SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સ. ક્યાં સુધી કહેવાનું? એ સામો જવાબ ન આપે ત્યાં સુધી કહેવાનું. એ સામે બોલવા માંડે એટલે આપણે ચૂપ થઈ જવાનું. સ. એ વધારે નફફટ ન થાય? એ તો નફફટ છે જ, માટે તો માનતો નથી. ન કહેવાના કારણે નફફટ નથી થયો. નફફટ તો પહેલેથી હતો જ. આપણે કહીને વધુ નફફટ નથી બનાવવો. સ. જૈન કુળમાં આવ્યો છે તો તેને કંઈક સંસ્કાર આપવા જોઈએ ને ? તમે જૈનકુળમાં જન્મવા છતાં સાધુ નથી થયા તો અમે શું કર્યું ? આપણે ભગવાનનું નથી માનતા તો સાધુભગવન્ત ગુસ્સો નથી કરતા ને? તો એ આપણું ન માને એમાં આપણે ગુસ્સે થવાની જરૂર ખરી ? આજે તો ધર્માત્માનું લક્ષણ જ એ છે કે જે કષાય વધારે કરે અને જે સુખ વધારે ભોગવે તે ધર્માત્મા. આજે ધર્મ કરનારા એ ભૂલી ગયા છે કે ક્ષમાધર્મ રાખવાથી જ ધર્મ થાય, ક્રોધ કરવાથી ધર્મ ન થાય. આપણે તો કહેવું છે કે કષાય સહન કરીશ પણ કષાય કરીશ નહિ. આથી જ કોઈ પણ ક્રિયાની શરૂઆતમાં ખમાસમણું આપતી વખતે ક્ષમાશ્રમણ બોલીએ ને? તે જ ક્ષમાની પ્રધાનતાને જણાવે છે. તપ કર્યા પછી પારણે બે વસ્તુ ઓછી હોય તો ગુસ્સો આવે, પણ ગઈ કાલે તો કશું જ ન હતું, આજે તો ચાર વસ્તુ મળી છે – આ રીતે અનુકૂળ વિચાર કરે તો ચોક્કસ ફરક પડે. જેઓ આવો વિચાર કરવા રાજી નથી તેઓને મોક્ષ જોઈતો નથી – એમ જ કહેવું પડે ને ? છોડવું એ ધર્મ નથી, ભોગવવું નથી – એ ધર્મ. સ. કાયાથી છોડ્યું હોય તો અધ્યવસાય ક્યારેક આવે ને ? આવે એની ના નહિ, પણ લક્ષ્ય હોય તો આવે. આજે ઈચ્છા મારવા માટે ધર્મ કરવો છે – એવું લક્ષ્ય જ નથી. ઈચ્છા પૂરી કરવા માટે ધર્મ કરીએ છીએ અને એ ઈચ્છા પૂરી ન થાય તો ગુસ્સો કરીએ છીએ-ખરું ને? ધર્મ કરતાં કરતાં કષાય જાય એવું માનીને આજ સુધી ધર્મ કર્યો છતાં કષાય ગયા નહિ ને ? માટે કહેવું છે કે કષાય ટાળીને ધર્મ કરવો છે. સ. દવા કરતાં કરતાં રોગ જાય ને ? એની ના નહિ, પણ સાચી દવા કરતાં કરતાં રોગ જાય, ખોટી દવા લે તો તેનાથી રોગ ન જાય. દવા રોગ ક્યારે દૂર કરે ? દવા દવા હોય તો ને? સુખ માટે જ ધર્મ કરાય ૧૪૬ શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy