SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ *ઈષ્ટ એવા શબ્દાદિ વિષયો ભોગવતી વખતે કે ભોગવ્યા પછી જ નહિ, ભોગવ્યા પહેલાં જ એ વિષયોની પ્રાપ્તિ થવામાત્રથી જ મનમાં જે આનંદ આવે છે તેને રતિ કહેવાય છે. સુખ મળવા પહેલાં જ સુખ મળશે એની કલ્પનામાં રાચવું તેનું નામ રતિ. સુખનો ભોગવટો એ પાપ નથી, સુખની ઈચ્છા એ જ પાપ છે. સુખની ઈચ્છા જ્યાં પણ પડી હશે ત્યાં પાપનો બંધ પાડયા જ કરશે. દુઃખ તો ખરાબ લાગે જ છે, સુખ જે દિવસે ખરાબ લાગશે એ દિવસે મુક્તિનો ઉપાય મળ્યો એમ સમજવું. સુખની રતિ મુક્તિનો અવરોધ કરે છે. * છોકરાના હિતની ચિંતા કરવાની ખરી, પણ એ ત્યાં સુધી જ કરવાની કે જ્યાં સુધી તે સાંભળે અને સામે જવાબ ન આપે. સામે જવાબ આપવાનું શરૂ કરે એટલે આપણે મૌન લઈ લેવાનું. જેને છોડીને - મૂકીને જવાનું છે તેવાઓ સુધરે કે ન સુધરે - એમાં આપણને શું ફરક પડવાનો ? યોગ્ય હોય તેને કહેવાનું. માર્યા પછી પણ બોલે નહિ તે યોગ્ય અને કહેવામાત્રથી સામો જવાબ આપે તે અયોગ્ય. * દુઃખ ટાળીને અરતિ ટાળવી એના કરતાં દુઃખ ભોગવીને અરતિ રહેતી હોય તો વાંધો નહિ. અરતિ ટાળવા માટે દુઃખ નથી ટાળવું. દુઃખ ભોગવતાં અરતિ થતી હશે તોપણ એ અરતિ નભાવી લઈશું પણ એ અરતિને ટાળવાના નામે દુઃખ ટાળવાની ચેષ્ટા નથી કરવી. * આજે મોટા ભાગના ધર્માત્માની એક જ ફરિયાદ છે કે સુખ ન મળે તો ચાલશે પણ દુઃખ નથી વેઠતું. દુઃખની અરતિની ફરિયાદ કરનારા ઘણા છે, પણ સુખની રતિની કોઈ ફરિયાદ નથી કરતું. દુઃખની અરતિની ફરિયાદ કરવા છતાં પણ અસલમાં એ દુઃખની જ ફરિયાદ છે. અરતિ ટાળવાનો ઉપાય પૂછે તો બતાવી શકાય, પણ દુ:ખ ટાળવાનો ઉપાય પૂછે તો કઈ રીતે બતાવવો? શ્રી મેઘકુમારે પણ દુઃખની અરતિની ફરિયાદ કરી તો ભગવાને શું કર્યું? દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવ્યો કે દુઃખની અરતિ કાઢવાનો ઉપાય બતાવ્યો ? ભગવાને સ્થવિરભગવન્તોને સાચવી લેવાનો ઉપદેશ આપ્યો ? કે મેઘકુમારને પૂર્વભવોનાં દુઃખો યાદ કરાવીને દુઃખ ભોગવી લેવાનો ઉપદેશ આપ્યો ? દુઃખ પ્રત્યે પ્રેમ પેદા કરાવવો તેનું નામ અરતિ ટાળવી. દુઃખ પ્રત્યે પ્રેમ કેળવ્યા વગર નથી ચાલવાનું. કારણ કે દુઃખ આપણે જાતે જ ઊભું કરેલું છે. દુઃખ કોને આવે? જેણે મજેથી પાપ કર્યા હોય તેને જ આવે ને ? જેણે પાપ નાછૂટકે કર્યા હોય તેને દુઃખ ન આવે. જેને જેને દુઃખ આવે છે તેણે પાપ મજેથી ક્યાં છે – એ સમજી રાખવું. આજે આપણે છાપાં વાંચીને પણ દુઃખ દૂર કરવાનો પુરુષાર્થ કરીએ છીએ, શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ ૫૩ Jaime Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy