________________
પણ શાસ્ત્ર વાંચીને કર્મ દૂર કરવાની તૈયારી નથી ! દુઃખ ટાળીને સમાધિ ન મળે, અરતિ ટાળીએ તો સમાધિ મળે. દુઃખની અરતિ ટાળવા માટે દુ:ખ પ્રત્યે પ્રેમ કેળવવો પડશે. દુઃખ પ્રત્યે નફરત હોય તેને અસમાધિ થાય, દુ:ખ પ્રત્યે પ્રેમ હોય તે તો સમાધિમાં જ હોય. દુઃખના કારણે અસમાધિ નથી થતી, દુઃખ પ્રત્યે દ્વેષ હોવાથી અસમાધિ થાય છે. માટે જ સમાધિ લાવવા માટે દુઃખ ગમાડવું છે.
સ. દુઃખની વ્યાખ્યા શું?
જે ન ગમે તે દુઃખ. જે પ્રતિકૂળ લાગે તે દુઃખ. પ્રતિકૂળરૂપે જે વેદાય તે દુઃખ. દુઃખની અરતિ હોવાથી દુઃખ અસહ્ય લાગે છે, અરતિ ખસે તો દુઃખ મજેથી વેઠી શકાય. દુઃખ મોક્ષનું બાધક નથી, દુઃખની અરતિ મોક્ષની બાધક છે. દેરાસર-ઉપાશ્રયમાં મોક્ષે જવા માટે જ આવીએ છીએ ને? તો એક પણ પગલું અહીં એવું નથી ભરવું કે જેથી મોક્ષને બાધા પહોંચે.
* સમ્યકત્વ પામવા માટે દુઃખની અરતિ ટાળવી જ પડશે. દુઃખ પ્રત્યે નફરત હશે ત્યાં સુધી અરતિ નહિ ટળે. દુઃખને મજેથી ભોગવનારા મહાપુરુષોને યાદ કરીએ તો અરતિ ટળી જશે. આજે આપણે મહાપુરુષોને યાદ કરીએ છીએ પણ દુઃખ વેઠવાનું સત્ત્વ મળે એ માટે યાદ નથી કરતા, આથી સત્ત્વ આવતું નથી.
૯. નિદ્રા:
* નવમો દોષ નિદ્રા છે. નિદ્રાને દોષ માનીએ કે જરૂરી માનીએ? નિદ્રા આવી જાય કે લઈએ ? આપણી પાસે જોખમ હોય તો નિદ્રા આવે ખરી? આવે તોપણ ઉડાડીને જાગતા રહીએ ને? ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે નિદ્રા ઉડાડીએ પણ મોક્ષની સાધના માટે નિદ્રા ન ઉડાડી શકીએ ને? શરીર પડી જાય તો વાંધો નહીં, પણ આળોટવું પડે એ ન ચાલે. ઊંઘ ન આવે છતાં પડખાં ઘસતા પડ્યા રહીએ તો નિદ્રાને દોષ માનીએ છીએ- એવું કેમ કહેવાય ?
સ. ઊંઘ આવે તો આરોગ્ય સારું રહે.
સારું આરોગ્ય શા માટે જોઈએ છે? આરાધના કરવા કે પાપ કરવા? પાપમાં પાડે તેવું આરોગ્ય બગડતું હોય તો ભલે બગડે એને સુધારવું નથી. દ્રવ્ય આરોગ્ય સારું રાખવા માટે મહેનત કરીએ ત્યાં સુધી ભાવ આરોગ્ય નહિ આવે.
૫૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org