________________
* આજે જેટલી પણ વિરાધના કરીએ છીએ તે બધી રાગદ્વેષમૂલક છે. આથી તે રાગદ્વેષની પરિણતિ ટાળવી છે. જેની પ્રત્યે રાગ થાય ત્યાંથી આઘા થવું છે. જે વસ્તુ ગમી ગઇ તે મારા મોહને વધારનાર છે એમ સમજીને તેને બાજુએ મૂકી છે અને જેની પ્રત્યે દ્વેષ થાય તેની નજીક જવું છે. ‘તેમને સંક્લેશ નિહ, આપણને સંક્લેશ નિહ’ એવું કહીને દૂર થઈશું તો દ્વેષ વધવાનો. આપણે અનુબંધ તોડવા હોય તો ‘એમને સદ્ભાવ નથી, આપણને સદ્ભાવ નથી’ એવું કહીને છૂટા થવાને બદલે મિચ્છામિ દુક્કડં આપવું. આવેશમાં આવીને બોલી ગયો-એમ કહી માફી માંગવી તો દ્વેષના અનુબંધ તૂટે. રાગદ્વેષના અનુબંધ તૂટે તો જ કર્મની લઘુતા થાય, વિરતિ મળે અને નિરતિચારતા આવે.
* આપણને જે ધર્મ પર શ્રદ્ધા છે તે ધર્મ નથી, ધર્મનો આભાસ છે અને જે તાત્ત્વિક ધર્મ છે તેની શ્રદ્ધા આપણને જાગી નથી. પૂજા કરવા માટે નીકળો ત્યારે સાધુભગવન્તને જોઈને એવું થાય ખરું કે ધર્મ તો આ મહાત્માઓ કરે છે, આપણે કરીએ છીએ તે નહિ... ?
સ. અમારો વ્યાપાર નાનો, તમારો વ્યાપાર મોટો !
ધંધામાં નાનો વ્યાપાર ગમે ખરો ? નજર ક્યાં હોય ? મોટા વ્યાપાર તરફ જ ને ? જમતી વખતે પણ બે વસ્તુ સારી આવે તો પહેલાંની વસ્તુ કાઢીને મૂકી દો ને ? માલપુઆ આવે તો રોટલી કાઢી નાખીએ ને ? ન લઈ શકો, ન વાપરી શકો તોય વસવસો થાય ને ? અહીં એવું બને ખરું ? મારા ગુરુમહારાજ કહેતા કે આજે આપણને પાપ કરવાની છૂટ મળે છે માટે ધર્મ કરવાનું ફાવે છે. પાપ કરવાની રજા ન મળે તો ધર્મ કરવાની મજા આવે ખરી ? વિરતિવાળો ધર્મ તમને ય નથી ફાવે એવો અને અમને ય ફાવે એવો નથી. દાન આપવાનું હોય અને કમાવાનું ન હોય તો દાનધર્મ કરવો ફાવે ? સુખ ભોગવવા મળે ને થોડો ત્યાગ થાય તો સારું કે સુખ બિલકુલ ભોગવવા ન મળે ને સંપૂર્ણ ત્યાગ થાય તો સારું ? સાચી શ્રદ્ધા તો સંપૂર્ણ ત્યાગ માંગે જ ! જે આચરણને માંગે નહિ તે શ્રદ્ધા નહિ. આચરણ ન થાય તો માથું ભમવા માંડે, તેનું નામ શ્રદ્ધા.
ય
* આજે આપણને ઔયિકભાવનો ધર્મ ગમે છે અને ક્ષયોપશમભાવનો ધર્મ ગમતો નથી.
સ. ઔદિયકભાવનો ધર્મ પુણ્ય બંધાવે, ક્ષયોપશમભાવનો ધર્મ નિર્જરા કરાવે ખરું ને ?
ઔયિકભાવનો ધર્મ પાપાનુબંધી પુણ્ય બંધાવે એટલું યાદ રાખવું.
૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org