________________
શ્રી નવપદજીનાં પ્રવચનો શ્રી અરિહંતપદ :
શ્રી નવપદજીમાં જે અરિહન્તાદિ પાંચ પરમેષ્ઠિપદોને આપણે સ્તવીએ છીએ તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિના કારણે જ સ્તવીએ છીએ. અરિહન્તાદિ ચારના શરણે જેને જવું હોય તેણે સમ્યત્વનો સ્વીકાર કર્યા વગર નહિ ચાલે. સમ્યકત્વની પ્રાપ્તિ જેના મૂળમાં છે એવી આ અરિહન્તાદિ પાંચની પ્રાપ્તિ છે. આજે આપણે આ નવપદજીના શરણે જવા તૈયાર થયા છીએ તે સંસારમાં અશરણ અવસ્થા લાગી છે માટે જ ને? સંસારનો ભય આપણને લાગ્યો છે ખરો ? જેને સંસારનો ભય લાગી જાય તેને સુખની ઈચ્છા ન જાગે અને દુઃખનો ડર ન સતાવે. આજે નવપદના દિવસોમાં શ્રી શ્રીપાળરાજા અને શ્રી મયણાસુંદરીનું નામ લેનારાને પણ સંસારનો ભય લાગ્યો છે માટે જ તેમનું નામ લે છે? આજે એ મહાપુરુષોને યાદ કરનારાને પણ એમના જેવું સુખ જોઈએ છે પણ એમણે જેવું દુઃખ વેડ્યું તેવું દુઃખ વેઠવાની તૈયારી નથી. જેઓ દુઃખ ટાળવા અને સુખ મેળવવાની ભાવનાવાળા છે તેઓ નવપદના શરણે વાસ્તવિક રીતે જઈ શકતા નથી. જેઓને સંસારનો ડર લાગે તેઓ જ નવપદજીના શરણે જઈ શકે. આ શ્રી અરિહન્તાદિના શરણે સંસારના લોભે નથી જવું, સંસારના ભયે જવું છે. આજે સંસારમાં બેઠા છીએ માટે પાપ કરીએ છીએ-એવું કહેનારને પૂછવું પડે કે ઘરમાં સાપ નીકળે તો શું કરો ? ઘરમાં બેઠા છીએ માટે આવે, કરડે એવું બોલો કે ઘરની બહાર નીકળી જાઓ ?
* આ સંસાર ખરાબ લાગે ને છોડીએ એ બનવાનું નથી, સંસારને અહિતકર માનીને જ છોડવો પડશે. સાકર ખરાબ લાગે ને છોડીએ એ બને કે તેને અહિતકર માનીને છોડી દો ? સાકરથી રોગ વકરે છે એવું જાણ્યા પછી ભાવતી હોવા છતાં સાકર છોડી દો ને? તેમ જેનાથી રાગ વધે તેવી વસ્તુ ભાવતી હોવા છતાં છોડી દેવી છે. રાગ
જ્યાંથી થાય ત્યાંથી અટકી જવું છે – આગળ નથી વધવું. ભાતમાં રાગ થયા પછી તે છોડી ન શકાય તો વાપરી લઈએ પણ પછી ભાતની સાથે દાળ નથી માગવી. દાળભાત સાથે હોય તો પછી લીંબુ, અથાણું કે પાપડ નથી માંગવો.
સ. એટલે અમે રાગને પોષીએ છીએ એમ ને?
રાગને પોષતા હો તો વાંધો નહિ પણ તમે રાગને તગડો બનાવવાનું કામ કરો છો. રાગ હોય ને લઈએ તો રાગને પોષ્યો કહેવાય પણ રાગ વધે એવી પ્રવૃત્તિ કરો તો રાગને તગડો કરો છો-એમ માનવું પડે ને?
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org