________________
સ. એવો પાઠ મળે ખરો ?
ડોક્ટર રોગનું નિદાન કરે ને દવા આપે તો તેની પાસે પાઠ માંગો કે – આવું થયું હોય તો આ રોગ કહેવાય અને આ રોગમાં આ દવા લેવાય – આવું ક્યાં લખ્યું છે ? અને અહીં જ કેમ પાઠ માંગવાનું મન થાય છે ? શ્રદ્ધા નથી અને પાપની ભયંકરતા સમજાઈ નથી માટે ને ?
સ. અમારી પાસે કોઈ પાઠ માંગે તો ?
તો તેવાને અમારી પાસે લઈ આવવા. અભવ્ય જીવો જે ધર્મ કરે તે ધર્મ ક્યો કહેવાય ? ઔદયિકભાવનો ને? અને તેનાથી જે પુણ્ય બંધાય તે પાપાનુબંધી જ હોય ને ? અચરમાવર્તવર્તી જીવોનો ધર્મ પણ ઔદયિકભાવનો હોવાથી પાપાનુબંધી પુણ્ય જ બંધાય ને? તો ચરમાવર્તવર્તી જીવોના ઔદયિકભાવના ધર્મનું ફળ શું હોય ? પાપાનુબંધી પુણ્ય જ ને? આમાં પાઠની જરૂર છે? સૂર્ય ઊગે છે તે માટે પાઠની જરૂર પડે ખરી ?
* જીવદયા, સત્યવચન વગેરે સામાન્ય ધર્મનું નિરૂપણ કર્યા બાદ હવે વિશેષ ધર્મનું નિરૂપણ કરે છે. એ વિશેષધર્મ બે પ્રકારનો છે. ૧. ગૃહસ્થ ધર્મ અને ૨. યતિધર્મ. તેમાંથી ગૃહસ્થધર્મ બાર પ્રકારના વ્રતના પાલન સ્વરૂપ છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત : આ બાર વ્રતોનું પાલન કરવું તે ગૃહસ્થ ધર્મ છે. પાંચ અણુવ્રતોનું સ્વરૂપ તો તમે જાણો જ છો. મહાવ્રતોની અપેક્ષાએ અણુ એટલે કે નાના હોવાથી તે અણુવ્રત કહેવાય છે. ગુણવ્રતો અણુવ્રતોને માટે ગુણકારી હોવાથી ગુણવતો કહેવાય છે. નિરતિચારપણે અણુવ્રત પાળવાની તૈયારી જેમાં કરાય તેનું નામ ગુણવ્રત. જે અણુવ્રતને ઉજજવળ બનાવે, દેદીપ્યમાન બનાવે તે ગુણવ્રત. દિશિપરિણામવ્રત લેવાના કારણે બિનજરૂરી હરવાફરવાનું બંધ થાય તો અણુવ્રતો મજેથી પળાય. તમે દુકાન ખોલ્યા પછી ફરવા જાઓ કે દુકાને બેસી રહો ? ધંધો ન થાય તો ય બેસી રહો ને કે ફરવા જાઓ? ફરફર કરે તો ધંધો ન થાય તેમ વ્રત પણ ન પળાય. યંત્રનાં પૈડાં જામ ન થાય તે માટે તેલનું ટીપું ગુણકારી કહેવાય તેમ અણુવ્રતરૂપી વાહનનાં પૈડાં જામ ન થાય અને સર્વવિરતિ સુધી પહોંચાડે તે માટે ગુણકારી હોવાથી આ ત્રણ વત ગુણવ્રત કહેવાય.
* સાધુપણાનો અભ્યાસ જેમાં પડે તે શિક્ષાવ્રત. સામાયિક, દેસાવગાસિક અને પૌષધમાં વિરતિનો અભ્યાસ પડે અને અતિથિસંવિભાગમાં વિરતિ સાથે તપનો પણ અભ્યાસ પડે છે, માટે એ ચારને શિક્ષાવ્રત કહેવાય છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org