મ માટે પણ ખુદ શ્રી મહાવીર પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં પાપશ્રમણ નામનું અધ્યયન બતાવ્યું છે. એક બાજુ શ્રમણ કહેવાના અને બીજી બાજુ પાપી કહેવાના – આવું ક્યારે કહી શકાય ? જે ધર્મ એકાન્ત સારો હોય તો પાપશ્રમણ ન કહેવાય ને ? ક્યો ધર્મ કલ્યાણકારી બને છે અને કયો ધર્મ અકલ્યાણકારી બને છે – એના માટે માર્ગતત્વનું નિરૂપણ કરવાનું કામ ગ્રંથકારે કર્યું છે. માર્ગતત્ત્વના નિરૂપણમાં સાધુભગવન્તો ઉન્માર્ગની દેશના કઈ રીતે આપતા હોય છે તેનું નિરૂપણ કર્યું. જેઓ શાસનપ્રભાવનાના નામે, સાધુભગવતો પણ મંદિર બાંધવાના અધિકારી છે એવું કહે છે તેઓ ભગવાનના શાસનને નીચું કરે છે. અન્ય દર્શનકારો જૈનદર્શનને નીચું પાડવા માટે હાથ ધોઈને પાછળ પડેલા પરંતુ તેઓ તેમાં ફાવી ન શકયા. કેવળજ્ઞાનના પ્રકાશથી લખાયેલ હોય એ વાત ક્યાંય પણ કોઈ દિવસ ખોટી ન
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૧૩
Page #215
--------------------------------------------------------------------------
________________
પડે. સૂર્યના પ્રકાશને આપણે જોઈ ન શકીએ એટલામાત્રથી સૂર્ય ખરાબ થતો નથી. આપણે આંખો બંધ કરશું તો પ્રકાશથી આપણે દૂર રહીશું બાકી સૂર્યનો પ્રકાશ તો ચાલુ જ રહેવાનો. માટે આંખો બંધ કર્યા વગર કે એની સામે ધૂળ ઉડાડ્યા વગર એના પ્રકાશનો ઉપયોગ આપણે કરી લઈએ તો કેવળજ્ઞાનરૂપી પ્રકાશને પ્રાપ્ત કરી શકીશું. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે માર્ગ અને ઉન્માર્ગનો ભેદ સમજી લેવો છે. ધર્મથી મોક્ષ મળે છે એમ કહેવું એ માર્ગ અને ધર્મથી અર્થકામ મળે છે એમ કહેવું એ ઉન્માર્ગ. જે ધર્મથી અર્થકામ જ મળે એ ધર્મ સ્વરૂપથી અનર્થભૂત છે અને જે ધર્મથી-માર્ગથી મોક્ષ મળે છે એ ધર્મમાર્ગ સ્વરૂપથી અર્થભૂત છે. ધર્મથી મળતા અર્થકામ અનર્થભૂત હોવાથી એના માટે કરેલો ધર્મ પણ અનર્થભૂત બને છે.
* સાધુભગવતો જે મંદિર બાંધે તો તેમને બીજા ક્યા ક્યા દોષો લાગે છે તે જણાવે છે. મંદિર બાંધતા પહેલાં મંદિરની દેખરેખ કરવાના કારણે શુદ્ધ ગોચરીનો અવસર મળે નહીં તેથી ગમે તેવો અનેષણીય આહાર વગેરે વાપરવાનો પ્રસંગ આવે છે. આ એક દોષ છે અને મંદિર બાંધ્યા પછી આ મંદિર મેં બાંધ્યું છે, મારું છે' વગેરે રૂપ મમત્વ થાય છે - આ બીજો દોષ લાગે છે માટે સાધુભગવન્તો મંદિર ન બાંધી શકે. આવું હોવા છતાં જેઓ એમ કહે કે – “સાધુભગવન્તોને મંદિર બાંધવામાં પાપ નથી' તેઓ ઉન્માર્ગની દેશના આપે છે – એમ સમજી લેવું.
* ગૃહસ્થને આચાર્યની સત્તતિ (શિષ્ય) કહેવાય નહીં, છતાં ગૃહસ્થને આચાર્યના શિષ્ય કહેવા એ કુમાર્ગ છે. ધર્મના અર્થી હોય તે આચાર્યના શિષ્ય ગણાય. ગૃહસ્થો ધર્મના અર્થી છે માટે શિષ્ય ગણાય-આ પ્રમાણે કહેવું એ કુતર્ક છે. ગૃહસ્થો છ કાયની હત્યાથી વિરામ પામવા માટે અસમર્થ હોય છે. આવા વખતે ગૃહસ્થને આચાર્યભગવન્તનો શિષ્ય માનીએ અને તેને છ કાયની હત્યા કરતો જોઈને બીજે કહે કે – “આ તો આચાર્યભગવન્તનો શિષ્ય છે, સાધુમહાત્માએ ના નહીં પાડી હોય તેથી આ પ્રમાણે થતું હશે માટે જ તે કરતો હશે? આ પ્રમાણે હિંસાને ઉપાદેય માને તેથી કુમાર્ગ ફેલાય. માટે ગૃહસ્થને શિષ્ય માનવો નહીં. ગૃહસ્થને શિષ્ય માનીએ તો, ગૃહસ્થ પાપ કરે એનો નિષેધ સાધુમહાત્મા ન કરે તો સાધુમહાત્માને પણ પાપ લાગ્યા વિના નહિ રહે, જેવી રીતે પ્રજા પાપ કરે તો તેના છઠ્ઠા ભાગનું પાપ રાજાને લાગ્યા વગર નથી રહેતું. ગૃહસ્થો છ કાયની હત્યા કરતા હોવાથી તે આચાર્યના શિષ્ય નથી ગણાતા અને તેથી જ સાધુભગવન્તો ગૃહસ્થને આદેશ કે નિષેધ નથી કરતા. છ કાયની હત્યા વખતે સાધુભગવન્ત મૌન રહે તેને સમ્મતિ માનવી એ કુમાર્ગ છે.
૨૧૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #216
--------------------------------------------------------------------------
________________
* * “સાધુમહાત્માને વહોરાવવું. તેમાં પાત્રાપાત્રની વિચારણા કરવાની જરૂર નથી, આધાકર્મી, કીત, અભ્યાહત હોય તો પણ વહોરાવવું - આ પ્રમાણે કહેવું એ કુમાર્ગ છે. મેઘ વરસે તે ઠામ-કુઠામ ન જુએ તેમ પાત્ર-કુપાત્ર જોવાની જરૂર નથી. મેઘની જેમ દાન આપવામાં લાભ છે – એમ કહેવું એ કુતર્ક છે.
* “સુસાધુઓ પાસે જ ચારિત્ર લેવું એવું નહીં, કોઈની પણ પાસે ચારિત્ર લેવું. સુસાધુઓ પાસે જ ચારિત્ર લેવું એવું બોલવામાં ચારિત્રનો નિષેધ થાય છે..... આ પ્રમાણે બોલવું એ પણ કુમાર્ગ છે.
* બુદ્ધિનું સ્તર નીચું હોય અને મહાપુરુષોની છાયા ન હોય ત્યારે જે ઉન્માર્ગ ફેલાય તો આપણી શી દશા થાય? આથી આ કુમાર્ગોને સમજી લઈને આપણે એનાથી દૂર રહેવું છે.
* ચૈત્યનિવાસી કુસાધુઓ ચૈત્યદ્રવ્ય વગેરેના સ્વામી બનીને ભાવિક લોકોને પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવર્તાવે અને ભોળા લોકોને વિશ્વાસમાં લેવા માટે, જે વિધાન સાધુભગવા માટે શાસ્ત્રમાં આપેલાં છે તે વિધાન ગૃહસ્થ માટે પણ જોડીને તેમને છેતરે છે. શાસ્ત્રમાં સાધુઓ માટે એવું વિધાન છે કે – “દીક્ષા વખતે જે સાધુની, જે આચાર્યાદિની વ્યવસ્થા હોય, જે વયરી વગેરે શાખા, જે ચાન્દ્ર વગેરે કુળ હોય, તેમ જ દ્રવ્યાદિના પ્રતિષેધરૂપ, ધૃતિસંહનનાદિની અપેક્ષાએ કારણવિશેષે જે સૂત્રાતિરિક્ત જતકલ્પાદિ વ્યવહાર પૂર્વપુરુષોએ મર્યાદા તરીકે જણાવેલો હોય તેનું અતિક્રમણ કરનાર અનંતસંસારી થાય છે. આ રીતે અનન્ત સંસારીપણાનો ભય બતાવીને સાધુની વાત ગૃહસ્થ માટે જોડે અને અન્ય ગુર્નાદિકના વંદનાદિથી રોકે તે પણ એક પ્રકારનો કુમાર્ગ
* તે જ રીતે જિનભવન બંધાવવું તેમ જ તેમાં પ્રતિમા ભરાવવી, તેની પૂજાઅર્ચા વગેરે કરવી આ બધું સ્વયં સ્વદ્રવ્યથી કરવું કે પરદ્રવ્યથી કરાવવું-આ બધાં વિધાન ગૃહસ્થ માટેનાં હોવા છતાં સાધુ માટે પણ વિહિત તરીકે જણાવવાં તે પણ કુમાર્ગ છે.
* પોતાની મતિકલ્પનાથી માનેલા માર્ગને શાસ્ત્રના અમુક વિધાનોના નામે માર્ગ તરીકે જણાવવો તે કુમાર્ગ છે. વર્તમાનમાં જેમ ઘણા લોકો શંકા કરે છે કે ભણેલાગણેલા આવું શા માટે કરે – તેવી જ શંકા અહીં શિષ્ય કરે છે. તેના નિવારણમાં જણાવ્યું છે કે ભણેલાગણેલા પણ સિદ્ધાન્તને પ્રતિકૂળ બને અને મૂઢ અર્થા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૧૫
Page #217
--------------------------------------------------------------------------
________________
વિષયકષાયથી વ્યાપ્ત એવી મનોવૃત્તિવાળા બને ત્યારે આ રીતે માર્ગના નામે સ્વબુદ્ધિથી કલ્પિત કુમાર્ગ ફેલાવે છે. આત્માના સાચા સ્વરૂપને પ્રગટાવવા માટે નીકળેલા, સત્યને છુપાવવા માટે પ્રયત્ન કરે એનું જ નામ કુમાર્ગ. વર્તમાનમાં તો સત્યને દબાવવાનો પ્રયત્ન તેનું જ નામ એકતા! આજે એકતાના સોહામણા નામ નીચે સત્યને કચડવાનું કામ ચાલુ છે ને?
* જિનભવન વગેરે બંધાવવાનું કહેનારનું વચન આગમપરાક્ષુખ છે એવું ક્યા કારણસર મનાય છે - આવી શંકાના નિરાકરણમાં ૪થી ગાથાથી જણાવે છે કે છજવનિકાયનો સંયમ એ સાધુપણાનો સાર છે, જ્યારે દેરાસર બંધાવવા વગેરેમાં પ્રત્યક્ષપણે જીવવિરાધના થાય છે. માટે આ વચન આગમથી વિપરીત છે.
સ. તે વિરાધના સ્વરૂપહિંસામાં ન ગણાય?
એનું કારણ તો પહેલાં જ જણાવી દીધું છે. ભગવાને જેના માટે જે અનુષ્ઠાન વિહિત કર્યું હોય તે અનુષ્ઠાનમાં જે હિંસા થાય તેને સ્વરૂપહિંસા કહેવાય. પૂજા વગેરે અનુષ્ઠાન ગૃહસ્થ માટે વિહિત છે, સાધુ માટે નહિ. તેથી ગૃહસ્થને તેમાં સ્વરૂપહિંસા લાગે. સાધુ માટે અવિહિત હોવાથી તેમાં અનુબંધહિંસા જ લાગે.
સ. આમ છતાં આવી પ્રરૂપણા કરે તેમને સંસારનો ભય નહિ લાગતો હોય ?
જેને દુઃખનો ભય હોય તેને સંસારનો ભય ન લાગે. દુઃખના ભીરુનું તત્ત્વમાર્ગમાં કામ નથી, પાપભીરુનું કામ છે. દુઃખના ભીરુ કાયર હોય અને પાપભીરુ પરમસત્ત્વશાળી હોય. મરવું પડે તો ભલે પણ એકપણ પાપ કરી સંસાર વધારવો નથી-એનું નામ પાપભીરુતા.
* જિનમંદિર બંધાવનારા સાધુઓ અનેષણીય આહારને ગ્રહણ કરનાર હોવાથી, ગૃહસ્થોને પોતાના ભક્ત તરીકે માનીને મમત્વના યોગે તેમ જ જ્યોતિષનિમિત્તતંત્રતંત્ર હોમ-હવનાદિનો પ્રયોગ કરવાના કારણે છજવનિકાયના વિરાધક થાય છે.
* દેવગુરુધર્મની ઉપાસના માર્ગની આરાધના કર્યા વગર થાય એવી નથી. આથી શાસ્ત્રમાં પ્રજ્ઞાની કિંમત નથી આંકી, માર્ગાનુસારી પ્રજ્ઞાની કિંમત આંકી છે.
* ભગવાનની આજ્ઞાથી એક રતિભાર પણ આગળ વધ્યા તો પાપનો અનુબંધ પડ્યા વિના નહિ રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #218
--------------------------------------------------------------------------
________________
* બીજી ઉન્માર્ગદશના કઈ છે તે પાંચમી ગાથાથી જણાવે છે. ગાથા ૫: કેટલાક આચાર્ય જેવા ગણાતા, પોતાને આચાર્ય માનતા એવા આચાર્યાભાસો,
આર્યરક્ષિતસૂરિ વડે ચૈત્યમાં વાસ કરવાની સાધુભગવન્તોને અનુજ્ઞા અપાઈ છે, તેથી ચૈત્યમાં વાસ સાધુભગવન્તોએ કરી શકાય' આ પ્રમાણે કહે છે, તેઓનો મત જિનશાસનથી બાહ્ય છે, કારણ કે આગમમાં ચૈત્યવાસની અનુજ્ઞા અપાઈ નથી.
* ચૈત્યવાસની અનુજ્ઞા આગમમાં બતાવી નથી, જે આગમના આધારે તે આચાર્યાભાસો અનુજ્ઞાની વાત કરે છે તે આગમમાં શું જણાવ્યું છે તે છઠ્ઠી ગાથામાં બતાવે છે - ગાથા ૬ : જે વખતે યક્ષગુફામાં આર્યરક્ષિતસૂરિ મહારાજે વાસ કર્યો હતો
ત્યારે તેમના શિષ્યોને પોતાનું આગમન જણાવવા સૌધર્મેન્દ્ર દ્વારા યક્ષગુફાનું દ્વાર અન્ય દિશામાં સ્થાપન કરાયું હતું, (ચૈત્યનું નહિ) – આ પ્રમાણે આવશ્યકનિયંતિની ચૂર્ણિમાં કહ્યું છે. (આથી સ્પષ્ટ છે કે અહીં યક્ષચૈત્યમાં રહેવાની વાત આવે છે, જિનમંદિરમાં રહેવાની નહિ.)
* જ્યારે યક્ષગુફામાં ઈન્દ્રમહારાજા આવ્યા હતા ત્યારે આર્યરક્ષિતસૂ. ના શિષ્યો ગોચરીએ ગયેલા હતા. આથી ઈન્સે ઊભા રહેવાનું નક્કી કર્યું પરંતુ ઈન્દ્રને જોઈને પોતાના સાધુઓ દેવલોકનું નિયાણું ન કરી બેસે તે આશયથી આર્યરક્ષિત સૂ, એ તેમને જતા રહેવાનું કહ્યું. તે વખતે જતાં જતાં પોતાનું આગમન શિષ્યોને જણાવવા માટે ઈન્દ્ર યક્ષગુફાનું દ્વાર બીજી દિશામાં સ્થાપન કર્યું હતું
* જેઓ નિયમા સમક્તિી છે (સાડા નવ પૂર્વની ઉપરનું જ્ઞાન નિયમા સમકિતીને હોય) તેમ જ જેઓ ચારિત્રસંપન્ન છે એવા આર્યરક્ષિતસૂરિ મહારાજાના નામે “સાધુ ભગવન્તો ઘર વગરના હોવાથી તેઓને ચૈત્યમાં નિવાસ કરી શકાય? આ પ્રમાણે કહે છે તેઓ ભગવાનના વચનની ઘોર આશાતના કરી રહ્યા છે. વર્તમાનમાં પણ મહાપુરુષોનાં દષ્ટાન્તો લઈને ઉન્માર્ગદશના જોરશોરમાં પ્રસરી રહી છે. કાલિકસૂરિ મહારાજે રાજાની ખાતર પાંચમની ચોથ પ્રવર્તાવી તો સંઘની ખાતર ફેરફાર કેમ ન કરાય?' આ પ્રમાણે ઉન્માર્ગદશના કાલિકસૂરિ મ.ના નામે કરી રહ્યા છે. જેઓ આ રીતે પ્રચાર કરે છે તેઓને પૂછવું કે - કાલિકસૂરિમ. એ ભગવાનના વચનથી ચોથની સંવત્સરી કરી કે રાજાના વચનથી ? ભગવાન કહી ગયા હતા કે – “કાલિકસૂરિમ. પાંચમને બદલે ચોથની સંવત્સરી પ્રવર્તાવશે' માટે કરી. રાજાએ તો છઠની સંવત્સરી કરવાનું કહ્યું હતું. તેથી રાજાના કારણે નહિ, ભગવાનના વચનના કારણે કરી હોવા છતાં તેમના નામે પોતાનો મત ચલાવવો એ ઉન્માર્ગદશના નહિ તો બીજું શું છે ? પાંચમની ચોથ રાજાના કારણે કરી - આવું કોઈ દિવસ બોલવું નહીં. બોલશો તો પાપ લાગ્યા વગર નહિ રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૧૭
Page #219
--------------------------------------------------------------------------
________________
* ધર્મ કરવા છતાં ઈષ્ટસ્થાને પહોંચવું છે એવો સંકલ્પ નથી માટે કુમાર્ગ પણ ચાલે એવો છે. ભગવાનની આજ્ઞા મુજબનો અપવાદ પણ મોક્ષે પહોંચાડે અને આજ્ઞા વગરનો ઉત્સર્ગ મોક્ષે ન પહોંચાડે. જિનકલ્પ વિચ્છેદ ગયા પછી જિનકલ્પની આરાધના કરવા તૈયાર થવું એ ઉન્માર્ગ છે. જે ભગવાને વસ્ત્ર-પાત્રનું વિધાન કર્યું તે વિધાનને છોડીને સ્વમતિકલ્પિત વસ્ત્ર-પાત્ર વિના આરાધના કરનાર શિવભૂતિને નિર્નવ તરીકે જાહેર કર્યો. ચારિત્રસંપન્ન હોવા છતાં સમ્યકત્વનો છાંટો નાતો એવું ભગવાને કહ્યું. છઠેથી પહેલે આવવું પડે એ ઉન્માર્ગગામિતાના કારણે. આજે આપણી પણ હાલત એવી જ છે ને? ભગવાને જેનો (સંસારના સુખનો) નિષેધ કર્યો છે એના માટે જ આપણે ધર્મ કરીએ ને? ભગવાનની પૂજા કર્યા પછી કોઈ ખુશ થાય અને આપવા આવે તો હોંશે હોંશે લઈ લઈએ ને ? રાવણની ભક્તિથી ખુશ થઈને ધરણેન્દ્ર માગવા કહ્યું છતાં ન માંગ્યું ને? ધર્મ કરીએ અને ફળ ન મળે તો માનવું પડે ને કે ધર્મ માર્ગમાં રહીને નથી કર્યો ?
* શિષ્ય શંકા કરે છે કે – આચાર્યાભાસ માર્ગ કેમ નથી બતાવતા, ઉન્માર્ગની દેશના કેમ આપે છે? તેનું નિરાકરણ ગ્રંથકાર કરે છે કે – જેઓ રસગારવ, સદ્ધિગારવ અને શાતાગારવમાં પ્રતિબદ્ધ છે, ઈચ્છા મુજબ જીવનારા છે, આગમથી પરાક્ષુખ છે અને મૂઢબુદ્ધિવાળા છે તેઓ પોતાના માન-સન્માન ખાતર આ રીતે ઉન્માર્ગની દેશના આપતા હોય છે. જેઓને ધર્મ કે માર્ગ ગમે નહીં એવા લોકો માર્ગને ભૂંસવા તૈયાર થતા હોય છે. આજે જે ન ફાવ્યું એને કાઢી નાંખવા માટે બધા ભેગા થાય પણ જે ફાવતું નથી, પણ ભગવાને કહ્યું છે, એને પાછું લાવવા માટે ભેગા નથી થતા. આજના સંમેલનનો અર્થ જ છે કે – ભગવાનની વાત કાપવા અને પોતાની વાત ઊભી રાખવા ભેગા થવું. ચારનાં શરણાંને છોડીને સંઘના શરણે જવાની વાત કરે એ ઉન્માર્ગગામી છે. ચાર કરતાં સંઘ મહાન લાગે એ મિથ્યાત્વના કારણે.
સ. સંઘને પચીસમો તીર્થકર કહ્યો છે ને ?
ચોવીસ તીર્થંકરને માથે રાખે એવો સંઘ પચીસમો તીર્થકર કહેવાય, ચોવીસને બાજુ પર મૂકે એને સંઘમાં ન જ ગણાય. “૨૫૦૦ વરસ પહેલાંનું વર્તમાનમાં પ્રેક્ટિકલ નથી” આવું બોલે તે કેવળજ્ઞાન પર આક્ષેપ કરે છે. જિનકલ્પની આરાધના વિચ્છેદ ગયા પછી તેની આરાધના કરવી એ મિથ્યાત્વના ઘરની છે, તેમ લોકોત્તર પંચાંગ વિચ્છેદ ગયા પછી તેને જીવંત કરવા માટે મહેનત કરવી તે મિથ્યાત્વ છે. લોકોત્તર પંચાંગ માટે જે શાસ્ત્ર જોઈએ તે શાસ્ત્ર વર્તમાનમાં વિદ્યમાન નથી. પી.એલ. વૈદ્ય જ્યારે
૨૧૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #220
--------------------------------------------------------------------------
________________
સાગરજીમ. ને પૂછ્યું કે ‘વર્તમાનમાં તમારી પાસે જે શાસ્ત્રો છે એના ઉપરથી તમે લોકોત્તર પંચાંગ બનાવી શકો ખરા ?’ ત્યારે સાગરજીમ. એ કહ્યું કે - ‘હું તો નહીં જ બનાવી શકું પણ આટલી સામગ્રીમાં કોઈ પણ ન બનાવી શકે, જ્યારે આજે એમના જ શિષ્યો લોકોત્તર પંચાંગ (?) બનાવવાની વાત કરીને લોકોને ઉન્માર્ગે દોરવાનું કામ કરે છે. ‘આપણે તો આરાધનાથી કામ' એમ કહીને ઉન્માર્ગની પ્રરૂપણા કરી રહ્યા છે. આરાધના વચન મુજબની જોઈએ. સોનાનું જ કામ છે પણ સોનું અને પિત્તળનો ભેદ સમજવો પડે ને ? તેમ આરાધનાથી જ કામ છે, પણ તે વચન મુજબની કઈ અને વચનનિરપેક્ષ કઈ–એ સમજવું પડશે. ધર્મ કરવો છે ચોક્કસ, પણ માર્ગમાં રહીને કરવો છે. શ્રી વીરપરમાત્મા નિર્વાણપદે પહોંચ્યા ત્યારે જતાં જતાં આ બધો ભેદ સમજાવતા ગયા. એના માટે શાસ્ત્રમાં લખ્યું છે કે સિંહનો નાદ સાંભળીને જંગલી પશુઓ જેવી રીતે થરથર ધ્રૂજી ઊઠે એવી રીતે ભગવાનની વાણી સાંભળીને મિથ્યાત્વી લોકો ત્રાસ પામે.
* પૈસા મેળવવા, સુખ મેળવવા, દુ:ખ ટાળવા ધર્મ કરવો એ ધર્મ ગણાતો હોવા છતાં તે માર્ગરૂપ નથી. પૈસા છોડવા, સુખ છોડવા, દુઃખ વેઠવા ધર્મ કરવો એ માર્ગ. રસી કાઢવા બેઠા હો તો રસી જેટલી વધારે નીકળે એટલું સારું ને ? તેમ છોડવા માટે ધર્મ કરતા હો તો વધારે છૂટે તો ગમે કે બચે તો ગમે ? પુણ્યથી મળેલા પૈસા છોડવા માટે મનનો પુરુષાર્થ જોઈએ. જ્યારે આજે તમારા મનમાં એવું છે ને કે - પૈસા પુરુષાર્થથી મળે છે અને છોડવા માટે નસીબ (પુણ્ય) જોઈએ છે ?
* શિષ્ય શંકા કરે છે કે – ચૈત્યનિવાસની અનુજ્ઞા ભલે ન હોય પણ સાધુમહાત્મા માટે ઉપાશ્રય બનાવવા એના બદલે મંદિરો તો સાધુમહાત્મા માટે નિર્દોષ છે, આધાકર્મી દોષથી રહિત હોવાથી તેમાં રહે તો સાધુમહાત્માને શું દોષ લાગે ? આ વાત તમને પણ ગમી જાય ને ? ઉપાશ્રયનો ખર્ચો બચે, દેરાસરની પડેલી જગ્યા કામ લાગે અને સાધુમહાત્માને નિર્દોષ વસતિ મળી જાય, અન્તે તો ચારિત્રની જ આરાધના કરવાના છે, કાંઈ પાપનાં કામ તો નથી કરવાના, તેથી સાધુમહાત્મા મંદિરમાં રહે તો વાંધો નહિ. તેનો જવાબ ગ્રંથકારશ્રી સાતમી ગાથાથી આપે છે. ગાથા ૭ : દુર્ગંધી અને મલિન વસ્ત્રવાળા તેમ જ ખેલ, સિંઘાન, શરીરમલ આદિથી યુક્ત એવા સાધુઓને આશાતના લાગતી હોવાથી જિનમંદિરમાં રહેવું કલ્પતું નથી.
* સાધુભગવન્તનાં વસ્ત્રો દુર્ગંધી અને મલિન હોય છે. સ્નાન વિનાના શરીર પરના મેલનો સંપર્ક થવાથી વસ્ત્ર દુર્ગંધી હોય અને બહારની ધૂળના સંગથી વસ્ત્રો મલિન બને છે. તેમ જ કફ, થૂંક, નાસિકાનો મેલ, દેહમળ વગેરેથી યુક્ત એવા શરીરવાળા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૧૯
Page #221
--------------------------------------------------------------------------
________________
સાધુભગવન્ત હોવાથી પરમાત્માની આશાતનાનું કારણ બને છે. આ આશાતનાનું નિમિત્ત બનતા હોવાથી સાધુભગવન્તોને જિનમંદિરમાં રહેવાનું કલ્પતું નથી. અહીં એટલું યાદ રાખવાનું કે સાધુભગવન્તો વસ્ત્ર કે શરીરની શુદ્ધિ કરીને જઈ શકે આવા વિકલ્પો ઊભા ન કરવા. ભગવાને ના પાડી છે માટે ન રહેવું. આગળ વધીને કહે છે કે જિનમંદિરમાં આધાકર્મી વસતિનો દોષ ન લાગે અને ભક્તિથી કરાયેલું (જિનમંદિર) હોવા છતાં પણ, તેમાં વાસ કરવો એ સાધુભગવન્ત માટે યુક્ત નથી. ઊલટું એ મંદિરમાં નિવાસનું વર્જન કરવું એ ભક્તિ છે અને નિવાસ કરવો તેમાં આશાતના લાગે છે. આ આશાતનાની ભયંકરતા જણાવતાં કહ્યું છે કે આશાતનામાં મિથ્યાત્વ લાગે છે અને આશાતનાના વર્જનમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે. આશાતના એ મિથ્યાત્વ છે – એવું માનીએ ખરા? આશાતના કરવાથી મોડું ફળ મળે અને આશાતના ન કરવાથી ફળ જલદી મળે – એવું લગભગ આપણા મગજમાં છે ને ? અવિધિપૂર્વકના ધર્મથી પણ થોડુંઘણું તો ફળ મળે – એવું માનીએ ને ? આપણે અત્યાર સુધી ઘણી વાર કહ્યું છે કે આપણે ધર્મ ન કરવાના કારણે સંસારમાં નથી રખડ્યા, ધર્મ કરતી વખતે અવિધિ વગેરે દ્વારા વચનની આશાતના કરવાના કારણે જ સંસારમાં રખડીએ છીએ. આશાતના મિથ્યાત્વ છે, મિથ્યાત્વના કારણે અનંત સંસાર વધે છે. મરીચિએ પણ સાધુપણું છોડ્યું ત્યારે સંસાર ન વધાર્યો, પણ જ્યારે ભગવાનના વચનની આશાતના કરી ત્યારે મિથ્યાત્વ બાંધી કોટાકોટિ સાગરોપમ પ્રમાણ સંસાર વધાર્યો. આ તો તેમનો ગ્રંથિભેદ થયેલો હતો એટલે આટલો જ સંસાર વધ્યો. આપણી તો ગ્રંથિભેદ થયો છે કે નહિ એ ય ખબર નથી. તો તેવા વખતે આ આશાતનાથી બચવું ખૂબ જ જરૂરી છે.
સ. ગ્રંથિભેદ એટલે શું?
ગ્રંથિ એટલે સંસારના સુખ ઉપર તીવ્ર રાગ અને દુઃખ ઉપરનો તીવ્ર દ્વેષ. મરી જઉં તો ય સુખ ન છોડું એ રાગની તીવ્રતા. સુખ છૂટે નહિ તે સુખનો રાગ. અને મરવા છતાં સુખ ન છોડવાનો પરિણામ તે રાગની તીવ્રતા. દુઃખ ન વેઠાય માટે ટાળવું તે દ્વેષ અને મરી જાઉં તો ય દુઃખ ન વેઠું તે દ્વેષની તીવ્રતા. ઉઘરાણી લેતી વખતે સામો માણસ રસ્તા ઉપર આવી જાય તોય ઉઘરાણી જતી ન કરવી તે ધનના રાગની તીવ્રતા. આવી તીવ્રતાનો ભેદ એટલે નાશ તે ગ્રંથિભેદ.
* આજે સાધુપણું લેવાની ઈચ્છા જ મોળી છે અને મળતું નથી એવી ફરિયાદ કરીએ છીએ – એ ખોટું છે.
૨૨૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
WWW.jainelibrary.org.
Page #222
--------------------------------------------------------------------------
________________
સ. ઈચ્છાને મજબૂત કરવા માટે શું કરવું?
ઈચ્છાને મજબૂત કરવા માટે ત્યાંના સંયોગો છોડવા પડશે. સંસારમાં રહીને સાધુપણાની ઈચ્છા નહિ થવાની. એના માટે ઘર છોડવું પડશે. શરીર મજબૂત રાખવું હોય તો વ્યાયામશાળામાં જવું પડે ને? ઈચ્છા થયા પછી એની માવજત કરવી પડશે.
* અહીં શિષ્ય શંકા કરે છે કે ભાવઅરિહન્ત પાસે સાધુભગવન્તો જેમ રહે છે તેમ સ્થાપનાઅરિહન્ત પાસે પણ રહી શકે – એમાં કોઈ વિરોધ નથી. પરંતુ આવી શંકા ન કરવી. કારણ કે ભાવનિક્ષેપ અને સ્થાપનાનિક્ષેપમાં પૂજ્યત્વ એકસરખું હોવા છતાં તે બંન્નેની ભક્તિનો આચાર જુદો જુદો છે. ભાવતીર્થંકર ભગવતે સર્વસંવરભાવરૂપ દીક્ષાનો સ્વીકાર કર્યો હોવાથી તેમનું સર્વ કૃત્ય સાધુભગવન્તો જ કરે છે, ગૃહસ્થો નહિ. કારણ કે સર્વસાવઘયોગથી વિરામ પામેલા સાધુભગવન્તો અવિરતિધર એવા ગૃહસ્થોની વૈયાવચ્ચ ન લે. તેમ જ ભાવતીર્થકરને અભિષેક, માળારોપણ (પ્રક્ષાલ, કેસર, પુષ્પપૂજા) આદિ સાવદ્યકૃત્ય કરાતું નથી તેમ જ તેમના નિમિત્તે આહારાદિ (નૈવેદ્ય) પણ બનાવાતાં નથી. જ્યારે સ્થાપનાતીર્થંકરનું સર્વ કૃત્ય ગૃહસ્થો જ કરે છે. તેમનો અભિષેક વગેરે કરાય છે. આથી બંનેમાં સર્વથા સામ્ય માની તેમની પાસે રહેવું ઉચિત નથી.
* વર્તમાનમાં પણ આવા પ્રકારના કુતર્કો કરનારા મળી આવે એવા છે. ભાવજિન અને સ્થાપનાજિનમાં પૂજ્યત્વ સરખું હોવા છતાં તેની પૂજાવિધિમાં ફરક પડે છે. પૂજાવિધિમાં ફરક પડે એટલામાત્રથી ભાવને અને સ્થાપનાને સર્વથા ભિન્ન માનવાએ વ્યાજબી નથી. અવસ્થાભેદના કારણે પૂજાવિધિમાં ફરક પડે, પૂજ્યત્વમાં નહિ. આ જ રીતે ભાવગુરુ અને સ્થાપનાગુરુના વિષયમાં પણ સમજી લેવું. પૂજ્યત્વ, ગુણને લઈને હોય છે જ્યારે પૂજાવિધિ તો અવસ્થાને ઉચિત હોય છે. સ્થાપનામાં ગુણનો આરોપ કર્યો હોવાથી તેમાં પૂજ્યત્વ ભાવને સમાન છે. ગુરુના ચરણે જે દ્રવ્ય ધર્યું હોય તે પૂજા તરીકે મૂકેલું હોવાથી પૂજાદ્રવ્ય ગણાય. તે દ્રવ્ય ગુરુના ઉપયોગમાં ન લઈ શકાય. વસ્ત્રપાત્ર, આહાર વગેરે જે કાંઈ ગુરુને વહોરાવવામાં આવે તે ગુરુના ઉપયોગમાં આવે,
જ્યારે ગુરુની પૂજા જે દ્રવ્યથી કરવામાં આવે તે પૂજાદ્રવ્ય ગુરુના ઉપયોગમાં ન આવતાં તે ગુરુ કરતાં ગૌરવાહ સ્થાનમાં અર્થાત્ દેવદ્રવ્યમાં જાય. અર્પણ કરેલું દ્રવ્ય ઉપયોગમાં આવે, ચરણે ધરેલું દ્રવ્ય ગૌરવાહ સ્થાનમાં જાય. દેવને ચરણે ધરેલું દેવમાં જાય છેતેનું કારણ એ છે કે દેવ કરતાં ઊંચું એકેય સ્થાન નથી. પૂજ્યત્વ સરખું હોય એટલામાત્રથી પૂજાવિધિ પણ સરખી જ હોવી જોઈએ – એવો નિયમ નથી. સ્ત્રી અને પુરુષમાં મનુષ્યત્વ એકસરખું હોવા છતાં બેનાં વસ્ત્ર એકસરખાં ન હોય ને? તેમ અહીં પણ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૨૧
Page #223
--------------------------------------------------------------------------
________________
ભાવ અને સ્થાપનામાં પૂજ્યત્વ એકસરખું માનવાથી પૂજાવિધિની પણ સમાનતાની આપત્તિ આવશે-એવા કુતર્ક ન કરવા.
* આજે સાધુપણામાં આવેલાને પણ બાર પ્રકારનો તપ ન ગમે અને બાર પ્રકારની અવિરતિ જ ગમ્યા કરે તો શી હાલત થાય ? સાધુપણામાં આવ્યા પછી જો બાર પ્રકારના તપમાં રત હોય તો બિચારા વિષયો કરે શું ? આજે અવિરતિ ગમે છે માટે તપનાં ઠેકાણાં નથી. જેઓ તપમાં રત ન રહે તેઓ આજે નહિ તો કાલે અવિરતિમાં પાછા આવ્યા વિના નહિ રહે.
* સાધુભગવન્તના આચાર સાંભળવા માટે તત્પર હોય તેનું નામ શ્રાવક. શ્રાવકના આચાર સાંભળવાનું કામ માર્ગાનુસારી જીવો કરે.
* જેને અવિરતિનો ભય લાગે તેને દીક્ષા અપાય, જેને દુઃખનો ભય લાગે તેને દીક્ષા ન અપાય. સંસાર દુ:ખમય છે એનો અર્થ જ એ છે કે કર્મજનિત સુખ એ જ દુઃખરૂપ છે. અવિરતિ ઉપાદેય લાગે તે ધર્મ ન આરાધી શકે. સાધુ હોય કે સાધ્વી હોય, અવિરતિને ઉપાદેય માનીને પ્રવૃત્તિ કરે તે ચાલે ? અવિરતિને તોડી પાડવા માટે તો સાધુપણામાં બાર પ્રકારનો તપ બતાવ્યો છે. બાહ્ય તપ કરવાથી દુ:ખ ભોગવવાની શક્તિ મળે અને અભ્યન્તર તપ કરવાથી સુખ ટાળવાનું સત્ત્વ પ્રગટે છે. બાહ્યતપથી દુઃખનો દ્વેષ ટળી જાય છે અને અભ્યન્તરતપથી સુખનો રાગ ટળી જાય છે. અભ્યન્તર તપ કર્યા કરે, પંદર કલાક સ્વાધ્યાય કરે, ગોખ્યા કરે, વાંચ્યા કરે, ભણ્યા કરે તેને પાંચે ઈન્દ્રિયોના વિષયો કરે શું ? ભણવામાં મસ્ત હોય, જ્ઞાનમાં આનંદ આવતો હોય તેને સુખ લલચાવે નહિ. ઈચ્છાઓ એમને એમ નથી મરવાની, તેને પ્રયત્નપૂર્વક મારવી પડશે. ઈચ્છાઓને આધીન થવામાં ક્યારે ય કલ્યાણ નથી. અત્યાર સુધીમાં ઘણું ભોગવ્યું છે છતાં તૃપ્તિ નથી થઈ અને થવાની પણ નથી. બાહ્ય તપ કરીને પણ આજે આપણે શરીરની શક્તિ વધારવાનું જ કામ કર્યું છે અને અભ્યન્તર તપ કરીને વિકથા કરવાનું જ કામ કર્યું છે ને ? જેને અવિરતિનો પરિણામ જાગે તેને પિસ્તાળીસ આગમો ભણાવવાનું કહ્યું છે. આ રીતે સ્વાધ્યાયનું આલંબન લે તેની અવિરતિ મોળી પડયા વિના ન રહે.
* જેનાથી ધર્મ સિદ્ધ થાય તે ધર્મનો માર્ગ, માર્ગ બે પ્રકારનો છે. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ. તેમાંથી દ્રવ્યસ્તવ મોટેભાગે ગૃહસ્થોને જ હોય છે. ભાવસ્તવના અધિકારી સાધુભગવન્તો છે.
૨૨૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #224
--------------------------------------------------------------------------
________________
* દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ : આ બે પ્રકારના માર્ગમાંથી સૌથી પહેલાં ભાવસ્તવનું વર્ણન કર્યું છે. ભાવ એટલે પરમાર્થ. પરમાર્થ એટલે શ્રેષ્ઠ કોટિનો પદાર્થ. આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ કોટિનો પદાર્થ કોઈ હોય તો તે એકમાત્ર મોક્ષ જ છે. આ સંસારમાં અનુત્તરવિમાનનાં સુખો શ્રેષ્ઠ ગણાતાં હોવા છતાં તેને પરમાર્થ નથી કહ્યો. કારણ કે એ સુખો મળ્યા પછી પાછાં જતાં રહે છે, ત્યાં ગયા પછી પણ મોક્ષ મેળવવાનો બાકી છે. તેથી એક મોક્ષ એ જ ભાવ છે. અથવા તો તેવા પ્રકારના મોક્ષને અનુકૂળ એવા જે કોઈ અધ્યવસાય-વિચારણા તેનું નામ ભાવ. જે સંસારનું કારણ બને તેવા પાંચે ઈન્દ્રિયોના વિષયોની વિચારણા, એના સાધનની જે વિચારણા તે બધા જ અશુભ અધ્યવસાય કહેવાય. જે અધ્યવસાય મોક્ષનું કારણ બને તેનું નામ શુભ અધ્યવસાય. જેમાં સંસારનો-અવિરતિનો અધ્યવસાય આવે અને મોક્ષનો અધ્યવસાય ટળે તે બધો અશુભ અધ્યવસાય. ભાવ બે પ્રકારના છે. ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવ. એ બન્ને પ્રકારના ભાવને સમાવવા માટે બે પ્રકારે વ્યાખ્યા કરી. ભાવસ્વરૂપ સ્તવ તે ભાવસ્તવ અથવા ભાવના કારણે જે સ્તવ તે ભાવસ્તવઃ એમ બે રીતે સમાસ થાય છે. મોક્ષ ક્ષાયિકભાવનો છે અને તેના કારણરૂપ અધ્યવસાય ક્ષયોપશમભાવના છે. પુણ્ય ગમે તેટલું ઊંચું હોય, સારું હોય તોય ઔદયિકભાવનું જ છે. જ્યારે મોક્ષ ક્ષાયિકભાવનો છે. અને મોક્ષના ઉપાયો ભયોપશમભાવના છે. આથી માર્ગમાં પુણ્યની વાત ન આવે. જે સાધ્યમાં બાધા પહોંચાડે તેવું સાધન ન હોવું જોઈએ. અનુત્તરવિમાનમાં જનાર પણ જતાંની સાથે પહેલી ક્ષણે એ વિચારે છે કે – જવું હતું ક્યાં અને આવ્યો ક્યાં? ૩૩ ક્ષણ પણ જ્યાં રહેવાની ભાવના ન હોય ત્યાં ૩૩ સાગરોપમ સુધી રહેવું પડે તેની મનોદશા કેવી થાય ? આ તો ક્ષણવાર દુઃખ ધર્યા પછી પોતાની આત્મપરિણતિના કારણે તેઓ સ્વસ્થ બની તત્ત્વચિંતનમાં લાગી જાય છે. પણ આપણી વાત એ છે કે જેને જે જોઈતું ન હોય ને મળ્યા કરે તો દુઃખ થાય ને ? આપણને સંસારનું સુખ મળ્યા પછી દુઃખ કેમ નથી થતું? સુખ જોઈએ છે માટે જ ને?
સ. અનુત્તરવિમાનવાસીને તત્ત્વચિંતનનું સુખ ન હોય ?
તેઓ તત્વચિંતન સુખ માટે નથી કરતા, અવિરતિ નડી ન જાય અને અવિરતિની નિર્જરા થયા કરે માટે તત્ત્વચિંતન કરે છે.
* મોક્ષસ્વરૂપ ભાવ અથવા તો મોક્ષના કારણભૂત અધ્યવસાય સ્વરૂપ જે ભાવ, તે ભાવના કારણે (ભાવપૂર્વક) સ્તોતવ્ય એવા પરમાત્માની જે પૂજા અર્થા આરાધના કરવી તેને ભાવસ્તવ કહેવાય. અથવા તો ભાવ સ્વરૂપ આરાધના તે ભાવસ્તવ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૨૩
Page #225
--------------------------------------------------------------------------
________________
* માર્ગની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે પૃથતે કરી મા પરમસુખના અભિલાષી એવા જીવો વડે જેની અન્વેષણા કરાય છે તેનું નામ માર્ગ. જે શોધાય તે માર્ગ છે. જે મળી જાય તે માર્ગ હોય-એવું નહિ, જે શોધવા જવું પડે એવો માર્ગ હોય. આપણે સુખની શોધમાં નીકળીએ કે મોક્ષની? અથવા તો માર્ગની બીજી વ્યાખ્યા કરે છે કે કર્મમળને દૂર કરવા દ્વારા જેના વડે આત્મા શુદ્ધ (સાફ) કરાય છે તેનું નામ માર્ગ. જેના દ્વારા મોક્ષે પહોંચાય છે તેનું નામ માર્ગ. આશય એ છે કે મોક્ષરૂપ કાર્યની નિષ્પત્તિ માટે કેવળ ભાવનું જ જે આલંબન લેવાય છે તે ભાવમાર્ગ છે. જેમ મરુદેવામાતાને ભાવનું જ આલંબન હતું, તે ભાવપૂર્વકનું દ્રવ્ય અનુષ્ઠાન તેમની પાસે ન હતું. આથી તેમને માટે ભાવસ્વરૂપ જે સ્તવ એવો ભાવસ્તવ મોક્ષનું કારણ બન્યો હતો. તે રીતે તત્ત્વના જાણનું અથવા તો તત્ત્વના અજાણનું ભાવપૂર્વક જે પ્રવર્તન ક્રિયાને વિષે થાય છે તેને પણ ભાવથી સ્તવ સ્વરૂપ ભાવસ્તવ હોય છે. વજસ્વામી મહારાજા વિદિતતત્ત્વ હતા અને માલતુષમુનિ અવિદિતતત્ત્વ હતા. તે બન્નેનું દ્રવ્યક્રિયાને વિષે જે ભાવપૂર્વકનું પ્રવર્તન છે તે ભાવસ્તવસ્વરૂપ હતું.
* આજે આપણે પરિણામને વિદાય આપી છે અને પ્રવૃત્તિને વળગી પડ્યા છીએ માટે ભાવસ્તવ પામી શકાતો નથી. ચિત્તની પ્રસન્નતા અને આત્માની નિર્મળતા જેમાં થાય તે અનુષ્ઠાન ભાવતવરૂપ બને.
* દ્રવ્યદક્ષાથી જ તરાય, દ્રવ્યદક્ષા વિના ન તરાય આવો પરિણામ તે ભાવ. દ્રવ્યદીક્ષા વિના પણ ચાલે – આ પરિણામ ભાવસ્તવના ઘરનો નથી.
* ધર્મતત્ત્વ પછી માર્ગતત્ત્વનું નિરૂપણ કર્યું છે. કારણ કે ધર્મ કરવાનું ગમે તોપણ માર્ગ આરાધવાનું લગભગ ગમતું નથી. ધર્મ માર્ગની પ્રાપ્તિ કરાવનાર હોવાથી જ તત્ત્વરૂપ બને છે, મોક્ષે પહોંચાડવાનું કામ તો માર્ગ જ કરે છે – એ ભૂલવું નહિ. આજે આપણે ધર્મ કરવા છતાં માર્ગ ન પામી શક્યા હોઈએ તો તેનું કારણ એ જ છે કે આપણે માર્ગને આરાધવા માટે ધર્મ કર્યો જ નથી. જે માર્ગની આરાધના માટે ધર્મ કર્યો હોત તો આપણો ધર્મ આપણને મોક્ષે પહોંચાડ્યા વિના ન રહેત.
