________________
* અઢારમી ગાથાથી જિનભવનનિર્માણ અધિકારીએ જ કરવું જોઈએ-તે જણાવે છે. કારણ કે અનધિકારી કરે તો આજ્ઞાભંગ દોષ લાગે છે. યદ્યપિ “અનધિકારીએ પણ ધર્મ જ કર્યો છે તો તેમાં આજ્ઞાભંગ થવા માત્રથી દોષ કેમ લાગે ? આજ્ઞાભંગના કારણે જોઈએ એવું ફળ ન મળે પણ ધર્મ કર્યો તેનું કાંઈક તો ફળ મળે ને ?' આવી શંકા કરી શકાય છે, તેના નિરાકરણમાં જણાવે છે કે ધર્મ આજ્ઞાથી પ્રતિબદ્ધ એટલે વ્યાપ્ત છે. આજ્ઞા હોય ત્યાં જ ધર્મ હોય. આજ્ઞા ન હોય ત્યાં ધર્મ ન હોય. આજે તો એ દશા છે કે આપણી ઈચ્છા મુજબ ધર્મ ન થાય તો ભંગ થયો લાગે.
* દોષની વ્યાખ્યા કરતાં જણાવે છે કે (તૂગતે માત્મા અને રતિ હોવ:) અશુભ કર્મનું ઉપાદાન કરવા દ્વારા આત્મા જેના વડે વિકૃતિને પમાડાય છે તેનું નામ દોષ. આજ્ઞાભંગના કારણે આત્મા અશુભ કર્મનું ઉપાદાન કરે છે. અને તેથી નરકાદિ ચારે ગતિમાં જવા સ્વરૂપ વિકારને પામે છે માટે આશાભંગ એ દોષરૂપ છે. દેવલોક એ પણ આત્માનો વિકાર છે! આ આજ્ઞાભંગના દોષની ભયંકરતા સમજાઈ હોય તો નક્કી કરો કે જે કરવું છે તે આજ્ઞા મુજબ કરવું છે.
* આજ્ઞાની વ્યાખ્યા કરતાં જણાવે છે કે આ જ્ઞાયતે નથી મનયા રૂતિ નાજ્ઞા મોટુ મર્યાદામાં અથવા અભિવિધિમાં વપરાય છે. તેથી, પોતાના સ્વભાવમાં અવસ્થાન કરવા સ્વરૂપ મર્યાદા વડે અથવા અભિવ્યાપ્તિથી અર્થાત્ સમસ્તપણે (સામત્યેન) અર્થો જેના વડે જણાય છે તે – ભગવાને જણાવેલ આગમ – આજ્ઞાસ્વરૂપ છે. આ આજ્ઞાનો અવિનાભૂત અર્થાત્ આજ્ઞાની સાથે જ રહેનારો ધર્મ છે.
* “અધિકારીએ જ મંદિર બંધાવવું જોઈએ એ બરાબર છે પણ અનધિકારી મંદિર બંધાવે તો એમાં દોષ લાગે એમ કહ્યું તે શા માટે કહ્યું? કારણ કે મંદિર બંધાવવું એ તો સારું જ કાર્ય છે તો એ કાર્ય અનધિકારી કરે તો પણ વાંધો શું?' આવી શિષ્યને શંકા થાય છે. આપણને આવી શંકા થાય ખરી? કે આવી શંકા પડેલી જ છે ? અનધિકારી કામ કરે તો દોષ લાગે એ વાત તમારા મગજમાં બેસે ખરી? ફક્ત જિનમંદિરનિર્માણમાં જ નહિ, સર્વ ક્રિયામાત્રમાં અધિકારીને જ ફળ મળે છે. અનધિકારી ધર્મ કરે તો આજ્ઞાભંગનો દોષ લાગે આ વસ્તુ આપણને બેસે ખરી ? આજે ધર્મ પ્રત્યે જેટલો પ્રેમ છે તેટલી જ આજ્ઞા પ્રત્યે નફરત છે. આથી જ આજ્ઞા વિના ધર્મ કરવામાં પાપ લાગે છે-આવું સાંભળવું ગમતું નથી. આજ્ઞા ન હોય તો ધર્મ ન હોય આવું સાંભળવું પણ ગમે ખરું? આજ્ઞાથી જ ધર્મ થાય છે, અનુષ્ઠાનથી ધર્મ ન થાય. આજ્ઞા જેટલી પાળીશું તેમાં એકાન્ત લાભ છે અને જેટલી આશા છોડીશું તેટલું નુકસાન થયા વિના નહિ રહે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org