________________
માટે જ વિનય કરવાનો છે. આજે આપણને ગુરુની જરૂર શેના માટે છે ? ગુરુનું જ્ઞાન ગમે કે ગુરુનું પુણ્ય ગમે ? ગુરુ જ્ઞાન આપનારા ગમે કે વાત્સલ્ય આપનારા ગમે ? ગુરુનો ખપ જ્ઞાન ખંખેરવા માટે છે કે પુણ્ય ખંખેરવા માટે ? ગુરુ હિતશિક્ષા આપે તો ગમે ને ? કે હિત જ શિક્ષારૂપ લાગે છે ? શિક્ષા શબ્દના બે અર્થ થાય છે. શિક્ષા એટલે સજા અર્થ પણ થાય અને શિક્ષણ અર્થાત્ જ્ઞાન અર્થ પણ થાય. હિતનું જ્ઞાન આપે તો તે ગમે કે હિતની વાત સજારૂપ લાગે ? ગુરુભગવન્ત ભણાવે નહિ તે ચાલે પણ બોલે કે ઠપકારે એ ન ગમે ને ? ઈચ્છા મુજબ ઊઠવા દે, બેસવા દે, ઊંઘવા દે, વાતોચીતો કરવા દે એવા ગુરુ ગમે ને કે ઈચ્છા મુજબ જીવવા ન દે અને વાતવાતમાં ટોકે એવા ગમે ?
* આજે તમને નિયમ આપવો છે કે એક ગાથા કર્યા વગર ઘરની બહાર જ નહિ, રૂમની બહાર નીકળવું નથી. રાત માટે રાખીશું તો રહી જ જશે માટે જ સવારે એક ગાથા કરીને પછી કામે લાગવું-આટલું બને ને ? છતી શક્તિએ ન ભણે તે નિગોદમાં જાય. મળેલી શક્તિનો ઉપયોગ ન કરે તેને ફરી તેવી શક્તિ મળે નહિ. અજ્ઞાન જ્યાં ભારોભાર છે અને અનન્તો કાળ જ્યાં નીકળી જાય છતાં આરો ન આવે એવી આ નિગોદની અવસ્થા છે. એ અવસ્થામાં જવાનો વખત ન આવે તે માટે ભણવાનો પ્રયત્ન વહેલી તકે કરી લેવો છે.
* પાપથી બચાય, અવિરતિનો રસ ઓછો થાય અને વિરતિનો રસ કેળવાયતે માટે આ જ્ઞાનની સાધના છે.
* વિનય પછી જ્ઞાન મેળવવા માટે વૈયાવચ્ચની પણ જરૂર હોવાથી સ્વાધ્યાય પહેલાં વૈયાવચ્ચ બતાવી છે. ચોવીસ કલાક જ્ઞાનની સાધના કરવા માટે ગુરુની કૃપા મેળવવી જરૂરી છે. અને એ માટે જ વિનય પછી વૈયાવચ્ચ તપ બતાવ્યો. ગુરુભગવન્ત આપણને સાચવે એ માટે વિનયવૈયાવચ્ચ નથી કરવા, જ્ઞાન જોઈએ છે માટે વિનયવૈયાવચ્ચ કરવા છે.
* સ્વાધ્યાયમાં વાચના પહેલી છે, ધર્મકથા છેલ્લી છે. કારણ કે ધર્મકથા કરવાની લાયકાત છેલ્લે આવે છે. પર્યાયવૃદ્ધ સાધુ હોય કે ભણેલોગણેલો હોય છતાં તેને ધર્મનો ઉપદેશ કરવાની રજા નથી તો ગૃહસ્થને તો તે રજા ક્યાંથી અપાય ? પહેલાં ગુરુ પાસે જ્ઞાન મેળવવાનું, ન સમજાય તો પૂછીને ચોક્કસ કરવાનું, તેનું પરાવર્તન કરવાનું અને અન્તે ગુરુ રજા આપે તો ધર્મોપદેશ કરવાનો.
* સામુદાયિક અનુષ્ઠાનનો લાભ એટલો કે – આપણે જો નબળા પડયા હોઈએ તો આજુબાજુવાળા પ્રમાદ ખંખેરવામાં સહાયક થઈ પડે.
૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org