________________
સ. મોક્ષનું અથાણું ક્યારે જાગે?
સંસારનું અથાણું ટળે અને અનર્થીપણું જાગે ત્યારે. તમે નવો ફ્લેટ ખરીદવા ક્યારે નીકળો ? જૂનું ઘર કાઢવાની ગણતરી હોય ત્યારે ને? તેમ “સંસાર નથી જોઈતો’ આ પરિણામ જાગે તો મોક્ષનું અર્થીપણું જાગે. આમે ય તમારી સંસારની મજા તો ઊડી જ ગઈ છે ને ? જે સંસાર ચલાવો છો તે માંડીને મૂક્યો છે માટે ચલાવો છો કે પહેલાં જેવી હોંશ છે? ધંધાની શરૂઆત કરી ત્યારે જે ઉલ્લાસ હતો, પરણતી વખતે જે ઉલ્લાસ હતો તેટલો અત્યારે છે કે ઓસરી ગયો? સંસાર છૂટે કે ન છૂટે મજા તો ઊડી જ ગઈ છે ને? છતાં સંસાર છૂટતો નથી તેનું કારણ એ છે કે રાગ મજબૂત છે.
સ. રાગ ઓછો થઈ ગયો છે એમ કહો છો અને મજબૂત છે એમ પણ કહો છો - એ સમજાયું નહિ.
રાગ ઓસરી ગયો છે તે ભોગવવાનો રાગ ગયો છે, બાકી મેળવવાનો રાગ તો મજબૂત છે. જે છે એમાં સાર નથી લાગતો એનાથી ચઢિયાતું મેળવવાની લાલચ પડી છે આથી સંસાર છૂટતો નથી. કુમારનંદીએ પાંચ સો સ્ત્રીઓ ભેગી કરેલી છતાં હાસાપ્રહાસાને જોતાં પેલી અસાર લાગી ને? આપણી પણ એવી જ હાલત છે ને ? જે છે એ ગમતું નથી – એટલું સારું છે, હવે જોઈતું નથી' આ પરિણામ મેળવી લઈએ તો આજે વિસ્તાર થઈ જાય.
સ. સંસારનું સુખ અસાર લાગતું જ નથી.
ઝેર મારનાર છે – એવું લાગે છે ને ? તે કઈ રીતે નક્કી કર્યું ? કોઈના કહેવાથી કે અખતરો કરીને ? અને સંસારના સુખની અસારતા કોઈના કીધે માનવી છે કે અખતરો કરીને? અખતરો કર્યા પછી પણ એ માનવાની તૈયારી છે?
સ. સુખ ભૂંડું નથી લાગતું, તે શ્રદ્ધામાં ખામી છે માટે ?
શ્રદ્ધાના કારણે સુખ ભૂંડું લાગે છે – એવું નથી, સુખ ભૂંડું લાગે તો શ્રદ્ધા આવે. પહેલાં ગ્રંથિ ભેદાય કે પહેલાં સમ્યકત્વ મળે? ગ્રંથિ ક્યારે ભેદાય? સુખ ભૂંડું લાગે એટલે ગ્રંથિ ભેદાય અને ગ્રંથિભેદથી સમ્યત્વ-શ્રદ્ધા મળે. અત્યાર સુધી તો આપણે આવી સાચી કબૂલાત જ નથી કરી કે “સુખ ભંડું લાગતું નથી. અમે કહીએ કે “સંસાર અસાર’ તો તમે શું કહો ? “આપ કહો છો એના કરતાં ય વધુ અસાર” - એમ જ ને? સંસાર અસાર લાગતો ન હોવા છતાં અસાર કહેવો આ પણ એક અસત્ય છે. ચિકિત્સા
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org