* ભાવસ્તવની બીજી વ્યાખ્યામાં આપણે બે દષ્ટાંત જોયાં. એક જ્ઞાનીનું અને બીજું અજ્ઞાનીનું. ભાવપૂર્વકની ક્રિયા બંન્ને પાસે હોવા છતાં તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિમાં ફરક હતો. વજસ્વામી મહારાજા વિદિતતત્ત્વ હતા. જ્યારે માણતુષમુનિ અવિદિતતત્વ હતા છતાં બન્ને ભાવસ્તવના સ્વામી હતા. અહીં માપતુષમુનિનું દષ્ટાન્ત એટલા માટે આપ્યું છે કે જેથી શ્રદ્ધા અને ક્રિયાનો સમન્વય જણાય. એક અક્ષરનો બોધ ન થવા છતાં
૨૨૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #226
--------------------------------------------------------------------------
________________
ચૌદ વરસ સુધી ભણવાની પ્રવૃત્તિ ચાલુ રાખે એ ક્યારે બને ? દ્રવ્યક્રિયા કર્યા વિના ન જ ચાલે આવો પરિણામ હોવાથી જ જ્ઞાન ન મળવા છતાં અધ્યયન ચાલુ રાખ્યું. એના પરિણામે અંતે કેવળજ્ઞાન પામી ગયા. આજે અમારાં સાધુસાધ્વી પણ બોલતા અને માનતા થઈ ગયા છે કે – “જ્ઞાન ચઢતું ન હોય તો ન ભણે તો ચાલે, અસંખ્યાત યોગમાંથી ગમે તે આરાધવાથી મોક્ષ મળે છે. માણતુષમુનિએ તો ભાવની સાથે દ્રવ્યથી પણ જ્ઞાનની આરાધના કરી હતી. આવડે કે ન આવડે ભણ્યા વિના નથી રહેવું. જેઓ જ્ઞાનને ઉપાદેય ન માને તે જ્ઞાનાવરણીયકર્મ ગાઢ કોટિનું બાંધે. ક્રિયા કર્યા વિના મોક્ષ મળે. પણ ક્રિયા કર્યા વિના ચાલે-એવું માને તેને મોક્ષ કોઈ કાળે ન મળે. ભગવાને બતાવેલાં અનુષ્ઠાન પરસ્પરનાં પૂરક છે, છેદક નથી. આથી એક પણ અનુષ્ઠાનને ટાળવાની જરૂર જ નથી. ભાવના નામે દ્રવ્યને બાજુ પર મૂકનારા ક્યારે ય ભાવના સ્વામી બની ન શકે. આજે તમને પણ દ્રવ્યસમ્યકત્વ ન ગમે, ભાવસમ્યકત્વ ગમે ને ? આજે તો શ્રાવકો પણ બોલતા થઈ ગયા કે આપણું માથું ઠેકાણે હોય, આપણી શ્રદ્ધા મજબૂત હોય તો ગમે ત્યાં જવામાં વાંધો નહિ. આ રીતે દ્રવ્યસમ્યકત્વની ઉપેક્ષા કરનારા ભાવસમ્યકત્વ કઈ રીતે પામી શકે ? આજે આપણે ભાવસભ્યત્વ ન પામી શક્યા હોઈએ તો તે દ્રવ્યસમ્યત્વ અર્થા સમ્યકત્વના આચારની ઉપેક્ષા કરવાના કારણે. શ્રી સુલસાસતીએ એવો વિચાર ન કર્યો કે આપણી શ્રદ્ધા મજબૂત હોય તો ગમે ત્યાં જવાય. આથી જ ભગવાનના નામે પણ ન છેતરાયાં. દ્રવ્યને સાચવ્યું તો ભાવસમ્યકત્વ નિર્મળ પામ્યાં. આજે તો, ભાવ આવી ગયા પછી દ્રવ્ય અકિંચિત્કર છે - એવું માનનારા ઘણા છે. ભાવ આવ્યા પછી તો દ્રવ્યની ઉપેક્ષા કોઈ કાળે ન થાયતેવું માને તે ભાવસ્તવ પામી શકે. ભાસ્તવમાં જે ત્રણ દષ્ટાંત આપ્યાં છે તેમાં એટલો ફરક છે કે મરુદેવામાતાને દ્રવ્ય દીક્ષાની પ્રાપ્તિના કોઈ સંયોગો ન હતા. વજસ્વામી મહારાજાને જ્ઞાનાવરણીયના ક્ષયોપશમસહિત ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ હતો અને માષતુષમુનિને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન હોવા છતાં બહુમાનગર્ભિત ભાવપૂર્વકની દીક્ષા હતી.
* દ્રવ્યના કારણે જે સ્તવ થાય અર્થાત્ દ્રવ્યના વ્યય દ્વારા જે આરાધના કરાય તે દ્રવ્યસ્તવ. અથવા ભાવસ્તવના કારણભૂત એવો દ્રવ્યરૂપ (પ્રધાનદ્રવ્યરૂપ) જે સ્તવ તે દ્રવ્યસ્તવ. અહીં દ્રવ્ય એટલે ભાવનો અભાવ એવો અર્થ ન કરવો. અર્થાત્ અપ્રધાન દ્રવ્ય (જે ભાવનું કારણ ન બને તે)નો સમાવેશ દ્રવ્યસ્તવમાં થતો નથી. કારણ કે અહીં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવને મોક્ષના માર્ગરૂપે વર્ણવ્યા છે. અપ્રધાનદ્રવ્ય મોક્ષનો માર્ગ ન બની શકે. તેથી નક્કી છે કે ભાવ માટેનો જે દ્રવ્યસ્તવ હોય અથવા ભાવપૂર્વકનો હોય
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૨૫
Page #227
--------------------------------------------------------------------------
________________
તેનું જ અહીં ગ્રહણ છે. દ્રવ્યને લઈને આરાધના તેમાં કરાય છે માટે દ્રવ્યસ્તવ કહ્યો છે, બાકી તો ભાવયુક્ત જ છે. ભાવ વગરનું દ્રવ્ય મોક્ષનો માર્ગ ન બની શકે.
* દ્રવ્યસ્તવ એટલે દ્રવ્યથી અર્થા દ્રવ્યને આશ્રયીને જે સદનુષ્ઠાન કરાય છે તે. અંત:કરણથી શૂન્યપણે ગોવિન્દવાચકાદિની જેમ જે સદનુષ્ઠાન કરાય તેને દ્રવ્યસ્તવ કહેવાય છે. જૈન દર્શનનું ખંડન કરવાના આશયથી ગોવિન્દવાચકે દીક્ષા લીધી હતી. આ રીતે દીક્ષા પ્રત્યે બહુમાનસ્વરૂપ ભાવ ન હોવાથી માત્ર દ્રવ્યથી જ દીક્ષા લીધી હતી, તે દ્રવ્યદીક્ષા કહેવાય. અને બીજી વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે દ્રવ્ય દ્વારા જિનભવનાદિ કરવા-બંધાવવા તે દ્રવ્યસ્તવ. જેમ ભરત મહારાજાએ અષ્ટાપદગિરિ ઉપર દ્રવ્ય-ધન વડે જિનભવન બનાવરાવ્યું તેમ. પૂજા વગેરે ગૃહસ્થોચિત દરેક અનુષ્ઠાન દ્રવ્યનાં કારણે થતાં હોવાથી તે અનુષ્ઠાનને ‘દ્રવ્યના કારણે થનારું આ વ્યાખ્યાને લઈને દ્રવ્યસ્તવ કહેવાય છે.
* આ બે પ્રકારના માર્ગ શિવપુરના સાર્થવાહ એવા સર્વજ્ઞભગવન્તોએ ઉપદેશ્યા છે. સાર્થવાહ તેને કહેવાય કે જે માર્ગ બતાવીને છૂટી ન જાય પરંતુ ખાવા, પીવા, પહેરવા, ઓઢવા, શરીર, માલસામાન વગેરે બધાની જ ચિંતા કરે. સાથે વહન કરે તે સાર્થવાહ. ભગવાને પણ આપણે મોક્ષે ન પહોંચીએ ત્યાં સુધીની આહારાદિ બધી જ ચિંતા કરી છે. આપણે ભગવાનની વાત ન માનીએ અને અંધકારમાં અટવાઈએ એ જુદી વાત. બાકી આપણે માર્ગમાં ક્યાંય અટવાઈએ એવું એક પણ વચન ભગવાનનું નથી. આવા સાર્થવાહ સાધુભગવન્તો પણ હોઈ શકે માટે સર્વજ્ઞ પદ મૂક્યું છે.
| * મોહના કારણે અટકે છે એવું નથી, મોહ સારો લાગે છે માટે જ અટકે છે. સીતાજી પોતાના કેશનો લોચ પોતાના હાથે કરી રામચંદ્રજીના ખોળામાં ગુચ્છો નાખીને દીક્ષા લેવા નીકળી પડ્યાં ત્યારે સ્નેહના યોગે રામચંદ્રજીને મૂર્છા આવી ગઈ. છતાં પતિ ભાનમાં આવે એની પણ રાહ જોવા રહ્યાં નથી. સીતાજી પર આટલો સ્નેહ હોવા છતાં રામચન્દ્રજી એ જ ભવમાં મોક્ષે ગયા. કારણ કે મોહ ભંડો લાગ્યા પછી તેને દૂર કરતાં વાર નથી લાગતી.
* આપણે ધર્મ કરીને દેવલોકમાં જઈએ તે આપણી ભૂલના કારણે અને મોક્ષમાં જઈએ તે ભગવાનની કૃપાના કારણે.
* માર્ગ બે પ્રકારનો બતાવ્યો છે તે જીવવિશેષને આશ્રયીને બતાવ્યો છે. દ્રવ્યસ્તવ એ પણ મોક્ષનો જ માર્ગ છે, દેવલોકનો નહિ. મોક્ષમાં જવું નથી, મોક્ષે મોડા
૨૨૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #228
--------------------------------------------------------------------------
________________
જવું છે અથવા તો પુણ્ય બાંધવું છે – એવા માટે ગૃહસ્થપણાનો ધર્મ બતાવ્યો છે, એવું નથી. મોક્ષમાં જવાની ભાવના હોવા છતાં, જલદી મોક્ષે જવાની ઈચ્છા હોવા છતાં સત્ત્વ ન હોય, શક્તિ ન હોય, સંયોગો ન હોય તેવા માટે દ્રવ્યસ્તવ બતાવ્યો છે. જે ભગવાને સકલજીવોને શાસનના રસિયા બનાવી મોક્ષે પહોંચાડવાની ભાવનાથી તીર્થંકરનામકર્મ બાંધ્યું તે ભગવાન આ સંસારનો માર્ગ ક્યારે ય બતાવે ખરા ? ‘મોક્ષમાર્ગ વિદ્યમાન હોવા છતાં આ જીવો સંસારમાં ભટકે છે કેમ ?' આવી ચિંતાથી જે ભગવાન જીવોને સંસારમાર્ગથી ખસેડી મોક્ષમાર્ગે લઈ જવાની ભાવના ભાવે તે ભગવાન દેવલોકમાં જવા માટે દ્રવ્યસ્તવની પ્રરૂપણા કરે ખરા ? બોલનારા ભલે બોલે કે ‘સંસારના સુખ માટે ધર્મ કરાય.' પણ આપણું માથું તો ઠેકાણે હોવું જોઈએ ને ?
* જિનબિંબ અને જિનમંદિર વિહિત છે, તેવી રીતે ગુરુમૂર્તિ ને ગુરુમંદિર ભરાવવાનું વિહિત નથી. જો ગુરુમંદિર વિહિત હોય તો અત્યાર સુધી છતી શક્તિએ ગુરુમંદિર કે મૂર્તિ ન કરવાથી ‘કિચ્ચાણમકરણે’ નું પાપ લાગે ને ? જે વિહિત કૃત્ય ન કર્યું હોય તેની આલોચના પ્રતિક્રમણમાં કરીએ છીએ ને ? ગુરુમંદિર ન બનાવવામાં દોષ નથી માટે જ નક્કી છે ને કે ગુરુમંદિર વિહિત નથી.
સ. દેવનું દ્રવ્ય દેવમાં વપરાય, જ્ઞાનદ્રવ્ય જ્ઞાન માટે વપરાય તો ગુરુદ્રવ્ય ગુરુમાં કેમ ન વપરાય ?
ગુરુ દ્રવ્ય વગરના છે માટે ગુરુનું દ્રવ્ય ગુરુમાં ન જાય, ગુરુના ચરણે ધરેલું દ્રવ્ય એ નિશ્રાકૃત નથી બનતું, કારણ કે ગુરુની પૂજાના નિમિત્તે તે આવેલું છે, તેથી જ તે ગુરુના પૂજ્યત્વને લઈને આવેલું હોવાથી ગૌરવાહ સ્થાનમાં જાય, ગુરુના ઉપયોગમાં ન આવે. ગુરુને અર્પણ કરેલું દ્રવ્ય તેમની વૈયાવચ્ચમાં લઈ શકાય. સ્થાપના જડ હોવાથી તેમાં નિશ્રાકૃત કે અનિશ્રાકૃત ભેદ કરવા નહિ: આવું કહેવું વ્યાજબી નથી. કારણ કે સ્થાપના ભાવની છે, ભાવનો આરોપ કર્યો હોવાથી ભાવથી સંવલિત છે તેથી સ્થાપનાસંબંધી દ્રવ્ય તો પૂજાના નિમિત્તે જ આવેલું હોય છે. સ્થાપનાને અર્પણ કરેલું દ્રવ્ય નથી હોતું. તેથી સ્થાપનાસંબંધી આવક ગૌરવાર્હ સ્થાનમાં જાય.
સ. જો ગુરુદ્રવ્ય દેવદ્રવ્ય જ હોય તો અતિચારમાં દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય .. ભક્ષિતઉપેક્ષિત આવે છે ત્યાં શું સમજવું ?
ત્યાં ગુરુના નિમિત્તે આવેલું દ્રવ્ય તે ગુરુદ્રવ્ય સમજવું, તેમ જ ગુરુવૈયાવચ્ચ માટેનું જે દ્રવ્ય તેની રક્ષા કરવાની વાત છે. ગુરુભક્તિસ્વરૂપે આવેલું ધનાદિ ગુરુદ્રવ્ય
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૨૭
Page #229
--------------------------------------------------------------------------
________________
દેવદ્રવ્યની જેમ વપરાય. ગુરુભક્તિ માટે આવેલું વસ્ત્રપાત્રાદિ ગુરુના ઉપયોગમાં આવે. શાસ્ત્રીય પરિભાષામાં આ બંન્ને ગુરુદ્રવ્ય કહી શકાય. દેરાસરના ભંડારમાં આવેલું દ્રવ્ય અને ભગવાનની ભક્તિ માટે આવેલું દ્રવ્ય : બંન્ને દેવદ્રવ્ય કહેવાય. પણ ભંડારના દ્રવ્યથી ભગવાનની પૂજા ન થાય, ભક્તિ માટે આવેલા દ્રવ્યથી થાય. તેમ અહીં સમજવું.
* ગૃહસ્થપણાનો ધર્મ હોય કે સાધુપણાનો ધર્મ : બંન્નેનું ફળ તો એક મોક્ષ જ છે. માર્ગમાં ભેદ પડ્યો છે તે માત્ર સત્ત્વ વગેરેના ભેદના કારણે છે, આશયભેદના કારણે કે ફળભેદના કારણે નહિ. ફળ એક જ પ્રકારનું છે, ફળને પામવાનો આશય પણ એક-સરખો છે માત્ર શક્તિ ન હોવાથી સાધનમાં ફરક પડ્યો છે. સામા ગામમાં જવા માટે કોઈ ગાડીમાં જાય, કોઈ સાયકલ પર જાય ને કોઈ પગપાળા પણ જાય. ત્રણેનો આશય એક જ છે ને ? તેવી રીતે ગૃહસ્થપણાનો ધર્મ પણ જે મોક્ષના આશયવાળો હોય તો જ તે દ્રવ્યસ્તવ કહેવાય. આજે તમે કે અમે જે ધર્મ આરાધીએ છીએ તે મોક્ષના આશયવાળો છે ખરો? અમે સિદ્ધ થવા માટે દીક્ષા લીધી કે માત્ર સાધુ થવા માટે દીક્ષા લીધી? તમે શ્રાવકપણું શેના માટે પાળો છે ? સાધુ થવું નથી માટે કે સાધુ થવાતું નથી માટે ? નવકારશી કરીએ છીએ તે ઉપવાસ કરવો નથી માટે કરીએ છીએ કે ઉપવાસ થતો નથી માટે? આજે અમારે સિદ્ધ થવું નથી માટે સાધુપણું પાળીએ છીએ અને તમારે સાધુ થવું નથી માટે શ્રાવકપણું પાળો છો - એવી જ દશા તમારીઅમારી છે ને ? સાધુ થવા માટે તમારો પ્રયત્ન હોય અને સિદ્ધ થવા માટેનો અમારો પ્રયત્ન હોય : એવું દેખાય છે ખરું ? તમને શ્રાવક થયાનો સંતોષ છે અને અમને સાધુ થયાનો સંતોષ છે ને ? આજે તમે કે અમે મોક્ષના ધ્યેયને ભૂલી ગયા હોવાથી તમારો કે અમારો ધર્મ માર્ગરૂપ નથી બની શક્તો. આજે તમે કે અમે માત્ર સુખ મેળવવા અને દુઃખ ટાળવાના જ પ્રયત્નમાં લાગ્યા છીએ ને ? આજે આપણી પાસે સુખ છોડવાનો ને દુઃખ ભોગવવાનો સંકલ્પ નથી તે જ તો પ્રણિધાનના અભાવને સૂચવે છે. સુખ છોડવું છે અને દુઃખ ભોગવી લેવું છે. આવા સંકલ્પને જ પ્રણિધાન કહેવાય છે.
* જે ભાવસ્તવનો અધિકારી ન હોય તેના માટે દ્રવસ્તવ છે. આજે મનુષ્યજન્માદિ સામગ્રી પામી મોક્ષમાં જવાનો અધિકાર મળવા છતાં સંસારના સુખો મેળવવા માટે પ્રયત્ન કરવો તે અનધિકાર ચેષ્ટા છે.
૪ ભાવસ્તવ અને દ્રવ્યસ્તવનું સ્વરૂપ જણાવતાં નવમી ગાથામાં ફરમાવ્યું છે કે યાજજીવ આગમની વિધિ મુજબ અર્થાત્ શાસ્ત્રના વચન મુજબ ચારિત્રનું પાલન કરવું એ પહેલો ભાગસ્તવ છે. તેમ જ ન્યાયથી ઉપાર્જિત દ્રવ્ય વડે જિનભવન કરાવવું
૨૨૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #230
--------------------------------------------------------------------------
________________
વગેરે દ્રવ્યસ્તવ છે. ગૃહસ્થપણાનાં અનુષ્ઠાન દ્રવ્યસ્તવ ગણાય, કારણ કે તે ભાવસ્તવરૂપ સાધુપણાનું કારણ છે. જ્યારે સાધુના દરેક અનુષ્ઠાન ભાવસ્તવરૂપ ગણાય. ગૃહસ્થને પ્રતિક્રમણ કરવા માટે આવવું હોય તોપણ દાન આપતાં આપતાં આવવાનો વિધિ છે, સાધુભગવન્તનું પ્રતિક્રમણ એવું નથી હોતું. જેને પાપ ખટકે તેને પરિગ્રહ પણ ખટકે ને ? સાધુપણાનાં દરેક અનુષ્ઠાન વિરતિપ્રત્યયિક હોવાથી ભાવસ્તવસ્વરૂપ છે, તે પણ આગમાનુસારે કરાયેલા હોય તો. આગમ એટલે ગણધરભગવંતોએ કરેલ શાસ્ત્રની રચના. ગણધરભગવન્તોના વચન પર આદર ન જાગે તે ભાવસ્તવના અધિકારી નથી. ગણધરભગવન્તો છમસ્થપણામાં બોલ્યા હોવા છતાં સર્વજ્ઞભગવન્ત તેના પર મહોરછાપ મારી હોવાથી તે વચનો આપણા માટે પરમશ્રદ્ધેય કોટિનાં છે. આગમાનુસાર અનુષ્ઠાનનું પ્રાધાન્ય જણાવતાં ટીકામાં ફરમાવ્યું છે કે પોતાની રુચિથી કરેલ અનુષ્ઠાન નિષ્ફળ છે. શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ ન મળે તે રુચિ મુજબનું અનુષ્ઠાન છે-એમ સમજી લેવું. જે શાસ્ત્રના પાને મળે તે શાસ્ત્રસિદ્ધ કહેવાય અને જે શાસ્ત્રના આધાર વિના સ્વમતિકલ્પનાથી કરાયેલું હોય તે ઈચ્છા મુજબનું અનુષ્ઠાન કહેવાય. આવું સ્વૈચ્છિક આચરણ નિષ્ફળ હોય છે.
* અહીં (પ્રતમાં) જે ન્યાયાર્જિત પદની ટીકા કરી છે તેમાં સ્વામિદ્રોહ... આ પદમાં કંઈક અશુદ્ધિ રહી ગઈ લાગે છે. સ્વામિદ્રોહ, વિશ્વસિતનું વંચન, ચોરી વગેરે ગર્લ્સ આચારના વર્જનપૂર્વક અર્થોપાર્જનના ઉપાયભૂત એવો પોતપોતાના કુલાચારને અનુરૂપ જે સદાચાર તેને ન્યાય કહેવાય છે – આવો અર્થ છે. ન્યાયાર્જિતદ્રવ્યથી જ જિનમંદિરાદિ કરવા જોઈએ એવું કહેવા દ્વારા એમ સૂચવ્યું છે કે અન્યાયાર્જિત ધન વડે જિનમંદિરાદિ બંધાવવું તે માર્ગાનુયાયી નથી. આ પ્રમાણે ટીકાકારે જણાવ્યું છે.
* ફુદ વ ... કેવળ ભાવનું આલંબન લેવું તે ભાવસ્તવ અને માત્ર દ્રવ્યથી જ ક્રિયામાં પ્રવર્તવું તે દ્રવ્યસ્તવઆવા પ્રકારની વ્યાખ્યા તુચ્છ અર્થને જણાવનારી હોવાથી અહીં એવી વ્યાખ્યા કરી નથી.
* ન્યાયથી ઉપાર્જિત એટલે જે સ્વામિદ્રોહ, વિશ્વસનીયને ઠગવું, ચોરી-લૂંટ વગેરેથી તેમ જ દારૂ, જુગાર, અભક્ષ્યાદિના ગહણીય ધંધાથી મેળવેલું ન હોય તે ન્યાયાર્જિત ધન કહેવાય. ચોરી અને લૂંટમાં એટલો ફરક છે-માલિકના અજાણતાં લઈ જવું તે ચોરી કહેવાય અને માલિકના જાણતાં લઈ જવું તે લૂંટ કહેવાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૨૯
Page #231
--------------------------------------------------------------------------
________________
સ. આજના કાળમાં આવું ધન કમાવવું કઠિન છે.
જે એ કઠિન લાગતું હોય તો દ્રવ્યસ્તવ આરાધવા ઘરમાં રહેવાના બદલે સાધુ થઈ જવું છે. આ રીતે ધન કમાઈને ધર્મ કરવો તેના બદલે થોડું સત્ત્વ ફોરવી સાધુ થઈ જવું સહેલું છે ને?
સ. સાધુપણાનો માર્ગ સહેલો અને જલદીથી મોક્ષે લઈ જાય એવો છે છતાં સાધુ થવાનું મન કેમ નથી થતું?
મોક્ષે જવાનું મન નથી માટે. મોક્ષે જવું હોય તે આ રીતે વર્તી શકે ખરો ? સ. મોક્ષે જવાનો ટારગેટ તો છે.
ઉઘરાણી વસૂલ કરવાનો ટારગેટ જેવો છે એવો મોક્ષે જવાનો ટારગેટ નથી ને ? મોક્ષે જવું હોય તેને સંસારમાં પુણ્ય ભોગવવામાં રસ પડે ખરો? આજે નિયમ લેવો છે કે ઘરમાં એક પણ વસ્તુ માંગવી નથી. પુણ્ય તપતું હોય અને વગર માંગ્યે અનુકૂળ વસ્તુ મળતી હોય તોપણ ભાણામાંથી કાઢી નાંખવી છે. પુણ્ય છે માટે ભોગવવું પડે છે – એવું નથી, પુણ્ય ગમે છે માટે ભોગવીએ છીએ. ભગવાનનું પુણ્ય કેટલું હતું છતાં છોડી દીધું ને?
સ. ધર્મ કરવાથી પુણ્ય બંધાય એ પુણ્ય ભોગવવું પડે ને?
ધર્મ કરવાથી પુણ્ય બંધાય તોપણ એ ભોગવવું પડે એવો નિયમ નથી, એ પુણ્ય ભોગવ્યા વગર ખપી જતું હોય તો ભોગવવા નથી રહેવું. આજે આટલો નિયમ લેવો છે કે પુણ્ય ભોગવ્યા વગર ખપી જતું હોય તો પુણ્ય ભોગવવા રહેવું નથી. ભગવાનનું પુણ્ય ભોગવ્યા વગર ખપે એવું ન હતું માટે ભગવાન ઘરમાં રહ્યા હતા. ૨૮ વરસ સુધી પુષ્ય ભોગવ્યા બાદ જયારે જોયું કે બે વરસનું કર્મ બાકી હોવા છતાં ભોગવ્યા વગર ખપે એવું છે, એની મેળે બે વરસમાં ખપી જાય એવું છે તો તે ભોગવવા ન બેઠા. સ્નાન, શણગાર, સચિત્ત પાણી વગેરેનો ત્યાગ કરીને ઘરમાં રહ્યા ને ? જે એની મેળે જાય એવું હોય તેને ધક્કો ન મારવો પડે, એની મેળે ન જાય તો ગળેથી પકડીને કાઢવું પડે ને ? ૨૮ વરસનું ચારિત્રમોહનીય નિકાચિત હોવાથી ગળે પકડીને-ભોગવીને-ટાળવું પડ્યું.
* અન્યાયથી ઉપાર્જિત વિત્તથી મંદિર બંધાવવામાં આવે અથવા તો ધર્મસંબંધી કોઈ પણ અનુષ્ઠાન કરવામાં આવે તો તે માર્ગાનુયાયી નથી - આ વસ્તુ તમને બેસે છે ખરી ?
૨૩૦.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #232
--------------------------------------------------------------------------
________________
સ. અન્યાયોપાત્ત ધન પાપમાં જાય તેના કરતાં ધર્મમાં જાય એમાં શું ખોટું ?
‘વિષ રસ્તા પર ફેંકીએ, ધૂળમાં જાય તેના કરતાં દૂધપાકમાં નાંખવું સારું આવો વિચાર કોઈ દિવસ આવેલો ? દૂધપાક જેટલી ધર્મની કિંમત નથી ને ? વિષજેટલી ભયંકરતા અન્યાયથી મેળવેલા ધનની લાગતી નથી ને ? ધર્મ પ્રત્યે, આગળ વધીને ભગવાનના વચન પ્રત્યે પ્રીતિ જાગશે ત્યારે આ વસ્તુ મગજમાં બેસશે. તમને નહિ અમને પણ ભગવાનના વચન પ્રત્યે પ્રીતિ નથી. અમે અમારી ઈચ્છાથી માસક્ષમણ કરી શકીએ પણ ભગવાનની આજ્ઞા ખાતર ચૌદસનો ઉપવાસ ન કરી શકીએ. સો ઓળી ઈચ્છાથી કરીએ પણ આજ્ઞાથી એકાસણાં ન કરીએ! તમારે ત્યાં પણ એ જ નિયમ છે ને ? નોકરી શેઠની આજ્ઞા પ્રમાણે કરીએ તો કાયમ ટકી રહે પણ ઈચ્છા મુજબ જીવીએ તો શેઠ ગડગડિયું પકડાવી દે ને ?
* આજે કોઈનું કહ્યું માનવું એ ગુણ નથી મનાતો. આજે તો જે વધારે દલીલો-ચર્ચા કરે તે જ્ઞાની અને ભગવાનનું કે ગુરુનું કહ્યું માની લે તે બુડથલ ગણાય. આજે આપણે ગુરુનું માનીએ વધારે કે ચર્ચા વધારે કરીએ ? જેને માનવું નથી તે ગમે તેટલી ચર્ચા કરે તેનો શો અર્થ ?
* જેમાં વિરતિને પામવાનો પરિણામ ન હોય તે ભાવસ્તવ તો નથી પરંતુ તેની દ્રવ્યસ્તવમાં પણ ગણના કરી શકાય તેમ નથી. માત્ર પાપ છોડવાની ભાવના હોય ને વિરતિ પામવાની ભાવના ન હોય તે દ્રવ્યસ્તવ પણ નથી. પાપવ્યાપાર ન કરવાનો આજ્ઞાનુસારી પરિણામ તે ભાવસ્તવ અને એવો ભાવ આવે તે માટે જે કોઈ ક્રિયા કરાય તે બધી દ્રવ્યસ્તવમાં ગણાય છે.
* સાધન ગમે તેટલું ઊંચુ હોય તો પણ તે માર્ગસ્થ હોય તો જ તે ઈષ્ટસ્થાને પહોંચાડે. વિશુદ્ધકોટિનો ધર્મ કહો કે માર્ગ કહો : બન્ને એક જ છે. છતાં પણ ધર્મથી માર્ગને જુદો પાડીને બતાવ્યો છે તેનું કારણ જ એ છે કે અશુદ્ધ ધર્મને પણ ધર્મતત્ત્વ માનીને આપણે ધર્મ આરાધવાનું ચાલુ રાખ્યું છે. આજે ધર્મ આપણે જેમ જેમ વધારે આરાધતા ગયા તેમ તેમ ઉન્માર્ગગામી બનતા ગયા. એના બદલે માર્ગને આરાધવા માટે, માર્ગસ્થ બનવા માટે પ્રયત્ન કર્યો હોત તો આપણે વિશુદ્ધ ધર્મને પામી ગયા હોત.
* આપણા ધર્મને વિશુદ્ધ બનાવવાનું કામ માર્ગનું જ્ઞાન કરે છે માટે જ જ્ઞાનની આરાધના આપણે કરીએ છીએ ને? જ્ઞાનપંચમીની આરાધના જ્ઞાન માટે નથી, માર્ગનું જ્ઞાન મેળવવા માટે કરવાની છે. આપણે જ્ઞાનની આરાધના કરવી છે તે પંડિત થવા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૩૧
Page #233
--------------------------------------------------------------------------
________________
માટે નથી કરવી, વિદ્વાન થવા માટે નથી કરવી, વિષયના જ્ઞાતા થવા માટે પણ નથી ભણવું, માત્ર માર્ગસ્થ બનવા માટે ભણવું છે.
સ. જ્ઞાનપાંચમને સૌભાગ્ય પંચમી કહે છે ને ?
આત્માના ગુણો મળવા તેનું નામ સૌભાગ્ય. શરીરના ગુણો મળવા એ તો દુર્ભાગ્ય છે. લાભપંચમી પણ એ જ આશયથી કહેવાય છે તેનાથી ક્ષાયિકભાવના ગુણો મળે છે. ક્ષાયિકભાવના ગુણોની પ્રાપ્તિ થવી તે લાભ અને ઔદયિકભાવના ગુણોની પ્રાપ્તિ થવી તે ગેરલાભ. આત્માના ગુણોને – આત્મસ્વરૂપને ઢાંકવા માટે કોઈ પ્રયત્ન નથી કરવો, આત્મગુણોને પ્રગટાવવા માટે જ પ્રયત્ન કરવાનો છે. ડોકટરો આંખ ન આપે, મોતીયો દૂર કરી આપે. તે રીતે ભગવાન કે ગુરુભગવન્ત અજ્ઞાન ટાળવાનો ઉપાય બતાવે, જ્ઞાનગુણ તો આપણી પાસે જ છે. જ્ઞાનની ઉપાસના અજ્ઞાન ટાળવા માટે જ કરવાની છે. કેવળજ્ઞાન પામવા માટે ભણવાની નહિ, જ્ઞાનાવરણીયની નિર્જરા કરવાની જરૂર છે. ભણવાના કારણે, શ્રુતજ્ઞાનની ઉપાસનાથી કર્મનિર્જરા થાય છે માટે ભણવાનું કહ્યું. જેને કેવળજ્ઞાન જોઈતું નથી, તે શ્રુતજ્ઞાનનાં સાધનો શા માટે વસાવે? આજે પુસ્તકો રાખવાનું વધ્યું છે પણ આશય બદલાઈ ગયો છે. જ્ઞાન ભુલાઈ ન જાય માટે પુસ્તક રાખવાનું હતું તેના બદલે જ્ઞાન ભૂલવા માટે પુસ્તક રાખવાનું કામ આજે ચાલુ છે ને ? પુસ્તક રાખતા થઈ ગયા તેથી જ્ઞાન કંઠસ્થ પણ ન રહ્યું અને અર્થ માથામાં ન રહ્યો.
* કેવળી ભગવન્તની એ વિશેષતા છે કે જ્ઞાન સંપૂર્ણ હોવા છતાં બોલતા નથી. જ્યારે આપણું એ મોટામાં મોટું અપલક્ષણ છે કે અધૂરા, અધકચરા જ્ઞાને બોલબોલ કર્યા વિના રહેતા નથી.
* આજે પુસ્તકને પગ ન લગાડનારા પણ અક્ષરવાળાં કપડાં પહેરે ને ? નાના છોકરાને પણ પુસ્તકને પગ ન લગાડવાના સંસ્કાર આપે અને પાછા અક્ષરવાળાં કપડાં પહેરાવે. આ બધું માર્ગના જ્ઞાનના અભાવે થાય છે. આવા પ્રકારનું જ્ઞાનનું બહુમાન ભીલની દયાજેવું છે.
* જે જ્ઞાન કર્તવ્યના પાલનમાં ઉપયોગી બને તેને માર્ગસ્થજ્ઞાન કહેવાય. જ્ઞાની પણ પ્રમાદ, નિદ્રા, વિકથા કરે તો દુર્ગતિમાં જાય એવું જેનાથી સમજાય તે જ્ઞાનને માર્ગસ્થ જ્ઞાન કહેવાય.
૨૩૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #234
--------------------------------------------------------------------------
________________
* જિનભવનકરણાદિ દ્રવ્યસ્તવ છે – એ પ્રમાણે કહ્યું તે વિસ્તારથી દસમી ગાથાથી જણાવે છે : જિનમંદિર બંધાવવું, પ્રતિમા ભરાવવી, તેની પ્રતિષ્ઠા કરવી, યાત્રાપૂજાદિ કરવી-આ બધાં જ અનુષ્ઠાનો સૂત્રોક્ત-આગમોક્ત વિધિથી કરવામાં આવે તો તે ભાવસ્તવરૂપ ચારિત્રનું કારણ બનતાં હોવાથી દ્રવ્યસ્તવરૂપ છે. જેને સૂત્રોક્ત વિધિ પ્રત્યે પ્રેમ ન હોય તેને જ્ઞાન પણ ન મળે, દર્શન પણ ન મળે, ચારિત્ર પણ ન મળે. પ્રજ્ઞા એ ગુણ નથી, માર્ગાનુસારી પ્રજ્ઞા એ ગુણ છે. અને પ્રજ્ઞામાં માર્ગનુસારિતા આગમ પ્રત્યેના બહુમાનથી આવે છે.
* વિધિ પ્રત્યે રાગ કેળવવો છે અને એ રાગ ન કેળવાય ત્યાં સુધી વિધિ છોડવી નથી. ભાવ વિના પણ વિધિપૂર્વક દ્રવ્ય ક્રિયા કરી હશે તો તે પરિણામે ભાવને ખેંચી લાવશે, માત્ર ભાવ લાવવાનો સંકલ્પ મજબૂત હોવો જોઈએ. શ્રી અધ્યાત્મસારગ્રંથમાં કહ્યું છે કે ગુરુપાતંત્ર્યના કારણે દ્રવ્યદક્ષાને પામેલા ઘણા જીવો મોક્ષમાં ગયા છે. તે રીતે આગમની પરતંત્રતા હશે તો દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ બનશે જ. આના ઉપરથી સ્પષ્ટ છે ને કે માત્ર સાધુપણાનાં અનુષ્ઠાનો આજ્ઞા મુજબ કરવાનાં છે એવું નથી, શ્રાવકપણાનું પણ દરેક અનુષ્ઠાન આજ્ઞાપૂર્વકનું વિધિમુજબનું હોય તો જ તે દ્રવ્યસ્તવરૂપે ગણી શકાય છે.
* લૌકિક ધર્મથી છૂટા પડીને લોકોત્તરધર્મની આરાધના શરૂ કર્યા પછી પણ એ લોકોત્તર ધર્મથી વિખૂટા પાડવાનું કામ માર્ગની અનારાધના કરે છે. શરૂઆતમાં લોકો ધર્મની આરાધના કરવા માટે તત્પર બને છે માટે પહેલાં ધર્મતત્ત્વનું નિરૂપણ કર્યું છે. અને એ ધર્મ માર્ગાનુસારી બને તો જ મોક્ષનું કારણ બને છે માટે ધર્મતત્ત્વ પછી માર્ગતત્ત્વનું નિરૂપણ કર્યું છે.
* ધર્મસ્થાનમાં આવેલાને પ્રભાવનાની લાલચ લાગે તો તેનો ધર્મ નકામો જાય. આજે નક્કી કરવું છે કે પ્રભાવના માંગતી નથી. માંગવું હોય તો એક મોક્ષ અને મોક્ષનાં સાધન માંગવાં છે. માંગવું તો સંયમ માગવું અને સંયમની યોગ્યતા માંગવી છે. બીજું કાંઈ નથી માંગવું. પ્રભાવનાની લાલચ છોડવા માટે નિયમ લઈ લો કે પ્રભાવના લઈને ઘરે નથી જવું. પછી તે ઉપધાનની કે સંઘની પ્રભાવના હોય તો પણ રાખવી નથી. ઉચિત રીતે તે આપી દેવી છે. સોનાની કંઠી આવી હોય તો પણ તે દેરાસરમાં આપી દેવી, અથવા સાધર્મિકને આપી દેવી, પોતે ન વાપરવી આટલું બનશે?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૩૩
Page #235
--------------------------------------------------------------------------
________________
* સાક્ષા ફળનું કારણ બને તે ભાવસ્તવ અને ભાવસ્તવનું છે કારણ બને તેનું નામ દ્રવ્યસ્તવ. પાપવ્યાપારનો ત્યાગ કરીને જે સ્તવ કરાય છે તેને ભાવસ્તવ કહેવાય છે. પાપવ્યાપાર ચાલુ રાખીને ધર્મ કરવો તેને દ્રવ્યસ્તવ કહેવાય છે.
* પોતાની સાધનાને જે પ્રગટ કરે તેની તે સાધના ફળે નહિ.
* અહીં કેટલાક સાધ્વાભાસોને દ્રવ્યસ્તવમાં પ્રવર્તતા જોઈને કોઈને, સાધુભગવન્તો પણ દ્રવ્યસ્તવના અધિકારી છે' એવી શંકા ન થાય તે માટે દ્રવ્યસ્તવમાં સાવધપણું બતાવવા દ્વારા દ્રવ્યસ્તવના વિષયમાં સાધુની અનધિકારિતા ૧૧મી ગાથાથી જણાવી છે કે – જે કારણથી છજવનિકાયના સંયમનો અર્થો વિરતિનો ભંગ થાય છે તે કારણથી તીર્થંકરભગવન્તો સાધુભગવન્તને પુષ્પાદિકની અર્થી દ્રવ્યસ્તવની અનુજ્ઞા આપતા નથી.
સ. અન્ય સમુદાયના સાધુ પાસે અમુક ગુણો હોય, વ્યાખ્યાન-વાચન સારી આપતા હોય તો ત્યાં જવું કે નહિ ?
સમુદાયનો કોઈ સવાલ નથી, ઉસૂત્રભાષણનો સવાલ છે. જેઓ ઉસૂત્રભાષી હોય તેમની પાસે જવું નથી. જેઓ સંસારના સુખને ઉપાદેય મનાવે, અવિરતિને ઉપાદેય મનાવે, દ્રવ્યસ્તવ કરવા જેવું માને, ભાવસ્તવને ગૌણ મનાવે તે ઉસૂત્રભાષી. શ્રીમતી સુલસાસતી અંબડતાપસને ત્યાં ન ગયાં ને ? આપણને ગુણો જોઈતા હોય અને ગુણની રક્ષા કરવી હોય તો ગમે તે ઠેકાણે ન જવાય. ત્યાંથી સારું લેવાને બદલે આપણું સારું ત્યાં મૂકીને ત્યાંનું ખોટું લઈ આવવાની સંભાવના વધારે છે.
* પુષ્પાદિના ઉપલક્ષણથી દ્રવ્યસ્તવનું ગ્રહણ કર્યું છે. ઉપલક્ષણ એટલે જેનો ઉલ્લેખ ન કર્યો હોય તે પણ અનુસંધાનથી સમજી લેવું. એક વસ્તુનો ઉલ્લેખ કર્યો હોય ત્યારે તત્સમ (તેના જેવી) બીજી પણ વસ્તુઓનો ઉલ્લેખ સમજી લેવો તે ઉપલક્ષણ. કૂતરાથી દૂધદહીંની રક્ષા કરવાનું કહ્યું હોય ત્યારે ગાયબકરી વગેરેથી પણ રક્ષણ કરવાનું કહ્યું છે. એવું ઉપલક્ષણના કારણે સમજાય છે.
* અહીં શિષ્ય શંકા કરે છે કે સર્વસંવરરૂપ સંયમ જેમણે ગ્રહણ કર્યું છે તેવા સાધુઓએ પણ દર્શનની શુદ્ધિ કરવાયોગ્ય છે. એ શુદ્ધિ તીર્થંકરભગવન્તની પૂજાથી વિશેષે કરીને થઈ શકે એવું છે, તો સાધુઓને દ્રવ્યસ્તવની અનુજ્ઞા કેમ નથી અપાતી... આવા પ્રકારની શંકાના નિરાકરણમાં ૧૨મી ગાથા જણાવે છે કે જેના વડે આ ભાવસ્તવની વિચારણામાં પરમદેવ એવા તીર્થંકરભગવન્તની પરમ આશા ખંડિત નથી કરાઈ તેણે
૨૩૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #236
--------------------------------------------------------------------------
________________
આ ભુવનનાં સઘળાં સારાં કાર્યો કરી લીધાં છે અર્થાત્ એવું એકે પૂજાકર્મ આ ભુવનમાં નથી કે જે તેના વડે ન કરાયું હોય.
તાત્પર્યાર્થ એ છે કે સાધુભગવન્ત પુષ્પપૂજાદિમાં પ્રવૃત્તિ કરતા ન હોવા છતાં સર્વઅનુષ્ઠાનના સ્વીકારના મૂળભૂત સર્વજ્ઞની આજ્ઞાનું પાલન કરતા હોવાથી અને પૂજા વગેરે દ્રવ્યસ્તવના વિષયમાં દેશના દ્વારા અને ઉચિત ઉપદેશ આપવા દ્વારા અનુમોદન કરવા વડે દર્શનની શુદ્ધિ નિયમા કરે છે. આ રીતે નક્કી છે કે દ્રવ્યસ્તવનો અધિકાર આપણી અયોગ્યતાના પ્રભાવે મળ્યો છે, ભાવસ્તવની યોગ્યતા ન કેળવી માટે દ્રવ્યસ્તવનો અધિકાર મળ્યો. ભગવાનની આજ્ઞાનું ખંડન ન કરવું – આટલું કૃત્ય જેણે કર્યું હોય તેનાં બધાં જ કૃત્યો થઈ ગયાં છે. અને જેઓ ભગવાનની આજ્ઞાનું ખંડન કરે તેઓ ગમે તેટલી ક્રિયાઓ કરે તેની કોઈ કિંમત નથી. સાધુભગવન્તોએ ભગવાનની આજ્ઞા મુજબ સર્વસંવરભાવનો સ્વીકાર કરેલો હોવાથી એ આશાના પાલનથી જ તેમના દર્શનની શુદ્ધિ થઈ જવાની છે.
* મનવચનકાયાની શુદ્ધિપૂર્વક સર્વ જીવોના સંરક્ષણ માટે તત્પરતા સ્વરૂપ આશા, નિરુપમ એવા મોક્ષસુખની સાધક હોવાથી સાધુભગવન્ત પરમદેવની આજ્ઞાનું ખંડન કરતા નથી. | * પુણ્યને ભોગવવા જેવું માને તેને પહેલું ગુણઠાણું ગુણસંપન્ન ન હોય. પુષ્યને ભોગવવા જેવું ન માને તો જ પહેલું ગુણઠાણું ગુણસંપન્ન બને. સાધુભગવન્તો શાતાના દળિયાં અશાતામાં ભેળવીને જ ભોગવવાની ઈચ્છાવાળા હોય. શાતાને શાતારૂપે ભોગવવા તૈયાર ન થાય તેનું નામ સાધુ.
* પતંજલિને ભગવાન પતંજલિ કહેવા એ તો લોકપ્રસિદ્ધનો અનુવાદ છે. હેમચંદ્રસૂરિ મહારાજા પણ પતંજલિને ભગવાન તરીકે સંબોધે તેનો અર્થ એ નથી કે તેઓ તેમને ભગવાન માને છે. લોકમાં ભગવાન કહેવાય છે માટે એનું અનુકરણ કર્યું છે- એમ સમજવું. આને જનપદસત્ય કહેવાય. છતી વસ્તુનો અપલાપ ન કરવો. પણ સાથે અછતી વસ્તુનો આરોપ ન કરવો.
* દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ ચઢિયાતો છે – એ નક્કી છે. આ બે વચ્ચેનું અંતર કેટલું છે તે જણાવતાં કહ્યું છે કે મેરુ અને સરસવ વચ્ચે જેટલું અંતર છે તેટલું અંતર દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે છે. આ બે વચ્ચે આટલું અંતર કેમ છે, દ્રવ્યસ્તવ પણ ભગવાને કહેલો છે. આવી કોઈ શંકા કરે તો તેના નિરાકરણમાં ચૌદમી ગાથાથી
૨૩૫
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #237
--------------------------------------------------------------------------
________________
જણાવે છે કે ઉત્કૃષ્ટ એવા દ્રવ્યસ્તવની આરાધના કરી હોય તો પણ બારમા દેવલોક સુધી જાય છે જ્યારે ભાવસ્તવના કારણે અંતર્મુહૂર્તમાં નિર્વાણપદ પામે છે. અહીં દ્રવ્યસ્તવથી દેવલોક મળે છે – એનો અર્થ એ છે કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી, દેવલોકને ફળ તરીકે બતાવવાનું તાત્પર્ય નથી.
* નાગકેતુ પુષ્પપૂજાથી કેવળજ્ઞાન પામ્યા એવું નથી, પુષ્પપૂજા કરતી વખતે આજ્ઞાપાલનનો ભાવ હોવાથી કેવળજ્ઞાન પામ્યા. આપણને મચ્છર કરડે તોય ત્રાસ પામીએ. તેમને નાગ કરડ્યો હોવા છતાં પૂજામાંથી ચલાયમાન ન થયા. પરીસહ આજ્ઞા મુજબ વેઠ્યો માટે કેવળજ્ઞાન પામ્યા.
* વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ જેમને ધર્મનું ફળ મેળવવું હોય તેઓને માર્ગસ્થ બન્યા વિના ચાલે એવું નથી. માર્ગતત્ત્વને સમજ્યા પછી પણ આપણે જેમ જીવીએ છીએ તેમ જ જીવવું હોય તો તત્ત્વ સમજ્યાનો કોઈ અર્થ નથી. આપણા મહાપુરુષોએ આપણા હિતની ચિંતા કેટલી કરી છે અને એની સામે આપણે આપણા હિત પ્રત્યે કેટલા નિશ્ચિત છીએ : એનો વિચાર ક્યારે ય કર્યો છે? મહાપુરુષોએ પરમપદે પહોંચવા માટેનો માર્ગ આપણા માટે રાતદિવસ મહેનત કરી શાસ્ત્રનું સર્જન કરીને બતાવ્યો, તે માર્ગની આપણે જે રીતે ઉપેક્ષા કરીએ છીએ એ જોતાં લાગે છે કે આપણા જેવું મહામૂર્ખ બીજું કોઈ નથી.
