________________
કરાવે છે. પડિલેહણ, ગોચરી વહોરવા જવું, વિનય, વૈયાવચ્ચ... વગેરે દરેક પ્રવૃત્તિમાં બીજા કરતા હોય ત્યાં સુધી કરવું નથી : આ પરિણામ એક પ્રકારની ચોરી જ છે. તમારે ત્યાં પણ ટીપમાં બીજા લખાવતા હોય ને પતી જતું હોય તો નથી લખાવવું - આવો ભાવ હોય ને ? એ પણ એક પ્રકારની ચોરી છે.
૧૩. પરગુણ-અસહિષ્ણુતા :
* બીજાનું સારું ખમી ન શકાય તેનું નામ માત્સર્ય. આજે ચારિત્ર લીધા પછી પણ જે આપણે અટવાઈ ગયા હોઈએ તો તે બીજાનું સારું સહન ન કરી શક્યા માટે. બીજાનું સારું ખમાય નહિ એટલે તેનાં ટાંટિયાં ખેંચવામાં જ બધો સમય પૂરો થઈ જાય. ગુણઠાણા ચઢવા માટે ઓનલા આપણે, બીજા ચઢેલાને પાછા પાડવાનો પ્રયત્ન કરીએ એના જેવું ભૂંડું બીજું શું કહેવાય ? કોઈ જ્ઞાનમાં અધિક હોય, તપસ્વી, ક્રિયાપાત્ર હોય, સ્વાધ્યાયમાં રક્ત હોય, વિનય-વૈયાવચ્ચમાં અપ્રમત્ત હોય. તેવા વખતે તેમાંથી એક એક ગુણ લેવાને બદલે એટલા ગુણને પામેલાની પણ ભૂલ ક્યાં થાય છે તે જોયા કરવું - આ માત્સર્યદોષનો પ્રભાવ છે. આ દોષના કારણે શ્રદ્ધા પણ અટકે છે, કેવળજ્ઞાન પણ અટકે છે. માત્સર્યદોષ ઈર્ષ્યા - માયાને જન્માવનાર હોવાથી તે સમ્યકત્વનો પ્રતિરોધી છે. એક વાર બીજાના ગુણ સહન ન થાય આથી તેને જોઈજોઈને બળ્યા કરવાનું થાય, તેના દોષો ગોતી-ગોતીને ગાવાનું મન થાય. આ રીતે માત્સર્યમાંથી ઈર્ષા, નિંદા, ચાડી વગેરે અનેક દોષો જન્મે છે. આપણા સિવાય બીજામાં ગુણ હોઈ શકે – એવું આપણે માનીએ છીએ ખરા? આજે તમારી કે અમારી સાધના બીજાને પાડવામાં જ લગભગ પૂરી થઈ ગઈ ને ? આપણે ધર્મના ક્ષેત્રમાં મોડા મોડા જોડાયા છીએ એવા વખતે આપણે આપણું કામ સંભાળી લઈએ તો ઘણું થયું. આપણાથી કોઈ વહેલો આવ્યો હોય અને આગળ જાય અથવા તો આપણી પછી આવેલો પણ યોગ્યતાને લઈને આગળ જાય તેમાં આપણે દુઃખી થવાનું કે મન બગાડવાનું શું કામ છે ? આપણે માર્ગ આરાધવા માટે આવ્યા છીએ કે બીજા ઉપર રોફ જમાવવા ? સાધુપણામાં પણ પોતાની પાસે આવનાર ભગત કે મુમુક્ષુ બીજાની પાસે જતો થાય તો માત્સર્ય આવે ને ? મારાથી પ્રતિબોધ પામેલો છે એવું કહીએ ને ? ધર્માત્મા આવું બોલી શકે ખરો ? વાત તો ભગવાનની જ હતી આપણે તો માત્ર માધ્યમ જ બન્યા હતા. છતાં એ વાત તેને ગમી ગઈ એમાં આપણું શું? તેવા વખતે આપણે જશ લેવા તૈયાર થઈએ તો આપણા જેવો નગુણો બીજો કોણ કહેવાય ? ડોક્ટર પાસે જઈએ ત્યારે દવા કંપાઉડર આપે ને ? તો ડોક્ટરથી સારું થયું કહેવાય કે કંપાઉડરથી સારું થયું કહેવાય ? મરીચિએ માત્ર પચાસ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org