________________
વસ્તુ સમજાવતા નથી. પુણ્યાનુબંધી પુણ્ય ખરાબ નથી કરતું એટલું જ. પણ તે સારું કરે છે એવું નથી. જે ચારિત્રને રોકે તે સારું ક્યાંથી કહેવાય ? આવેલું સમ્યક્ત્વ પણ ચાલ્યું જાય છે તો પુણ્યનો અનુબંધ કાયમ માટે ક્યાંથી ટકવાનો?
* ભગવાને જે તત્ત્વો બતાવ્યાં છે તે તત્ત્વોની રુચિ છે કે નહિ ? છે, તો કેવી છે ? આપણા પૈસા કોઈની પાસે હોય તે કઢાવવાની ઈચ્છા અને પ્રયત્ન જેવો હોય છે તેવી ઈચ્છા અને પ્રયત્ન જો ચારિત્ર માટે હોય તો સમજવું કે સમ્યગ્દર્શન મળ્યું.
* વિધિ અને પ્રતિષેધને અનુસરતું જે અનુષ્ઠાન તેને સમ્યક્ચારિત્ર કહેવાય છે. હવે એ અનુષ્ઠાન સુયતિ અને સુશ્રાવકના વિષયમાં કેવું હોય છે તે ૪૧, ૪૨ મી ગાથાથી જણાવે છેઃ જીવનો વધ ન કરવો, અલીકવચન ન બોલવું, હરણ (ચોરી) ન કરવું, કંદર્પ અર્થાત્ મૈથુન ન સેવવું, પરિગ્રહ ન રાખવોઃ આ માર્ગ સ્વર્ગ–અપવર્ગનો છે. જ્યારે શ્રાવકને ઉચિત અનુષ્ઠાન જણાવતાં ફરમાવ્યું છે કે જિનેશ્વરભગવન્તની પૂજા, બાર વ્રતમાં રતિ એટલે કે વ્રતના વિષયના વિભાગની વિચારણાપૂર્વક અનુષ્ઠાનની સુશીલતા રાખવી, સામાયિક-પૌષધવ્રતને વિષે યત્ન કરવો (બારવ્રતમાં આનો સમાવેશ થયેલો હોવા છતાં પણ સાવદ્યવ્યાપારથી રહિત એવું આ અનુષ્ઠાન મોક્ષનું પ્રધાન કારણ છે તે જણાવવા માટે તેનું ફરી જુદું નિરૂપણ કર્યું છે.), સુપાત્રને વિષે અર્થાર્ સમ્યજ્ઞાનદર્શનચારિત્રના આધારભૂત એવા સુસાધુને વિષે દાન દેવું અર્થાર્ પૂજ્યબુદ્ધિથી અનુગ્રહબુદ્ધિથી આપવું, સુતીર્થ પાસે શ્રવણ કરવું અને સુસાધુની સેવા કરવી એ શિવલોકનો માર્ગ છે.
* સુપાત્રદાનથી એ જણાવ્યું છે કે કુપાત્રમાં દાન દેવાથી કોઈ નિર્જરા નથી થતી પરંતુ પાપબંધ થાય છે (આ પ્રમાણે પ્રજ્ઞપ્તિસૂત્રમાં કહ્યું છે). અહીં શિષ્ય શંકા કરે છે કે જો કુપાત્રને દાન ન દેવાનું હોય તો દીનાદિને પણ દાન ન અપાય - એવું માનવું પડશે અને અરિહંતપરમાત્માએ પણ સંવત્સરીદાન પાત્રાપાત્રની વિચારણા કર્યા વિના આપ્યું હતું... તેના નિરાકરણમાં જણાવે છે કે – એ રીતે દાન આપ્યું હતું એ વાત સાચી છે પરંતુ આ વિધિ તો ગુણની બુદ્ધિથી જે દાન અપાય છે તેન આશ્રયીને કહ્યો છે. કૃપાદાન અર્થાદ્ અનુકંપાદાનનો તો ભગવાને કયાંય નિષેધ નથી કર્યો.
* સુખે કરીને ભવોદધિ જેનાથી તરાય તેને સુતીર્થ કહેવાય છે. જે સમ્યજ્ઞાનક્રિયાથી સંપન્ન હોય તેવા સાધુભગવન્ત તીર્થસ્વરૂપ છે. આ પ્રમાણે સુતીર્થ પાસે જ શ્રવણનો ઉપદેશ આપવા દ્વારા જે ક્રિયાવિકલ હોય તેની પાસે ધર્મનું શ્રવણ ન કરવું તેવું જણાવ્યું છે. કારણ કે – ‘ચારિત્રથી રહિત એવો શ્રુતવાન પણ સજ્જનો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૨૦૧
www.jainelibrary.org