________________
ભારોભાર હોય છે. તેથી ભગવાનની આજ્ઞાના પાલકોને સહાય કર્યા વિના ન રહે. સમ્યકત્વના પ્રભાવે ભગવાનને ઓળખવાના આનંદ કરતાં પણ ભગવાનની આજ્ઞા ન માનવાનું દુઃખ વધારે હોય તેથી સહાય કરે.
* આજે સાધુસાધ્વીને પણ અજ્ઞાન ગમે છે એ માન્યા વિના ચાલે એવું નથી. ગુરુભગવન્ત હિતશિક્ષા આપે તે ગમતી નથી તેનું કારણ એ છે કે શિક્ષાથી જ્ઞાન મળે છે, શિક્ષા વિના જ્ઞાન ન મળે. જ્ઞાન ગમે તેને હિતશિક્ષા ગમે, જેને અજ્ઞાન ગમે તેને ગુરુની હિતશિક્ષા ક્યાંથી ગમે? આથી નક્કી છે કે આજે જે હિતશિક્ષાનો અણગમો દેખાય છે તે અજ્ઞાનના પ્રેમને જ સૂચવે છે. જેને જ્ઞાન પ્રત્યે પ્રેમ હોય તેને હિતશિક્ષાનો અણગમો ન હોય.
૨. ક્રોધ :
* અજ્ઞાન પછી બીજો દોષ ક્રોધ બતાવ્યો છે. કારણ કે જે અજ્ઞાની હોય તેને હિતશિક્ષાની જરૂર પડે. એ હિતશિક્ષાથી એને ક્રોધ આવે. જ્ઞાનીને હિતશિક્ષાની જરૂર જ ન પડે અને છતાં હિતશિક્ષા તેને મળે તો પણ તેને ક્રોધ ન આવે. જેને ક્રોધ આવે તે જ્ઞાની ન હોય, જ્ઞાનીને ક્રોધ આવે નહિ: આ બંન્નેમાં તમે સમ્મત ને? જે જ્ઞાની અનાદિના સંસ્કારને દૂર કરવાને બદલે એને આધીન થઈને ગુસ્સો કરવા બેસે ત્યારે શું કહો ? “જોયા જોયા જ્ઞાની ! ભણવા છતાં ગુસ્સો તો પાર વગરનો છે !' આવું કહેવું તે જ્ઞાનની આશાતના છે. જ્ઞાની ગુસ્સો કરે નહિ, કદાચ કરે તો સામાના હિત માટે કરે. જ્યારે અજ્ઞાની પોતાના હિતની ઉપેક્ષા કરવા માટે ગુસ્સો કરે.
* શાસ્ત્રમાં કહ્યું છે કે તીર્થંકરભગવન્તની પૂજા કરતાં પણ તેઓશ્રીની આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. આજે આપણને પૂજા રહી જાય તો દુ:ખ થાય પણ આજ્ઞા રહી જાય તો દુઃખ થાય ખરું? હાથમાંથી ભગવાન પડી જાય તો દુઃખ થાય, પણ આજ્ઞા હાથમાંથી સરી પડે તો દુઃખ થાય ? ભગવાન પડી ગયા પછી પણ આશાતના થઈ એનું દુ:ખ કે એ આશાતનાથી ધનોતપનોત નીકળી જાય માટે દુઃખ? આશાતનાથી બચનારાને આજ્ઞાની આરાધનાનો ભાવ ન હોય એ ચાલે?
સ. ભગવાનનું વચન સમજવું કપરું છે.
ભગવાનનું વચન સમજવાનું કપરું નથી, સહેલું છે. સુખ છોડી દેવું અને દુઃખ ભોગવવા માંડવું : આ જ ભગવાનનું વચન. આશ્રવ સર્વથા હેય છે અને સંવર ઉપાદેય
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org