સાધુભગવન્ત ભાવસ્તવના અધિકારી હોવાથી તીર્થયાત્રાએ જવાની ભાવના ન કરે. માર્ગમાં આવે તો જઈ આવે. એક વાર નિર્જરાનો ઉદ્દેશ જેને જાગી જાય તે તો
જ્યાં ઊભો હોય ત્યાં કામ લાગે. આજે નિર્જરા માટે ધર્મ કરવો છે એવું લક્ષ્ય અમારું નથી અને છોડવા માટે ધર્મ કરવો છે એવું લક્ષ્ય તમારું નથી. “છે' માટે ધર્મ નથી કરવાનો, છોડવું છે માટે ધર્મ કરવાનો છે. દ્રવ્ય છોડવાજેવું લાગે તો દ્રવ્યસ્તવ કામ લાગે. દ્રવ્ય ભેગું કરવા માટે દ્રવ્યસ્તવ નથી. પૈસાની મમતા ઉતારવા માટે દ્રવ્યસ્તવ છે. ધર્મના પ્રભાવ નીચેથી આપણે માર્ગના પ્રભાવ નીચે આવવું છે. છઠ્ઠા ગુણઠાણાને ઉચિત ધર્મ પણ નકામો જાય છે અને પહેલા ગુણઠાણાનું માર્ગાનુસારીપણું કામ લાગે છે. આના ઉપરથી માર્ગની કિંમત સમજાય ને?
* પૈસાનું અર્થપણું હોય તેને પૈસાદાર ગમે, તે રીતે જેને વિરતિનું અથાણું જાગે તેને વિરતિધર ગમ્યા વિના ન રહે. આજે સાધુપણામાં આવેલાની પણ જો એવી દશા હોય કે ભગત અને મુમુક્ષુ ગમ્યા કરે, ગુરુ અને સહવર્તી ન ગમે ? તો એ કેવી વિષમ દશા કહેવાય ? સંસાર છોડ્યા પછી પણ સંસાર ગમ્યા કરે-એનાં આ લક્ષણ છે.
૨૩૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #238
--------------------------------------------------------------------------
________________
ગુરભગવન્તથી છાની રીતે મુમુક્ષુ કે ભગત સાથે જે વાત કરવી પડે તે વાત કેવી હોય ? વૈરાગ્યની દેશના તો જાહેરમાં આપી શકાય ને? આજે એટલો નિયમ આપી દઉં કે ગુરુભગવન્તથી છાનું રાખવું પડે તેવું એકે કામ નથી કરવું. ગુરુની સામે જ, નજરબહાર ન જાય એ રીતે જે રહે તેના મૂળ ગુણની અને ઉત્તરગુણની રક્ષા થયા વિના ન રહે.
* ભાવસ્તવની ઉપેક્ષા થવા માંડી છે માટે દ્રવ્યસ્તવ પ્રધાન લાગવા માંડ્યો છે. જેને ભાવની કિંમત ન સમજાય તેનું મોટું દ્રવ્ય સામે જાય. જેને ભાવનું મહત્ત્વ સમજાય તે તો દ્રવ્યસ્તવમાંથી ક્યારે છુટાય તેની પેરવીમાં હોય. રોજ નોકરી કરનારને ક્યારે નોકરી છૂટે અને જાતે ધંધો કરું એવી ઈચ્છા હોય ને? તેવી રીતે રોજ પૂજા કરનારને ક્યારે પૂજા છૂટે અને ભાવસ્તવનો અધિકારી બનું .. એવી ઈચ્છા હોય. સાધુભગવન્તો પણ ક્ષાયિકભાવમાં જવાની તાલાવેલીવાળા હોય. ક્ષયોપશમભાવ પણ છોડવા મથે તેનું નામ સાધુ.
* ગૃહસ્થોચિત કામ કરવું એ બધું દ્રવ્યસ્તવમાં જાય. સાધુ થઈને ગૃહસ્થોચિત એવા દ્રવ્યસ્તવમાં જે પ્રવર્તે તે સાધુવ્યત્યસ્ત અર્થાત્ સાધુથી વિરુદ્ધ એવો અસાધુ છે. આ વિષયમાં શ્રી મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે – જે ભાવસ્તવ લઈને દ્રવ્યસ્તવ કરે તે અસંયત, અવિરત, અપ્રત્યાખ્યાતપાપકર્મ, નિર્ધર્મ, ભ્રષ્ટ પ્રતિજ્ઞાવાળો, દેવાચક(પૂજારી) અને દેવદ્રવ્યનો ભક્ષક બને છે.... આવો સાધુ લિંગ અર્થા સાધુવેષને ધરનારો હોવાથી શ્રાવક પણ નથી અને ષકાયનો વિરાધક હોવાથી યતિ નથી તેમ જ સંયમથી ભ્રષ્ટ થયેલ હોવાથી વિરત નથી. આ રીતે તે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ : આ બન્ને માર્ગથી ભ્રષ્ટ થાય છે.
* સાધુપણામાં ચોથા મહાવ્રત કરતાં પણ પહેલા મહાવ્રતની કિંમત વધારે છે. પહેલું વ્રત મુખ્ય છે, બાકીનાં ચારે વ્રતો તેની વાડતુલ્ય છે. જે ચોથું સાચવે અને પહેલા-બીજામાં ઘાલમેલ કરે તે સાધુ નથી. જેઓ ગુરુભગવન્તને દુઃખ પહોંચાડે તે કોઈને પણ દુઃખ આપ્યા વિના ન રહે. જે ગુરુભગવન્તને દુ:ખ ન પહોંચાડે તે કોઈને દુ:ખ ન પહોંચાડે. કારણ કે બીજાને દુ:ખ પહોંચાડે કે બાકીનાં ચાર મહાવ્રત ન પાળે તો ગુરુને દુઃખ થવાનું છે. ચારે દિશામાં અવિરતિનું-ઈચ્છાનું સામ્રાજ્ય છે - એવા સંયોગોમાં ગુરુપારતંત્ર્ય ગમે તે ભોગે કેળવ્યા વિના નહિ ચાલે. ભાવસ્તવની શરૂઆત જ અહીંથી થાય છે કે મારા ગુરુ ભગવન્તને માઠું લાગે એવું નથી કરવું. આજે તમે એટલા ત્રણ નિયમ લો કે ગુરુને પૂછયા વગર બહાર ન જવું, ગુરુને કીધા વગર કોઈની સાથે વાત ન કરવી અને ગુરુને બતાવ્યા વગર ટપાલ નાંખવી નહિ કે વાંચવી નહિ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૩૭
Page #239
--------------------------------------------------------------------------
________________
તો દીક્ષા આજે હું આપવા તૈયાર છું. બીજાની જાતને સુધારવાનો ઠેકો આપણે નથી લીધો, આપણે આપણી જાત સુધારી લેવી છે. સાચો માર્ગ પામવો છે, આરાધી લેવો
* છોડવું સહેલું છે, ઈચ્છા મારવી કઠિન છે. ઉપવાસ કરવો સહેલો છે, ભાણે બેઠા પછી ત્યાગ કરવો કઠિન છે. જે તપ કર્યા પછી વિગઈ વાપરવી પડે તેવો તપ નથી કરવો-તે માર્ગાનુસારી ધર્મ.
* મૂઢ લોકો ભાગસ્તવ લીધા પછી દ્રવ્યસ્તવમાં પ્રવર્તે છે. આ મૂઢતા કેવી હોય છે તે દષ્ટાન્તથી સમજાવે છે, ગાથા સોળમીથી. આશય એ છે કે દંતિકૃત એ માંસનું પર્યાયવાચી (બીજું નામ છે. માંસની નિવૃત્તિ કરીને કોઈક અવિવેકી “દંતિકૃત’ એવા શબ્દભેદથી જેમ માંસને સેવે છે તે રીતે આરંભ-સમારંભની નિવૃત્તિ કરીને પરવ્યપદેશથી અર્થી દેવતા વગેરેના નામે ફરી આરંભાદિને કરવાનું કામ બાળ જીવો કરે છે. માંસની નિવૃત્તિ-ત્યાગ કર્યા પછી માંસના બદલે તેના પર્યાયવાચી બીજા નામે ફરી માંસને સેવવાની પ્રવૃત્તિ કરે અને પાછો કહે કે હું માંસ નથી ખાતો, દંતિકૃત ખાઉં છું તે બાલછવો છે. તે જ રીતે અહીં પણ સાધુ થયા પછી દ્રવ્યસ્તવ કરે અને પાછા કહે કે અમે સાવધ કાર્ય નથી કરતા, ભગવાનની ભક્તિ જ કરીએ છીએ-આનું નામ મૂઢતા. વર્તમાનમાં શાસનપ્રભાવનાના નામે દ્રવ્યસ્તવ કરવાનું કામ પૂરજોશમાં ચાલે છે. આ પણ મૂઢતાનો નમૂનો છે ને?
* જેઓ ધર્મના અર્થપણાથી ચૈત્યાદિની ચિંતામાં પ્રવર્તે છે તેને બાલ કઈ રીતે કહેવાય? .... આવા પ્રકારની શંકા જેને હોય તેનું નિરાકરણ કરતાં સત્તરમી ગાથા જણાવી છે કે – તીર્થંકરના ઉદ્દેશથી પણ સંયમને, સુગતિ એટલે કે પંચમગતિરૂપ અપવર્ગના પ્રધાન કારણ સ્વરૂપ સંયમને શિથિલ ન કરવું. જે કારણથી ખુદ તીર્થંકરભગવતે પણ એમ (વસ્થમાણ) કહ્યું છે. તીર્થંકરભગવન્ત આ અનુસંધાનમાં શું કહ્યું છે તે અઢારમી ગાથાથી જણાવ્યું છે.
* વર્તમાનની પરિભાષામાં કહીએ તો તીર્થયાત્રા કરવા માટે પણ સાધુભગવન્તો જાય નહિ. કારણ કે તેવા વિહારમાં તેમ જ તીર્થસ્થાનમાં પ્રાયઃ રસોડાં જ ચાલતાં હોય તેથી આધાકર્માદિ દોષનું સેવન થાય, માર્ગમાં સામાન લઈ જવા માટે માણસ, સાઈકલ, ગાડી રાખવી પડે. આવી તો કંઈક શિથિલતા સેવવી પડે. આ શિથિલતા કાયમ માટે રહી જાય. યાત્રા તો એક વાર થઈ જાય પણ એના માટે સેવેલી શિથિલતાઓ કાયમ માટે રહી જાય છે – આ મોટું નુકસાન છે. ભગવાનના નામે કે શાસનપ્રભાવનાના નામે પણ ૨૩૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #240
--------------------------------------------------------------------------
________________
સાધુ પોતાની ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. ધર્મના નામે અધર્મ કરે તેનું નામ બાલજીવો. અપવાદમાર્ગ આરાધના માટે નથી, વિરાધનાથી બચવા માટે છે. ભગવાનની ભક્તિ એકાન્ત હિતકારક છે - એવી ભ્રમણામાં ન રાચવું. ભગવાનની ભક્તિ ભગવાને કહ્યું હોય તે પ્રમાણે કરવાની છે.
સ. ગોળ તો ગમે ત્યારે ગળ્યો જ લાગે ને ?
ડાયાબીટીસ જેવો રોગ થયો હોય તો શું થાય ? શરીર જો સારું હોય તો મગનું પાણી પણ મીઠું લાગે શરીર બગડયું હોય તો દૂધપાક પણ ઊલટી કરાવે. આપણું પેટ બગડયું હોય તો સારી વસ્તુ પણ નડે. જે કક્ષામાં જે કરવાનું વિધાન હોય તેટલું જ કરવું. તેથી અપવાદપદે પણ સાધુને દ્રવ્યસ્તવનો અધિકાર નથી. કારણ કે અપવાદ તો આપત્તિકાળમાં સેવવાનો હોય છે. આરાધના માટે દ્રવ્યસ્તવ સાધુને ન હોય.
સ. યુગપ્રધાન પુરુષો પણ શાસનપ્રભાવના માટે ન કરે ?
યુગપ્રધાન પુરુષો પણ ભગવાનના નામે સંયમને શિથિલ ન કરે. યુગપ્રધાન શ્રી વજ્રસ્વામી મહારાજાએ આપત્તિકાળમાં ફૂલ લાવવાનું કામ કર્યું હતું, આથી તેમનું આલંબન લઈને મૂઢતા સેવવાની જરૂર નથી. તેમણે આરાધના માટે અપવાદ સેવ્યો નથી. આપત્તિકાળમાં કામ કરવું અને આરાધના સમજીને કામ કરવું – આ બેમાં ફરક પડે ને ?
સ. વર્તમાનમાં નવી પેઢી ધર્મથી વિમુખ થઈ રહી છે તો એ માટે અપવાદ સેવવામાં વાંધો નહિ ને ?
નવી પેઢીને ધર્મ જોઈતો નથી. વિમુખ તેને કહેવાય કે જે પહેલાં સન્મુખ થયો હોય. ધર્મ જોઈતો જ ન હોય તે વિમુખ કયાંથી કહેવાય ? જેને ધર્મ જોઈતો હોય તેને તો ગમે તેટલા વાદવિવાદ જોવા મળે, મતભેદ જોવા મળે તોપણ તે વિમુખ ન બને. વિષયસુખ ભોગવવું છે માટે રાંડેલા કે છૂટાછેડા લીધેલાને જોયા પછી પણ પરણવા તૈયાર થઈ જાય છે. નાપાસ થનારાને જોઈને ભણવાથી વિમુખ નથી થતા, ધંધામાં નુકસાન થયેલું જોઈ કોઈએ કમાવાનું છોડયું નથી. પડેલાને જોઈને ચઢવાનું કોઈ માંડી વાળતું નથી. અકસ્માત થયેલાને જોઈને વાહન ચલાવવાનું કે વાહનમાં બેસવાનું બંધ નથી કરતાં. હોસ્પિટલમાંથી મડદું બહાર નીકળતું જોઈને હોસ્પિટલમાં જવાનો વિચાર માંડી નથી વાળતા અને અહીં મતભેદ જોઈને ધર્મ કરવાનું માંડી વાળે તો તે મતભેદના કારણે કે ધર્મનું અર્થીપણું નહિ હોવાના કારણે ?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૩૯
Page #241
--------------------------------------------------------------------------
________________
* જમવાનું સમયસર જોઈએ, પીવાનું સમયસર જોઈએ, ઊંઘવાનું પણ સમયસર જોઈએ, દર્શન, પ્રતિક્રમણ ગમે ત્યારે થાય ! ખાધા પછી કસરત ન થાય, પણ ખાધા પછી દર્શન કરવા જવાય ને?
* તીર્થયાત્રા કરતાં સંયમયાત્રા મહાન છે. આથી તીર્થયાત્રા માટે પણ સાધુ સંયમ-યાત્રાને શિથિલ ન કરે. ડોળીનો ઉપયોગ કરવો પડતો હોય તો તેવી યાત્રા નથી કરવી. શ્રાવકે પણ ડોળીમાં બેસીને યાત્રા ન કરવી. આપણા કારણે તીર્થની આશાતના થાય એ રીતે ધર્મ નથી કરવો.
સ. શ્રાવક ગાડીમાં બેસીને મહાબળેશ્વર-માથેરાન ફરવા જતો હોય તો ડોળીમાં બેસીને યાત્રા કરે એમાં શું વાંધો?
શ્રાવક ગાડીમાં ફરવા જાય તો પણ તેને અધર્મ માને જ્યારે ડોળીમાં બેસીને યાત્રા કરે તો તેને ધર્મ માને ને ? આટલો ફરક પડે ને? અધર્મની બુદ્ધિથી અધર્મ કરતો હોય તો નભાવાય, પણ ધર્મબુદ્ધિથી અધર્મ કરે તે તો વધારે ભૂંડું છે. ડોળીમાં બેસવું અધર્મ છે એમ માનીને યાત્રા કરો તો વાંધો નથી પણ પરિણતિ અને પ્રવૃત્તિના ભેદને સમજવાનું કામ તમે ધારો છો એટલું સહેલું નથી.
* અસહિષ્ણુતાનું આલંબન લઈને અપવાદ સેવવાની છૂટ, પણ ભક્તિનું કે આરાધનાનું આલંબન લઈને અપવાદ ન લેવાય.
* જે ધર્મના કારણે આપણે આગળ વધ્યા એનું આલંબન લેવું જોઈએ, ત્યાગ ન કરવો જોઈએ એવી વાત પણ ન કરવી. દ્રવ્યસ્તવના કારણે આગળ વધ્યા તે દ્રવ્યસ્તવ ભાવસ્તવમાં સેવવાની જરૂર નથી. કારણકે ભાવસ્તવની કક્ષા ઊંચી છે. આપણે જે કક્ષામાં આવ્યા હોઈએ એ કક્ષાને અનુરૂપ આલંબન લેવાનું. દ્રવ્યસ્તવ માટે સાધન-સામગ્રીની અને એ માટે પુણ્યની જરૂર પડે છે. જ્યારે ભાવસ્તવ માટે પુણ્યની જરૂર નથી, ક્ષયોપશમભાવની જરૂર છે. ભાવસ્તવ ઉત્કૃષ્ટ માર્ગ છે. ત્યાં ગયા પછી અનુત્કૃષ્ટમાર્ગનું સેવન ન કરાય.
* તીર્થંકરભગવતે શું કહ્યું છે તે જણાવે છે ૧૮મી ગાથાથી. સર્વરત્નોથી જડેલાં જિનમંદિરો વડે આખું પૃથ્વીતલ (અર્થાત્ ભરતાદિ ક્ષેત્રના ગામેગામ, નગરનગર) જે કોઈ વિભૂષિત કરે તેના કરતાં પણ સંયમ મહદ્ધિક અર્થાત્ મહાન છે. આના ઉપરથી સ્પષ્ટપણે સમજાય છે ને કે મંદિર બંધાવવા કરતાં પણ સાધુપણાનું એક દિવસનું પાલન ચઢિયાતું છે. તેથી પ્રતિષ્ઠા કે અંજનશલાકા વગેરેના પ્રસંગ માટે દોડાદોડ કરીને
૨૪૦.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #242
--------------------------------------------------------------------------
________________
સાધુભગવતો જાય નહિ. પ્રતિષ્ઠા તો શ્રાવકોએ જ કરવાની છે અને અંજનશલાકા તો સાધુભગવન્ત જ્યાં હોય ત્યાં જઈને કરી શકાય. આવા પ્રસંગ માટે સાધુભગવન્તને વિહાર કરાવાય નહીં.
* ફરી પાછી શિષ્ય શંકા કરે છે કે – “એક સાધુ સંયમ પાળે એના કરતાં તો દ્રવ્યસ્તવથી પ્રભાવના વધારે થાય. કારણ કે દ્રવ્યસ્તવના કારણે જિનયાત્રામહોત્સવ, અમારિઘોષણા, મહાદાન વગેરેની પ્રવૃત્તિ થવાથી તેના યોગે અનેક જીવો ધર્મને પામે છે. પ્રવચનપ્રભાવના એ જ સમ્યગ્દર્શનનું સર્વસ્વ છે...” આવી શકાના નિરાકરણમાં જણાવે છે કે પ્રવચનપ્રભાવનાના કારણભૂત જિનયાત્રા વગેરે પકાયનું ઉપમન કરવા પૂર્વક કરવામાં આવ્યાં હોય તો તે તેવા પ્રકારના ફલનાં સાધક બનતાં નથી. છ જવનિકાયનું હિત જ ભગવાને જણાવ્યું છે. ઉત્કૃષ્ટ તપશ્રુતચારિત્રને ધરનારા જ ખરા પ્રવચનપ્રભાવક છે અને તેમના ઉપદેશથી જ સર્વ શાસનોન્નતિ પ્રવર્તે છે. તેથી આવી શંકા કરનારા અનિપૂણમતિવાળા હોવાથી તેમની ઉપેક્ષા કરવાયોગ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે જેઓ અકૃત્નપણે અર્થાત્ દેશથી જ પ્રવ્રજિત છે એવા વિરતાવિરત શ્રાવકોને જ આ સંસારને પતલો કરનાર દ્રવ્યસ્તવ કૂવાના દષ્ટાન્તથી યુક્ત છે.
* ફરી શિષ્ય શંકા કરે છે કે જે આ પ્રમાણે દ્રવ્યસ્તવ સાધુને વિહિત ન હોય તો પછી શાસ્ત્રમાં ક્યારેક કરોળિયાનાં જાળાં દૂર કરવાનું સાધુઓને જણાવ્યું છે – તેનું શું? આવી શંકાના નિરાકરણમાં ૧૯મી ગાથાથી જણાવે છે કે – કોઈ શ્રાવક કે ભદ્રક જીવન હોય ત્યારે માર્ગનો નાશ ન થાય એ હેતુથી તેમ જ કોઈકને જિનધર્મની પ્રતિપત્તિ વગેરે થોડાક ગુણની પ્રાપ્તિનો સંભવ હોય ત્યારે પૂર્વત જિનાયતનાદિને વિષે જણાપૂર્વક કરોળિયાનાં જાળાં વગેરે કાઢવાં. આ અનુસંધાનમાં શાસ્ત્રમાં જે કહ્યું છે તે જણાવે છે કે આવા વખતે જે ચૈત્યમાં રહેલા હોય તેને સાધુભગવન્તો કરોળિયાનાં જાળાં વગેરે હોતે છતે પ્રેરણા કરે કે ચિત્રપટ(મુખ-ચિતારો, મખફલકચિત્રપટ ફોટા) વગેરે સજ્જ કરો. અહીં ઉપલક્ષણથી જિનબિંબનું ગ્રહણ કરવું. જેમ ચિત્રપટ વગેરે આજીવિકાના હેતુ છે તેમ જિનબિંબ પણ આજીવિકાનો હેતુ છે. આ રીતે આજીવિકાના હેતરૂપે સામ્ય હોવાથી જિનબિંબને પણ સાફ કરવું જોઈએ. આ રીતે ચૈત્યવાસીને પોતાની આજીવિકાને વિષે યોજે. જો આમ છતાં તેઓ એવું કાર્ય કરવા ન ઈચ્છે તો બીજા ન જુએ ત્યારે જાતે પણ જાળાં દૂર કરે.
* ઈતરથા-જે આ રીતે માર્ગનાશનો પ્રસંગ ન હોય અને ચૈત્યવાસી વગેરે દેરાસરને શુદ્ધ રાખવામાં પ્રવૃત્ત હોય ત્યારે સાધુભગવન્તો આવા કાર્યમાં પણ પડે નહિ
૨૪૧
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #243
--------------------------------------------------------------------------
________________
- તે ૨૦મી ગાથાથી જણાવે છે કે જે તપ અને સંયમમાં ઉદ્યત થયેલો હોય તેણે ચૈત્ય, કુળ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન વગેરે સર્વ સ્થાનકોને વિષે કરવાયોગ્ય કૃત્ય કરી જ લીધું છે. ઊલટું જે આજ્ઞાથી ઉપરવટ થઈ ચૈત્યાદિનાં કૃત્યમાં પ્રવર્તે છે તે અવિવેકી હોવાથી અકૃત્યને કરનારો છે.
* આ રીતે સાધુઓ માટે દ્રવ્યસ્તવ ઉપાદેય છે – એવી શંકાનું નિરાકરણ કર્યા પછી હવે ફરી શઠ જનો જે કહે છે કે “માર્ગ-ઉન્માર્ગ, ધર્મ-શુદ્ધધર્મ વગેરે સૂક્ષ્મ વાતોની વિચારણા શ્રાવકો આગળ ન કરવી' .. તેનું નિરાકરણ ૨૧મી ગાથા દ્વારા કરે છે. કેટલાક ભવાભિનંદી સાધુઓ કહે છે કે શ્રાવકોની આગળ દ્રવ્યસ્તવ - ભાવસ્તવના અધિકારીનું વિવરણ કરવા વગેરે સ્વરૂપ સૂક્ષ્મ વિચારણા કરવી નહિ. અને એ ભવાભિનંદી જીવો પોતાની આ વાતના સમર્થન માટે કહે છે કે જો શ્રાવકોની સામે સાધુપણાના સૂક્ષ્મ આચારોનું વર્ણન કરવામાં આવે તો સકલ સામાચારી જેણે જાણી લીધી છે એવા શ્રાવકો કલિકાળના યોગે અલ્પશક્તિવાળા અને પ્રમાદને પરવશ સાધુજનોને જોઈને ધર્મ પ્રત્યે મંદ આદરવાળા બની જાય. એવું ન બને માટે તેમની સામે સાધુપણાના આચારો ન સમજાવવા. “સાધુપણા પ્રત્યે કોઈને દુર્ભાવ ન જાગે' આવો આશય તેઓ પોતાની શંકાના સમર્થનમાં વ્યક્ત કરે છે... પરંતુ આ પ્રમાણેની શંકા યોગ્ય નથી. કારણ કે આમાં સાધુતાના અર્થીપણાનો અભાવ કામ કરે છે. વસ્તુની ખરાબી જોયા પછી વસ્તુ પ્રત્યે અપ્રીતિ કે નફરત જાગે તો સમજવું કે વસ્તુનું અથાણું નથી. સાધુની શિથિલતા જોઈ સાધુ પ્રત્યે નફરત જાગે તો સમજી જ લેવું કે તેને સાધુપણું જોઈતું જ નથી. જેને સાધુપણા પ્રત્યે રાગ હોય, સાધુપણાનું અર્થીપણું જેને હોય તે તો સાધુના મંદ આચાર જોઈને ઊભગે નહિ પરંતુ ઉપરથી સાચા સાધુભગવા પ્રત્યે તેને બહુમાન વધે.
આ શંકાનું નિરાકરણ કરતાં જણાવ્યું છે કે - આગમમાં શ્રાવકોના ગુણોનું વર્ણન કરેલું સંભળાય છે, જોવાય છે. આ જે ગુણની વર્ણના છે તે કેવા પ્રકારની છે તે પરથી ૨૪ ગાથાથી જણાવે છે.
* શાસ્ત્રમાં શ્રાવકને લબ્ધાર્થ, ગૃહીતાર્થ, પ્રશ્રિતાર્થ અને વિનિશ્ચિતાર્થ કહ્યા છે. લબ્ધાર્થ તેને કહેવાય કે જેણે સુગુરુભગવન્ત પાસે અર્થને પ્રાપ્ત કર્યો હોય. એ માટે નિરન્તરશ્રવણ કરવું જરૂરી છે. વચ્ચે વચ્ચે વ્યાખ્યાન, વાચનામાં આવે તે લબ્ધાર્થ ન બને. એક પણ ખાડો પાડયા વિના અને સમગ્રપણે શ્રવણ કરવામાં આવે તો લબ્ધાર્થ બની શકાય. જે અર્થ પ્રાપ્ત કર્યો હોય અર્થ સમજ્યા હોઈએ તેને સારી રીતે ધારી રાખવું તેને ગ્રહણ કહેવાય. આ રીતે રોજ સાંભળીને સમ્યમ્ રૂપે તેને ધારી રાખનાર
૨૪૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #244
--------------------------------------------------------------------------
________________
હોવાથી શ્રાવક ગૃહીતાર્થ હોય. આ બેમાં જ આપણો નંબર બાદ થઈ જાય ને ? તો હવે આગળનાં વિશેષણો વાંચવાની લગભગ જરૂર નથી ને ? ત્રીજું વિશેષણ જણાવે છે કે કોઈ વાર સાંભળેલામાં કે સમજેલામાં શંકા પડે તો પૂછનારો શ્રાવક હોય તેથી તેને પ્રશ્ચિતાર્થ (પુચ્છિયઠ્ઠી) કહ્યા છે. આજે ઘણા લોકોને શંકા પડ્યા પછી તેઓ ભંડારી રાખે છે, કારણ કે પૂછીએ તો લોકોમાં મૂરખ ગણાઈએ! તેઓને મૂરખ રહેવામાં વાંધો નથી, પણ મૂરખ દેખાવાનો વાંધો છે! અસલમાં અજ્ઞાની ગણાઈએ તેનો વાંધો ન હોવો જોઈએ, અજ્ઞાની રહેવું નથી. ગુરુભગવન્ત ગુસ્સો કરશે – એવો પણ ભય નથી રાખવો. અજ્ઞાન ટાળવું છે. આ પરિણામ મજબૂત હોય તો શ્રાવક પ્રક્રિતાર્થ બની શકે. ઘણા શ્રાવકો પ્રશ્ન પૂછીને પછી સભા સામે જોયા કરે કે મેં કેવો સરસ ધારદાર પ્રશ્ન પૂછ્યો ! આવાઓ પૂણ્યા પછી અર્થનો વિનિશ્ચય કરનારા ન બની શકે. આથી ચોથું વિશેષણ વિનિશ્ચિતાર્થ આપ્યું છે. શંકાના નિરાકરણ દ્વારા ઔદંપર્ય રૂપ અર્થને પામેલા હોય તે વિનિશ્ચિતાર્થ કહેવાય. આના પછી પાંચમું વિશેષણ આપ્યું છે અધિગતાર્થ. જેને સ્વસ્વરૂપથી જીવાદિ પદાર્થનું જ્ઞાન સારી રીતે થયું હોય તેવા શ્રાવકોને અધિગતાર્થ કહેવાય છે. આશ્રવને આશ્રવરૂપે જાણ્યા પછી અને સંવરને સંવરરૂપે જાણ્યા પછી આશ્રવ ટાળવાનો અને સંવર પામવાનો પરિણામ ન જાગે તે અધિગતાર્થ ન કહેવાય. ધર્મ સુખ આપે છે એવું માનવું તે સ્વ-સ્વરૂપનું જ્ઞાન નથી, ધર્મ મોક્ષ આપે છે એવું માનવું તે સ્વ-સ્વરૂપનું જ્ઞાન. ધર્મથી સુખ મળે ને દુઃખ ટળે એ યાદ નથી રાખવું. ધર્મથી મોક્ષ મળે અને સંસાર ટળે એ યાદ રાખવું છે. ધર્મને પુણ્યનું કારણ માનવું અને સુખને ધર્મનું ફળ માનવું તે ધર્મનું સ્વ-સ્વરૂપે જ્ઞાન નથી. ધર્મને નિર્જરાનું અને મોક્ષનું કારણ માનવું તે તેનું સ્વસ્વરૂપે જ્ઞાન છે. ધર્મ સુખ આપે છે તે કર્મના યોગે આપે છે. જે કર્મનો યોગ ન હોય તો ધર્મ મોક્ષનું કારણ બને. ધર્મ આત્માનો પરિણામ છે. કર્મ જડનો પરિણામ છે. કર્મ એ ધર્મનું પોતાનું સ્વરૂપ નથી. શ્રાવક આ રીતે ધર્મને સ્વ-સ્વરૂપથી જાણતો હોય છે. અવિરતિને ભોગવતો હોવા છતાં તેની માન્યતા મજબૂત હોય છે કે સુખ ધર્મથી નહિ, કર્મથી મળે છે.
* આ રીતે અધિગતાર્થ હોવાથી શ્રાવક પ્રવચનથી અચાલનીય હોય છે. કોઈ પણ રીતે જૈન શાસનથી ચલાયમાન ન કરી શકાય એવા દઢ શ્રાવકો હોય.
* આજે આપણે સાધુ કેમ નથી થઈ શકતા? સાધુપણામાં જઈએ તો દુઃખી થઈ જઈએ-એવું માન્યું છે માટે ? દુઃખ તો ગૃહસ્થપણામાં પણ ઓછું નથી આવતું. છતાં દુઃખનો કાલ્પનિક ભય સતાવે છે. દુઃખ ભોગવવાની શક્તિ નથી, તૈયારી નથી
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૪૩
Page #245
--------------------------------------------------------------------------
________________
માટે સાધુ નથી થઈ શકતા. દુઃખથી ગભરાયે કાંઈ વળવાનું નથી. દુઃખ વેક્યા વગર કોઈને ચાલવાનું નથી. જેટલું દુઃખ વધારે આવે એટલું સારું. જેમ પાણી ઊંડું વધારે હોય તેમ કૂદકો મારવાનું સારું ફાવે, તે રીતે જેમ સાધુપણામાં દુઃખ વધારે આવે તેમ સાધુપણું પાળવાનું સારું ફાવે ને ?
સ. આટલું સાંભળ્યા પછી પણ સુખ છોડવાનું મન કેમ નથી થતું?
સુખ માંગીને મેળવ્યું છે તેનો આ પ્રભાવ છે. જે માંગીને મેળવ્યું હોય તે ગાઢ આસક્તિ કરાવ્યા વિના ન રહે. આપણું પુણ્ય પાપાનુબંધી છે-એની ના નહિ, પણ એ પુણ્ય ભોગવીએ નહિ તો પાપનો અનુબંધ તૂટી જાય. સુખ છોડ્યા વગર અનુબંધ નહિ તૂટે. પાપનો અનુબંધ હોવાથી આસક્તિ તીવ્ર થવાની છતાં પરાણે સુખ છોડીએ તો અનુબંધ તૂટ્યા વિના નહિ રહે. અશાતાનો અનુબંધ તોડવા કેવું મથીએ છીએ ? તેવી રીતે અનિચ્છાએ પણ જે મૂકતા થઈએ તો અનુબંધ તૂટશે. રોગના અનબંધ તોડીએ તેમ અવિરતિના અનુબંધ તોડવા છે.
* પાપ છૂટી જાય અને પુણ્યની અપેક્ષા ન હોય તો સાધુપણામાં કોઈ દુઃખ જ નથી. સાધુપણાનાં દુઃખોને દુઃખ ન મનાય. હોસ્પિટલનાં દુઃખને દુઃખરૂપ ન માનીએ ને ? કેમ ? જે સુખનું કારણ હોય તેને દુઃખરૂપ ન ગણાય. ધર્મને દુઃખમય માને અને સંસારસુખને આપનારો માને તે ધર્મની આરાધના ન કરી શકે. ધર્મને સુખમય માને, દુઃખને લાવનારો માને અને મોક્ષને આપનારો માને તે જ ધર્મની આરાધના કરી શકે.
* સુખનાં સાધનો જેટલાં ઓછાં તેટલી સાધના ઉત્કટ.
* આચાર્યભગવન્તો જે સમજાવતા હોય છે તેને યથાર્થપણે સમજે તે જ અધિગતાર્થ કહેવાય. ધર્મને સદ્ગતિને કારણ તરીકે માનવો, સુખને આપનાર તરીકે માનવો તે અધિગતાર્થપણું નથી. જે ધર્મ સંસારમાં રખડાવનાર બને તે ધર્મને ધર્મ કઈ રીતે કહેવાય? આજે ધર્મના નામે અધર્મ કરતા થયા માટે જ ઉન્માર્ગગામી બન્યા છીએ.
* આજે “આપણે આરાધનાથી કામ છે, સિદ્ધાન્તનું કામ નથી એવું માનનારો વર્ગ જોઈએ એટલો મળે ને ? આરાધના કરીને ફળ મેળવવું હોય તે સિદ્ધાન્તની ઉપેક્ષા કરી શકે ? આપણે તો રાંધવાથી કામ-આવું કોઈ કહે ? ત્યાં તો ખાવાથી કામ છે એમ સમજાય ને? રાંધવામાં ગરબડગોટાળા હોય તો તે રાંધેલું ખાવાલાયક રહે ખરું ? ચણા ખાનારા પણ બે દાણા સડેલા હોય તો કાઢી નાંખે. બે પૈસાના ચણા પણ સડેલા ન ચાલે
૨૪૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #246
--------------------------------------------------------------------------
________________
અને ધર્મ સડેલો ચાલે? સંસારના સુખની ઈચ્છા એ ધર્મનો સડો છે. આપણી ઈચ્છા મુજબ આરાધેલો ધર્મ એ સડેલો ધર્મ છે. ખાવાથી કામ છે એમ માનીએ કે ખાધેલું પચે એવું ખાવાથી કામ છે? તેવી રીતે આરાધનામાત્રથી કામ નથી, વિરાધનાથી બચીએ એવી આરાધનાથી કામ છે. આપણને માત્ર દવાનું કામ છે કે સાજા થવાનું કામ છે !
* પુણ્ય બંધાય કે ન બંધાય, સુખ મળે કે ન મળે, દુઃખ જાય કે ન જાય, માનસન્માન મળે કે ન મળે, આપણે ધર્માત્મા કહેવાઈએ કે ન કહેવાઈએ-તેની ચિંતા નથી પણ આરાધનાનું ફળ તો મળવું જ જોઈએ. આટલી તૈયારી કરીને ધર્મ કરવા આવવાનું. આપણે આરાધનાથી કામ છે એના બદલે આપણે આરાધનાના ફળથી કામ છે – એમ બોલો. ડોક્ટર પાસે જતી વખતે સાજા થવાનો ભાવ હોય અને ધર્મ કરતી વખતે સાધુ થવાનો કે મોક્ષે જવાનો ભાવ ન હોય તે ચાલે. આરાધનાનું લક્ષ્ય સારું છે – એની ના નહિ. પણ આરાધનાની સાથે ફળ પામવાનું લક્ષ્ય ન હોય તે ભયંકરકોટિનું છે. દુકાનમાં જેટલા આવે તે માલ લેવા જ આવે કે ચોરી કરવા પણ આવે ? સ્કૂલમાં જનારા ભણવા માટે જ આવનારા હોય કે રમવા આવનારા પણ હોય? તેવી રીતે ધર્મસ્થાનમાં આવનારા ધર્મના જ અર્થી હોય એવું માની લેવાની જરૂર નથી.
સ. ધર્મની ચોરી અમે નહિ કરીએ.
તમને કશું જોઈતું જ નથી – એમ માનવું પડે એવું છે ને ? તમે ધર્મ સંમૂઈિમની જેમ જ કરો છો ને? આગળ વધીને ધર્મ કરો તો સુખ મેળવવા માટે જ કરો ને? જે ધર્મ મોક્ષ આપે છે તે ધર્મથી પુણ્ય બાંધવું અને સંસારનું સુખ મેળવવું એ ધર્મની ચોરી છે. સંસારનાં સુખોને શાસ્ત્રકારોએ ઘાસજેવા કહ્યાં છે ને? અને ધર્મ ચિંતામણીરત્ન કહેવાય ને? ઘાસ માટે ચિંતામણિરત્ન વેચે તેને કેવો કહેવાય ? દેવો પણ દેવલોકનાં સુખોને ઘાસતુલ્ય ગણે છે. દેવતાઓ જેને ઘાસતુલ્ય ગણે તેને આપણે ફળ માનીએ તો આપણે દેવતા કરતાં પણ વિદ્વાન છીએ ને ? એક ભાઈ મારી પાસે આવ્યો અને તેણે કહ્યું કે “તમે ભલે ગમે તેટલું કહો કે સંસારનાં સુખો ઘાસજેવાં છે પણ અમારે ઘાસ (સંસારનું સુખ) જ જોઈતું હોય તો શું કરવું?' ત્યારે એને કહેવું પડ્યું કે ભાઈ આ શાસ્ત્ર માણસો માટે રચાયાં છે, જેને ઘાસ જોઈએ તે માણસ ન હોય, તેના માટેનાં શાસ્ત્રો ય જુદાં હોય.
* જે અધિગતાર્થ હોય તે કોઈ દિવસ પ્રવચનથી વિચલિત ન થાય. જેની પાસે જ્ઞાન પૂરતું હોય તે કોઈનાથી ક્ષોભ ન પામે. જે જાણકાર હોય તે ચલાયમાન ન થાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૪૫
Page #247
--------------------------------------------------------------------------
________________
જે ચલાયમાન થાય તેની જાણકારીમાં ખામી છે જ એમ માની લેવું પડે. અને જાણકારીમાં ખામી ક્યારે આવે ? નિશ્ચિત અર્થ ન હોય તો. નિશ્ચય કેમ ન કર્યો ? પૂછ્યું ન હતું માટે. પૂછ્યું કેમ નહિ? અર્થ ગ્રહણ કર્યો ન હતો માટે. અને ગ્રહણ કેમ ન કર્યું? તો નિરન્તર શ્રવણ ન કર્યું માટે. આ રીતે છયે ગુણો સાંકળથી બંધાયેલા છે. પાંચ ગુણો પામે તેનામાં છઠ્ઠો ગુણ આવે જ. ચલાયમાન ન થવું તે પણ એક પ્રકારની ગુણની સ્થિરતા છે. આ સ્થિરતાના કારણે આગળ વધી શકાય. આનંદ, કામદેવ, સૂર્યપશા રાજા, સીતા સતી, દમયંતી સતી .. વગેરે આ વિશેષણોથી યુક્ત હતા. વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ તત્ત્વને જેઓ સમજ્યા હોય તેઓ સંસારના સુખની સ્વપ્ન પણ કલ્પના ન કરે.
* છ વિશેષણો આપ્યા બાદ સાતમું વિશેષણ આપ્યું છે કે શ્રાવકોમાં પ્રવચન પ્રત્યેનો રાગ અસ્થિમજ્જા થયેલો હોય. રગેરગમાં અને હાડકાના કણેકણમાં આ રાગ વ્યાપી ગયો હોય.
* જેની પ્રત્યે રાગ હોય તેનું ઘસાતું સાંભળી ન શકીએ ને? તેવી રીતે પ્રવચનનું, પ્રવચનના પ્રણેતાનું, પ્રવચનના સમજાવનારનું ઘસાતું સાંભળી ન શકે તો સમજવું કે પ્રવચન પ્રત્યે રાગ છે.
* બે અનુષ્ઠાન ઓછાં થશે તો વાંધો નહિ પણ અવિધિ સેવવી નથી. ભગવાને અવિધિ કરવાની ના પાડી છે. અવિધિપૂર્વકનું અનુષ્ઠાન ફળદાયી બનતું નથી એમ ભગવાને કહ્યું છે. અનુષ્ઠાન સારામાં સારું કરીએ ને ફળ ન મળે – તે ચાલે? પૈસા પૂરા આપીએ ને માલ સારો ન આવે એ ચાલે?
* પ્રવચન નથી તારતું, પ્રવચનનો રાગ તારે છે. પ્રવચનનો રાગ અને પ્રવચનની ભક્તિ એ મોટામાં મોટો ગુણ છે. શાસ્ત્રપાઠને ખોટો કહે, શાસ્ત્રકારોને ખોટા કહે, મહાપુરુષોને ખોટા કહે, ગણધરભગવન્તોને ખોટા કહે તોપણ આપણું લોહી ન ઊકળે તો સમજવું કે પ્રવચન પ્રત્યે રાગ નથી. જ્યાં રાગ હોય ત્યાં ઘસાતું સાંભળવાની તૈયારી ન હોય. ભગવાનનું શાસન સર્વોપરી છે એવું જે માનતા હોઈએ તો પ્રવચનનો પ્રેમ કેળવ્યા વિના નથી રહેવું. જેમાં દોષ છે એવી ખાતરી હોવા છતાં પણ પ્રેમના કારણે તેના બચાવમાં ઊભા રહેનારા એવા આપણે સકલ દોષથી રહિત એવા પ્રવચનનું ઘસાતું મજેથી સાંભળી લઈએ તો પ્રવચનનો રાગ છે એમ ક્યાંથી કહેવાય ? આપણી પાસે શક્તિ હોય તો તેનો પ્રતિકાર કર્યા વિના નથી રહેવું. પણ જો એટલી શક્તિ ન હોય તોપણ ત્યાંથી ખસી જવું છે, એક ક્ષણ માટે પણ ત્યાં ઊભા નથી રહેવું. રામતીની
૨૪૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #248
--------------------------------------------------------------------------
________________
સખીઓએ મશ્કરીમાં પણ શ્રી નેમનાથ ભગવાનના રૂપમાં ખામી કાઢી તોપણ રાજીમતીએ કહ્યું કે - તમારી ચતુરાઈમાં દેવાળું નીકળ્યું છે. રાજીમતી સતી ભગવાનના રૂપની ખામીને પણ સાંખી ન શકે અને આપણે ભગવાનના વચનમાં ખામી કાઢે તોય મજેથી સાંભળી લઈએ-એ કેમ ચાલે ? આજે આપણે ધર્મ કરીએ છીએ ખરા, પણ ધર્મ આપણને ગમતો નથી. શ્રોતાનું મોટું જોઈને બોલે તે પ્રવચનના રાગી નથી. શાસ્ત્ર જોઈને બોલે તે પ્રવચનના રાગી.
સ. શ્રોતાનું મોટું જોઈને દેશના આપવાની વાત આવે છે ને ?
શ્રોતાનું મોટું નહિ, શ્રોતાનું હૈયું જોઈને દેશના આપવાની છે. પહેલાં તો દેશનામાં આરંભસમારંભ એ પાપ છે એવી વાત આવતી હતી. હવે થોડા દાયકામાં દેશનામાં ફેરફાર થવા માંડ્યો. પુણ્યથી મેળેલો પૈસો સાત ક્ષેત્રમાં યોજે તો ઊગી નીકળે એવું સમાવે. અમારા આચાર્યભગવત્તે અમને વ્યક્તિગત હિતશિક્ષા આપી હતી કે તમારી નિશ્રામાં દસ લાખ ખરચવા માટે જો કોઈ શ્રાવક આવે તો તેને કહી દેવું કે આટલા પૈસા છે તો નિવૃત્ત થઈ જા, ધંધો બંધ કરી નાખ, અનુષ્ઠાન નથી કરવાં. અનુષ્ઠાનમાં જે લાભ છે તેના કરતાં કંઈકગણો લાભ ધંધો - આરંભસમારંભ છોડવામાં છે. હોય તો આપવાનું છે, કમાઈને નહિ. આપવા માટે કમાવાનું નથી. કમાયેલું પણ છોડવાનું છે. માટે દાન છે. અર્થકામ ભૂંડા ન લાગે તેને ધન આપવાનો અધિકાર નથી. જે કમાવાનું બંધ ન કરી શકે તે પણ અર્થકામનો રાગ મારવા માટે દાન આપે તો જ તેનું દાન લેખે લાગે.
* વર્તમાનમાં તમે જે સ્થાન અને જે વર્ગમાં રહ્યા છો તેમાં પ્રવચનનો રાગ હોય તો ય ભૂંસાઈ જાય એવો છે. જો પ્રવચનનો રાગ કેળવવો હશે તો આ વર્ગ છોડવો જ પડશે.
* જેઓ પુણ્ય ભોગવવાનો ઉપદેશ આપે તે ઉન્માર્ગગામી છે. જેઓ પુણ્ય છોડવાનો ઉપદેશ આપે તેમની દેશના માર્ગગામી છે. ધર્મથી પુણ્ય બંધાશે એવી લાલચ આપીને ધર્મ કરાવે તે ઉન્માર્ગગામી છે, ઉન્માર્ગદશક છે. ધર્મ નિર્જરાલક્ષી જ હોવો જોઈએ. ધર્મથી પુણ્ય બંધાઈ જાય તેની ના નથી, લક્ષ્ય નિર્જરાનું જોઈએ.
સ. આપ પુણ્યની આટલી ઝાટકણી કેમ કાઢો છો?
તમારી નજર ત્યાંથી ખેસડવી છે માટે. સુખના નામે ધર્મ કરવાની ટેવ અનાદિથી છે. એ ટેવ કાઢવા માટે વારંવાર કહેવું પડે છે. તમે છોકરાને વારંવાર ભણવાનું શા માટે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૪૭
Page #249
--------------------------------------------------------------------------
________________
કહો છો? તેનું ચિત્ત રમવામાંથી ખસેડવા માટે ને? તેમ પુણ્ય ભેગું કરવા માટે મહેનત કરવી એ સંસારમાં રમવાનાં લક્ષણ છે. જેને સંસારમાં રહેવું જ નથી તે પુણ્ય ભેગું કરવા મહેનત શા માટે કરે ? નિર્જરા માટે કરેલો ધર્મ, જ્યાં સુધી સંસારમાં રહીએ ત્યાં સુધી ધર્મ કરવા માટેની અનુકૂળતા આપી જ દેશે.
