________________
* જેનું વિધાન કે નિષેધ શાસ્ત્રમાં ન હોય તેવી કોઈ પણ નવી પ્રવૃત્તિ શરૂ કરતી વખતે એકાદ પણ ગીતાર્થ વિરોધ કરે તો તે પ્રવૃત્તિ અટકાવી દેવી અથવા તો તે ગીતાર્થને અગીતાર્થ તરીકે પુરવાર કરી આપવો.
ભગવાનની આજ્ઞા મુજબ મંદિર બંધાવવું હોય તો તે માટે આપણે જરૂર પડે તો ખાવાપીવા–ભોગવવાની પ્રવૃત્તિ પર કાપ મૂકીને પણ પૈસા બચાવવા છે. આજે સંસારના સુખ માટે આ રીતે પૈસા બચાવીએ ને ? નવું ઘર લેવું હોય, પરણવું હોય કે સંસાર માંડવો હોય તો પૈસા કઈ રીતે બચાવો ? તે રીતે મંદિર બાંધવા માટે પ્રયત્ન કરવો છે ? આખા ગામના લોકો મોઢામાં આંગળાં નાંખે એવું દેરાસર નથી બાંધવું. આપણા પૈસા ખર્ચાઈ જાય, પરિગ્રહનું પાપ નીકળી જાય અને આપણે સર્વવિરતિધર્મ પામીએ એ જ એકમાત્ર આશયથી મંદિર બંધાવવું છે. આ મંદિર બંધાવવાના અધિકારી કોણ છે તે જણાવવા માટે એકવીસમી ગાથા છે. તેમાં સૌથી પહેલા અધિકારી ગૃહસ્થને જણાવ્યા છે, સાધુ નહિ. સાધુભગવન્ત દેરાસર બાંધવાના અધિકારી નથી – આ વાત બેસે ? સાધુને અનધિકારી કહ્યા આથી શિષ્ય શંકા કરે છે કે મંદિર બંધાવવું – એ કાંઈ પાપ છે કે જેથી ના પાડો છો ? ત્યારે ગ્રંથકારશ્રી કહે છે કે દેરાસર બંધાવવું એ ગૃહસ્થ માટે ધર્મનું કાર્ય છે. પણ સાધુભગવન્તો વિશેષથી પ્રતિજ્ઞામાં આરૂઢ છે : સાધુભગવન્તો સર્વ સાવદ્ય યોગથી વિરામ પામેલા છે. જ્યારે ગૃહસ્થ સંસાર માટે આરંભસમારંભ કરે છે માટે તેને તેનાથી બચવા મંદિર બંધાવવાનું જણાવ્યું. સાધુભગવન્તે દેરાસર બંધાવવાની ઈચ્છા ન કરવી જોઈએ. જે અવિરતિપ્રત્યયિક અનુષ્ઠાન છે તેની ઈચ્છા વિરતિમાં રહેલાને જાગે તો દોષ લાગે. અવિરતિપ્રત્યયિક કોઈ પણ અનુષ્ઠાન કરવાની ઈચ્છા સાધુભગવન્તને જાગે તો અતિચાર લાગ્યા વિના ન રહે. તમારે મંદિર બંધાવવું જોઈએ એવું કહે ત્યાં સુધી બરાબર, પણ મારી ઈચ્છા છે કે અમુક સ્થળે તમે મંદિર બંધાવો એવું સાધુભગવન્ત ન કહી શકે.
-
* આપણે ત્યાં દેવદ્રવ્યની જે ઊપજ થઈ હોય તે આપત્તિના સમયે મંદિરજીર્ણોદ્ધારમાં વાપરવાની. આપણે સધ્ધર હોઈએ ત્યાં સુધી આપણે જ જીર્ણોદ્ધાર કરાવવાનો. આપણે જીર્ણ થઈએ ત્યારે આપણા દેરાસરનો પૈસો આપણા દેરાસરના જીર્ણોદ્ધારમાં વાપરવો. આપણે સમર્થ હોઈએ તો યોગ્ય ગુરુની સલાહ મુજબ જ્યાં જરૂર હોય ત્યાં જીર્ણોદ્ધારમાં એ પૈસો આપી દેવો.
* સાધુભગવન્ત નિરવધ એવા આહારની પણ ઈચ્છા ન કરે તો સાવદ્યયોગથી યુક્ત એવા જિનમંદિરનિર્માણની ઈચ્છા તો કઈ રીતે કરે ? આહાર લેવા જાય ત્યારે ‘શું
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૯૩
www.jainelibrary.org