________________
ઈચ્છાને પૂરી કરવાનો લોભ કોઈ સંયોગોમાં નભે નહિ. મોક્ષની ઈચ્છા અત્યારે પૂરી થાય એવી નથી – એમ સમજીને મૂકી દીધી તેમ આ બીજી ઈચ્છાઓ પૂરી થાય એવી નથી એમ સમજીને પણ મૂકવી છે ખરી? કે પુરુષાર્થ ચાલુ રાખવો છે?
* જેને સાધન ઉપર, સાધના પર પૂર્ણ વિશ્વાસ હોય તેની સાધ્યની ઈચ્છા પણ શાંત થઈ જાય છે. મળવાનું જ છે એવી ખાતરી થયા પછી કોઈ પણ શાંત થઈ જાય છે તે આપણે આપણા વ્યવહારમાં પણ જોઈએ જ છીએ. આથી જ સાધનાની પરાકાષ્ઠામાં મોક્ષ પ્રત્યે પણ ઉદાસીનભાવ બતાવ્યો છે.
* પહેલાં જિહાસા(સંસારનો ઉચ્છેદ કરવાની ઈચ્છા) જાગે. પછી જિજ્ઞાસા (ભવોચ્છેદનો ઉપાય જાણવાની ઈચ્છા) જાગે. પછી ક્રમસર શુશ્રુષા (એ ઉપાય સાંભળવાની ઈચ્છા), જિવૃક્ષા (સાંભળેલ અર્થને ગ્રહણ કરવાની ઈચ્છા), પછી ચિકીર્ષા (તે ઉપાય સેવવાની ઈચ્છા), પછી મુમુક્ષા (ક્ષયોપશમભાવના ધર્મો મૂકી ક્ષાયિકભાવસ્વરૂપ મોક્ષે જવાની ઈચ્છા) અને પછી દિક્ષા (મોક્ષના કારણરૂપ પરમતત્ત્વને જોવાની ઈચ્છા) જાગે.
* જેને ગુરુભગવન્તનું વચન માનવું નથી, સંસાર છોડવો નથી તેઓ ગુરુભગવન્તનો હાથ માથે મુકાવવાનો આગ્રહ રાખે તે શું કામનો ?
* લોભનો અર્થ ગૃદ્ધિ કર્યો છે અને પરિગ્રહ પણ ગૃધિના સ્વભાવવાળો હોવાથી પરિગ્રહનો સમાવેશ આ લોભમાં જ કર્યો છે. લોભનું કાર્ય પરિગ્રહ છે. કાર્ય કારણરૂપ મનાય ને ? માટે કાર્યને કારણમાં સમાવ્યું છે. અગ્નિ બાળે તેમ અગ્નિનું કાર્ય પણ બાળે ને ? ચામાં ઉષ્ણતા છે તે અગ્નિની જ છે ને? તેથી બંન્નેથી સાવચેત રહેવાનું ને? આજે ઘણા લોકો પરિગ્રહ લઈને બેઠા હોવા છતાં “મને લોભ નથી, આ તો ઘર લઈને બેઠા છીએ માટે કમાઈએ છીએ, આવો બચાવ કરે છે તેમને સમજાવવા માટે પરિગ્રહનો લોભમાં સમાવેશ કર્યો છે. લોભથી પરિગ્રહ આવે છે એવું જણાવ્યું છે.
સ. સાત લાખમાં બે જુદા કેમ આપ્યા છે ?
કારણરૂપ દોષ અને કાર્યસ્વરૂપ દોષ બંન્ને ભયંકર છે-એ જણાવવા માટે જુદી બતાવ્યા છે. ઘડો એ માટીનું કાર્ય છે. છતાં હાથ ધોવા માટે માટી જ કામ લાગે અને પાણી ભરવા માટે ઘડો જ કામ લાગે. આ રીતે કારણ અને કાર્યનું સ્વતંત્ર પ્રયોજન જુદું હોવાથી બેમાં ભેદ પણ છે. બેમાંથી એકે દોષ નભે એવો નથી તેથી જુદા પાડીને બતાવ્યા.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org