________________
સ. ગાંડાની દુનિયામાં ડાહ્યાએ પણ ગાંડા થઈને રહેવું જોઈએ - એવું દૃષ્ટાન્ત શાસ્ત્રમાં આવે છે ને ?
એ દૃષ્ટાન્તનો ઉપયોગ ક્યારે કરવાનો ? ગાંડા ડાહ્યા થાય એવી શક્યતા હોય ત્યારે. જો ગાંડા ડાહ્યા થાય એવી શક્યતા ન હોય તો ડાહ્યાએ ગાંડપણ કરવાની જરૂર નથી.
સ. થોડુંક તો જતું કરવું પડે ને ?
જે પોતાનું હોય તેને જતું કરાય, મોહના ઘરનું હોય તે જતું કરાય, પણ ભગવાનની આજ્ઞાને તો જતી ન કરાય ને ? માન મૂકવું પડે તો મૂકવા તૈયાર છું, અપમાન વેઠવું પડે તો વેઠવા તૈયાર છું પણ આજ્ઞા કોઈ સંયોગોમાં નહિ મૂકું. ગાંડાની દુનિયામાં જરૂર પડે તો પાગલ થવાનો દેખાવ કરાય પણ પ્રાણ ન મુકાય ને ? આજ્ઞા એ તો સાધુતાનો પ્રાણ છે. સાધુતાનું જે કાંઈ સ્પંદન થાય છે તે આજ્ઞાના યોગે જ થાય છે. આજ્ઞાના યોગ વિનાના તો સાધુતાનાં મડદાં છે.
* એક વાર આચાર્યભગવન્તે કહ્યું હતું કે બાહ્યતપ અને અભ્યન્તર તપ એ સાધુપણાનો પ્રાણ છે, એના વિનાના સાધુ મડદાજેવા છે. મડદું ક્યાં સુધી રહે ? બેચાર દિવસ, પછી તો સડી જ જાય ને ? ઈચ્છકારસૂત્રના અર્થ કરાવતી વખતે આ વાત કરી હતી. ઈચ્છકારસૂત્રમાં સુહરાઈ કે સુદેવસિ પછી સુખતપ પૂછવાનું કારણ જ એ છે કે સાધુભગવન્તની રાત્રિ કે દિવસ સુખે કરીને પસાર ત્યારે થાય કે જ્યારે તેઓ બાહ્યઅભ્યન્તર તપ કરવામાં રત હોય. તપમાં શરીરને પીડા થાય આથી ત્રીજા પ્રશ્નથી શરીરની નિરાબાધતા પૂછવામાં આવે છે. તપની પીડા છતાં શરીર નિરાબાધ હોય તોપણ સંયમના કોઈ યોગો સિદાતા તો નથી ને ? એ જાણવા માટે ચોથો પ્રશ્ન પૂછવામાં આવે છે અને અંતે આ બધા વચ્ચે મનની પ્રસન્નતા જળવાઈ છે ને ? એ જાણવા માટે માનસિક શાતા છેલ્લા પાંચમા પ્રશ્નથી પૂછવામાં આવે છે. આવા સાધુભગવન્તને ભાતપાણીનો લાભ આપવા વિનંતિ કરવાની છે.
?
* પુણ્યના યોગે પંચેન્દ્રિયપણું વગેરે પુણ્યસામગ્રી મળ્યા પછી પણ જ્યારે આયુષ્ય સિવાયનાં સાતે કર્મની સ્થિતિ એકકોટાકોટિ સાગરોપમથી કંઈક ન્યૂન થાય ત્યારે જીવને આ સમ્યક્ત્વનો પરિણામ પ્રાપ્ત થઈ શકે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org