________________
માટે સાધુ નથી થઈ શકતા. દુઃખથી ગભરાયે કાંઈ વળવાનું નથી. દુઃખ વેક્યા વગર કોઈને ચાલવાનું નથી. જેટલું દુઃખ વધારે આવે એટલું સારું. જેમ પાણી ઊંડું વધારે હોય તેમ કૂદકો મારવાનું સારું ફાવે, તે રીતે જેમ સાધુપણામાં દુઃખ વધારે આવે તેમ સાધુપણું પાળવાનું સારું ફાવે ને ?
સ. આટલું સાંભળ્યા પછી પણ સુખ છોડવાનું મન કેમ નથી થતું?
સુખ માંગીને મેળવ્યું છે તેનો આ પ્રભાવ છે. જે માંગીને મેળવ્યું હોય તે ગાઢ આસક્તિ કરાવ્યા વિના ન રહે. આપણું પુણ્ય પાપાનુબંધી છે-એની ના નહિ, પણ એ પુણ્ય ભોગવીએ નહિ તો પાપનો અનુબંધ તૂટી જાય. સુખ છોડ્યા વગર અનુબંધ નહિ તૂટે. પાપનો અનુબંધ હોવાથી આસક્તિ તીવ્ર થવાની છતાં પરાણે સુખ છોડીએ તો અનુબંધ તૂટ્યા વિના નહિ રહે. અશાતાનો અનુબંધ તોડવા કેવું મથીએ છીએ ? તેવી રીતે અનિચ્છાએ પણ જે મૂકતા થઈએ તો અનુબંધ તૂટશે. રોગના અનબંધ તોડીએ તેમ અવિરતિના અનુબંધ તોડવા છે.
* પાપ છૂટી જાય અને પુણ્યની અપેક્ષા ન હોય તો સાધુપણામાં કોઈ દુઃખ જ નથી. સાધુપણાનાં દુઃખોને દુઃખ ન મનાય. હોસ્પિટલનાં દુઃખને દુઃખરૂપ ન માનીએ ને ? કેમ ? જે સુખનું કારણ હોય તેને દુઃખરૂપ ન ગણાય. ધર્મને દુઃખમય માને અને સંસારસુખને આપનારો માને તે ધર્મની આરાધના ન કરી શકે. ધર્મને સુખમય માને, દુઃખને લાવનારો માને અને મોક્ષને આપનારો માને તે જ ધર્મની આરાધના કરી શકે.
* સુખનાં સાધનો જેટલાં ઓછાં તેટલી સાધના ઉત્કટ.
* આચાર્યભગવન્તો જે સમજાવતા હોય છે તેને યથાર્થપણે સમજે તે જ અધિગતાર્થ કહેવાય. ધર્મને સદ્ગતિને કારણ તરીકે માનવો, સુખને આપનાર તરીકે માનવો તે અધિગતાર્થપણું નથી. જે ધર્મ સંસારમાં રખડાવનાર બને તે ધર્મને ધર્મ કઈ રીતે કહેવાય? આજે ધર્મના નામે અધર્મ કરતા થયા માટે જ ઉન્માર્ગગામી બન્યા છીએ.
* આજે “આપણે આરાધનાથી કામ છે, સિદ્ધાન્તનું કામ નથી એવું માનનારો વર્ગ જોઈએ એટલો મળે ને ? આરાધના કરીને ફળ મેળવવું હોય તે સિદ્ધાન્તની ઉપેક્ષા કરી શકે ? આપણે તો રાંધવાથી કામ-આવું કોઈ કહે ? ત્યાં તો ખાવાથી કામ છે એમ સમજાય ને? રાંધવામાં ગરબડગોટાળા હોય તો તે રાંધેલું ખાવાલાયક રહે ખરું ? ચણા ખાનારા પણ બે દાણા સડેલા હોય તો કાઢી નાંખે. બે પૈસાના ચણા પણ સડેલા ન ચાલે
૨૪૪
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org