________________
તો તે ધર્મથી સુખનો રાગ કઈ રીતે જાય ? સુખનો રાગ કાઢવાની ભાવના હોય તો ધર્મ કરતાં કરતાં રાગ જાય. આજે તો આપણે આ અપેક્ષાએ ધર્મની શરૂઆત પણ કરી નથી. સુખ આપે અને જેનાથી સુખ ભોગવી શકાય એવો ધર્મ આપણે મજેથી કરીએ છીએ, જેનાથી સુખ છોડી શકાય અને સુખ ભોગવી ન શકાય એવા ધર્મની શરૂઆત કરી નથી. કષાય ન આવે તો દુઃખ મજેથી વેઠાય અને વિષયની પરિણતિ ન હોય તો સુખ મજેથી છોડી શકાય ને ? બીજા પર ગુસ્સો કરવો નથી અને બીજાનો ગુસ્સો સહન કરી લેવો છે – આટલું બનશે ને ?
* કોઈ પણ જીવને દુઃખ ન આપવું : આ ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા તેનું નામ સમ્યત્વ. સુખનો રાગ અને દુઃખનો દ્વેષ : આ પરિણામની તીવ્રતા સ્વરૂપ જે ગ્રંથિ છે તે ગ્રંથિ હાથમાં આવવી તેનું નામ ગ્રંથિદેશે આવવું. અને એ ગ્રંથિને ગ્રંથિ તરીકે ઓળખવી તે શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ. તમારી ભાષામાં કહીએ તો રેશમનો ગૂંચવાડો હોય તેમાંથી ગાંઠ હાથમાં આવે તે ગ્રંથિદેશે આવવું અને એ ગાંઠ ગાંઠ તરીકે ઓળખાય તે શુદ્ધયથાપ્રવૃત્તિકરણ. એ ગ્રંથિનો ભેદ થવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય. એ સમ્યકત્વ પામતી વખતે કર્મની સ્થિતિ અલ્પ થયેલી હોય ને ? આયુષ્ય સિવાયના સાત કર્મની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી કંઈક ન્યૂન હોય ત્યારે જીવ ગ્રંથિદેશે આવે. તેમાંથી કર્મની લઘુતા થયા પછી સમ્યકત્વ પામે, તેમાંથી બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિ ઘટે ત્યારે દેશવિરતિ મળે, તેમાંથી સંખ્યાત સાગરોપમ જેટલી સ્થિતિ ઘટે તો ક્રમસર સર્વવિરતિ, ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય. આના પરથી સમજી શકાય ને કે કર્મની લઘુતા થયા વિના ધર્મની પ્રાપ્તિ થતી નથી.
* જે છે તે ચલાવી લેવાની વૃત્તિના કારણે આગળ ચલાતું નથી, જ્યાં છીએ ત્યાં જ મજા લાગે છે ને ?
* આજે ધર્મ કરનારાને બીજાને ધર્મી બનાવવાનો અબાધિત અધિકાર જાણે ન હોય તે રીતે જ મોટાભાગનો ધર્મીવર્ગ વર્તે છે ને ? જ્યાં સુધી આ અધિકાર નહિ ઉઠાવીએ ત્યાં સુધી આપણા જીવનમાં ધર્મ નહિ આવે.
સ. બીજા જીવોની કરુણા તો કરવાની ને ?
આપણી જાતની ઉપેક્ષા કરીને બીજાની કરુણા કરવા નથી જવાનું. આપણી કિયા, આપણી આરાધના બગડે, સિદાય એ રીતે બીજાને સંસ્કાર નથી આપવા.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org