* સ્વરૂપથી, હેતુથી અને ફળથી ધર્મનું જ્ઞાન કરવું તે સ્વ-સ્વરૂપથી જ્ઞાન. ભગવાનના વચનનું અનુસંધાન એ ધર્મનો હેતુ છે. વિષયકષાયની પરિણતિનો હાસ એ ધર્મનું સ્વરૂપ છે અને સર્વથા કર્મક્ષય એ ધર્મનું ફળ છે.
* આજે આપણને ધર્મ ન થાય તો દુઃખ થાય પણ ધર્મનું ફળ ન મળે તો દુઃખ ન થાય ને ? પાંચ તિથિએ એકાસણું કે આયંબિલ કોઈ કારણસર રહી જાય તો દુઃખ થાય પણ એકાસણાં કરવા છતાં વિરતિ ન મળે તો દુઃખ ન થાય ને ? શાસ્ત્રકારોએ જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે. તેનો અર્થ જ એ છે કે ગૃહસ્થપણાના દરેક અનુષ્ઠાનનું ફળ વિરતિ છે અને સાધુપણાના ધર્મનું ફળ વીતરાગતા છે. વિરતિ વિના વીતરાગતા નથી જ મળવાની. કાણા ઘડાને ઘડો ન કહેવાય તેમ અવિરતિનાં કાણાં જેમાં પડ્યા હોય તે ધર્મને ધર્મ ન કહેવાય. આજે ચાતુર્માસનો છેલ્લો દિવસ છે. આ ચોમાસાની ફલશ્રુતિ શું છે ? ધર્મ આપણે કેટલો પામ્યા એ જ ચોમાસાની ફલશ્રુતિ છે. ચાતુર્માસમાં અનુષ્ઠાન કેટલાં કર્યો એ મહત્ત્વનું નથી. માર્ગનું જ્ઞાન કેટલું મળ્યું તે જ મહત્ત્વનું છે. અનુષ્ઠાન તો જાતે પણ કરી શકાય. માર્ગનું જ્ઞાન આપવાનું કામ સાધુભગવન્તો જ કરવાના. ચાતુર્માસમાં સાધુભગવન્તોને શા માટે લાવો છો ? અનુષ્ઠાન કરાવવા માટે કે માર્ગનું જ્ઞાન મેળવવા માટે ? માર્ગનું જ્ઞાન પામવા માટે આજનો દિવસ છે. ચાર મહિનામાં તો શ્રાવક માર્ગનો જ્ઞાતા બની ગયો હોય. જે કાંઈ ધર્મ કરીએ તે માર્ગસ્થ હોવો જોઈએ. ન ચાલીએ એ બને, ઊંઘી જઈએ એ ય બને પણ માર્ગસ્થ હોવું જોઈએ. તમે લોકો ગાડીનું પાર્કિંગ પણ કેવી રીતે કરો ? ગાડીનું મોઢું દીવાલ તરફ રાખો કે માર્ગ તરફ રાખો ? ગાડી રિવર્સમાં લઈને પણ ગાડીનું મોટું માર્ગ તરફ રાખો ને ? ત્યાં જેટલી અક્કલ છે એટલી અહીં નથી ને ? અહીં ધર્માત્માનું મોટું માર્ગ તરફ ન હોય અને સંસાર તરફ જ હોય ને? એક સાધુમહાત્મા ગયા પછી બીજા મહાત્મા લાવો તે શેના માટે લાવો ? ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં રાખવા માટે ? સાધુભગવન્તને તો માર્ગનું જ્ઞાન પામવા માટે લાવવાના છે અને તે પણ માર્ગનું જ્ઞાન આપે એવા લાવવાના. ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં રાખવા માટે નહિ, હૈયાનાં દ્વાર ખોલવા માટે સાધુભગવન્તને લાવવા છે. ધર્મ અને માર્ગમાં ફરક છે. ધર્મ કરવાનું કામ અભવ્ય જીવો પણ કરે છે, અચરમાવર્તવર્તી જીવો
૨૪૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #250
--------------------------------------------------------------------------
________________
પણ કરે. પણ તેઓ માર્ગસ્થ ન બની શકે. સાધુપણાની આરાધના કરીને દેવલોકમાં જવા રાજી હોય તો તે માર્ગસ્થ ન કહેવાય.
સ. મોક્ષમાં જવા માટે દેવલોક એ વિસામો નહિ?
વિસામા તરીકે નરક પણ ચાલે ને? સુખના રાણી માટે દેવલોક પણ દુર્ગતિરૂપ જ છે. શ્રેણિક મહારાજાની નરક સારી, આપણો દેવલોક સારો નહિ. જેને મોક્ષમાં જવું હોય તેને દેવલોકમાં આનંદ આવે? જેમાં આપણું ઠેકાણું પડે તે ભવ આપણા માટે સારો. ઠેકાણું પડે એવો પાડાનો ભવ પણ સારો અને રખડવું પડે એવો દેવલોક પણ સારો નહિ.
* આ બધાં વિશેષણો આપ્યા પછી પ્રવચનનો રાગ અસ્થિમજ્જા થયેલો કેવો હોય છે તેનો આકાર બતાવતાં કહ્યું છે કે “આ ધર્મ જ અર્થરૂપ છે, પરમાર્થભૂત છે, બીજે બધો ધર્મ અનર્થભૂત-અવાસ્તવિક છે' એવું માનવું તેનું નામ પ્રવચન પ્રત્યેનો રાગ. ભગવાનના ધર્મ કરતાં બીજો ધર્મ સારો લાગે તો સમજી લેવું કે પ્રવચનનો રાગ નથી. બીજા ધર્મમાં પણ સારી વાત આવે છે-એવું બોલે કે માને તે પ્રવચનરાગી ન હોય. ભગવાનના શાસન કરતાં ચઢિયાતું બીજું કશું જ નથી એવું માનવું તેનું નામ પ્રવચનનો રાગ.
તે ઉપરાંત શ્રાવકો સૂત્રાદિમાં કુશલ હોય છે, પદ, વાક્ય વગેરેના વિચ્છેદપૂર્વક ઉદાત્ત, અનદાત્ત વગેરે ઘોષ(સ્વર)થી વિશુદ્ધ અસ્મલિત, અવ્યત્યાગ્રેડિત વગેરે ગુણોથી યુક્ત એવા સૂત્રના ઉચ્ચારણનું પરિજ્ઞાન જે શ્રાવકને હોય તે શ્રાવકો સૂત્રમાં કુલ કહેવાય છે. તેમ જ સુગુરુની પાસેથી સ્વસમય-પરસમય, નિશ્ચય-વ્યવહારાદિ નયના વિભાગ વડે સૂત્રાભિધેય અર્થાત્ સૂત્રના જે અર્થ, તેનું જ્ઞાન સારી રીતે મેળવીને જેણે સ્થિર કર્યું હોય તેવા શ્રાવકો અર્થમાં કુશળ કહેવાય છે.
* ચોવીસે કલાક ગુરુની નિશ્રા ન હોય તો શ્રાવકો ઉન્માર્ગગામી બની જાય તેથી તેમને માટે ઉત્સર્ગ-અપવાદ વગેરે દરેક પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે. તેથી જ તેમના માટે પ્રવચનકુશલત્વ વિશેષણ આપ્યું છે. સૂત્રથી કુશલ હોય, અર્થથી કુશલ હોય. ઉત્સર્ગ એટલે સામાન્યથી જણાવેલો વિધિ અને અપવાદ એટલે વિશેષથી જણાવેલો વિધિ. આ બંન્ને પ્રકારના વિધિના જાણકાર જ નહિ, કુશળ હોય.
* એની સાથે શ્રાવક વ્યવહારમાં પણ કુશળ હોય. વ્યવહાર ચાર પ્રકારના છે. ધર્મવ્યવહાર, અર્થવ્યવહાર, કામવ્યવહાર અને લોકવ્યવહાર, ધર્મવ્યવહારમાં જણાવ્યું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૪૯
Page #251
--------------------------------------------------------------------------
________________
છે કે શ્રાવક દેવતાનું બિંબ-પ્રતિમા વગેરે કોઈ પણ ધાર્મિક પુસ્તકો કે ઉપકરણોને વેચીને આજીવિકા ન ચલાવે. ધર્મનાં ઉપકરણનો ધંધો કરવાથી ખરીદનાર વ્યક્તિએ પ્રતિમાજી વગેરે માટે કલ્પેલા કલ્પિત દેવદ્રવ્યાદિના ભક્ષણનો દોષ લાગે માટે તેવો વ્યાપાર ન કરવો. જ્ઞાનનાં ઉપકરણો પણ વેચાય નહિ અને જ્ઞાન પણ વેચાય નહિ. જૈન, પંડિત થઈને ભણાવે નહિ. ભણાવે તોપણ પગાર ન લે. દેવદ્રવ્ય વ્યાજે મૂકીને વધારતી વખતે સામે સુવર્ણાદિ લીધા વિના ન આપે. પોતાની વસ્તુ મૂકીને પણ પોતે વ્યાજે ગ્રહણ ન કરે તેમ જ જેની પાસે દેવદ્રવ્યનું દેવું હોય, તેની પાસે કે તેના બળદ વગેરે પાસે વેઠ ન કરાવે.
* અર્થકુશળ તેને કહેવાય કે જે ચોક્કસ ફળ આપે એવો નિરવદ્ય વસ્તુનો વ્યાપાર કરે. અનાજ વગેરે સચિત્ત હોવાથી તેમાં પાપ ઘણું લાગે. માટે અચિત્ત એવાં કાપડ વગેરેનો ધંધો કરે.
* કામકુશળ એટલે પોતાના ઘરની સ્ત્રી કે ઘરના લોકો પ્રત્યે માર્દવથી એટલે મૃદુતાથી અનુવર્તન કરે. પંચમ સ્વરમાં વાત કરે તે શ્રાવક નહિ. અવાજ મોટો થાય તે શ્રાવકનાં ઘર નહિ. શ્રાવકનાં ઘરોમાં ઘોંઘાટ ન હોય – ખરું ને ? ઘરના લોકો ખરાબ છે એવું માનવાના બદલે હું ખરાબ ન થઉં માટે સારી રીતે વર્તે. ઘરાક સાથે જેમ મીઠી મીઠી વાત કરો પણ હૈયું ન આપો ને ? તેવી રીતે શ્રાવક પરિવારજનો પ્રત્યે મૃદુતા રાખે અને સાથે કાયમ માટે હૈયું પોતાની પાસે રાખે. ક્યારે પણ તેમને હૈયું ન આપે.
સ. માયા કરી ન કહેવાય ?
ધર્મમાં માયા ન લાગે. રાગ ન થઈ જાય, અવિરતિનું પાપ ન લાગી જાય એ માટે હૃદયનું અર્પણ ન કરે. સંસારમાં પડી ન જઈએ અને મોક્ષથી દૂર ન થઈ જઈએ માટે હૈયું નથી આપવું. પડ્યા પછી વાગે નહિ – એ માટે આટલી સાવધાની રાખવાની.
* લોકવ્યવહારમાં કુશળ તેને કહેવાય કે જે રાજકુળમાં ગમન કરે, રાજવિરુદ્ધનું વર્જન કરે. પ્રધાન એટલે ઉચ્ચ કુળના હોય, શિષ્ટ હોય તેવા લોકોની સાથે સંબંધ કરે, પરિચયમાં રહે. તેમ જ જન્મથી, જ્ઞાનથી અને જાતિથી જે વૃદ્ધ હોય તેઓની સેવા કરનારો હોય.
* તે ઉપરાંત શ્રાવક બીજાના ભાવને જાણવા માટે કુશળ હોય. સાધર્મિકને સિદાતો જોઈને તેને સ્થિર કરવા માટે પ્રયત્ન કરે. સારો માણસ પોતાનું દુઃખ બીજાને કહે નહિ, બીજાની આગળ ગાય નહિ અને સારો માણસ બીજાનું દુઃખ જાણ્યા વિના
૨૫૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #252
--------------------------------------------------------------------------
________________
ન રહે. જેઓ બાહ્ય કે અભ્યન્તર ચેષ્ટાથી બીજાના ભાવને જાણી શકે તે બીજાને સિદાતા હોય તો સહાય કર્યા વિના ન રહે. આ ગુણ સાધુપણામાં પણ ગુર્નાદિકની ભક્તિ માટે ઉપયોગી છે. ઇંગિતાકારસંપન્નતા આ ગુણના પ્રભાવે આવે છે. લોકમાં પણ બીજાના અભિપ્રાય જાણવામાં કુશળ હોવાથી પોતાને અને બીજાને કોઈ પણ જાતની બાધા ન પહોંચે તે રીતે સર્વ ઠેકાણે પ્રવૃત્તિ કરનારા હોય છે.
* શાસ્ત્રમાં શ્રાવકનાં જે વિશેષણો આ રીતે આપેલાં છે તે ત્યારે જ ઘટે કે જ્યારે શ્રાવકને સૂક્ષ્મ ભાવો સમજાવવામાં આવ્યા હોય. ભગવાને જે દેશના આપી હતી તે બાર પર્ષદાની વચ્ચે આપેલી. એમાં છુપાવવા જેવું કશું નથી. કોઈ જીવની અયોગ્યતાના કારણે તેને વિપરીત પરિણમે એ જુદી વાત. આ રીતે શાસ્ત્રમાં સૂક્ષ્મવિચાર શ્રાવકોને જણાવવાનું કહ્યું છે માટે તેનો નિષેધ કરનારા ઉન્માર્ગદશક છે.
* હવે બીજી ઉન્માર્ગદશના જણાવતાં ર૫મી ગાથાથી કહે છે કે જેઓ સિધાન્તનાં તત્ત્વોને છુપાવીને ઉપદેશ આપે છે અને સુસાધુની નિંદા કરે છે તેઓ પોતાના શરણે આવેલાઓના વિશ્વાસનો ઘાત કરનારા છે.
* પોતાની બુદ્ધિથી સાચા કે ખોટા ધર્મની પરીક્ષા-વિવેક કરવા માટે જેઓ સમર્થ નથી તેઓ ધર્મને પૂછતાં આવે ત્યારે એવા ભવ્ય પ્રાણીઓને, આહારવસ્ત્ર-પાત્ર વગેરેમાં લબ્ધ થયેલા એવા સાધુઓ ઉન્માર્ગદશના આપતા હોય છે. જેને અવિરતિ ગમે તે પાપ કર્યા વગર ન રહે. અવિરતિને ભોગવવાની ઈચ્છા હોય તે જ ભગવાનના વચનથી વિપરીત દેશના આપે અને જેને મોક્ષ ન ગમે તેને અવિરતિ ઉપાદેય લાગે.
* જેમ પૈસો વધે તેમ પુણ્યોદય વધ્યો એમ માનવાની જરૂર નથી, ઊલટું પાપોદય શરૂ થયો છે એમ સમજવું, કારણ કે જેમ પૈસો વધે તેમ રાગ વધે ને? અને રાગ એ પાપ છે ને ? તો પાપોદય માનવાનો ને ?
* સાધુભગવન્તને માનસન્માન, ભક્તગણ, પરિવારજન, શિષ્યવર્ગ, આહાર, વસ્ત્ર, પાત્ર વગેરેની આસક્તિ હોવાથી તેઓ ઉન્માર્ગગામી અને ઉન્માર્ગદશક બને છે. આજે શ્રાવકોએ બે નિયમ લઈ લેવાના કે જે આપવું છે તે સંયમને અનુકૂળ હોય તો આપવું અને તે પણ ગુરુમહારાજને પૂછીને પછી સાધુભગવન્તોને વહોરાવવું.
* આહારાદિમાં લુબ્ધ થયેલા કુસાધુ, સાચા સાધુની નિંદા એટલા માટે કરે કે જેથી મુગ્ધ શ્રાવકો તેમની વાતમાં આવીને પોતાને દોષિત ગોચરી વહોરાવતાં અટકે નહિ. વિવેકી બનેલા એવા શ્રાવકો આધાકર્માદિથી યુક્ત એવા આહારાદિ નહિ આપે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૫૧
Page #253
--------------------------------------------------------------------------
________________
આવા ડરથી સ્વચ્છંદી એવા તે સાધુઓ ઉન્માર્ગદશના આપે છે. જેઓ સુસાધુ છે, શુદ્ધ આહારાદિની ગવેષણા કરે છે તેમને કપટી-દેખાવ કરનારા વગેરે કહેવા દ્વારા તેમની નિંદા કરે છે. સુસાધુઓ માટે “આ લોકો તો બગલા જેવી વૃત્તિવાળા છે. દેય વસ્તુ અને તેને લેનાર શુદ્ધ જ હોવા જોઈએ એવા બહાને દાનનો નિષેધ કરનારા છે...” આવું આવું કહીને તેમનું વચન ન સાંભળવું એવું શ્રાવકોને જણાવીને તેમને ઉન્માર્ગે વાળીને તેમની સુગતિ (સદ્ગતિ)ને હણનારા એવા આ ઉન્માર્ગદશક હોય છે. તેમ જ “આહારનું દાન એકાન્ત લ્યાણકારી છે, તેમાં પાત્રાપાત્રનો વિવેક કરવો, એષણીય-અષણીયનો વિચાર કરવા બેસવું-એ તો કૃપણતાનાં લક્ષણ છે, ઉદારતા નથી. તેથી આહારદાન કરવું એ જ શ્રેષ્ઠ છે. એના કારણે શ્રાવકો કલ્પતરુ જેવા કહ્યા છે. તમે નહિ આપો તો તીર્થ કેમ ચાલશે માટે આપતા રહો ..” આવું કહીને તેમને ઉન્માર્ગે દોરી દુર્ગતિમાં પહોંચાડે છે.
* આજે સાધુપણામાં આવેલાને બે ચાર શિષ્યો થઈ જાય એટલે ગુરુથી વિમુખ થઈ જાય અને શિષ્યનું મોટું જોઈને જીવવા માંડે ! પોતાની જાતને તારવા માટે અને ગુરુનું મોઢું જોઈને અહીં આવેલા સાધુસાધ્વી એટલું વિચારે કે મેં દીક્ષા લીધી છે શા માટે ?, કોનું મોઢું જોઈને દીક્ષા લીધી છે? અને આજે કોની સામે જોઈને જીવું છું તોય તેમનો વિસ્તાર થયા વિના ન રહે.
* આહારાદિમાં લુબ્ધ થઈ લોકોને ઉન્માર્ગે દોરી જનારા સાધુઓ માટે અહીં જણાવ્યું છે કે જે રીતે પોતાને શરણે આવેલા જીવોનું મસ્તક કોઈ છેદી નાખે તે રીતે ઉસૂત્રની પ્રરૂપણા કરનારા આચાર્ય, શરણે આવેલાને દુર્ગતિમાં ઘસડીને લઈ જનારા છે. ઉન્માર્ગદશના આપનારને ગાઢ મિથ્યાત્વ અને ચારિત્રમોહનીય બંધાય તેમ ઉન્માદેશનાને જાણવા છતાં સાંભળનારાને પણ ગાઢ મિથ્યાત્વ-ચારિત્રમોહનીયનો બંધ થાય. કારણ કે શ્રોતાઓ વક્તાને પ્રોત્સાહન આપનારા બનવાથી વધુ પાપના ભાગીદાર બને છે. આથી જ કહ્યું છે કે નિંદા કરનાર કરતાં સાંભળનાર વધુ દોષના ભાગીદાર છે.
* આપણે શુદ્ધ આચારનું પાલન કરીએ ત્યારે શુદ્ધ પ્રરૂપણા કરવાનું કામ અઘરું નથી. પરંતુ શુદ્ધ આચારનું પાલન થઈ શકે એવું ન હોય તેવા વખતે શુદ્ધ પ્રરૂપણા કરવાનું કામ સહેલું નથી. સિદ્ધાન્ત પ્રત્યેનો અનુરાગ જેને હોય તેવા લઘુકર્મી આત્મા પ્રરૂપણામાં શિથિલ બનવાથી બચી શકે. શ્રી આચારાંગ સૂત્રમાં શિથિલ પ્રરૂપણા કરનારાને બીજી બાલતા (મૂર્ખતા) કહી છે. જેઓ આચારમાં શિથિલ બને તેઓની પાસે પહેલી
૨૫૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #254
--------------------------------------------------------------------------
________________
બાલતા છે. અને આચારમાં શિથિલતા આવ્યા પછી પ્રરૂપણામાં પણ જેઓ શિથિલ બને તેમની એ બીજી બાલતા છે. આથી પહેલી બાલતા આવ્યા પછી પણ પ્રરૂપણાની શિથિલતા સ્વરૂપ બીજી બાલતા દાખવવાની જરૂર નથી. અહીં જો કોઈ એમ કહે કે – આપણે પોતે જ શિથિલ આચાર પાળતા હોઈએ તો શુદ્ધ આચારની વાત કઈ રીતે કરાય, આપણે ન કરીએ ને બીજાને કહીએ તે કેવું લાગે ? આવા પ્રકારના કાલ્પનિક ભયને આગળ કરનારાને જવાબ આપવા ર૭મી ગાથાથી સમજાવ્યું છે કે – આપઘ્રસ્ત બનવાથી અથવા તો વૃદ્ધાવસ્થા વગેરેના કારણે શરીરની દુર્બળતાના કારણે ચરણકરણના શુદ્ધ પાલન માટે અસમર્થ બનેલો એવો પણ આત્મા ચારિત્રમાં શિથિલ હોવા છતાં પોતાના આત્માની નિંદા કરતો એવો તે, શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરે. આપણે જે આચાર પાળીએ છીએ તે લોકોને નથી જણાવવાના, જે આચાર પાળવાના છે તે જણાવવાના છે. આચારનું પાલન ભલે નબળું હોય, શાસ્ત્ર મોજૂદ હોય તો તેના આધારે પ્રરૂપણા કરવાની. તેવા વખતે શ્રોતાગણમાંથી કોઈ કહે કે જો આવો શુદ્ધ આચાર પાળવાનો હોય તો તમે આવું (શિથિલાચરણ) શા માટે કરો છો ? ત્યારે પોતાની જાતની નિંદા કરતો એવો તે શુદ્ધ માર્ગ બતાવે. જે આ રીતે શુદ્ધ પ્રરૂપણા કરે તે સુલભબોધિ બને છે. શ્રાવકો અયોગ્ય હોય તો તેને કશું કહેવું નથી. જે જીરવી શકે તેવા હોય તેની આગળ સાધુના શુદ્ધ આચારનું વર્ણન કર્યું હોય તો તેવા માર્ગના જ્ઞાતા બનેલા શ્રાવકો સાધુને આચારપાલનમાં સહાય કર્યા વિના ન રહે.
* આપણે શરીરનું પર્યાવરણ નથી સુધારવું, આત્માનું પર્યાવરણ સુધારવું છે. જે શરીરને સારું રાખે તે સાત્વિક ખોરાક ? કે જે આત્માને સારો રાખે તે ? ભગવાનની આજ્ઞા પાળવી તેનું નામ સત્વ. વિગઈ વાપરવામાં સાત્વિકતા નથી, વિગઈના ત્યાગમાં સાત્વિકતા છે. શરીર સારું કરવાની વાત આર્યસંસ્કૃતિમાં ન આવે. આર્યસંસ્કૃતિ એટલે આર્યોની સંસ્કૃતિ. અને આર્ય તેને કહેવાય કે જે શરીરથી આત્માને જુદો માને. જે શરીર ને આત્માને જુદા માને તેઓ શરીરને સારું કરવાની વાત કરે જ નહિ. જેટલા શરીરના પૂજારી છે તે બધા અનાર્ય છે – એમ સમજી લેવું. “યોગા' કરવાથી શરીર કદાચ વળશે પણ માર્ગ નહિ મળે. આત્માને લગતી જેટલી વાતો, તેનું નામ અધ્યાત્મ. બીજું બધું જ પુદ્ગલશાસ્ત્ર છે-એમ સમજી લેવું. આત્માનું પર્યાવરણ સુધારી લેવું છે. શરીરનું પર્યાવરણ બગડેલું જ રહેવાનું છે. જે શરીરના પૂજારી હોય તેને આજની આર્યસંસ્કૃતિની વાતો ગમે, સાંસ્કૃતિક કાર્યો ગમે. કારણ કે તેમાં ધર્મનું નામ આવે અને અવિરતિ પણ ભોગવાતી જાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૫૩
Page #255
--------------------------------------------------------------------------
________________
સ. પર્યાવરણના કારણે ઘણા જીવો બચી જાય !
જીવની રક્ષા ભગવાનના વચનના પાલનથી થાય છે, પ્રવૃત્તિથી નહિ. દુઃખીનાં દુઃખ દૂર કરવા તે રક્ષા નથી. કોઈને પણ દુ:ખ ન આપવું અને દુ:ખીને દુ:ખ દુઃખ ન લાગે તેવું કરવું તે રક્ષા.
સ. સૂક્ષ્મ હિંસા અને સ્થૂલ હિંસાનો ભેદ પડે ને ?
એ ભેદ પણ ગુણઠાણાના છે, પ્રવૃત્તિના નહિ. ચક્રવર્તીના આરંભસમારંભમાં પણ પાપનો અનુબંધ ન પડે અને અભવ્યના નિરતિચાર ચારિત્રના પાલનમાં પણ પાપનો અનુંબધ પડે. સાધુભગવન્ત નદી ઊતરે તોપણ હિંસાનું પાપ ન લાગે અને તમે પુલ ઉપરથી કોઈ પણ જીવને હણ્યા વગર જાઓ તોપણ હિંસાનું (અવિરતિજન્ય કે મિથ્યાત્વજન્ય) પાપ લાગે. પાપ કેટલું ઓછું છે કે વધારે છે એ નથી જોવાનું, પાપ છોડવાના પરિણામ કેવા-તે જોવાનું. પાપ ન કરવાનો પરિણામ તેનું નામ યતના.
* આજે આપણે ધર્મ કરીએ છીએ ખરા પણ ધર્મ ગમતો નથી, ધર્મની ઈચ્છા નથી, આગળ વધીને ધર્મ પ્રત્યે નફરત ઘણી છે, અને નફરત છે તેનું કારણ એ છે કે ફળ જોઈતું નથી. અમારે ત્યાં નિયમ છે કે જેને ફળ પ્રત્યે દ્વેષ જાગે તેને ઉપાય પ્રત્યે પણ દ્વેષ જાગે જ.
* જે સાધુ આ રીતે શુદ્ધપ્રરૂપણા નથી કરતો તે કેવો થાય છે, તે જણાવે છે કે ગાથા-૨૮ : પોતાના પરિવાર માટે અને પોતાની પૂજાના હેતુથી, પાસત્થા, અવસન્ન વગેરેની અનુવૃત્તિ (અનુસરણ) કરતો એવો જે, વિશુદ્ધ દેશના નથી આપતો તેને દુર્લભબોધિ જાણવો.
* શ્રી પંચસૂત્રમાં કહ્યું છે, માર્ગની દેશના સામાન્ય જીવો માટે સિંહની ત્રાડજેવી છે. જે દિવસે આપણે માર્ગની દેશના સાંભળીએ ને આનંદ થાય અને આપણે ઘણું પામવાનું બાકી છે – એવી અનુભૂતિ થાય ત્યારે સમજવું કે માર્ગની દેશના સાંભળવાની યોગ્યતા આપણામાં આવી.
* ધર્મ અને માર્ગ એકબીજાના પૂરક છે એની ના નથી પણ એ બેને જુદા પાડવાનું કામ આપણે આપણી ઈચ્છાઓના કારણે કર્યું છે. માર્ગ આરાધવો હંશે તો આજ્ઞા સામે જોવું પડશે, આપણે તો ધર્મ ઈચ્છા મુજબ કરવાની છૂટ છે એમ માની લીધું છે ને ? જે સુખના લાલચુ છે તેઓ ધર્મ કર્યા વિના નહિ રહેવાના અને દુઃખના
૨૫૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #256
--------------------------------------------------------------------------
________________
દ્વેષી પણ ધર્મ કર્યા વિના નહિ રહેવાના, પરંતુ દુઃખ પ્રત્યે પ્રેમ કેળવાય અને સુખ પ્રત્યે નફરત જાગે પછી ધર્મ કરીએ તો સમજવું કે આપણો ધર્મ માર્ગસ્થ બન્યો. આથી જ શ્રી જયવીયરાયસૂત્રમાં મગ્ગાણુસારિયા માંગી છે, ધમ્માણુસારિયા નહિ. ધર્મ તો અભવ્ય પણ કરે પરંતુ તેનામાં માર્ગાનુસારિતા ન હોય. પહેલા ગુણઠાણાની માર્ગાનુસારિતા સારી પણ પહેલાનો ચારિત્રધર્મ સારો નહિ.
* માર્ગ જે એક હોય તો એકતા થયેલી જ છે, એકતા હણાવાની નથી એના બદલે એકતાના નામે આજે માર્ગનો ભેદ કરવાની પ્રવૃત્તિ ચાલતી હોય તો તે કેટલી વિચિત્ર અને વિષમ પરિસ્થિતિ કહેવાય ? આપણી સાથે કોણ છે – એ નથી જોવું, આપણે ભગવાનની સાથે છીએ કે નહિ તે જોઈ લેવું છે. આપણી સાથે કોણ છે તે વરસોથી જોતા આવ્યા છીએ, પણ આપણે કોની સાથે છીએ – એ વિચારવાનો વખત હવે આવી ગયો છે. નાનું છોકરું ગમે ત્યાં જુએ, ગમે ત્યાં ચાલે, પણ માનો છેડો ન મૂકે. તેમ આપણે ભગવાન સાથેનો છેડો ફાટે નહિ એ રીતે જીવવું છે. આવ્યા હતા ભગવાનનું મોટું જોઈએ અને જીવવા માંડીએ લોકોનું મોટું જોઈને – એ કાંઈ ચાલે ? જેમ ભગત વધે એમ ગુણ ઘટે – એવી જ હાલત છે ને ? ભગવાનનું શાસન આપણી પાસે હોય અને ભગવાનની કૃપા આપણી પાસે હોય તો આપણે કોઈની પાછળ જવાની જરૂર નથી. જે લોકસંજ્ઞામાં તણાય તે લોક હોય, લોકોત્તર પુરુષ નહિ. ધર્મને સારો માનવાની વાત લોક કરે, જ્યારે લોકોત્તર આત્માઓ માર્ગાનુસારી ધર્મને જ સારો માને. લોકના હૈયે વસે તે ધર્મ. લોકોત્તર પુરુષોના હૈયે વસે તેનું નામ માર્ગ. ઊંચામાં ઊંચું સાધન મળ્યા પછી પણ જે આરાધ્યા વિના જઈએ તો આપણા જેવા બેવકૂફ બીજા કોઈ નથી. આજે ધર્મ કરવા પહેલાં ધર્મ સમજવાની જરૂર છે. ધર્મ કરવાનું ફરજિયાત નથી, ધર્મ સમજવાનું ફરજિયાત છે.
* અવિરતિધર, સાધુ માટે બિલાડી જેવા છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. આપણી પાસે દૂધ હોય તો બિલાડીને પાસે આવવા દઈએ ? નહિ ને ? તેમ આપણી પાસે જે વિરતિ છે તેને કોઈ હરી ન જાય તેની ચિંતા કરવી પડે ને ?
* પરિવાર એટલે સાધુ-સાધ્વી, ભક્તજન વગેરે, તેમના માટે તેમ જ વસ્ત્રપાત્રસત્કાર દ્વારા પોતાની પૂજા થયા કરે તે માટે અને પાર્શ્વસ્થ, અવસન્ન વગેરેને અનુસરવાની ઈચ્છાવાળા અર્થાત્ પાસસ્થાદિના ચિત્તના આવર્જન માટે જે વિશુદ્ધ માર્ગને ગોપવે છે તે દુર્લભબોધિ બને છે. જે પોતે શુદ્ધ માર્ગનો જાણકાર હોય પરંતુ પોતાનો પરિવાર શિથિલ હોવાથી શુદ્ધ દેશનાથી તે વિમુખ બનશે એવા ભયથી, તેમ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૫૫
Page #257
--------------------------------------------------------------------------
________________
જ જો શ્રાવકને શુદ્ધ માર્ગ જણાવીશું તો એષણીય અને અષણીયના જાણકાર બનેલા શ્રાવકો વસ્ત્રપાત્રાદિ અનુકૂળ વહોરાવશે નહિ. આ રીતે પોતાના સત્કારાદિના હેતુથી પણ વિશુદ્ધમાર્ગ ન કહે. તે જ રીતે જો વિશુદ્ધમાર્ગની દેશના આપે તો પાસત્થાઓને “આ આપણી નિંદા કરે છે” એવું લાગવાથી, ગુસ્સે થયેલા પાસત્થાઓ નગરમાંથી કાઢી મૂકશે, વસતિ નહિ આપે-એવા ભયથી વિશુદ્ધ માર્ગ ન કહે. તેવાઓ ભવાન્તરમાં ભગવાનનો માર્ગ નહિ પામે, કારણ કે તેમણે સમ્યમાર્ગનો લોપ કર્યો છે – આથી તેઓ અનન્તસંસારી બને છે.
* આજની આપણી ધર્મની પ્રીતિ માર્ગને ભૂંસી નાખનારી છે. માર્ગની પ્રીતિથી જો ધર્મ કરતા રહ્યા હોત તો ધર્મ અને માર્ગને એક કરી શકત. પ્રવૃત્તિ કર્યા પછી પાઠ શોધવા નીકળવું એ માર્ગાનુસારી નીતિ નથી. પાણી પીધા પછી ઘર પૂછવા જેવી એ વાત છે. પાઠ વગર પ્રવૃત્તિ કરે અને પાછળથી કદાચ પાઠ મળી જાય તો પણ તે પ્રવૃત્તિ આજ્ઞાના ઉપયોગ વગરની હોવાથી દ્રવ્ય-તુચ્છ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે અસ્મલિતાદિ ગુણોથી યુક્ત એવું સૂત્ર શુદ્ધોચ્ચારપૂર્વક બોલવામાં આવે છતાં પણ જે તેમાં ઉપયોગ ન હોય તો તે દ્રવ્યક્રિયા છે.
* મહાપુરુષો પાસે જે શ્રદ્ધા અને સત્ત્વ હતું તેના કરતાં અનન્તમા ભાગે પણ અમારી પાસે નથી. તેમની શાસનરક્ષા, માર્ગ પ્રત્યેની પ્રીતિ, અવિહડ શ્રદ્ધા, પ્રવચનની પ્રભાવના, તત્ત્વનો પક્ષપાત, અપ્રતિમ સત્ત્વ... એ બધા ગુણો પામવા માટે બીજો ભવ કરવો પડશે. કાળ ખરાબ છે એની ના નથી, પણ આપણે ખરાબ નથી થવું. જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળ ન જઈએ, પણ ત્યાંથી નીચે તો નથી ઊતરવું. જે છે તેને ચલાવી કે નભાવી નથી લેવું, સુધારી લેવું છે.
* શિષ્ય કહે છે કે ઉન્માર્ગદશનામાં દુર્લભબોધિ બનવા જેવો મોટો દોષ છે તો તેઓ આવી દેશના કેમ આપે છે – તેનું નિરાકરણ આગળની ગાથાથી કરે છે. શ્રોતાને જે ગમે, અનુકૂળ પડે એવું બોલવું તે ઉન્માર્ગદશકોની નીતિ હોય છે. શ્રોતાજનના હિતની વિચારણાને બદલે શ્રોતાને આપણી પ્રત્યે પ્રીતિ ટકી રહે એવા પ્રયત્ન ઉન્માર્ગદશકો કરતા હોય છે. જેઓ ભગવાનની વાત સમજી જાય તેવાઓ પોતાનાથી વિમુખ બની જશે એવો ભય સતત સતાવે તેથી શ્રોતાના આવર્જન માટે પ્રરૂપણા કરનારાની દેશના ઉન્માર્ગદશના જ બનવાની. આપણાથી વિમુખ બને તો ભલે, કારણ કે એથી તે ભગવાનની સન્મુખ બને તો સારું જ છે. પરંતુ જેઓને પોતાનો જ વર્ગ વધારવો હોય તેને આ બધું ન ગમે. આજે લોકો પણ આવાઓની વાતમાં આવે છે.
૨૫૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #258
--------------------------------------------------------------------------
________________
તેનું કારણ એ છે કે તેઓ સાચું સમજવા પ્રયત્ન નથી કરતા. સાચું સમજીને આરાધવું એ જુદું અને સાચું માનીને આરાધી લેવું એ જુદું. સાચું માની લેવાથી સાચું બની જતું નથી. સોનું ખરીદવા જાઓ તો સાચું માનીને લો કે સાચું પારખીને ?
* શરૂઆતમાં મધુર લાગે અને પરિણામે કટુ હોય એવું વચન બોલનારા અને સાંભળનારા ઘણા છે. કારણ કે પરિણામ અત્યારે ભોગવવાના નથી અને વર્તમાનની મધુરતા ગમી જવાની છે. આ રીતે માત્ર વર્તમાનને જોઈને ચાલનારા પરિણામે ભયંકર એવી પણ પ્રવૃત્તિમાં મજેથી પ્રવર્તે છે. જ્યારે વર્તમાનમાં કટુ એવું પણ પરિણામે હિતકર બોલનારા અને સાંભળનારા વિરલ છે. આપણી પાસે આવનારાને આવતો કરવાને બદલે, દોષરહિત કરવો છે. આવનારના ગુણ ગાવાના બદલે તેના દોષો બતાવવા છે. ઉપાશ્રયમાં જતો-આવતો કરે તે ઉપકારી નહિ, માર્ગે ચાલતા કરે તે ખરા ઉપકારી. તમે ભાગ્યશાળી છો, પુણ્યશાળી છો, આટલો ધર્મ કરો છો .... વગેરે નથી કહેવું. તમને સુખનો રાગ નડે છે, દુઃખનો દ્વેષ નડે છે, અજ્ઞાન-કદાગ્રહ નડે છે... આવું કહે તો સમજવું કે કટુ પથ્ય બોલનારા મળ્યા. આજે મોટે ભાગે સુખી જીવોને રાગ નડે અને દુઃખી જીવોને દ્વેષ નડે તેમ જ ધર્માત્માને મોહ નડે. “હું જે કરું છું તે જ બરાબર છે'. આવો કદાગ્રહ તેનું જ નામ મોહ-અજ્ઞાન. આજે સાધુસાધ્વી બનેલાને પણ મોહ નડે છે. તેમને ચારિત્ર નિર્મળ જોઈએ છે, પણ નિર્મળનો અર્થ નથી સમજવો. ગ્લાસ ઓખો જોઈએ અને પાણી ગંદું ચાલે એવાને શું કહેવું ?
* આત્માને માનનારા ક્યારેય શરીરના પૂજારી ન હોય.
* અશાતા વેદનીયને ભોગવીને પૂરું કરવાનું સ્થાન તેનું નામ સાધુપણું. દુઃખ તો આપણા કપાળે લખાયેલું જ છે. ગમે તેટલાં સુખનાં સાધનો વસાવો, એકે ય કામ નથી લાગવાનાં. ગૃહસ્થપણામાં ભોગવીએ, સાધુપણામાં ભોગવીએ, નરકગતિમાં ભોગવીએ કે તિર્યંચગતિમાં... દુઃખ ભોગવ્યા વિના નહિ ચાલે. તેમાંથી સાધુપણામાં જે દુઃખ ભોગવી લઈએ તો એ દુઃખનો અંત આવી જશે.
* રોગીને અપથ્ય જ રુચે. આ ન્યાયે ભવરોગીને ભવની ભયંકરતાની કે ચારિત્રની રમણીયતાની વાત ન જ ગમે. અને સંસારના સુખની વાતો જ ગમવાની. તેવા વખતે ભગવાનની આજ્ઞા સમજાવીએ, સુખ છોડવાની કે દુઃખ વેઠવાની વાત કરીએ તો તે પથ્યકારી હોવા છતાં કડવી જ લાગવાની. આથી જ કહ્યું છે કે પ્રિય એવું અપથ્યકારી બોલનારા ઘણા છે, અપ્રિય એવું પથ્ય બોલનારા વક્તા અને શ્રોતા દુર્લભ છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૫૭
Page #259
--------------------------------------------------------------------------
________________
* પ્રારંભમાં કટુ હોવા છતાં પરિણામે સુંદર બોલનારા વક્તાની પરમોપકારિતાને જણાવવા માટે ત્રીસમી ગાથાથી જણાવે છે કે પ્રમાદરૂપી અગ્નિથી બળતા એવા ભવરૂપી ઘરમાં સૂતેલાને મોહનિદ્રાથી જે ઉઠાડે તે તેનો પરમબંધુ છે.
* આ સંસારમાં અનુકૂળતા અપાવનાર ધર્મ તમને ને અમને ગમે છે પરંતુ પરમપદે પહોંચાડનાર ધર્મ તમને ને અમને ગમતો નથી. આવા સંયોગોમાં માર્ગતત્ત્વને વિસ્તારથી સમજાવવાનું કામ આ મહાપુરુષોએ કરીને આપણી ઉપર ઉપકાર કર્યો છે.
જ્યાં સુધી વિવેકબુદ્ધિ ન પ્રગટે ત્યાં સુધી માર્ગ અને ધર્મનો ભેદ સમજવાનું કામ સહેલું નથી. દરેક ઠેકાણે ફરવાથી ધર્મ કદાચ મળી જશે પણ માર્ગ નહિ મળે. બગીચામાં ફરવાથી ઈષ્ટસ્થાને ન પહોંચાય, માર્ગ પર ચાલવાથી ઈષ્ટ સ્થાને પહોંચાય. બગીચો લીલોછમ હોય અને માર્ગ ઉજ્જડ હોય છતાં ઈષ્ટ સ્થાને કોણ પહોંચાડે ? તેવીસ પ્રકારના વિષયો ભોગવવાથી ઈષ્ટ સ્થાને જવાય કે બાવીસ પરિષહ વેઠવાથી ઈષ્ટ સ્થાને પહોંચાય ? શાંતિથી ઘરમાં રહેવા ન દે તેનું નામ સાધુ.
સ. ઘર જ ગમે છે, સુખ જ ગમે છે, શું કરવું ?
માંગીને મેળવ્યું છે માટે છોડવાનું મન નથી થતું. જ્યાં સુધી આ ચક્ર ન તૂટે ત્યાં સુધી રખડવાનું ચાલુ જ રહેવાનું.
સ. માંગીને મેળવવું એ ખોટું-એમ જ ને ?
માંગીને મેળવવું ખોટું અને સાથે મળેલું રાખવું એ ય ખોટું. જે મળ્યું તે છોડી જ દેવું છે, ન જ છૂટી શકે તો છેવટે તેમાંથી મન કાઢી લેવું છે. સંસારરૂપી ઘરમાં આગ લાગી છે એ વાત સાચી ? આઠમના દિવસે સંસાર દાવાનલની થોય બોલવાનું (ચઢાવો લઈને) ગમે પણ સંસારને દાવાનલ માનવું ન ગમે ને ? સાંભળવાનું ગમે છે પણ માનવાનું ન ગમે ને ?
સ. સાંભળશે એ આચરતા થશે ને ?
સાંભળેલું માને એ આચરતો થાય, બધા નહિ. સાંભળવાનું કામ તો અભવ્યના આત્માઓ પણ કરે, અચરમાવર્તવર્તી જીવો પણ કરે, ભવાભિનંદી જીવો પણ કરે; પણ તેઓ માનતા નથી. તેથી તેમણે સાંભળેલું, સાંભળેલું ન કહેવાય. આચરવા માટે સાંભળ્યું હોય તે જ સાંભળેલું કહેવાય. જેને રોગ ખરાબ લાગે તે ડોક્ટર પાસે જાય કે ડોક્ટર પાસે જવાથી રોગ ખરાબ લાગે ? જેને દુઃખ જ ટાળવું હોય તેવા સાંભળવા આવે તેનો શો અર્થ ? સંસાર ટાળવો હોય તેનું કામ અહીં છે.
૨૫૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #260
--------------------------------------------------------------------------
________________
સ. દુઃખ દોહગ દૂરે ટળે રે .... એમ સ્તવનમાં કહ્યું છે ને ?
એ દુઃખ કયું છે - એ જાણો છો ? કર્મભનિત સુખ તે દુઃખરૂપ છે. પુણ્યના ઉદયથી મળેલું સુખ એ જ દુઃખરૂપ હોવાથી તેને ટાળનારા ભગવાન છે. સ્તવનમાં જ કહ્યું છે કે ‘કર્મજનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમઝાખ.” પુદ્ગલની ઝાખ તે સુખ નથી. જેમાં સાધનની પણ જરૂર ન પડે, વિભાવની પણ જરૂર ન પડે એવું આત્માનું સુખ છે. પુદ્ગલનું સુખ દુઃખરૂપ જ છે.
સ. તો પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું પણ દુઃખરૂપ કહેવાય ને ?
તેમાં કોઈ સવાલ જ નથી. જો પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું ય હોય, છોડવાનું જ હોય તો પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય-મેળવવાજેવું કઈ રીતે માનવાનું ? પુણ્યાનુબંધી પુણ્ય સાધનામાં આડું આવે છે. આથી જ તો શાલિભદ્રજીએ પણ પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું સુખ છોડી દીધું.
* શ્રી ઢંઢણઋષિને પર લબ્ધિથી મળેલું નહિ વાપરવાનો નિયમ હતો. તમારે એટલો નિયમ લેવો છે કે – અનીતિથી મળેલું પેટમાં પધરાવવું નથી અને શરીર પર ઓઢવું નથી. પુણ્ય પાંસરું હોય તોપણ ભોગવવાજેવું નથી. એટલું યાદ રાખવું.
* જે પ્રમાદરૂપી અગ્નિથી સંસાર બળી રહ્યો છે તે પ્રમાદ પાંચ પ્રકારનો અને આઠ પ્રકારનો છે. પાંચ પ્રકારનો પ્રસાદ તો પ્રસિદ્ધ છે. મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. જ્યારે આઠ પ્રકારના પ્રમાદનું વર્ણન અહીં કર્યું છે. અજ્ઞાન, સંશય, વિપર્યય (મિથ્યાજ્ઞાન), રાગ, દ્વેષ, સ્મૃતિની અવસ્થા, ધર્મમાં અનાદર અને મનવચનકાયાનું દુપ્રણિધાનઃ આ આઠ પ્રમાદ છે. ન આવડવું તે અજ્ઞાન નથી, છતી શક્તિએ ભણવું નહિ તેનું નામ અજ્ઞાન. માપતુષમુનિને આવડતું ન હોવા છતાં તેમને અજ્ઞાન નામનો પ્રમાદ ન હતો. સંશય એટલે દ્વિધાભર્યું વલણ. મિથ્યાજ્ઞાન એટલે જૂઠાને સાચું માનવું, સાચાને જૂઠું માનવું તે. અવિધિ કરવાથી મોક્ષ ન મળે એવું માનવું તે સમ્યજ્ઞાન. અવિધિ કરવાથી મોક્ષ ન મળે એવું નહિ, મોડા મળે-એવું માનવું તે મિથ્યાશાન. રાગ અને દ્વેષ આ બે પ્રમાદ તો આપણા જિગરજાન દોસ્ત છે. કાયમ માટે સાથે ને સાથે લઈને ફરીએ. દાદના (ભગવાનના) દરબારમાં પણ સાથે લઈને જ જઈએ ! એના કારણે તો આ સંસારમાં આપણી સલામતી છે. સહેજ દીક્ષાનો વિચાર કરીએ કે તરત દ્વેષ કહેશે ‘દુઃખ આવશે’, રાગ કહેશે “આ બધી લીલા છૂટી જશે”. સ્મૃતિનું અનવસ્થાન ધંધામાં ન નડે. પૈસા આપ્યા કે ન આપ્યા એ ભૂલીએ ? જ્યારે અહીં ધર્મમાં બે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૫૯
.
