________________
દોષ કાઢવા છે? આપણને અજ્ઞાન પણ ગમે છે, ક્રોધ પણ ગમે છે. ક્રોધ ભંડો લાગે તોપણ ક્યા કારણસર લાગે ? ભવિષ્યમાં દુઃખ આપે છે માટે જ ને? બાકી જો એમ લાગે કે પરિણામ સારું – અનુકૂળ આવે એવું છે તો ક્રોધ પણ મજેથી કરીએ ને? ક્રોધ એ પાપ છે ને ? છઠે ક્રોધ એ પાપ ને? પાપ સ્વયં ખરાબ છે કે દુઃખ આપે છે માટે ખરાબ છે ? ક્રોધ પાપના યોગે આવે, પાપ કરાવે અને પાપનો અનુબંધ પાડી આપે છે, માટે જ તે પાપરૂપ છે. આથી જ ભગવાને ક્રોધને દૂર કર્યો. ભગવાને જે રીતે ક્રોધને દૂર કર્યો તે રીતે આપણે પણ ક્રોધ ટાળવો છે. ભગવાને દુ:ખ બધાનું ભોગવી લીધું અને કોઈને દુઃખ આપ્યું નહિ. દેવતાએ દુઃખ આપ્યું તે પણ ભોગવી લીધું, તિર્યંચે દુઃખ આપ્યું તે પણ ભોગવી લીધું અને મનુષ્યોએ દુઃખ આપ્યું તે પણ પ્રતીકાર કર્યા વિના ભોગવી લીધું. ન દેવતાને દુઃખ આપ્યું, ન તિર્યંચને દુઃખ આપ્યું, ન મનુષ્યને દુઃખ આપ્યું. આ રીતે ક્રોધને જીત્યો. આપણે જીતવો છે ને? તો નક્કી કરવું છે કે કોઈ ગમે તેટલું દુઃખ આપે તોપણ આપણે ગુસ્સો નથી કરવો. આપણે ગુસ્સો કરીએ તો બીજાને દુઃખ થાય ને? બીજાને દુ:ખ નથી આપવું માટે ગુસ્સો નથી કરવો – ખરું ને?
* ગુરુભગવન્ત આપણને ન ગમે એવું સંભળાવે તો ગુસ્સો આવે ને ? અણગમો એ ક્રોધનું ઉત્પત્તિસ્થાન છે. તેથી સૌથી પહેલાં વચનનો અણગમો ટાળવો છે.
*માંદગીમાં ખાવાપીવા – આરામની અનુકૂળતા વધારે મળે છતાં એ પુણ્યોદય ગમે કે સ્વાભાવિક – નિરોગી અવસ્થા ગમે ? પુણ્ય ગમે કે સ્વાભાવિક સ્વરૂપ ગમે? પુણ્ય ભોગવે તે માંદા કહેવાય, જે ભવના રોગી હોય તે પુણ્ય ભોગવે. જે નિરોગી હોય તેઓ તો સ્વરૂપમણતાનું સુખ ભોગવે.
* આચાર્યભગવન્તો મોક્ષમાર્ગના જ્ઞાતા, આરાધક અને પ્રરૂપક હોવાથી મહાન છે. સાચો પ્રભાવક છે કે જે સાચાના ઉપાસક બનાવે. સાચાના ઉપાસક બનાવે તે સારું કે આપણું મનગમતું આપે તે સારું ? ઔદયિકભાવ તો ઉપાશ્રયમાં આવવા માટે કામ લાગે પણ તે આગળ ન વધારે. આગળ વધવું હશે તો ઔદયિકભાવ ઉપરથી નજર ખસેડવી પડશે. આજે તો તકલીફ એ છે કે આપણે જાતે તો સુખ ઉપરથી નજર ખસેડી નથી શકતા, પણ ગુર્નાદિ ખસેડવા માટે પ્રયત્ન કરે તો ય ગુસ્સો આવે છે. આજે એટલું નક્કી કરવું છે કે ગુસ્સો ભલે ગમે તેટલો આવે તો પણ ગુરુ પ્રત્યે તો કોઈ સંયોગોમાં ગુસ્સો નથી કરવી – આટલો નિયમ છે? લેવો છે? લીધો હોય તો પાળીએ છીએ ખરા ?
४४
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org