________________
* બીજું અલીક છે, અસભૃતોદ્ભાવન – જે જેવું નથી તેવું બતાવવું તે અસત્કૃતોદ્ભાવન. આ ધર્મ તારક હોવા છતાં તેને તારક માનીને ન કરીએ, ધર્મ સંસારમાં સુખી બનવા માટે ન હોવા છતાં તેને તેવો માનવો, તેવો કહેવો તે અસત્કૃતોદ્ભાવન.
* જેઓ મોક્ષમાં જવા નીકળ્યા હોય તેઓને દેવલોકમાં જવા મળે તેનો આનંદ હોય ખરો ? ઉઘરાણી લેવા ગયેલાને પૈસા ન મળે ને જમવાનું કામ પતી જાય તો તેનો આનંદ હોય કે દુઃખ હોય?
* જેને પાપાનુબંધી પુણ્ય પણ ચાલતું હોય તેઓ અનુબંધની વાત શા માટે કરે છે- એ સમજાતું નથી. આજે જૂઠું બોલીને, અનીતિ કરીને, ગમે તેવા પાપ કરીને પણ સુખ મળે તો એ ચાલે એવું છે ને? પાપ કરીને સુખ મળતું હોય તો નથી જોઈતું - આટલું નક્કી કરવું છે? એક વાર મારા ગુરુમહારાજે કહ્યું હતું કે – આપણાં બધાં પાપો જો જાહેર થાય તો આપણે જેલમાં હોઈએ કે આ મહેલમાં ?
* અલીક વચનથી બચવું હોય તો સ્થાન છોડવું નથી, મૌન તોડવું નથી. તો જ સત્ય જળવાઈ રહેશે. બોલવાની ટેવ ઓછી કરી નાંખીએ, જાહેરમાં ફરવાનું, બહાર જવાનું ઓછું કરીએ, લોકસંપર્કને ટાળીએ તો આ જૂઠથી બચી શકાય.
* કલ્પસૂત્રનો સાર સાધુપણું છે, કારણ કે તેની શરૂઆત દશ પ્રકારના કલ્પઆચારથી થાય છે અને તેનો અંત સામાચારીના વ્યાખ્યાનથી થાય છે.
* બાહ્ય પ્રવૃત્તિ બંધ કરી અભ્યન્તર પ્રવૃત્તિ શરૂ કરવી છે. તપ તો શરીરશક્તિ કામ આપે એટલો જ કરી શકાશે. જ્યારે સ્વાધ્યાય તો આપણે ધારીએ એટલો કરી શકાશે. ઘરમાં બેસીને સ્વાધ્યાય કરવો છે. નવરાશ મળે તો કોઈને બોલાવવા નથી, કોઈને ત્યાં મળવા નથી જવું. પુસ્તક લઈને બેસી જવું છે, તેનાથી ઘણાં પાપોથી બચી જવાશે.
* ત્રીજું અલીક છે વિપરીત ભાષણ – સત્યથી ભિન્ન એવું અસત્ય. યથાસ્થિત ન બોલવું તે વિપરીત. ગાયને ઘોડો કહેવો, ઉસૂત્ર પ્રરૂપણા કરવી તે વિપરીત ભાષણ.
* આત્મા સર્વવ્યાપી ન હોવા છતાં તેવો માનવો - કહેવો તે અસદ્ભુત ઉભાવન. વિપરીત ભાષણમાં વસ્તુનો સર્વથા અપલાપ થાય છે. ભૂતનિહનવમાં એકાદ ધર્મને લઈને અપલાપ થાય છે. આત્મા નથી એટલે શરીરથી ભિન્ન એવો આત્મા નથી. અહીં આત્માનો સર્વથા અપલા૫ નથી. શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org