Page #261
--------------------------------------------------------------------------
________________
લોગસ્સ ગણ્યા કે એક : એનો ભ્રમ થાય, તે સ્મૃતિ-અનવસ્થા. ધર્મમાં અનાદર દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે છે. દ્રવ્યથી, કેળાં વગેરે તુચ્છ દ્રવ્યથી ફળપૂજા કરવી; ક્ષેત્રથી, દૂરથી જ (બહારથી જ) ભગવાનનાં દર્શન કરવાં; કાળથી, ભગવાને કહેલા સમયે ન જતાં નવરા હોઈએ ત્યારે કે ટાઈમ મળે ત્યારે દર્શન કરવાં અને ભાવથી, મોક્ષ પામવાને બદલે સંસારસુખની ઈચ્છાથી પૂજા કરવી તે ભાવઅનાદર. મનવચનકાયાનું દુપ્રણિધાન એટલે ભગવાનની આજ્ઞાથી વિપરીત વિચારવું, બોલવું ન કરવું. આ આઠ પ્રકારના પ્રમાદને દૂર કરવાનું મન થાય તો સમજવું કે માર્ગ પ્રત્યે પ્રીતિ જાગી. જેમ અગ્નિ સંતાપ કરનારો છે તેમ પ્રમાદ પણ સન્તાપને કરનારો છે. અજ્ઞાન, સંશય, રાગ, દ્વેષ વગેરે સંતાપ કરનારા હોવાથી અગ્નિ જેવા છે. જેમ નિદ્રા આપણા ચૈતન્યને હરી જાય છે તેમ મોહ આપણા વિવેકરૂપ ચૈતન્યને હરી જાય છે માટે તેને નિદ્રાની ઉપમા આપી છે.
* તત્વાર્થની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આ ત્રણની એકાત્મતા એ માર્ગ છે. ધર્મથી સુખ મળે એવી શ્રદ્ધા એ સમ્યગ્દર્શન નથી. પરંતુ ધર્મથી સુખ છૂટે એ જ માર્ગ છે – એવી શ્રદ્ધા તેનું નામ સમ્યગ્દર્શન.
* આજે આપણી નજર સુખ તરફ છે, તે ખસેડીને મોક્ષ તરફ સ્થિર કરવી છે. તે જ રીતે ધર્મ ઉપરથી માર્ગ ઉપર નજર સ્થિર કરવી છે. દુઃખ ઉપર જે નજર (ટાળવા માટે) સ્થિર છે, તે ખસેડીને પાપ ઉપર સ્થિર કરવી છે.
* માર્ગમાં રહેલો બળદ તેના માલિકને તે સૂતો હોવા છતાં તેને ઈષ્ટ સ્થાને પહોંચાડે છે. માલિક જાગતો હોય તો ઉન્માર્ગે જતાં બળદને કાબૂમાં રાખે છે. બળદમાં પણ એટલી લાયકાત છે કે આજ્ઞામાં રહેવું અને માર્ગમાં ચાલવું. આજે બળદ જેટલી પણ લાયકાત આપણામાં રહી નથી ને ?
* ગૌતમસ્વામી મહારાજાને ભગવાન પ્રત્યે રાગ હતો એવું સાંભળીને, “જો એમના જેવાનો રાગ ન જાય તો આપણો તો ક્યાંથી જાય ?' એવું વિચારવું તેનું નામ ઉન્માર્ગગામિતા. એના બદલે એવા વખતે જો એવું વિચાર્યું હોત કે – “એ મહાપુરુષનું તો રાગનું પાત્ર ચોખ્યું હતું, પોતે ચોખ્ખા હતા અને તેમની પાસે નિષ્કામ ભાવ હતો. છતાં તેમનો રાગ કેવળજ્ઞાનને અટકાવે તો આપણું શું થશે ? કારણ કે આપણાં પાત્ર પણ ચોખ્ખાં નથી, આપણે પણ ચોખ્ખા નથી અને સ્વાર્થ પણ પડેલો છે. આવો રાગ તો આપણને સંસારમાં રખડાવનારો બનશે.' તો સન્માર્ગગામિતા આવત.
૨૬૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #262
--------------------------------------------------------------------------
________________
* સમ્યગ્દર્શન જે ટક્યું હશે તો શ્રી નંદીષણમુનિની જેમ ગયેલા ગુણો પણ પાછા આવશે અને સમ્યગ્દર્શન જો ગયું તો આવેલા ગુણો પણ જતા રહેશે.
શુદ્ધપ્રરૂપકની ઉપબૃહણા કરતાં ૩૧મી ગાથામાં જણાવ્યું છે કે પોતાના ગાઢ ચારિત્રમોહનીયકર્મના ઉદયસ્વરૂપ દોષથી ચારિત્રમાં કાંઈક સિદાતા હોવા છતાં પણ શુદ્ધ પ્રરૂપકો પોતાની એ શુદ્ધપ્રરૂપણાગુણના યોગે ભાવપૂર્વક – આદરપૂર્વક પૂજવાયોગ્ય છે. જેની પાસે ચારિત્રરૂપ સાધન કોઈવાર શિથિલ બની ગયું હોય તોપણ પ્રરૂપણા એ પણ તેમને માટે એક પ્રબળ સાધન છે.
સ. ચારિત્ર ગયા પછી તેનો રાગ કઈ રીતે ટકે ?
પૈસો ગયા પછી પણ પૈસાનો રાગ જે રીતે રહે છે તે રીતે. પત્ની મરી ગયા પછી તેની પ્રત્યેનો રાગ કેવો હોય ?
સ. ઊલટું વધારે યાદ આવે.
એ જ રીતે અહીં ચારિત્ર ગયા પછી પણ ચારિત્રનો રાગ સમ્યકત્વના યોગે વધતો જાય અને એ રાગ જ ચારિત્રને પાછું ખેંચી લાવે. ચારિત્રના રાગના યોગે જ, પોતે ચારિત્રમાં સિદાતા હોવા છતાં શુદ્ધ પ્રરૂપણા કરી શકે છે.
સ. શુદ્ધ પ્રરૂપણા ન હોય તેના તપ-ચારિત્ર વગેરે ગુણની અનુમોદના ન કરાય ?
ન કરાય. કરવી હોય તો આવા ચારિત્રની સાથે સમ્યકત્વ પણ હોત તો આ ગુણો લેખે લાગત-આ રીતે કરવી.
* ભગવાનના શાસનમાં ચારિત્ર કરતાં પણ પ્રરૂપણાની કિંમત વધારે છે. કોઈના ચારિત્રમાં શિથિલતા જોઈને મોઢું બગાડવાની જરૂર નથી પરંતુ કોઈની પ્રરૂપણામાં ઉસૂત્રભાષિતા જોઈને ત્યાંથી ઊભા થઈ જવાની જરૂર છે.
* આ રીતે માર્ગની શુદ્ધિ જણાવ્યા બાદ વિવેકી જનો શું કરે છે – તે ૩૨ મી ગાથાથી જણાવે છે કે આ રીતે સન્માર્ગદર્શક એવી આગમસ્વરૂપ દષ્ટિ વડે સામાન્યથી અને વિશેષથી માર્ગ જેણે જાણી લીધો છે તેવા ભવ્યજીવો શુભમાર્ગને લાગેલા હોય છે, પરંતુ જેઓ તત્ત્વાવલોકી નથી તેવા જીવોના ગતાનુગતિક માર્ગસ્વરૂપ ગાડરિયાપ્રવાહમાં તણાતા નથી. ગતાનુગામી એટલે ગયેલાને જ જે અનુસરે, તે. એક ગયો એટલે બીજે ગયો.... એ રીતે વિચારશૂન્યપણે ચાલવું તે ગતાનુગતિક્તા.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #263
--------------------------------------------------------------------------
________________
* જગતના જીવોને વિદ્વાન ગણે તે મૂર્ખ બન્યા વિના ન રહે. ભણેલો માણસ મરીને ક્યાં જવાનું છે તે ન વિચારે તો તે અભણ છે-એમ સમજવું. મર્યા પછી ક્યાં જવાનું છે તે વિચારે નહિ તે ભણેલો પણ અજ્ઞાની છે.
* જેમણે તત્ત્વની પરીક્ષા કરી નથી તેવા લોકો, પ્રવૃત્તિ છે પ્રધાન જેમને એવા લોકો જે માર્ગે પ્રવર્તેલા હોય તેવા માર્ગે જાય છે. તત્વને પ્રધાન માનનારા લોકોના માર્ગને, અપરીક્ષિતતત્વ જીવો અનુસરતા નથી. જ્યારે વિવેકી જનો તત્ત્વને જ અનુસરે
* હવે ફરી શિષ્ય શંકા કરે છે કે – શાસ્ત્રમાં કહ્યું છે કે “મહાજનો યેન ગતઃ સ પત્થા' આ ન્યાયે લોકપ્રવૃત્તિ જ કલ્યાણકારી છે : એવું જે માને છે તેને શિક્ષા આપવા માટે કહે છે: ૩૪મી ગાથાથી. લોકન્યાયનું જ અનુસરણ કરવું જોઈએ એવો એકાન્ત નથી. જે શિષ્ટ જન હોય તેમના શિષ્ટત્વનું અનુસરણ કરવાની વાત છે. જે લોકપ્રવૃત્તિ જ કલ્યાણકારી હોય તો આગમમાં એવું વચન ન હોત કે કલહ(વાકકલહ)ને કરનારા, ડમર(કાયાકલહ)ને કરનારા, અસમાધિને કરનારા, અનિચ્છનીયને કરનારા એવા મુંડ ઘણા છે અને શ્રમણો અલ્પ આ ભરતવાસમાં છે. આ રીતે બહુમુંડાદિ જણાવનારા વચનના કારણે પરમાત્માની આજ્ઞા જ પ્રમાણ છે, લોકપ્રવૃત્તિ નહિ – એ સમજાય તેવું છે.
* જો બહુજનની પ્રવૃત્તિ જ પ્રધાન છે એવું માનવું હોય તો બીજી આપત્તિ જણાવે છે કે – ઘણા લોકોએ પોતાની રુચિ મુજબ જે અનુષ્ઠાન કર્યું હોય તે અનુષ્ઠાન જ, કોઈ પણ જાતના આરાધનાવિરાધનાના વિમશ-વિચાર વિના જેઓ કરવાને ઈચ્છે છે તેઓએ શૈવમુનિ કે જૈનોના આભાસ રૂપ જૈનમુનિ વગેરે લોકોનો ધર્મ મૂકવો ન જોઈએ. કારણ કે રાજા-અમાત્ય વગેરે ઘણા લોકોની પ્રવૃત્તિ એ ધર્મમાં હોય છે. તેથી એ ધર્મ છોડાવો ન જોઈએ : આ રીતે ગતાનુગતિક પક્ષ અસંગત જ છે.
* સ્વરુચિરચિત અનુષ્ઠાન એટલે શાસ્ત્રમાં જેનું વિધાન ન મળતું હોય તેવી પણ પ્રવૃત્તિ પોતાની સ્વાર્થસિદ્ધિ ખાતર કરવી તે. ભક્તામરપૂજન, સંતિકરંપૂજન, પદ્માવતીપૂજન, શ્રમણી-વંદનાવલી વગેરે આજની ઘણી પ્રવૃત્તિઓ સ્વરુચિરચિત અનુષ્ઠાનમાં સમાય છે.
* તેથી નક્કી છે કે જે અનુષ્ઠાન આજ્ઞાને અનુસરતું હોય તે જ બુધજન વડે, પંડિતજન વડે સેવવાયોગ્ય છે. આ ધર્મની વિચારણામાં કે પરલોકની ચિંતામાં ઘણા
૨૬૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #264
--------------------------------------------------------------------------
________________
લોકોનું અનુસરણ કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ આજ્ઞાનુસારી ધર્મના અર્થી ઘણા નથી, અલ્પ જ છે.
* આ રીતે અનેક પ્રકારે વિધિમાર્ગનું સમર્થન કરવા છતાં પણ જેઓને એમાં શંકા પડે તેઓની બુદ્ધિ મોહથી જ નહિ, મહામોહથી હણાયેલી છે. આવા લોકોની શંકા ૩૬મી ગાથાથી જણાવી છે. ગાથા ૩૬: દુષમકાળમાં વિધિમાર્ગ દુર્લભ છે, જો વિધિમાર્ગ જ કરવામાં આવે તો તીર્થના ઉચ્છેદનો પ્રસંગ આવે... આ પ્રમાણે કેટલાક લોકો કહે છે તે તેઓનો કુગ્રહ છે.
* ભવિષ્યમાં વિધિમાર્ગના ઉચ્છેદનું આલંબન લઈને જેઓ અવિધિમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે તેઓ તો આજથી જ તીર્થના ઉચ્છેદનું કામ કરે છે. જેઓ વિધિમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે તેઓની તો પોતાની હયાતી હોય ત્યાં સુધી તીર્થની આરાધના ચાલુ રહેતી હોવાથી તીર્થનો નાશ થતો નથી. જેઓ વિધિમાર્ગની સ્થાપના કરે છે તેઓનો નાશ થવા છતાં પણ વિધિમાર્ગની સ્થાપનાના કારણે તેઓને તીર્થના ઉચ્છેદનું પાપ લાગતું નથી. જ્યારે જેઓ “અવિધિપૂર્વક પણ ધર્મ કરી શકાય, ધર્મ તો એકાને કલ્યાણકારી છે આ પ્રમાણે કહીને અવિધિ ચલાવી લે છે તેઓનો નાશ ન થવા છતાં તેઓ તીર્થના ઉચ્છેદનું પાપ બાંધે છે. એક પણ વિધિમાર્ગનો આરાધક હશે ત્યાં સુધી તીર્થ જયવંતું
* પાપ વગર પૈસા મળતા નથી' એમ બોલવું એ ઉન્માર્ગદશના છે. “અનીતિનો પૈસો ખરાબમાર્ગે જાય એના બદલે સારા માર્ગે જાય એ સારું એ પણ એક જાતની ઉન્માર્ગદશના છે. ખરાબ વસ્તુ સારા સ્થાને ન નખાય. અનીતિનો પૈસો ધર્મમાર્ગે વાપરવો એ વધુ ખતરનાક છે. ધર્મમાર્ગે ખરચો ત્યારે તમે ધર્મ કર્યો છે એમ માનો, લોકો તમારી અનુમોદના કરે તો એ પાપની અનુમોદના કરે છે – એમ કહેવું પડે તેમ જ ભવિષ્યમાં મને પૈસા મળશે તો હું પણ આવું કરીશ-આ પ્રમાણે બીજા જીવોને મન થાય માટે ધર્મમાર્ગે અનીતિના પૈસા ખરચવા વધુ ખતરનાક છે. અજ્ઞાનથી અનીતિ કરીને મેળવ્યા હોય તો સૌથી પહેલાં જેના જેના પૈસા હોય તેને પાછા આપી દેવા. એ જો શક્ય ન હોય તો એક વાર ધર્મમાર્ગે ખરચવા, પણ બીજી વાર અનીતિ નહીં કરું એવી ભાવનાપૂર્વક ખરચવા. આ રીતે નહીં ખરચો તો તમે પોતે તો પાપ બાંધો અને તમારી અનુમોદનાથી બીજા પણ પાપ બાંધે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૬૩
Page #265
--------------------------------------------------------------------------
________________
* કેટલાક લોકોને વિધિમાર્ગની સ્થાપનાના કારણે તીર્થના ઉચ્છેદના ડર રૂપ જે કુગ્રહ છે તે કુગ્રહ ક્યા કારણસર કુગ્રહ છે તે ૩૭મી ગાથાથી જણાવે છે.
ગાથા ૩૭ : જે કારણથી છસ્થોને મોક્ષમાર્ગની શ્રદ્ધા માટે આગમપ્રમાણને છોડીને બીજું એક પ્રમાણ નથી તેથી આગમપ્રમાણમાં જ પ્રયત્ન કરવો જોઈએ. આના ઉપરથી નક્કી થાય છે કે જેઓ આગમ મુજબ પ્રયત્ન ન કરતાં વિપરીત રીતે અથવા તો પોતાની ઈચ્છા મુજબ પ્રયત્ન કરે છે તેઓ કુગ્રહવાળા છે.
* રૂપનું જ્ઞાન કરવું હોય તો ચક્ષુ ઈન્દ્રિયથી થઈ શકે, રસનું જ્ઞાન કરવું હોય તો રસનેન્દ્રિયથી થાય, ગંધનું જ્ઞાન કરવું હોય તો ધ્રાણેન્દ્રિયથી થાય, સ્પર્શનું જ્ઞાન કરવું હોય તો સ્પર્શનેન્દ્રિયથી થાય તેમ જ શબ્દનું જ્ઞાન કરવું હોય તો શ્રવણેન્દ્રિયથી થાય
જ્યારે સંસારમાં એવું એક પણ સાધન નથી કે જેનાથી મોક્ષનું જ્ઞાન થાય. તે તે ઈન્દ્રિયનો ઉપયોગ મૂકીને તે તે વિષયનું જ્ઞાન થાય પરન્તુ મોક્ષનું જ્ઞાન ન થાય. તેમ જ સંસારમાં એવું એક પણ લિંગ નથી કે જેના કારણે મોક્ષનું અનુમાન થાય. વનિ દેખાતો ન હોવા છતાં ધુમાડારૂપ લિંગથી વનિનું અનુમાન કરી શકાય છે જ્યારે અહીં મોક્ષનું એક પણ લિંગ નથી દેખાતું તેથી મોક્ષનું અનુમાન પણ શક્ય નથી બનતું. સંસારમાં બધી કર્મસહિત અવસ્થા છે, એ કર્મરહિત અવસ્થાને કઈ રીતે જણાવે ? માટે છદ્ભસ્થ જીવોને મોક્ષની શ્રદ્ધા કરવી હોય તો આગમપ્રમાણ જ કામ લાગે એવું છે. પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણ નહીં. મોક્ષનો એકાદ અંશ સંસારમાં હોત તો તેને દષ્ટાન્ત બનાવીને મોક્ષની સિદ્ધિ કરી શકાત. સંસારમાં જેટલાં જેટલાં ઉદાહરણો મળશે એ બધાં પુદ્ગલનાં જ મળશે. પુદ્ગલ વગરનું એક પણ ઉદાહરણ નહીં મળે. સંસાર પુદ્ગલ ઉપર ચાલે છે અને મોક્ષ પુદગલ વગરનો છે તેથી બન્નેને સરખાવી શકાય એવું છે જ નહીં. માટે કર્મરહિત અવસ્થા રૂપ મોક્ષ જોઈતો હોય તો આપ્ત પુરુષના વચન રૂપ આગમને પ્રમાણભૂત માનીને વિધિ મુજબ આરાધના કરવા તૈયાર થવું પડશે.
* પ્રકારાન્તરથી સન્માર્ગ અને કુમાર્ગનું નિરૂપણ ૩૮મી ગાથાથી કરે છે.
ગાથા ૩૮ : ગૃહસ્થલિંગી, કુલિંગી અને દ્રવ્યલિંગી : આ ત્રણ સંસારના માર્ગ છે અને સુયતિ, સુશ્રાવક અને સંવિગ્નપાક્ષિક : આ ત્રણ મોક્ષમાર્ગ છે. અહીં માર્ગનું નિરૂપણ ને માર્ગવાનનું નિરૂપણ આધાર - આધેયભાવના અભેદને લઈને કર્યું છે. પાણી લાવો કીધા પછી પાણીવાળો ઘડો લઈ જાઓ તે પાણી અને પાણીના ઘડાને એક માનીને જ ને ? તેમ અહીં સમજી લેવું.
૨૬૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #266
--------------------------------------------------------------------------
________________
* ગૃહસ્થલિંગીને જે ભવના માર્ગ તરીકે કહ્યા છે તે ઘરની જ ચિંતા કરનારા એવા ગૃહસ્થલિંગી સમજવા, ઘરમાં રહે અથવા તો ઘરનું ધ્યાન રાખે એવા ગૃહસ્થલિંગી નથી કહ્યા. ઘરની જ ચિંતા કરે, પોતાના આત્માની ચિંતા ન કરે તેવા ગૃહસ્થો ભવના માર્ગ કહ્યા છે. કર્મના યોગે ઘરમાં રહેવા છતાં આત્માની ચિંતા કરે તો તે ભવના માર્ગ તરીકે ન ગણવા. કુલિંગી એટલે સંન્યાસી, બાવા વગેરે અને દ્રવ્યલિંગી એટલે અભવ્ય
વગેરે.
* આડત્રીસમી ગાથામાં દ્રવ્યલિંગીને જે સંસારના માર્ગ તરીકે કહ્યા તેમાં અહીં શિષ્ય શંકા કરે છે કે – ભગવાનનો વેષ જેઓએ પહેર્યો છે તેઓને સુંદર કોટિના સાધુ ગણવા જોઈએ, એના બદલે તેમને સંસારનો માર્ગ કહીને તેમને માર્ગમાં ન ગણ્યા આવું શા માટે કર્યું ? આજે તમને અને અમને પણ આ શંકા તો છે ને ? આ શંકાનું નિરાકરણ સારસો વરસ પહેલાં ગ્રંથકારે કર્યું છે. જેઓની પાસે સમ્યજ્ઞાન નથી, સમ્યગ્દર્શન નથી અને સમ્યક્ઝારિત્ર નથી તેઓ પોતે તરતા નથી, બીજાને તારી શક્તા નથી, માત્ર વેષ ધારણ કરે છે, તેથી તેઓને સંસારના માર્ગ તરીકે કહ્યા છે. માટે જેણે સાધુપણાનાં કપડાં પહેર્યા છે તે પૂજાને પાત્ર છે આવું ન બોલાય. ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવો હશે તો ગુરુને ઓળખવા પડશે.
સ. સમ્યજ્ઞાનાદિ ન હોય પણ પરિણામ સારા હોય તો ?
સમ્યજ્ઞાનાદિવાળાના પરિણામ સારા જ હોય. પણ માત્ર જ્ઞાનાદિ દેખાતા હોય એના પરિણામ સારા કઈ રીતે માનવા ? પરિણામ સારા ભગવાનની આજ્ઞા મુજબ ચાલતા હોય-તેના હોય. વિરતિને ગ્રહણ કર્યા પછી અવિરતિ સેવે એના પરિણામ સારા ન હોય ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે – સાધુપણામાં પાપની શરૂઆત મનથી થાય પછી વચન અને કાયાથી થાય. ગૃહસ્થપણામાં પહેલાં કાયાથી થાય પછી વચન અને મનથી થાય. કારણ કે ગૃહસ્થો પહેલેથી અવિરતિમાં બેઠા છે અને સાધુભગવન્તો પહેલેથી વિરતિમાં બેઠા છે. સાધુભગવન્તો માટે જાણે, આદરે અને પાળે આ ભાંગો છે. હવે જે તેઓ પાપ કરે તો મનથી જ તેની શરૂઆત થઈ છે – એમ માનવું પડે ને ?
* અવિરતિનું સુખ ગમે એને વિરતિનું સુખ ન ગમે. વિરતિનું સુખ ગમે એને અવિરતિનું સુખ ન ગમે. વિરતિનું સુખ મેળવવું હોય તો મનને મજબૂત બનાવવું પડશે. રસ્તે ચાલતી વખતે કાદવ આવ્યો હોય અને ચક્કર આવતા હોય તો કાદવમાં બેસી જાઓ કે મન મજબૂત કરીને ટેકો લઈને ઊભા રહો ? જ્યારે પ્રતિક્રમણ કરતી વખતે સહેજ ચક્કર આવે તો બેઠાં બેઠાં પ્રતિક્રમણ થાય ને ? શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૬૫
Page #267
--------------------------------------------------------------------------
________________
ઘરના લોકો અનુકૂળતા આપે છે – એવો અધ્યવસાય પડેલો હોવાથી ઘરના લોકોની ઈચ્છા મુજબ જીવવા માટે મન મારીને જીવતાં આવડે પણ ભગવાનની આજ્ઞા મુજબ જીવવા માટે મન મારીને જીવતાં આવડતું નથી !
* રાજાનાં કપડાં પહેરવામાત્રથી રાજા નથી બનાતું તેમ સાધુપણાનાં કપડાં પહેરવામાત્રથી ત્રાતા નથી બનાતું.
-
* સુયતિની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – પ્રતિલેખનાદિ સામાચારી માટે જે ઉદ્યમ કરે તેને સુતિ કહેવાય. આજે અમારા ત્યાં ખરાબમાં ખરાબ કામ પ્રતિલેખનાનું થાય. અમારાં લક્ષણોની ગ્રંથકારને ખબર હોવાથી જ એમણે આવી વ્યાખ્યા કરી લાગે છે. સાધુભગવન્તોના વિશેષણ તરીકે ‘પમજ્જણાસીલો' આવે પણ સ્વાધ્યાયપ્રેમી – આ ન આવે. સામાચારીનો ભંગ કરીને સ્વાધ્યાય ન થાય. ‘રખે ને મારા હાથે કોઈ વિરાધના ન થાય’ આવા પ્રકારનો અધ્યવસાય પ્રતિલેખનામાં સમાયેલો હોય.
* પોતાના આચારને બાજુ પર મૂકે એ માર્ગ ન પ્રવર્તાવી શકે. જે કામ જે કાળે વિહિત કર્યું હોય એમાંથી બાદબાકી કરવાનું કામ સાધુભગવન્તો ન કરે. ક્રિયાપાત્ર ન હોય માત્ર જ્ઞાની હોય એ સુયતિ નથી. સ્વાધ્યાયના કારણે પ્રતિલેખના વગેરેની પ્રવૃત્તિમાં બાંધછોડ કરતા હોય તો તેઓ માર્ગરૂપે ગણાતા નથી, અર્થાત્ તેઓ ઉન્માર્ગગામી છે એમ જ કહેવાનું તાત્પર્ય છે.
-
* બીજા નંબરમાં સુશ્રાવકને માર્ગરૂપે ગણ્યા છે. સુશ્રાવકની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – જેઓને માર્ગનું જ્ઞાન પૂરેપૂરું હોય અને માર્ગ પ્રત્યે અવિચલ શ્રદ્ધા હોય તેઓને સુશ્રાવક કહેવાય છે. બીજી રીતે વ્યાખ્યા કરી છે કે - જેઓ નિત્ય સુસાધુઓ પાસે જઈને સાધુની સામાચારી સાંભળે તે સુશ્રાવક. આજે સાંભળવાનું કામ કપરું થઈ પડયું છે. બીજા અનુષ્ઠાનનો ભોગ આપવો પડે તો આપવો પણ જિનવાણી સાંભળ્યા વગર ન રહેવું. જેટલો લાભ ગુરુભગવન્તના મુખે સાંભળવામાં છે એટલો લાભ જાતે વાંચવામાં નથી. ગુરુભગવન્ત પાસે જ્યાં ભાર આપવાનો હોય ત્યાં ભાર આપવાની શતિ પડેલી છે, સામા માણસના હૈયાને વીંધવાની શક્તિ પડેલી છે, પરમાર્થ સુધી પહોંચવાની શતિ પડેલી છે.
સ. સાંભળ્યા પછી આચરણમાં ન આવે તો ?
આચરણમાં ભલે ન આવે પણ સમજમાં આવે ને ? માબાપ જીવતાં હોય ત્યાં સુધી માબાપની કિંમત ન સમજાય પણ મરી ગયા પછી સમજાય ને ? તેમ ક્યારેક તો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૬૬
Page #268
--------------------------------------------------------------------------
________________
કામ લાગશે ને ? પામવા માટે સાંભળવું છે – એવો અધ્યવસાય હશે તો ચોક્કસ કામ લાગશે. કેવળ સાંભળવા માટે સાંભળ્યું હશે તો કામ નહીં લાગે. પૈસા મળ્યા પછી અમારી પાસે ન આવે પણ પૈસા ગયા પછી આવે ત્યારે કહે કે – શાસ્ત્રકારો લક્ષ્મીને ચંચળ કહે છે તે સાચું છે. જ્યારે દુઃખથી વ્યાપ્ત બને, મન ચંચળ બને, આર્તધ્યાનમાં પડ્યા હોય ત્યારે આવા પ્રકારનાં વચનો અસર કરી જાય. સાંભળીને કરવું ન હોય તો સાંભળવાનું શું કામ છે – આવું બોલવું નહીં. આજે તમે પૈસા કમાઓ છો તે આજે કામ લાગે માટે કે ભવિષ્યમાં કામ લાગે માટે ? તેવી રીતે સાંભળેલું કામ લાગશે જ – એમ સમજીને સાંભળવા તૈયાર થઈ જવું.
* ધર્મ કરવા માટે ધર્મસ્થાનમાં નથી આવવાનું, આજ્ઞા પાળવા માટે ધર્મસ્થાનમાં આવવાનું છે. આજ્ઞા પાળવાનું મન હોય એને ગૃહસ્થપણું ભૂંડું લાગ્યા વગર ન રહે. સાધુપણું લેવાનું મન હશે તો સાધુપણું લેવાઈ જશે પણ પાળવાનું મન નહીં હોય તો પળાશે નહીં. દીક્ષા લેતી વખતનો ઉત્સાહ લેવા પૂરતો જ હોય. પાળવાનો ઉત્સાહ હોય તો જિંદગી સુધી ટકે. પાપથી બચવા દીક્ષા લીધી હોય એનો ઉલ્લાસ જિંદગી સુધી જાય નહીં. એનો ઉપરથી દિવસે દિવસે આનંદ વધતો જાય. આજે આટલાં પાપથી છૂટ્યા, કાલે આટલાં પાપથી છૂટ્યા... એવો અધ્યવસાય મજબૂત બનતો જાય. કોઈ ભૂલ બતાવે તો આનંદ થાય. દીક્ષા લીધા પછી ભૂલ બતાવનારા ગમે તો સમજવું કે - આજ્ઞા પાળવા માટે આવ્યા છીએ. ભૂલ બતાવનારા ન ગમે તો સમજવું કે – માત્ર ધર્મ કરવા માટે આવ્યા છીએ.
* અષ્ટપ્રકારી પૂજા કરે, આંગી કરે પણ જિનવાણીનું શ્રવણ ન કરે તો સમજવું કે સુશ્રાવકનું લક્ષણ હજુ આવ્યું નથી. ધર્મ કરવાનો ઈરાદો હોય એ અનુષ્ઠાન કરે, આજ્ઞા પાળવાનો ઈરાદો હોય એ જિનવાણીશ્રવણ કરે. આજ્ઞાનો રસ જિનવાણીશ્રવણમાંથી પેદા થશે, અનુષ્ઠાનમાંથી નહીં.
* દુઃખની અરતિ કર્મબંધ કરાવે એના કરતાં કંઈકગુણો કર્મબંધ સુખની રતિ કરાવે છે. સુખની રતિ ટાળવા માટે તમારું મન કબૂલ કરે તો જ ટળી શકે. એના માટે અમે બ્રહ્મદત્તાદિનાં દષ્ટાન્ત આપીએ તોપણ તેઓ કહેશે કે – “એમણે માંગીને મેળવેલું માટે એમની એવી હાલત થઈ.દુઃખની અરતિ થાય એને મેઘકુમારાદિનાં દષ્ટાન્ત આપીએ તો તેઓનું ઠેકાણું ઝટ પડી જાય. માટે દુઃખની અરતિ કરતાં સુખની રતિ ખરાબ.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #269
--------------------------------------------------------------------------
________________
* રસોઈ કરતી વખતે બીજી બધી તૈયારી પૂરેપૂરી કરી હોય પણ અનાજ સાફ ન કર્યું હોય તો કરેલું બધું ધૂળધાણી થાય તેમ બીજાં બધાં અનુષ્ઠાન કર્યા હોય પણ આજ્ઞા ન પાળી હોય તો બધાં અનુષ્ઠાન નિષ્ફળ જવાનાં. માટે અનુષ્ઠાનમાં આજ્ઞાનો રસ ભેળવી દઈએ તો અનુષ્ઠાન સફળ બન્યા વગર ન રહે.
* ત્રીજો સંવિપાક્ષિકોનો માર્ગ બતાવ્યો છે. સંવિગ્નપાક્ષિક એટલે સંવિગ્નનો પક્ષ લેનારા, મોક્ષની આકાંક્ષાવાળા. સામાન્ય ઈચ્છા તે ઈચ્છા અને તાલાવેલીપૂર્વકની ઈચ્છા તે આકાંક્ષા. મોક્ષ માટે તરફડિયાં મારે તે સંવિગ્ન અને સાધુપણા માટે તરફડિયાં મારે તે સુશ્રાવક. કોઈના કેવળજ્ઞાનના સમાચાર સાંભળતાંની સાથે હું રહી ગયો’ એવું દુઃખ સાધુને થાય અને કોઈના દીક્ષાના સમાચાર સાંભળતાની સાથે હું રહી ગયો’ એવું દુઃખ શ્રાવકને થાય.
* સંવિગ્નપાક્ષિકોનો ત્રીજો માર્ગ સાંભળતાંની સાથે શિષ્યને શંકા થઈ કે - પહેલાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ રૂપ બે પ્રકારનો માર્ગ બતાવ્યો. તેમાં દ્રવ્યસ્તવમાં શ્રાવકોને સમાવ્યા અને ભાવસ્તવમાં સાધુને સમાવ્યા. તો પહેલાંની વાતમાં અને અત્યારની વાતમાં વિરોધ કઈ રીતે નથી આવતો ?' શંકા કરતાં પણ આવડવું જોઈએ. શિષ્ય વિરોધ કઈ રીતે નથી આવતો એમ પૂછ્યું. આપણે હોત તો કહેત કે “તમે પહેલાં બેની વાત કરી અને અત્યારે ત્રણની વાત કરો છો. તમારું ઠેકાણું નથી, તમારી વાતમાં વિરોધ આવે છે.” શિષ્યની શંકાનું નિરાકરણ કરે છે કે – સંવિગ્નપાક્ષિકોનો માર્ગ અત્યન્ત અલ્પ હોવાથી તેમની વિરક્ષા કર્યા વિના બે પ્રકારનો માર્ગ બતાવ્યો અને અત્યારે ત્રણ પ્રકારે સંસારના માર્ગ બતાવેલા હોવાથી તેના પ્રતિપંથ તરીકે મોક્ષના ત્રણ માર્ગ બતાવવા તેમની વિવક્ષા કરી છે. વર્તમાનમાં સંવિગ્નપાક્ષિકનો અધિકાર કોઈને આપવામાં આવતો નથી. પહેલાંના કાળમાં માયા વગરના હતા માટે એમનો માર્ગ વિદ્યમાન હતો, વર્તમાનમાં માયા અતિશય હોવાથી એ અધિકાર આપવામાં આવ્યો
નથી.
* સંવિગ્નપાક્ષિકોના આચારનું વર્ણન કરે છે – સાધુપણું પળાતું નથી, પરંતુ સાધુપણા પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે તેથી સાધુપણાનો વેષ છોડવાનું મન બિલકુલ નથી. અહીં પહેલી શરત સાધુપણું પળાતું ન હોય એની છે. પાળવું ન હોય એવાની વાત નથી. પોતાનો આચાર ખરાબ છે, પરિણામ ખરાબ છે, એવી નિંદા કરીને લોકો પાસેથી વંદન ન લે, પોતે દીક્ષા માટે તૈયાર કરેલ મુમુક્ષુને સુસાધુઓ પાસે મોકલે. ત્રિદંડીવેષનો સ્વીકાર કર્યા પછી મરીચિએ જેવી રીતે કર્યું તેવી રીતે બીજા પાસે મોકલે.
૨૬૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #270
--------------------------------------------------------------------------
________________
જ
* સુયતિ, સુશ્રાવક અને સંવિગ્નપાક્ષિકને જ માર્ગ કેમ કહ્યો છે, કુલિંગી વગેરેને કેમ નહિ-તેનું કારણ ૩૯ મી ગાથાથી જણાવે છે.
ગાથા ૩૯: સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર : આ મોક્ષનો માર્ગ જિનેશ્વરભગવન્તોએ ઉપદેશેલો છે. તેનાથી વિપરીત મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ સ્વરૂપ ઉન્માર્ગ બુદ્ધિમાનોએ જાણવો.
* આજે આપણે જે આરાધીએ છીએ તેને આપણે ચારિત્ર માનીએ છીએ. જે આપણે જાણીએ તેને આપણે જ્ઞાન માનીએ છીએ અને આપણી શ્રદ્ધાને આપણે દર્શન માનીએ છીએ. આ વ્યાખ્યાઓ ખોટી છે. એ સમજાવવા માટે સમ્યગ્દર્શનાદિની વ્યાખ્યા અહીં કરી છે. આવા જ્ઞાનાદિ સુયતિ વગેરેમાં હોવાથી તેમને માર્ગરૂપે કહ્યા છે. કુલિંગી વગેરેમાં આવા જ્ઞાનાદિ ન હોવાથી તેમને માર્ગરૂપ નથી માનતા. આ જ્ઞાનાદિનું સ્વરૂપ અહીં ૪૦મી ગાથાથી જણાવે છે.
ગાથા ૪૦: વસ્તુગત અર્થાત્ વસ્તુને અનુરૂપ યથાર્થ એવો બોધ તે સમ્યજ્ઞાન, શ્રી જિનેશ્વરભગવન્તે કહેલા તત્ત્વને વિષે રુચિ-અભિલાષા રાખવી તે સમ્યગ્દર્શન અને એ તત્ત્વને વિષે વિધિ અને પ્રતિષેધને અનુસરતું જે અનુષ્ઠાન તે સમ્યક્ચારિત્ર.
* આજે આપણે શરીર અને આત્માને એક માનીએ કે જુદા ? આત્મા નામનું તત્ત્વ આપણે માનીએ છીએ ખરા ? આપણો ધર્મ આજે શરીર સુધી જ પહોંચે એવો છે, આત્મા સુધી પહોંચે એવો નથી. વર્તમાનમાં આપણે, ‘આત્મા છે અને આત્મા નથી’ એવા પ્રકારનો સ્યાદ્વાદ માનીને ધર્મ કરવાની શરૂઆત કરી છે ને ? આત્મા છે એમ માનીને પુણ્ય બાંધવાની અને સુખ ભોગવવાની તૈયારી છે અને આત્મા નથી અને તેથી પાપનું ફળ મળવાનું નથી એમ માનીને પાપ કરતા જઈએ છીએ. ધર્મથી . સુખ મળે એવું જ્ઞાન એ જ્ઞાન નથી. વસ્તુતત્ત્વને વસ્તુરૂપે સ્વીકારે તેનું નામ જ્ઞાન. વિષયોને વિષજેવા માને તો સમજવું કે સમ્યજ્ઞાન છે. વિષયોને શુભ કે અશુભ નથી માનવા. કે શુભાશુભ ભેદ તે તે પ્રકારની કર્મપ્રકૃતિના યોગે હોય પણ તે વસ્તુનું સ્વરૂપ નથી. વિષયોને શુભ માનીને ગ્રહણ કરવા અને અશુભ માનીને ટાળવા એના કરતાં તો વિષયોને વિષજેવા માની તેનાથી દૂર રહેવું સારું. વિષયોને વિષજેવા માને તો જ અવિરતિના પાપથી બચાય. વસ્તુને જણ્યા પછી તેમાં જે ‘આ શુભ છે, આ અશુભ છે; આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે; આ સારું છે, આ ખરાબ છે’... આવા વિકલ્પો કરવા તે વસ્તુતત્ત્વનો બોધ નથી. અગ્નિ બાળે છે, વિષ મારે છે અને શસ્ત્ર છેદે છે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૬૯
Page #271
--------------------------------------------------------------------------
________________
આ જ્ઞાન જેવું છે એવું જ્ઞાન વિષયો વિષજેવા છે – એ વિષયમાં હોય તો સમજવું કે સમ્યમ્ જ્ઞાન આવ્યું. શરીરને આપણે જે રીતે સાચવીએ છીએ, આગળ વધીને કપડાને જે રીતે સાચવીએ છીએ તે રીતે આત્માને નથી જ સાચવતા. શરીર-કપડા જેટલી આત્માની ચિંતા નથી. આ જ આપણી અજ્ઞાનદશાને સૂચવે છે. આત્માને માનનારની જવાબદારી ઘણી છે. શરીર માધ્યમ છે એની ના નહિ, પણ માધ્યમને સાચવવાનું કે સાધ્યને ? ઝાડું એ માધ્યમ ખરું પણ ઝાડું સાચવવાનું કે ઘર સાચવવાનું ? સાધન પણ સાધનની રીતે સાચવવાનું હોય. જેના માટે સાચવીએ એનો જ નાશ થાય-એ ચાલે ખરું ? આજે આપણે ધર્મ અશરીરી થવા માટે કરીએ છીએ કે સુશરીરી થવા ? શરીર સારું રાખવા ધર્મ નથી, અશરીરી થવા માટે ધર્મ છે. શરીર કરતાં આત્માને જુદો માનવો તેનું નામ વસ્તુસ્વરૂપનો બોધ. શ્રી વીતરાગસ્તોત્રમાં પણ જણાવ્યું છે કે પ્રપન્ની વસ્તુતતુ સત્ વસ્તુને વસ્તુરૂપે જેઓ સ્વીકારે તેઓ જ હે ભગવન્! આપના શાસનને પામેલા છે. વસ્તુના સ્વભાવને જાણવો તે સમ્યમ્ જ્ઞાન, વસ્તુના વિભાવને જાણવો તે સમ્યમ્ જ્ઞાન નહિ. આજે આપણે ગમે તેવા પંડિત પણ હોઈએ, બીજાને સમજાવતા પણ હોઈએ છતાં સમ્યજ્ઞાની નથી, અજ્ઞાની જ છીએ. કારણ કે વિષયોને વિષરૂપે જાણતા નથી. વિષયોને વિષ કે અગ્નિતુલ્ય માને તે તેને ગ્રહણ કરવા પ્રયત્ન કરે ખરા ? અગ્નિની સાથે કામ લેવું પડે તોય સાવચેતીપૂર્વક કામ લે ને ? વિષયોનો સ્વભાવ જે જાણે તે વિષયમાં રાગી ન બને. વિષયો ક્ષણિક છે, નાશ પામવાના સ્વભાવવાળા છે, પાપ કરાવે એવા છે... ઈત્યાદિ વિચારવું તે સ્વભાવનું જ્ઞાન. જ્યારે સારાનરસાપણું એ તો વિષયનો વિભાગ છે. સંશય, વિપર્યય અને અનધ્યવસાયથી રહિત એવો જે વસ્તુને અનુરૂપ વસ્તુનો બોધ તેને સમ્યજ્ઞાન કહેવાય છે. જ્યારે સમ્યગ્દર્શન એ જિનેશ્વરભગવતે કહેલાં તત્ત્વોને વિષે અભિલાષા સ્વરૂપ જણાવ્યું છે. માત્ર ઈચ્છા તે રુચિ નહિ, અભિલાષા એ રુચિસ્વરૂપ છે. અભિલાષા એટલે ઉત્કટ કોટિની ઈચ્છા. એના વિના ચેન ન પડે, ન મળે તો આંખમાં આંસુ આવે. માથું પછાડવાનું મન થાય તેનું નામ અભિલાષા. આશ્રવ ટાળવાનો, બંધને રોકવાનો અને અકર્મા બનવાનો આવો અભિલાષ જાગે નહિ તો સમ્યગ્દર્શન ક્યાંથી આવે ? અવિરતિને ટાળવાનો અને વિરતિને પામવાનો અભિલાષ જાગે ત્યારે સમ્યગ્દર્શને આવે. અવિરતિને સાચવવાનું મન હોય તો સમ્યત્વ ન આવે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલું પણ સુખ જોઈતું નથી. આજે પુણ્યાનુબંધી પુણ્ય નડતું નથી – એમ સમજાવે છે. પણ પુણ્યાનુબંધી પુણ્યના ઉદય વખતે ચારિત્રમોહનીયનો ઉદય હોય છે. ચારિત્રમોહનીયના ઉદયમાં એ પુણ્ય ભોગવાય છે અને એ ચારિત્રમોહનીયનો ઉદય ચારિત્ર માટે નડતરરૂપ છે. એ
૨૭૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #272
--------------------------------------------------------------------------
________________
વસ્તુ સમજાવતા નથી. પુણ્યાનુબંધી પુણ્ય ખરાબ નથી કરતું એટલું જ. પણ તે સારું કરે છે એવું નથી. જે ચારિત્રને રોકે તે સારું ક્યાંથી કહેવાય ? આવેલું સમ્યક્ત્વ પણ ચાલ્યું જાય છે તો પુણ્યનો અનુબંધ કાયમ માટે ક્યાંથી ટકવાનો?
* ભગવાને જે તત્ત્વો બતાવ્યાં છે તે તત્ત્વોની રુચિ છે કે નહિ ? છે, તો કેવી છે ? આપણા પૈસા કોઈની પાસે હોય તે કઢાવવાની ઈચ્છા અને પ્રયત્ન જેવો હોય છે તેવી ઈચ્છા અને પ્રયત્ન જો ચારિત્ર માટે હોય તો સમજવું કે સમ્યગ્દર્શન મળ્યું.
* વિધિ અને પ્રતિષેધને અનુસરતું જે અનુષ્ઠાન તેને સમ્યક્ચારિત્ર કહેવાય છે. હવે એ અનુષ્ઠાન સુયતિ અને સુશ્રાવકના વિષયમાં કેવું હોય છે તે ૪૧, ૪૨ મી ગાથાથી જણાવે છેઃ જીવનો વધ ન કરવો, અલીકવચન ન બોલવું, હરણ (ચોરી) ન કરવું, કંદર્પ અર્થાત્ મૈથુન ન સેવવું, પરિગ્રહ ન રાખવોઃ આ માર્ગ સ્વર્ગ–અપવર્ગનો છે. જ્યારે શ્રાવકને ઉચિત અનુષ્ઠાન જણાવતાં ફરમાવ્યું છે કે જિનેશ્વરભગવન્તની પૂજા, બાર વ્રતમાં રતિ એટલે કે વ્રતના વિષયના વિભાગની વિચારણાપૂર્વક અનુષ્ઠાનની સુશીલતા રાખવી, સામાયિક-પૌષધવ્રતને વિષે યત્ન કરવો (બારવ્રતમાં આનો સમાવેશ થયેલો હોવા છતાં પણ સાવદ્યવ્યાપારથી રહિત એવું આ અનુષ્ઠાન મોક્ષનું પ્રધાન કારણ છે તે જણાવવા માટે તેનું ફરી જુદું નિરૂપણ કર્યું છે.), સુપાત્રને વિષે અર્થાર્ સમ્યજ્ઞાનદર્શનચારિત્રના આધારભૂત એવા સુસાધુને વિષે દાન દેવું અર્થાર્ પૂજ્યબુદ્ધિથી અનુગ્રહબુદ્ધિથી આપવું, સુતીર્થ પાસે શ્રવણ કરવું અને સુસાધુની સેવા કરવી એ શિવલોકનો માર્ગ છે.
* સુપાત્રદાનથી એ જણાવ્યું છે કે કુપાત્રમાં દાન દેવાથી કોઈ નિર્જરા નથી થતી પરંતુ પાપબંધ થાય છે (આ પ્રમાણે પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે). અહીં શિષ્ય શંકા કરે છે કે જો કુપાત્રને દાન ન દેવાનું હોય તો દીનાદિને પણ દાન ન અપાય - એવું માનવું પડશે અને અરિહંતપરમાત્માએ પણ સંવત્સરીદાન પાત્રાપાત્રની વિચારણા કર્યા વિના આપ્યું હતું... તેના નિરાકરણમાં જણાવે છે કે – એ રીતે દાન આપ્યું હતું એ વાત સાચી છે પરંતુ આ વિધિ તો ગુણની બુદ્ધિથી જે દાન અપાય છે તેન આશ્રયીને કહ્યો છે. કૃપાદાન અર્થાદ્ અનુકંપાદાનનો તો ભગવાને કયાંય નિષેધ નથી કર્યો.
* સુખે કરીને ભવોદધિ જેનાથી તરાય તેને સુતીર્થ કહેવાય છે. જે સમ્યજ્ઞાનક્રિયાથી સંપન્ન હોય તેવા સાધુભગવન્ત તીર્થસ્વરૂપ છે. આ પ્રમાણે સુતીર્થ પાસે જ શ્રવણનો ઉપદેશ આપવા દ્વારા જે ક્રિયાવિકલ હોય તેની પાસે ધર્મનું શ્રવણ ન કરવું તેવું જણાવ્યું છે. કારણ કે – ‘ચારિત્રથી રહિત એવો શ્રુતવાન પણ સજ્જનો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૦૧
Page #273
--------------------------------------------------------------------------
________________
વડે સેવાતો નથી, જેમ કુલીન જનો નિર્મળ જળથી પરિપૂર્ણ એવા પણ ચાંડાળના કૂવાને સેવતા નથી.
* સુસાધુની સેવા કહેવા દ્વારા અસાધુના સંસર્ગનો નિષેધ જણાવ્યો છે. આંબાના અને લીમડાના ઝાડના મૂળ ભેગા થાય તો એ સંસર્ગથી આંબો જ લીમડારૂપે પરિણમે છે. તેવી રીતે સારા જનો ખરાબનો સંગ કરે તો તેમની સજ્જનતાની અસર ખરાબ પર નથી પડતી પણ દુર્જનના યોગે સજ્જનની સજ્જનતા નાશ પામે છે.
* આ રીતે અનેક પ્રકારે શાસ્ત્રમાં સન્માર્ગનું પ્રતિપાદન કરેલું હોવા છતાં જેઓનું ચિત્ત રાગાદિથી હણાયેલું છે – તેવા ઘણા જીવો ઉન્માર્ગગામી જ છે એ જોઈને ખેદપૂર્વક રાગાદિની ભયંકરતા જણાવે છે: રાગ સર્પ જેવો છે, દ્વેષ અગ્નિ જેવો છે. જેમ સર્પનું ઝેર મરણનું કારણ બને છે તેવી રીતે રાગ મારક છે અને અગ્નિ જે રીતે સંતાપને કરનારો છે તે રીતે દ્વેષ સંતાપને કરનારો છે માટે એવી ઉપમા આપી છે. આજે સુખ પ્રત્યે, સુખનાં સાધનો પ્રત્યે, સુખ આપનારી વ્યક્તિ પ્રત્યે રાગ હોવાથી જ સન્માર્ગની દેશના સાંભળવી ગમતી નથી. ઉન્માર્ગની પ્રીતિ અને સન્માર્ગ પ્રત્યેનો દ્વેષ આપણને માર્ગથી દૂર રાખે છે. મોહ તો મોટા ભાગે અન્યદર્શનમાં જન્મેલાઓને નડે છે. જૈન દર્શનમાં જન્મેલાને મોહ-અજ્ઞાન નડે એવું કહી શકાય એમ નથી. કારણ કે જનમથી જ સાધુ કોને કહેવાય, દેવ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય એનું જ્ઞાન આ કુળમાં કુદરતી જ અપાય છે. આથી જૈનકુળમાં મોટા ભાગે જ્ઞાન હોવા છતાં ઉન્માર્ગની પ્રીતિ અને સન્માર્ગનો દ્વેષ જ ઉન્માર્ગગામી બનાવે છે. જે ઉન્માર્ગ પ્રત્યેનો રાગ ઘટી જાય અને સન્માર્ગ પ્રત્યેનો દ્વેષ નીકળી જાય તો માર્ગસ્થ બની રહીએ. - + અરણિકમુનિ પતન પામ્યા પછી પણ જ્યારે માતાને ગાંડીઘેલી થઈને રખડતી જોઈ ત્યારે ઝરૂખામાંથી નીચે ઊતર્યા, મનમાં અત્યંત લજ્જા પામ્યા, માના પગમાં પડ્યા અને માને કહ્યું કે ચારિત્રપંથ અતિઆકરો છે અને હું અતિકાયર છું. આમ છતાં માતાએ કહ્યું કે ચારિત્રમાર્ગ ભલે આકરો છે પણ તે મોક્ષનો માર્ગ છે, એનાથી તું ચૂકેએ ન ચાલે. કેવી માતા મળી હતી ? માર્ગ આકરો છે કે માર્ગ સારો છે ? આરાધકોને ભલે માર્ગ આકરો લાગે છતાં પ્રરૂપકો એ જ વસ્તુ સ્પષ્ટપણે સમજાવે કે આકરો પણ માર્ગ અંતે સારો છે. માતાની વાત સાંભળીને અરણિકમુનિએ કહ્યું કે – દીક્ષા લઉં તોપણ લાંબા કાળ સુધી પાળી નહિ શકું, અનશન કરી લઉં. તોપણ માતાએ અનશન કરવાની અનુજ્ઞા આપી. જે પુત્રના વિયોગના કારણે માતા ઉન્મત્ત બની હતી તે માતા
૨૭૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #274
--------------------------------------------------------------------------
________________
માર્ગગામી બનાવવા માટે પુત્રને અનશન કરવાની રજા આપે છે પણ ઉન્માર્ગગામી બનવા નથી દેતી ! આ ભગવાનનું શાસન છે.
* અવિરતિ હજુ ભૂંડી લાગે પણ મિથ્યાત્વ ખરાબ નથી લાગતું. અવિરતિને પાપરૂપ માનીને અવિરતિ છોડવા તૈયાર થઈ જઈએ પણ સાધુ થયા પછી પણ મિથ્યાત્વ ટાળવાની તૈયારી નથી-આ પ્રભાવ મોહનો છે. મહાબુદ્ધિશાળી માણસો પણ કુદર્શનનો ગ્રહ, મિથ્યા અભિનિવેશ, વિતથપ્રરૂપણા, વિતથ અનુષ્ઠાન વગેરે સ્વરૂપ જે કુમાર્ગની પ્રવૃત્તિ તેને આચરે છે તે ખેદની વાત છે કે – મોહનો જ આ એકમાત્ર વિલાસ છે.
* આના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જેમનું ચિત્ત રાગ, દ્વેષ અને મોહથી હણાયેલું છે તેઓ તત્વની દેશના આપવા માટે અયોગ્ય છે. જેઓ આ પ્રમાણે મોહવાસિત છે તેઓ શું કરે છે તે ૪૪મી ગાથાથી જણાવે છે: અજ્ઞાનથી અંધ બનેલા, મિથ્યાત્વથી મોહ પામેલા અને કુગ્રહના ઉગ્ર ગ્રહથી ગ્રથિત થયેલાઓ અંધ હોવાથી માર્ગને જોતા નથી, મૂઢ-ભ્રમિત હોવાથી માર્ગની શ્રદ્ધા કરતા નથી અને કુગ્રહથી ગ્રસિત હોવાથી ઉચિત માર્ગમાં ચેષ્ટા-અનુષ્ઠાન કરતા નથી. આજે તો અમારાં સાધુસાધ્વી પણ બોલતાં થઈ ગયાં કે આપણે તો આરાધનાથી કામ! આપણે આરાધનાથી કામ કે આજ્ઞાથી કામ ? આરાધના મહાન કે માર્ચ મહાન ? માર્ગનો પ્રેમ થાય કે આરાધનાનો પ્રેમ થાય ?
સ. બન્નેમાં ફરક શું ?
આરાધનાનો પ્રેમ એટલે અનુષ્ઠાનનો પ્રેમ અને માર્ગનો પ્રેમ એટલે ભગવાનની આજ્ઞાનો પ્રેમ. આપણે આરાધના કરવા નથી નીકળ્યા, માર્ગે ચાલવા માટે નીકળ્યા છીએ. માત્ર આરાધના મોક્ષે ન પહોંચાડે, માર્ગગમન મોશે પહોંચાડે. નામ માટે દાન આપવું તેમાં આરાધનાનો પ્રેમ હોવા છતાં આજ્ઞાનો પ્રેમ નથી. નામ વિના દાન આપવું તેનું નામ આજ્ઞાનો પ્રેમ. મધ્યાહ્ન પૂજા કરવી એ આજ્ઞાનો પ્રેમ અને ગમે ત્યારે પૂજા કરવી તે આરાધનાનો પ્રેમ. માત્ર કાયાથી ધર્મ કરવો એ આરાધનાનો પ્રેમ અને મનથી ધર્મ કરવો તે આજ્ઞાનો પ્રેમ. ઘર ભૂલીને ધર્મ કરવો તે આજ્ઞાનો પ્રેમ. ઘર યાદ રાખીને ધર્મ કરવો તે માત્ર આરાધનાનો પ્રેમ છે.
* આ રીતે સમ્યજ્ઞાનાદિસ્વરૂપ મોક્ષમાર્ગ જેણે સારી રીતે જાણી લીધો છે અને અત્યન્ત દુઃખે કરીને જીતી શકાય એવા રાગાદિ દોષની જાળથી ઉદ્વેગ પામેલો હોવાથી જે સમુલ્લસિતવીર્યવાળો છે તેવો કોઈ જીવ ભાવમાર્ગને જ સ્વીકારે છે અને જે તેવા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૭૩
Page #275
--------------------------------------------------------------------------
________________
પ્રકારની શક્તિ ધરાવતો નથી તે સર્વવિરતિની લાલસાથી યુક્ત બનીને દ્રવ્યસ્તવને સ્વીકારનારો બને છે. આ સર્વવિરતિની લાલસા કેવા પ્રકારની હોય છે તે ૪૫મી ગાથાથી જણાવે છે કે “આ રાગાદિની પરિણતિ હેરાન કરે છે, જ્યારે તે સુંદર દિવસ આવશે, તે સુંદર તિથિ આવશે અને તે સુંદર નક્ષત્ર આવશે કે જેમાં સુગરને પરતંત્ર થયેલો એવો હું ચારિત્રના ભારની ધુરાને વહન કરનારો બનીશ ?'... આવા પ્રકારની ભાવનાથી ભાવિત થયેલો એવો શ્રાવક દ્રવ્યસ્તવને સ્વીકારે તો જ તેનો તે દ્રવ્યસ્તવ માર્ગરૂપ મનાય છે. શ્રાવકને દીક્ષા વિનાનો દિવસ વાંઝિયો લાગે. ગમે તેટલો સારો દિવસ આવે, સારી તિથિ હોય કે સારું નક્ષત્ર હોય પણ આપણે જો ચારિત્ર વગરના રહ્યા હોઈએ તો તે આપણા માટે નકામું છે. આવી ભાવનામાં સતત રમનારો શ્રાવક હોય. તેની સાથે એવી પણ ભાવના ભાવે કે દીક્ષા લીધા પછી છઠ, અઠ્ઠમ વગેરે તપને કરવા છતાં ગુરુના વચનને હું કરીશ નહિ અર્થા આદરીશ નહિ તો હું અનંતસંસારી થઈશ'... આવી ભાવના પણ ભાવે. શ્રાવક જો આવી ભાવનામાં રહે, તો સાધુભગવન્ત કેવા પરિણામમાં રમનારા હોય ? ગુરુનું વચન ન માને તે અનંતસંસારી થાય-આવું સાંભળતાં હૈયાને ચોટ લાગે ને ?... આજે તો સાધુસાધ્વીએ નિયમ લઈ લેવાની જરૂર છે કે ગુરુભગવન્ત ના પાડે તો નથી બોલવું, ચૂપ થઈ જવું છે. ગમે તેટલો આવેશ હોય પણ ગુરુના વચનની ઉપરવટ નથી જ થવું. આટલી પણ તૈયારી ન હોય તેવા સાધુપણું શું આરાધવાના ? આપણી ભવિતવ્યતા ખરાબ છે એમ માનીને નાસીપાસ થવાની જરૂર નથી. ખરાબ વિચાર ભલે આવતા, તેના કારણે એકાદ વાર બંધ ખરાબ પડવાથી અનર્થ થાય તેની પણ ના નથી પરંતુ આ બધું સાંભળવાથી અને વિચારવાથી અનુબંધ તો તૂટશે જ. બંધ ખરાબ પડવા છતાં અનુબંધ તૂટે - એ આપણા માટે ઘણો મોટો ફાયદો છે. આપણે ભવિતવ્યતાને જાણતા નથી માટે જ તે સારી છે એમ માનીને પુરુષાર્થ કરી લેવો છે. પ્રયત્ન કરેલો નકામો નહિ જાય.
* આજે ધર્મના નામે કે માર્ગના નામે આપણે છેતરાયા હોઈએ તો તેનું કારણ એ છે કે આપણી પાસે ધર્મનું-માર્ગનું અર્થપણું નથી. જે મળે તેને ધર્મ માની લીધો, જે મળે તેને માર્ગ માની લીધો. દવા માટે એવું કર્યું ? જે મળે તેને દવા માની લો કે એકસપાયરી ડેટ વાંચીને લો ? અને એવી દવા વેચનારાને ત્યાં જાઓ ખરા ?
સ. લોકમાં તો એવી દવા વેચનારને સજા થાય એવો કાયદો છે.
અમારે ત્યાં પણ કર્મસત્તાનો કાયદો છે જ. જે ન માને તેના માટે કોઈ ઉપાય નથી. તમારા કાયદામાં તો કદાચ છટકી જવાય, કાવાદાવા કરીને ! અહીં તો કોઈ જ
૨૭૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #276
--------------------------------------------------------------------------
________________
છટકબારી નથી. ખુદ મહાવીરપરમાત્માના આત્માએ પણ એક વાર ઉત્સૂત્રભાષણ કર્યું તો તેમનો સંસાર વધારી આપ્યો અને સોળ ભવ સુધી સમ્યક્ત્વથી વંચિત રાખ્યા. આજે ઉત્સૂત્ર બોલનારા સિફતથી પોતાની વાત રજૂ કરે છે. તેવા વખતે સાવધાની આપણે જ રાખવી પડશે. તમારે ત્યાં જેમ પૈસા જેને ધીરવામાં આવે તે કહે ને કે પહેલાં મારા જશે પછી તમારા જશે... વગેરે કહીને તમને વિશ્વાસમાં લે તેવી રીતે અહીં પણ ઉત્સૂત્ર કે ઉન્માર્ગદેશકો ‘અમે પણ પાપભીરુ છીએ, અમે સંસારમાં રખડવા નથી આવ્યા...' આવું આવું કહીને તમને વિશ્વાસમાં લે. આથી માથું ઠેકાણે રાખવું.
સ. ઉત્સૂત્રભાષી ઓળખવા કઈ રીતે ?
જેઓ સુખ મેળવવાની વાત કરે, અનુકૂળતા મેળવવાની વાત કરે, દુ:ખ ટાળવાની વાત કરે તેને ઉત્સૂત્રભાષી સમજવા. વાસક્ષેપ નાંખતી વખતે ‘નિત્થાર પારગા હોહ’ કહેવાને બદલે ‘તમારું કલ્યાણ થશે, સારું થશે'... એવું બોલે તેને ઉત્સૂત્રભાષી સમજવા.
સ. આખો સંસાર છોડીને આવે છતાં આવું ?
એક સંસાર છોડીને બીજો ઊભો કરે તેણે સંસાર છોડચો ન કહેવાય. છોકરી પણ પિયર છોડીને સાસરે જાય છે તો તેણે સંસાર છોડ્યો કહેવાય કે સંસાર માંડયો કહેવાય ? ભૂત-પલિત કાઢનારને પણ એટલી અક્કલ છે કે ફરી વળગે નહિ એ રીતે ભૂત કાઢવું. આજે સાધુસાધ્વીને એટલી અક્કલ ન હોય કે સંસાર પાછો વળગે નહિ તે રીતે જીવવું છે – તો પછી આ જ દશા થાય ને ?
* અત્યાર સુધી સાચું ન શોધ્યું અને સારું શોધવા નીકળ્યા તેના કારણે જ આપણે રખડયા છીએ. સારું શોધવા નીકળ્યા માટે સાચાથી દૂર રહ્યા. માર્ગાનુસારિતા ગમી ગઈ માટે સાધુપણા સુધી ન પહોંચ્યા. ધર્મ સાથે સુખ પણ ભોગવવું છે માટે માર્ગાનુસારિપણું ગમે છે. પૈસાના પૂજારી માર્ગાનુસારિતા પામવા માટે મહેનત કરે, આત્માના પૂજારી સાધુપણું શોધવા નીકળે.
સ. માર્ગાનુસારિતાનાં ઠેકાણાં ન હોય તો સાધુપણાનું સત્ત્વ ક્યાંથી આવે ?
સાપ પાછળ પડયો છે એમ ખબર પડે તો દોડવાની ટેવ ન હોય તોય ભાગવા માંડો ને ? ભય લાગે તો સત્ત્વ આજે પ્રગટે. આજે દુઃખના ભયથી ધર્મ કરતા કર્યા, પાપના ભયથી ધર્મ કરતા ન કર્યા તેનું આ પરિણામ છે. જેઓ દુઃખના ભયથી ધર્મ કરાવે છે તેઓ સાધુપણા સુધી પહોંચાડી નથી શકતા. પાપના ભયથી ધર્મ કરાવે તો સાધુપણા સુધી પહોંચાડયા વિના ન રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૭૫
Page #277
--------------------------------------------------------------------------
________________
* માર્ચતત્વના ઉપસંહારમાં છેલ્લી ૪૬મી ગાથાથી જણાવે છે કે સર્વ દર્શનમાં ધર્મ છે – આવું જે માને છે, તેઓ હે ભગવન્! આપના શાસનને સમજ્યા નથી. જેઓ બધે ધર્મ છે એવું માને તે જિનશાસનના મર્મને સમજ્યા જ નથી-એમ સમજવું. જે દ્વાદશાંગીને ભણેલો હોય તે બધે ધર્મ છે એવું માની કે બોલી ન શકે.
* આ બધાં વચનો ભૂલવાજેવાં નથી. આપણે આજે જે રીતે વર્તીએ છીએ એમાં આપણું કલ્યાણ નથી. ભગવાન જે રીતે કહે તે રીતે વર્તવામાં જ એકાન્ત આપણું કલ્યાણ સમાયેલું છે. આપણી પાસે શક્તિ પૂરતી છે, આપણા સંયોગો પણ ઊજળા છે, એક સત્ત્વની ખામી છે, એને પૂરીને આપણે માર્ગને આરાધવા માટે તૈયાર થઈ જવું છે.
૨૭૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી નવપદજીનાં પ્રવચનો શ્રી અરિહંતપદ :
શ્રી નવપદજીમાં જે અરિહન્તાદિ પાંચ પરમેષ્ઠિપદોને આપણે સ્તવીએ છીએ તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના કારણે જ સ્તવીએ છીએ. અરિહન્તાદિ ચારના શરણે જેને જવું હોય તેણે સમ્યત્વનો સ્વીકાર કર્યા વગર નહિ ચાલે. સમ્યકત્વની પ્રાપ્તિ જેના મૂળમાં છે એવી આ અરિહન્તાદિ પાંચની પ્રાપ્તિ છે. આજે આપણે આ નવપદજીના શરણે જવા તૈયાર થયા છીએ તે સંસારમાં અશરણ અવસ્થા લાગી છે માટે જ ને? સંસારનો ભય આપણને લાગ્યો છે ખરો ? જેને સંસારનો ભય લાગી જાય તેને સુખની ઈચ્છા ન જાગે અને દુઃખનો ડર ન સતાવે. આજે નવપદના દિવસોમાં શ્રી શ્રીપાળરાજા અને શ્રી મયણાસુંદરીનું નામ લેનારાને પણ સંસારનો ભય લાગ્યો છે માટે જ તેમનું નામ લે છે? આજે એ મહાપુરુષોને યાદ કરનારાને પણ એમના જેવું સુખ જોઈએ છે પણ એમણે જેવું દુઃખ વેડ્યું તેવું દુઃખ વેઠવાની તૈયારી નથી. જેઓ દુઃખ ટાળવા અને સુખ મેળવવાની ભાવનાવાળા છે તેઓ નવપદના શરણે વાસ્તવિક રીતે જઈ શકતા નથી. જેઓને સંસારનો ડર લાગે તેઓ જ નવપદજીના શરણે જઈ શકે. આ શ્રી અરિહન્તાદિના શરણે સંસારના લોભે નથી જવું, સંસારના ભયે જવું છે. આજે સંસારમાં બેઠા છીએ માટે પાપ કરીએ છીએ-એવું કહેનારને પૂછવું પડે કે ઘરમાં સાપ નીકળે તો શું કરો ? ઘરમાં બેઠા છીએ માટે આવે, કરડે એવું બોલો કે ઘરની બહાર નીકળી જાઓ ?
* આ સંસાર ખરાબ લાગે ને છોડીએ એ બનવાનું નથી, સંસારને અહિતકર માનીને જ છોડવો પડશે. સાકર ખરાબ લાગે ને છોડીએ એ બને કે તેને અહિતકર માનીને છોડી દો ? સાકરથી રોગ વકરે છે એવું જાણ્યા પછી ભાવતી હોવા છતાં સાકર છોડી દો ને? તેમ જેનાથી રાગ વધે તેવી વસ્તુ ભાવતી હોવા છતાં છોડી દેવી છે. રાગ
જ્યાંથી થાય ત્યાંથી અટકી જવું છે – આગળ નથી વધવું. ભાતમાં રાગ થયા પછી તે છોડી ન શકાય તો વાપરી લઈએ પણ પછી ભાતની સાથે દાળ નથી માગવી. દાળભાત સાથે હોય તો પછી લીંબુ, અથાણું કે પાપડ નથી માંગવો.
સ. એટલે અમે રાગને પોષીએ છીએ એમ ને?
રાગને પોષતા હો તો વાંધો નહિ પણ તમે રાગને તગડો બનાવવાનું કામ કરો છો. રાગ હોય ને લઈએ તો રાગને પોષ્યો કહેવાય પણ રાગ વધે એવી પ્રવૃત્તિ કરો તો રાગને તગડો કરો છો-એમ માનવું પડે ને?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૭૭
Page #279
--------------------------------------------------------------------------
________________
આયંબિલ શેને માટે કરો છો ? સુખ છોડવા માટે કે મેળવવા માટે ? સુખ ખરાબ લાગ્યું છે માટે કે દુઃખ ખરાબ લાગ્યું છે માટે ?
સ. સુખ ખરાબ લાગે એ માટે કરીએ છીએ.
તમારા આત્માને પૂછીને બોલો છો ? જો સુખ ખરાબ લગાડવું હોય તો ગરમગરમ વસ્તુ શોધો કે ઠંડામાં ઠંડું શોધીને વાપરો ? આયંબિલ કે નવપદની આરાધના એટલા માટે કરવી છે કે જેથી દુ:ખ અકળાવી ન મૂકે અને સુખ લલચાવી ન જાય. સુખ સારું મળે, મળેલું ટકે અને વધ્યા કરે એ માટે આ નવપદની આરાધના નથી. અરિહંતાદિ ચારના શરણે જવા માટે જ આ આરાધના છે. અરિહન્નાદિ ચાર આપણે માથે હોય તો આપણે નિર્ભય છીએ. ચાર દિશામાં ચાર રક્ષક હોય તો તેવાને ભય શેનો ? પુણ્યનો છાંટો ન હોય અને પાપના ઢગલા ઉદયમાં આવે તોય અરિહન્નાદિ ચાર જેના શિરે હોય તેને કોઈ જાતની ચિંતા ન હોય. સુખની લાલચ ન હોય અને દુઃખનો ભય ન હોય તે આ સંસારમાં નિર્ભય છે.
સ. અરિહંતાદિના શરણે જવું એટલે શું ?
અરિહન્નાદિ ચારનું કહ્યું માનવું, તેમની વાત સ્વીકારવી તે. પોલીસના શરણે જવું એટલે શું ? આપણું ડહાપણ ન ચલાવવું અને એના કહ્યા પ્રમાણે કરવું તે. તેમ અહીં આપણી ઈચ્છાને આગળ ન કરતાં અરિહન્નાદિની આજ્ઞાને આગળ કરીએ તો જ તેમનું શરણું લીધું કહેવાય.
શ્રી સિદ્ધપદ :
* આજે ધર્માત્માઓને પૂછવું છે કે તમને ધર્મ ગમે કે ધર્મથી બંધાતું પુણ્ય ગમે છે ? પુણ્ય ખાતર ધર્મને ધક્કો મારીએ કે ધર્મ માટે પુણ્યને ધક્કો મારીએ ? ધર્મ તો ક્ષાયિકભાવમાં પરિણામ પામવાનો છે જ્યારે પુણ્ય તો અહીં જ ક્ષય પામવાનું છે. છતાં આપણને ધર્મથી મોક્ષ નથી જોઈતો, પુણ્ય જ જોઈએ છે ને ? જે પુણ્ય છોડીને જવાનું છે, નાશ પામવાનું છે એના માટે રાતદિવસ પ્રયત્ન ચાલુ છે અને જે કાયમ માટે સાથે રહેવાનો છે તે ધર્મ માટે કોઈ પ્રયત્ન નથી ને ? જો પુણ્ય નથી જોઈતું ને ધર્મ જ જોઈએ છે તો સંસારમાં રહીએ કે નીકળવા મહેનત કરીએ ? જેને ધર્મ ગમે તે આ સંસારમાં પુણ્ય ભેગું કરવા બેસે ખરો ?
૨૭૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #280
--------------------------------------------------------------------------
________________
સ. ધર્મ અને પુણ્ય બન્ને એક જ ને ?
ના, ધર્મ અને પુણ્યમાં કાર્યકારણભાવ છે. ધર્મ ક્ષાયિકભાવનો છે, ક્ષયોપશમભાવનો છે જ્યારે પુણ્ય તો ઔદયિકભાવનું છે. ધર્મ ક્ષાયિકભાવમાં પરિણમે, પુણ્ય નહિ. પુણ્ય તો અહીં જ મૂકીને જવાનું છે. સુખ ગમે છે માટે પુણ્ય ગમે છે, મોક્ષ ગમતો નથી માટે ધર્મ ગમતો નથી.
સ. ધર્મ ગમે છે એવું ક્યારે કહેવાય ?
પુણ્યથી મળતાં સુખો ઉપરથી નજર ખસે તો સમજવું કે ધર્મ ગમે છે. જ્યાં સુધી સુખ ઉપર જ નજર ચોટેલી હોય ત્યાં સુધી ધર્મ ગમતો નથી એમ સમજી લેવું. કોઈને કહીએ કે ન કહીએ આપણે આપણી જાતને પૂછી લેવું છે. આપણી જાત સાથે માયા નથી કરવી. આપણી જાતને પ્રામાણિકપણે પૂછી લેવું છે કે પુણ્ય ગમે છે કે ધર્મ ? જે આત્મવંચના કરે તે પરચના કર્યા વિના નહિ રહે. જે આત્મવંચના ન કરે તે પરવંચના નહિ કરે.
* આજે તમારી પાસે કે અમારી પાસે યોગ્યતા સારામાં સારી હોવા છતાં પણ સુખના રાગે તમે અને અમે ફળથી વંચિત રહ્યા. તમે સંસારના સુખો ભોગવવામાં ચારિત્રથી વંચિત રહ્યા, અને અમને અહીંનાં માનપાન ગમી ગયાં એટલે આરાધનાથી વંચિત રહ્યા. ભગવાને આઠમે વરસે દીક્ષા લેવાનું કહ્યું હોવા છતાં આપણે સંસાર માંડ્યો ને ? હવે નીકળવું છે?
સ. કુંડાળામાં ફસાઈ ગયા છીએ.
કુંડાળું આપણે જાતે જ દોર્યું છે. કરોળિયો જેમ જાતે જાળ બનાવે ને એમાં ફસાયા તેમ આપણે પણ જાતે રચેલી જાળમાં ફસાઈએ છીએ. આમાંથી નીકળવું હશે તો એક ઝાટકે બધું તોડી નાંખવું પડશે. શાલિભદ્રજીને પુણ્ય કાચું લાગ્યું તો છોડી દીધું, તેને પકવવા ન બેઠા. આપણે તો પુણ્યમાં ખામી લાગ્યા પછી પૂરવા બેસીએ ને ? શાલિભદ્રજી જેવા સુકુમાલ શરીરવાળા પણ જે ચારિત્ર પાળી શકે તો આપણને આવા ખડતલ શરીરે
ક્યાં વાંધો આવવાનો છે? સંસાર સુખની ઈચ્છા જ મોક્ષની ઈચ્છાને પેદા થવા દેતી નથી. આજે કેવળજ્ઞાન માટે ઝૂરનાર સાધુ અને સર્વવિરતિ માટે ઝૂરનાર શ્રાવક લાવવા ક્યાંથી ? કેવળજ્ઞાન માટે ત્રીસ વરસ ઝૂરનાર ગૌતમસ્વામી જેવા અને દીક્ષા માટે છે મહિના સુધી રોકકળ કરનાર વજસ્વામી જેવા કેટલા મળે ? આપણે તો દીક્ષા માટે કે કેવળજ્ઞાન માટે ત્રણ મિનિટ પણ ઝૂરવાની તૈયારી નથી તો ક્યાંથી દીક્ષા મળે ? જરાક
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #281
--------------------------------------------------------------------------
________________
ઈચ્છા પણ જે આવી દેશના સાંભળવાથી થાય તો તરત જ મન કહી દે કે – “આ બધું સુખ છોડી દેવું પડશે, તેથી ઉતાવળ કરવા જેવી નથી, આ બધું છોડવાનું સામર્થ્ય આપણું નથી, જે ચાલે છે તે બરાબર છે, કાંઈ દીક્ષા લેવી નથી.” અમારે ત્યાં પણ જેમ જેમ પુણ્ય વધવા માંડે તેમ તેમ સુખશીલતા વધવા માંડે, ભક્તવર્ગ વધે, શિષ્યવર્ગ વધે એટલે પાંચ મહાવ્રતો ડૂબવા માંડે ! જેને પુણ્ય ગમે તેને મોક્ષ ન ગમે, જેને સાધુપણું ગમે તેને મોક્ષ ગમ્યો છે – એમ કહેવાય. પુષ્યથી મળતાં સુખો પણ કર્મજન્ય છે અને પાપથી આવતું દુઃખ પણ કર્મજન્ય છે. તેથી જ્ઞાની પુણ્ય અને પાપમાં, સુખ અને દુઃખમાં કોઈ વિશેષતા જોતો નથી. કર્મરૂપ હોવાના કારણે પુણ્ય પણ હેય છે.
સ. જૈનપ્રવચનમાં રામચંદ્રસૂ મહારાજે પુણ્યાનુબંધી પુણ્યને ઉપાદેય કહ્યું છે.
સાહેબે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય કહ્યું છે એટલું યાદ રહ્યું પણ સાહેબે આઠમા વર્ષે દીક્ષા લેવાનું કહ્યું છે – એ યાદ નથી ને? આઠમા વર્ષે દીક્ષા લેવાની વાત સાહેબે કરી છે કે નહિ ? તમને આ પુસ્તકો પણ જાતે વાંચવા આપી શકાય એવું નથી. રોગી માટે દવા ઉપાદેય હોય એનો અર્થ એવો કરાય કે-દવા ઉપાદેય છે માટે રોગી થવું? શ્રાવક માટે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય કહ્યું છે તે તેનાથી સાધુ બની શકાતું નથી અને સાધુપણાની સામગ્રી તેને જોઈએ છે માટે કહ્યું છે. સાધુ થવા માટે તેને ઉપાદેય કહ્યું છે, પરણવા માટે પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા નથી વર્ણવી. સુરસુંદરીએ પુણ્યથી મનગમતો પતિ મળે છે – એમ કહ્યું હતું અને મયણાસુંદરીએ પુણ્યથી સદ્ગુરુભગવન્તોનો યોગ મળે છે એમ કહ્યું હતું. વાત તો બંન્નેની સાચી હતી છતાં સુરસુંદરીને શાસ્ત્રકારોએ મિથ્યાત્વી કહી તેનું કારણ શું? વાત સાચી હોવા છતાં આશય ભંડો હતો-એ જ ને? તે જ રીતે પુણ્યાનુબંધી પુણ્યની ઉપાદેયતા મોક્ષસાધક સામગ્રી પામવા પૂરતી હોવા છતાં તેને વિરાગ-ભાવે' સુખ ભોગવવા માટે ઉપાદેય માનવું-આ આશય ભૂંડો છે
ને ?
સ. પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષની સામગ્રી આપી સહાય કરે છે, માટે જ ઉપાદેય માનીએ છીએ.
એ સામગ્રી તો તમને મળી ગઈ છે. મનુષ્યપણું, આર્યદેશ-જાતિ, જૈન કુળ, પંચેન્દ્રિયપૂર્ણતા, સદ્ગરનો યોગ.... આ બધું મળવા છતાં હવે પુણ્યને ઉપાદેય કહેતા હો તો તે કયું પુણ્ય સમજવું? સામગ્રી પુણ્યથી મળે પણ સામગ્રીનો ઉપયોગ કરવાનું મન પુણ્ય ન આપે, એ આપણા પુરુષાર્થથી જ શક્ય છે. સારામાં સારી ધમધોકાર દુકાન ભરબજારમાં આપી હોવા છતાં ત્યાં બેઠો ઝોકાં ખાય તો કમાણી થાય? સાહેબજેવા
૨૮૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #282
--------------------------------------------------------------------------
________________
ગુરુ મળ્યા પછી પણ જો આપણે સંસારમાં જ રહ્યા હોઈએ તો આપણા જેવું મૂરખ કોણ ? પુણ્યાનુબંધી પુણ્ય જો ઉપાદેય હોય તો તેનો ભોગવટો છોડીને સાહેબે દીક્ષા કેમ લીધી-એનો પણ વિચાર કર્યો ખરો ? દીક્ષાની સામગ્રી પુણ્યથી મળે પણ દીક્ષાના પરિણામ પુણ્યથી નથી મળતા, ક્ષયોપશમભાવથી મળે છે. મોક્ષ આપણા કપાળબળે (ભાગ્યથી) નથી મળવાનો, કાંડાના બળે (પુરુષાર્થથી) આપણે મેળવવાનો છે. આપણા પુણ્ય તો છેક સાધુપણાના દરવાજા સુધી આપણને લાવી મૂક્યા છે. જે ખૂટે છે તે પરિણામ ખૂટે છે, તે પુણ્યથી નહિ મળે, પુરુષાર્થથી પેદા કરવા પડશે. શાસ્ત્રમાં કહ્યું છે કે પંદર દુર્લભ વસ્તુમાંથી તેર વસ્તુ આપણને મળી ગઈ છે. તમારી ભાષામાં કહીએ તો નેવું ટકા મળી ગયું છે હવે માત્ર દસ ટકા બાકી છે. નેવું પગથિયાં ચઢી ગયા પછી કોઈ નીચે ઊતરવા મહેનત કરે કે હાંફ ચઢે તોપણ દસ પગથિયાં ચઢવા પુરુષાર્થ કરે ? જેને સામગ્રી મળ્યા પછી સામગ્રી જ ગમી જાય તે સાધના ન કરી શકે. જેને સામગ્રીનો ઉપયોગ કરવાનું મન હોય તે જ સાધના કરી શકે. જેને પુણ્યાનુબંધી પુણ્ય ગમી જાય તેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય નહિ. જેને પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તે તો એ ભોગવટામાંથી છૂટીને ચારિત્ર લેવા માટે તલસતો હોય. પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય સુખમાં અનાસક્તભાવ જીવતો રાખે, વિરાગભાવ ટકાવી રાખે. પણ તેનાથી વિરતિના પરિણામ ન આવે. વિરતિના પરિણામ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી જાગે.
સ. ગમે છે તો પુણ્ય, પણ ઓઠું પુણ્યાનુબંધી પુણ્યનું લીધું છે.
હવે તમે બરાબર સમજ્યા, પુણ્યાનુબંધી પુણ્યના ઓઠા નીચે સુખ આપનાર પુણ્યને ઉપાદેય માનવાની ભાવના છે, આ પોલ તમે ખુલ્લી કરી. આ પોલ છે એવું સમજાતું હોય તો હવે સામગ્રીને ઉપાદેય માનવાના બદલે એના ઉપયોગને ઉપાદેય માનીને કામે લાગવું છે. સાહેબજેવા ગુરુ મળવા છતાં આપણે જાગ્યા નહિ ને ? ગૌતમસ્વામી જેવા ગુરુ મળે એવી શક્યતા હવે નથી. એ મહાપુરુષો ગયા. એવા ગુરુ મળે એવી અપેક્ષા રાખવાના બદલે જે ગુરુ મળે તેને ગૌતમસ્વામી માનીને જીવીશું તો ચોક્કસ આપણો નિસ્વાર થશે.
સ. અમે જ પથ્થરજેવા હોઈએ તો?
નાવના બળે પથ્થર પણ તરી જાય છે, માત્ર તરવાનો ભાવ જોઈએ. તરવાનો ભાવ હોય તો આજે પણ જે સદ્ગભગવન્ત મળે તેને ગૌતમસ્વામી જેવા તારક માનીને જીવો તો વિસ્તાર થયા વિના નહિ રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૮૧
Page #283
--------------------------------------------------------------------------
________________
* અરિહંત થવું એ આપણા હાથની વાત નથી, જ્યારે સિદ્ધ થવું એ તો આપણા હાથની વાત છે. આથી આપણા માટે સિદ્ધપદ વધારે મહત્ત્વનું છે. અરિહંત પરમાત્માએ સિદ્ધપદ બતાવ્યું માટે તેઓ મહાન છે, એની ના નથી. પરંતુ અરિહંત પરમાત્મા અરિહંત થયા તે સિદ્ધ થવાની ભાવનામાંથી થયા. અરિહંતો માટે પણ સિદ્ધપદ ઉપાદેય છે. જે સિદ્ધપદ ન હોત તો અરિહંત અરિહંત ન થાત. સાધ્ય તરીકે સિદ્ધપદ હોવાના કારણે જ બાકીનાં બધાં પદો સાર્થક છે. બધા જીવોને શાસનના રસિયા બનાવી સિદ્ધપદે પહોંચાડવાની ભાવનાથી જ અરિહંતો અરિહંત થયા છે. એક અવસર્પિણીમાં અરિહંતો ચોવીસ જ થાય છે જ્યારે સિદ્ધપદે તો અસંખ્યાત આત્માઓ જાય છે. આથી અરિહંત થવા માટે મહેનત નથી કરવી, સિદ્ધ થવા માટે મહેનત કરવી છે. અરિહંત થવાય તો સારી વાત છે, પણ એ આપણા પુરુષાર્થનો વિષય નથી.
આચાર્યપદ : ઉપાધ્યાયપદ : | * ભવનો ભય પેદા નહીં થાય ત્યાં સુધી અરિહન્તાદિના શરણે જવાનું શક્ય નહિ બને. આ સંસારમાં ગમે તેટલો પુણ્યનો ઉદય હોય તોપણ એમાંથી એક પણ ચીજ સંસારથી તારનારી નથી એવું જ્યારે લાગે ત્યારે અરિહન્તાદિના શરણે જવાનું શક્ય બને.
* શરીર સારું હોય તો આરાધના થાય એવું નહીં; શરીરની મમતા ઊતરે, શરીર ખરાબ લાગે તો આરાધના સારી થાય. શરીર સારું રહે એ આપણા હાથની વાત નથી, શરીરથી કામ લઈ લેવું એ આપણા હાથની વાત છે.
* તીર્થંકર પરમાત્માની વાત જચે, મોક્ષની ઈચ્છા પેદા થાય ત્યારે ગુરુની શોધમાં નીકળે. આજે તમને ગુરુની જરૂર છે ખરી ? તમે ગુરુને લાવો છો તે જ્ઞાન માટે કે આશીર્વાદ માટે ?
સ. તમે આશીર્વાદ તો આપો છો ને?
આશીર્વાદનો અર્થ તમે જે કરો છો એ અમારા મનમાં નથી અને અમારા મનમાં જે છે એ તમને ગમે એવો નથી. તમારે સંસારમાં સુખી થવું છે અને અમારે સંસાર છોડાવવો છે – ક્યાંથી મેળ ખાય ?
* તીર્થંકર પરમાત્મા જ્યારે નિર્વાણપદે પહોંચે છે ત્યારે શાસનની રક્ષાની જવાબદારી આચાર્યભગવન્તના શિરે હોય છે. મોક્ષમાર્ગની સાધના કરતી વખતે આપણે
૨૮૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #284
--------------------------------------------------------------------------
________________
ક્યાં ક્યાં ભૂલ કરીએ છીએ, કેટલાં કેટલાં ભયસ્થાનો છે એ બતાવવાનું કામ આચાર્યભગવન્તો કરતા હોય છે. આચાર્યભગવન્તો દેશના આપે એટલા માટે જ એમની જરૂર છે ને ? આજે તમે ગુરુ શોધો તો કેવા શોધો ? જેનું પુણ્ય અધિક હોય તેવા ને ? પુણ્યનું અર્થિપણું છે માટે પુણ્યશાળી ગુરુ શોધે અને જ્ઞાનનું અર્થિપણું હોય એ જ્ઞાની ગુરુને શોધે. ગુરુભગવન્તનું પુણ્ય હોય કે ન હોય આપણને જ્ઞાન આપે તો આપણી ઉપર એમનો પ્રભાવ પડેલો છે એમ સમજી લેવું. આચાર્યભગવન્ત પાસેથી જ્ઞાન ન મેળવીએ અને માત્ર એમની પાસે જઈને વાતો કરીએ તો આચાર્યભગવન્ત મળવા છતાં પણ ફળ્યા નથી એમ કહેવું પડે. જેઓ સંસારથી પાર ઉતારે છે એમનો ઉપયોગ સંસારના સુખ માટે કરવો એ એમની આશાતના કરવા જેવું છે. સૂર્ય-ચંદ્રનો પ્રકાશ ન હોય ત્યારે મીણબત્તીનો પ્રકાશ પણ કામ લાગે ને ? જ્યારે જિનેશ્વરભગવન્તો ન હોય ત્યારે આચાર્યભગવન્ત પાસેથી હેયોપાદેયનું જ્ઞાન મેળવી લેવું છે.
* દુ:ખ ટાળવાનો વિકલ્પ શોધીએ એ પાપનો સંકલ્પ કર્યો કહેવાય. અશાતાવેદનીયને દૂર કરવા માટે ધર્મ કરનારને અશાતા બંધાયા વગર ન રહે. કર્મનિર્જરાના ઉદ્દેશથી ધર્મ કરનારને કર્મનિર્જરા થાય, દુઃખ દૂર થાય માટે તપ કરનારને કર્મ બંધાય. દેવગુરુ પાસે પણ દુ:ખ દૂર કરવા નથી જવાનું, કર્મ દૂર કરવા જવાનું છે. જેઓ દુ:ખ દૂર કરવા જાય છે તેઓ શાસનથી दूर છે.
સ. મયણાસુંદરી દુ:ખ દૂર કરવા ગુરુ પાસે ગઈ હતી ને ?
મયણાસુંદરી દુ:ખ દૂર કરવા નથી ગઈ. ગુરુભગવન્તને તેણે શું કહ્યું હતું-ખબર છે ? ‘દુ:ખ ગમે તેટલું આવશે તો સહન કરી લઈશ પણ લોકો શાસનની નિંદા કરે છે એને ટાળવાનો ઉપાય બતાવો.’ પોતાના નિમિત્તે શાસનની અપભ્રાજના થઈ એનું દુ:ખ હતું. લોકો જો ચમત્કાર દેખશે તો જ શાસનની નિંદા કરતા અટકશે માટે ગુરુને વિનંતિ કરી, દુઃખ ટાળવા માટે નહીં. આવા મહાપુરુષોના નામને બદનામ ન કરો. એ મહાપુરુષોના જે પરિણામ હતા એમાંથી એકાદ પણ પરિણામ આપણને સ્પર્યો નથી. એ તરફ હજુ સુધી આપણું લક્ષ્ય પણ કેળવાયું નથી.
* ઘાતિકર્મની નિર્જરા માટે ધર્મ છે, અઘાતિકર્મની નિર્જરા માટે નહીં. આપણે જેના માટે (દુઃખ દૂર કરવા માટે) ધર્મ કરીએ છીએ તે ઘાતિમાં નથી સમાતું. અઘાતિના ઉદયથી દુ:ખ આવે છે અને ઘાતિના ઉદ્દયથી ગુણ જાય છે. આપણને શું પાલવે ? દુઃખ ગુણ જાય એ પાલવે ? જેટલો પ્રયત્ન અશાતાને દૂર કરવા કરીએ છીએ એટલો
પાલવે કે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૮૩
Page #285
--------------------------------------------------------------------------
________________
પ્રયત્ન મોહનીયને દૂર કરવા માટે થાય તો મોહનીય ગયા વગર નહીં રહે. અશાતા તો જાય કે ન પણ જાય, મોહનીય તો ચોક્કસ જશે.
* સંસાર સારો કરવા માટે નવપદનું શરણું નથી સ્વીકારવાનું, સંસાર ભૂલવા માટે નવપદનું શરણું સ્વીકારવાનું છે. પુણ્ય બાંધવા ઉપાશ્રયમાં નથી જવાનું, ઘાતિકર્મના ક્ષય માટે ઉપાશ્રયમાં જવાનું છે. સુખ ભોગવવા આચાર્યભગવન્તનો ઉપયોગ નથી કરવો, જ્ઞાન મેળવવા ઉપયોગ કરવો છે. પછી એ આચાર્યભગવન્ત પુણ્યશાળી ન હોય તો પણ ચાલશે.
* વીતરાગપરમાત્માના શાસનને પામેલા મહાપુરુષોએ અરિહન્તાદિનું શરણું સ્વીકાર્યું અને આપણે પણ અરિહન્તાદિનું શરણું સ્વીકારીએ છીએ પણ એમનામાં અને આપણામાં ફરક છે. તેઓ મોશે પહોંચવા માટે સ્વીકારે છે અને આપણે સુખ ભોગવવા સ્વીકારીએ છીએ.
* પુણ્ય ગમે તેટલું ચઢિયાતું હોય પણ ક્ષાયિકભાવને પમાડી ન આપે તો એ મારક બન્યા વિના નહીં રહે.
* મોક્ષમાર્ગના દેશક એવા વીતરાગપરમાત્મા અત્યારે તારવા આવવાના નથી અને સિદ્ધપદ સાધ્ય તરીકે હોવાથી આખા ભવચક્રમાં એક વાર મળવાનું છે. આવા સિદ્ધપદને પ્રાપ્ત કરવા માટે આચાર્યભગવન્ત વગર ચાલે એવું નથી.
* પુણ્યથી સુખ મળે છે બોલનારા પણ સુખ માટે પાપ મજેથી કરે ને ? આપણી શ્રદ્ધા મજબૂત છે ને? સુખ કઈ રીતે મેળવવું અને દુઃખ કઈ રીતે ટાળવું એની આપણને ખબર હોય પણ ધર્મ કઈ રીતે કરવો એની ખબર ન હોય ને?
* મોક્ષની સાધના શરૂ કરી હોય તો કોઈની તાકાત નથી કે તેમાં બાધા પહોંચાડે. દુઃખ પ્રત્યે પ્રેમ વધે અને સુખનો રાગ ઓછો થાય ત્યારે સમજવું કે મોક્ષની સાધના શરૂ થઈ છે. આજે આપણી સુખની ઈચ્છાએ મોક્ષની સાધના શરૂ કરવા દીધી જ નથી. ચોરી કરીને, જૂઠું બોલીને પણ સુખ મેળવવાની આપણી ઈચ્છા છે ને?
