SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ આયંબિલ શેને માટે કરો છો ? સુખ છોડવા માટે કે મેળવવા માટે ? સુખ ખરાબ લાગ્યું છે માટે કે દુઃખ ખરાબ લાગ્યું છે માટે ? સ. સુખ ખરાબ લાગે એ માટે કરીએ છીએ. તમારા આત્માને પૂછીને બોલો છો ? જો સુખ ખરાબ લગાડવું હોય તો ગરમગરમ વસ્તુ શોધો કે ઠંડામાં ઠંડું શોધીને વાપરો ? આયંબિલ કે નવપદની આરાધના એટલા માટે કરવી છે કે જેથી દુ:ખ અકળાવી ન મૂકે અને સુખ લલચાવી ન જાય. સુખ સારું મળે, મળેલું ટકે અને વધ્યા કરે એ માટે આ નવપદની આરાધના નથી. અરિહંતાદિ ચારના શરણે જવા માટે જ આ આરાધના છે. અરિહન્નાદિ ચાર આપણે માથે હોય તો આપણે નિર્ભય છીએ. ચાર દિશામાં ચાર રક્ષક હોય તો તેવાને ભય શેનો ? પુણ્યનો છાંટો ન હોય અને પાપના ઢગલા ઉદયમાં આવે તોય અરિહન્નાદિ ચાર જેના શિરે હોય તેને કોઈ જાતની ચિંતા ન હોય. સુખની લાલચ ન હોય અને દુઃખનો ભય ન હોય તે આ સંસારમાં નિર્ભય છે. સ. અરિહંતાદિના શરણે જવું એટલે શું ? અરિહન્નાદિ ચારનું કહ્યું માનવું, તેમની વાત સ્વીકારવી તે. પોલીસના શરણે જવું એટલે શું ? આપણું ડહાપણ ન ચલાવવું અને એના કહ્યા પ્રમાણે કરવું તે. તેમ અહીં આપણી ઈચ્છાને આગળ ન કરતાં અરિહન્નાદિની આજ્ઞાને આગળ કરીએ તો જ તેમનું શરણું લીધું કહેવાય. શ્રી સિદ્ધપદ : * આજે ધર્માત્માઓને પૂછવું છે કે તમને ધર્મ ગમે કે ધર્મથી બંધાતું પુણ્ય ગમે છે ? પુણ્ય ખાતર ધર્મને ધક્કો મારીએ કે ધર્મ માટે પુણ્યને ધક્કો મારીએ ? ધર્મ તો ક્ષાયિકભાવમાં પરિણામ પામવાનો છે જ્યારે પુણ્ય તો અહીં જ ક્ષય પામવાનું છે. છતાં આપણને ધર્મથી મોક્ષ નથી જોઈતો, પુણ્ય જ જોઈએ છે ને ? જે પુણ્ય છોડીને જવાનું છે, નાશ પામવાનું છે એના માટે રાતદિવસ પ્રયત્ન ચાલુ છે અને જે કાયમ માટે સાથે રહેવાનો છે તે ધર્મ માટે કોઈ પ્રયત્ન નથી ને ? જો પુણ્ય નથી જોઈતું ને ધર્મ જ જોઈએ છે તો સંસારમાં રહીએ કે નીકળવા મહેનત કરીએ ? જેને ધર્મ ગમે તે આ સંસારમાં પુણ્ય ભેગું કરવા બેસે ખરો ? ૨૭૮ Jain Education International For Private & Personal Use Only શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy