________________
સ. ભોગવાય ત્યાં સુધી ભોગવીએ.
ના, ટળાય ત્યાં સુધી ટાળીએ. ન ટળે પછી ભોગવીએ - એમ કહો ને ? માંદગી ભોગવી લેવી છે આ પરિણામથી ભોગવવાનું સત્વ આવે.
૬. માયા:
* આજે આપણે ભગવાનને અતિશયધારી તરીકે ઓળખીએ કે અઢાર દોષથી રહિત તરીકે ઓળખીએ ? ભગવાનના અતિશયથી મારી-મરકી નથી આવતા એનો આપણને આનંદ કે ભગવાનની કૃપાથી સંસારમાં રખડવું નથી પડતું તેનો આપણને આનંદ ? નિકાચિત કોટિનો કર્મોદય હોય તો ભગવાનનો અતિશય પણ કામ નથી કરતો. જ્યારે ભગવાનની જેમ દોષરહિત અવસ્થા પામવી હોય તો પામી શકાય એવું છે. અતિશયથી ભૂખતરસ ન લાગે, જ્યારે ભગવાનની કૃપા ઝીલતાં આવડે તો ભૂખ લાગ્યા પછી પણ ખાવાની ઈચ્છા ન થાય. ભગવાનના કે ગુરુભગવન્તના ભક્ત થવામાં આનંદ કે શિષ્ય થવામાં? લોભ અને પરિગ્રહ હોવા છતાં જરૂરિયાતના કારણે કમાઈએ છીએ, ખર્ચા વધી ગયા છે', આવું કહીને બચાવ કરવા માંડ્યા એટલે માયા આવીને ઊભી રહે. આથી છઠ્ઠો દોષ માયા બતાવી છે. ધર્મસ્થાનમાં દોષોને નાબૂદ કરવા માટે આવ્યા હતા છતાં બચાવ કરવા બેસી ગયા – આ માયાનો પ્રભાવ છે. આપણા દોષોનો બચાવ કરવા જ માયાનો ખપ પડે છે. જ્યાં વાળીઝૂડીને સાફ કરવા આવ્યા હતા ત્યાં આરામ કરવા બેસી ગયા તેનું નામ માયા. દોષો કરતી વખતે પુરાવા સાથે પકડાઈ જવા છતાં “એવો આશય નથી' એમ કહીને છટકી જવાની તૈયારી છે ને ? માયાનો સ્થાયીભાવ જ આ છે કે “તમે ધારો છો એવું નથી.” ક્રિયામાં પહેલેથી છેલ્લે સુધી જે પરિણામ જીવતો હોય તેને સ્થાયીભાવ કહેવાય છે. માયા કરતી વખતે આ પરિણામ સ્થિર જ હોય ને ? આપણા દોષોનો બચાવ કરવો તેનું નામ માયા અને આપણા દોષોનો સ્વીકાર કરવો તેનું નામ ઋજુતા. આ ઋજુતા કેળવી લેવી છે. કારણ કે ધર્મ કરવાની યોગ્યતા આ ઋજુતામાંથી આવે છે. તમે ધારો છો એવું નથી – એમ કહેવાને બદલે તમારી ધારણા કરતાં વધારે છે-એવું પ્રામાણિકપણે કહેવાની તૈયારી આવે તો માયા દૂર થાય. આજે માયા કરવાના કારણે જાણે સ્વર્ગનું સુખ મળી ગયું હોય એવું લાગે છે. કારણ કે અપરાધ ગમે તેટલા કરીએ તો ય સજા મળે નહિ! માયા કાઢવી હોય તો દોષનો બચાવ નથી કરવો. આજે દોષ ટાળવાને બદલે, દોષ કહેનારને તોડી પાડવાની પ્રવૃત્તિ શરૂ થવા માંડી છે. જે સમજણા થાય તે આ જ પ્રવૃત્તિ કરવા માંડે એ કેમ ચાલે ? દોષો
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
૪૯
Jan Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org