SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુભગવન્ત ભગવાનની સાચી વાત કહેતા હોય તે એકલા હોય અને બહુમતી સામા પક્ષે હોય તો તમે શું કરો ? સાચાની આગળ કવચ બનીને ઊભા રહો ? કે એમને ઢીલા પાડો. જેની વાત સાચી હોય તેનું રક્ષણ કરવું જોઈએ કે તેને ઢીલો પાડવો જોઈએ ? અઢાર દોષોઃ અષ્ટ મહાપ્રાતિહાર્ય કે અતિશયોનું સ્વરૂપ પ્રસિદ્ધ છે, આથી તેનું વર્ણન ન કરતાં આપણે અઢાર દોષોનું સ્વરૂપ સમજી લેવું છે. ૯ મી અને ૧૦ મી ગાથાથી અઢાર દોષો જણાવ્યા છે : ૧. અજ્ઞાન, ૨. ક્રોધ, ૩. મદ, ૪. માન, ૫. લોભ, ૬. માયા, ૭. રતિ, ૮. અરતિ, ૯. નિદ્રા, ૧૦. શોક, ૧૧. અલીક (અસત્ય) વચન, ૧૨. ચોરી, ૧૩. મત્સર, ૧૪. ભય, ૧૫. પ્રાણિવધ, ૧૬. પ્રેમ, ૧૭. ક્રીડાપ્રસંગ (મૈથુન), ૧૮. હાસ્ય. * વિરતિની યોગ્યતા આઠ વરસ પહેલાં આવતી નથી. તેથી આઠ વરસ પહેલાં સામાયિક ઉચ્ચરાવાય નહિ. અભ્યાસ માટે બેસાડવાના, પણ પ્રતિજ્ઞા ન અપાય. તપ માટે જેટલી તકેદારી છે એટલી સામાયિક માટે નથી. બેસણું – એકાસણું ભાંગી ન નાંખે માટે પચ્ચક્ખાણ જેમ નથી આપતા તેમ સામાયિક પણ ઉચ્ચરાવાય નહિ, તેથી પ્રતિક્રમણમાં સૂત્રો બોલાવવાનો સવાલ જ રહેતો નથી. છોકરું બોલતું થાય ત્યારથી તેને સૂત્રો શિખવાડવાનાં, પણ સામાયિક તો આઠ વરસ પછી જ કરાવાય. વીતરાગતાને પ્રાપ્ત કરવા માટે આ વિરતિ છે, તેની કિંમત જેવીતેવી નથી. ૧. અજ્ઞાન : * અજ્ઞાન એ સૌથી પહેલો દોષ છે, જે આપણને અત્યન્ત પ્રિય છે. જે આપણને ગમે તે બીજાનું ટળે એમાં આપણને આનંદ આવે ખરો ? આજે અજ્ઞાનના કારણે આ સંસારમાં આપણું કશું જ અટકતું નથી, જે અટકે છે તે કેવળજ્ઞાન અટકે છે અને એ તો આપણને જોઈતું નથી. આથી જ અજ્ઞાન દોષરૂપ નથી લાગતું. જ્ઞાનપંચમીની આરાધનામાં ઉપવાસ કરવો ગમે, ક્રિયા કરવી ગમે પણ ગાથા ગોખવાનું ન ગમે. પાંચ વરસ ને પાંચ મહિના સુધી જ્ઞાનના દેવવંદન કરવા છતાં જ્ઞાનના દુહા મોઢે ન આવડે, ચોપડીમાં જોઈને જ બોલવા પડે ને ? ભાવ કહેવો હોય તો પ્રાઈઝલિસ્ટ વાંચ્યા વગર જ કહો ને ? ત્યાં જેટલી જરૂર છે એટલી જરૂર અહીં નથી ને ? આને જ્ઞાન પ્રત્યેનો પ્રેમ કહેવાય કે નફરત ? ४० Jain Education International For Private & Personal Use Only શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy