________________
કારણે ધર્મ થતો નથી અને અશાતાના કારણે ધર્મ અટકતો નથી. માટે જે મળ્યું છે તેનો ઉપયોગ ગુણ પામવા માટે કરી લેવો છે.
સ. અશાતાના કારણે હાયવોય થાય, તેથી ધર્મ નથી થતો.
અશાતાના કારણે હાયવોય થાય તો બધાને થાય. ભગવાનને કેમ ન થઈ ? અગ્નિનો સ્વભાવ બાળવાનો છે તો તે દરેકને બાળે ને ? અગ્નિ પેદા કરનારને પણ ? અગ્નિ બાળે ને ? જ્યારે અશાતા બધાને હાયવોય કરાવતી નથી.
સ. સહન નથી થતું માટે હાયવોય થાય.
એટલે અશાતાના કારણે હાયવોય થાય છે – એવું નથી ને ? સહન ન થતું હોય તો સહનશીલતા કેળવવાની. તિતિક્ષા વિના એકે ગુણ મળે એવો નથી. ભગવાને દીક્ષા લેતાંની સાથે આ ગુણ આત્મસાત્ કર્યો ને ? આપણા કાનમાં ખીલા ન ઠોકાય પણ પગમાં કાંટો વાગે તો હાયવોય નથી કરવી – આટલું બને ને ?
* શાસ્ત્રકારો જેને પુણ્યપ્રકૃતિ તરીકે ગણાવે છે, તેને પુણ્ય તરીકે નથી માનવી અને જેને આપણે પુણ્ય માનીએ છીએ તેની શાસ્ત્રકારોએ અહીં નોંધ નથી લીધી. આપણે તો આપણી માની લીધેલ પુણ્યપ્રકૃતિ માટે મહેનત કરવાનું શરૂ કર્યું છે અને એ પણ ધર્મના નામે !
સ. ધર્મના નામે આવી લુચ્ચાઈ ક્યાંથી શરૂ થઈ ?
આપણે લુચ્ચા થયા એમાંથી આવી લુચ્ચાઈ આવી. જો આપણે સરળ હોત તો આ દશા ન થાત. પગ વાંકા હોય તો માર્ગ સીધો હોવા છતાં ચાલ વાંકી જ હોય ને ? સુખ ભોગવવાની ઈચ્છાથી ધર્મ કરવો છે - આ જ મોટામાં મોટી લુચ્ચાઈ છે.
* જે કારણ ન હોય તેને કારણ માની લેવાથી કાર્ય સિદ્ધ ન થાય. કારણને કારણ માનીને સેવીએ તો જ કાર્ય સિદ્ધ થાય. શાતાવેદનીયનો ઉદય ધર્મનું કારણ નથી અને અશાતાવેદનીયનો ઉદય હોય તો ધર્મ સિદાતો નથી.
* આજે આપણી પાસે પાંચે ઈન્દ્રિયો પરિપૂર્ણ છે, સારામાં સારું કામ આપે એવી છે છતાં આપણે ધર્મ ન કરીએ તો આપણા જેવું મૂરખ કોણ ? અનુકૂળતા મેળવીને ધર્મ કરવો છે કે અનુકૂળતા છે માટે ધર્મ કરી લેવો છે ?
* અત્યાર સુધીમાં આપણા ગુણો આપણી પાસે હોવા છતાં આપણે તેને ઓળખી નથી શકતા તેમાં મિથ્યાત્વરૂપ મહામોહનો અંધકાર કારણ છે. મહામોહની શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ
Jain Education International
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org