________________
જે ચલાયમાન થાય તેની જાણકારીમાં ખામી છે જ એમ માની લેવું પડે. અને જાણકારીમાં ખામી ક્યારે આવે ? નિશ્ચિત અર્થ ન હોય તો. નિશ્ચય કેમ ન કર્યો ? પૂછ્યું ન હતું માટે. પૂછ્યું કેમ નહિ? અર્થ ગ્રહણ કર્યો ન હતો માટે. અને ગ્રહણ કેમ ન કર્યું? તો નિરન્તર શ્રવણ ન કર્યું માટે. આ રીતે છયે ગુણો સાંકળથી બંધાયેલા છે. પાંચ ગુણો પામે તેનામાં છઠ્ઠો ગુણ આવે જ. ચલાયમાન ન થવું તે પણ એક પ્રકારની ગુણની સ્થિરતા છે. આ સ્થિરતાના કારણે આગળ વધી શકાય. આનંદ, કામદેવ, સૂર્યપશા રાજા, સીતા સતી, દમયંતી સતી .. વગેરે આ વિશેષણોથી યુક્ત હતા. વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ તત્ત્વને જેઓ સમજ્યા હોય તેઓ સંસારના સુખની સ્વપ્ન પણ કલ્પના ન કરે.
* છ વિશેષણો આપ્યા બાદ સાતમું વિશેષણ આપ્યું છે કે શ્રાવકોમાં પ્રવચન પ્રત્યેનો રાગ અસ્થિમજ્જા થયેલો હોય. રગેરગમાં અને હાડકાના કણેકણમાં આ રાગ વ્યાપી ગયો હોય.
* જેની પ્રત્યે રાગ હોય તેનું ઘસાતું સાંભળી ન શકીએ ને? તેવી રીતે પ્રવચનનું, પ્રવચનના પ્રણેતાનું, પ્રવચનના સમજાવનારનું ઘસાતું સાંભળી ન શકે તો સમજવું કે પ્રવચન પ્રત્યે રાગ છે.
* બે અનુષ્ઠાન ઓછાં થશે તો વાંધો નહિ પણ અવિધિ સેવવી નથી. ભગવાને અવિધિ કરવાની ના પાડી છે. અવિધિપૂર્વકનું અનુષ્ઠાન ફળદાયી બનતું નથી એમ ભગવાને કહ્યું છે. અનુષ્ઠાન સારામાં સારું કરીએ ને ફળ ન મળે – તે ચાલે? પૈસા પૂરા આપીએ ને માલ સારો ન આવે એ ચાલે?
* પ્રવચન નથી તારતું, પ્રવચનનો રાગ તારે છે. પ્રવચનનો રાગ અને પ્રવચનની ભક્તિ એ મોટામાં મોટો ગુણ છે. શાસ્ત્રપાઠને ખોટો કહે, શાસ્ત્રકારોને ખોટા કહે, મહાપુરુષોને ખોટા કહે, ગણધરભગવન્તોને ખોટા કહે તોપણ આપણું લોહી ન ઊકળે તો સમજવું કે પ્રવચન પ્રત્યે રાગ નથી. જ્યાં રાગ હોય ત્યાં ઘસાતું સાંભળવાની તૈયારી ન હોય. ભગવાનનું શાસન સર્વોપરી છે એવું જે માનતા હોઈએ તો પ્રવચનનો પ્રેમ કેળવ્યા વિના નથી રહેવું. જેમાં દોષ છે એવી ખાતરી હોવા છતાં પણ પ્રેમના કારણે તેના બચાવમાં ઊભા રહેનારા એવા આપણે સકલ દોષથી રહિત એવા પ્રવચનનું ઘસાતું મજેથી સાંભળી લઈએ તો પ્રવચનનો રાગ છે એમ ક્યાંથી કહેવાય ? આપણી પાસે શક્તિ હોય તો તેનો પ્રતિકાર કર્યા વિના નથી રહેવું. પણ જો એટલી શક્તિ ન હોય તોપણ ત્યાંથી ખસી જવું છે, એક ક્ષણ માટે પણ ત્યાં ઊભા નથી રહેવું. રામતીની
૨૪૬
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org