SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ દશે દિશામાં ધમધમતી પ્રવૃત્તિ કરનારા દશ પ્રકારનો યતિધર્મ ન પાળી શકે. દશ પ્રકારનો યતિધર્મ સાચવવા માટે સૌથી પહેલાં દશે દિશાની પ્રવૃત્તિ ટૂંકાવવાની જરૂર છે. માત્ર સાધુપણા સામે અને પોતાના આત્મા સામે જુએ તે જ આ યતિધર્મનું પાલન સારામાં સારી રીતે કરી શકે. * ગુરુ પ્રત્યેના વિનયને આઠે કર્મોને દૂર કરનાર કહ્યો છે, કારણ કે આ વિનયગુણ સઘળા ગુણોમાં શિરદાર છે. જેને ગુરુ પ્રત્યે બહુમાન હોય તે ગુરુના બધા જ ગુણો સહજમાં પામી જાય. ગુરુના વિનયથી, અભ્યન્તર બહુમાનથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર : આ ત્રણે ઉપાય પરિપૂર્ણપણે પ્રાપ્ત થાય છે. * આજ્ઞા મુજબ નિદ્રા કરવામાં પણ નિર્જરા થાય અને આજ્ઞાની ઉપરવટ થઈને જાગતા રહેવામાં પણ કર્મબંધ થાય. * છઠ્ઠો યતિધર્મ સંયમ છે. વર્તમાનના આશ્રવોથી વિરામ પામવા માટે આ સંયમધર્મ છે. પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય : આ નવે પ્રકારના જીવોને મનથી, વચનથી અને કાયાથી; કરવા, કરાવવા અને અનુમોદવા દ્વારા દુ:ખ ન પહોંચાડવું તેનું નામ સંયમ. આ રીતે ૮૧ પ્રકારે સંયમ પાળવાનો છે- આ વસ્તુ શક્ય છે કે અશક્ય છે ? સાધુભગવન્તો માટે આ સુશક્ય છે. સંયમના પાલન માટે કેટલું ધ્યાન રાખવાનું છે – એ નજર સામે આવે છે ને ? આપણા મનથી પણ કોઈને દુઃખ ન થાય, આપણા વચનથી પણ કોઈને દુ:ખ ન થાય અને કાયાથી પણ કોઈને દુઃખ ન થાય એ રીતે જીવવાનું છે. સ. મનના વિચારોથી સામાને દુઃખ કઈ રીતે થાય ? મનમાં બીજા માટે દુર્ભાવ છે એની બીજાને જાણ થાય તો દુ:ખ થાય ને ? ગુર્વાદિક શિષ્યને ઠપકો આપે ત્યારે તે બોલે નહિ પણ તેનું મોઢું પડી જાય, ગ્લાન થઈ જાય, પગ પછાડીને જાય તો ગુરુભગવન્તને દુઃખ થાય ને ? આપણે સામા પ્રત્યે ઉપેક્ષાભર્યું વર્તન કરીએ, દુર્ભાવ બતાવીએ તો સામાને દુઃખ થાય ને ? આપણી સાથે કોઈ એવું વર્તન કરે તો દુ:ખ થાય ને ? કાયાનું આચરણ કે વચન પણ મનના અસદ્ભાવને જણાવનારાં હોવાથી જ દુઃખનું કારણ બને ને ? આનું નામ મનથી દુ:ખ પહોંચાડવું તે. પહેલાંના કાળમાં આર્યા મૃગાવતીજી વગેરે ગુરુમહારાજના દુ:ખની ચિંતા કરવાથી કેવળજ્ઞાન પામી ગયાં. આપણા કારણે ગુરુમહારાજને દુ:ખ ન થાય તેની ચિંતા કરનારા મહાત્માઓ હતા. હવે આવી ચિંતા કરનારા લગભગ ન મળે. કારણ કે સંયમ પાળવાની ભાવના નાશ પામી ! શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ Jain Education International For Private & Personal Use Only ૧૭૫ www.jainelibrary.org
SR No.001169
Book TitleDarshanshuddhi Prakarana Aadina Pravachanansho
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2006
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Ethics
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy