________________
છે : આ ભગવાનના વચનનો સાર છે ને ? સુખ ભોગવવાથી આશ્રવ થાય ને ? દુઃખ ભોગવવાથી સંવર થાય ને ?
સ. સમજાયા પછી પણ વચન આચરવાનું કઠિન છે.
એનું કારણ એ છે કે રુચિ જાગવી કઠિન છે. પીરસનાર તો પકવાન્ન પીરસે પણ રુચિ જ ન હોય તો થાળ પડી રહે ને ? રુચિ વિના સારામાં સારી વસ્તુ પણ કામ ન લાગે.
સ. રુચિ લાવવા માટે શું કરવું ?
જુલાબ લઈને પેટ સાફ કરવું. એ માટે દીવેલ લેવું પડશે. પીરસનાર ભોજન પીરસે, દીવેલ ન પીરસે. દીવેલ તો આપણે જાતે લેવું પડશે. તેમ રુચિ આપણે જાતે પેદા કરવી પડશે.
* ચાર મહિનાના ઉપવાસ કરનાર તપસ્વીઓએ પણ એવો ક્રોધ કર્યો કે જે સામાન્ય માણસ પણ ન કરે. આવું જાણ્યા પછી આપણે એ જ વિચારવાનું કે કર્મની પરિણતિ એટલી વિચિત્ર છે કે ક્યારે કયો જીવ કેવું કાર્ય કરી બેસે એ કહી શકાય એવું નથી. માટે કર્મબંધ માટે એક પણ નિમિત્ત નથી આપવું અને કર્મનિર્જરાનાં નિમિત્તો જેટલાં મળે એટલાં સેવી લેવાં છે.
* દુષ્ટ ચાલે, દોષવાળા ચાલે પણ દોષની રુચિવાળા ન ચાલે.
* આચાર્યભગવન્દે એકવાર કહ્યું હતું કે જ્યારે જ્યારે વિસ્રોતસિકા થાય ત્યારે ઉચ્ચારપૂર્વક શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની માત્ર દસ પણ ગાથા ગોખવામાં આવે તો તે પરિણતિ શાંત થયા વગર ન રહે. વિસ્રોતસિકા એટલે જે દિશામાં જવાનું હોય તેનાથી ઊંધી દિશાનો ઢાળ. વિરતિની દિશામાં નીકળેલાનો ઢાળ અવિરતિ તરફ વળે તેનું નામ વિસ્રોતસિકા.
* ભગવાનના ઔદયિકભાવના ગુણો તો દેવતા કે લબ્ધિધારી મનુષ્ય પણ વિકુર્તી શકે પરંતુ આ ક્ષાયિકભાવના ગુણો તો કઠોર સાધના વિના પામી શકાતા નથી માટે આપણે એ ગુણોને સમજવાની શરૂઆત કરી છે. શાસ્ત્રમાં જે અતિશયોનું વર્ણન કર્યું છે તે પણ આ ક્ષાયિકભાવથી સહચરિત હોવાથી જ કર્યું છે. આથી આપણે અઢાર દોષોનું સ્વરૂપ સમજી લેવું છે. ભગવાને આ અઢારે દોષો દૂર કર્યા. આપણામાં આ અઢારે દોષ છે – એની કબૂલાત આપણે કરી જ લીધી છે. હવે એ દોષો ગમે છે કે એ
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૪૩
www.jainelibrary.org