________________
સ. શ્રાવક કમાતો ન હોય તો નિર્લોભી કહેવાય ને?
ના, સંતોષી કહેવાય પણ નિર્લોભી ન કહેવાય. નિર્લોભી તો એકમાત્ર સાધુભગવન્તો જ હોય. શ્રાવકે પરિગ્રહ રાખ્યો હોવાથી તેને લોભી જ કહેવાય. લોભ કાઢવો હોય તો પરિગ્રહ ટાળવો પડશે. સાધુભગવા નિર્લોભી અને નિર્મોહી હોય છે. આથી જ શ્રી સ્થૂલભદ્રમહારાજાએ કોશ્યાને કહ્યું હતું કે 'નિર્લોભી નિર્મોહીપણાશું સુણ કોશ્યા અમે રહીશુંરે, યોગવશે શુભવીરજિનેશ્વર આણા મસ્તક વહેશું. સાધુભગવન્તમાં લોભ ન હોય અને અજ્ઞાન ન હોય. લોભના કારણે પરિગ્રહ વધે અને પરિગ્રહના યોગે જ્ઞાન પામી શકાતું નથી. અસંયમના ઉપકરણની સારવારમાં જેટલો સમય જાય છે એટલો જ્ઞાનદર્શનચારિત્રની સાધનામાં નથી જતો. સાધુભગવન્તો માટે પુસ્તક પણ પરિગ્રહ છે. આજે પુસ્તક રાખવાના કારણે ગુરુ પ્રત્યે નિરપેક્ષભાવ વધવા માંડ્યો. ગુરુ પાસે મોઢે સૂત્ર અને અર્થ લેવાના હતા. આથી તો વાચના પછી પૃચ્છનાસ્વાધ્યાય બતાવ્યો છે.
સ. આગમો શા માટે લખાય છે?
કોઈવાર ભુલાઈ જાય તો જોવા માટે, રોજ ઉપયોગ કરવા નહિ. શંકા પડ્યા પછી ગુરુભગવન્તને પૂછવું, પુસ્તકમાંથી જોઈ લઈશું એવા ભાવે બેસે તેને બોધ ન મળે. આથી જ શુશ્રુષાગુણ બતાવ્યો છે, વાંચન નહિ. ગુરુભગવન્ત મતિજ્ઞાનના વિશિષ્ટ ક્ષયોપશમને લઈને જે અર્થને જણાવે તે પુસ્તકમાં ન મળે.
* જે ભગવાને લોભ છોડ્યો તે ભગવાન પાસે સુખનાં સાધન માંગતાં શરમ ન આવે ? આપણા કરતાં તો પેલો બ્રાહ્મણ સારો કે જેને, ભગવાન પાસે અર્ધ દેવદુષ્ય લીધા પછી અધું બાકી હતું તે માંગવા માટે જીભ ન ઊપડી, માંગતાં શરમ આવી. ભગવાનને જોઈને એમ થાય ને કે પરિગ્રહ એ પાપ છે, ભગવાને છોડ્યો છે તો હવે કયા મોઢે માંગું? જે ભગવાન સુખ છોડીને અને દુઃખ વેઠીને જ ભગવાન થયા હતા તે ભગવાન પાસે સુખ અને દુઃખાભાવ કઈ રીતે મંગાય ? આવા ભગવાન પાસે આવ્યા પછી પણ લોભ ભૂંડો ન લાગે તો આપણે ભૂંડા છીએ એમ સમજી લેવું.
* આજે આપણને પુણ્ય ઓછું પડે છે એનું દુઃખ ભારોભાર છે, પણ ક્ષયોપશમભાવ ઓછો પડે છે-એની ચિંતા નથી. સારા ડોક્ટર મળે છતાં રોગ ન જાય તો ન ગમે ને ? અને સારા ગુરુભગવન્ત મળવા છતાં દીક્ષા ન મળે તો દુઃખ થાય ખરું?
* બિમારીમાં મન સ્થિર ત્યારે થાય કે જ્યારે બિમારી ભોગવી લેવી છે' એવો ભાવ હોય. “માંદગી ક્યારે જાય ?' આ વિચાર મનને અસ્થિર બનાવે છે.
X/
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org