* પુણ્ય ગમે એણે પાપ ભોગવવાની, દુઃખ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. પુણ્ય ન ગમે એ પુણ્ય છોડીને નિર્જરા કરવા તૈયાર થઈ જશે. પુણ્ય ભોગવે પણ ગમે નહીં ને ?
૨૮૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #286
--------------------------------------------------------------------------
________________
સ. પુષ્ય ભોગવે અને ગમે નહીં એ કેવી રીતે બને ?
તમે શેઠની નોકરી જે રીતે કરો છો તે રીતે. આજે આપણે ધર્મ પણ આ રીતે જ કરીએ છીએ ને? કરીએ ખરા પણ ગમે નહીં ને ?
* સંસારનાં સુખો ભોગવીને જ જન્મ-મરણ નોતર્યો કે ધર્મ કરીને? આ સુખની લાલસા પ્રત્યે નફરત ન થાય ને? સંસારના સુખની લાલસા ઘટે, પુણ્યની ભયંકરતા સમજાય, જન્માદિનાં દુઃખો યાદ કરાવે માટે ગુરુભગવન્ત પાસે શ્રવણ કરવું છે. સંસારની અસારતાનું ભાન કરાવી આપે એવી તાકાત શ્રીજિનેશ્વરભગવન્તના વચન સિવાય બીજા કોઈનામાં નથી. આ વચન ગુરુભગવન્ત સિવાય કોઈ બતાવનાર નથી.
* ધર્મની શરૂઆત જ આજે આપણે ખોટી રીતે કરી છે. કરેલા ધર્મની ધૂળધાણી કરવાનું કામ વિષયકષાયની લાલસા કરતી હોય છે. સમકિતી સાત વ્યસન સેવીને પણ નિર્જરા કરે અને આપણે ધર્મ કરવા છતાં કર્મબંધ કરીએ એ કેટલું બેહૂદું છે! ધર્મ કરવા છતાં અજ્ઞાની જ રહ્યા ને ? કેવળજ્ઞાન ન મેળવ્યું ને?
સ. દવાનું જ્ઞાન ન હોવા છતાં દવા લે તો રોગ જાય ને?
જાતે દવા લે તો રોગ જાય કે પ્રાણ જાય? દવા લીધા પછી રોગ જાય, પણ ક્યારે ? ડૉક્ટરનું કહ્યું માને ત્યારે ને ? આજે આપણે ધર્મ કરીએ એ ભગવાનની આજ્ઞા મુજબ કે આપણી ઈચ્છા મુજબ ? આજે નવકારશી-ચોવિહાર પણ આહારની લાલસા ન વધે એ રીતે કરીએ ને ? નવકારશી કરનારને નવકારશીમાં બીજી ચાર વસ્તુ જોઈએ ને ? તપનો અધ્યવસાય અને સંસારની લાલસા : આ બેનો મેળ જ જામતો નથી. ભવથી પાર ઊતરવાનો પરિણામ નહિ હોય તો આપણો ધર્મ લેખે નહીં લાગે.
* સુખ માટે પણ ધર્મ થાય અને મોક્ષ માટે પણ ધર્મ થાય-એવી દેશનાને પાપદેશના કહેવાય.
સ. બાળજીવોને ધર્મમાર્ગે વાળવા માટે શરૂઆતમાં આ રીતે કહેવાય તો ?
સુખ ભોગવવામાં બાપ બનવું છે અને ધર્મ માટે બાળ બનવું છે? આવી લુચ્ચાઈ બાળમાં ન હોય. બાળ તો સરળ હોય, ધર્મના નામે સુખ ભોગવનારા બાળ કહેવાય કે લુચ્ચા?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૮૫
Page #287
--------------------------------------------------------------------------
________________
* પ્રાપ્તિની અપેક્ષાએ પહેલાં સાધુપદ છે પછી ઉપાધ્યાયપદ અને તે પછી આચાર્યપદ છે. આચાર્યભગવન્તની કે ઉપાધ્યાયભગવન્તની જરૂર તમને સાધુ થવા માટે જ છે ને ? એમની પાસેથી જ્ઞાન મેળવવું છે કે પૈસા ભેગા કરવા છે? આજે તમે ચોમાસા માટે ગુરુ લાવો તો કેવા લાવો? પૈસા ભેગા કરાવી આપે તેવા કે જ્ઞાન આપે તેવા? પહેલાંના કાળમાં ગુરુ શોધવા જવું પડતું હતું. શ્રી પૃથ્વીચંદ્રજીને પણ કહેવું પડ્યું ને કે – “હમણાં સદ્ગુરુનો યોગ નથી. સદ્ગુરુનો યોગ થશે પછી દીક્ષા લઈશું.' આપણને સદ્ગુરુ મળી ગયા છે માટે આપણા પુણ્યની અવધિ નથી, છતાં આપણને ગુરુની જરૂર છે ખરી? પૈસા ખરચાય, સમય ખરચાય પણ આત્માને લાભ ન થાય એવો મૂર્ખાઈભર્યો ધંધો ન કરીએ ને?
* મોક્ષ જોઈતો નથી માટે અત્યારે આપણે જે ધર્મ કરીએ છીએ એ પૂરો લાગે છે. મોક્ષ જોઈતો હોય તો આ ધર્મ અધૂરો લાગ્યા વિના ન રહે.
સાધુપદ :
* વરસોથી ધર્મ કરવા છતાં સાધુપણું ન મળે એનું દુઃખ મોઢા પર ન દેખાય એ સારી અવસ્થા નથી. નિકાચિતકોટીના અશાતાવેદનીયના ઉદયથી રોગ ન જાય તેવા વખતે જીવવા મળ્યું એનો આનંદ નથી હોતો પણ રોગ જવાનો નથી એનું દુઃખ એમના મોઢા ઉપર ચિકાર હોય છે. આજે નિકાચિત કોટિના ઉદયથી સાધુપણું ન લઈ શકો ત્યારે મોઢા ઉપર આનંદ દેખાય કે દુઃખ?
* મોક્ષ માટે જ ધર્મ કરવો જોઈએ આ વાત આપણને બેસે ખરી ? સુખ માટે કે પુણ્ય માટે ધર્મ કરવો આ વાત ઝટ બેસી જાય ને ?
સ. મોક્ષ માટે ધર્મ કરવો એ વાત સાચી પણ જેમ ઈષ્ટ સ્થાને પહોંચતી વખતે વચ્ચે સ્ટેશન આવે ત્યારે ત્યાં ઊતરીને ચા-પાણી પીને સીટી વાગે ત્યારે પાછા ગાડીમાં બેસી જઈએ તો અહીં પણ થોડું-ઘણું પુણ્ય ભોગવી લઈએ તો વાંધો નહીં ને?
અહીં સીટી નહીં ઢોલ વગાડીએ તોય જાગતા નથી. અહીં તો ગાડીમાં બેઠાં બેઠાં ખાવાનું ચાલુ છે. સંયમની યાત્રા કરતાં કરતાં પુણ્ય તરફ નજર નાંખવા માંડી ને ? સ્વાધ્યાય હણાય, અપ્રમત્તતા હણાય એવી રીતે ખાવાપીવાનું શરૂ કર્યું હોય તો કેવી રીતે નભાવાય ?
૨૮૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #288
--------------------------------------------------------------------------
________________
સ. પુણ્યનો ઉપયોગ નહીં જ કરવાનો?
ના, તમારે અને અમારે તો આજ્ઞામાં જ જીવવાનું, આજ્ઞા ગમે એ જ નવપદનું શરણું સ્વીકારી શકશે. આજે નવપદની આરાધના કરનારને પૂછવું છે કે – સાધુપણું ઉપાદેય લાગ્યું છે ખરું ? સાધુપણું લેવું છે માટે નવપદના શરણે જવાનું છે. બાકીનાં આઠ પદ સાધુપણા વગર મળે એવાં નથી. આઠ પદમાં ચાર પદ સાધુપણાના કારણરૂપ છે અને બીજાં ચાર પદ સાધુપણાના કાર્યરૂપ છે. સાધુપણું મળે, સાધુપણું જળવાઈ રહે અને સાધુપણું પૂર્ણતાના આરે પહોંચે એના માટે નવપદનું શરણું સ્વીકારવાનું છે. જે દિવસે દીક્ષા યાદ ન આવે એ દિવસે ઉપવાસ કરવો છે? જે દિવસે સાધુપણું યાદ ન આવે, એ દિવસ નકામો ગયો છે – એમ લાગે ખરું? બારમાંથી એક જાય તો કેટલા રહે – એમ કોઈ પૂછે તો કોઈ કહે અગિયાર, પણ ખેડૂતને પૂછો તો એ કહેશે કે – બારે નકામા જાય. વાવણી કર્યા પછી એક મહિનો વરસાદ ન વરસે તો બારે બાર મહિના નકામા જાય એટલી અક્કલ ખેડૂતને છે જ્યારે આપણને કેવળજ્ઞાન કે સાધુપણું યાદ ન આવે તોપણ દિવસ સફળ લાગે છે ને ? સાધુપણું યાદ ન આવે તો બીજાં આઠ પદની આરાધના નકામી જવાની. આજે તમારા મનમાં ‘ગૃહસ્થપણામાં જ્ઞાન-દર્શન-ચારિત્રતપની આરાધના થાય છે એવું છે માટે જ સાધુપણું નથી લેતા ને ?
સ. ગૃહસ્થનાં બધાં અનુષ્ઠાન સાધુપણા માટે જ છે ને?
મને ખબર છે પણ તમે શું કરો છો એ જોયું છે ? સામાયિક ઉચ્ચરાવતી વખતે ઈચ્છકારી ભગવન્! પસાય...' બોલતાં બોલતાં આંસુ આવવા જોઈએ ને ? આ તો હસતાં હસતાં બોલે. સામાયિકનું દુઃખ થશે એ દિવસે સર્વવિરતિ મળશે. ફૂટ લેવા ગયા પછી સફરજન અને કેળાં : બે હોય તે વખતે સફરજન પોસાય એવું ન હોય તો કેળાં લઈને જાઓ પણ હૈયે દુઃખ હોય ને ? કેળાંના ભાવમાં સફરજન આપે તો કેળાં લો ખરા ? જે લોકો સાધુપણું લઈને બેઠા છે એમનેય સાધુપણું યાદ નથી આવતું અને જેઓએ નથી લીધું તેમને પણ સાધુપણું યાદ નથી આવતું. વિચિત્ર દશા છે ને?
વ્યવહારમાં કોઈના પ્રસંગમાં ગયા હોય તો જેનો પ્રસંગ હોય તેને મળ્યા વિના નથી રહેતા જ્યારે અહીં નવપદના શરણે ગયેલાને સાધુપણું યાદ નથી આવતું. ન યાદ આવે તો પરાણે યાદ કરવા માટે ઉપવાસ કરવો છે. સુખ ભોગવતી વખતે આનંદ આવે છે એ સાધુપણું યાદ નથી આવતું માટે. સુખ ભોગવવાની શરૂઆત કરતી વખતે મનમાં નમો લોએ સવ્વસાહૂણં બોલવું છે. આટલું બોલીએ તોપણ રસ ઓછો થશે, આવેગ ઓછો થશે અને સાધુપણાના પરિણામ જાગ્યા વગર નહીં રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૮૭
Page #289
--------------------------------------------------------------------------
________________
* સંસારનાં સુખો ન મળે તો મરી નથી જવાના. સાધુભગવન્તો સુખ ભોગવતા નથી છતાં જીવે છે ને ? તો નહિ-જેવી વસ્તુ ખાતર જિંદગી બરબાદ નથી કરવી. સાધુપણા માટે પુરુષાર્થ કરી લેવો છે.
સ. કયું કર્મ કર્યું હશે કે સાધુપણાના પરિણામ જ જાગતા નથી ?
એનું કારણ એક જ છે કે ધર્મ પાસે સુખ માંગ્યું હતું માટે સુખ આપણને છોડતું નથી. હવે ધર્મ પાસે માંગવું નથી ને ? હવે એક જ કામ કરવું છે કે - માંગીને મેળવેલું કચરાપેટીમાં નાંખી દેવું છે, રાખવું નથી. કોઈ પૂછે કે – કેમ કાઢી નાંખ્યું ? તો કહેવું કે મને રાગ થાય છે તેથી સાધુપણાના પરિણામ જ જાગતા નથી માટે કાઢી નાંખ્યું છે. રાજાનો કાચની બરણીનો રાગ સંન્યાસીએ બરણી ફોડી નાખ્યા પછી જતો રહ્યો ને ? આજે સુખ માટે તમે તમારા પ્રાણ આપ્યા ને ? પૈસા માટે આખી જિંદગી ઘસી નાખી ને ?
ગૃહસ્થપણાનાં અનુષ્ઠાન સર્વવિરતિ પ્રાપ્ત કરાવનારાં છે પણ નિદ્રા અને વિકથાનો પ્રમાદ છોડી દઈએ તો. અને સાધુપણામાં આવ્યા પછી પણ નિદ્રા-વિકથા કરે તો કેવળજ્ઞાન પ્રાપ્ત નહીં થાય.
* સાધુપણું જોઈતું હોય તો આટલું નક્કી કરો કે – ઉપાશ્રયમાં આવ્યા પછી નિદ્રા અને વિકથા નથી કરવી. મદિરા પીતા ન હોવાથી તે પ્રમાદનો સંભવ નથી. ઠંડાં પીણાં વગેરે ઉપાશ્રયમાં પીવાના નથી અને ઝઘડો કરો તો લોકો ખરાબ ધારે એવા છે અથવા તો લોકો ટોકશે જ્યારે આ બે પ્રમાદ કરો તો કોઈ વાંધો આવે એવો નથી માટે આ બે પ્રમાદનો વધારે સંભવ છે તેથી તેનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો છે.
સ. નિદ્રા તો ઓછી છે પણ વિકથા જ મારે છે.
માટે તો તેનો ત્યાગ કરવો છે. વિકથા ટાળવા માટે ઉપાશ્રયમાં કોઈની સાથે વાત નથી કરવી.
સ. ધાર્મિક વાત પણ નહીં કરવી ?
વિકથાની શરૂઆત ધર્મથી થાય છે અને પૂર્ણાહુતિ અધર્મથી થાય છે. એટલા માટે તો આચાર્યભગવન્તે રાત્રે બે જણાએ ભેગા થઈને સ્વાધ્યાય કરવાની ના પાડી હતી. શરૂઆત સ્વાધ્યાયથી કરે અને પૂર્ણાહુતિ વિકથાથી કરે. ધર્મ કરતાં કરતાં અધર્મ પેસી જાય છે.
૨૮૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #290
--------------------------------------------------------------------------
________________
સ. નાક ઉપર માખી બેઠી હોય તો માખી ઉડાડાય, નાક ન કપાય ને ?
નાક ન કાપો પણ ગોદડું ઓઢી લો ને ? કેટલીક માખીઓ એવી હોય છે કે ઉડાડયા પછી પણ વારંવાર આવે છે ત્યારે નાક ખુલ્લું રાખો કે જાડું ગોદડું ઓઢી લો ? તેમ અહીં પણ એકલા સ્વાધ્યાય કરો તો વિકથારૂપ માખી આવે જ નહીં.
સમ્યગ્દર્શનપદ :
* અરિહંતાદિ પાંચ પદોમાંથી આ એક સાધુપદ જ એવું છે કે જે માંગીને મળે એવું છે. બીજાં પદો માંગીને મળે એવાં નથી. મોક્ષ માંગીને મળે એવો હોવા છતાં તેના સાધનરૂપ સાધુપણું હોવાથી તે જ પુરુષાર્થનો વિષય છે. આવું સુંદર પ્રકારનું સાધુપણું પામી ગયા પછી પણ દુ:ખ વેઠવાની વૃત્તિ ઘટવા માંડે એટલે સુધરવાને બદલે બચાવની વૃત્તિ શરૂ થાય. સાધુપણું પામ્યા પછી પણ દુ:ખ ભોગવવાને બદલે દુઃખથી બચવાના રસ્તા શોધવા માંડીએ તે સમ્યક્ત્વની મંદતાના કારણે. સમ્યક્ત્વ ટકાવવા માટે સૌથી પહેલાં દુ:ખથી વિચલિત ન થવાય તેની કાળજી રાખવી છે. દુઃખ વેઠવાનો અભ્યાસ પાડયા વગર સમ્યક્ત્વ પમાય નહિ અને ટકાવી શકાય નહિ. દુ:ખ વેઠવાનો અભ્યાસ ન હોય અને દુઃખ વેઠવાની આવશ્યકતા ઊભી થાય તો હાલત કફોડી થયા વિના ન રહે. સમ્યગ્દર્શનને પામવા માટે દુઃખ વેઠવાની વૃત્તિ કેળવવી જ પડશે. જો શ્રદ્ધા મજબૂત બનાવવામાં ન આવે તો સાધુપણામાંથી પણ પતનની ગર્તામાં પડયા વગર ન રહેવાય. જેટલું ફાવ્યું તેટલું રાખવું અને ન ફાવે એટલું છોડવા માંડવું. આ સમ્યક્ત્વનાં લક્ષણ નથી. અરિહંતપદ તો તેરમે ગુણઠાણે મળે, આચાર્યાદિ ત્રણ પદો છò-સાતમે મળે જ્યારે આજનું આ પદ ચોથે ગુણઠાણે પણ મળે એવું છે ને ? આથી આજે તમારી– અમારી વાત ભેગી કરવી છે. આજે તો હાલત એ છે કે જે ગુણ ચોથે ગુણઠાણેશ્રાવકપણામાં પણ પામી શકાય તે ગુણ સાધુપણામાં પણ પામવો કે ટકાવવો કપરું કામ છે. જ્યાં જોઈએ ત્યાં ભગવાનની વાત માનવાના બદલે, વાત કાપવાની જ તૈયારી હોય ત્યાં આ ગુણ પમાય કઈ રીતે ?
જ
સ. કાળના હિસાબે થોડું જતું કરવું પડે ને ?
ચોમાસાના દિવસોમાં વરસાદ ઘણો હોય, કાદવ-કીચડ ઘણો હોય તો ઘેર બેસી રહો કે છત્રી ને જોડાં લઈને ઘરની બહાર નીકળો ? શિયાળામાં ઠંડી પડે તો હાથે-પગે મોજાં ચઢાવીને કામે લાગો કે ગોદડું ઓઢીને બેસી રહો ? આગ લાગે તો બળવાનું કે ઓલવવા બેસવાનું ? ત્યાં જતું ન કરો ને કામે લાગો ! જ્યારે અહીં કાળના નામે જતું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૮૯
Page #291
--------------------------------------------------------------------------
________________
કરવું છે ને ? તેનું કારણ એક જ છે કે શ્રદ્ધા બોદી થઈ ગઈ છે. આજે મનને અનુકૂળ પડે એવું કશું કરવું નથી. કારણ કે મનનો ખાડો પુરાય એવો નથી. મનને અનુકૂળ આપવાથી સમાધિ ન જળવાય, પ્રતિકૂળ એવું મન દૂર કરીએ તો સમાધિ મળે.
સ. વ્યવહારમાં રહ્યા હોઈએ તો કરવું પડે, જવું પડે.
આપણો માલ સાચવવો હોય તો ચોરબજારમાં ન જવું. જેઓ આપણને ભગવાનના માર્ગથી ઊંધે રવાડે ચઢાવે તેવાના પરિચયમાં જવું નહિ. જેઓ સંસારના સુખ માટે અને દુઃખ ટાળવા માટે ધર્મ કરે અને કરાવે તેઓ પરમપદના પ્રગટ ચોર છે - એવું શાસ્ત્રમાં કહ્યું છે. તમારો વ્યવહાર આવા ચોરબજાર જેવો જ છે ને ?
સ. અભિયોગ આપ્યા છે ને ?
અભિયોગ કે આગાર સેવવા માટે નથી આપ્યા, સેવાઈ જાય તો તમારું પચ્ચખ્ખાણ ભાંગતું નથી-એ જણાવવા માટે આપ્યા છે. અભિયોગ-આગાર દવા જેવા છે. સેવવા માટે સેવવાના નથી. પ્રાણ કંઠે આવે ત્યારે અભિયોગ સેવ્યા હોય તો ગુણની રક્ષા થાય. પહેલેથી અભિયોગ સેવીએ એ તો ગુણની ખામીને સૂચવે છે.
* આજના દિવસે આપણે શ્રીમતી મયણાસુંદરીને, શ્રીમતી સુલસાસતીને, શ્રીમતી અંજનાસતીને યાદ કરી લેવાં છે. એ મહાસતીઓએ કેટલા કપરા સંયોગોમાં સમ્યગ્દર્શનને સાચવ્યું એ વિચારીએ તો આપણું પુરુષત્વ લાજે એવું છે. સ્ત્રી-જાત હોવા છતાં, કોઈ પોતાના પક્ષમાં ન હોવા છતાં તેઓ સત્યને વળગી રહીને સમ્યકત્વને જાળવી શકે તો આપણે કેમ આટલા નમાલા બની ગયા છીએ કે જેથી દરેક ઠેકાણે સત્યને કાપવા જ તૈયાર થઈએ છીએ ? તેઓ તો પાઠક પાસે ભણીને તૈયાર થયાં હતાં, આપણે તો સાધુસાધ્વીનાં પડખાં સેવ્યાં છે ને? છતાં થોડા સ્વાર્થ ખાતર સત્યને વેગળું મૂકીએ-એ ચાલે? જેમાં કોઈ વિશિષ્ટ કષ્ટ નથી પડતું અને જેમાં ખાસ કશું ગુમાવવાનું નથી છતાં તે વાત માનવાને બદલે વાત કાપવાની મહેનત કરીએ-એ કઈ રીતે ચાલે ? એક બાજુ આ દિવસોમાં શ્રીપાળરાજા અને મયણાસુંદરીની વાતો કરવાની અને બીજી બાજુ સમાધાનના નામે ખોટાને પણ ચલાવી લેવું આ કેવી વૃત્તિ ? સાચું સમજાયા પછી બીજાને મનાવવા માટે મહેનત કરવાને બદલે આપણે ખોટું છોડીને ચાલ્યા જવું છે. ખોટામાં તણાવું નથી અને સાચાને છોડવું નથી. સમ્યકત્વથી વંચિત રાખવા માટે મોહરાજાનાં કારસ્તાન ઘણાં છે. ઘડીકમાં સુખના ટુકડા નાખીને લલચાવે તો ઘડીકમાં દુઃખથી ગભરાવી વિચલિત બનાવે. ધીમે ધીમે શ્રદ્ધાથી ભ્રષ્ટ બનાવે. મરીચિ
૨૯૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #292
--------------------------------------------------------------------------
________________
સાધુપણાથી વિચલિત થયા તે આ જ ક્રમે થયા ને ? દુ:ખ ગમે તેટલું આવે માર્ગથી વિચલિત નથી થવું અને ગમે તેવા ચમત્કાર દેખી મૂંઝાવું નથી. સુલસાસતીજી ભગવાનના નામે પણ ન ભોળવાયાં. આપણે તો ગણપતિ દૂધ પીએ તોય જોવા જઈએ ને?
સ. સમકિતી દેવ પાસે જવાય ને ? એ તો સહાય કરે ને ? સમકિતીદેવ સમ્યકત્વ નિર્મળ કરે ને ? - દેવ સમ્યકત્વ નિર્મળ ન કરે, ચારિત્ર લેવા સહાય કરે. સમ્યત્વની નિર્મળતા તો આપણે આપણા પુરુષાર્થથી કરવાની છે. દુઃખ ટાળવા માટે ડોક્ટર પાસે જાઓ તો વાંધો નથી, પણ માંત્રિકો પાસે નથી જવું. ભૂતનો વળગાડ પણ કર્મના કારણે નડે છે. તેથી કર્મનો વળગાડ કાઢવા માટે મહેનત કરવી છે. અને એ સામર્થ્ય ભગવાનની આજ્ઞાના પાલનમાં છે.
સ. આપણામાં સમ્યત્વ આવ્યું છે એની ખાતરી શું?
ગમે તેટલા મંત્રતંત્ર જોઈને ચિત્ત ચલાયમાન ન થાય અને સાચું સમજાયા પછી ગમે તેટલું કષ્ટ પડે તોપણ સત્યને છોડવું નથી-આવો પરિણામ હોય તો માનવું કે સમ્યકત્વ છે.
સ. ધનને સાચવવા માટે જેમ તિજોરી હોય તેમ સમ્યકત્વને સાચવવાનો કોઈ ઉપાય છે ખરો ?
સમ્યકત્વને સાચવવાનો ઉપાય એક જ છે અને તે આ સાધુપણું! સાધુપણા વિના સમ્યત્વ સાચવવાનું કામ કપરું છે. સાધુપણામાં સમ્યકત્વ સચવાય અને સમ્યકત્વના યોગે સાધુપણું પળાય. બંન્ને એકબીજાના પૂરક છે. આથી જ તો શ્રી આચારાંગસૂત્રમાં શ્રી સુધર્મસ્વામી મહારાજે શ્રી જંબૂસ્વામી મહારાજને જણાવ્યું હતું કે जाए सद्धाए निक्खन्तो तमेव अणुपालेज्जा। (यया श्रद्धया निष्क्रान्तस्तमेव अनुपालयेत्।) જે શ્રદ્ધાથી ચારિત્રમાર્ગે નીકળ્યા છો તે જ શ્રદ્ધાથી તે માર્ગનું પાલન કરજો... ચારિત્રના પરિણામને ટકાવવાના બદલે શ્રદ્ધાને સાચવી રાખવાનું કહ્યું તેનું કારણ સમજાય છે ને ? ચારિત્રનું પાલન કરવાના બદલે શ્રદ્ધાનું અનુપાલન કરવાનું ફરમાવ્યું તેના ઉપરથી જ સમ્યકત્વની કિંમત સમજાય એવી છે. જે સાધુપણામાં દુઃખ આવ્યા પછી શ્રદ્ધાથી વિચલિત થાય તો ચારિત્રમાંથી પતન થયા વિના ન રહે. તકલીફ આવ્યા પછી પણ ટકી રહેવું એનું જ નામ સમ્યગ્દર્શન. આપત્તિ આવ્યા પછી તેમાં વિચલિત બન્યા વિના વિપત્તિને ટાળી સંપત્તિ સુધી પહોંચાડે એ જ સમ્યત્વનો ગુણ છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૯૧
Page #293
--------------------------------------------------------------------------
________________
* આરાધના એકલા કરવી પડે તો વાંધો નહિ પણ આરાધનાના નામે એકતા નથી કરવી. એકત્વમાં જે સુખ છે તે એકતામાં નથી.
* દુઃખના કારણે જે શ્રદ્ધા વિચલિત થાય તે ભણીને પાકી કરાય છે, આથી સમ્યગ્દર્શન પછી સમ્યજ્ઞાન પદ .
સમ્યજ્ઞાનપદ :
આ સંસારમાં ગમે તેવા પુણ્યના પ્રકર્ષવાળાને જન્મ, જરા ને મૃત્યુનાં દુઃખો આવ્યા વિના રહેતાં નથી. અનુત્તરવાસી દેવોને અને તીર્થંકરના આત્માઓને પણ જન્મમરણનાં દુઃખો તો ભોગવવાં જ પડે છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ એક ઠેકાણે કહ્યું છે કે મહાપુરુષોને જન્મ એ મૂયો મૂય: ત્રપરિમ્’ વારંવાર લજ્જાને પાત્ર છે. મરવું શરમજનક નથી પણ જનમવું શરમજનક છે ને ? જેઓ જન્મ દૂર કરવા નીકળ્યા તેઓને જન્મ લેવો પડે તો લજ્જા આવે ને ? કમાવા માટે ગયેલા ખોઈને આવે તો મોટું બતાવે ખરા ?
* સમ્યગ્દર્શનને ટકાવવા માટે જ નહિ તેને નિર્મળ બનાવવા માટે પણ સમ્યગજ્ઞાન જ ઉપયોગી છે. જ્યારે મળેલા જ નહિ, કેળવેલા ગુણોને પણ ગુમાવી દે એવું આ અજ્ઞાન છે. સમ્યગ્દર્શનને અને સાધુપણાને ટકાવે એના માટે આ જ્ઞાનપદ છે. શ્રદ્ધાનો દીપક નિશ્ચલ અને ઝળહળતો બને તેમ જ ચારિત્રનું પાલન મજેથી કરી શકાય એ માટે જ્ઞાનની આરાધના છે. જે અજ્ઞાની હોય તે સમ્યગ્દર્શન ગુમાવી બેસે અને ચારિત્રથી પતન પામ્યા વિના ન રહે. આજે આપણે જ્ઞાનની આટલી મહત્તા જાણવા છતાં આપણને જ્ઞાન પર વિશ્વાસ નથી ને પુણ્ય પર જ વિશ્વાસ છે ને ? જ્ઞાન બચાવે કે પુણ્ય બચાવે ? શ્રીપાળરાજા ને મયણાસુંદરીનો રાસ રચાયો તે આ જ પાયા પર રચાયો છે ને? જો મયણાસુંદરીને કર્મ પર વિશ્વાસ ન હોત અને શ્રદ્ધા મજબૂત ન હોત તો આ પ્રસંગ ઊભો થાત જ નહિ. આજે આપણને પુણ્ય ઉપર જે વિશ્વાસ છે તે ખસેડીને જ્ઞાન પર વિશ્વાસ કેળવવો છે. જ્ઞાન જે આપણી પાસે હશે તો આ લોક પણ સુધરશે અને પરલોક પણ સુધરશે. જે જ્ઞાન નહિ હોય તો બંન્ને લોક બગડ્યા વગર નહિ રહે. પુણ્ય તો ભોગવવાથી પૂરું થઈ જશે જ્યારે જ્ઞાનના સંસ્કાર ભવાન્તરમાં પણ લઈ જવાય છે.
૨૯૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #294
--------------------------------------------------------------------------
________________
સં. પુણ્ય ઉપરથી નજર કઈ રીતે ખસેડવી ?
આ પૂછવા પહેલાં તમારી જાતને પૂછો કે પુણ્ય ઉપરથી નજર ખસેડવી છે ખરી?
સ. આપને અમારા ઉપર વિશ્વાસ નથી ?
જેને ભગવાન પર વિશ્વાસ ન હોય, જ્ઞાન પર વિશ્વાસ ન હોય તેના પર વિશ્વાસ મુકાય ખરો ? જેને જ્ઞાન ઉપર અને ભગવાન પર વિશ્વાસ હોય તેના પર અમને વિશ્વાસ હોય. જેને પુણ્ય પર જ વિશ્વાસ હોય તેના પર વિશ્વાસ કઈ રીતે મુકાય ? આજે તમારી કે અમારી આ જ દશા છે કે પુણ્યોદય ગમે છે, જ્ઞાનનો ક્ષયોપશમ નથી ગમતો.
સ. અમારી વાત તો બરાબર પણ આપના માટે એવું કેમ કહેવાય ?
અમને પણ લોકો અમારું માને એવું આદેયનામકર્મ ગમે પણ અમે ભગવાનનું માની શકીએ એવો મિથ્યાત્વનો, અવિરતિનો ક્ષયોપશમ ન ગમે. આજ્ઞા માનવાનો ક્ષયોપશમ નથી જોઈતો, આજ્ઞા મનાવવાનું પુણ્ય જોઈએ છે.
સ. જ્ઞાન અને પુણ્ય એક જ સિક્કાની બે બાજુ છે ને?
સિક્કાની પણ છાપ જુઓ કે ધાતુ જુઓ? છાપ વગર સિક્કાની કિંમત નથી તેમ જ્ઞાન વિના પુણ્યની કિંમત નથી. ગાંડો માણસ તગડો હોય કે શ્રીમંત હોય, શું કામનો ? તમને જ્ઞાન પર તો વિશ્વાસ નથી જ અને સાચા અર્થમાં પુણ્ય પર પણ વિશ્વાસ નથી. જેને પુણ્ય ગમે તે પાપ કરે ખરો ? પુણ્ય કરતાં પણ તમને પાપ પર વિશ્વાસ વધારે છે ! પુણ્યમાં હશે તો મળશે કે પાપ કરવાથી મળશે ? સંસારનાં ક્ષણિક સુખો માટે જ્ઞાનને ગુમાવવું નથી. ગમે તેટલાં દુઃખોમાંથી પસાર થવું પડે તો ય જ્ઞાનને ટકાવી રાખવું છે. પુણ્યોદય નહિ બચાવે, જ્ઞાન જ બચાવશે.
સ. જ્ઞાન પણ પુણ્યથી જ મળે ને?
જ્ઞાન માત્ર પુણ્યથી નથી મળતું, પુરુષાર્થથી મળે છે. પુણ્યયોગે સામગ્રી મળ્યા પછી પણ પુરુષાર્થ કરવામાં ન આવે તો જ્ઞાન ન જ મળે. શાસ્ત્રમાં કહ્યું છે કે સુખના અર્થીને વિદ્યા ન મળે, વિદ્યાર્થીને સુખ ન હોય. સુખ પુણ્યથી મળે ને ? હવે કહો કે જ્ઞાન અને પુણ્ય બંન્નેને મેળ બેસે ખરો ? સુખ છોડવાના અને કષ્ટ વેઠવાના પુરુષાર્થ વિના જ્ઞાન ન જ મળે. જે સમ્યજ્ઞાનના યોગે આ ચરિત્રગ્રંથની શરૂઆત થઈ હતી તે
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૯૩
Page #295
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપદનો આજે દિવસ છે. આપણી પાસે પુણ્ય ઘણું છે પણ જ્ઞાન પર વિશ્વાસ જ નથી. એ મહાપુરુષો ભવિષ્યના પુણ્યની કલ્પનાના આધારે જીવતા ન હતા પણ વર્તમાનના જ્ઞાન પર, સમજણ પર વિશ્વાસ રાખીને જીવતા હતા. શ્રી મયણાસુંદરીને એ ખબર ન હતી કે શ્રીપાળમહારાજા રાજપુત્ર છે અને તેમનો કોઢરોગ ચમત્કારિક રીતે દૂર થવાનો છે. ભવિષ્યમાં આટલી સંપત્તિ મળવાની છે – એવી કોઈ જ જાતની અપેક્ષા વિના શ્રી મયણાસુંદરીએ કોઢિયાનો હાથ પકડયો હતો.
સ. જેને જ્ઞાન ગમે તે પુણ્યના ઉદયને છોડી દે?
બરાબર. શ્રી આર્યરક્ષિતસૂરિ મહારાજે માન છોડીને જ્ઞાન માટે ચારિત્ર લીધું ને? માને રાજી કરવા માટે દષ્ટિવાદ ભણે એવા આચાર્ય આપણે ત્યાં થઈ ગયા છે. આજે ગુરુને રાજી કરવા માટે ભણનારાં સાધુસાધ્વી મળે ખરા ? આજે આપણી નજર પુણ્ય ઉપર જ ચટેલી હોય તો કયા મોઢે જ્ઞાનના ગુણ ગાઈએ ? હૈયામાં બહુમાન હોય ને હોઠે આવે તો તે ગુણાનુવાદ શોભે. દુઃખ કઈ રીતે ભોગવવું અને સુખનો પડછાયો પણ કઈ રીતે પડવા ન દેવો એ જ્ઞાન શીખવે છે. એ મહાપુરુષોનાં ચરિત્રો સાંભળીએ તો લાગે કે ગમે તેવા પ્રસંગોમાં તેમનો જ્ઞાનનો વિશ્વાસ ખસ્યો નથી.
સ. જ્ઞાની દુઃખ જ વેઠે ?
દુઃખ ભોગવે અને સુખ છોડે તે જ્ઞાની. દુઃખ ટાળે અને સુખ ખંખેરે તે જ્ઞાની નહિ. આજે તમારે ત્યાં પણ શું રિવાજ છે? નાના ભાઈને મોટાભાઈ વચ્ચે ઝઘડો થાય તો તમે મોટાને જ શિખામણ આપો ને કે “તું સમજુ છે ને? તો તું જતું કર'. મોટાને વેઠી લેવાની શિખામણ આપો તો તે જ્ઞાની છે માટે જ ને? મોટો જે સમજુ હોય તો બાપાની મિલકતમાંથી સરખો ભાગ ન ઈચ્છે. પોતાની ઉમરનો ભાગ કાપી લે, નાનાને વધુ ભાગ આપે.
સ. એટલે નાને માલ ખાય ને મોટા માર ખાય-એમ જ ને? ના, મોટા માર ન ખાય મેવા ખાય. સેવા એ જ એવા છે ને?
* સમ્યગ્દર્શનને આંચ ન આવે અને ચારિત્રને કલંક ન લાગે તે માટે જ્ઞાન સાચવવું છે. જ્ઞાન પર જેને વિશ્વાસ હોય તેને આપત્તિ આપત્તિ ન લાગે, સંપત્તિ સંપત્તિ ન લાગે, સંપત્તિ મેળવવાનો અને આપત્તિ ટાળવાનો અધ્યવસાય ન જાગે. જેને પુણ્યનો ભોગવટો ગમે તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમય ન આપી શકે. આ જ્ઞાનરૂપી તેલ જો
૨૯૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #296
--------------------------------------------------------------------------
________________
પૂરવામાં ન આવે તો સમ્યત્વનો દીવો ઓલવાયા વગર નહિ રહે. પુણ્યના ભોગવટાની શ્રદ્ધા ખૂટે તો જ જ્ઞાન પ્રત્યે વિશ્વાસ જાગે. સામગ્રી મળવી એ જુદું અને તરવું એ જુદું. પુણ્ય સામગ્રી આપે પણ તારે તો જ્ઞાન જ.
સ. આપ પુણ્ય પર બહુ અણગમો બતાવો છો.
કારણ કે સાધુ બનાવવા છે. જેને સાધુ થવું હોય તે પણ પુણ્ય ઉપરથી નજર ખસેડવા મહેનત કરે. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધો: પુખ્યવંધો નેગતો અહીં પુણ્ય ભોગવવાને બદલે પાપ ભોગવી લેવું છે. વર કે ગપ્પા વંતો .. નરકાદિ ગતિમાં જઈને દુઃખ ભોગવવું એના કરતાં અહીં સ્વેચ્છાથી દુ:ખ ભોગવી લેવું છે. અન્ય દર્શનકારો પણ માને છે કે - તમેવ વિદિત્વી ગતિમૃત્યુનેતિ નાન્યઃ પત્થા વિદ્યતે અનાયા તત્ત્વજ્ઞાન વિના મુક્તિ નથી. પુણ્ય માટે ઘણી મહેનત કરી. હવે જ્ઞાન માટે મહેનત કરી લેવી છે. આજના દિવસે નિયમ લેવો છે કે ગાથા કર્યા વગર ભાણે નથી બેસવું. ત્રણ ટાઈમ વાપરે તેણે ત્રણ ગાથા કરવી, બે વખત વાપરતા હોય તેમણે બે ગાથા કરવી અને એક ટાઈમ વાપરતા હોય તે એક ગાથા તો કરે જ. આટલું બનશે ને ? જેટલો ભોગ વધારે તેટલો રોગ વધારે. જેટલો રોગ વધારે તેટલી દવા વધારે લેવી પડે ને ?
* તારશે તો જ્ઞાન જ તારશે. કેવળજ્ઞાન થયા પછી પણ પુણ્ય હશે તો દેવતાઓ મહોત્સવ કરવા આવશે. પણ પુણ્ય નહિ હોય તો ય કેવળજ્ઞાનથી મોક્ષ મળ્યા વિના નહિ રહે. મોક્ષમાં જવું નથી માટે પુણ્ય ગમે છે. પુણ્ય ગમે છે એમાં પણ અજ્ઞાન કામ કરે છે. જે વસ્તુ તારતી નથી એ ગમે છે શા માટે ? અજ્ઞાન છે, માટે જ ને?
સમ્યક્ષ્યારિત્રપદ :
સમ્યજ્ઞાનની ઉપાસના કરનાર મળી આવે પણ એ ઉપાસના ચારિત્ર માટે છેએ યાદ ખરું? જ્ઞાનનું ફળ વિરતિ છે અને વિરતિ માટે જ્ઞાન છે. જ્ઞાન વિદ્વાન થવા માટે નથી, ચારિત્રધર બનવા માટે છે. આજે તમારા કે અમારા મગજમાંથી વિરતિનું ધ્યેય લગભગ વીસરાઈ ગયું છે, ગૃહસ્થો પંડિત થવા માટે ભણે છે અને અમે વિદ્વાન થવા માટે ભણીએ છીએ! શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ જ્ઞાનનું ફળ વિરતિ છે એમ કહ્યું છે અને નવપદમાં પણ જ્ઞાનપદ પછી ચારિત્રપદ આપ્યું છે. કારણ કે ચારિત્ર જ્ઞાનનું ફળ છે. ચારિત્રના ધ્યેય વિના ભણે તેને જ્ઞાનાવરણીય બંધાયા વિના ન રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૯૫
Page #297
--------------------------------------------------------------------------
________________
સ. જ્ઞાનાવરણીયની નિર્જરા માટે ભણીએ તો?
જ્ઞાનાવરણીયની સંપૂર્ણ નિર્જરા પણ ત્યારે થશે કે જ્યારે ચારિત્રમોહનીયની નિર્જરા થાય. જ્ઞાનાવરણીયની નિર્જરા પણ શા માટે કરવી છે? ચારિત્ર મેળવવું છે માટે જ ને? નાના છોકરાઓને પણ આવશ્યકક્રિયાનાં સૂત્રો ભણાવીએ ત્યારે તેને પણ સમજાવવું કે “બેટા! આપણે સાધુ થવાનું છે.' સાધુ થવાના ઉદ્દેશ વિના જ્ઞાનની આરાધના કામની નથી. આજે તમે પૈસા મેળવવા માટે ભણો અને અમે માનસન્માન મેળવવા માટે ભણીએ. જ્ઞાન મેળવીને મોક્ષે જવાનો ઉદ્દેશ, નથી તમારી પાસે અને નથી અમારી પાસે. - સ. વ્યાખ્યાન પણ દીક્ષા માટે જ સાંભળવાનું?
દીક્ષા લેવાની ભાવના હોય તે વ્યાખ્યાન સાંભળે અને આગળ વધીને દીક્ષા લેવાની ભાવના પ્રગટાવવા માટે સાંભળે. આપણે જે સમ્યજ્ઞાન ભણીએ છીએ તે સર્વવિરતિ માટે ન ભણીએ તો આપણું જ્ઞાન સમ્યમ્ નહિ બને. અત્યારે માત્ર જ્ઞાન આપણી પાસે રહી ગયું છે. જ્ઞાનપદ પછી ચારિત્રપદ આપ્યું છે, તેનું કારણ એક જ છે. કે ચારિત્રના ઉદ્દેશને લઈને જ જ્ઞાન કર્મનિર્જરાનું કારણ બને છે, નહિ તો આ જ્ઞાન પાંચે ઈન્દ્રિયોના ભોગવટામાં જ વપરાવાનું. જે અવિરતિના ઉપભોગને જ પેદા કરાવે એ જ્ઞાન જ્ઞાન ક્યાંથી રહે ? આજે નથી અમે કેવળજ્ઞાન માટે ભણતા અને નથી તમે સર્વવિરતિ માટે ભણતા. આથી તમારું અમારું જ્ઞાન સમ્યમ્ નથી બનતું. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મોનો જે ક્ષય કરે છે તે આ ચારિત્રના પરિણામના કારણે કરે છે માત્ર જ્ઞાનના કારણે નહિ. જેને ચારિત્ર જોઈતું નથી તેને જ્ઞાન-શ્રદ્ધા શું કામ લાગે ? સાધુ-ઉપાધ્યાય કે આચાર્યપદ પણ શા માટે આરાધે ? સિદ્ધપદ મળે ક્યાંથી અને અરિહંત મળે કે ના મળે શું ફરક પડે? આ રીતે બાકીના સાતે પદોને નકામાં બનાવે એવો આ ચારિત્રની ઈચ્છાનો અભાવ છે. ચારિત્ર લીધું છે માટે ભણવું છે આ ભાવ ન જોઈએ. ચારિત્ર લેવા માટે ભણવું છે અને ચારિત્ર લીધા પછી ક્ષાયિકભાવના ચારિત્ર માટે ભણવું છે. ચારિત્રની ભાવના જ જ્ઞાનને સમ્યગ્ર બનાવે છે. વર્તમાનના પાપથી બચી જઈએ અને ભવિષ્યમાં પાપ ન થાય-એવું સત્ત્વ કેળવાય એ પ્રભાવ આ ચારિત્રનો છે. ચારિત્રની પ્રાપ્તિ નસીબ પર આધારિત નથી, પુરુષાર્થ પર આધારિત છે. જે નસીબના ભરોસે બેસી રહે તેના જેવું કમનસીબ બીજું કોઈ નથી. જે આજ્ઞાનો ભરોસો રાખે તે ભાગ્યશાળી છે. ચારિત્ર મળે કે ન મળે, ચારિત્રની ઈચ્છા પણ ન મળે તે ન ચાલે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #298
--------------------------------------------------------------------------
________________
સમ્યજ્ઞાનથી ચારિત્ર ન મળે તો મળે શું? સમ્યજ્ઞાનથી અવિરતિ જવી જ જોઈએ અને વિરતિ મળવી જ જોઈએ.
સમ્યક્તપપદ :
* આ જગતની જેટલી જેટલી ચીજ છે તેમાંથી એક પણ ચીજ તારનારી નથી એવું જેને લાગે તે અરિહંતાદિ ચારના શરણે ભાવથી જાય છે. આ દુનિયાની ચીજો પુણ્યના ઉદયથી મળતી હોવાથી ઔદયિકભાવની છે જ્યારે ચાર શરણાં ક્ષયોપશમભાવનાં
* આઠ પદ આરાધ્યા પછી પણ તપપદની આરાધના કર્યા વિના મોક્ષ નહિ મળે. ચારિત્ર લીધા પછી પણ ભૂતકાળનાં કર્મો મોક્ષે જતાં અટકાવે. વર્તમાનમાં કર્મ ન બાંધીએ તોપણ ભૂતકાળનાં કર્મો મોક્ષે જવા દેતાં નથી. એ કર્મોને ખપાવવા માટે તપધર્મ છે. પાપથી દુઃખ આવે – એ ગમે ? પાપથી કેવળજ્ઞાન અટકે – એ ગમે ? કે પાપથી મોક્ષ ન મળે – એ ગમે? વાક્યો તો ત્રણે સાચાં છે પણ ગમે છે કર્યું? પાપથી દુઃખ આવે છે - એ જ ગમે ને? જેને પાપથી કેવળજ્ઞાન અટકે છે ને મોક્ષ નથી મળતો : આ ગમે તેને તપ કરવામાં મજા આવે. ઘાતિકર્મની નિર્જરા કરવા માટે તપ છે. આજે અસલમાં પાપથી દુઃખ આવે છે-એ શ્રદ્ધા પણ સાચી નથી. પાપથી દુઃખ આવે છે એવું માનનારો પાપ મજેથી કરે ખરો? આજે પાપથી દુઃખ આવે એમ માનનાર સુખ મેળવવા માટે પાપ મજેથી કરે છે ને? આજે તમને પુણ્ય પણ એટલા માટે જ જોઈએ છે ને? તમને પુણ્ય શેના માટે જોઈએ? પાપ કરવાની અનુકૂળતા મળે એટલા માટે કે દિક્ષા લેવાની અનુકૂળતા મળે એટલા માટે? આજે આપણે સુખની લાલસા જ પુણ્યના નામે પૂરી કરીએ છીએ ને? સુખ કુદરતી જે મળે તે પુણ્યથી મળે. જે સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ તે પાપ કરાવ્યા વગર ન રહે. જે આપણા આત્મા માટે ઉપકારક ન હોય તેનો ત્યાગ કર્યા વિના નહિ ચાલે. આજે પુણ્ય સુખની લાલચથી ગમે છે, માટે તે આપણા માટે હેય છે. એ માટે શાસ્ત્રના પાને પુણ્યની ઉપાદેયતા શોધીને બતાવવાની જરૂર નથી. એ પુણ્યની ઉપાદેયતાની વાત આપણા માટે નથી. પુણ્યાનુબંધી પુણ્ય મોક્ષ સુધી સહાય કરે છે એવું માનનારાએ પુણ્યાનુબંધી પાપને ભૂલવું ન જોઈએ. આજે વીસ કરોડ મુનિ સાથે પાંચ પાંડવો મોક્ષે ગયા તે અણસણ કરીને ગયા ને? અણસણ કરે તો અશાતા ભોગવવા માટે જ કરે ને? અનંતા આત્માઓ દુઃખ વેઠીને મોક્ષે ગયા છે, આપણે પુણ્યાનુબંધી પુણ્ય ભોગવતાં ભોગવતાં મોક્ષે જવું છે ને? પુણ્ય
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૯૭
Page #299
--------------------------------------------------------------------------
________________
મજેથી ભોગવવું છે અને પાપનો ઉદય ના છૂટકે ભોગવવો છે – આવા પરિણામને બદલે હવે પાપ મજેથી ભોગવવું છે અને પુણ્ય ના છૂટકે ભોગવવું છે : આ પરિણામ કેળવી લેવો છે.
