________________
પણ સાચી ત્યારે થાય કે જ્યારે નિદાન સારું થાય. નિદાન થયા પછી દવા મોઢેથી ન જતી હોય તો ઈજેકશન દ્વારા આપે, છેવટે બાટલામાં ચઢાવે. તેમ અહીં પણ એકવાર કબૂલ કરો કે સંસાર અસાર નથી લાગતો તો છેવટે કહીશું કે ભગવાનના વચન ખાતર પણ અસાર માની લો. સાચું નિદાન કરતા થઈ જાઓ. સંસાર અસાર હોવા છતાં તેને સારભૂત કહેવો તે ભૂતનિકૂવ.
સ. સંસારનું સુખ મળે તે ભગવાનની કૃપા છે – એવું તો કહેવાય ને?
આપણા માટે તો સુખ પણ કૃપાથી મળ્યું ન કહેવાય. જેને ઝાડા-ઊલટી થાય તેને ખાવાનું પાપથી મળ્યું કહેવાય કે પુણ્યથી? સુખ ભૂંડું લાગે તે જ ભગવાનની કૃપા. સુખ સારભૂત લાગે તેને તો એ સુખ સંસારમાં રખડાવનાર હોવાથી કૃપાથી મળ્યું ન કહેવાય. જ્યાં સુધી સુખની લાલચ પડી છે ત્યાં સુધી વૈરાગ્ય લાવવાનું કોઈ સાધન કામ નહિ લાગે.
સ. માર્ગે આવવા માટે શું કરવું?
ગુરુ પાસે આવીને બેસવું અને સંસારના સુખની છાયા છોડી દેવી. ઘરના લોકોની છાયા છોડી ગુરુની નિશ્રામાં વધુમાં વધુ રહેવું છે. ગુરુભગવન્ત જે કરે છે તે મારા હિત માટે છે – આટલી શ્રદ્ધા જો ગુરુભગવન્ત પ્રત્યે જાગી જાય તો આપણો નિસ્તાર ચોક્કસ થાય. આપણે ગુરુના ભગત નથી થવું સેવક થવું છે. ગુરુ પાસેથી પુણ્ય ખંખેરે તે ભગત અને ગુરુ પાસેથી નિર્જરા સાધી લે તે સેવક.
* આજે દીક્ષા લીધા પછી આ ચારિત્ર મોક્ષનું કારણ છે માટે પાળવું છે કે દીક્ષા પાળ્યા વગર ચાલે એવું નથી માટે પાળવું છે?
* શ્રદ્ધાની જરૂર ત્યારે પડે કે જ્યારે કંઈક પામવું હોય. ભગવાનનાં દર્શન ન કરીએ તો નાસ્તિક ગણાઈએ માટે દર્શન કરીએ છીએ? એવાઓને પણ પૂછવું પડે કે આસ્તિક થઈને કરવું છે શું? આત્માને તારવો છે કે સંસારમાં સુખી થવું છે?
* સુખ મોક્ષમાં બાધક છે. ચારિત્ર લીધા પછી ત્યાંની અનુકૂળતા ભોગવીએ તોપણ તે મોક્ષમાં બાધક બને તો ગૃહસ્થપણાનાં સુખો તો સુતરાં મોક્ષમાં બાધક બને ને ? જેટલું સુખ ભોગવીશું, અનુકૂળતા ભોગવીશું એટલો મોક્ષ દૂર થશે અને જેટલી પ્રતિકૂળતા ભોગવીશું એટલો મોક્ષ નજીક આવશે. શું કરવું છે? આ ધર્મ તારક છેએમ માનીને આપણે કરીએ છીએ ખરા ? જો તારક માનીને કરતા હોઈએ તો અનુકૂળતા ભોગવવા ન બેસીએ ને? ૬૦
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org