________________
કે તેના કારણે જેની જગ્યા હોય તેને અપ્રીતિ થાય. આ અપ્રીતિ સકારણ હોવાથી તેને ટાળવી જરૂરી છે. નિષ્કારણ અપ્રીતિ કરવાના સ્વભાવવાળાને ટાળવાનું કામ શક્ય નથી. આથી સકારણ અપ્રીતિ કરનારાને સંતોષ થાય એ રીતે અપ્રીતિ ટાળવા દ્વારા જે ભૂમિ પ્રાપ્ત થઈ હોય તે ભાવથી શુદ્ધ ભૂમિ કહેવાય.
* શ્રી જિનેશ્વર ભગવન્તને નમન, વંદન, પૂજન વગેરે કરવા માટે જિનમંદિરની જરૂર પડવાની. આથી આપણે જિનમંદિર બંધાવવાની વિધિ જોવાની શરૂઆત કરી છે. તેમાંથી શુદ્ધ ભૂમિની વાત આપણે કરી. હવે ઈષ્ટક(ઇંટ) વગેરે દલ શુદ્ધ હોવું જોઈએતે જણાવે છે. દલ શુદ્ધ હોવું જોઈએ. કાષ્ટ, ઈંટ વગેરે દ્રવ્યો તૈયાર મળે તો બનાવવા ન બેસવું. જે વસ્તુ તૈયાર શુદ્ધ મળતી હોય તે બનાવવા માટે ઓર્ડર નથી આપવો. કારણ કે તેમાં આરંભસમારંભનો દોષ લાગે. લાકડાં તૈયાર મળતાં હોવાથી વૃક્ષ છેદાવીને લાકડાં લાવવાની જરૂર નથી. જેઓ આ રીતે લાકડાં છેદીને લાવતા હોય તેમની પાસેથી (તત્વરિતવત:) લઈ આવવાં. દેવતાના ઉપવન કે ભવન વગેરેમાંથી પણ લાકડાં લાવવાં નહિ. કારણ કે આ રીતે લાવવાથી તે દેવતા વગેરે રુષ્ટ થાય તો તેને જિનમંદિર બંધાવનાર પ્રત્યે દ્વેષ થવાથી તે મંદિર બાંધવાના કાર્યમાં વિઘ્ન કરે અને કદાચ દેરાસર બંધાઈ જાય તો પણ પાછળથી ઉપદ્રવ કરે. શ્રી અભયકુમારે શ્રી શ્રેણિક મહારાજાના કહેવાથી શ્રી ચેલ્લણારાણી માટે એક થાંભલાવાળો મહેલ બનાવવા માટે વૃક્ષના વનદેવતાની આરાધના કરી તેની પાસે અનુજ્ઞા મેળવી, ત્યારે તેમના ઔચિત્યપૂર્વકના વિનયથી પ્રસન્ન થઈ દેવે તે પ્રાસાદ બનાવી આપવાનું કબૂલ કરી વૃક્ષ છેદવાની ના પાડી. દેવતા વગેરેની અપ્રગટ માલિકી હોય તેના માટે પણ આ વિધિ બતાવ્યો છે તો પછી જ્યાં પ્રગટ રીતે સરકાર વગેરેની માલિકી હોય ત્યાં તો રજા લીધા વગર મંદિર કઈ રીતે બંધાવાય? જે આ રીતે અનુજ્ઞા લેવામાં ન આવે તો દેવતા વગેરે ઉપદ્રવ કરે અને મંદિર બંધાયા પછી પણ તેને છિન્નભિન્ન કરી નાંખે. આ રીતે દેવતાના ઉપવનમાંથી ન લાવવું તેમ જ જાતે ઈંટ પડાવવા કે વૃક્ષ છેદાવવા ન બેસવું. લાકડાં વગેરેનો ધંધો કરનારાને ઉચિત મૂલ્ય આપી તે ખરીદવાં. મૂલ્ય આપતી વખતે ભાવતાલ કરવા ન બેસવું. તે જે માંગે તે આપવું તેનું નામ ઉચિતમૂલ્ય. ડોક્ટરને શરીર બતાવવા જાઓ ત્યારે ભાવતાલ કરવા બેસો કે જે કહે તે આપી દો ? અહીં શરીર જેટલી પણ ભગવાનની કિંમત નથી માટે જ ભાવતાલ કરવાનું મન થાય છે ને ?
* તૈયાર દલ મળવા છતાં નવેસરથી કરાવીને લેવામાં ઘણા દોષો લાગે છે. એક ભાઈ અમદાવાદ ગામમાં રહેતા હતા. તેમણે શાંતિનગર રહેવા જવાનું નક્કી કર્યું.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org