________________
* ચોથું જૂઠ નિંદા : પાછળ અવગુણ ગાવા તેનું નામ નિંદા. આજે આપણી વ્યાખ્યા એ છે કે બીજા આપણા અવગુણ ગાય કે કોઈના અવગુણ ગાય તે નિંદા, પણ આપણે જે દોષ કહીએ તેને તો હિતબુદ્ધિ કહેવાય! કોઈના અવગુણ તેની પાછળ બોલતા હોઈએ અને પકડાઈ જઈએ ત્યારે હું નહિ, પેલા ભાઈ આવું કહેતા હતા એમ કહીને જૂઠું બોલાય ને? અથવા તો “મારી સમજફેર થઈ હશે” “મારો આશય એવો નથી.' એમ ગોટાળા વાળવા પડે ને? આથી નિંદાને અસત્યવચનમાં ગણી છે.
* જ્યાં સુધી અઢાર દોષો ગમે છે ત્યાં સુધી આપણને પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા નથી-એમ માની લેવું. દોષો જાય તો સારું પણ તેને કાઢવા છે – એવો પરિણામ નથી. કારણ કે દોષો આપણને નડતા નથી. અને આથી એ દોષોને કાઢવાને બદલે આપણે તેને પંપાળવાનું કામ કરીએ છીએ. રોગ આવ્યા પછી, તેની સંભાવના હોય ત્યારથી તેને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ ને ? ભૂખ લાગે તો તેને ટાળવા પ્રયત્ન કરીએ અને અહીં અજ્ઞાનાદિ દોષોને કાઢવાનું મન નથી ને? કારણ કે અહીં એવી ભૂખ જ લાગી નથી. આજે દોષો આપણને નડતા નથી. આજે જે કાંઈ થોડાઘણા દોષો ટાળવાનું મન છે તે પણ દોષો નડે છે માટે નહિ, આપણે દુષ્ટ દેખાઈએ છીએ માટે! આજે આ દોષોના કારણે આપણું કશું અટકતું નથી. દોષો મોક્ષને, મોક્ષના સાધનને અટકાવે છે અને એ મોક્ષ તો આપણને જોઈતો નથી. અને આ સંસારમાં આપણને કશું ઓછું લાગતું નથી. હજુ ઓછું આવી જાય પણ તે છતાં ય ઓછું લાગે નહિ – આ ય એક વિચિત્રતા છે ને ? જે જોઈએ છે તે ન મળે એટલે ઓછું તો આવી જાય, પણ આવી હાલતમાં પણ સંસારમાં બધું બરાબર લાગે છે !
* હિંસા, ચોરી વગેરે બીજું પાપો પ્રગટપણે પાપ તરીકે જણાય છે, જ્યારે જૂઠું બોલેલું ખ્યાલમાં આવતું નથી એટલે એ પાપરૂપ લાગતું નથી. આથી જ તેને ટાળવાનું કામ મુશ્કેલ છે. ભિખારી પૈસા માગે ત્યારે “નથી' કહીએ તો ખોટું બોલ્યાનું પાપ લાગે ને? જૂઠું તો વાતવાતમાં બોલાય છે, આખા દિવસમાં માત્ર દસ મિનિટ માટે પણ જૂઠું ન બોલવાનો નિયમ લેવો હોય તો ય પાળવો કઠિન છે.
* જે સંક્લેશ દૂર કરવાનાં સ્થાન હતાં, ઔદાર્ય મેળવવાનું સ્થાન હતું, કૃપણતા ટાળવાનું સ્થાન હતું, દાક્ષિણ્ય કેળવવાનું સ્થાન હતું ત્યાં પણ આપણે આપણી ઉપેક્ષાવૃત્તિના કારણે સંક્લેશાદિ વધારીએ-એ ચાલે? તપસ્વીનાં પારણાં કરાવવાનો લાભ આપણે લીધો હોય તો તે વખતે માત્ર પૈસા આપીને છૂટા થવું છે કે આપણે ત્યાં હાજર રહીને સવારથી સાંજ સુધી સેવા આપવી છે ? કાર્યકર્તાને કદાચ સોંપી દીધું હોય
૬૨
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jaineffbrary.org