* જેઓ દુઃખ ટાળવા પ્રયત્ન કરે છે તેઓ આડકતરી રીતે સુખને માગે છે. કુલવાલક મુનિ દુઃખ વેઠવા છતાં સુખની લાલચ ન ટાળી શક્યા તો પતન પામ્યા ને ? અત્યાર સુધી આપણે દુઃખ ઘણું વેઠવા છતાં અનિચ્છાએ વેઠવાથી સંસ્કાર ન પડ્યા અને સુખ અલ્પ ભોગવ્યું હોવા છતાં તેના સંસ્કાર ગાઢ છે. હવે દુઃખ ઈચ્છાથી (સ્વેચ્છાથી) ભોગવી લેવું છે અને સુખ અનિચ્છાએ ભોગવવું છે, જેથી સુખના સંસ્કાર ભૂંસાઈ જાય અને દુ:ખ વેઠવાના સંસ્કાર મજબૂત બને.
* જે ક્રિયાની પાછળ અશુભ આશય પડ્યો હોય તે ક્રિયા શુભ ફળને ન આપે. તપ શુભાશુભ કર્મની નિર્જરા માટે છે. આવો તપ કરતી વખતે શુભ કર્મ બંધાઈ જાય એ બને પણ ઈરાદો તો નિર્જરાનો જ હોય.
૨૯૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #300
--------------------------------------------------------------------------
________________
દીવાળીપર્વનાં વ્યાખ્યાનો : पुमर्था इह चत्वारः, कामार्थो तत्र जन्मिनाम्। अर्थभूतौ नामधेयादनौँ परमार्थतः ॥१॥ अर्थस्तु मोक्ष एवैको, धर्मस्तस्य च कारणम् । संयमादि र्दशविधः, संसाराम्भोधितारणः ॥२॥ અનન્ત,ઃd: સંસારો, મોલોડનગ્નમુવ: પુનઃ | तयोस्त्यागपरिप्राप्तिहेतु धर्मं विना न हि ॥३॥ मार्ग स्थितो यथा दूरं, क्रमात् पङ्गुरपि व्रजेत् । धर्मस्थो घनकर्माऽपि, तथा मोक्षमवाप्नुयात् ॥४॥
શ્રી વીતરાગપરમાત્માની અન્તિમ દેશનાના આ ચાર શ્લોકો છે. મહાપુરુષો અંતસમયે જે વાત કરીને જાય તે પરમસારભૂત હોય-એ તો સમજી શકાય એવું છે. જે વાત કહ્યા વગર ચાલે એવી નથી, અને જે વાત આપણને ખાસ નડે છે, તેને જ કેન્દ્રમાં રાખીને ભગવાને છેલ્લી દેશના આપી હતી.
* અત્યાર સુધી આપણે ધર્મ ન કર્યો માટે સંસારમાં રખડ્યા છીએ એવું નથી, ધર્મ કરવા છતાં ય સંસારમાં રખડ્યા છીએ. અધર્મ કરીને જેમ સંસારમાં રખડીએ છીએ તે જ રીતે ધર્મ કરીને પણ સંસારમાં રખડવાનું જ કામ આપણે કર્યું છે. કારણ કે ધર્મ સાચી રીતે કર્યો નથી.
* વીતરાગપરમાત્માએ અંતિમ દેશનામાં જે વાત જણાવી હતી તે માત્ર આ દિવસોમાં નહિ, રોજના વ્યાખ્યાનમાં આ વાત ચર્ચાવી જોઈએ; જ્યારે આજે તો ભગવાને જે વાત કરી છે, તેનાથી ઊંધી વાતો વ્યાખ્યાનમાં ચાલતી હોય તો ક્યાંથી નિસ્તાર થાય ? ભગવાને કહ્યું છે કે સંસાર અનન્તદુ:ખમય છે, જ્યારે આજે અમારા સાધુઓ સમજાવે છે કે સંસારમાં દુઃખ છે.
સ. એ બન્નેમાં શું ફરક પડે ?
સંસારમાં દુઃખ લાગે તે સુખી થવા માટે, રાજા-મહારાજા થવા માટે મહેનત કરે. અને સંસાર દુઃખરૂપ લાગે તેને તો ઈન્દ્ર કે ચક્રવર્તી થવાનું પણ ન ગમે. સંસારમાં દુઃખ લાગે તે દુઃખ ટાળવા મથે, સંસાર દુઃખરૂપ લાગે તે સંસાર ટાળવા મથે. સંસાર દુઃખરૂપ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૯૯
Page #301
--------------------------------------------------------------------------
________________
લાગવો એટલે પુણ્યના ઉદયથી મળેલો સુખમય સંસાર પણ દુઃખરૂપ લાગવો. આજે પુણ્યથી મળેલાં સુખો ગમી જાય છે માટે જ સંસાર દુઃખરૂપ નથી લાગતો.
દેશના લોકોને ખેંચવા માટે નથી, સંસારમાંથી કાઢવા માટે દેશના છે. આજે દેશનાપદ્ધતિમાં ફરક પડ્યો છે તેનું કારણ એ છે કે ભગવાનની વાત યાદ નથી રાખી. ભગવાને ચાર પુરુષાર્થની વાત કરી એ યાદ રાખ્યું, પણ સંસારને અનન્ત-દુ:ખમય કહ્યો છે – તે જાણી-જોઈને ભૂલી ગયા ને ? જો આ વસ્તુ યાદ રાખી હોત કે – સંસાર અનઃદુ:ખમય છે અને મોક્ષ અનન્તસુખમય છે તો આજની દેશના પદ્ધતિમાં ફેરફાર ન થાત. આજે ઘણાઓ ફરિયાદ કરે છે કે મોક્ષનું સુખ અનુભવાતું નથી માટે તેની લાલચ નથી જાગતી. આપણે તેમને કહેવું છે કે મોક્ષનો અનુભવ ભલે ન હોય પણ સંસારનો તો અનુભવ છે ને ? તો અનન્તદુ:ખમય સંસાર માનવાની તૈયારી છે ખરી ? જે નજરે દેખાય છે, રાતદિવસ અનુભવાય છે તે પણ માનવાની તૈયારી નથી, તેવાને “અનુભવાતું નથી માટે નથી માનતા' આવી ફરિયાદ કરવાનો અધિકાર નથી. સંસારમાં દુઃખ છે કે સંસાર એ જ દુ:ખ છે? સંસાર સુખમય હોય તો પણ તે દુઃખરૂપ જ છેએવું માનવું છે. વિષ પણ ખાતી વખતે ન મારે, ખાધા પછી મારે છે. તેમ સુખ પણ ભોગવતી વખતે દુઃખરૂપ ન લાગે તોય ભોગવ્યા પછી તો દુઃખની પરંપરા સર્યા વિના નથી રહેતું. આથી જ સંસારને દુઃખરૂપ માનવો એટલે સુખમય સંસારને દુઃખરૂપ માનવો. દુઃખ તો દુઃખરૂપ લાગે જ છે, સુખ દુઃખરૂપ નથી લાગતું માટે તેનો ઉપદેશ આપવો પડે છે.
સ. હોંશિયાર વ્યાપારી ઘરાકને જોઈને માલ વેચે ને?
સાચું કહો છો ? સોનાચાંદીની દુકાન લઈને બેઠા હો અને કોઈ ચણામમરા લેવા આવે તો તેને બારણું બતાવો કે ચણામમરા રાખતા થાઓ ? ઘરાકને અનુરૂપ માલ વસાવવાનો કે માલને અનુરૂપ ઘરાક શોધવાનો ? ધર્મ કરવાથી સુખ મળે છે અને દુઃખ ટળે છે-એ તો તમારી ગમતી વાત છે જ. તમને ગમે એ અમારે નથી આપવાનું. ભગવાને જે કહ્યું છે તે તમારા સુધી પહોંચાડવાનું છે. ધર્મ કરવાથી સુખની લાલસા નથી જાગતી, દુઃખમાં આઘાપાછા નથી થવાતું. સાધુપણાનું દુઃખ મોક્ષે પહોંચાડે છે અને સંસારનું સુખ મોક્ષમાં જતાં અટકાવે છે, માટે દુઃખ સહન ન થતું હોય તો મહાપુરુષનું આલંબન લઈને ભોગવવું છે, પણ સુખ તો નથી જ ભોગવવું.
* ભગવાનની દેશનાનું કેન્દ્રબિન્દુ આ એક જ છે : પુણ્યથી મળેલો સુખમય સંસાર પણ અનન્તદુઃખમય છે, આથી તેનો ત્યાગ કરવો છે અને અનન્તસુખમય એવા ૩૦૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #302
--------------------------------------------------------------------------
________________
મોક્ષની પ્રાપ્તિ કરવી છે અને એના કારણરૂપ સંયમાદિ દશ પ્રકારનો યતિધર્મ છે. મુસાફરી કરનારા પણ એ.સી. ડબ્બામાં બેસીને જાય કે સામાન્ય ડબ્બામાં બેસીને જાય, ઈષ્ટ સ્થાન આવે એટલે છોડીને જતા રહે ને ? તેમ ગમે તેટલી અનુકૂળતા મળે તોપણ તેનો ઉપયોગ મુસાફરી કરવા માટે કરી લેવો છે. એ.સી. ડબ્બામાં બેસનારાનો આશય પણ સુખ ભોગવવાનો હોય કે ઈષ્ટ સ્થાને જવાનો આશય હોય ? આજે આપણે પુણ્ય ભોગવીએ છીએ તે સાધુપણાના સાધન તરીકે ભોગવીએ છીએ ? પુણ્ય એ ભોગવવાની ચીજ છે કે ઉપયોગ કરી લેવાની ચીજ છે ? ભગવાને કહ્યું કે જેને પુણ્ય મળ્યું હોય તે પુણ્ય છોડવા માટે મહેનત કરે અને જેને પુણ્ય ન મળ્યું હોય તે પુણ્યને મેળવવા મહેનત ન કરે.
ગુરુભગવન્ત તારક છે માટે આપણે તેમનું માનીએ છીએ કે ગુરુભગવન્ત બોલશે-માટે તેમનું માનીએ છીએ ?
* ભગવાનની દેશના વિરામ પામ્યા પછી પુણ્યપાલરાજાએ પોતે આગલી રાતે જોયેલાં આઠ સ્વપ્નોનો ફલાદેશ પૂછ્યો. ભગવાને પણ એના જવાબ આપ્યા. શ્રી પુણ્યપાલરાજા એ મહાત્મા હતા આથી જ ભગવાને તેમનાં સ્વપ્નનો ફલાદેશ કર્યો. ૧) હાથીસ્વપ્ન :
સૌથી પહેલું સ્વપ્ન હાથીનું હતું. આપણે આ ફ્લાદેશનું વર્ણન વાંચવું છે કે સાંભળવું છે પણ બીજાને ખરાબ ચીતરવા માટે નહિ, આપણી જાતને બચાવવા માટે સાંભળવું છે. ભગવાનના શાસનના શ્રાવકોને હાથી જેવા કહ્યા છે. હાથીની ચાલ જ એની સુખશીલતાને અને નિશ્ચિંતપણાને સૂચવે છે. તેમ શ્રાવકો પણ સુખશીલિયા બનશે–એમ ભગવાન જણાવે છે. શ્રાવકો વિવેકી હોવા છતાં પણ સુખશીલિયા હોવાથી સંસારનો ત્યાગ નહિ કરી શકે. શ્રાવકોની કિંમત પૈસાના કારણે નથી, વિવેકના કારણે છે. આર્થિક સંયોગોના કારણે કે પુણ્યના યોગે શ્રાવકની કિંમત નથી ગણાતી, વિવેકના કારણે જ શ્રાવકની કિંમત છે. આવા વિવેકી શ્રાવકો પણ તુચ્છ સુખમાં રાચીને રહેશે, આસક્ત બનશે. આસતિ અને લોભમાં ફરક છે. જે સુખ મળ્યું હોય તેમાં ચોંટી રહેવું, છોડવું નહિ તેનું નામ આસતિ અને જે ન મળ્યું હોય તેને મેળવવા માટે ભટક્યા કરવું તે લોભ.
* સુખશીલિયા શ્રાવકો વિવેકી હોવા છતાં દીક્ષા નહિ લે અને કદાચ દીક્ષા લેશે તોપણ કુસંગના કારણે છોડી દેશે. આજે તમે દીક્ષા નથી લઈ શકતા તે અર્થકામની
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૦૧
Page #303
--------------------------------------------------------------------------
________________
લાલસાના કારણે જ ને ? અર્થકામની લાલચે જ દીક્ષા માંડી વાળી છે ને ? આસક્ત બનવું નથી અને દીક્ષા લઈને પછી કુસંગ કરવો નથી. કુસંગ એટલે ખરાબ સોબત. વિરતિધર માટે અવિરતિધરનો સંગ કુસંગ કહેવાય. સમકિતી માટે મિથ્યાત્વીનો સંગ કુસંગ કહેવાય. આજે સાધુપણું લીધેલાઓએ જો સાધુપણું ગુમાવ્યું હોય તો તેનું કારણ એક જ છે કે આજ્ઞાનો સંગ ન કર્યો અને ખરાબનો ભંગ કર્યો. આજે સાધુસાધ્વીને ભગતનો સંગ ગમે કે ગુરુ-સહવર્તીનો સંગ ગમે? તમારે ત્યાં પણ એ જ દશા છે ને ? તમને ભાઈનો સંગ ગમે કે મિત્રનો સંગ ગમે ? ભાઈનો સંગ ગમે તો ઘર ન ભાંગે, મિત્રનો સંગ ગમે તો લગભગ ઘર ભાંગ્યા વગર ન રહે. અમારાં સાધુસાધ્વીને પણ ભગતને ભણાવવાનું ગમે, પણ જાતે ભણવાનું ન ગમે! આનું નામ કુસંગ. શ્રી યોગશતક વગેરે ગ્રંથમાં જણાવ્યું છે કે – આપણે જે ગુણઠાણે હોઈએ તેનાથી હીનગુણઠાણાવાળાનો સંગ ન કરવો, અધિકગુણઠાણે રહેલાનો સંગ કરવો. પોતા કરતાં ઊંચાનો સંગ કરવો તે સત્સંગ અને નીચાનો સંગ કરવો તેનું નામ કુસંગ. મિત્ર કેવો જોઈએ? આપણને આગળ લઈ જાય એવો કે નીચે પાડે એવો? સાધુપણું લઈને તેનો ત્યાગ કરશે એનો અર્થ એવો નથી કે ઘરભેગા જ થઈ જશે. સાધુપણાના વેષમાં રહેવા છતાં જીવન ગૃહસ્થ જેવું જીવશે. વિરતિ લેવા છતાં અવિરતિની જેમ વર્તે એટલે દીક્ષા છોડી દીધી છે – એમ માનવું પડે ને ?
૪ દીક્ષા લેવા માટે ગુરુને શોધવાનું વિધાન છે, અનુકૂળ ગુરુને શોધવાની વાત નથી. જે ગુરુ હોય તે અનુકૂળ જ હોય, જે અનુકૂળ હોય તે ગુરુ ન બની શકે. જે દવા હોય તે અનુકૂળ કહેવાય કે જે અનુકૂળ હોય તેને દવા કહેવાય ?
* આપણને મન નડે છે એ જોતા નથી અને “સંયોગો નડે છે માટે વ્રત પાળી શકતા નથી' – એવી ફરિયાદ કરીએ છીએ ! આ પહેલા સ્વપ્નના ફળમાંથી બાકાત થવું હોય તો એટલું નક્કી રાખવું કે સુખમાં આસક્ત બનવું નથી, દીક્ષા લેવી છે અને લીધા પછી કુસંગ નથી કરવો, ક્ષણિક સુખ ખાતર વિવેક નથી મૂકવો.
* આપણે આ પવિત્ર દિવસોમાં એટલું નક્કી કરી લેવું છે કે – બોલવાનું બંધ કરી સહન કરવાનું શરૂ કરી દેવું છે. કોઈ ગમે તે કહે, ગમે તે રીતે કહે આપણે એક પણ વચનનો જવાબ નથી આપવો, ન ગમે તોપણ સહન કરી લેવું છે. આપણા માટે લોકો જે વાત કરે તે પ્રેમથી સાંભળી લેવી છે, તેનો ખુલાસો નથી કરવો. આટલું નક્કી થાય તો સરસ કામ થઈ જાય.
૩૦૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #304
--------------------------------------------------------------------------
________________
૨) કપિસ્વપ્ન :
હાથીસ્વપ્ન બાદ શ્રી પુણ્યપાલ મંડલેશે કપિ-વાંદરાનું સ્વપ્ન જોયું હતું. તેનો ફલાદેશ કરતાં ભગવાને ફરમાવ્યું કે-મારા શાસનમાં પ્રાયઃ કરીને આચાર્યભગવન્તો આચારહીન, પ્રમાદી અને ચંચળ હશે. તેથી તેમને વાનરની ઉપમા આપી છે. વાનરનો સ્વભાવ ચંચળ હોય છે. કોઈ પણ કાર્ય કરતી વખતે ઠરીને બેસે નહિ. જે કામ કરવાનું હોય તેનાથી બીજા કામમાં જ તેનું ચિત્ત હોય. આને જ ચંચળતા કહેવાય. વાનરને બીજાને હેરાન કરવામાં, ભાગલા પડાવવામાં આનંદ હોય, તેમ આચાર્યો પણ ધર્મના ભેદને કરનારા થશે. ભણવા બેસે પણ ડાફોળિયાં માર્યા કરે તેનું નામ ચંચળતા. પોતાના કરતાં બીજાનું સારું લાગ્યા કરે અને એથી બીજાનું બગાડવાનું મન થાયઃ આ અપલક્ષણ વાનરજાતનું છે. આ બધું વર્ણન બીજા ઉપર લાગુ નથી પાડવાનું. પોતાની જાતમાં આ અપલક્ષણ છે કે નહિ તે વિચારી લેવાનું. નહિ તો એકબીજાને વાંદરા કહેવાજેવી પરિસ્થિતિ સર્જાવાની. આપણી જાતને બચાવવા માટે ભગવાને આ વર્ણન કર્યું છે. ખુદ ભગવાને જ આપણા દોષો બતાવ્યા છે. આ આપણી નિંદા નથી. આજે ઘણા લોકો ‘વ્યાખ્યાન-વાચનામાં અમારી નિંદાની જ વાત આવે છે' –એવી ફરિયાદ કરે છે – એ અનુચિત છે. આવી ફરિયાદ કરવાની હોય નહિ. શાસ્ત્રોની રચના જ આપણા દોષનું પરિજ્ઞાન કરાવવા દ્વારા દોષરહિત બનાવવા માટે છે. કર્મગ્રંથમાં પણ ગુણસ્થાનકનું સ્વરૂપ વર્ણવતી વખતે પહેલે ગુણઠાણે શું શું નડે છે તે બતાવ્યું છે, શું મળે છે તે નથી બતાવ્યું. દોષ ટળે તો ગુણ એની મેળે પ્રગટી જાય. આ બધું શાંતિથી વિચારીએ તો લાગે કે આપણા જીવનનું ભાથું બંધાઈ જાય એવું આ શ્લોકોનું વર્ણન છે.
* શ્રી વીતરાગપરમાત્માની અંતિમ દેશનાને આપણે જે અપનાવી લીધી હોત તો અત્યારે આપણી જે દશા છે તેના કરતાં ચોક્કસ ચઢિયાતી અવસ્થા આપણી હોત. આજ સુધીમાં આ દેશનાને અંગીકાર કરવાનું સત્ત્વ કેળવ્યું નથી અને આવું સત્ત્વ કેળવાય એવા સંયોગો પણ જણાતા નથી. સાધન પરિપૂર્ણ છે, સાધ્ય વિદ્યમાન છે, હવે માત્ર સાધના કરવાની બાકી છે. આજે આપણે ધર્મ કરીએ છીએ ખરા પણ શા માટે કરીએ છીએ-એ જ ખબર નથી ને ?
* ધર્મ કરનારાઓમાં ચંચળતા તો દરેક ક્રિયામાં જોવા મળે. એક નવકારશીનું પચ્ચકખાણ પારતી વખતે પણ બીજું કામ કરવું નહિ એવો નિયમ ખરો ?
૩૦૩
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #305
--------------------------------------------------------------------------
________________
* વાંદરાની બે વિશેષતા છે. એક તો ચંચળતા ઘણી અને સત્ત્વ અલ્પ હોય. જે કામ કરવાનું હોય તે કામમાં ચિત્ત ન લગાડવું તેનું નામ ચંચળતા અને આરંભેલ કાર્યને ઈષ્ટ સુધી ન પહોંચાડે તેનું નામ અલ્પસત્ત્વતા.
* જયવીયરાયસૂત્ર આળસુનો પીર માટે નથી, જેઓ ખરેખર સાધના કરવા તત્પર બન્યા હોય તેમને સાધનની ખામી ન રહે તે માટે આ સૂત્ર છે.
* વાંદરાનું એક બીજું અપલક્ષણ છે કે પોતે તો જંપીને બેસે નહિ ને બીજાને શાંતિથી બેસવા ન દે. વાંદરો આવે તો આપણે બેસી રહીએ કે ઊઠવું જ પડે? તેવી રીતે આ વાંદરા જેવા આચાર્યો પોતે તો ધર્મ ન કરે અને ધર્મમાં સ્થિર રહેલા બીજાને પણ અધર્મમાં જોડે. આવા સંયોગોમાં ધર્મ પામવાનું કામ કર્યું છે. ભગવાનના શાસનની વાતો લોકોના હૈયા સુધી પહોંચાડવાના બદલે પોતાના અભિપ્રાયમાં લોકોને ખેંચી જવાનો પ્રયત્ન કરવો આ વાંદરાજેવી અવસ્થા છે. આ અવસ્થામાંથી બહાર નીકળવું હશે તો યોગ્યની નિશ્રામાં રહેવાનું નક્કી કરવું છે અને તે પણ યોગ્ય બનીને રહેવું છે. એક વાર દુઃખ વેઠવાની, અપમાન વેઠવાની પૂરતી તૈયારી કેળવી લઈએ તો જ ધર્મ કરી શકાશે. સાચી વાત સમજવાને બદલે સાચી વાત કાપવાની મહેનત કરવી નથી.
* આવા વાનરજેવા આચાર્યોને જે કોઈ સુસાધુ કવચિત્ હિતશિક્ષા આપે તો તેનો તેઓ પ્રતીકાર કરશે અને તેમને ખરાબ ચીતરશે. અત્યારે આવી અવસ્થા જોવા મળે ને ? એકાદ વાર પણ હિતશિક્ષા આપી હોય તો કાયમ માટે દુશમન થઈ જાય એવું બને ને ?
* આ બીજા સ્વપ્નના ફળમાંથી બચવું હશે તો સત્ત્વ વધારવું પડશે, ચંચળતા છોડવી પડશે, પ્રમાદનું વર્જન કરવું પડશે, ધર્મમાં તત્પર બનવું પડશે, ધર્મસ્થને અધર્મમાં નથી જોડવા અને કોઈ હિતશિક્ષા આપે તો પ્રતીકાર નથી કરવો, પ્રેમથી સાંભળી લેવી છે.
(૩) ક્ષીરદ્વસ્વપ્ન : શ્રાવકો કલ્પવૃક્ષજેવા દાતાર હોવા છતાં બાવળિયા જેવા કસાધુઓની પડમાં આવી જવાથી તે શ્રાવકો સિંહજેવા સત્ત્વશાળી આચાર્યોને કૂતરાજેવા માનશે.
૪) કાકસ્વપ્ન - ભગવાનના શાસનના મુનિભગવન્તો પ્રાયઃ કાગડા જેવા ધૃષ્ટ સ્વભાવના અર્થાત્ ધિષ્ઠા થશે. જે રીતે કાગડાઓ સરોવરને છોડીને ખાબોચિયામાં રાચે તેમ સાધુઓ સરોવરજેવા ગુરુકુળવાસનો ત્યાગ કરીને એકલ-દોકલ વિચરવાનું પસંદ
૩૦૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #306
--------------------------------------------------------------------------
________________
કરશે. ધર્મ કરવા નીકળેલા ગુરુ ને સહવર્તીની સાથે દુશ્મનાવટ કેળવીને બીજા સાથે દોસ્તી કરશે.
૫) સિંહનું કલેવર - સિંહનું કલેવર જેમ એની અંદર ઉત્પન્ન થયેલા કીડા જ ફોલી ખાય છે અને બીજા પ્રાણીઓ કલેવરને જોઈને પણ આઘા ભાગે છે, તેમ ભગવાનના શાસનને કુતીર્થિકો નુકસાન નહિ પહોંચાડે એવું નુકસાન શાસનમાં રહેલા શાસનના પ્રત્યનીકો પહોંચાડશે.
૬) ઉકરડામાં કમળ – ધર્માત્મા કમળજેવા હોવા છતાં કુસંગના કારણે દુર્ગધવાળા થશે. સારા માણસો સારા સ્થાને નહિ રહે – પુણ્યવાન જીવો મધ્યમ જાતિના પ્રાયઃ થશે.
૭) બીજસ્વપ્ન - પાત્ર અપાત્રને જોયા વિના શ્રાવકો અપાત્રમાં બીજ વાવનારા થશે. ભૂમિની અને બીજની ખબર નહિ રાખે. અનીતિનો પૈસો અબીજ છે અને કુપાત્રઅપાત્ર એ ઉખર ભૂમિ છે. નીતિપૂર્વકનો પૈસો હોય અને સુપાત્રમાં અપાય તો દાનનું ફળ મળે. જ્યાં નામ મળે ત્યાં આપે તો ફળ ન મળે.
૮) નિર્મળ અને મેલા કુંભ – નિર્મળ પાણીથી ભરેલા પવિત્ર કળશ જેવા મહર્ષિ ઓછા હશે. શિથિલ અને નિંદિત આચારવાળા મેલા કુંભ જેવા સાધુ વધારે હશે. જે સાચા હશે તેની સાથે ખોટાઓ બાખડશે. અને જેઓ ખોટા હશે તેની સાથે મંત્રણા કરશે. સાચાઓને પણ ઝઘડવાની ફરજ પાડશે. તેથી લોકમાં સારા કોણ અને ખરાબ કોણ એનો ભેદ પારખવો કઠિન બની જશે.
* આ સ્વપ્નનાં વર્ણન સાંભળી શ્રી પુણ્યપાળરાજાએ તો દીક્ષા લીધી. આપણે તો દીક્ષા લેવી નથી ને? આવતા વરસે પાછા સુપનના અર્થ આ રીતે સાંભળવા તૈયાર થશો ને? આવું ક્યાં સુધી ચાલશે ? આજે એટલું નક્કી કરવું છે કે દીક્ષા ન લેવાય તોપણ બહારના વાતાવરણથી અળગા થઈ જવું છે. કોઈ આપણો ભાવ પૂછે કે ન પૂછે ઘરમાં એક ઓરડો રાખીને તેમાં બેસી રહેવું છે. કોઈ પૂછે કે કેમ અહીં બેસી રહ્યા છો તો કહી દેવું કે બહારનું વાતાવરણ મને માફક નથી આવતું માટે અહીં જ રહીને શુભ ધ્યાનમાં જીવવું છે. ભગવાનની આ દેશના સાંભળી લોકો પાસેની આપણી અપેક્ષા તૂટી જાય અને ભગવાનના વચનની શ્રદ્ધા મજબૂત થઈ જાય તો આપણો માર્ગ મોકળો થઈ જાય.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૦૫
Page #307
--------------------------------------------------------------------------
________________
નૂતનવર્ષના પ્રારંભે.. કા.સુ. ૧ વિ.સં. ૨૦૬૧
આજના દિવસનું મહત્ત્વ તો કોઈને સમજાવવાની જરૂર નથી. પરંતુ આપણે જે રીતે આ દિવસનું મહત્ત્વ માનીએ છીએ અને પરમતારક શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં આજના દિવસનું મહત્ત્વ મહાપુરુષો જે રીતે વર્ણવે છે-એ બેમાં જમીન આસમાનનું અંતર છે. શ્રી મહાવીર પરમાત્મા પરમપદે પહોંચ્યા પછી તેઓશ્રીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી મહારાજાને પોતે કાયમ માટે જેને ઝંખતા હતા તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ આજની પ્રભાતે થઈ હતી. આ ભગવાનના શાસનને પામ્યા પછી પરમપદની ઝંખના ન જાગે અને કેવળજ્ઞાનની તાલાવેલી ન જાગે તો આપણા માટે આજનો દિવસ નકામો છે-એમ સમજવું. આજ સુધીમાં મોક્ષની ઈચ્છા ક્યારે ય જાગી નથી અને એ સિવાયની બીજી ઈચ્છાઓ ઘણી કરી છે. અનાદિકાળથી જે ઈચ્છાઓ કરી છે તે પૂરી થઈ નથી અને જે ઈચ્છા અવશ્ય પૂરી થાય એવી છે તે આજ સુધી થઈ નથી. સંસારના સુખની ઈચ્છા અનાદિકાળથી છે અને મોક્ષની ઈચ્છા આજ સુધી નથી થઈ. જેટલી સુખની ઈચ્છા છે તેટલી મોક્ષની ઈચ્છા નથી અને સુખના સાધનની જેટલી ઈચ્છા છે તેટલી કેવળજ્ઞાનની નથી. સાધુભગવન્તો કેવળજ્ઞાનને ઈચ્છે અને શ્રાવકો કેવળજ્ઞાનના સાધનરૂપે સંયમને ઈચ્છે !
જે શ્રી ગૌતમસ્વામી મહારાજાના નામથી આજના દિવસની શરૂઆત થાય છે તે શ્રી ગૌતમસ્વામીજીએ પોતાને શું મળ્યું તેની ચિંતા નથી કરી, શું મેળવવાનું બાકી છે તેની ચિંતા કર્યા વિના નથી રહ્યા. જે લબ્ધિઓ મળી તેની સામે પણ નથી જોયું અને જે કેવળજ્ઞાન મળ્યું ન હતું તેની ચિંતા તેમને રાતદિવસ કોરી ખાતી હતી. આજના દિવસે એટલો નિયમ કરવો છે કે આવતા વરસે દીક્ષા ન મળે તો છ વિગઈનો ત્યાગ !? શ્રી ગૌતમસ્વામી મહારાજે કેવળજ્ઞાન ન મળે ત્યાં સુધી છઠના પારણે છઠ કર્યા હતા. એ પણ ત્રીસ વરસ સુધી. આજે સાધુસાધ્વીએ તો નિયમ કરવાની જરૂર છે કે કેવળજ્ઞાન યાદ ન આવે તે દિવસે ઉપવાસ કરવો છે. ગૌતમસ્વામી મહારાજાએ કેટલા છઠ કર્યા? આપણને તો એકાદ છઠમાં પણ ઘણું કર્યું એવું લાગે ને ? આપણે છઠ ભલે ન કરી શકીએ પણ ત્યાગ તો કરી શકીએ ને ? પોતાની લબ્ધિની તેમને પડી ન હતી, તેનો
૩૦૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #308
--------------------------------------------------------------------------
________________
આનંદ પણ ન હતો પણ પોતાને કેવળજ્ઞાન નથી મળ્યું તેનું દુઃખ તેમને પારાવાર સતાવતું હતું. પોતાને હાથે જે દીક્ષા લે તે બધાને કેવળજ્ઞાન મળે ને પોતાને ન મળે તો કેવી અરતિ થાય ? તેમને પોતાના શિષ્યોની ઈર્ષ્યા ન હતી. મને ન મળ્યું તે બીજાને કેમ મળ્યું?' એવી ચિંતા, તેનું નામ ઈષ્ય. અને એમને મળ્યું પણ મને કેમ નથી મળતું-તેવી ચિંતા, તેનું નામ તાલાવેલી. શ્રી ગૌતમસ્વામી મહારાજામાં બધા જ ગુણો આવીને રહ્યા હતા. આ રાસમાં કવિએ કલ્પના કરી છે કે કલિકાળમાં જે ગુણો નાશ પામવાના હતા તે બધા ગુણોની રક્ષા માટે એક જ સ્થાને વિધાતાએ એકઠા કર્યા હતા. ઈંદ્રાદિ કરતાં ચઢિયાતું રૂપ, સૌભાગ્ય, વિનય, વિવેક વગેરે દુનિયામાં જેટલું જેટલું સારું ગણાય તે બધું જ તેમનામાં આવીને વસ્યું હતું. જ્ઞાન અપ્રતિમ છતાં વિનયનો પાર નહિ. પરમાત્માની દેશના એ રીતે સાંભળે કે જેથી ગુણોનો સમુદાય વધ્યા જ કરે. કેવળજ્ઞાન માટેની યોગ્યતામાં અને પુરુષાર્થમાં કોઈ જ ખામી ન હતી. છતાં કેવળજ્ઞાન ન મળ્યું ત્યાં સુધી પોતાને ચેન નથી પડ્યું. પોતે ભવ્ય છે કે અભવ્ય એવી શંકા તેમને પડી હતી. જેને જોઈએ તે ભાગ્ય માટે રડે. આપણને રડવું નથી આવતું, કારણ કે જોઈતું જ નથી. પૈસા ન મળે, અનુકૂળતા ન મળે, માનસન્માન ન મળે તો ભાગ્ય પરવાર્યું છેએવું લાગે પણ દીક્ષા ન મળે તો એવું ન લાગે ને ? સ્વલબ્ધિથી અષ્ટાપદતીર્થની યાત્રા કરે છે, તે જ ભવે મોક્ષે જાય-આવું સાંભળીને પોતાના મોક્ષની ખાતરી કરવા સ્વલબ્ધિથી યાત્રા કરીને નીચે આવ્યા પછી પંદરસો તાપસીને પ્રતિબોધીને દીક્ષા આપી, પારણું કરાવી સમવસરણમાં આવ્યા ત્યાં તો પંદરસોને કેવળજ્ઞાન થઈ ગયું. એ જાણીને તેમને પારાવાર અસમાધિ થઈ. તેમની અતિ દૂર કરવા ભગવતે કહ્યું કે અંતે તું અને હું બન્ને સમાન થઈશું. ભગવાન જેને આશ્વાસન આપે તેમની તાલાવેલી કેવી હશે? આજે આપણને કેવળજ્ઞાનની કે સંયમની આવી અસમાધિ છે ખરી ? આપણને તો રોગમાં અસમાધિ થાય અને તેમાં ગુરુભગવન્તને સમાધિ આપવી પડે ને ? આ દશા સારી નથી.
મમત્વ છોડીને, દીક્ષાનો સંકલ્પ મજબૂત કરીને જવું છે. અનન્તા ભવો સુધી જેની ઈચ્છા કરવા છતાં ન મળ્યું તે સંસારના સુખની ઈચ્છા મૂકી દઈને હવે કેવળજ્ઞાનની અને સંયમની ઈચ્છા કેળવવી છે. આજે કાંઈક એવું કડક અનુશાસન કરવાનું નક્કી કરવું છે કે જેથી પરિણામ પ્રગટ્યા વગર ન રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૦
Page #309
--------------------------------------------------------------------------
________________
ચાતુર્માસપરિવર્તન પ્રસંગે .. સર્વોદયનગર, મુંબઈ વિ.સં. ૨૦૬૧, કા.સુ. ૧૫ अशेषदोषजननी, नि:शेषगुणघातिनी। आत्मीयग्रहमोक्षेण, तृष्णाऽपि विनिवर्त्तते ॥१॥
અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓએ આજના દિવસનું મહત્ત્વ જે રીતે બતાવ્યું છે, તેનો ખ્યાલ તમને અને અમને લગભગ છે જ. અનન્તા સિદ્ધ ભગવન્તો જ્યાં બિરાજમાન છે ત્યાં જવા માટેની સાધના અનેક આત્માઓએ આજના દિવસે પૂર્ણ કરી હતી. તેમ જ જેઓ એ પરમપદે પહોંચવા માટે આરાધના કરી રહ્યા છે તેવાઓ માટે ચાતુર્માસપરિવર્તનની આશા પરમાત્માએ ફરમાવી છે. આજનો દિવસ માત્ર ચાતુર્માસપરિવર્તનનો નથી, વિહાર કરી જવા માટેનો આજનો દિવસ છે. છતાં પણ વિશિષ્ટ કોટિના લાભને જાણીને મહાપુરુષોએ આ રીતે ચાતુર્માસપરિવર્તનની પરંપરા માન્ય રાખી છે. મોક્ષમાર્ગની આરાધના કરવા માટે ચાતુર્માસ સુધી એક સ્થાને રહેલા મહાત્માઓ મમત્વ કરીને દુર્ગતિનાં ભાજન ન બને એ માટે ચાર મહિના પછી વિહાર કરી જવાની આજ્ઞા ફરમાવી છે. સ્થાન પ્રત્યે કે લોકો પ્રત્યે મમત્વ કરી સાધકો સંયમની સાધના ચૂકી ન જાય એ માટે પરમાત્માની આ આજ્ઞા છે. જે મહાત્માઓ આજના પરમ પવિત્ર દિવસે સર્વથા મમત્વનો ત્યાગ કરી પરમપદે પહોંચ્યા છે તેમને યાદ કરીને જેઓ હજુ ત્યાં પહોંચ્યા નથી તેમને માટે મમત્વ મારવાનો માર્ગ ચીંધવાનું કામ પણ આજના દિવસે જ કરવામાં આવ્યું છે. સાધુભગવન્તો ચાર કે પાંચ મહિનાથી વધુ એક સ્થાને રહે તો તેમને મમત્વ બંધાવાની શક્યતા હોય અને આપણે વરસોથી એક સ્થાને રહેવા છતાં મમત્વ ન થાય? આવી ચિંતા થઈ છે ?
સ. તો અમારે શું કરવું?
મમત્વ મારવા માટે નીકળી પડવું! કયું કામ બાકી છે – એ જોવાના બદલે ક્યા કામ માટે નીકળવાનું છે - એ વિચારીને ચાલવા માંડયું છે. નહિ તો આ મમત્વ કોઈ કાળે હલશે નહિ.
સ. અમે તીર્થયાત્રા કરવા જઈએ તો ચાલે ને ?
તમને યાત્રાએ જતાં ય ક્યાં આવડે છે? તીર્થસ્થાને ગયા પછી પણ અહીંનો સંપર્ક તો ચાલુ જ હોય ને ? અહીંના એક પણ સમાચાર ન મેળવો તો યાત્રા ફળે. તમારી
૩૦૮
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #310
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા કેવી? અડસઠ તીર્થ ફરીને આવ્યા પછી પણ શ્વાનપણું ન જાય-એવી જ ને ? આથી જ શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે તૃષ્ણાના કારણે બધું જ નકામું જાય છે. બધા દોષોને જન્મ આપનાર આ તૃષ્ણા જ છે અને સકલ ગુણોનો ઘાત કરનાર પણ આ તૃષ્ણા જ છે. આપણે અત્યાર સુધીમાં જે કાંઈ પાપ બાંધ્યાં છે તે તૃષ્ણાના કારણે જ બાંધ્યાં છે, પ્રવૃત્તિના કારણે નહિ.
સ. એનાથી છૂટવાનો કોઈ સરળ ઉપાય ખરો ?
તૃષ્ણાને મૂકી દેવી-એ જ સરળ ઉપાય છે. ઈચ્છાઓથી છૂટવાનો ઉપાય એક જ છે – ઈચ્છાઓ મૂકી દેવી તે. ઉકરડાની ગંધથી બચવાના ઉપાય ક્યો? ઉકરડાથી દૂર નીકળી જવું તે જ ને? ઉકરડામાંથી ગંધ જેમ દૂર કરી શકાય એમ નથી તેમ આ સંસારમાં ઈચ્છાઓ પૂરી કરી શકાય એવું નથી. ઉકરડો છોડીએ તો ગંધ જાય તેમ સંસાર છોડીએ તો અર્ધા ઈચ્છાઓને અધૂરી મૂકી દઈએ તો જ ઈચ્છાઓથી બચી શકાય.
સ. ઉકરડો ગમતો હોય તો ?
જેને ઉકરડો ગમતો હોય તે ભૂંડ હોય માણસ ન હોય. ભૂંડને તો એ અત્તરનું કૂંડું જ લાગે ને? લોકો લાઠી મારીને કાઢે તોય તે પાછું ત્યાં જ મોટું ઘાલે ને? કેમ ? સુખ મળશે તો અહીં જ મળશે એવી શ્રદ્ધા મજબૂત છે ને? આપણી પણ દશા લગભગ એવી જ છે ને ? સુખ મળશે તો સંસારમાં જ મળશે ને ?
સ. એ તો અમારી ભ્રમણા છે.
ભ્રમણા છે એ તો માત્ર બોલવા માટે જ. બાકી તો આ જ તત્ત્વ છે એવું લાગે છે ને ? આંખે જોવામાં ભ્રમણા થાય તો તરત ડોક્ટર પાસે દોડ્યા જાવ ને ? અહીં ભ્રમણા લાગ્યા પછી સાધુ પાસે દોડતા ગયા ખરા કે મારો ભ્રમ ટાળી આપો ? આ તમારી કે અમારી વાત નથી-આ શ્લોકના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજા છે. તેમણે કહેલી આ વાત છે. જૈનેતર વિદ્વાનો પણ જેમનું નામ સાંભળી હાથ જોડે, માથું ધુણાવે, તેમણે કહ્યું હોય તો વાત વિચારણીય છે-એમ માને, તેમની વાતની આપણે ઉપેક્ષા નથી કરવી. આ દુનિયામાં ગમે તેટલું સારું કે હિતકારી મળે છતાં આપણને જે મળ્યું છે તે જ સારું માનીને બેસીએ તો તે છૂટે ખરું? સારું છે માટે મમત્વ જાગે છે-એવું નથી, મારું માન્યું છે માટે મમત્વ જાગે છે. દુનિયાના લોકોની ગાડી કરતાં પણ આપણી સાયકલ પર મમત્વ વધારે હોય ને? એનું જ નામ આત્મીયગ્રહ. તેનો ત્યાગ કરવો છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૦૯
Page #311
--------------------------------------------------------------------------
________________
સ. વ્યવહારથી તો મારાપણું હોય ને ?
એનો વાંધો નહિ, પણ પછી એ લેવા માટે દોડાદોડ કરો, છૂટી જાય તો દોડાદોડ કરો ત્યારે નિશ્ચયથી પણ મમત્વ માન્યું છે – એમ કહેવું પડે ને ? જે વસ્તુ પડી ગઈ હોય તેને પણ છોડવાની તૈયારી છે ખરી ? જે કુદરતી રીતે છૂટે એ પણ છોડવું નથી તો તે નિશ્ચયથી મમત્વ કહેવાય કે વ્યવહારથી ? આજે એટલો નિયમ આપી દઉં કે આપણા હાથમાંથી કોઈ પણ વસ્તુ પડી જાય તો લેવી નહિ.
સ. બીજાની વસ્તુ નહિ લઈએ.
બીજાની વસ્તુ લેવી એ તો ચોરી કહેવાય. તમે એવી ચોરી તો કરી જ નહિ ને ? શાહુકારના દીકરાને એવો નિયમ અપાય ? જે ચોરી કરતા હોય તેને ચોરી ન કરવાનો નિયમ અપાય. તમને તો તમારી પોતાની વસ્તુ પણ પડી જાય તો ન લેવાનો નિયમ આપવો છે.
સ. આવા નિયમથી લાભ શું?
બળતામાંથી છૂટી ગયા-એ લાભ. અગ્નિથી બળતી વસ્તુ હાથમાંથી પડી જાય તો બળતાં અટકી જવાય ને ? તેમ એ વસ્તુ છોડી દઈએ, જેના હાથમાં જાય તે તેનો માલિક-એવું માની લઈએ તો આપણું મમત્વ તૂટી જાય ને ?
સ. તિજોરીની ચાવી પડી જાય તો?
તે પાછી લેવાની છૂટ. બોલો હવે લેવો છે નિયમ? આજના દિવસે જેટલા આત્માઓ સિદ્ધ થયા તે લોભને મારીને જ થયા છે. તેથી જ સાધુભગવન્તને પણ ભગત ઉપર, સ્થાન ઉપર કે સંયમનાં કોઈ પણ ઉપકરણ ઉપર મમત્વ થાય નહિ એવો આચાર ભગવાને બતાવ્યો છે. આજના દિવસે તમે આટલું વિચારતાં વિચારતાં ઘરે જાઓ કે-સાધુભગવન્તને પાંચ મહિના એક સ્થાને રહેવાથી મમત્વ થવાની શક્યતા હોય તો પચાસ વરસથી એક ઘરમાં રહેલા મારું શું થશે? .... તો આજનો દિવસ સફળ. આટલું યાદ રહેશે ને ? આના બદલે ઊંધું તો નહિ વિચારો ને કે આપણે વરસોથી ઘરમાં રહ્યા છીએ તો ય એવું મમત્વ નથી તો સાધુભગવન્તને પાંચ મહિનામાં શું મમત્વ નડી જવાનું હતું? ભગવાનની આજ્ઞા મમત્વ મારવા માટે છે. વસ્તુ સારી છે માટે ગમે છે એવું નથી, મારી છે માટે ગમે છે. આ મારાપણું જો નીકળી જાય તો આ દુનિયામાં કોઈ આપણને દુઃખી કરે એવું નથી અને આપણું સુખ કોઈ છીનવી લે એવું
૩૧૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Page #312
--------------------------------------------------------------------------
________________
નથી. તમારે જાતે દુઃખી થવું હોય તો તમે જાણો. આ દુનિયાની વસ્તુઓ ઉપરથી આપણો અધિકાર ઉઠાવી લઈએ તો આપણે કોઈને ગુલામ નથી. અને દુન્યવી વસ્તુની અપેક્ષા જાગી અને એના ઉપર આપણો અધિકાર જમાવવા માટે મહેનત કરી, તેની માલિકી કરવા પ્રયત્ન કર્યો તો આપણે ગુલામના ગુલામ બનવું જ પડશે. આપણે માલિકી કરીને ગુલામી વહોરવી છે કે માલિકી છોડીને ગુલામી ટાળવી છે. એ જાતે વિચારી લેવું.
*****
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૩૧૧
Page #313
--------------------------------------------------------------------------
________________
Page #314
--------------------------------------------------------------------------
________________