________________
સ. એટલી સમતા નથી રહેતી.
નથી રહેતી બોલીને નહિ ચાલે, રાખવી પડશે. નથી રહેતી' એમ બોલવાથી સમતા નહિ આવે, સમતા રાખવાથી સમતા આવશે. સમતાનો માર્ગ અપનાવ્યો જ નથી, તો સમતા ક્યાંથી રહે ? સમતા લાવવી છે ખરી ? જેને ઉપાય સેવવા જ ન હોય તે ઉપાય પૂછ્યા કરે તેનો અર્થ શું? અમારી પાસે સર્વજ્ઞભગવન્તનું શાસન છે : એ શાસનમાં સમતાનો ઉપાય ન મળે એ શક્ય છે? કષાયો છે, તેમ કષાયોથી મુક્ત થવાના ઉપાયો પણ છે. મૌન રહેતાં આવડે, મોટું બંધ રાખતાં આવડે તો સમતા આવે. ‘ટકોરો મારે જ શા માટે ?', “બોલે જ શા માટે ?' ... આવા વિકલ્પો કર્યા કરીશું તો સમતા નહિ આવે. આખી દુનિયાને મારા દોષ બતાવવાનો અધિકાર છે, કારણ કે દોષો કાઢવા જ છે, રાખવા નથી. આપણે જે વસ્તુ કાઢવી હોય અને કોઈ જાતે ઉપાડીને લઈ જાય તો આપણે રાજી થઈએ ને? દોષો બતાવનારનો પ્રતિકાર કરવાથી અસલમાં આપણા ગુણોનો જ પ્રતીકાર થાય છે. દોષનો સ્વીકાર દોષરહિત બનાવે છે. દોષનો પ્રતીકાર દોષોની રક્ષા કરે છે. દોષોનો પ્રતીકાર કરવાની ભાવના એ દોષોની રક્ષાનું જ સૂચક છે. માયા કાઢવી – એ શક્ય છે કે અશક્ય છે ? શક્ય હોય તો સહેલું છે કે અઘરું છે? અને છેવટે એ પ્રશ્ન જાતને પૂછો કે આ કામ કરવું છે કે નથી કરવું? જાતે વિચાર કરીને જવાબ મેળવી લો. દોષ કોણ બતાવે છે એ નથી જોવું, કયો દોષ બતાવે છે એ જેવું છે. માયાનું કામ ન પડે એ રીતે જીવતા શીખી લેવું છે. ૭, ૮. રતિ : અરતિ :
* એક વાર સરળતા હશે તો ગમે તેવી જડતા પણ દૂર કરી શકાશે અને માયા હશે તો ગમે તેટલી પ્રાજ્ઞતા પણ કામ નહિ લાગે. આપણા બધા દોષોને ચલાવી લેવાનું અને એ દોષો પર ગુણનો ઓપ ચઢાવવાનું આપણને માયાએ શીખવ્યું. જ્યારે દોષોને દૂર કરવાની શરૂઆત કરીએ ત્યારે એ ભાવના પર અંગારો ચાંપવાનું કામ માયા કરે છે. દોષોને દૂર કરવા પ્રયત્ન કરીએ ત્યારે એ દોષોને જીવતદાન આપવાનું કામ આ માયા કરે છે. આ માયાને જન્મ આપનારી સુખની રતિ અને દુઃખની અરતિ છે. આથી સાતમો અને આઠમો દોષ રતિ તથા અરતિ બતાવ્યા છે. સુખમાં મજા આવે છે તેથી સુખને છોડી નથી શકતા, દુઃખમાં મજા નથી આવતી માટે દુઃખ ભોગવી શક્તા નથી અને એ માટે દોષોનો બચાવ કરવાનું શરૂ થાય છે.
૫૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org