________________
આ કરામત છે-દુઃખની વચ્ચે થોડા થોડા સુખના ટુકડા વેરી આપે છે જેથી આપણે સંસારમાં બરાબર ટકી રહીએ, ખસી ન જઈએ. જ્યારે આપણે આ સુખના ટુકડાની લાલચમાં ને લાલચમાં મોહની જાળમાં ફસાઈ જઈએ છીએ. મોહ ધર્મ પણ કરવા દે, ધર્મ વધારવાનું પણ કહે, છતાં તેનાથી પોતે જ પુષ્ટ થાય. ધર્મ કરવા છતાં તમે ધર્મી ન બનો તેની તકેદારી મોહ રાખ્યા જ કરે. થોડુંઘણું માન મળતું હોય તો દુઃખ વેઠી લેવાની સલાહ આપે. દુઃખ ભોગવવાનું કહે તે પણ મોહને વધારવા અને સુખ છોડવાની સલાહ આપે તે પણ મોહને વધારવા. આ મોહને મારવો છે કે મોહ મરી જાય તો સારું ? મરી જાય તો સારું આ ભાવ હશે ત્યાં સુધી મોહ મરશે નહીં. તેને મારવા માટે પ્રયત્ન કરીશું તો જ કામ થશે. મોહને મારવાની શરૂઆત કરવી છે? તે માટે મોહનું માનવાનું બંધ કરવું છે. મોહનું કહ્યું માનીએ છીએ તેથી મોહને બળ મળે છે. મોહનું બળ તોડી પાડવા, જોર ઓછું કરવા માટે સૌથી પહેલાં મોહનું માનવાનું બંધ કરવું છે. મોહના વચન ખાતર આપણે સર્વજ્ઞભગવન્તની વાતની ઉપેક્ષા કરીએ છીએ કેવી વિચિત્ર હાલત છે ? વચન કોનું? અને કોના ખાતર એ વચન અવગણીએ છીએ ? ધર્મના
સ્થાનમાં આવીને પણ મોહને જ પુષ્ટ કરીએ છીએ, મોહના ઘરમાં તો શી દશા હશે તે વર્ણવી શકાય એવું નથી. મોહાધીન લોકોને વચન ખાતર સર્વશના વચનને અવગણવાનું બંધ કરીશું તે દિવસે સમ્યગ્દર્શન આવશે.
* દેવો પણ સહાય તેને કરે કે જેઓ મોહને મારવા તૈયાર થયા હોય. જેઓ મોહની સાથે દોસ્તી બાંધી બેઠા હોય તેને સમકિતી દેવો સહાય નથી કરતા, મોહની દોસ્તી છોડવા તૈયાર થયા હોય તેને જ સહાય કરે.
* સમ્યત્વ પ્રાપ્ત થઈ શકે તેવી પ્રત્યેકનામકર્મ, પર્યાપ્તનામકર્મ, બાદરનામકર્મ, ત્રસનામકર્મ, પંચેન્દ્રિય જાતિનામકર્મ આ બધી પુણ્યપ્રકૃતિ મળી ગઈ હોવા છતાં જે પુણ્યની અપેક્ષા હોય તો તે સુખ ભોગવવા માટે જ છે – એવું માનવું જ પડે ને?
* સમ્યત્વ પામવા માટેની પુણ્યસામગ્રી બધી મળી ગઈ છે, હવે ખૂટે છે એક-માત્ર સમ્યકત્વ પામવાનો પરિણામ અને આ સમ્યત્વ પામવાનો પરિણામ લાવવા ન દે એવી આ મોહ સાથેની દોસ્તી છે. અનાદિકાળની આ દોસ્તી તોડવી પાલવે એવી નથી માટે સમ્યત્વ પામવાનો પરિણામ આવતો નથી. હવે સમજાય છે ને કે – મોહની સાથેની દોસ્તી તોડ્યા વિના, મોહને મારવાના પરિણામ વિના સમ્યત્વ પામવાનો પરિણામ પણ નથી આવતો! સમ્યત્વ પામવું હશે તો લોકોની પાછળ ગાંડા બનવાને બદલે ભગવાનના વચનને અનુસરતા થવું છે.
શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org